Thursday, September 29, 2016

.વાર્તા ઝાંસીની રાણી

 હરિહર ત્રિવેદીના ઘરમાંઆજે જાણે જ્વાળામુખી ફાટ્યો હતો ને ઘરના માણસો એમાં જીવતા શેકાતા હતા.હરિહર સાક્ષાત દુર્વાસાનો અવતાર ને પાછુ બ્રહ્મત્વનુ એટલુ અભિમાન. ભગવાનના પહેલા ખોળાના દિકરા. એની જ ઓલાદે એના  એ અહમ પર જનોઇવઢ ઘા કર્યો હતો. એ ક્રોધમા નખશીખ કાંપતા હતા તો એ જ હાલત એની પત્નિ દુર્ગાદેવીની હતી.એ ય કાપંતા હતા પણ પતિના પ્રકોપના પરિણામથી.પતિનો ક્રોધ પત્નિ તરફ લાવાની જેમઉછળતો હતો.' તારો જ વાંક છે આ બધો,બહુ ઉપાડો હતો ભણાવવાનો,જમાના પ્રમાણે ભણતર તો હોવુ જોઇએ ને' આમ જુઓ તો દિકરીએ ભણી ભણી ને શુ ભણી નાખ્યુ હતુ? સાત ગુજરાતી.પણ બાપને મન તો શું યજાણે આટલુ ભણીને  ને એને લીધે જ આ કમઠાણ ઉભૂ થયુ હોય એમ દુર્ગાદેવીને મહેણાટોણા સંભળાવતા હતા.' લે હવે  ખુશ થા, તારી દિકરીએ જમાના કરતા ય આગળ ભણી બતાવ્યુ.આપણૂ નામ ઉજાળ્યુ. અરે વર્ણશંકર પ્રજા થશે એની.ઘોર કળજુગની નિશાની.' જાણે એકલા દુર્ગાદેવીની જ દિકરી હોય એમ અશુભવાણી ને શાપ ઉચાર્યે જતા હતા.     તો ત્રણે ભાઇઓ ખાંડા ખખડાવી રહ્યા હતા તો પારકી જણીઓ શું કામ બાકી રાખે?'લો બહુ આબરુવાળા હતા, અમ વહુવારુથી તો લાજનો ઘુમટો ય ઉંચો ન થાય. એમા ચુક થાય તો તમારી આબરુ જાય ને આજે તમારી દિકરી જ આબરુનો વીંટો વાળીને જતી રહી નેતમારી છાતી ઉપર જ મગ દળ્યા, હવે શુ કરશો'?            દિકરી ઉમા ,જેના નામના મરશિયા ગવાતા હતા એનો અપરાધ એ જ હતો કે બધાની મરજી વિરુધ્ધ  પાડોશમા જ રહેતા કુંભાર યુવક ઉમેશ જોડે લગ્ન કરી લીધા હતા.હવે એ પરાણે જમાઇ થયેલો ઉમેશ અજાણ્યો નહોતો. નાનપણથી ઘરમા આવતો જતોને ઉમીના ભાઇઓનો દોસ્ત, સારા ને સંસ્કારી જુવાન તરીકે ની એની છાપ . એક જ દિવસમા લુચ્ચા, બદમાશ ને લફંગા જેવા વિશેષણોથી પોખાઇ ગયો. અધુરામા પુરુકે બાજુની જ શેરીમા એટલે લોકોને વાતો કરવાનો ને મેણા  નિંદા કુથલીનો વિષય મળી ગયો.           ઘરમાં તંગદીલી ત્યા સુધી પ્રસરી ગઇ કે કાંતો મા કે કા દિકરી બે માથી કોકનુ મંગલસુત્ર નંદવાઇ જવાની નોબત આવી ગઇ.  માને લાગ્યુ કે દિકરીને સાવધાન કરવાની ને સમજાવવાની તાતી જરુર છે. જો એ આસાન નહોતુ, દિકરી ય બાપ જેવી જ જીદ્દી હતી.બહુ ખાનગીમા મા દિકરી મળ્યા ને એ ણે ઉમીને વિંનતી કરી' ઉમી માની જા મારી વાત. અંહિ નજર સામે રહેવાની હઠ છોડી દે. આખી દુનિયા પડી છે.નહિતર વાત વણસી જશે ને આપણા બેમાથી કોકનુ સૌભાગ્ય નંદવાઇ જશે.તારા ભાઇઓ ઝનુનેઉની ભરાયા છે ને તારા બાપાને તો તુ જાણે જ છે.' છેવટે માની મમતા જીતી ગઇ ને ઉમી ને ઉમેશશહેરના ભીજા ભાગમા જતા રહ્યા.    આ નવા સાહસિક ને એકલા દંપતિને એકે ય પક્ષે અપનાવ્યા નહિ, માત્ર થોડા વફાદાર ને સુધારાવાદી મિત્રોએ સહકાર આપ્યો ને ઉમેશને નાની  નોકરી શોધી આપી. ઘર વસાવવામાં મદદ કરીઆમ સામાજિક ને પારીવારીક બહિષ્કાર સામે ઝઝુમતા એમનો  બાળસંસાર શરુ થયો.  એકાદ બે વર્ષમા તો પ્રેમના પ્રતિક જેવી રુપાળી દિકરીનો જન્મ થયો. નામ રાખ્યુ 'અમી' પણ કોણ જાણે એ પોતાના જીવનમા સંધર્ષ લખાવીને જ આવી હશે.અમી વરસની થઇને એ જ દિવસે ઉમેશને જીવલેણ અકસ્માત નડ્યો. માનવસર્જિત કે નિયતિ એ રહસ્ય જ રહ્યુ ને બન્નેને નિરાધાર છોડીને ઉમેશે વિદાય લીધી.        બન્ને ખરેખર નિરાધાર થઇ ગયા. અત્યાર સુધી પરિવારમા જે ગણો એ ઉમેશના મિત્રોની જ ઓથ હતી એમા અનેક કારણોસર ઓટ આવવા લાગી.મોટાભાગના પોતે જ ઘરજોગ સંસારી થઇ ગયા હતા.હવે એકલી યુવાન વિધવાને ત્યા આવવા જવામા ય લોકાવપાદનો ભય. ઉમીને સમજાઇ ગયુ કે પોતાના પગ પર ઉભા રહેવા સિવાય કોઇ આરો નથી.ભણતરનુ ભાથૂ તો હતુ નહિ.એટલે એણે મહેનતમજુરી ને લોકોનુ ઘરકામ સ્વાકારી લીધુ. ખાવાનો ખર્ચ  નીકળી જતો ને થોડા રોકડા  પૈસા માદિકરીનો નિભાવ થઇ જતો.          એમ અમી પંદર વર્ષની થઇ ગઇ.એ જ અરસામા જે મકાનમા માદિકરી ભાડે રહેતા હતા એ ઉપર ખાલી મેડા પર એક યુવાન રહેવા આવ્યો.અવકાશ એનુ નામ. રુપાળો ને સુઘડ પહેલી નજરે ગમી જાય એવો. તો સામેય અમી જેવી મુગ્ધ ને હસમુખી ને ભોળી છોકરી. ઉમી જેવી એકલી નારી.સ્વજનોથી તરછોડાયેલી નેસહારો ઝંખતી સ્ત્રી. અવકાશ સજ્જતાના એવા તો આવરણ નીચે છુપાયેલો સેતાન હતો એ ઓળખવા જેટલી માદિકરી સાવધાન  નહોતા. ખરેખર અવકાશ એક નામાંકિત  સ્કુલના ત્રસ્ટીનો દિકરો બાપની વગ વાપરી ત્રસ્ટમા ઘુસી ગયો હતો ને લાચાર ને એકલી યુવાન શિક્ષિકા  ને એવી જરુરીયાત વિદ્યાર્થીનીઓનો લાભ ઉઠાવતો  હતો.એની અય્યાશીથી થાકીને એની પત્ની અવનીએ ઘરમાથી કાઢી મુક્યો હતો. તો એવા એ આખલાને અંહી મોકળુ મેદાન મળી ગયુ. જતા આવતા ઉમીની રસોઇના વખાણ કરીને થોડી આનાકાની કરી જમવા બેસી જતો. બિચારી ઉમી, આટલા વરસોથી કોઇના સાથ ને  પ્રશંસાના થોડા શબ્દો માટે ઝંખતી .એને સંતોષ થતો. તો એ અમીને ય સમજાવતો.' ભણવામા ધ્યાન રાખીશ ને સારુ પરિણામ લાવીશ તો અમારી સ્કુલમા વગર ડોનેશને પ્રવેશ અપાવી દઇશ ને જરુર પડશે તો હુ તને ભણાવીશ.  ટયુશનનો ખર્ચ બચી જાય.' એક ગરીબ માટે આના કરતા મોટુ પ્રલોભન શું હોઇ શકે? હવે અમી અવારનવાર અવકાશ પાસે ભણવા પંહોચી જતી ને એમ સાનિધ્ય વધતુ ગયુ. એની આજ સુધીની જિંદગીમા કોઇપણ સબંધના રુપમા પુરુષનો પ્રવેશ નહોતો ને એને કેમ ઓળખવો કે ક્યા સાવધાન રહેવુ એ કોણ શીખવે? ને ખરીવાત તો એ પણ હતી કે ઉમી પોતે પણ અવકાશ તરફ આકર્ષાઇ હતી. આ મરદ બન્ને ને એકબીજાની પીઠ પાછળ રમાડતો હતો. પણ એક દિવસ ઉમી કામ પરથી વહેલી આવી. અમીના ચંપલ ને સ્કુલ બેગ પરથી ખબર તો પડી કે  આવી ગઇ છે પણ સ્કુલથી આવવાને તો વાર હતી.અચાનક ઉપરથી નીચે ધસી આવતી અમીના અસ્તવ્યસ્ત કપડા ને વાળ ને ચહેરા પર તોફાની હાસ્ય ને ઉમીને એક પળમા બધુ સમજાઇ ગયુ. એણે અમીને એક બાજુ લઇજઇને ધમકાવી.'છોકરી, જો તો ખરી, તારા બાપની ઉમરનો આદમી છે. ભણવાને નામે આવા ધંધા કરતા શરમાતી નથી?' તો અમીએ સામે એવો જ  જવાબ આપ્યો જે ઉમીની કલ્પનામા ય  નઆવે એવો આધાતજનક હતો ' એ તારાથી દસ વરસ નાનો છે,શરમ તો તને આવવી જોઇએ' તો આ એક સ્ત્રી સામે બીજી સ્ત્રીનો પરાજય હતો. કમનસીબે દિકરી સામે મા ની હાર હતી. ઘડીભર એને અમી ઉપર એવો ક્રોધ ચડ્યો કે બેચાર તમાચા ચોડી દઉ. પણ તરત ભાન આવ્યુ. આમા પોતાની ક્યા ભુલ છે?અમીની ભૂલ તો ઉમરસહજ હતી એને સારુ નરસુ કે સાચુ ખોટુ સમજાવવાની પોતાની ફરજ હતી પણ એક જવાબદાર સ્ત્રી ને મા પોતે જ આવી ભુલ કરે તો દિકરીએ જે ચુભતુ સત્ય કહ્યુ એ પછી જીવવા જેવુ ક્યા રહ્યુ હતુ? હા, એ સત્ય હતુ કે ઉમીને ય પુરુષના રુપમા કોઇક સહારા ની જરુર હતી.વર્ષોથી એક અતૃપ્ત વાસના અંદર ધરબાઇને પડી હતી ને અવકાશને  જોઇને સળવળી ઉઠી હતી.અવકાશની ચકોર નજરમા એ આવી ગયુ હતુ. એણે એનો લાભ ઉઠાવ્યો હતો. તો વાત રહી અમીની.એણે અવકાશમા પિતા, ભાઇ , પથદર્શક કે શિક્ષક,એના જીવનમા  અત્યારસુધી પુરુષપાત્રની જે ખોટ હતીએ જોવાની કોશીશ કરી હશે.પણ છેવટે એની મુગ્ધ ઉઁમરને છાજે એવુ પ્રેમીનુ સ્વરુપ જીતી ગયુ.  એ જ રાત્રે ઉમીએ અગન પછેડી ઓઢી લીધી. અમી તો આધાતની મારી પાગલ થઇ ગઇ શિકારી ઉપર બેઠો બેઠો બધો ખેલ જોઇને હસતો હતો એનો રસ્તો હવે સાફ.એક માત્ર અંતરાય પણ જાતે જ ખસી ગયો. એ નીચે આવ્યો ને આશ્ર્વાસનના બહાને અમીને નજીક ખેચી. અમીએ જોરથી ધક્કો માર્યો.'આ દસ્તાનો છુટો ઘા કરીશ જો નજીક આવવાની કોશિશ કરીશને માથૂ રંગાઇ જશે. નાલાયક. તુ જ મારી માનો હત્યારો છે'     'તુ   ને માત્ર તુ જ તારી માના મોત માટે જવાબદાર છો, બચ્ચી, જોઉ છુ હવે તને કોણ બચાવે છે?મને રોકનાર કોણ ને એનુ એ વાક્ય પુરુ થાય એ પહેલા ત્રાડ સંભળાઇ' તારે જોવુ છે કે તને રોકનાર કોણછે?'અવકાશે પાછળ ફરીને જોયુ ને એક પળ ધ્રુજી ગયો. હા,એ એની એકવખતની પત્નિવિશાખા દાખલ થઇ. અવકાશને ખબર નહોતીકે વિશાખા આવી ફસાયેલી ને આવા હવસખોર પુરુષના  કરતુતનો ભોગ બનેલી સ્ત્રીઓને બચાવવાને ન ેન્યાય અપાવવા  મંડળ ચલાવે છે. એણે મજાક ઉડાવી ' તો તમે ભલે પધાર્યા, ઝાંસીની રાણી, તલવાર લાવ્યા છો કે વેલણ'?ન ેએ નિર્લજ્જ હસી પડ્યો.'તારા જેવા બાયલા માટે તો આટલુ જ પુરતુ છે' કહેતા વિશાખાએ બે હાથે જોરથી ધક્કો માર્યો. અવકાશ દિવાલ સાથે અફળાયો ને  બે હાથમા  માથૂ પકડી બેસી પડ્યો. ' વિશાખાએ થરથર કાંપતિ અમીને બાહોમા ં લીધી ને કહ્યુ.' ચાલ.દિકરી, તુ હવે મારી સાથે  સલામત છે.તુ નિરાધાર નથી' એક તિરસ્કાર ભરી નજર અવકાશ તરફ નાખી અમીને લઇને એ ચાલી ગઇ ને અવકાશ  ઝરખના પંજામાથી હરણી શિકાર છોડાવી જાય એમ નિસહાય જોતો રહ્યો.


No comments:

Post a Comment