Wednesday, December 14, 2016

કનૈયા કિસે કહેગા તુ મૈયા ? ભાગ ૧

શિયાળાના ચડતા પહોરના કુમળા તડકામાં એવી જ કુમળા ઉમરનો તરુણ  બગીચાના બાંકડે શુન્યમનસ્ક બેઠો હતો. તરુણ કહો તો મોટો ગણાય ને યુવાન ગણો તો નાનો લાગે એવી વય હતી.એના મનમાં કોઇ ઘમસાણ યુધ્ધ ચાલી રહ્યુ હશે જેની નિશાનીઓ એના અસ્વસ્થ હલનચલનમા દેખાઇ આવતી હતી. બે હાથે માથું પકડી આંખો બંધ કરીને બેઠો હતો.ધસી આવતા આંસૂઓને રોકવા ચુસ્ત બંધ કરેલી આંખોમાથી એની જાણ બહાર સરિ પડેલા આંસુઓથી એનો કુમળો ચહેરો ખરડાયેલો હતો.એની સમસ્યા કદાચ એટલી ગહેરી હશે કે શિયાળાનો તાપણી જેવો તડકો કે હાડ થીજાવતો વાયરો કે બગીચાનુ તાજગી પુર્ણ વાતાવરણ  કશુ એને સ્પર્શતુ નહોતુ.       નજરે જોનારને એમ પણ થાય કે આટલી ઉમરમાં આવુ તો શું દુઃખ આવી પડ્યુ હશે? ગરીબાઇ કે ભુખથી ત્રાસેલો તો નહોતો દેખાતો.દેખાવમાં તંદુરસ્ત, સારી રીતે પોષાયેલો, રુડો રુપાળો, કોઇ સુખી ઘરનો ફરજંદલાગતો હતો.કોઇ પ્રેમ કહાણી કે કરુણાન્તિકાનો નાયક?એના માટે તો હજી નાનો લાગતો હતો. જો કે આજના માહીતી પ્રચુરજમાનામાં બાળકો બહુ જલ્દીથી આવા વિષયમાં જાણકાર થઇ જાય છે.એટલે આવા પ્રેમ પ્રકરણ માટે કોઇ ચોક્કસ વય મર્યાદા રહી નથી. એ સિવાય એક ભય આવયના બાળકને સતાવે એ પરિક્ષામાં નાપાસ થવાનો ને માબાપનો ઠપકાનો ભય. જોકે આ પરિક્ષાની સીઝન તો નહોતી.     એ સમયે કોઇસમજદાર વડિલ ને મિત્ર હાજર હોત ને પ્રેમથી પુછ્યુ હોત તો એણે કહ્યુ હોત કે હુ કિશન, અત્યાર સુધી આરામને આનંદમાં જીવતો હતો.પણ બે સ્ત્રીઓએ ભેગી થઇને મારી જીંદગીમા તોફાન ઉભૂ કર્યુછે.એકબીજાનીલાગણી સંતોષવા ફુટબોલની જેમ મારો  ઉપયોગ કર્યો છે.જે મને આજે જ ખબર પડી. સમજાતુ  નથી કે કોને મા ગણવી? ભગવાન જેવો ભગવાને ય આ બાબતે એકવાર મુંઝાયો હશે તો મારુ તો શું ગજુ? '     તો જે બે સ્ત્રીઓ   જેની સામે કિશનને આટલી ફરિયાદ હતી એ મા એક હતી હરિતા. જેણે  કિશનને જન્મ આપ્યો હતો ને બીજી હેમાલી જેણે  એનો ઉછેર કર્યો હતો.  પ્રેમથી પોષ્યો હતો. કોઇ ખોટ પડવા દીધી નહોતી.તો પછી એને   ફરિયાદ શા માટે હતી?         હરિતા ને હેમાલી દેરાણી  જેઠાણી. હરિતા મોટી કિશનની માતા.કિષન એને મોટી મમ્મી કહીને બોલાવતો.હેમાલીને એ નાની મમ્મી કહેતો.કારણની એને ખબર નહોતી ને જરુર પણ લાગી નહોતી આજ સુધી.  આમ જુઓ તો પારિવારિક સબંધોમાં સહુથી વધારે વગોવાયેલો સબંધ.તે દેરાણી જેઠાણીનો. પણ ખારા પાણીમાં કયાક મીઠી વિરડીની જેમ આ દેરાણી જેઠાણી વચ્ચે બહેનો કરતાય વધારે હેત.      હરિતા બહુ પ્રેમાળ ને સમજદાર સ્ત્રી હતી. હર્ષને પરણીને આઘરમાં આવી પછી ટું ક સમયમાં સાસુ ગુજરી ગયા. હરિતાએ ઘર સંભાળી લીધુ. નાના દિયર હરેશની મા સમાન કાળજી રાખી. પાંચ વરસના સંસારમાં સાહિલ ને સમીર એ બાલકોના અવતરણે ઘરને ભર્યુ ભર્યુ બનાવી દીધૂ હતુ.        એ સમયે હરેશમાં જીવનમાં હેમાલીનો પ્રવેશ થયો.ભાઇ ભાભી તો ખુશખુશાલ  હતા પણ હેમાલીના માબાપને વાંધો હતો. એમને એના પૈસાનુ અભિમાન હતુ.  હરેશના પરિવારને  એ લોકો ઉતરતો ગણતા. એવા એ અભિમાની લોકો પ્રેમ લગ્નમાં જેટલા વાંધા કાઢી શકાય એ બધાનો ઉપયોગ કરી ચુક્યા હતા. ' ભવિષ્યમાં એએકલી પડી જશે, આધરનો દરવાજો એને માટે કાયમ બંધ થઇ જશે, મિલ્કતમાથી ભાગ નહિ મળે,હરીશ  ને એના પરિવારને ય હેરાનગતિ થશે, વગેરે ધાક ધમકી બતાવી પણ હેમાલી અડગ હતી ને હર્ષ હરિતાનો પુરો  સાથ હતો.હરિતાએ હસતે મુખે જે પોખણા કર્યા હતા એ હાસ્ય કયારેય સુકાયુ નહોતુ. બહુ સમજણ સાથેનો સંસાર હતો , સાથે રહેવા ય બંધારણની જરુર પડે. કોઇ વાતે મનદુઃખ કે ગેરસમજણ થાય તો મનમાં સમસમીને રહી જવાને બદલે એનુ નિરાકરણ કરી લેવુ. રોજનો નિયમ કે રાતે જમીપરવારી બધા ભેગા થાય.આખા દિવસનુ સરવૈયુ નીકળે સાથેએક બીજા કોઇને કશુ કહેવાનુ કે સ્પષ્ટતા કરવાની હોયએ પણ થઇ જાય.જેમ રાત્રે જમી પરવારી ઘર વાળી એંઠવાડ બહાર ફેકી દઇએ છીએ ને ઘર ચોખ્ખૂ કરીએ છીએ એમ જ.બીજો દિવસ  નવો ને કોરોકટ શરુ થાય.            બન્ને યુગલોના આવા પ્રેમાળ સબંધોને વિખેરવા એવી વિધ્નસંતોષી  સ્ત્રીઓએ  ચાંચો મારી હશે. પણકોઇની મંથરા ગીરી કામયાબ આવી નહોતી.હરિતાના આવા પ્રેમાળ વર્તન ને લાગણીનો જવાબ હેમાલીએ કર્તવ્યનિષ્ઠાથી આપ્યો હતો.આજસુધી બે નાના બાળકો ને એકલી ઉપર જ ઘરની જવાબદારી હતી,એટલે બહાર હરવા ફરવાની કે વેકેશન માણવાની તક હરીતાને  મળી નહો તિ. હવે હેમાલી એ ઘણી જવાબદારી ઉપાડી લીધી હતી. સાથે બન્ને બાળકોને પણ સંભાળી લીધા હતા એટલે હવે હરિતાને બેચાર દિવસ બહાર જવુ હોય તો જઇ શકતી.         આવા સુખદ સંસારમાં એક ´એવો      વંળાક આવ્યો  કે પરિવાર વિખરાવાનો ભય ઉભો .એમાં કોઇનો  વાંક નહોતો. એક રીતે દુઃખ જેટલૂ જ સુખ પણ હતુ.    વાત એમ હતી કે હરિતાના ભાઇ બહેનોઅમેરિકામાં  સ્થાયી થયા હતા . એમની પાછળ એના માબાપ પણ ત્યા ગયા હતા ને એમણે ત્યાના નાગરિક બનીને હરિતા માટે પણ અરજી કરેલી. હવે હરિતાને ત્યા સહકુટુંબ અમેરિકામા કાયમી રહેવાની પરવાનગી મળી. પરિવાર ને માબાપ સાથે લાંબા  અંતરાલ પછી રહેવાનુ મળશે એ વિચારે એ આનંદથી ઝુમી ઉઠી પણ બીજી જ પળે હિમાલી ના વિલાયેલા ચહેરા પર નજર પડતા આનંદ ઓસરી ગયો બલ્કે  વિમાસણમાં મુકાઇ ગઇ. હરિતાને જો કે દેશમાં કોઇ નિકટનુ સગુ નહતુ. જેકાંઇ  હતુ તે અાટલા પરિવાર પુરતુ. પણ હેમાલીને તો દેશ કે પરદેશ સરખા જહતા. પરણીને પિયરપંથ હંમેશ માટે ગુમાવ્યો હતો.શરુઆતમાં પિયરપક્ષે થોડુ સમાધાન કરીને પ્રસંગોપાત બોલાવતા પણ  એની હાજરીને લગભગ અવગણાતી ને હરીશને અપમાનીત કરાતો. એવુ લાગતુ કે એ માટે જ એને બોલાવાતા હતા.આવા એકાદ બે પ્રસંગ પછી હેમાલીએ જવાનુ બંધ કરી દીધુ.એટલે આપરિવાર જ એની દુનિયા હતી ને હવે નજીકના ભવિષ્યમા એ વિખુટી પડવાની હતી.
    એમ તો હરિતા ને હર્ષને ય પરિવાર છોડતા દુઃખ તો થતુ હતુ. હરિતા હેમાલીની હાલતથી અજાણ નહોતી. એને દિલાસો આપતા કહ્યુ.' જો હેમા, આતો નવો દેશ જોવાની તક મળી છે તોજઇ આવીએ.રહેવુ જ પડે એવુ કોઇ બંધન તો નથી. ફાવે તો રહીશુ. નહિતર અહી ઘર તો છે ને નોકરી પણ ચાલુ છે. ' હેમાલીને એટલી તો આશા તો બંધાણી કેકદાચ  !      આવા મનોમન આશા ,દિલાસા ને વચનો સાથે બે પરિવાર છુટા પડ્યા.હર્ષ ને હરિતાએ બે સંતાનો સાથે અમેરિકામાં પગ મુક્યો. સમય એમના પક્ષે હતો કે ઝડપથી ને ઝાઝા સંધર્ષ વિના ગોઠવાઇ ગયા. હરિતાના ભાઇઓના વિકસાવેલા ધંધામાં ગોઠવાતા હર્ષને વાર ન લાગી તો હરિતા મા પાસે બન્ને બાળકોએ મુકીને કામમાં જોડાઇ ગઇ.
બસ, પછી તો પૈસા હાથમાં આવ્યા ને એક પછી એક સપનાની વણઝાર શરુ થઇ ગઇ. નવી કાર, આગવુ મકાન,મુલ્યવાન  ફરનીચર, અવનવી સજાવટ, મકાનની આગળપાછળ પોર્ચ,એમાં પણ હિંચકા, પાછળ મોટુ ખુલ્લુ મેદાન, બાળકો માટે સ્વિમીંલપુલ ને રમતગમતના સાધનો, વરસે બે વખત સહકુટુંબ  પ્રવાસ.હરએક સપના સાકાર થવાની શક્યતા સહેલી લાગતી હતી. વતનમાં પાછા ફરવાની ઇચ્છા ધીમી પડવા લાગી.હવે એમાત્ર સરખામણી કરવા જ યાદ કરાતુ.તો સ્વજનોની સ્મૃતિ કામના બોજા નીચે ઝાંખી પડવા માંડી.પ્રેમનો ખાલીપો ભૌતિક ચીજોથી ભરાવા લાગ્યો.બાળકોના ઉજળા ભવિષ્યની તકો અહી રહીજવાના પલ્લામાં જમા થવા લાગી. એમ રહી જવાના અનેક કારણો સામે ત્યા રહી ગયેલા પરિવારને પણ વહેલા મોડા અહી બોલાવી લેવા એવી યોજના ઘડાઇ.ઉપરાંત હર્ષના કુટુંબમા  પણ નવા એક સભ્ય 'કિશન' નો ઉમેરો થયો હતો       હર્ષે અહિનુ નાગરિકત્વ મેળવ્યુ ને હરેશ માટે અરજી આપી દીધી.  પણ હેમાલી હતાશ થઇ ગઇ હતી. એકલતા એને કોરી ખાતી હતી.શરુઆતમાં તો આશા યહતી કે હર્ષની નોકરી ચાલુ છે એટલે કદાચ ચાર છ મહીના ફરી પાછા આવી જશે.પણ એ અવધિ  પણ પુરી થઇ ને હર્ષનો ફોન આવ્યો કે એણે નોકરીમાથી રાજીનામુ આપી દીધૂ છે ને અમેરિકામાં ઠરીઠામ થવાના છે. આર્થિક રીતે પગભર થઇ ગયા છે, છોકરાઓને સ્કુલમાં ફાવી ગયુ છે. સમાચાર સારાજ હતા. હેમાલીએક બાજુ ખુશ હતી તો દુઃખ પણ એટલુ જ હતુ.  બાળકો વિના ઘર સુનુ લાગતુ. સાંજ સુમસામ લાગતી. નોકરી કરતી હતી એટલે દિવસ તો પસાર થઇ જતો પણ રજાઓમાંં વિજોગ વધારે સાલતો.  ભવિષ્યમાં ફરીથી  અમેરીકામાં સાથે રહી શકવાની  આશાએ થોડી રાહત થઇ પણ એ સપનુ તો ક્ષિતિજ પર દુર દુર ઝાંઝવાના  જળ જેવુ લાગતુ હતુ ને વચ્ચે બળબળતુ રણ હતુ. આશાના આવા પાતળા તંતુ પર કેટલુ વજન    શકાય?      ક્રમશઃ
.

No comments:

Post a Comment