Friday, December 16, 2016

પરોપકાર ભાગ ૧

  સભ્યસમાજને માટે શરમજનક હતુ. તો ત્યાથી પસાર થતા ને નજરે જોતા દરેક વયસ્કને ચિંતા ઉપજાવે એવુ હતુ,' અમારોય આવો અંત હશે?ગરીબી,ગંદકી ને ગમગીની આંટો વાઢી ગઇ હતી એવા ગરીબ વૃધ્ધાશ્રમમાંકેટલાય આવા જીવાત્માઓ મેલા બીછાનામાંએવા જ કધોવણે  પીળા પડી  ગયેલા ચાદર  ઓશીકામાં મોં છુપાવીને પોતાને મનુષ્યઅવતાર આપનાર ભગવાનને કોષી રહ્યા હતા. કદાચ હશે એવા એકાદ બે આવા અંઝામને લાયક કે જેને જીવતા આવડ્યુ નહિ હોય ને  જીંદગીને જુગાર સમજીને વેડફી નાખી હશે.એવા પણ હશે જેણે તનતોડ મહેનત કરી ને   નવી પેઢી ને તૈયાર કરી હશૈ. પોતાનુ સર્વસ્વ હોમી દીધૂ હશે. એવા લોકોને  એમના જ સ્વજનોએ ખાલી પાત્ર કે વાસી ધાનને જેમ ઉકરડે ફેંકી દેવામા આવે એમ જ  અહિ તરછોડી દીધા હતા.એનાથી ય વધારે ખેદજનક એ હતુ કે આ  સમુહમાં 'કંચના' નો પણ સમાવેશ થતો હતો. બાકીના લોકોની કરણી વિષેકદાચ મતભેદ હોઇ શકે પણ કંચના! એ તો દયાની દેવી.જીવનની એક એક પળ પરમાર્થમાં ખર્ચી હતી.એવી સ્ત્રીની આ દશા? એની પરમાર્થયાત્રા જાણનારા એને આવી દશામા જુએ તોએને દયા, કરુણા, સેવા,પરોપકારજેવા કર્મોમાથી વિશ્ર્વાસ ઉઠી જાય. એવી સ્ત્રી પણ જમાનાની ઠોકર ખાઇ ને અહી પડી હતી.     કંચના આવીજ મેલી પથારીમાંદર્દથી કણસી રહી હતી. આપથારીમા એના પહેલા કેટલાય જીવોએ આવા જીવતરમાથી છુટવા ધમપછાડા કર્યા હશે.એના આર્તનાદો જાણે એ પોતના એક એક તારમાં સંભળાતા હતા.એના આંસુની ભીનાશ એણે ઓઢેલા  કામળામાએ અનુભવી શકતી હતી.અત્યારે એ પણ એવી જ એકલતા, ઘવાયેલીલાગણીઓ ને માનસિક યાતના અનુભવી રહી હતી.         એવી  અર્ધબેભાન હાલતમાં એને કોઇનો ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો.આંસુઓની આ દુનિયામા ં કોણ હસી રહ્યુહતુ?એણે પ્રયત્નપુર્વક આંખો ખોલી ને અક્ષયને ઓળખી કાઢ્યો. અક્ષય  એનો ભાણેજ, માસીની આ દશા પર કહાકા લગાવી રહ્યો હતો. કારને અઢેલીને સિગારેટ ફુકતો બેફિકરાઇથી આકરુણદ્રશ્યને આનંદથી માણી રહ્યો હતો.      એ નજીક આવ્યો.' ઉઠ હવે અહીથી,માસી, બહુ નાટક કર્યુ તે.ઘેર ચાલ. તે તો જરુર વખતે અમને તારા નહોતા માન્યાકે નહોતી મદદ કરી. પણ અમને શરમ આવે છે તને અહી સબડતી જોઇને. હું આ વિસ્તારનો દાદોને કોઇને ખબર પડેકે તુ મારી માસી છે તો આબરુ જાય' કહેતા એણે હાથ પકડીને કંચનાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો. એના ચહેરા પર હજુ પણ ઉપહાસ ભર્યુ હાસ્ય હતુ. પણ કંચના એના ભાણાના કરતુત સારીરીતે જાણતી હતી. એને ત્યા જઇને મેણાટોણા ને અપમાન  સિવાય કશુ મળવાનુ નહોતુ.એણે અક્ષયના હાથને હડસેલતા કહ્યુ' હુ અહી બરાબર છુ. તુ તારે રસ્તે જા.'      કંચનાની જીવનયાત્રા ચાલીથી શરુ થયેલી. એના બાપા તો નાનીઉંમરમાજ ,હજુ એ બોલતા કે ઓળખતા પણ ન હોતી શીખી ત્યારે જ અવસાન પામ્યા હતા. મા કુંવરબેન  સરકારી દવાખાનામાં નર્સ હતા . એકલપંડે કંચના ને એનાથી મોટી મદાલશાને  ઉછેરી હતી. કુંવરબેન માત્ર નામથી જ નહિપણ કામથી ય નર્સ હતા. સેવાભાવી ને પરોપકારી. ચાલીમાં અર્ધીરાત્રે જરુર પડે તો ઉઠીને જાય. ગરીબ લોકો આગળ રોકડા પૈસાની સગવડ તો કયાથી હોય ?એએવી આશા ય ન રાખતા. આપણે ય કયારેક કોકની જરુર પડે. માણસને માણસ જ કામ આવે.આએનો જીવનમંત્ર.  આખી ચાલી એમ જુઓ તો એક મોટાપરિવાર ની જેમ એકબીજાને ભીડમા પડખે ઉભા રહેતા.    કંચનામાં મા નો આ સ્વભાવ    સંપુર્ણ આત્મસાત થયો હતો. જયારે મા ચાલીમા કોઇની પાટાપીંડી કરવા જાય.એ મા ની બેગ ઉપાડીન ેસાથે જતી.મા ની સુચના પ્રમાણે ઝખમ ધોવો, દવા લગાડવી, પાટો બાંધવો. આવી પ્રાથમિક સારવાર એ બચપણથી જ શીખી ગઇ હતી.એને લોહી જોઇને બીક નલાગતી કે પાકેલા ઝખમ જોઇને સુગ ન ચડતી.એમ તો સરખા જ ઉછેર ને વાતાવરણ છતા એની મોટીબહેન એનાથી તદન વિપરીત હતી.એને આમા દિકરીનુ કામ વળતર વગરનુ એટલે કે વેઠ લાગતી.એની સમજણ પ્રમાણે પૈસા વિનાનુ કામ નકામુ ગણતી. કહેતી પણ ખરી' શું મળે છે તમને બન્નેને?કયાય ડોક્ટરોને આમ મફતમાં દોડાદોડી કરતા જોયા છે.? જયારે તમે  બે તો તમારા નામની બુમ પડે ત્યા તો પેટી લઇને દોડો છો' કુંવરબેન એના ગુસ્સાભર્યા ચહેરાને તાકી રહેતા, સમજાવવાનુ મન થતુ કે દિકરી સેવા જેવો એકે ધર્મ નથી. આમે કય્ા લાખોનુ નુકશાન છે? દરેક વસ્તુને રુપિયામાં  ન  મપાય. પણ અટકી જતા વાદવિવાદ આગળ ન વધે માટે. આ  બાજુ વયમાં વધતી જતી દિકરીને વાતે વાતે વાંધો પડતો હતો. જો સમજવા કોશીશ કરી હોત એની હતાશા સમજી શક્યા હોત.મદાલશા એની ઉંમરની સ્કુલ કોલેજમાં ભણતી યુવાન છોકરીઓ નિતનવા કપડાને શૃંગાર કરીને ભણવા આવતી કે નવરાત્રિજેવા તહેવારોમાં ગરબે ધુમતી કે મોજશોખ કરતી એની સાથે પોતાની સરખામણી કરીને લધુતાગ્રંથિ અનુભવતીને વધારે હતાશ થતી. એ હતાશા આ મા દિકરીની મફત સેવા વૃતિ પર કાઢતી. પોતાની ગરિબાઇના મુળમાં મા જ એને   જવાબદાર લાગતી.'ભલા ,આપણે ક્યા એવા પૈસાદાર છીએ કે આમ ગાંઠનુ ગોપીચંદન કરીએ? '  એની સમજવાની વય ને દ્રષ્ટિને અભાવે એ થોડી બંડખોર ને અસંતોષથી પીડાતી. બાકી ભૌતિકસુખસગવડના અભાવ વચ્ચેય ગરીબલોકો માનવતા પુર્ણ સુખી જીવન જીવતા.     બન્ને બહેનોના અલગ સ્વભાવપ્રમાણે એમના જીવનરાહ પણ અલગ  થવા લાગ્યા.મદાલશાને હૈયે સુંવાળાસપના ને ભૌતિકસુખની આકાંક્ષા હતી. એણે પોતાની જાતને એ પ્રમાણે તૈયાર કરી. મહેનત કરવાથી લાખોપતિ નથી થવાતુ કે એશોઆરામ નથી મળતા. જો એમ જ હોત તો આચાલીના રહેવાસીઓ રાતદિન મહેનત કરતા જ હતા ને. ને મા પણ આટલી મહેનત કરતી હતી. શુ પામતી હતી?  એણે કોલેજમાપ્રવેશ મેળવ્યો.  પણ ભણીને નોકરી મેળવવાનુ એનુ ધ્યેય નહોતુ.ક્યારે ભણી રહેવાય, કયારે ને કેવી નોકરીમળે ને કદાચ ન પણ મળે.કયારે પૈસા એકઠા થાય ને મોજશોખ થાય. આટલી લાંબી રાહમાં ને 'તો'મા યુવાની પુરી થઇ જાય.  હવે કોલેજમાં તો ફુલો,ભમરા, ગુંજન, ગણગણાટ બધુ જ હતુ. પણ એ ગણતરીબાજ ને ચાલાક હતી.એને દિલ્લગી નહોતી જોઇતી.નહિતર થોડી મોજમસ્તી માટે એની પાછળ ફરનારા  ભમરા પણ એને મળ્યા હતા.   હરીફરીને ચાલીમાં પાછી છોડી જાય એવા રોમિયાઓ સામે એ જોતી પણ નહિ. એને તો એની પાછળ ફના થઇ જાય એવો પૈસાપાત્ર દિવાનો જોઇતો હતો. થોડી તપાસ ને ધીરજ પછી એક 'મુરગો' પકડી પાડ્યો. પૈસાદાર માબાપનો ભોળો દિકરો'અંબર' એના ધ્યાનમાં આવ્યો. એના પિતાનો મોટો કારોબાર ને એના મોટાભાઇઓ  વ્યવસાય સંભાળતા.આ રજવાડાનો નાનો રાજકુમાર કોલેજમાં માત્રમોટો થવા જ આવતો હતો. આવા ભોળા ને નચિંત જુવાનને ફસાવવો મુશ્કેલ નહોતુ.  

No comments:

Post a Comment