Thursday, December 8, 2016

અમૃતા ભાગ ૧

સિંતેર વરસના નરસિંહરાયે પુનઃલગ્ન કર્યા ને  પણ બાવીસ વરસની યુવતી  અમૃતા સાથે. ત્યારે સમાજમાં તળીયેથી ટોચ સુધી ખળભળાટ મચી ગયો.વાતોનો વાયરો ચડ્યો ને ટીકા ટિપ્પણીનો વરસાદવરસ્યો.મંદિરને ઓટલે  ને પરસાળેએની પારાયણ ચાલુ થઇ ગઇ.વયસ્કો જાણે આબનાવથી ડઘાઇ ગયા હતા.' હરિ હરિ ઘોર કળજુગ આવ્યો છે.નહિતર આમાયા છોડવાને ટાણે શેઠને આવી અવળી મતિ સુઝે ખરી? ઘેર વસ્તાર છે, દિકરા, દિકરીઓને ઘેર છોકરાવ છેને શેઠને વળી પૈણ ક્યાથી ચડ્યુ હશે' જાણે પોતાનો ગરાસ લુંટાઇ ગયો હોય એમ કપાળકુટતા હતા.જો કે ઘણા આધેડો મનમાં બળતા ય હશેકે આપણને આ વયે આવુ જુવાન બૈરુ ક્યાથી મળે? તો પોતાની અરસિક ને ઘરડી પત્નિઓને જોઇ જોને થાક્યા હોય ને મનમાં હજી અભરખા રહી ગયા હોય!પણ સમાજની બીકે મનમાં સોસવાઇ રહ્યા હોય  એવા  અસંતુષ્ટ આત્માઓ પણ  જાણે નરસિહરાયે આખી સંસ્કૃતિનુ ખંડન કરી નાખ્યુ હોય એમ ઉકળતા હતા.તો કોઇ જુવાનિયા  મશ્કરીના રુમમાં ટીકા કરતા કે  આવડીલો ય હવે 'લગને લગને  કુંવારા થવા'માંડશે તો આપણે તો અત્યારથી સંન્યાસ લઇ લેવો પડશે.તો સમાજસુધારકો બીજી લાયમાં હતા.'પૈસો બોલે છે,ભાઇ, આ પૈસાને જોરે જ શેઠે કોક કોડભરી કન્યાની જિંદગી બરબાદ કરી છે. કોકની મજબુરી પર  નવો સંસાર માંડયો છે.નહિતર આવી ભણેલી ગણેલી, રુપાળી ને જુવાન છોકરી આવા ઘરડા જોડે સંસાર શું કામ માંડે?સિવાય કે કોઇ માથાની ફરેલી હોય.તરત બીજી કોમેન્ટઆવે.' ભઇ, છોકરી નાદાન હોય પણ એના માબાપને સમજ નહિ હોય? છોકરી  તો સમજો કે પૈસાની લાલચમાં આવી ગઇ હોય.તૈયાર ભાણે જમવાનુ ને મોજશોખ કરવાના. પણ માબાપને દુનિયાદારીનુ ભાન હોય કે નહિ?એનો જવાબ બીજી વ્યકિત તરત જ આપે કે કોણ જાણે માબાપ પણ આમાં શામેલ નહિ હોય?દિકરીની ઓથે ભવની ભૂખ ભાંગ
વાની આવી તક ક્યાથી મળે?એમ પણ વિચારે ને કે ડોહા હવે જીવી જીવીને કેટલુ જીવવાના?પછી  તો બધુ દિકરીનુ જ ને'!
 નરસિંહરાય ગામમાં નગરશેઠ તરીકે ઓળખાતા.બેશક પૈસા હતા ને એનો સદઉપયોગ પણ કરી જાણતા હતા,એમનુ ઉજ્જવળ ચરિત્ર
સમાજમાં ઉદાહરણ રુપ ગણાતુ એટલે  એમનુ આપગલુ વધારે વિવાદાસ્પદ બન્યુ હતું રાયશેઠ આવાત સમજતા હતા. પણ એમને કશુ છાનુ છપનુ કરવુ નહોતુ. એણે છાપામાં છડેચોક લગ્નવિષયક જાહેરાત આપી હતી, એમની શરતો ચોખ્ખી હતી. એમનો ઇરાદો સ્પષ્ટ હતો.કોઇને છેતરવાની કે હલકી રમત રમવાની મુરાદ નહોતી.એની જાહેરાતના જવાબમાં  ઉમેદવારોની વિવિધતા ય હતી. યુવાનીની 
શરુઆતમાં એકાદ બે પ્રેમપ્રકરણ ખેલ્યા પછી જીવનમાં િસ્થર ન થઇશકી હોય, ઘણીવાર  લગ્નને બંધન માનતી યુવતીઓ મસ્ત  બેફિકર જિવન માણી  પછી એકલતાથી થાકી હારીને  અમુક વય પછી સાથી શોધવા નીકળી હોય,તો થોડી ખોડખાપણધરાવતી ને કયારેક મજબુરી થી ઉંમર વીતી ગઇ હોય તો કયારેક માનવ સેવા કે વડીલોની જવાબદારી ને એવી આર્દશવાદી સ્ત્રીઓ.તો  મોટી ઉંમરની વિધવા કે એકલી સ્ત્રીના પ્રશ્રો અલગ. એમને ઉંમર પ્રમાણે વા, બીપી કે ડાયાબીટીસ  એતો શેઠની સંભાળ રાખે કે પોતાની?ઉપરાંત એમનો આગલો પરિવાર  માલ મિલ્કત માટે દાવો કરે એ પણ શક્યતા.ઝધડા ઉભા થાય ને શેઠની ઇચ્છા જીવનના  પાછલા વરસો આવા કલહ ને કોર્ટકચેરી કે વકીલોની ઓફીસમાં ધક્કા ખાવાની નહોતી. જયારે નાની ઉઁમરની ઘણી સ્ત્રીઓની નજર બહુધા  શેઠની સંપતિ પર હતી. આટલા પાત્રોમાંથી અલગ તરી આવી અમૃતા.      આમ તો એ પણ જરુરિયાત મંદ હતી.માબાપ ગરીબ હતા. મહેનત મજુરી કરીને ય એને સારુ શિક્ષણ અપાવ્યુ  હતુ ને એ હાલમાં લાઇબ્રેરીમાં નોકરી કરતી હતી. હવે માબાપ સારુ પાત્ર જોઇને વિવાહ કરવા માગતા હતા પણ અમૃતાની સમજણ પ્રમાણે અહી જ સમસ્યા ઉભી થઇ હતી.મહેનત મજુરી તો હાથપગ સાજા હોય ત્યા સુધી જ થાય બચત તો હોય જ ક્યાથી? ઉપરાંત ઉંમર વધેએમ શારિરીક ક્ષમતા ઘટે ને બીમારી પણ આવે.પોતે જો પરણીને સાસરે જાય તો જે થોડો ઘણો આર્થિક ટેકો  પણ બંધ થાય. ઘડપણમાં એનુ કોણ?    અમૃતાએ શેઠની જાહેરખબર વાંચી.એનેય  પહેલા તો હસવુ જ આવ્યુ.એક વિચાર એવો પણ આવ્યો કે આ પણ એક ખેલ લાગે છે.છતાય કુતુહલ ખાતર શેઠની મુલાકાત લેવાનુ નક્કી કર્યુ. 'ચાલ , જોઉ  તો ખરી,  આપણે ક્યા બાનાખત પર સહી કરી છે?એ બહાને શેઠનો બંગલો ને વૈભવ જોવા તો મળશે' બસ, નોકરીનુ ઇન્ટરવ્યુ માનવાનુ. બીજે જ દિવસે સરનામા પ્રમાણે પંહોચી ને રિક્ષામાથી ઉતરી. એક પળશેઠનો બંગલો જોઇ એનો વિશ્ર્વાસ ડગી ગયો. આવો બંગલો કદાચ એણે મુવીમાં જ જોયો હશે. કદાચ મુલાકાત પણ નમળે. એક મિનિટ એ અવઢવમાં ઉભી રહી.  જવુ કે ન જવુ. અંદર જવા પગ ઉપાડ્યા .  મનોમન ભગવાનને પ્રાર્થનાકરી. ફજેતીનો કોઇ સાક્ષીનહોય. દરવાજા પાસે દરવાન બેઠો હતો.સારુ હતુ કે એક દિવસ પુરતા એણે સાહેલીના સારા કપડા ઉછીના લીધા હતા. એટલે દરવાનને કામ શોધવા નીકળેલી કોઇ જરુરિયાતમંદ કે શિક્ષાવૃતિ માટે આવેલી વિદ્યાર્થીની ન લાગી. ઉપકાર કરતો હોય એમ દરવાજો ખોલ્યો ને લોન પર આરામ ફરમાવતા શેઠ અંગુલિ નિર્દેશ કર્યો. અમૃતા ચારે તરફ કાતર નજરે જોતી ને અચોક્કસપણે પગલા ભરતી આગળ વધી. શેઠનુ દ્યાન એના તરફ દોરાયુ. એણે છાપુ બાજુમાં મુકીને એને નજીક આવવા ઇશારો કર્યો.  હવે અમૃતા ને ખરેખર મુંઝવણ થઇ. વાતકે મકરવી?છેવટે પર્સમાંથી કાપલી કાઢીને શેઠના હાથમાં મુકી.શેઠે ેને સામે ખુરશીમાં બેસવા કહ્યુ.વાત શરુ થઇ. 'નામ '? 'અમૃતા'એણે નીચુ જોઇને જવાબ આપ્યો.'તારો પરિવાર'? 'જી , મારા માબાપ જે મહેનત મજુરી કરીને ગુજરાન ચલાવે છે, મે કોલેજનું શિક્ષણ લીધુ છે ન ેહાલમાં નોકરી કરુ છુ.' અમૃતાએ જવાબ આપ્યો.' અમૃતા, તુ પગભર છે, તારા પરિવારને મદદ કરે છે તો પછી' શેઠે અદ્યાહાર રાખીને કહ્યુ.  'વડિલ,  નોકરીની એવી કોઇ મોટી આવક નથી ને હવે સમાજના નિયમ પ્રમાણે મને પરણાવીને પોતાની જવાબદારી પુર્ણ કરવા માગે છે જે વયસ્ક દિકરીના દરેક માબાપની ઇચ્છા હોય. સવાલ એ છે કે જો હું સાસરે જાઉ એટલે મારી નવી જવાબદારી ઉભી થાય ને મારા માબાપને થોડો પણ જે આર્થિક ટેકો મળે છે એ પણ બંધ થાય'એણે પોતાની સમસ્યા સમજાવી.  'તુ ં કઇ ગણતરીથી આ સંબંધ  સ્વીકારવા માગે છે. આપણે સ્પષ્ટતા કરી લઇએ' શેઠે  તટસ્થભાવે કહ્યુ. લાગણીના તાણાવાણા વણાય એ પહેલા કેટલીક વાતો જાણવી બન્ને પક્ષે જરુરી હતી.' વડીલ, મને આમાથી કાઇ મળે નમળે એની બહુ પરવા નથી. આમ પણ આટલી મોટી મિલ્કત સંભાળવાની મારી હેસિયત કે હિંમત પણ નથી. મને તો મારી નોકરી જેટલુ મળે તો  પુરતુ છે. માત્ર મારા માબાપના ભવિષ્ય માટે મને જે કાઇ મળે એ જ મારો આશય છે.હું એ લખી આપવા તૈયાર છુ કે  સમય આવશે તો હું મિલ્કતમાથી મારો હિસ્સો નહિ માગુ' અમૃતાએ પોતાનો આશય જણાવ્યો.તો પણ શેઠને પક્ષે હજુ એક સંદેહ હતો કે છોકરીના ખાતામાં રકમ જમા થઇ પછી એ છટકી જાય, ફરી જાય કે ભાગી જાય તો પોતાને તો ડોબુ ખોઇને ડફોળ બનવા જેવુ થાય.આની પાછળ કોઇ એવુ અસામાજિક તત્વ કામ કરતુ હોય તો આ છોકરીને ફસાવવાનો આરોપ  પણ આવે. આમ  જુઓ તો બન્ને પક્ષે પરસ્પરને છેતરાવાનો ભય તો સરખો જ હતો.  ' અમૃતા , તારા માબાપને તારા આ પગલા વિષે ખબર છે'?શેઠે પુછ્યુ. 'નહિ' એણે એકાક્ષરી જવાબ આપ્યો.
' છોકરી, તુ ઘેર  જા ને તારા પરિવાર સાથે વાતચીત કરીને નિર્ણય લે. કદાચ તારા માબાપ એવો પણ આક્ષેપ કરે કે મે તને ફસાવી છે કે પૈસાથી ખરીદી છે કે બળજબરી કરી છે. મારા પક્ષે તો ખાસ ગુમાવવા  નથી પણ તારી તો આખી જિંદગી બાકી છે.' શેઠેસલાહ સાથે એક વડીલ તરીકે ચેતવણી આપી. અમૃતા એ જ્યારે એના માબાપઆગળ પોતાનો આશય રજુ કર્યો તો બન્ને ઉછળી પડયા. 'છોકરી. તારી બુધ્ધિ બહેર મારી ગઇ છે ?આવા લફરામાં પડાતુ હશે?એ તો મોટા લોકો, ગમે ત કરે ને છુંટી પણ જાય ને પાછા સમાજમાં ઉજળા થઇને ફરે.જ્યારે આપણા જેવા નંગપંગ વગરના માણસો હાંસી પાત્ર થઇએ ને ગાંડામાં ગણાઇ જઇએ.'     
  ' બા બાપુજી, મે આબાબત બધો વિચાર કર્યો છે. આ બધુ જાહેરમાં, કોર્ટમાં , સાક્ષીઓની હાજરી માં જજ સમક્ષથશે. વિધિ
સરની દસ્તાવેજ પર સહીસિક્કા થશે. નજદીકના પરિવાર સાથે સમાંરભ પણ થશે. તમારા ખાતામાં રકમ જમા થશે પછી જ હુ ત્યા રહેવા જઇશ' એના પરથી એટલુ તો સ્પષ્ટ હતુ કે અમૃતાએ બહુ કાળજીપુર્વક આયોજન કર્યુ હતુ, તો પણ 'લગ્ન" શબ્દ એ હજી ઉચ્ચારતા અચકાતી હતી.   પણ માબાપનુ દિલ હજુ માનતુ નહોતુ. દિકરી માત્ર એમના માટે જ આવુ બલિદાન આપી રહી હતી!'
' દિકરી , તે હજુ દુનિયા જોઇ નથી. લાગવગ આગળ કાગળના ટુકડાની કોઇ કિંમત નથી.કોર્ટ, કચેરી ને  સાક્ષીઓ ય પૈસા આગળ વેચાઇ જાય.બીજુ કે આટલી સંપતિના અનેક વારસદાર ફુટી નીકળે. તને ક્યા ખબર નથી કે પૈસા માટે કેવા કેવા ખેલ ખેલાતા હોય છે? આપણા જેવા નોધારા માણસો તો ચપટીમાં ચોળાઇ જાય.  સંપતિ તો જાયપણ કયારેક જાન પણ જાય. ભલે શેઠને વૈરાગ્ય આવી ગયો હોય કે દિકરાઓને બતાવી દેવા  આપગલુ લીધુ હોય તો પણ એવારસદારો આટલી મોટી મિલ્કત તારા હાથમાં આટલી સરળતાથી આવવા દે? ને તને સંપતિના વહિવટનુ કોઇ જ્ઞાન કે અનુભવ છે?માબાપે એનો આક્રોશ ઠાલવ્યો, જો કે એમણે વર્ણવી એ 
શક્યતાઓ બનચાજોગ હતી. આજના સમયમાં ગરીબની ફરિયાદ કોણ સાંભળે? એમનો ભય અકારણ નહોતો પણપણ અમૃતૅ પોતાના નિર્ણયમાં અડગ હતી.તો માબાપે બળતા હૈયે કહી દીધૂ. અમે તો આમાં જરાય રાજી નથી. પણ તું ભણેલી ને અમારા કરતા વધારે સમજદાર છો. જેવી તારી મરજી'     અમૃતાએ શેઠની શરતો સ્વીકારી. કોર્ટમાં સાદાઇથી લગ્ન થયા, જો કે એ લગ્ન કરતા 'બિઝનેસકરાર' વધારે લાગતો હતો.એના પ્રત્યાઘાતરુપે સમાજ ખળભળી ગયો. છાપા મેગેઝીન ને સમાચારનો ગરમાગરમ મસાલો મળી ગયો. શેઠે બહુ શાંતિથી પત્રકારો ને સામાજિક કાર્યકરોના  સવાલજવાબ ને ઇન્ટરવ્યુનો સામનો કર્યો.કુતુહલ પ્રિય વ્યકિતઓને જવાબ આપ્યા.ઘણાએ નિંદારસ ધરાઇ ધરાઇને પીધો.ટીકા ટિપ્પણી ને મશ્કરી પારાવાર હતી.પણ એણે આવણમાગી 
પ્રસિધ્ધને હસતા હસતા સ્વીકારી લીધી.     આવતા અંકે વધારે


 

No comments:

Post a Comment