Sunday, January 1, 2017

આઝાદી ભાગ ૨

આગલા અંક થી ચાલુ   ' ઘંટડી  માત્ર મે જ નહિ, આજુબાજુના ફલેટના લોકોને પણ  સંભળાઇ હશે. ઘણા લોકોને ઉંઘમાં ખલેલ પણ પડી હશે. ને તને નવ વાગે  ઘેર આવી જવાનો આદેશ હતો. અત્યારે રાતના બાર વાગ્યા છે.  અર્ધી રાત્રે ભર ઉંઘમાથી ઉઠીને બારણુ ખોલવાનો મારો કોઇ પ્રોગ્રામ નહોતો.અમુલભાઇએ  લાગણીવિહિન સ્વરે કહ્યુ.         આરોહી એક પળ તો  ઓઝપાઇ  ગઇ. પપ્પા આજે બરાબર ના ગુસ્સે થયા છે ને પોતે થોડી વાંકમા ય હતી. એટલે વ્યાજબી લાગે એવા ખુલાસા વગર પુછ્યે કરવા માંડી.      'તમે કહોછો કે હવે હુ સ્વતંત્ર છું પુખ્ત થઇ ગઇ છુ તો નાની કિકલીની જેમ કોને ઘેર રમુ છુ ને કોની સાથે રમુ છે , કયારે  ઘેર આવવાની છુ .આવા સવાલોના જવાબ આપવાના હોય? આરોહીએ   જાણે કોઇએ એની સ્વતંત્રતા પર પ્રહાર કર્યો હોય એવા આક્રોશથી કહ્યુ.         ' અહિ આવ ને મારી  બાજુમા બેસ. આજે આપણે સ્વતંત્રતાની વ્યાખ્યા ને મયાર્દા સમજી લઇએ' એણે આરોહીને સોફા પર પોતાની બાજુની જગ્યા બતાવી.     ' પપ્પા, આજે બહુ મોડુ થઇ ગયુ છે ને હુ પણ થાકી ગઇ છું. આપણે કાલે  ચર્ચા ન કરી શકીએ? એણે છટકવાનો પ્રયત્ન કર્યો. સમજાઇ ગયુ હતુ કે આજે બહુ મોટુ ભાષણ મળવાનુ છે.   ' કલ હો ના હો. કાલે કદાચ મોડુ થઇ ગયુ હશે. હવે તો તુ ઘરમા જછે ને.સવાર પડી જાય તો ય શું?અમુલભાઇના સ્વરમાં આદેશ હતો.ન છુટકે એ બાજુમા બેઠી.      ' પહેલી વાત સમજી લે કે આઝાદીનો  અર્થ  અમર્યાદિત રઝળપાટ નથી. શિસ્ત વિનાની સ્વતંત્રતા એ બ્રેક વિનાની બાઇક જેવી છે.તમે ત્રાફિકના નિયમોનુ પાલન કરોછો ને, કોઇને ધક્કા મારીને આંતરીને આગળ નથી જવાતુ.તમારી માફક બાકીના બધાને રોડ પર ચાલવાનો હક છે.તમે ગમે કે ન ગમે પણ સ્કુલમાં શિસ્તનુ પાલન કરો છો. તો જ તમે ભણીશકો.એવુ જ ઘરમા ને વ્યકિતગત જીવનમાં છે.આઝાદી અંદરથી આવે છે. તમારી સ્વતંત્ર વિચારસરણી તમને નિર્ણયાત્મક પળે સાચો રાહ બતાવે છે.   ધાર કે તારા થોડા મિત્રો દારુપીતા હોય કે કેફી પદાર્થ ની મજા માણતા હોય ને તુ ત્યા હાજર હોય ને તને એ  લેવા માટે કે પીવા માટે  એન કેન પ્રકારે  આગ્રહ કરે તો તુ શુ કરે? તુ એના આગ્રહને વશ થઇ જાય એ બીકમાં કે તુ એકલીપડી  જઇશ. તને કોઇ ગ્રુપમા બોલાવશે નહિ.તુ જુનવાણી ગણાઇશ.અથવા તારા મિત્રોની લાગણી દુભાશે.એનુ માન રાખવા, એ જાણવા છતા ય કે આ દારુ ને કેફી ડ્રગ બહુ જ હાનિકારક છે, આવા વ્યસનો માણસને વિનાશ તરફ લઇ જાય છે. છતાજ ઉપર બતાવ્યા કારણ સર તુ એલોકોના આગ્રહ કે દુરાગ્રહને વશ થઇ જાય તો એટલે અંશૈ તુ  વૈચારિક ગુલામ ને નિર્બળ છે. નિર્બળ વ્યકિત સ્વતંત્ર નથી હોતી. તમારા નિર્ણયો માટે બધાની સંમતિ જરુરી નથી. તમારી નૈતિક હિંમત ને  સત્યજાણ્યા પછી મક્કમ રહેવુ એ જ આઝાદી છે,  અમુલભાઇએ સમજાવ્યુ.  ' પણ પપ્પા , તમે જુના મિત્રો મળો કે એકબીજાને ત્યા બેસવા જાવ ને ત્યારે મોડુ  નથી થઇ જતુ? કયારેક એવો વિષય નીકળી આવે ને બધા વાદવિવાદ કે ચર્ચા પર ઉતરી આવે ત્યારે સમયનુ ભાન ભુલાઇ જાય એવુ પણ બને ' આરોહીએ કાઇક વાજબી લાગે એવી દલીલ કરી.    
 'તારી વાત એટલા પુરતી સાચી, કવચિત એવુ બને પણ ખરુ.પણ તારી બાબતમાં તો છેલ્લા ઘણા વખતથી અનિયમીતતા આવી ગઇ છે.શુ દરેક વખતે આ જ કારણ હોય છે? બીજુ કે અમારા અમારા જીવનમાં જેમેળવવાનુ હતૂ એ સમયે અમે પુરતી મહેનત કરી છે.સફળતા હાંસિલ કરી છે. અત્યારે તમારો સમય છે.જીવનમાં કશુ મેળવવા માટે અત્યારે મહેનત કરવાને બદલે આવી અર્થવિહિન રઝળપાટ તમને તમારા રાહથી ભટકાવી દેશે. પછી તો જીવનભર  પસ્તાવાનુ ને અભાવમાં સબડવાનુ જ રહેશે. ને આરોહીએ વધુ એક  દલીલ કરી. એની મનગમતી કારણ કે દરેક વખતે એ પપ્પાને આ દલીલથી મહાત કરીદેતી.' તમારી વાત આટલા પુરતી સાચી, પણ આજના માહોલ પ્રમાણે સ્ત્રી પુરુષોને બધી જગ્યાએ સાથે કામ કરવાનુ થાય. એટલે એકબીજાને સમજતા શીખવુ પડે. સ્ત્રી દાક્ષિણ્યની વાતો હવે જુની થઇ ગઇ. હવે તો સ્પર્ધાત્મક દુનિયામાં બધા ક્ષેત્રે હરીફાઇ કરવાની રહેશે.કોઇ પોતાની સીટ ખાલી નહિકરે.એટલે અત્યારથી પરસ્પરની ખાસિયતો, જમા ઉધાર પાસા સમજી લેવામાં આવે તો છેતરાવાનો ભય નરહે.' ' પણ દિકરી,એને માટે રાતદિવસના ઉજાગરા, મોડી રાતોની રઝળપાટ જરુરી નથી.બધી વસ્તુના અખતરા નથી હોતા.શીખવાનુ આસિવાય ઘણી જગ્યાએ મળી રહે છે' અમુલભાઇએ જવાબ આપ્યો. " પણ પપ્પા, હુ કોઇ અજાણ્યા જોડે તોનથી રખડતી. એ બધા મારા જુના ને જાણીતા મિત્રો છે. આજના જમાનામાં છોકરા  છોકરીઓની દોસ્તી ની    નવાઇ નથી.  તમે પણ એમને ઓળખો છો'      આરોહીએ કહ્યુ.           ' તારા મિત્રઓને હુ ઓળખુ એ મહત્વનુ નથી. પણ તારે જે રીતે ઓળખવા  જોઇએ એ રીતે તુ ઓળખેછે.? મારુ કહેવાનુ  એમની ચાલ ચલગત, એમના વિચારો, છોકરીઓ  તરફનુ એમનુ વલણ. કારણકે એ પણ તમારી માફક કાચી ઉમરના જહોય. એમને મન તમે ઘડીભર રમવાનુ રમકડુ.આવા સંજોગોમાં ગુમાવવાનુ છોકરીઓને જ થાય.એટલે તમારે અમુક ભયસ્થાનો ઓળખી લેવા જોઇએ.પ્રત્યેક સમાજગમે તેટલો આધુનિક હોય, કુદરતી શારિરીક રચના પ્રમાણે પુરુષનો હાથ ઉંચો રહે છે.આસત્ય દરેક જમાનામાં સરખુ જ છે.પોતાને બિન્દાસ,આધુનિકને હોશિયાર માનતી છોકરીઓ છોકરાઓના પડકાર ઝીલી પોતાની બહાદુરી બતાવવા જે જોખમ ખેડે છે. કયારેક એની બદનામી સાથે જાન પણ ગુમાવે છે ને માબાપને જીવનભરનો જખમ આપી જાય છે. ' અમુલભાઇએ એની ઇચ્છા વિરુધ્ધ પણ મોટુ ભાષણ આપી દીધૂ.     આરોહી પ્રથમ વખત ચુપચાપ સાંભળી રહી. જોકે મનમાં તો ધુંધવાતી હતી.          અમુલભાઇએ ઉભા થતા  થતા છેલ્લુ શસ્ત્ર છોડયુ.' એમ છતા તને ઘરમા બંધન લાગતુ હોય, માબાપ જુનવાણી ને જેલર જેવા લાગતા હોય, તારો સ્વતંત્ર આત્મા રુંધાતો હોય તો એક રસ્તો છે'.  આરોહીએ પશ્ર્નસુચક સામે જોયુ.    ' કાલથી તારો રહેવાનો બંદોબસ્ત કયાક કરી લેવાનો. નોકરી શોધી કાઢો. કમાવા માંડો. આ ગેસ,મોબાઇલ ને ઘરનો ખર્ચ તમારા ખિસ્સામાથી કાઢો. તમારા પગ પર ઉભા રહેવા માંડો.પછી કોઇ નહિ પુછે કે મોડીકેમ આવી? બાકી આઘરમા રહેવુ હોય તોઅમારા નિયમ પ્રમાણે રહેવુ પડશે' અમુલભાઇ ભાષણ સમેટી ઉભા થયા ને એને એ જ હાલતમા છોડીને પોતાની રુમમા જતા રહ્યા.   આરોહીએ પપ્પાનુ આવુ સ્વરુપ પ્રથમ વખત જોયુ. પપ્પાએ જાણે સણસણતો તમાચો માર્યો હોય એમ ગાલ તમતમવા લાગ્યા.આંખો આસુથી છલકાઇ ગઇ.આજ સુધી એ હકપુર્વક આ ઘરમાં જીવી હતી,એ ઘર  ઘડીકમા પરાયુ થઇ ગયુ!શું આઝાદીની કિંમત આટલી આકરી હશે?  એ રડતા રડતા જ સોફા પર સુઇ ગઇ.       બીજે દિવસે સવારે ઉઠીને એને  સમાચાર જાણવા ટીવી ચાલુ કર્યુ. સમાચાર સાંભળતા જ એણે ચીસ પાડી. બન્ને માબાપ બહાર દોડી આવ્યા. આરોહીએ  ટીવી સામે આંગળી ચિંધી. એ હજુ પણ થરથર ધ્રુજતી હતી. કોઇ અજનબી યુવતીની ચુથાયેલી નિર્વસ્ત્ર લાશ ફુટપાથ પર પડી હતી સમાચારપ્રવક્તા  જણાવતી હતી' યુવતીએ દમ તોડતા પહેલા ચાર યુવકોના નામ આપ્યા છે, પોલીસ શોધી રહી છે એ નરાધમોને.  એમને જાણતા હો તો પોલીસને મદદ કરવા વિંનતી'
   ને આરોહીની નજર સમક્ષ આખી ઘટનાનો સિલસિલો તરવા લાગ્યો.એણે એ કમભાગી યુવતીને ઓળખી લીધી હતી.એ હતી તન્વી. પણ છોકરાઓ એને 'હરણી' કહીને બોલાવતા.એવી ચંચળ , ભોળી ને બિન્દાસ. ખાસ કરીને છોકરાઓ સાથેના સબંધોમા સાવ નાદાન હતી.વિધવા  માતાની દિકરી. મા એ સંયુક્ત પરિવારમાં બહુ સહન કર્યુ હતુ. એટલે દિકરી  કોઇથી ડરે નહિ,કોઇની શેહમા ના આવે, બોલતા અચકાય નહિ એવી નીડર તો બનાવી પણ છોકરીની જાતને  જે થોડા ભયસ્થાનો,સાવધાની,એની શકિતની મર્યાદા બતાવવાનુ ચુકાઇ ગયુ. મા અહી જ થાપ ખાઇ ગઇ.પછી તો છોકરી  બેકાબુ બની ગઇ.     છોકરાઓ એના થોડા વખાણ કરીને ફુલાવે, ' અરે, આ તન્વી બીજી છોકરીઓ જેવી બીકણ નથી.મણિબેન નથી, અથવા આ તો તન્વીનુ જ કામ. અથવા બીજી રીતે ફુલેકે ચડાવે,' તન્વી  રહેવા દે,તારા કરતા પેલી રીમા વધારે બહાદુર છે,એના જેવી છોકરી જ આ કરી શકે' બન્ને તરીકાથી    એને પાનો ચઢતો. એ છોકરાઓ સાથે મોડી રાત્રે સુમસામ રસ્તા પર સ્કુટરની હરિફાઇમા ઉતરતી. એમની સાથે બિયરની બોટલ લઇને બેસતી, જે નચાવે એની સાથે નાચતી, જયા  લઇ જાય ત્યા જતી. આખરે એની અમર્યાદ દોડનો અંત  એક શરમ સાથે ફુટપાથ પર આવ્યો હતો.! મરતા પહેલા એણે કેટલી યાતના વેઠી હશે એ તો કોણ કહી શકે?  જોવાનુ તો એ હતુ કે આરોહીનો કદાચ આવો જઅંજામ હોત. આ ચારેય હવે જે નરાધમો તરીકે જાહેર થયા હતા, એની સાથે જ આગલી રાતે હતી. એ લોકોના આગ્રહને વશ થઇને તન્વીની જેમ એ રોકાઇ ગઇ હોત તો આજે ફુટપાથ પર એક નહિ પણ  બે લાશ રઝળતી હોત!      એણે અરુણાબેનના ગોદમાં મોં છુપાવી દીધુ.  કહેવાની જરુર નહિ કે આરોહીની આઝાદીને આપોઆપ લગામ લાગી  ગઇ.              સંપુર્ણ