Thursday, January 18, 2018
ગુજરાતી કહેવતો ૩
વાચકમિત્રો. આજે થોડી નવી વાનગી. ઘોડા ભાગી ગયા પછી તબેલે તાળા મારવા. બુંદથી ગયેલી આબરુ હોજથી પાછી નઆવે.આબરુના કાંકરા કરવા.ધરતીનો છેડો ઘર.હાથમાં નહિ કોડી ને ઉભી બજારે દોડી.આગે આગે ગોરખ જાગે. અપના હાથ જગન્નાથ.હિંમતે મર્દા તો મદદે ખુદા.ઢાંકણીમાં પાણિ લઇને ડુબી મરવુ.ગરજવાને અક્કલ નહોય.હાથના કર્યા હૈયે વાગે.ટાઢો ચુલો ઉની રાખ દઝાડે પણ એમાથી આગ ન પ્રગટે.આંગળીથી નખ વેગળા.દરિયો તરીને ખાબોચીયામાં ડુબ્યો.આંધળે બહેરુ કુટવુ.છતી આંખે આંધળા.વારા પછી વારો ને સોય પાછળ દોરો.ધૂળમાં કાંકરા ધોવા ને ધુળ પર લીપણ કરવુ.બાપ જેવા બેટા ને વડ જેવા ટેટા.સિંહ બચ્ચા એકે હજારા.આરી આવતા ય ધસે ને જાતા ય ધસે.આંખ જાય ઓડે ને નાક જાય લુહારની કોઢે એટલે ઘડપણ.આંખો બોચીમાં હોવી એ અભીમાન.માસ્તર મારેય નહિને ભણાવેય નહિ.રાત થોડી ને વેશ ઝાઝા.પારકી આગે તાપણૂ.પાપનો ઘડો ભરાય ત્યારે ફુટે.અંધેરી નગરી ને ગંડુ રાજા.આગળ ઉલાળનહિ ને પાછળ ધરાળ નહિ.ત્રેવડ ત્રીજો ભાઇ.ગાંડાની ગાંઠે ગરથ ટકે કેટલીવાર.?પ્રસુતિની વેદના વધ્યા શું જાણે?સો સુહારકી એક લુહારકી.અનુભવના ફુલ મોડા આવે.મણના મણ ઉડી જાય ને ડોશી પુણીનો ભાવ પુછે.મીયા ઠેરના ઠેર.પાશેરામાં પહેલી પુણી.ધકેલ પંચા દોઢસો.શંકા ડાકણ ને મનસા ભુત.તેલ જુઓ ને તેલની ધાર જુઓ. આ તલમાં તેલ નથી.પ્રથમ સગો ને પ્રથમ દુશ્મન પણ પાડોશી.ફરે તે ચરે ને બાંધ્યો ભુખે મરે.આવ પાણા પગ પર એટલે કે હાથે કરીને મુસીબત વહોરવી,શિયાળાનુ છાણુ ને નાનપણનુ નાણુ.નરહે વાંસ નબજે બાંસુરી.રોતી તી ને પિયરીયા મળ્યા.અસાર સંસારમાં સાસરે જ સાર છે. પુછો શંકર ને વિષ્ણુ ભગવાનને.હોઠ સાજા તો ઉતર ઝાઝા.હાજર સો હથિયાર. હથોડીના સો ને હથોડાનો એક જ ઘા બસ.સહિયારી સાસુની ઉકરડે કાણ.ઘરમના કામમાં ઢીલ નહિ.પહેલુ પાત્ર સવા લાખનુ.ગાંડાના ગામ નહોય.ઉલમાથી ચુલમાં . ઘરની દાઝેલી વનમાં જાય તો વનમાં લાગે આગ.આદાની સુઠ થઇ ગઇ.વિશ્રવાસે વહાણ ડુબી જાય.ડાહ્યા માણસ ભુલે ત્યારે આખી ભીંત ભુલે.ઉતાવળા સો બહાવરા ને ધીરા સો ગંભીર.ચોરનો ભાઇ ઘંટીચોર.શેરને માથે સવાશૈર.સમય બલવાન નહિ પુરુષ બલવાન.મસાણ ગયેલા લાકડા પાછા નઆવે.પછેડી પ્રમાણે સોડ તાણવાની.મીઠા ઝાડના મુળ નખોદાય.મન હોય તો માળવે જવાય. મફતનો મુળો ગાજર જેવો.નાડે નાડે નોખા.સોયનુ કામ તલવાર ન કરી શકે.મોરલો કળા કરી ગયો એટલે કે છેતરી ગયો.લાતોના ભુત વાતોથી ન માને.દંહી દુધમાં પગ રાખવો.નાચનારીનુ આંગણુ વાંકુ.બૈરાના પેટમાં ખીર ખાટી ન થાય.ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન.ધોળે દિવસે તારા દેખાવા.લુલી વાસીદુ કરે ને બે જણા કેડ ઝાલે.દિવા પાછળ અંધારુ. ધોળામાં ધુળ પડવી. આંગળી આપતા પોચો પકડવો.ધરમ કરતા ધાડ પડી.નેવાના પાણી મોભે ચડાવવા.પાણી ગમે ત્યા ઢોળો રેલો પગ નીચે જ આવે.
ગુજરાતી કહેવતો ૨
વાચકમિત્રો, આજે આપની સામે થોડી કહેવતો રજુ કરુ છું પ્રથમ ધંધાકીય જેમકે કારતક મહીને કણબી ડાહ્યો.ભણ્યો કણબી કુટુંબ તારે. સુતારનુ મન બાવળીયે. સઇની સાંજ ને મોચીનુ વહાણુ. મેલ કરવત મોચીના મોચી. ભામણ કા માગે ને કા મગાવે. જમના વેઠાય પણ જમાદારના ના વેઠાય. દુબળો સિપાઇ ઢેઢવાડે લોંઠકો. વાળંદના વાંકા હોય તો કોથળામાંથી ય કરડે. વાણિયો ખુશ થાય તો તાળી દે ને ભણેલો ખુશ થાય તો શિખામણ દે. અન્ય તાણ્યો વેલો થડે જાય. જેને કોઇ ન પંહોચે એને એના સંતાનો જ પંહોચે.બોડી બામણીનુ ખેતર ને બાવો રખોપીયો. ચણાના છોડ પર ચડાવવુ.ચૈતર ચડેનહિ ને વૈશાખ ઉતરે નહિ.બહાર બિલાડી ને ઘરમાં વાઘ.ખારા પાણીની માછલી મીઠા જળમાં મરી જાય. દરીયામાં રહેવુ ને મગરથી વેર.ગાડા નીચે કુતરુ.હાથીના પગમાં બધા આવીજાય.ઘેર ઘેર માટીના ચુલા.ઉજળી એટલુ દુધ નહિ. અજવાળી તો ય રાત એ રાત.ઘુવડ પાસે સુરજની વાત કરવી.પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના બારણામાંથી. સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો. લોભે લક્ષણ જાય. અતિ લોભ પાપનુ મુળ.વહ ને વરસાદને કયારેય જશ નહોય.ખાડો ખોદે તે જ પડે.ભુતનુ ઘર પીપળો.કાણાને કાણો ના કહેવાય.ખાલી ચણો વાગે ઘણો.ગામને મોઢે ગરણુ ના બંધાય. પેટનો બળ્યો ગામ બાળે.કોઠીધોઇને કાદવ કાઢવો.ચતુર વહુ ચુલામાં ને ડાહ્યો દિકરો દેશાવર ભોગવે.જાનમાં કોઇ જાણે નહિ ને હું વરની ફોઇ.ઝાઝા હાથ રળીયામણા.પારકે ભાણે માવજીભાઇ કાંધાળા.રાંકને રાબની વાત.લાલો લાભ વિના ન લોટે.લે લાલો ને ભરે હરદા.હાર્યો જુગારી બમણુ રમે.મુલ્લાની દોડ મસિ્દજ સુધી. ભાંગ્યુ ભાંગ્યુ તો ય ભરુચ.રોતો જાય તે મુઆની ખબર જ લાવે.અકરમીનો પડીયો કાણો. અકરમીના ટાંટીયા ને સકરમીની જીભ.હીરો ઘોધે જઇ આવ્યો ને ડેલે હાથ દઇ આવ્યો.શેઠ કરતા વાણોતર ને સાહેબ કરતા પટાવાળા ડાહ્યા. ચા કરતા કીટલી ગરમ.ડોશી મરી જાય પણ જમ ઘર ભાળી જાય.વૈદ્ય ને વકીલ રોકડીયા ને જોશી ડોશી ને ફાતડા ફોગટીયા.નવાણીયો કુટાઇ જાય.હરીજનને ઘરે હિર પાક્યુ.દેશમાં દિવાળી ને હાલારમાં હોળી.જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી.રામ રાખે એને કોણ ચાખે?.લાખ લુંટાયા પાછા આવે પણ શાખ નઆવે.નવરો નખ્ખોદ વાળે.છાંસ લેવા જવી ને દોણી સંતાડવી,દુધનો દાઝેલો છાસ પણ ફુંકીને પીવે.વઢકણી વહૂએ દિકરો જણ્યો,જર જમીન ને જોરુ ત્રણ કજીયાના છોરુ.ઓછુ પાત્ર ને અદકુ ભણ્યો.કણબીની જીભ કુહાડા કાપે એવી.ઘર ફુટયે ઘર જાય.નાણા વિનાનો નાથીયો નાણે નાથાલાલ.ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ આપે.હાથ કંગન તો આરસીની શું જરુર?કોઇના બંગલા જોઇ આપણા ઝૂંપડા બાળી ન નખાય,પારકા રોટલાની કોર મીઠી લાગે.મે ને મહેમાન કેટલા દિન? મહેમાન ને માછલી ત્રણ દિવસે વાસી થઇ જાય.કોઇ ભાણાની ભાંગી દેપણ ભવની નહિ.ભાભાજી ભારમાં તો વહુજી લાજમા. મન મોતી ને કાચ ભાંગ્યા પછી સંધાય નહિ.જેની જીભ વશમાં દુનિયા એની મુઠ્ઠીમાં .તલવારના ઘા રુઝાય વેણના નહિ.દિવા તળે અંધારુ.સત્તા પાસે શાણપણ નકામુ. નામના મેળવવી સહેલી છૈ પણ પચાવવી અઘરી છે.વગર વિચાર્યે જે કરે તે પાછળથી પસ્તાય.તળાવે જઇને તરસ્યો રહ્યો.બાવાના બે ય બગડ્યા. ધોબીનો કુતરો નહિ ઘરનો કે ઘાટનો. ભામણ બે ગામ વચ્ચે આસન વિના રહે.ગરીબની નારી સહુની ભાભી.ઘરના ઘંટી ચાટે ને પાડોશીને આટો.વાડ વિના વેલો ના ચડે.પ્યાલીમાં ડુબ્યો તે શીશામાં ઉતરે.પહેલા માણસ દારુ પીવે ને પછી દારુ માણસને પી જાય. પાઇની પેદાશ નહિ ને ઘડીની નવરાશ નહિ. આગેવાન આંધળો એનુ કટક કુવામાં.નરસાની પાનશેરી ભારે.વિવાહ વેચાતા ને શ્રાધ્ધ ઉછીના.કામ કરે કોઠીને જશ લઇ જાય જેઠી.દયા ડાકણને ખાય.લગને લગને કુંવારા.બાવા ઉઠયાને બગલમાં હાથ.દળી દળીને ઢંાકણીમાં ઉધરાવવુ.ગરીબનો ગુસ્સોને ભિખારીનો ઉપવાસની કોઇ કિંમતનહિ.બાડા ગામમાં બાર તેરસ.ધરમના કામમાં ઢીલ નહિ.ધાર્યુ ધણીનુ થાય. કપાસીયે કોઠી ફાટી ન જાય.પહેલા મળે ફાંટમાં ને પછી મળે વાણિયાની હાટમાં.નવુ નવ દહાડા ને જુનુ જન્મારો.બાળોતીયાના બળેલ ઠાઠડીએ ય ન ઠરે.સુરતનુ જમણ ને કાશીનુ મરણ.લાગે તો તીર નહિતર તુક્કા.રાજાને ગમે તે રાણી છાણા વીણતી આણી.બાર હાથનુ ચીભડુ ને તે હાથનુ બીયુ,કુલડીમાં ગોળ ભાંગવો.બાર વરસે બાવો બોલ્યો.કામ કર્યુ એણે કામણ કર્યુ.અણી ચુક્યો સો વરસ જીવે. શુળીનો ઘા સોયથી જાય જો ભાગ્ય પાધરા હોય તો.છાતી પર મગ દળવા.ગામ હોય ત્યા ઉકરડો હોય.ઉપર આભ નીચે ધરતી.ભીખના હાંડલા સીકે ન ચડે. માગ્યા ઘીએ ચુરમા નથાય.સો ગરણે ગળીને પાણી પીવુ.વાયરા પ્રમાણે વાવલવુ. સામે પુરે તરવુ.પાકા ઘડે કાંઠા ન ચડે.ઘરના ભુવા ને ઘરના ડાકલા.દેખવુ ય નહિ ને દાઝવુ ય નહિ.સુંઠને ગાંગડે ગાંધી ન થવાય.મા મુળો ને બાપ ગાજર.ગાજરની પીપુડી વાગેતો ઠીક નહિતર ખાઇ જવાય. મફતનો મુળો ગાજર જેવો.ભુખ નજુએ વાસી ભાત ને ઉંઘ ન જુએ ઉકરડો.ગારાની ગોરને કપાસીયાની આંખો
Wednesday, January 17, 2018
ગુજરાતી કહેવતો
માનનીય વાંચકો, આપણી ગુજરાતી ભાષામાં ઘણી રસપ્રદ ને સચોટ કહેવતો છે જે થોડામાં ઘણુ સમજાવી જાય છે. એવી કેટલીક કહેવતો અંહી રજુ કરુ છુ. પ્રથમ આપણે પ્રાણીઓ ને પશુ પરથી આવતી કહેવતો લઇએ
કોયલ ને કાગડો રંગે સરખા પણ રાગે પરખાય. કુકડો બોલે તો જ વહાણૂ વાય? કીડીને કોશનો ડામ. ઝાઝી કીડી સાપને તાણે.કીડીને કણ ને હાથીને મણ. કીડી સાચવે ને તેતર ખાય.કાગડાને રમત થાય ને દેડકાનો જીવ જાય. કાગને ડોળે રાહ જોવી. ચતુર કાગડો અંતે વિષ્ટા પર બેઠો. કાગડાના મોઢામાં કપુર. કાગડાની કાણ તે કાગારોળ.ગાય મારીને કુતરા ધરાવવા.કાગડા બધે કાળા.કાગનુ બેસવુ ને ડાળનુ ભાંગવુ.ઘોબીનો કુતરા નહિ ઘરનો નહિ ઘાટનો.શેરીમાં તો કુતરુ ય લોઠકુ.શિયાળ તાણે સીમ ભણી ને કુતરુ તાણે ગામ ભણી.કુતરાને સિંહાસને બેસાડો તોય જોડો ચાવવાનો.કાગડો દંહીથરુ લઇ ગયો.કોયલની પીલુ ટાણે જ ચાંચ પાકે. કુતરાની પુંછડી ભોયમાં દાટો તો ય વાંકી ને વાંકી.કાળના કાગડા ખાઇ જવા.કુવાનો દેડકો કુપમંડુક.ભસતા કોતરા કરડેનહિને ગાંજ્યા મેહ વરસે નહિ.કાગડો હંસની ચાલ ચાલવા જાય. ગરજે ગધેડાને ય બાપ કહેવો પડે. કુંભાર કરતા ગધેડા ડાહ્યા, કુંભારને રીસ ચડે તો ગધેડાના કાન આમળે. ગધેડાની પાછળ ને ઘોડાની આગળ ઉભુ ન રહેવાય. ગોરીયો ગમાણે આવી જાય.ડાંભ્યો બળદ કોઢે ન જાય.ધો મરવાની થાય ત્યારે વાધરી વાડે જાય.ઢેલના પગ નવ દિવસ રાતા. ઘરડી ઘોડીને લાલ લગામ.ઘોડા ઘર આપણા મારે રાબ ને તારે લાકડા. પટેલની ઘોડી પાધર સુધી.વછેરા વધારે કુદે. આંધળૂ વણે ને વાછડુ ચાવે.દશેરાને દિવસે જ ઘોડો ના દોડે.
દુધ પાઇને સાપ ઉછેરવો. છાણે ચડાવીને વીંછી ધેર લાવવો.મોરના ઇંડા ચીતરવા નપડે.સાપ ગયાને લિસોટા રહ્યા. સાપ દરમાં સીધો ચાલે.સંધર્યો સાપ પણ કામમાં આવે.સાપ મરે નહિ ને લાઠી ભાંગે નહિ.ગ્રહણ ટાણે સાપ નીકળવો.આંકડે મધ ને માખો વિનાનુ.સાપે છછૂંદર ગળી.લાકડે માંકડુ વળગાડવુ.સાપનો ભારો. એક જાળામાં સો સાપ.ખીલાના જોરે વાછરડુ કુદે.સાપને ધેર પરોણો સાપ.ગધેડી વિયાયને ગામને ઉજાગરો.ઘરની વાણી પોપટ બોલે.સો ઉંદર મારી બિલ્લી હજ કરવા નીખળી. મેરિ બિલ્લી મુઝે મ્યાઉ. બીલાડીને ડોકે ઘંટ કોણ બાંધવા જાય.ચકલી ફુલેકે ચડે. ચકી બાઇ નાહી રહ્યા. ખાખરાની ખીસખોલી સાકરનો સ્વાદ શું જાણે.ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર. ઉંદર ફુકી ફુકીને ખાય.પાડાને વાંકે પખાલીને ડામ.ઉંટ ઉકરડે ચડયુ.ઉંટના અઢારે વાંકા. ઉંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા. ઉંટ મરે તો ય મારવાડ સામે જોવે,ઉંટ મુકે આંકડોને બકરી મુકે કાંકરો.અભાગીને ઉંટ પર બેસાડો ોતય કુતરુ કરડી જાય.મધ હોય ત્યા માખી આવે જ.રાજા વાજાને વાંદરા કોઇના થાય.બાંધે એની તલવાર ને વાળે એની ગાય.વાંરાને નિસરણી આપવી. વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભુલે.ઘાંચીનો બળદ ઠેરનો ઠેર.વ્યાજના ઘોડાને કોઇ ના પહોચે.ઉંટ ગાંગરતે પલાણ,વાધરી માટે ભેંસ મારવી.બીલાડીના પેટમાં ખીર ન ટકે. ધોળો હાથી બાંધવો. હાથીના ચાવવા ને દેખાડવાના નોખા. હાથી જીવતો લાખનો ને મરે સવા લાખનો.,હાથી પાછળ કુતરા.માગેલી ભેંસ ભાદરવે વસુકે.ભેંસ આગળ ભાગવત.ભરમની ભેંસે પાડો જણ્યો. ભેંસના શીંગડા ભેંસને ભારે.ડેલી આડો સાંઢિયો.ભેંસ ભાગોળે ને છાંસ વાગોળે ને ઘેર ઘમાઘમ.ભેંસ ભામણ ને ભાજી પાણીથી રાજી.મિયાની ભેંસને ડોબુ ના કહેવાય.ધરમની ગાયના દાંત ન જોવાય.મરકટ કોટે હાર ને જુગારી ગાંઠે ગર્થ ટકે કેટલી વાર?વાઘને કોણ કહે કે તારુ મોં ગંધાય. વાઘની બોડમા હાથ નાખવો ને સુતેલા સિંહને જગાડવો.

Tuesday, November 14, 2017
તાજમહાલ
વાચકમિત્રો, દરેક ભારતીયને 'તાજમહાલ' સાંભળતા એક ગર્વની લાગણી ઉઠે. જોવા લાયક સ્થળ. સાવ કાઠીયાવાડી ભાષામાં કહીએ તો 'સારા રાચમાં સાંબેલુ' દુનિયાની સાતમી અજાયબી. ભલે જોવાનુ સદભાગ્ય ન મળ્યુ હોય પણ એના વિષે સાંભળ્યુ ન હોય એવા તો કોઇક જ હોય. પણ ગામડાના આ એક બાપા તાજમહાલને કેવી રીતે મુલવે છે? એ રમુજી કહાણી સાંભળો.
આ બાપા ગામડા બહાર કયારેય નીકળેલા નહિ. હા, દિકરાઓને જમાના અનુસાર શિક્ષણ આપેલુ. બાપા પણ એમ તો જમાનાના જાણકાર. ખપજોગુ છાપા વાંચીલેતા ને ગામના માસ્તર સાથેના સત્સંગમાં વર્તમાનમાં જીવવા જોગ માહીતી મેળવી લેતા. પણ એ બધુ મનમાં સંધરી રાખવાનુ.એ નો દેખાડો નહિ. છોકરા ભણી ગણીને શહેરમાં સારી નોકરી કરતા થયા. એક વખત દિકરાઓને સદવિચાર આવ્યો કે બાપાને યાત્રા કરાવીએ. એ તો ગામ બહાર ગયા જ નથી. પણયાત્રા એટલે 'ગંગા, જમુના, સરસ્વતી, હરદ્વાર, કાશી કે મથૂરા નહિ પણ આપણા અૈતિહાસિક સ્થળો, શિલ્પ સ્થાપત્યના ધામ, નહેરો વગેરે. આધૂનિક યાત્રા. મુસાફરી શરુથઇ. તાજમહાલ આગળ વાન ઉભુ રહ્યુ. દિકરા બાપાને તાજમહાલ પાસે લઇ ગયા. ' બાપા, આ દુનિયાની સાતમી અજાયબી' દિકરાએ ગર્વથી કહ્યુ. બાપાએ ઝીણી નજરે જોઇને પુછ્યુ.' ભાઇ, આ ક્યા ભગવાનનુ ધામ છે?' હસવુ દબાવી દિકરાએ જવાબ આપ્યો' ' બાપા આ મંદિર ન હોય. આ તો કબર છે. શાહજહાની સૌથી પ્રિય બેગમની યાદગીરી. આરસપહાણમાથી બનાવેલી.એ જમાનામાં વીસ વરસ બાંધતા થયા ને એટલા જ મજુરો ને પૈસાના ખર્ચે આવી બેનમુન ઇમારત બની છે'. બાપા વિચારમાં પડી ગયા . પછી એણે જે જવાબ આપ્યો એ કોઇ સમાજશાત્રીને જ સાંભળવો પડેએવો હતો. તમે પણ સાંભળો. બાપા ઉવાચ' બાંધી બાંધીને બાંધી તો છેવટે કબર જ ને. આમાં પ્રજાનુ શું ભલુ થયુ? અને ભાઇ, એને આ બેગમ એટલી વહાલી હોય તો બીજી ઢગલાબંધ બેગમોનુ શું?મતલબ બીજી બેગમની જરુર જ શું?આ તો અનેકમાની એક.
ને કોઇ ઇમારત લાંબા સમયે પુરી થાય એ એની મહાનતાની સાબીતી નથી. કામદારો ને કોન્ત્રાકટરો બધા જમાનામાં સરખા. આપણી નર્મદા યોજના જેવી કેટલીય યોજનાઓ હશે જેને પુરી કરવામાં મુદત કરતા ત્રણ ગણો સમય લાગ્યો હશે. છતા આપણા પુલ, તળાવો, નહેરો કે બંધ વિષે છેકોઇ ગેરંટી?કરોડોને ખર્ચે બનેલા નદી પરના બંધો એક જ વરસાદમાં હોનારત સર્જે છે. એના કરતા તો બંધ વગરના સારા એવુ ભોગ બનનારને લાગે. આપણા હાઇવે ને બાઇવે કેટલીય ખેતીની કિંમતી જમીનનો ભોગલે પણ પરિણામ?એક જોરદાર ઝાપટુ જે રસ્તો ધોઇ નાખે. ત્રીજી વાત કે મહેનત સિવાયના પૈસા માણસમાં સદબુધ્ધિ લાવતો નથી.એટલે કે એ પૈસાથી કોઇ સારુ કામ કરવાના વિચાર માણસને આવે નહિ, પૈસો જે રસ્તે આવે એ જ રસ્તે જાય. શાહજહાના મહેનતના હતા નહિ. પ્રજાની કાળી મજુરીના હતા. '
થોડી વાર અટકીને બાપાએ આગળ ચલાવ્યુ.' સાચો પ્રેમ કોને કહેવાય? જાણવુ છે?બિહારનો ખેતમજુર. પતિ પત્ની ખેતરમાં કામ કરતા હતા ને પત્નીને સર્પ કરડ્યો. માણસ એને લઇને દવાખાને જવા દોડ્યો. દવાખાનુ બાજુના ગામમાં જ હતુ, પણ બે ગામ વચ્ચે મોટો ડુંગર હતો. એટલુ ફરીને જતા જતામાં તો બાઇ મરી ગઇ. એ માણસે પત્નિની યાદમાં ને ખાસ બીજા કોઇની આવી હાલત ન થાય એ માટે ડુંગરમાંથી રસ્તો ખોદવાનુ શરુ કર્યુ. એની પાસે હૈયુ, હાથ, ને હથૌડી છીણી ને ત્રિકમ ને પાવડો આટલુ જ હતુ. શરુઆતમાં લોકોએ એને ગાંડો ગણી કાઢ્યો. માન્યુ કે પત્નીના મૃત્યુના આધાતમાં પાગલ થઇ ગયો લાગે છે. આમ પણ દુનિયામાં સાહસિકો ને શંસોધકો ને સુધારકો દુનિયાની નજરમાં જ્યાસુધી એ સફળ નથાય ત્યા સુધી પાગલ જ ગણાયા છે. એ રીતે દુનિયાની પ્રગતિમાં ડાહ્યા કરતા પાગલ! લોકોનો ફાળો વધારે છે. પછી તો ગામના લોકોના ધ્યાનમા આવ્યુ કે પાગલ! મહેનતનુ પરિણામરુપે ધીમે ધીમે પણ કેડી કંડારાઇ રહી છૈ. પછી તો લોકો નો સહકાર ને છેક છેલ્લે સરકાર પણ જાગી ને બે ગામ વચ્ચે પાકો રસ્તો બન્યો. છોકરાઓ પણ અજબપ્રેમની ગજબ કહાણી સાંભળી રહ્યા ને લાગ્યુ કે બાપા ભલે ગામડા બહાર નથી નીકળ્યા પણ ગામડુ બાપામાંથી નીકળી ગયુ છે. એ જ વિમળા હિરપારા
બ

Saturday, August 19, 2017
આઝાદી
હમણા પંદર ઓગષ્ટ ગઇ. વિદેશી શાસનનો અંત. આઝાદી! વિચારીએ આ દિવસે કે ખરેખર આપણે આઝાદ થયા છીએ? એવુ સ્પષ્ટ લાગે છે કે આઝાદી દેશના લાખો લોકોને પહોંચી નથી કે સમજાઇ નથી. કારણ કે આગુલામી માત્ર અગ્રેજી શાસન પુરતી જ નથી. હવે જેને ગુલામી શું છે? એ જ ખબર ન હોય તો આઝાદી શું છે કે એની કિંમત કયાથી સમજાવાની? કારણ એમના જીવનમાં કોઇ ફરક નથી પડ્યો. આટલા વરસોના સ્વદેશી શાસન પછી પણ રોટલા ને ઓટલાનો સવાલ તો ઉકેલાયો નથી. આમ જુઓ તો દુનિયાના બધા જ સમાજમાં નેવુ ટકા બહુમતી પર દસ ટકા લઘુમતી રાજ કરતી આવી છે. પછી એ બુધ્ધિબળ હોયકે સતા કે સંપતિ કે ધર્મ. સદીઓથી આપણા જનજીવન પર ધર્મની અસર રહી છે. આપણા જીવનમુલ્યો જેવાકે દયા, શાંતિ, સુલેહ, સમાધાન, શ્રધ્ધા. પણ આ જ મુલ્યોનો અતિરેક થાય કે એની આડમાં દંભ ઉભો થાય ત્યારે એ જ ગુણો અવગુણ બની વિનાશ નોતરે છે. સમાધાન કે શાંતિ સારી વસ્તુ છે પણ એનો અતિરેક કાયરતા બને છે. આ ને કારણે જ આપણે ઘણા પરદેશી શાસનોના શિકાર બન્યા છીએ.' કજીયાનુ કાળુ મોં' શ્રધ્ધાનો અતિરેક પ્રમાદ નોતરે છે. ' યથા યથા ધર્મસ્ય ગ્લાની ભવતિભારતમ,સંભવામિ યુગે યુગે' બસ આશબ્દોને પકડીને આપણે આકાશ તરફ મીટ માંડીને બેસી રહીએ છીએ. અન્યાય સામે અવાજ ઉઠાવવાને બદલે' ભગવાનને ત્યા દેર છે પણ અંધેર નથી, એના કર્યા એ ભોગવશે', પાપનો ધડો ભરાશે ત્યારે ફુટશે'. આવા ઠાલા દિલાસા લઇને નિષ્ક્રિય બેસી રહીએ છીએ. આજે પણ ભગવાન નહિ તો સરકાર પર બધુ છોડી બસ બધા અગવડ કે અભાવ માટે ફરિયાદ કરીએ છીએ. કયારેક વધારે જાગી! જઇએ તો આંદોલન, ઉપવાસ એટલે કે ત્રાગા, કે હડતાલનો આશરો લઇએ છીએ. મોટે ભાગે તો આવા આંદોલનોમાં જાગૃતિ કે સમજણ કરતા અસામાજિક તત્વોનો હાથ હોય છે તો કવચિત અસંતુષ્ટ રાજકરણી પણ હોય છે. એમાં કશુ પામવા કરતા સમાજને ગુમાવવાનુ જ હોય છે. કારણ જાહેર મિલ્કતોને નુકશાન, માલમિલક્તની તોડફોડ,જનજીવન ઠપ્પ થઇ જાય, લોકોની રોજગારી બંધ થાય. આજને તબ્બકે પણ કહેવાતા નાગરીકોને અસરકારક તરીકાથી પોતાના સવાલને પેશ કરતા આવડતુ નથી. લોકશાહીની પાયાની જરુરિયાતએ કે દરેક નાગરીકની ફરજ કે જવાબદારી હોય છે. માત્ર હક જનહી. સગવડ ઉભી કરવા પૈસા જોઇએ. જો આપણે કરવેરા ન ભરીએ તો સગવડ ક્યાથી થવાની? એક સાદુ ગણીત. આટલા વરસો પછી પ ણ આ દેશના નાગરીકોને સમજાયુ નથી. જાહેર મિલ્કત બધાની જવાબદારી છે એને જાળવવાની. પણ આ સત્ય કોઇને સમજાતુ નથી એટલે તો આપણા મંદિરો, નદીઓ, શેરી, ગામ, શૌચાલયો અરે આખો દેશ એક વિશાલ ઉકરડો બની જાય છે. ' કોના બાપની દિવાળી અથવા સહિયારી સાસુની ઉકરડે મોકાણ' આવો ઘાટથાય. બીજી એવી જ કમનસીબી કે આપણે ધર્મ, જાતિ,જ્ઞાતિ, ભાષાની અલગતામાં એવા ફસાયેલા છીએ કે એક સમગ્ર દેશના નાગરીક તરીકે વિચારી શકતા જ નથી. આપણી આવી ફુટફાટનો ગેરલાભ બઘા જ આક્રમણકારોએ ઉઠાવ્યો છે. આજે પણ બિહારી મહારાષ્ટમાં જાય કે ગુજરાતી મદ્રાસમાં જાય કે પંજાબી યુપીમા જાય એને એક ભારતીય તરીકે નહિ પન જેતે રાજયના માણસ તરીકે જોવાય છે ને અણગમતા અતિથિ જેવો કે અન્યાય પુર્ણ વ્યવહાર થાય છે. નોકરીધંધામાં ભેદભાવ ને કનડગત થાય છે. વિચારીએ કે એ વીર શહીદોએ જે માનસિક ને શારિરીક યાતના વેઠી હશે ને જેના બલિદાન થકી આપણે આઝાદ થયા એ લોકોએ શુૂ માત્ર જે તે રાજ્ય કે જાતિ,જ્ઞાતિ વિષે જ વિચાર્યુ હશે?વિધીની વક્રતા તો જુઓ કે આ અલગતાવાદ ઘટવાને બદલે વકરતો જાય છે. રોજ નવા અલગ રાજ્ય માટે કે અનામતના બહાના નીચે નવી જ્ઞાતિકે જાતિની માગણી ને આંદોલન ફુટી નીકળે છે. ખરેખર આપણે કણકણમાં વેરાઇ ગયા છીએ. એટલે તો ત્રેત્રીસ કરોડ દેવો ય આપણને ઓછા પડે છે. રોજ એક નવી માતા કે દેવી પ્રગટ થાય છે ને એક નવો ધર્મ, નવી જાતિ, તો નવા રાજકીય પક્ષો ને નવા નેતાઓ ભારતમાતાની અંખડ ચુંદડીમાં ચીરા પાડતા જાય છે. ખરેખર આપણે આઝાદીને લાયક છીએ? એક ઓર વાત. દેશમાથી આવેલા આપણા શિક્ષીત ને જાગૃત નાગરીકો! અહી આઝાદી નિમિતે પરેડ તો કાઢે છે પણ એમાં નેતા નહિ પણ અભિનેતાની આગેવાની હોય છે. એટલા પુરતુ ય જો પ્રજા હાજરી આપે તો. ને આપણા સ્વભાવગત સંસ્કારો પ્રમાણે એમા પણ આયોજકો વચ્ચે ઝધડા ચાલતા જ હોય છે.
Saturday, August 5, 2017
મહાભારત ભાગ ૨
મહાભારતનુ મુખ્ય ને મહાનાયક કૃષ્ણ જેને આપણે હવે ભગવાન બનાવી મુર્તિસ્થાપીને મંદિરમાં કેદ કરી દીધા છે. પુજા કરી સંતોષ માન્યો છે એના ચરિત્રને સમજીએ તો એવુ લાગે કે એણે પાપીઓને જે સજાકરી એમાં એનો કોઇ વ્યકિતગત સ્વાર્થ કોઇપણ જગ્યાએ નથી. એણે માત્ર માનવમુલ્યોની રક્ષા માટે જ સત કહોકે અસતનો આશ્રય લીધો છે. એણે ક્યાય ગાદી કે સતાનો મોહ કે પદવીનો આગ્રહ રાખ્યો નથી. પરાજીત રાજા કે સતાધારીને પદભ્રષ્ટ કરીને એના લાયક વંશવારસને સતા સુપ્રત કરી છે. દ્વારીકા વસાવી પણ સતાધારી નથી બન્યા. એટલે એ હંમેશા મુક્ત રહ્યા છે. અત્યારસુધીના રાજકરણીઓમાં એકમાત્ર ગાંધીજી એમને બરાબર સમજ્યા હોય એમ લાગે છે. બીજી વાત એ કે મહાભારત વેર ને બદલાની પરંપરા છે. જુઓ કે બ્રાહ્મણો ને તપસ્વીઓનો ધર્મ ક્ષમા કરવાનો. ક્ષત્રિયનો ધર્મ પ્રજાનુ રક્ષણ કરવાનુ. પોતાના ધર્મનુ પાલન કરતા જતા મૃત્યુ આવે તો પણ આવકારદાયક છે. એનુ ઉદાહરણ દ્રોણ, એનો ધર્મ શિક્ષણનો. પણ માત્ર વેરની આગમાં લગભગ અંધ બનીને દ્રુપદનો વધકરાવે છે ને એનાથી આગળ એના પુત્ર અશ્ર્વત્થામાને વેરનો વારસો આપતા જાય છે. એ જરીતે એના પક્ષપાતને કારણે જ અર્જુન અને કર્ણને હાડોહાડ વેર ઉભા થાય છે. તો ભીમ ને દુર્યોધન, દુશાઃસન સાથે વેર એનો અંજામ સમસ્ત કૌરવવંશનો વિનાશ સર્જે છે. કદાચ માનવસ્વભાવનુ કે માનવસહજ નિર્બળતાનુ ઉતમ ઉદાહરણ આ કથામાં છે. માનવએની ઉત્પતિથી માંડી આજની ઘડી સુધી લડતો જ આવ્યો છે. પોતાની શારીરિક, આર્થિક ને માનસિક સલામતી માટે. કયારેક કથિત ભય સામે તો કયારેક સરસાઇ માટે. કયારેક માન અપમાનના બદલા માટે.આપણા ઘરમાંજ આ ભાવિના પગરણ મંડાઇ જાય છે જેને ભાંડુ વૈમનસ્ય કહેવાય છે. વ્યકિત તરીકેની અલગ પહેચાન માટેનો આ સંર્ધષ મહદઅંશે સમજણ આવતા ઓછો થઇ જાય છે તો એવા સંજોગો આવે તો વકરે પણ છેને ઘરમાંજ મહાભારત ને કુરુક્ષેત્ર ઉભુ થાય છે. આ જ વસ્તુ સમાજ, જ્ઞાતિ, જાતિ, રાજકીય પક્ષો, ધર્મના વાડા ને દેશ દેશ વચ્ચેના સંધર્ષને પણ લાગુ પડે છે.માણસને જ માણસ નડે છે. કમનસીબે આ વેર વ્યકિત, સમાજ ને દેશને કયારેક વારસામાં મળે છે.જેટલો અહમ વધારે એટલો પરાજય પણ પીડા જનક. ખાસ કરીને લડાયક કોમમાં જ્યા કહેવાય કે બાપના વેરનો બદલો એ જ સાચુ તર્પણ. એ સિવાય પુર્વજોનો આત્મા ભટકતો રહે. આવા વેરની વસુલાતોમાં પેઢીઓ ખતમ થઇ જતી હોય છે.આપણા દેશની વાત લઇએ તો આઝાદીની સાથે જ ભાગલાએ વેરની એવી ભેટ આપી કે આટલા વરસો બાદ પણ એ આગ શમી નથી. આજે દુનિયાના લગભગ મોટાભાગના દેશોને આ સરહદનો સંધર્ષ સતાવે છે. આજે પણ અશ્ર્વત્થામા જીવે છે. એના હાથમાં બ્રહ્માસ્ત્ર છેએટલે કે અણૂબોંબ છે ને એ કોઇને શાંતિથી સુવા દેતો નથી. કદાચ એ ભયથી જ માણસ ચુભાઇને મને કમને શાંતિ ને સુલેહનુ નાટક કરી લેછે
Thursday, July 6, 2017
મહાભારતને રામાયણ
આપણા બે મહાનગ્રંથ રામાયણ ને મહાભારત. આ સિવાયના વેદ,પુરાણ, ઉપનિષદ ને બીજા અનેક ગ્રંથો છે.પણ આ બે ગ્રંથોની જનજીવન ઉપર જે અસર છે એ આજે પણ ઓછી નથી થઇ. રામાયણ એ સંયુક્ત પરિવારની કથા છે જ્યા સામાન્ય માનવ સહજ નબળાઇ નિંદા કુથલી ને ચાડીચુગલી પણ છેજેનાથી ઘડીભર તો પરિવારની અખંડિતતા જોખમમાં આવી જાય છે પણ પરસ્પરનો સ્નેહ ને ત્યાગ કરવાની સમજણથી પરિવાર બચી જાય છે. એ આપણા સયુંકત પરિવાર માટે મિશાલ બની રહે છે. જ્યારે મહાભારત એ બે પિતરાઇ પરિવાર વચ્ચે સતા ને સંપતિ હક માટેની સાંઠમારી છે.મહાભારતની કેટલીક વસ્તુ આપણી નજરમા આવે છે ને એણે આપણા જનજીવન ને સમાજની વિચારસરણી પર બહુ મોટી અસર કરી છે. મહાભારતના મોટાભાગના ને મુખ્ય પાત્રો જપ,તપ,મંત્ર કે દેવદેવીઓની કૃપા,કે યજ્ઞનુ પરિણામ છે. ભીષ્મ ગંગાપુત્ર. નદી એક અમાનુષી તત્વ. વ્યાસના જન્મની એવીજ કહાણી. પાંડુ ને ધૃતરાષ્ત્ર વ્યાસની કૃપાનુ પરિણામ, તો સો કૌરવ જો કુદરતી ગણો તો એક સ્ત્રી સો વખત માતૃત્વ ધારણ ને પહેલા ને છેલ્લા સંતાન વચ્ચેનો ઉંમરનો તફાવત! તો પાંડવો જુદા જુદા દેવોનુ વરદાનનુ ફળ. કર્ણ સુર્યપુત્ર.તો દ્રૌપદી ને ધૃષ્ટધ્યુન બન્ને યજ્ઞનુ ફળ.બીજુ એ કે લગભગ બધા જ પાત્રો સાથે કોઇને કોઇ ઋષિમુનીઓનો શાપ કે વરદાન જોડાયેલુ છે. જાણે ઋષિમુનીઓને આસિવાય કશુ કરવાનુ જ ન હોય.હવે સમાજમાં જુઓ કે આટલુ શરીરવિજ્ઞાન વિકસ્યુ છે તો પણ મોટાભાગના હજુ પણ લોકો પુત્રપ્રાપ્તિ માટે સાધુબાબા કે કહેવાતા ચમત્કારીક લોકોના પગ પકડે છે. વ્રત.ઉપવાસ ને યજ્ઞ કરે છે. ત્યા સુધી તો ઠીક પણ અબુધ લોકો આવા સાધુના ચરણોમાં પુત્રપ્રાપ્તિની લાલચમાં યુવાન પુત્રવધુને ધકેલી દે છે. બાબા કદાચ વ્યાસમુનિનો અવતાર હોય!. બીજુ આ શાપની બીક એવી ઘુસી ગઇ છે કે આપણે આવા બાવાઓની ધતિંગ લીલા જાણીએ તો પણ એની સામે પડવાની હિંમત કરી શકતા નથી. પછી જુઓ કે આ આજ્ઞાંકિતતાએ મહાભારતમાં પરિવારનો કેવો દાટ વાળ્યો છે. શાંતનુ એની માયા છોડવાની ઉંમરે વિષય વાસનામાં લપટાય છે. આવા રાજા ને આવા પિતા! જે યુવાન દિકરાનુ સંસારસુખ છીનવી લે? દિકરાના ત્યાગ ઉપર પોતાની વાસના સંતોષે?તો સામે ભીષ્મે માત્ર સંસારસુખ જ નહિ પણ નવીમાતાના સંતાનો માટેનો સતાનો અધિકાર માન્ય કરી સતાત્યાગની સાથે રાજગાદીને વફાદાર રહેવાના શપથ લીધા ને નિભાવ્યા. પરિણામ! એ જ પ્રતિજ્ઞાએ એમને અન્યાય ને અસત્યને પક્ષે રહીને પોતાના જ પૌત્રૌ સામે લડવા મજબુર કરી દીધા. ગાંધારી એક અંધ જ નહિ પણ એક મોહાંધને સતીત્વને નામે જીવન સમર્પિત કરે છે. જાણીજોઇને અંધ થાય છે. શું અર્થ હોઇ શકે આવા ત્યાગનો? ને છેવટે એ પણ મોહાંધ બની કૌરવોના મૃત્યુ માટે કૃષ્ણને જવાબદાર માનીને શાપ આપે છે. તો યુધિષ્ઠીર કૌરવોની કપટલીલા ને કાકાનો પુત્રમોહ ને લાલચુવૃતિને બરાબર જાણે છે.પણ માત્ર વડીલ છેએજ વાત પર બાકીના ભાઇઓને સમજાવી લે છે. ભાઇઓ પણ વડીલબંધુ સામે અવાજ ઉઠાવતા નથી. સાચા ને ખોટાનો ભેદ બધા સમજે છે પણ એને સ્પષ્ટ કહેવાની હિંમત નથી. આનૈતિક હિંમતને અભાવે રણભુમિ સર્જાય છે. માત્ર કુરુક્ષેત્રમાં જ નહિ પણ આજે પણ વડીલશાહીના જમાનામાં સંતાનો માબાપની આમન્યા તોડીને એમને કઠતા નિયમો કે અન્યાય સામે બોલી શકતા નથી. પરિણામ કયારેક કુટુંબકલેશ તો પરિવાર વિખરાઇજાય ને જીવનભરના અબોલા ય થઇ જાય. તો એનાથી ય કરુણ તો માબાપ કયારેક યુવાન સંતાનને કાયમ માટે ગુમાવે. સમય આજે થોડો બદલાયો છે. એક અૌર વાત કે વાણી ને પાણીનો વ્યય સમસ્યા સર્જે. એ આપણને દ્રૌપદીનુ પાત્ર શીખવે છે. આ બધા 'અતિ'સાથે સહદેવનુ અતિજ્ઞાન મુશ્કેલીના સમયે મદદરુપ થવાને બદલે પીડાજનક બની રહે છે. એ દ્યુતનુ પરિણામ અને દ્રૌપદી વસ્ત્રહરણ બન્ને પ્રસંગો જોઇ શકે છે પણ વચનની મર્યાદાને કારણે વગર પુછ્યે કહી શકતો નથી. અહી પણ એને નાનો ગણીને એની સલાહલેવાનુ મોટા ભાઇને જરુરી લાગતુ નથી. કેટલીય પ્રતિજ્ઞાઓ, વેર, ને આ બધા અતિનો સરવાળો કુરુક્ષેત્રના મેદાનમાં ટકરાય છે. કદાચ એને પહેલુ વિશ્ર્વયુધ્ધ કહી શકાય.
Subscribe to:
Posts (Atom)