આગલા અંકથી ચાલુ મદાલશાએ અંબરને મોહક અદાઓથી આંજી દીધો. લલચાવ્યો, તલસાવ્યો.અંબર એની પાછળ લગભગ પાગલ થઇ ગયો. એનીપાછળ છેક ચાલી સુધી આવી ગયો. એની દશા 'પરણૂ તો તને જ ,નહિતર તડકે બેસી તપ કરુ' આવી થઇ ગઇ ત્યારે મદાલશાએ પોતાની મજબુરી બતાવી.' અંબર,હુ પણ તને ચાહુછુ. પણ હુ ચાલીવાસી ગરીબ મા ની દિકરી, તારા માબાપ મને સ્વીકારશે?' ' મદાલશા, હુ તને ચાહુ છુ. મારે તને પરણવુ છે. ચાલીને નહિ.મારે તો માત્ર તું જોઇએ. દોલત નહિ" અંબરે પ્રેમીને છાજે એવો જવાબ આપ્યો. પછી તો એકવખત હિંમત કરીને પોતાના માબાપ નેપરિવારને મળવા મદાલશાને લઇ ગયો. બધાને એ ગમી પણ એના પરિવાર વિષે જાણ્યુ તો ચુપ થઇ ગયા. દિકરાની વહુ માત્ર લક્ષ્મી સ્વરુપે જ નહિ પણ લક્ષ્મી લઇને આવતી હોય, સમાજમાં વેવાઇનો મોભો હોય, સગાવહાલાને વટપુર્વક ઓળખાણ કરાવી શકાય, પાંવ માણસોને લઇને જઇ શકાય, એવા વેવાઇની વ્યાખામાં મદાલશાનો પરિવાર બંધબેસતો થવાની કોઇ શક્યતા જ નહોતી. અંબર ઉદાસ થઇ ગયો.એણે મદાલશા પાસે પ્રેમલગ્ન કરીને અલગ રહેવાનો પ્રસ્તાવ મુક્યો. પણ પ્રેમ એ મદાલશાની મંઝીલ નહોતી. એને તોપૈસા સાથેનો અંબર જોઇતો હતો. એણે જાણી જોઇને એને ભાવ આપવાનુ બંધ કરી દીધૂ. અંબર એના વિરહમાં તડપવા લાગ્યો. નિમાણો થઇ ગયો.દિકરાને હિજરાતો જોઇનેમા ના દિલમાં પણ દર્દથવા લાગ્યુ. એનો ઉદાસ ને રડમસ ચહેરો જોઇને થયુ કે આવાતનો ઉકેલ તો લાવવો જ પડશે. ઘરમા. બધાજોડે મસલત કરી દિકરાને સમજાવ્યુ' થોડી ધીરજ રાખ, અમે એના વાલીને મળીને વાતચીત કરીને તને કહીશુ. હવે ખુશ?' ને અંબરને રાહત થઇ. પછી તો ટુંક સમયમાં કુંવરબેનને અંબરના માબાપ તરફથી મળવા આવવાનો સંદેશ મળયો. એમને નવાઇ લાગી. આવા શ્રીમંત લોકો આપણને શા માટે મળવા બોલાવે?બીજીવાર કહેણ આવ્યુ. મનમાં સંદેહ તો થયો કે આકોઇ મજાક ંમશ્કરી તો ન હોય. થોડી અવઢવ પછી આમંત્રણ સ્વીકાર્યુ. બંગલાની બહાર બેઠેલા દરવાને એમને દરવાજા આગળ ઉભેલા જોયા. ઘડીક તો એને લાગ્યુકે ફંડફાળાની કે નોકરીની ભલામણ માટે કોઇ બેન આવ્યા લાગે છે. કુંવરબેને શેઠનુ કાર્ડ આપ્યુ. એને ત્યા જ ઉભા રાખી દરવાન અંદર ગયો ને થોડીવારમાં કામવાળી આવીને અંદરલઇ ગઇ. પાછલી પરસાળમાં બેસાડ્યા. દસ પંદર મિનિટ પછી રાજનાથ ને એના ધર્મપત્ની પધાર્યા. વાતાવરણ કાંઇક ધંધાકીય વાતચીત જેવો માહોલ લાગતો હતો. રાજનાથે શરુ કર્યુ.'બેન છોકરા તો એની ઉંમર પ્રમાણે આવા ઉધામા કરે.એને આગળપાછળનો વિચાર ન હોય.સામાજિક પ્રતિષ્ઠા કે સંસારના નિયમોનો ખ્યાલ નહોય. આબધુ તો આપણે વડીલોએ જ વિચારવાનુ રહે. તમે મારી વાત સમજો છોને?' કુંવરબેને હા પાડી'. તો પછી તમે તમારી દિકરીને સમજાવી પાછી વાળી શકો તો અમે ય અમારા દિકરાને સંભાળી લઇશૂં.કારણ કે આસબંધમાં અમારા કરતા તમારે વધારે શોષવાનુ થાય. આલેણદેણ ને રીતિરિવાજોના ખર્ચા તમે વેંઢારી ન શકોએ તો દેખીતુ જ છે ને. તમારી દિકરીો સામે અમને વાંધો નથી પણ અમને અમારુ સમોવડ જોઇએ.' રાજનાથે પોતાનુ ગણિત સમજાવ્યુ. 'બરાબર જ છેતમારી વાત. હુ પણ આબાબતમાં સંમત છું મારી હેસિયત જાણૂ છુંમારી દિકરીને સમજાવવાની કોશિશ કરીશ' કુંવરબેન સંમત થયા, ' તો પછી વાત પાકી. બન્ને બાજુથી ટેકો ખેંચી લઇએ.એટલે છોકરાઓની શાન ઠેકાણે આવી જશે.' રાજનાથે હળવાશથી કહ્યુ. કુંવરબેન ચા પાણીનો આગ્રહ ટાળી વિદાય થયા.બહાર નીકળીને ફરીએકવાર બંગલા પર નજર નાખી ને મનોમન કહ્યુ. 'દિકરી, બહુ મોટો ખેલ પાડ્યો છે તે તો' એ સાંજે મદાલશાને પાસે બેસાડી વાત કરી.'આજે હુ અંબરના માબાપને મળવા ગઇ હતી' ' તને કોણે ત્યા જવાનુ કહ્યુ હતુ?' એ ચીડાઇ ગઇ. 'એ છોકરી, જરા મોં સંભાળીને બોલ. મને એવા લોકોને ત્યા સામેથી જવાનો શોખ નથી, આતો એમનુ બે વખત કહેણ આવ્યુએટલે જવુ પડ્યુ' કુંવરબેને જરા કડક સ્વરે કહ્યુ. 'વારુ, શું વાતચીત થઇ?' મદાલશાએ પુછ્યુ. 'વાતવીતમાં તો એ જ કે એલોકો જરાય ખુશ નથી. જો કે મને માણસો જરાય સંસ્કારી ન લાગ્યા. આપણે ભલે એના બરોબર ન હોઇએ. પણ કોઇને સામેથી મળવા બોલાવીને અનાદર કરવો એ સભ્યતા નથી. એને દરવાજે પાંચ મિનિટ રાહ જોઇ પછીકામવાળી બોલાવવા આવી. શુ જાતે આવીને એટલો આવકાર પણ નઆપી શકે? મારુ મનતો જરાય માનતુ નથી. જો એણે હા પાડી હોત તોપણ હુ ના પાડત. સમજી જા .ગરીબની દિકરીને માનહાનિ,મશ્કરીને મેણાટોણા સિવાય કશુ નહિ મળે'. એમણે પોતાનો અનુભવ વર્ણવ્યો. ' મા, બધાજ માબાપને એના યુવાન સંતાનો ઘેલા લાગે છે. એમની પોતાની યુવાનીમાં એ પણ આવા જ ખેલ કરી ચુક્યા હોય છે.એ વખતે એમને એના માબાપ તરફથી જે કાઇ રુકાવટ થઇ હોય ને મુસીબત પડી હોયએપોતાના સંતાનોનો સમય આવે એટલે ભૂલી જાય છે.અમે એકબીજાને ચાહીએ છીએ એટલુ પુરતુ છે. એના પરિવારને ગમે કે ના ગમે એની અમને પરવા નથી'મદાલશાએ કહ્યુ. ' દિકરી, પ્રેમના રંગને ફટકી જતા વાર નથી લાગતી. વાસ્તવિકતાની એક ઝાપટ લાગે ને તો આપ્રેમગીતો,શેર શાયરી ને વચનો બધુ વરાળ થઇ જાય છે. આ દુનિયા છે .દિકરી, પ્રેમ ખવાતો કે પીવાતો કે પહેરતો નથી. આખરે અંબરની લાયકાત શું છે?એના બાપનો પૈસો, બરાબર? હવે એને વારસમાં બાતલ કરી તમને બેયને ઘરબહાર કાઢી મુકે તો એકેયમાં કમાવાની ને ઘર ચલાવવાની ત્રેવડ છે? થોડીકે ય તકલીફ પડશે ને એટલે એ અકળાઇ જશે ને વાંક તારો જ કાઢશે. એ તો પાછો એના માબાપના પાસામાં ભરાઇ જશે. એ લોકોય તમારી નિષ્ફળતાની જ રાહ જોતા હોય. અને તું લટકતી રહી જઇશ.'એમણે ચેતવણી આપી. જે બનવાજોગ હતીપણ પ્રેમ
આંધળો અમસ્તો કહ્યો છે?મદાલશાએ એનુ ધાર્યુ જ કર્યુ. આખરે દિકરાની જીદના વશ થઇ અંબરના પરિવારે કોર્ટ મેરેજ કરાવી દીધા. ધામધુમથી લગ્ન કરવાનો ઉત્સાહ રહ્યો ન હતોએટલે નજીકના સગા બોલાવીને નવદંપતિનો સત્કારસમારંભ ગોઠવ્યો.
સુંદર વસ્ત્રો ને અલંકારમાં સજ્જ થઇ અંબર ને મદાલશા મા ને આમંત્રણ આપવા આવ્યા. ચાલીને દરવાજે કાર ઉભી રાખી ચાલીમા અદર આવ્યા. અંબર તો પ્રથમ વખત આવી જગ્યાએ આવતો હતોએટલે કેમ ચાલવુ એમ સમજાતુ નહોતુ. સવારનો પહોર. સાંકડી ચાલીની બન્ને બાજુ સ્ત્રીઓ કપડા,વાસણ ને બાળકોની સાફસુફીમાં વ્યસ્ત હતી. વચ્ચે રસ્તામાં ધોયેલા કપડા સુકાતા હતા. તો છોકરા રમત માંડીને બેઠા હતા. પુરુષો ઓટલે છાપા વાંચતા કે ગપ્પા મારતા બેઠા હતા. મદાલશા તો અહી જ મોટી થઇ હતી તો પણ એણે મોં મચકોડ્યુ ને અંબરનો હાથ પકડીને ચાલવા લાગી. એજોઇને ચાલીના તમામ પ્રેક્ષકો ઉભા થઇ ગયા. એ જો કુંવરબેનની દિકરી ન હોત તો હુરિયો જ થયો હોત. પણ મદાલશાને લોકોની બહુ પરવા નહોતી. એ તો જાણે પોતાના પગલાની યથાર્થતા સાબિત કરવા જ આવી હોય એવી જ ગર્વભરી ચાલ. કુંવરબેનને સંદેશો મળી ગયો. એણે બહાર આવીને જોયુ. ' એ દિકરી, જરા માન મર્યાદા રાખ, વડીલોને પ્રણામ કર, આએ જ લોકો છેજેને એના ટુંકડામાંથી તારો ભાગ કાઢ્યો હશે. તારા આંસુ લુછ્યા હશે, એના ખોળામાં રમીને તુ મોટી થઇને. એ ગુણ ભુલી કેમ જાય છે?પણ સાથે જમાઇની હાજરી એણે ચુપચાપ નવદંપતીને આવકાર આપ્યો. પતરાની બે ખુરશીનુ સિંહાસન. મદાલશા મનમાં અકળાઇ ને સ્વાગતની તૈયારી કરતીમા ને અટકાવીને કહ્યુ. 'રહેવા દે.મા. અમારે હજુ ઘણી જગ્યાએ જવાનુ છે. ફરીવાર નિંરાતે આવીશું' કુંવરબેન સમજીગયા. એણે એ જ ઘડીએ ઘરમાથી ને મનમાથી એને વિદાય આપી દીધી. તો સત્કાર સમારંભમાં જવાનો તો સવાલજ નહોતો. કદાચ મદાલશાએ પણ એવુ જ ઇચ્છયુ હશે. છતા ય એક વખત મા ને મળવા આવી ત્યારે ફરિયાદ કરી. એ માત્ર હસ્યા. એટલામાં કંચના બહારથી આવી. મજાક કરી. 'બેન, તું રિક્ષામાં આવતી હો તો. આતારી કાર તો અમારી ચાલીનો વ્યવહાર ખોરવી નાખે છે. છોકરાઓની રમત બગડી જાય, બહેનોને કામમાં અડચણ થાય, આજુબાજુનો રસ્તો રોકાઇ જાય. આ તો જાણે ડેલી આડો સાંઢીયો'. પોતાની કારની સરખામણી સાંઢીયા સાથે થઇ !મદાલશાના ભવા ચડી ગયા.'તો હું તમને આટલી બધી નડુ છું?તમને મારીકાર નહિ,મારો વૈભવ આંખે આવે છે. અદેખા છેલોકો અહિયા. બધા ગંદકી ને ગરીબીમાં સબડવા લાયક જ છો.' ગુસ્સાથી ધૂંધવાતી એ વાવાઝોડાની જેમ ભાગી. કંચના રડવા જેવી થઇ ગઇ. પણ કુંવરબેને પાસામાં લઇને મનાવી.' જવા દે.તારી બેનને અંહીથી ટળવુ જ હતુ ને બહાનુ મળ્યુ ને માદિકરી હસી પડ્યા. પછી તો લાંબા સમય સુધી એના સમાચાર ન મળ્યા. ચાલીમાં એ લગભગ દંતકથા જ બની ગઇ
Saturday, December 17, 2016
Friday, December 16, 2016
પરોપકાર ભાગ ૧
સભ્યસમાજને માટે શરમજનક હતુ. તો ત્યાથી પસાર થતા ને નજરે જોતા દરેક વયસ્કને ચિંતા ઉપજાવે એવુ હતુ,' અમારોય આવો અંત હશે?ગરીબી,ગંદકી ને ગમગીની આંટો વાઢી ગઇ હતી એવા ગરીબ વૃધ્ધાશ્રમમાંકેટલાય આવા જીવાત્માઓ મેલા બીછાનામાંએવા જ કધોવણે પીળા પડી ગયેલા ચાદર ઓશીકામાં મોં છુપાવીને પોતાને મનુષ્યઅવતાર આપનાર ભગવાનને કોષી રહ્યા હતા. કદાચ હશે એવા એકાદ બે આવા અંઝામને લાયક કે જેને જીવતા આવડ્યુ નહિ હોય ને જીંદગીને જુગાર સમજીને વેડફી નાખી હશે.એવા પણ હશે જેણે તનતોડ મહેનત કરી ને નવી પેઢી ને તૈયાર કરી હશૈ. પોતાનુ સર્વસ્વ હોમી દીધૂ હશે. એવા લોકોને એમના જ સ્વજનોએ ખાલી પાત્ર કે વાસી ધાનને જેમ ઉકરડે ફેંકી દેવામા આવે એમ જ અહિ તરછોડી દીધા હતા.એનાથી ય વધારે ખેદજનક એ હતુ કે આ સમુહમાં 'કંચના' નો પણ સમાવેશ થતો હતો. બાકીના લોકોની કરણી વિષેકદાચ મતભેદ હોઇ શકે પણ કંચના! એ તો દયાની દેવી.જીવનની એક એક પળ પરમાર્થમાં ખર્ચી હતી.એવી સ્ત્રીની આ દશા? એની પરમાર્થયાત્રા જાણનારા એને આવી દશામા જુએ તોએને દયા, કરુણા, સેવા,પરોપકારજેવા કર્મોમાથી વિશ્ર્વાસ ઉઠી જાય. એવી સ્ત્રી પણ જમાનાની ઠોકર ખાઇ ને અહી પડી હતી. કંચના આવીજ મેલી પથારીમાંદર્દથી કણસી રહી હતી. આપથારીમા એના પહેલા કેટલાય જીવોએ આવા જીવતરમાથી છુટવા ધમપછાડા કર્યા હશે.એના આર્તનાદો જાણે એ પોતના એક એક તારમાં સંભળાતા હતા.એના આંસુની ભીનાશ એણે ઓઢેલા કામળામાએ અનુભવી શકતી હતી.અત્યારે એ પણ એવી જ એકલતા, ઘવાયેલીલાગણીઓ ને માનસિક યાતના અનુભવી રહી હતી. એવી અર્ધબેભાન હાલતમાં એને કોઇનો ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો.આંસુઓની આ દુનિયામા ં કોણ હસી રહ્યુહતુ?એણે પ્રયત્નપુર્વક આંખો ખોલી ને અક્ષયને ઓળખી કાઢ્યો. અક્ષય એનો ભાણેજ, માસીની આ દશા પર કહાકા લગાવી રહ્યો હતો. કારને અઢેલીને સિગારેટ ફુકતો બેફિકરાઇથી આકરુણદ્રશ્યને આનંદથી માણી રહ્યો હતો. એ નજીક આવ્યો.' ઉઠ હવે અહીથી,માસી, બહુ નાટક કર્યુ તે.ઘેર ચાલ. તે તો જરુર વખતે અમને તારા નહોતા માન્યાકે નહોતી મદદ કરી. પણ અમને શરમ આવે છે તને અહી સબડતી જોઇને. હું આ વિસ્તારનો દાદોને કોઇને ખબર પડેકે તુ મારી માસી છે તો આબરુ જાય' કહેતા એણે હાથ પકડીને કંચનાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો. એના ચહેરા પર હજુ પણ ઉપહાસ ભર્યુ હાસ્ય હતુ. પણ કંચના એના ભાણાના કરતુત સારીરીતે જાણતી હતી. એને ત્યા જઇને મેણાટોણા ને અપમાન સિવાય કશુ મળવાનુ નહોતુ.એણે અક્ષયના હાથને હડસેલતા કહ્યુ' હુ અહી બરાબર છુ. તુ તારે રસ્તે જા.' કંચનાની જીવનયાત્રા ચાલીથી શરુ થયેલી. એના બાપા તો નાનીઉંમરમાજ ,હજુ એ બોલતા કે ઓળખતા પણ ન હોતી શીખી ત્યારે જ અવસાન પામ્યા હતા. મા કુંવરબેન સરકારી દવાખાનામાં નર્સ હતા . એકલપંડે કંચના ને એનાથી મોટી મદાલશાને ઉછેરી હતી. કુંવરબેન માત્ર નામથી જ નહિપણ કામથી ય નર્સ હતા. સેવાભાવી ને પરોપકારી. ચાલીમાં અર્ધીરાત્રે જરુર પડે તો ઉઠીને જાય. ગરીબ લોકો આગળ રોકડા પૈસાની સગવડ તો કયાથી હોય ?એએવી આશા ય ન રાખતા. આપણે ય કયારેક કોકની જરુર પડે. માણસને માણસ જ કામ આવે.આએનો જીવનમંત્ર. આખી ચાલી એમ જુઓ તો એક મોટાપરિવાર ની જેમ એકબીજાને ભીડમા પડખે ઉભા રહેતા. કંચનામાં મા નો આ સ્વભાવ સંપુર્ણ આત્મસાત થયો હતો. જયારે મા ચાલીમા કોઇની પાટાપીંડી કરવા જાય.એ મા ની બેગ ઉપાડીન ેસાથે જતી.મા ની સુચના પ્રમાણે ઝખમ ધોવો, દવા લગાડવી, પાટો બાંધવો. આવી પ્રાથમિક સારવાર એ બચપણથી જ શીખી ગઇ હતી.એને લોહી જોઇને બીક નલાગતી કે પાકેલા ઝખમ જોઇને સુગ ન ચડતી.એમ તો સરખા જ ઉછેર ને વાતાવરણ છતા એની મોટીબહેન એનાથી તદન વિપરીત હતી.એને આમા દિકરીનુ કામ વળતર વગરનુ એટલે કે વેઠ લાગતી.એની સમજણ પ્રમાણે પૈસા વિનાનુ કામ નકામુ ગણતી. કહેતી પણ ખરી' શું મળે છે તમને બન્નેને?કયાય ડોક્ટરોને આમ મફતમાં દોડાદોડી કરતા જોયા છે.? જયારે તમે બે તો તમારા નામની બુમ પડે ત્યા તો પેટી લઇને દોડો છો' કુંવરબેન એના ગુસ્સાભર્યા ચહેરાને તાકી રહેતા, સમજાવવાનુ મન થતુ કે દિકરી સેવા જેવો એકે ધર્મ નથી. આમે કય્ા લાખોનુ નુકશાન છે? દરેક વસ્તુને રુપિયામાં ન મપાય. પણ અટકી જતા વાદવિવાદ આગળ ન વધે માટે. આ બાજુ વયમાં વધતી જતી દિકરીને વાતે વાતે વાંધો પડતો હતો. જો સમજવા કોશીશ કરી હોત એની હતાશા સમજી શક્યા હોત.મદાલશા એની ઉંમરની સ્કુલ કોલેજમાં ભણતી યુવાન છોકરીઓ નિતનવા કપડાને શૃંગાર કરીને ભણવા આવતી કે નવરાત્રિજેવા તહેવારોમાં ગરબે ધુમતી કે મોજશોખ કરતી એની સાથે પોતાની સરખામણી કરીને લધુતાગ્રંથિ અનુભવતીને વધારે હતાશ થતી. એ હતાશા આ મા દિકરીની મફત સેવા વૃતિ પર કાઢતી. પોતાની ગરિબાઇના મુળમાં મા જ એને જવાબદાર લાગતી.'ભલા ,આપણે ક્યા એવા પૈસાદાર છીએ કે આમ ગાંઠનુ ગોપીચંદન કરીએ? ' એની સમજવાની વય ને દ્રષ્ટિને અભાવે એ થોડી બંડખોર ને અસંતોષથી પીડાતી. બાકી ભૌતિકસુખસગવડના અભાવ વચ્ચેય ગરીબલોકો માનવતા પુર્ણ સુખી જીવન જીવતા. બન્ને બહેનોના અલગ સ્વભાવપ્રમાણે એમના જીવનરાહ પણ અલગ થવા લાગ્યા.મદાલશાને હૈયે સુંવાળાસપના ને ભૌતિકસુખની આકાંક્ષા હતી. એણે પોતાની જાતને એ પ્રમાણે તૈયાર કરી. મહેનત કરવાથી લાખોપતિ નથી થવાતુ કે એશોઆરામ નથી મળતા. જો એમ જ હોત તો આચાલીના રહેવાસીઓ રાતદિન મહેનત કરતા જ હતા ને. ને મા પણ આટલી મહેનત કરતી હતી. શુ પામતી હતી? એણે કોલેજમાપ્રવેશ મેળવ્યો. પણ ભણીને નોકરી મેળવવાનુ એનુ ધ્યેય નહોતુ.ક્યારે ભણી રહેવાય, કયારે ને કેવી નોકરીમળે ને કદાચ ન પણ મળે.કયારે પૈસા એકઠા થાય ને મોજશોખ થાય. આટલી લાંબી રાહમાં ને 'તો'મા યુવાની પુરી થઇ જાય. હવે કોલેજમાં તો ફુલો,ભમરા, ગુંજન, ગણગણાટ બધુ જ હતુ. પણ એ ગણતરીબાજ ને ચાલાક હતી.એને દિલ્લગી નહોતી જોઇતી.નહિતર થોડી મોજમસ્તી માટે એની પાછળ ફરનારા ભમરા પણ એને મળ્યા હતા. હરીફરીને ચાલીમાં પાછી છોડી જાય એવા રોમિયાઓ સામે એ જોતી પણ નહિ. એને તો એની પાછળ ફના થઇ જાય એવો પૈસાપાત્ર દિવાનો જોઇતો હતો. થોડી તપાસ ને ધીરજ પછી એક 'મુરગો' પકડી પાડ્યો. પૈસાદાર માબાપનો ભોળો દિકરો'અંબર' એના ધ્યાનમાં આવ્યો. એના પિતાનો મોટો કારોબાર ને એના મોટાભાઇઓ વ્યવસાય સંભાળતા.આ રજવાડાનો નાનો રાજકુમાર કોલેજમાં માત્રમોટો થવા જ આવતો હતો. આવા ભોળા ને નચિંત જુવાનને ફસાવવો મુશ્કેલ નહોતુ.
Thursday, December 15, 2016
કનૈયા કિસે કહેગા તુ મૈયા? ભાગ ૩
આગલા અંકથી ચાલુ. આમ કિશન ભારતમાં હેમાલી પાસે મોટો થવા લાગ્યો.હેમાલીએ હરિતાનો મા તરિકેનો અધિકાર અબાધિત રાખવા હરિતાની ઓળખાણ મોટી મમ્મી તરીકે ને પોતાની નાની મમ્મી તરીકે આપી હતી.પોતાની પાસે એ જેઠાણીની અમાનત છે એમ માનીને એની દરેક જરુરીયાત પર વિશૈષ દ્યાન આપતી. કયારેક પોતાની ખાસ જરુરીયાતને ભોગે પણ.એના આ પ્રકારના ભાવને કિશન એક અબુધ બાળક તરીકે પણ પામી ગયેલો ને પોતાને વ્યકિતવિશેષ સમજતો થઇ ગયો હતો. એટલે દરેક પાસે લેવાનો પોતાનો અધિકાર માનતો થઇગયો હતો. લેવાની હક સામે ફરજ જેવુ કાઇક હોય છે એકોઇએ એને સમજાવ્યુ જ નહિ. વધારે પડતા લાડકોડથી એ જિદ્ી, મનમોજી ને બેફિકર થઇ ગયો. હરિતા વરસમાં એકાદ વાર આવતી. આબધુ જોતી. એની વર્તણુક સુધારવા હેમાલીને ટકોર કરતી.કયારેક વડીલને દાવે કિશનને ઠપકો આપતી તો એનુ મોં બગડી જતુ,કારંણકે કોઇની વાત સાંભળવાની સમજવાની દ્રષ્ટિ એનામા હતી નહિ. વિનય નહોતો. એક વખત હરિતાની હાજરીમા જ આમ બન્યુ. એ મોડી રાત્રે રખડીને બહારથી આવ્યો.હરિતા એ સ્વભાવિક ટકોર કરી.' કિશન , તુ આખૌ દિવસ બહાર રખડ્યા કરે છે. તારે ભણવાનુ નથી હોતુ?' આટલુ સાંભળતા એ ઉશ્કેરાઇ ગયો.' શા માટે અંહી આવીને અમારા ઘરમાં દરેક કામમાં દખલ કરો છો?મારી મમ્મીને બસ સલાહ સુચના આપ્યા કરોછો. માની લીધુ કે તમે થોડીક વસ્તુઓ લાવો છો તો જાણે અમારા પર મોટો ઉપકાર કરતા હો એમ રોફ જમાવો છો'એ સાથે જ રુમમાં જઇને હરિતાએ આપેલી બધી વસ્તુ એના પગ આગળ મુકીને જતો રહ્યો. કહેતો ગયો'અમારે તમારુ કઇ નથી જોઇતુ' એ જોરથી બારણા બંધ કરી દીધા. બાર વરસનો બાળક આટલી હદ સુધી જઇ શકે?હેમાલીનુ માથુ શરમથી ઝુકી ગયુ. એને તો ફટકારવાનો અધિકાર પણ નહોતો ને હરિતાને તો એ મા માનવા જ તૈયાર નહોતો તો પછી કોની જવાબદારી બનતી હતી? છેવટે હરિતાએ જ આશ્ર્વાસન આપવુ પડ્યુ કે હજી નાનો છે,નાદાન કહેવાય. થોડો મોટો થશે એટલે સમજશે'. પણ એસમજણ કોણ આપશે? એ જ સવાલ હતો. એમ કરતા એ પંદર વરસનો થયો ને હવે ટુંક સમયમાં અમેરિકા આવવાનુપણ થાય. એની પાશ્ર્વભુમિકા તૈયાર કરવા,એને એના મોટા ભાઇઓસાથે પરિચય કરાવવા, અમેરિકામાં આગળના અભ્યાસ માટે એની કેવીક તૈયારી છે.વગેરે. સાથે સહીલ ને સમીરને ભારતદર્શન કરવુ હતુએ પ્રમાણે પ્રવાસનુ આયોજન સપરિવાર ગોઠવેલુ હતુ.આટલો સમય ત્રણે ભાઇ સાથે રહે તો અહીની રીતભાત,અભ્યાસના તોેરતરિકાથી પરિચીત થાય ને અમેરિકા આવે તો જલ્દી ગોઠવાઇ શકે. એનુ પ્રગતિ પત્રક જોઇ હરિતા ને હર્ષ બન્ને નિરાશ થયા. અગત્યના બધા વિષયમાં એનૌ દેખાવ કંગાળ હતો. હરેશ ને હેમાલીના પ્રમાણિક પ્રયત્ન પછિ પણ એની અભ્યાસમાં એની રુચિ જ ખીલતી નહોતી.સમસ્યા તો અહિ પણ એજ હતીકે બન્નેમાથી કોઇ એની સાથે કડક થઇ નહોતા શકતા કે શિક્ષા નહોતા કરી શકતા.કે એને અભ્યાસમાં બાધારુપ ઉપકરણો જેવાકે ફૌન, ટીવી, મયુઝીક,મિત્રો સાથેની મોડી રાતોની રઝળપાટ, લેશન કરવાને બદલે ફોન પર લાંબા લાંબા વાર્તાલાપ. બહાર ન જવાદેતો એના દોસ્તો અહી આવીને અધરાત સુધી ધામા નાખીને ધમાલ કરે
. અભ્યાસ સિવાય પોતાની નાની નાની જરુરિયાતો જાતે કરીલેવાને બદલે હેમાલીને હુકમ કર્યા કરતો.આકામ તો કામવાળીઓ કે મા જ કરેએવી માનસિકતા. એટલે અમેરિકામાં ઉછરેલા એના ભાઇઓપોતાની ડીશ ઉપાડી લે, કપડા ગડી વાળીને પોતાની બેગમાં ગોઠવી દેત્યારે પેન્ટના ખિસામાં હાથ રાખીને જોયા કરતો ને મજાક પણ કરતો. એની બુકો, કપડા આખા ઘરમાં રખડતા ને એની રુમમાં જવાનુ મન ન થાય એવી અવ્યવસ્થિત હતી.હરિતા આબધુ જોઇને નિરાશ થતી હતી એ જોઇ ને હરીશ ને હેમાલી અપરાધભાવ અનુભવતા હતા. પાછા ફરવાનો સમય થઇ ગયો હતોને કોઇ પરિણામ નહોતુ આવ્યુ એથી હર્ષ પણ અકળાયો હતો. આગલી રાત્રે કિશન ની રાહ જોઇને બધા બેઠા હતાત્યારે એ મધરાતે ઘરે આવીને ચુપચાપ પોતાની રુમમાં જતો રહ્યો હતો તો આજે એના સિવાયના બધા નાસ્તાપાણીથી પરવારીને બેઠા હતા. પછિ તો હરિતાથી ન રહેવાયુ. એનો મા તરીકેનો અધિકાર જાગી ઉઠ્યો. એ કિશનની રુમમાં ધસી ગઇ.એની રજાઇ ખેંચી ને એસાથે જ કિશને બરાડી ઉઠ્યો. 'શું છેઅત્યારના પહોરમાં. ?શાંતિથી સુવા પણ નથી દેતા. તમારે જ્યા જવુ હોય ત્યા જાવ. મારે તમારી સાથે ક્યાય નથી આવવુ'ને પડખુ બદલી રજાઇ ખેંચી એ પાછો સુઇ ગયો. હરિતાએ ફરી એકવાર પ્રયત્ન કર્યો ને આવખતે એ પથારીમાથી બેઠો થઇને
લગભગ હરિતાને હડસેલીને બુમ પાડી.' શુ અધીકાર છે તમને કે મારા પર આટલી દાદાગીરી કરોછો. તમે મારી મા તો નથી' છેવથે એનાથી બોલાઇ જવાયુ' દિકરા, તારી મા છુ.એટલે જ આટલો જીવ બળે છે' એની આંખોમાં આંસુના પુર ઉમટયા. પણ એની પરવા કર્યા વિના એને બીજો સવાલ કર્યો ' તમે મારી મા છો તો આ કોણ છે?'એણે હેમાલી તરફ આંગળી ચીંધીને કહ્યુ. રુમમાં દાખલ થતા હર્ષે આસવાલ સાંભળ્યો ને હરિતાને વિંધી નાખતી નજરે કહ્યુ.''દે જવાબ હવે', તો વરસો પહેલા હરિતાએ લાગણીના આવેશમાં જે નિર્ણય લીધો હતોને હર્ષે જે ભયસ્્થાન બતાવ્યા હતા એ સાચા પડયા હતા. હવે રહસ્ય ખોલ્યા વિના છુટકો નહોતો. ત્રણ છોકરા મોટા સામે તાકી રહ્યા હતા. કાશ આ રહસ્ય કિશન પુખ્ત બને ને એને ત્યાય બાળકો હોય, એનામાં મા નો ત્યાગ સમજવાની ને મુલવવાની સમજ આવી હોય ત્યાસુધી ગુપ્ત રાખી શકાયુ હોત તો? અત્યારે તો આસાંભળીને એ હેબતાઇ ગયો.બરાબર એ જ સમયે રેડિયા પર ગીત રેલાઇ રહ્યુ હતુ. 'કનૈયા કિસે કહેગા તુ મૈયા?
. અભ્યાસ સિવાય પોતાની નાની નાની જરુરિયાતો જાતે કરીલેવાને બદલે હેમાલીને હુકમ કર્યા કરતો.આકામ તો કામવાળીઓ કે મા જ કરેએવી માનસિકતા. એટલે અમેરિકામાં ઉછરેલા એના ભાઇઓપોતાની ડીશ ઉપાડી લે, કપડા ગડી વાળીને પોતાની બેગમાં ગોઠવી દેત્યારે પેન્ટના ખિસામાં હાથ રાખીને જોયા કરતો ને મજાક પણ કરતો. એની બુકો, કપડા આખા ઘરમાં રખડતા ને એની રુમમાં જવાનુ મન ન થાય એવી અવ્યવસ્થિત હતી.હરિતા આબધુ જોઇને નિરાશ થતી હતી એ જોઇ ને હરીશ ને હેમાલી અપરાધભાવ અનુભવતા હતા. પાછા ફરવાનો સમય થઇ ગયો હતોને કોઇ પરિણામ નહોતુ આવ્યુ એથી હર્ષ પણ અકળાયો હતો. આગલી રાત્રે કિશન ની રાહ જોઇને બધા બેઠા હતાત્યારે એ મધરાતે ઘરે આવીને ચુપચાપ પોતાની રુમમાં જતો રહ્યો હતો તો આજે એના સિવાયના બધા નાસ્તાપાણીથી પરવારીને બેઠા હતા. પછિ તો હરિતાથી ન રહેવાયુ. એનો મા તરીકેનો અધિકાર જાગી ઉઠ્યો. એ કિશનની રુમમાં ધસી ગઇ.એની રજાઇ ખેંચી ને એસાથે જ કિશને બરાડી ઉઠ્યો. 'શું છેઅત્યારના પહોરમાં. ?શાંતિથી સુવા પણ નથી દેતા. તમારે જ્યા જવુ હોય ત્યા જાવ. મારે તમારી સાથે ક્યાય નથી આવવુ'ને પડખુ બદલી રજાઇ ખેંચી એ પાછો સુઇ ગયો. હરિતાએ ફરી એકવાર પ્રયત્ન કર્યો ને આવખતે એ પથારીમાથી બેઠો થઇને
લગભગ હરિતાને હડસેલીને બુમ પાડી.' શુ અધીકાર છે તમને કે મારા પર આટલી દાદાગીરી કરોછો. તમે મારી મા તો નથી' છેવથે એનાથી બોલાઇ જવાયુ' દિકરા, તારી મા છુ.એટલે જ આટલો જીવ બળે છે' એની આંખોમાં આંસુના પુર ઉમટયા. પણ એની પરવા કર્યા વિના એને બીજો સવાલ કર્યો ' તમે મારી મા છો તો આ કોણ છે?'એણે હેમાલી તરફ આંગળી ચીંધીને કહ્યુ. રુમમાં દાખલ થતા હર્ષે આસવાલ સાંભળ્યો ને હરિતાને વિંધી નાખતી નજરે કહ્યુ.''દે જવાબ હવે', તો વરસો પહેલા હરિતાએ લાગણીના આવેશમાં જે નિર્ણય લીધો હતોને હર્ષે જે ભયસ્્થાન બતાવ્યા હતા એ સાચા પડયા હતા. હવે રહસ્ય ખોલ્યા વિના છુટકો નહોતો. ત્રણ છોકરા મોટા સામે તાકી રહ્યા હતા. કાશ આ રહસ્ય કિશન પુખ્ત બને ને એને ત્યાય બાળકો હોય, એનામાં મા નો ત્યાગ સમજવાની ને મુલવવાની સમજ આવી હોય ત્યાસુધી ગુપ્ત રાખી શકાયુ હોત તો? અત્યારે તો આસાંભળીને એ હેબતાઇ ગયો.બરાબર એ જ સમયે રેડિયા પર ગીત રેલાઇ રહ્યુ હતુ. 'કનૈયા કિસે કહેગા તુ મૈયા?
Wednesday, December 14, 2016
કનૈયા કિસે કહેગા તુ મૈયા?ભાગ ૨
આગળા અંકથી ચાલુ હેમાલીની આવી મનસ્થિતિમાં એક વાર બેધ્યાન પણે રસ્તો ઓળંગતા વાન જોડેઅથડાઇ ને અકસ્માત થઇ ગયો.સમાચાર મળતા જ હરિતા છ મહિનાના કિશનના લઇને તરત જ આવી ગઇ. ઘર સંભાળી લીધુ. હરેશને ટેકો આપ્યો ને હેમાલીની ખડે પગે ચાકરી કરી. ઉતમ સારવાર ને હરિતાની હાજરીએ એને જીવવાનુ બળ આપ્યુ. જો કે દવાખાનાથી આવ્યા પછી પણ સારવારની જરુર હતી કસરત, આરામ, વજન નહિ ઉપાડવાનુ, વાંકા વળવા કે જમીન પર બેસવા ઉઠવામાં દ્યાન રાખવાનુ. આ અરસામાં કિશન સાથે રમવાનો સારો મોકો મળી ગયો.બન્ને એકબીજા સાથે એટલા ભળી ગયા કે અજાણ્યાને ખબર પણ ના પડે કે કોણ મા છે?આમ કિશને સાજા થવામા ને હેમાલીના ત્રસ્ત મનને વ્યસ્ત રાખવામા મહત્વનો ભાગ ભજવ્યો. પણ દુઃખને કાઇ નોતરુ થોડૂ આપવુ પડેછે?હેમાલીનો મેડીકલ રિપોર્ટ આવ્યો. અકસ્માત સમયે કમરના નીચેના ભાગમાં ઇજા થયેલી. પરિણામ એ આવ્યુ કે હવે એ સગર્ભા બને તો બાળકને નવમાસ સુધી ગર્ભમાં રાખી ન શકે. કસુવાવડ થઇ જાય. એને માટે તો બહુ જ આઘાતજનક સમાચાર હતા. અત્યાર સુધી તબિયતમાં સુધારો થયો હતો એના પર પાણી ફરી વળ્યુ.હરિતાથી એનુ દુઃખ જોવાતુ નહોતુ. ને હવે એને પાછા ફરવાનો સમય પણ થઇ ગયો હતો. ત્યા બન્ને બાળકો મા માટે ઝુરતા હતા.અહી કિશન હેમાલી જોડે એટલો હળી ગયો હતો કે આબન્નેને છુટા પાડવામા આવે તો બેય બિમાર થઇજાય. ને હરિતાને એક વિચાર આવ્યો. એણે પારણામા સુતેલા કિશનને ઉંચકીને હેમાલીના ખોળામા મુકી દીધો' આજથી આ તારો, તુ જ એની મા. એને તારો દિકરો માનીને એના ભવિષ્યના નિર્ણય લેવાના. એક પળ તો હેમાલી ખુશીથી ઉછળી પડી.પણ તરત જ એનો આનંદ ગભરાટમાં ફેરવાઇ ગયો' ભાભી, આટલી મોટી જવાબદારી?તમે આટલા દુર.મારાથી કોઇ ખોટો નિર્ણય લેવાઇ જાય તો? ' અરે પગલી, તને આટલા વરસોથી જાણુ છુ.તારાથી કોઇ ભુલ નહિ થાય.મને ભરોસો છે તારા પર. એમ તો હુએના માટે નિર્ણય લઉ એ બધા સાચા જ પડે કે મારાથી ભૂલ ન જ થાય એવી તો બાંહેધરી નથી હોતી' હરિતાએ એને સમજાવી. એકોઇ પણ હિસાબે હેમાલીને હસતી રમતી જોવા માગતી હતી. એ લાગણીના પુરમા એટલી તણાઇ ગઇ હતી કે કિશનને સોપી દેવા તૈયાર થઇ ગઇ. કોઇ મા માટે આનાથી વધારે ત્યાગ નથી હોતો ને એપણ હજારો માઇલ દુર. હરિતાને પાછળથી આવો વિચાર તો આવ્યો પણ હવે વિચાર બદલવો એટલે અવિશ્રવાસની દરખાસ્ત લાવવા જેવી વાત હતી. પોતે જ તો હેમાલીની યોગ્યતા વખાણી હતી. હવે એ આશા જગાવીને કે દાન આપીને પાછુ લઇ લેવા જેવુ થાય. કદાચ હેમાલીને વધારે આઘાત લાગે. પણ એના દયામણા ચહેરા પર નજર પડતા હરિતાએ બધી શંકા કુશંકા દુર હડસેલી દીધી. આમ દેરાણી જેઠાણી વચ્ચે વાત પાકી થયા પછી હરિતાએ હર્ષને જાણ કરી. જો કે આટલો મહત્વનો નિર્ણય લેતા પહેલા પતિ પત્નિએ વાતચીત કરવી જોઇએ. થોડીક ઉતાવળ થઇ હતી. હર્ષને લાગ્યુ. પણ ફોન પર એ બીજુ તો શું કહે ? હરિતા પાછી આવી ત્યારે વિગતવાર ચર્ચા થઇ.કેવા સંજોગોમાં એણે આનિર્ણય લીધો એ હર્ષને સમજાવ્યુ ઉપરાંત હેમાલીની બાળઉછેરની બધી યોગ્યતા ની ખાતરી આપી. તો હર્ષની દલીલોમા ય તથ્ય હતુ.' અત્યારે તો એને માત્રપ્રેમ ને સારસંભાળની જ જરુર છે એતો એને મળશે જ. પણ એ સમજતો થશે ત્યારે એને એવો પણ સવાલ થશૈ કે મારી મા એ મને જ કેમ છોડી દીધો?હુ ઓછો વહાલો હતો?કે વધારાનો હતો? મારા બીજા ભાઇઓ અમેરીકામાં સમૃધ્ધિમાં મોટા થશે ને હુ ગરીબાઇમાં? એમા પણ એ પૈસેટકે કે શિક્ષણ કે ગમે તે બાબતમાં પાછળ રહીજશે ને એનામા સાચુ વિચારવાની દિશાનહિ હોય તો એતારો જ વાંક કાઢશે. એમાથી ભાઇઓ વચ્ચે ઇર્ષા ને વેરઝેર ઉભા થાય. આપણા સમાજને તો તુ જાણે જ છે. તારે આ બાબત શાંતિથી વિચારવાની જરુર હતી'. હરિતા આ દલીલો સાંભળી એકવાર તો ડગી ગઇ. પણ હવે તો સારા વાનાની આશા રાખવા સિવાય કાંઇ ન થાય ને ભવિષ્ય તો કોણે જોયુ છે?
કનૈયા કિસે કહેગા તુ મૈયા ? ભાગ ૧
શિયાળાના ચડતા પહોરના કુમળા તડકામાં એવી જ કુમળા ઉમરનો તરુણ બગીચાના બાંકડે શુન્યમનસ્ક બેઠો હતો. તરુણ કહો તો મોટો ગણાય ને યુવાન ગણો તો નાનો લાગે એવી વય હતી.એના મનમાં કોઇ ઘમસાણ યુધ્ધ ચાલી રહ્યુ હશે જેની નિશાનીઓ એના અસ્વસ્થ હલનચલનમા દેખાઇ આવતી હતી. બે હાથે માથું પકડી આંખો બંધ કરીને બેઠો હતો.ધસી આવતા આંસૂઓને રોકવા ચુસ્ત બંધ કરેલી આંખોમાથી એની જાણ બહાર સરિ પડેલા આંસુઓથી એનો કુમળો ચહેરો ખરડાયેલો હતો.એની સમસ્યા કદાચ એટલી ગહેરી હશે કે શિયાળાનો તાપણી જેવો તડકો કે હાડ થીજાવતો વાયરો કે બગીચાનુ તાજગી પુર્ણ વાતાવરણ કશુ એને સ્પર્શતુ નહોતુ. નજરે જોનારને એમ પણ થાય કે આટલી ઉમરમાં આવુ તો શું દુઃખ આવી પડ્યુ હશે? ગરીબાઇ કે ભુખથી ત્રાસેલો તો નહોતો દેખાતો.દેખાવમાં તંદુરસ્ત, સારી રીતે પોષાયેલો, રુડો રુપાળો, કોઇ સુખી ઘરનો ફરજંદલાગતો હતો.કોઇ પ્રેમ કહાણી કે કરુણાન્તિકાનો નાયક?એના માટે તો હજી નાનો લાગતો હતો. જો કે આજના માહીતી પ્રચુરજમાનામાં બાળકો બહુ જલ્દીથી આવા વિષયમાં જાણકાર થઇ જાય છે.એટલે આવા પ્રેમ પ્રકરણ માટે કોઇ ચોક્કસ વય મર્યાદા રહી નથી. એ સિવાય એક ભય આવયના બાળકને સતાવે એ પરિક્ષામાં નાપાસ થવાનો ને માબાપનો ઠપકાનો ભય. જોકે આ પરિક્ષાની સીઝન તો નહોતી. એ સમયે કોઇસમજદાર વડિલ ને મિત્ર હાજર હોત ને પ્રેમથી પુછ્યુ હોત તો એણે કહ્યુ હોત કે હુ કિશન, અત્યાર સુધી આરામને આનંદમાં જીવતો હતો.પણ બે સ્ત્રીઓએ ભેગી થઇને મારી જીંદગીમા તોફાન ઉભૂ કર્યુછે.એકબીજાનીલાગણી સંતોષવા ફુટબોલની જેમ મારો ઉપયોગ કર્યો છે.જે મને આજે જ ખબર પડી. સમજાતુ નથી કે કોને મા ગણવી? ભગવાન જેવો ભગવાને ય આ બાબતે એકવાર મુંઝાયો હશે તો મારુ તો શું ગજુ? ' તો જે બે સ્ત્રીઓ જેની સામે કિશનને આટલી ફરિયાદ હતી એ મા એક હતી હરિતા. જેણે કિશનને જન્મ આપ્યો હતો ને બીજી હેમાલી જેણે એનો ઉછેર કર્યો હતો. પ્રેમથી પોષ્યો હતો. કોઇ ખોટ પડવા દીધી નહોતી.તો પછી એને ફરિયાદ શા માટે હતી? હરિતા ને હેમાલી દેરાણી જેઠાણી. હરિતા મોટી કિશનની માતા.કિષન એને મોટી મમ્મી કહીને બોલાવતો.હેમાલીને એ નાની મમ્મી કહેતો.કારણની એને ખબર નહોતી ને જરુર પણ લાગી નહોતી આજ સુધી. આમ જુઓ તો પારિવારિક સબંધોમાં સહુથી વધારે વગોવાયેલો સબંધ.તે દેરાણી જેઠાણીનો. પણ ખારા પાણીમાં કયાક મીઠી વિરડીની જેમ આ દેરાણી જેઠાણી વચ્ચે બહેનો કરતાય વધારે હેત. હરિતા બહુ પ્રેમાળ ને સમજદાર સ્ત્રી હતી. હર્ષને પરણીને આઘરમાં આવી પછી ટું ક સમયમાં સાસુ ગુજરી ગયા. હરિતાએ ઘર સંભાળી લીધુ. નાના દિયર હરેશની મા સમાન કાળજી રાખી. પાંચ વરસના સંસારમાં સાહિલ ને સમીર એ બાલકોના અવતરણે ઘરને ભર્યુ ભર્યુ બનાવી દીધૂ હતુ. એ સમયે હરેશમાં જીવનમાં હેમાલીનો પ્રવેશ થયો.ભાઇ ભાભી તો ખુશખુશાલ હતા પણ હેમાલીના માબાપને વાંધો હતો. એમને એના પૈસાનુ અભિમાન હતુ. હરેશના પરિવારને એ લોકો ઉતરતો ગણતા. એવા એ અભિમાની લોકો પ્રેમ લગ્નમાં જેટલા વાંધા કાઢી શકાય એ બધાનો ઉપયોગ કરી ચુક્યા હતા. ' ભવિષ્યમાં એએકલી પડી જશે, આધરનો દરવાજો એને માટે કાયમ બંધ થઇ જશે, મિલ્કતમાથી ભાગ નહિ મળે,હરીશ ને એના પરિવારને ય હેરાનગતિ થશે, વગેરે ધાક ધમકી બતાવી પણ હેમાલી અડગ હતી ને હર્ષ હરિતાનો પુરો સાથ હતો.હરિતાએ હસતે મુખે જે પોખણા કર્યા હતા એ હાસ્ય કયારેય સુકાયુ નહોતુ. બહુ સમજણ સાથેનો સંસાર હતો , સાથે રહેવા ય બંધારણની જરુર પડે. કોઇ વાતે મનદુઃખ કે ગેરસમજણ થાય તો મનમાં સમસમીને રહી જવાને બદલે એનુ નિરાકરણ કરી લેવુ. રોજનો નિયમ કે રાતે જમીપરવારી બધા ભેગા થાય.આખા દિવસનુ સરવૈયુ નીકળે સાથેએક બીજા કોઇને કશુ કહેવાનુ કે સ્પષ્ટતા કરવાની હોયએ પણ થઇ જાય.જેમ રાત્રે જમી પરવારી ઘર વાળી એંઠવાડ બહાર ફેકી દઇએ છીએ ને ઘર ચોખ્ખૂ કરીએ છીએ એમ જ.બીજો દિવસ નવો ને કોરોકટ શરુ થાય. બન્ને યુગલોના આવા પ્રેમાળ સબંધોને વિખેરવા એવી વિધ્નસંતોષી સ્ત્રીઓએ ચાંચો મારી હશે. પણકોઇની મંથરા ગીરી કામયાબ આવી નહોતી.હરિતાના આવા પ્રેમાળ વર્તન ને લાગણીનો જવાબ હેમાલીએ કર્તવ્યનિષ્ઠાથી આપ્યો હતો.આજસુધી બે નાના બાળકો ને એકલી ઉપર જ ઘરની જવાબદારી હતી,એટલે બહાર હરવા ફરવાની કે વેકેશન માણવાની તક હરીતાને મળી નહો તિ. હવે હેમાલી એ ઘણી જવાબદારી ઉપાડી લીધી હતી. સાથે બન્ને બાળકોને પણ સંભાળી લીધા હતા એટલે હવે હરિતાને બેચાર દિવસ બહાર જવુ હોય તો જઇ શકતી. આવા સુખદ સંસારમાં એક ´એવો વંળાક આવ્યો કે પરિવાર વિખરાવાનો ભય ઉભો .એમાં કોઇનો વાંક નહોતો. એક રીતે દુઃખ જેટલૂ જ સુખ પણ હતુ. વાત એમ હતી કે હરિતાના ભાઇ બહેનોઅમેરિકામાં સ્થાયી થયા હતા . એમની પાછળ એના માબાપ પણ ત્યા ગયા હતા ને એમણે ત્યાના નાગરિક બનીને હરિતા માટે પણ અરજી કરેલી. હવે હરિતાને ત્યા સહકુટુંબ અમેરિકામા કાયમી રહેવાની પરવાનગી મળી. પરિવાર ને માબાપ સાથે લાંબા અંતરાલ પછી રહેવાનુ મળશે એ વિચારે એ આનંદથી ઝુમી ઉઠી પણ બીજી જ પળે હિમાલી ના વિલાયેલા ચહેરા પર નજર પડતા આનંદ ઓસરી ગયો બલ્કે વિમાસણમાં મુકાઇ ગઇ. હરિતાને જો કે દેશમાં કોઇ નિકટનુ સગુ નહતુ. જેકાંઇ હતુ તે અાટલા પરિવાર પુરતુ. પણ હેમાલીને તો દેશ કે પરદેશ સરખા જહતા. પરણીને પિયરપંથ હંમેશ માટે ગુમાવ્યો હતો.શરુઆતમાં પિયરપક્ષે થોડુ સમાધાન કરીને પ્રસંગોપાત બોલાવતા પણ એની હાજરીને લગભગ અવગણાતી ને હરીશને અપમાનીત કરાતો. એવુ લાગતુ કે એ માટે જ એને બોલાવાતા હતા.આવા એકાદ બે પ્રસંગ પછી હેમાલીએ જવાનુ બંધ કરી દીધુ.એટલે આપરિવાર જ એની દુનિયા હતી ને હવે નજીકના ભવિષ્યમા એ વિખુટી પડવાની હતી.
એમ તો હરિતા ને હર્ષને ય પરિવાર છોડતા દુઃખ તો થતુ હતુ. હરિતા હેમાલીની હાલતથી અજાણ નહોતી. એને દિલાસો આપતા કહ્યુ.' જો હેમા, આતો નવો દેશ જોવાની તક મળી છે તોજઇ આવીએ.રહેવુ જ પડે એવુ કોઇ બંધન તો નથી. ફાવે તો રહીશુ. નહિતર અહી ઘર તો છે ને નોકરી પણ ચાલુ છે. ' હેમાલીને એટલી તો આશા તો બંધાણી કેકદાચ ! આવા મનોમન આશા ,દિલાસા ને વચનો સાથે બે પરિવાર છુટા પડ્યા.હર્ષ ને હરિતાએ બે સંતાનો સાથે અમેરિકામાં પગ મુક્યો. સમય એમના પક્ષે હતો કે ઝડપથી ને ઝાઝા સંધર્ષ વિના ગોઠવાઇ ગયા. હરિતાના ભાઇઓના વિકસાવેલા ધંધામાં ગોઠવાતા હર્ષને વાર ન લાગી તો હરિતા મા પાસે બન્ને બાળકોએ મુકીને કામમાં જોડાઇ ગઇ.
બસ, પછી તો પૈસા હાથમાં આવ્યા ને એક પછી એક સપનાની વણઝાર શરુ થઇ ગઇ. નવી કાર, આગવુ મકાન,મુલ્યવાન ફરનીચર, અવનવી સજાવટ, મકાનની આગળપાછળ પોર્ચ,એમાં પણ હિંચકા, પાછળ મોટુ ખુલ્લુ મેદાન, બાળકો માટે સ્વિમીંલપુલ ને રમતગમતના સાધનો, વરસે બે વખત સહકુટુંબ પ્રવાસ.હરએક સપના સાકાર થવાની શક્યતા સહેલી લાગતી હતી. વતનમાં પાછા ફરવાની ઇચ્છા ધીમી પડવા લાગી.હવે એમાત્ર સરખામણી કરવા જ યાદ કરાતુ.તો સ્વજનોની સ્મૃતિ કામના બોજા નીચે ઝાંખી પડવા માંડી.પ્રેમનો ખાલીપો ભૌતિક ચીજોથી ભરાવા લાગ્યો.બાળકોના ઉજળા ભવિષ્યની તકો અહી રહીજવાના પલ્લામાં જમા થવા લાગી. એમ રહી જવાના અનેક કારણો સામે ત્યા રહી ગયેલા પરિવારને પણ વહેલા મોડા અહી બોલાવી લેવા એવી યોજના ઘડાઇ.ઉપરાંત હર્ષના કુટુંબમા પણ નવા એક સભ્ય 'કિશન' નો ઉમેરો થયો હતો હર્ષે અહિનુ નાગરિકત્વ મેળવ્યુ ને હરેશ માટે અરજી આપી દીધી. પણ હેમાલી હતાશ થઇ ગઇ હતી. એકલતા એને કોરી ખાતી હતી.શરુઆતમાં તો આશા યહતી કે હર્ષની નોકરી ચાલુ છે એટલે કદાચ ચાર છ મહીના ફરી પાછા આવી જશે.પણ એ અવધિ પણ પુરી થઇ ને હર્ષનો ફોન આવ્યો કે એણે નોકરીમાથી રાજીનામુ આપી દીધૂ છે ને અમેરિકામાં ઠરીઠામ થવાના છે. આર્થિક રીતે પગભર થઇ ગયા છે, છોકરાઓને સ્કુલમાં ફાવી ગયુ છે. સમાચાર સારાજ હતા. હેમાલીએક બાજુ ખુશ હતી તો દુઃખ પણ એટલુ જ હતુ. બાળકો વિના ઘર સુનુ લાગતુ. સાંજ સુમસામ લાગતી. નોકરી કરતી હતી એટલે દિવસ તો પસાર થઇ જતો પણ રજાઓમાંં વિજોગ વધારે સાલતો. ભવિષ્યમાં ફરીથી અમેરીકામાં સાથે રહી શકવાની આશાએ થોડી રાહત થઇ પણ એ સપનુ તો ક્ષિતિજ પર દુર દુર ઝાંઝવાના જળ જેવુ લાગતુ હતુ ને વચ્ચે બળબળતુ રણ હતુ. આશાના આવા પાતળા તંતુ પર કેટલુ વજન શકાય? ક્રમશઃ
.
એમ તો હરિતા ને હર્ષને ય પરિવાર છોડતા દુઃખ તો થતુ હતુ. હરિતા હેમાલીની હાલતથી અજાણ નહોતી. એને દિલાસો આપતા કહ્યુ.' જો હેમા, આતો નવો દેશ જોવાની તક મળી છે તોજઇ આવીએ.રહેવુ જ પડે એવુ કોઇ બંધન તો નથી. ફાવે તો રહીશુ. નહિતર અહી ઘર તો છે ને નોકરી પણ ચાલુ છે. ' હેમાલીને એટલી તો આશા તો બંધાણી કેકદાચ ! આવા મનોમન આશા ,દિલાસા ને વચનો સાથે બે પરિવાર છુટા પડ્યા.હર્ષ ને હરિતાએ બે સંતાનો સાથે અમેરિકામાં પગ મુક્યો. સમય એમના પક્ષે હતો કે ઝડપથી ને ઝાઝા સંધર્ષ વિના ગોઠવાઇ ગયા. હરિતાના ભાઇઓના વિકસાવેલા ધંધામાં ગોઠવાતા હર્ષને વાર ન લાગી તો હરિતા મા પાસે બન્ને બાળકોએ મુકીને કામમાં જોડાઇ ગઇ.
બસ, પછી તો પૈસા હાથમાં આવ્યા ને એક પછી એક સપનાની વણઝાર શરુ થઇ ગઇ. નવી કાર, આગવુ મકાન,મુલ્યવાન ફરનીચર, અવનવી સજાવટ, મકાનની આગળપાછળ પોર્ચ,એમાં પણ હિંચકા, પાછળ મોટુ ખુલ્લુ મેદાન, બાળકો માટે સ્વિમીંલપુલ ને રમતગમતના સાધનો, વરસે બે વખત સહકુટુંબ પ્રવાસ.હરએક સપના સાકાર થવાની શક્યતા સહેલી લાગતી હતી. વતનમાં પાછા ફરવાની ઇચ્છા ધીમી પડવા લાગી.હવે એમાત્ર સરખામણી કરવા જ યાદ કરાતુ.તો સ્વજનોની સ્મૃતિ કામના બોજા નીચે ઝાંખી પડવા માંડી.પ્રેમનો ખાલીપો ભૌતિક ચીજોથી ભરાવા લાગ્યો.બાળકોના ઉજળા ભવિષ્યની તકો અહી રહીજવાના પલ્લામાં જમા થવા લાગી. એમ રહી જવાના અનેક કારણો સામે ત્યા રહી ગયેલા પરિવારને પણ વહેલા મોડા અહી બોલાવી લેવા એવી યોજના ઘડાઇ.ઉપરાંત હર્ષના કુટુંબમા પણ નવા એક સભ્ય 'કિશન' નો ઉમેરો થયો હતો હર્ષે અહિનુ નાગરિકત્વ મેળવ્યુ ને હરેશ માટે અરજી આપી દીધી. પણ હેમાલી હતાશ થઇ ગઇ હતી. એકલતા એને કોરી ખાતી હતી.શરુઆતમાં તો આશા યહતી કે હર્ષની નોકરી ચાલુ છે એટલે કદાચ ચાર છ મહીના ફરી પાછા આવી જશે.પણ એ અવધિ પણ પુરી થઇ ને હર્ષનો ફોન આવ્યો કે એણે નોકરીમાથી રાજીનામુ આપી દીધૂ છે ને અમેરિકામાં ઠરીઠામ થવાના છે. આર્થિક રીતે પગભર થઇ ગયા છે, છોકરાઓને સ્કુલમાં ફાવી ગયુ છે. સમાચાર સારાજ હતા. હેમાલીએક બાજુ ખુશ હતી તો દુઃખ પણ એટલુ જ હતુ. બાળકો વિના ઘર સુનુ લાગતુ. સાંજ સુમસામ લાગતી. નોકરી કરતી હતી એટલે દિવસ તો પસાર થઇ જતો પણ રજાઓમાંં વિજોગ વધારે સાલતો. ભવિષ્યમાં ફરીથી અમેરીકામાં સાથે રહી શકવાની આશાએ થોડી રાહત થઇ પણ એ સપનુ તો ક્ષિતિજ પર દુર દુર ઝાંઝવાના જળ જેવુ લાગતુ હતુ ને વચ્ચે બળબળતુ રણ હતુ. આશાના આવા પાતળા તંતુ પર કેટલુ વજન શકાય? ક્રમશઃ
.
Monday, December 12, 2016
તપસ્યા ભાગ ૪
એક ઘેરી ચુપકીદી અખા પરિવારને વિંટળાઇ રહી હતી. એસિવાય વાસંતીબેનેએક ફેરફાર જોયો કે અવની નવલકથા કે છાપા,મેગેજીન ને બદલે ધાર્મિક બુકો વાચ્યા કરતી. એટલુ તો સારુ થયુ કે એની રીસ, ગુસ્સો ને નિરાશા ધર્મ તરફ વળી હતી. દુઃખી આત્મા પ્રભુ શરણે જાય ે તો સારી નિશાની ગણાય. છતાય મા તરીકે જીવ બળતો હતો લજ્જીત પણ હતા કેઆવી દિકરીને એણે બોજ ગણીને ને એના સ્વમાનને ઘાયલ કર્યુ હતુ. એની હિંમત ને હીર ને પારખવામાં ઉણા ઉતર્યા હતા. માફી માગવાનુ કે ચર્ચા વિચારણા કરવાનુ મન થતુ.પણ આવાત પર એવો ભોગળ ભીડાઇ ગયો હતો કે એને કેમ ખોલવો એ જ મુંઝવણ હતી. આ કાઇ રમકડા, કપડા કે ઘરેણા કે કોઇ ભૌતિક સુખથી મનાઇ જાય એવી સામાન્ય દિકરી નહોતી. એક દિવસ અવનીના મનોમંથનનુ પરિણામઆવ્યુ. એક દિવસ સાંજે મા ને પાસે બેસાડીને પોતાની બધી વસ્તુ સોંપી દીધી. એ સંસાર ત્યાગીને બીજે જ દિવસે દિક્ષા લઇ રહી હતી! વાસંતીબેનને કદાચ અવનીએ ગૌરવભર્યો રસ્તો અપનાવ્યો એ બદલ આનંદ થયો હોત. પણ એના છેલ્લા શબ્દો હતા ' મા. એક રીતે નહિ તો બીજી રીતે તારોબોજ ઉતારુ છું હવે તો તારે મારામાટે શરમાવુ નહિ પડે ને" તો આ વૈરાગ્ય નહોતો પણ સંસારીઓ તરફ રોષ હતો. આવો વૈરાગ્ય મનને શાંતિ આપે ખરો ? સૌથી વધારે આઘાત અનુને લાગ્યો. સાધ્વીઓના ટોળામાં અલંકારવિહિન ચહેરો ને વાળવગરનુ મસ્તક. આંખોમાં કોઇ જાનપહેચાન નહિ. અવની પાસે દોડીજવા છટપટતી અનુનો હાથ મા એ સખત પકડી રાખ્યો હતો. અનુએમાત્ર બેન જનહિ પણ મિત્ર, માર્ગદર્શક ગુમાવી હતી જે ખોટ એને હંમેશા સાલી હતી.ત્યારથી એ શૂન્ય થઇ ગઇ હતી. આજે એ મા ને આંગણે ના એક સંસારીને આંગણે ભીક્ષા માટે આવી હતી.આજે એ જોતા જ હૈયુ હરખી ઉઠે એવી દિકરી તરીકે નહોતી આવી. એને વંદી શકાય પણ પોતાની ન કહી શકાય.એ આવીને આંગણામાં ઉભી રહી. એમના તરફ કરુણાસભર સ્મિત કર્યુ. વાસંતીબેનની આંખો છલકાઇ ગઇ. જયારે અનુ તો બારીએથી જોઇ રહિ હતી. બેનને જો બેન તરીકે બોલાવી ન શકાય તો કોઇ સાધ્વીને મળવામાંએને રસ નહોતો ધણી સમજાવટ પછીય એ બહાર ન જ આવી. માત્ર બારીએથી પરાઇ થઇ ગયેલી બેનને જોઇ રહી. પણ આ છેલ્લી મુલાકાત નહોતી. ત્યાર પછી એકાદ વરસે અવની મા ને મળવા આવી હતી. હા, મા નેજ મળવા. હવે તે સાધ્વી નહોતી પણ સંસારી હતી. સાથે એક સુંદર યુવાન હતો. 'મા, આ કવન છે. એણે પણ એની પ્રેયસીના વિશ્ર્વાસ ધાતથી દુઃખી થઇને સન્યાસ લીધેલો. અમને સમજાયુ કે માત્ર આપણા વ્યકિગત દુઃખથી હારીને આપણે ધર્મના બહાના નીચે સંસાર તરફના વૈરાગ્ય તરીકે દિક્ષા લઇએ છીએ. આપલાયનવાદ છે જેનાથી વ્યકિત કે સમાજ કોઇનુ કલ્યાણ થતુ નથી બલ્કે એમાથી ઘણા અનિષ્ટ ઉભા થાય છે.આવા દંભીજીવનથી ધર્મમા સડો પેસે છે. એટલે સન્યાસ ત્યાગી અમે વિવાહ કરી લીધા છે. વા સંતી બેન સ્તબ્ધ થઇ ગયા. છેવટ ે અવનીને જ કહેવુ પડ્યુ.' મારા પગલાથી તને દુઃખ થયુ હોય તો માફ કરજે' ' નહિ. માફી તો મારે તારી માગવાની લાંબા સમયથી બાકી છે' વાસંતીબેને આંસુ સાથે બન્નેને માથે હાથ મુક્યો ને વાતાવરણ આનંદથી છલકાઇ ગયુ. સંપુર્ણ
એકઅપરાધનો બોજ બન્નેના મન પરથી હઠી ગયો.
એકઅપરાધનો બોજ બન્નેના મન પરથી હઠી ગયો.
Subscribe to:
Posts (Atom)