Saturday, March 11, 2017
જે પોષતુ એજ મારતુ ભાગ ૪
એ એક દિવસ જાણે અચાનક સુરખીને રસ્તામાં મળી ગયો!' હાય સુરખી, શાદી મુબારક. હુ લગ્નમાં હાજર ના રહી શક્યો. હમણા જ બહારગામની આવ્યો. ભઇ તુ તો પરદેશીને પરણીને દેશીને ભુલી ગઇ હોઇશ. જવા દે. તુ સુખી તો છે ને?' એણે આખી વાતને બહુ સહજ બનાવવાનો અભિનય કર્યો. સુરખીના મનમાં ગુનાહિત લાગણી તો હતી જ,સાથે ભવાનીનુ આવુ ઉદાર વર્તન! એને વધારે ભીંજવી ગયુ. એ લગભગ રડી પડી.' સુરખી, જે થયુ તે, તારા સુખને ખાતર એકલી જીંદગી તારી યાદમાં આપણા પ્રેમના સહારે જીવી જઇશ' એણે દેવદાસની અદામાં કહ્યુ. આવી એકાદ બે અછડતી મુલાકાતમાં એણે સુરખીને મનાવી લીધી. એ પ્રમાણે સુરખી કેનેડા જાય, કોઇપણ કારણ બતાવી એના પતિને છુટાછેડા આપવા મજબુર કરે, એ દરમ્યાન ભવાની પણ ત્યા પંહોચી જાય ને બન્ને પરદેશની ધરતી પર પરણી જાય ને બહારથી એમ લાગે કે ભવાનીએ એનો હાથ પકડીને એના પર ઉપકાર કર્યો છે. સુરખીને આ સમયે આ યોજનામાં કશુ અજુગતુ ન લાગ્યુ. નિયત સમયે વિસા મળતા એ કેનેડા આવી ગઇ. યોજના પ્રમાણે ઘરના સભ્યોથી અતડા રહેવુ, કોઇ વાતમાં ભાગ ન લેવો, ચિરાગ તરફ ઉદાસીનતા ને ઉપેક્ષા. કોઇના લાગણીના બંધનમાં કે દબાણમાં ન આવવુ. છેવટ આલોકો થાકીને સામેથી એને છુટી કરી દે. એટલે એનો કયાય વાંક ન આવે. પણ એની ઇચ્છા વિરુધ્ધ એ ઘરમાં બધા જોડે એટલી ભળી ગઇ કે આગલી યોજના ભુલાઇ ગઇ. કારણકે ઘરમાં એને એટલો પ્રેમ ને આદર મળ્યો. હવે આ ધર છોડવાનુ એ સપને ય ન વિચારી શકે. પણ ભવાની નહોતો ભુલ્યો ને એના વચનની યાદ અપાવવા જ આ ફોન આવ્યો હતો. હા, એ કેનેડા આવી ગયો હતો, કઇ લાયકાતે? આમ તો પૈસા સિવાય એની કોઇ યોગ્યતા નહોતી. આવા એકાદ બે સંદેશા સુરખીએ અવગણ્યા પછી એ આજે છેલ્લે પાટલે બેસી ગયો હતો. એની ધમકી કાનમાં પડધાતી હતી' યાદ રાખજે, અહી તો ઠીક પણ દેશમાં ય તારા પરિવારના બુરા હાલ કરીશ. હુ તારા જેવી દગાખોર પ્રેમિકાઓને એવો પાઠ ભણાવીશ કે આવી વિશ્રવાસઘાતીઓની યાદગીરી સતેજ રહે. બાકી તારા જેવી તો મારી કામવાળીઓ છે' તો 'જે પોષતુ તે મારતુ'એ કેટલુ સત્ય હતુ?નાનપણની એ રોટીની કિંંમત વસુલ કરવા એ પણ વ્યાજ સાથે શરીફ આવી ગયો હતો! એ ઘેર તો માંડ પહોંચી. રોજની માફક આખો પરિવાર સાંજના જમણ માટે એની રાહ જોતો બેઠો હતો. નણંદે મીઠી મજાક કરતા કહ્યુ. 'આજે તોભાભીની મનપસંદ મીઠાઇ છે એટલે આપણા માટે કશું નહિ બચે.' આવી કેટલીય રસપ્રદ ને મજાક વચ્ચે જમણ પુરુ થયુ. પણ બધાએ એ તો જોયુ કે આજે સુરખી ચુપ હતી. ઉદાસ કે વધારે જોઇએ તો ગમગીન હતી. ચિરાગે પણ એ જોયુ. પણ જાહેરમાં પુછવાનુ ટાળ્યુ. રાતે શયનકક્ષમાં એને વિશ્રવાસમાં લઇ આખી વાત જાણી. તો સુરખીએ બધુ જ જણાવી દીધુ. આ પાર કે પેલે પાર. એકને તો ગુમાવવાનો જ હતો.વાત સાંભળી ચિરાગ પણ વિચારમાં પડી ગયો. થોડો વિચારકરી એણે પોતાની યોજના સમજાવી. બીજે દિવસે સુરખીની નોકરી પાસેના કોફી શોપમાં એનો આખરી ફંેસલો સાંભળવા ભવાની આવવાનો હતો. સુરખી એ યોજના પ્રમાણે જાણે કોઇથી ભાગતી હોય એમ ચારેબાજુ કાતરનજરથી જોતી કોફીશોપમાં ભરાઇ. એ જ સમયે ભવાની એની પાછળ પાછળ દોડયો ને એની પાછળ પોલીસ દોડી. ભવાની કાઇ સમજે એ પહેલા પોલીસે એના હાથમાં હાથકડી પહેરાવી ને કહ્યુ. 'તમને એક સ્ત્રીનો એની ઇચ્છા વિરુધ્ધ પીછો કરવાના ગુનામા પકડવામાં આવે છે. હવે બીજો સવાલ.તમારી પાસે આ દેશમાં રહેવાનુ કાયદેસર કોઇ પ્રમાણ હોય તો બતાવો' ભવાની શું બોલે કે શું બતાવે. એ ધોયેલા મુળા જેવો દેશમાં પાછો આવ્યો ને પોતાની દાઝ ઉતારવા માસ્તરને ધેર દોડ્યો તો એ પણ પરિવાર સાથે અદ્રશ્ય થઇ ગયા હતા. પુર્ણ
Friday, March 10, 2017
જે પોષતુ તે મારતુ ભાગ ૩
પછી તો સુરખીની હાલત કાઇક આવી થઇ. મન જરાક નવરુ પડે એટલે ભવાનીના જ વિચાર આવે.એને યાદ કરતા જ મોઢા પર સ્મિત ફરકી જાય. અકારણ કોઇ પ્રેમગીત યાદ આવી જાય. સુખ ને સુરક્ષાની અનુભુતિ થવા માંડે.એની હાજરી કરતા ગેરહાજરીમાં એ વધારે મોહક લાગે. શું આને જ પ્રેમ કહેવાતો હશે?શું એને પણ આવી જ લાગણી થતી હશે?જોકે હજુ સુધી એવો કોઇ અણસાર પોતે આપ્યો નહોતો કે સામેથી એને મળ્યો નહોતો. પણ પ્રેમ છુપ્યો છુપાતો નથી ને! હવે કયારેક આયોજીત કે અચાનક મુલાકાતો થવા લાગી. બન્નેની એમાંસંમતિ હતી. જોકે નાના શહેરમાં સાવચેતી રાખવી પડે. આવા સબંધોને જ્યા સુધી સમાજમાન્ય સંમતિ ન મળે ત્યા સુધી .
સુરખીના માબાપને જાણ થઇ. એણે દિકરીને ભયસ્થાન સમજાવ્યા'બેટા, અાપણા સમાજમાં હજુ ધનવાન ગરીબના ભેદ છે. ભવાનીના માબાપ સજ્જન માણસો છેએમાં ના નથી. પણ એના દિકરા વિષે મે તપાસ કરી છે. અભ્યાસમાં ઠીક પણ ચારિત્ર્ય બરાબર નથી. હુ સામાન્ય યુવાનોના સ્વભાવિક વલણ કે છોકરમતની વાત નથી કરતો. એટલે અમારી નામરજી છે. છતા તારે આગળ વધવુ હોય તો એને ચકાસી જોજે' આ ચેતવણી પછી એ થોડી સાવધાન થઇ ગઇ. એટલામાં એક બીજી ધટના બની. એક દિવસ એ કોલેજથી ધેર આવી તો આંગણામાં કાર જોઇ. આવા ઠાઠથી આવવા વાળુ કોણ હશે? હા, કોઇ અજાણ્યા મહેમાનો હતા. એને લઇને આવનારા સુરખીના કાકા ને સાથે એક સુંદર યુવાન ને કદાચ એના માબાપ. જેવી એ આવી કે બધાનુ ધ્યાન એના તરફ ખેંચાયુ. એ જાણે ધ્યાનનુ કેન્દ્ર બની ગઇ. એની જ રાહ જોવાતી હતી! સામાન્ય વાતો થઇ ને જમી પરવારી મહેમાનો ગયા. પછી એને જાણ થઇ કે આ તો "પરદેશી પોપટ'એના વરણ કે હરણ માટે જ આવ્યો હતો. એકાદ દિવસમાં કાકાનો ખુશીનો સંદેશો આવી ગયો.વધારે વાત ચેરાય એ પહેલા માસ્તરદંપતીએ માગુ સ્વીકારી લીધુ. સામી પાર્ટી પાસે ખાસ સમય નહોતો એટલે એક જ અઠવાડીયામાં કોર્ટમેરેજ થઇ ગયા ને એકાદ અઠવાડીયાનુ સહજીવન, કોન્સયુલેટમાં વિઝા માટે અરજી કરીને ટુંક સમયમાં મિલનની આશા આપી 'પોપટ' પાછો ઉડી ગયો. હવે ભવાનીએ આજાણ્યુ,એ પહેલા તો મરુ કે મારુ થઇ ગયો. એનો અહમ ઘવાયો ને આ બેવફાઇ ને વિશ્રવાસઘાતની પ્રેમિકાને શુ સજા કરવી? એની યોજના વિચારવા લાગ્યો. પણ એના એક દોસ્તે આવા મારકાપ કરતા બીજી જ તરકીબ બતાવી. ક્રમશઃ

જે પોષતુ તે મારતુ ભાગ ૨
હા. આ ભુત કબરમાથી નહિ પણ દરીયાપારથી આવીને એના ફોનમાં પ્રગટ થયુ હતુ. એ હતો ભવાની. એનો પ્રથમ પ્રેમ. કંઇક અંશે પોષક.
સુરખી એને બચપણથી જાણતી હતી. સુરખીના બા રમાબેન હોસ્પિટલમાં આયા તરીકે કામ કરતા. પણ એની આવડત ને નવુ શીખવાની ધગશ. એટલે નર્સોની સાથે કામ કરતા કરતા અનુભવે ઘણુ જ્ઞાન હતુ. કયારેક એવી આળસુ નર્સો એના પર પોતાનુ કામ છોડીદેતી ને એ કુશળતાપુર્વક પાર પાડતા. દિપાબેન ને ભાઇલાલ ગામના સંપન્ન્ માણસો,ભવાની એમનો મોટો દિકરો. ભવાની ત્રણ વરસનો હતો ને દિપાબેનને બીજી પ્રસુતિ માટે હોસ્પિટલમા જવાનુ થયુ. પ્રસુતિ બહુ કષ્ટદાયક હતી. એ સમયે એમની સારવારમાં રમાબેને દિલ દઇને કામ કર્યુ. ઘરના માણસની જેમ. એમને બે માસ જેવુ હોસ્પિટલમાં રહેવાનુ થયુ. એ દરમિયાન બન્ને વચ્ચે નવો જ નાતો બંધાઇ ગયો. દિપાબેનને રજા મળી,પણ હજુ બહુ નબળાઇ લાગતી હતી. સાથે નાના બાળકની જવાબદારી. એમણે રમાબેનને સમજાવ્યા. એમની અત્યારની નોકરી કરતા વધારે પગારઆપવાની તૈયારી દર્શાવી. રમાબેન માની ગયા.એ સમયે સુરખી પણ ભવાનીની ઉંમરની. સુરખીના પપ્પા પ્રાથમિક શાળાના શિક્ષક. એટલે દિપાબેને સુરખીને પણ સાથે લાવવાનુ સુચન કર્યુ. એ રીતે સુરખી ને ભવાની સાથે ઉછરવા લાગ્યા.
ભવાની એક બાળક તરીકે બહુ સરળ હતો. એ પોતાની ખાવાપીવાથી માંડી રમકડા બધી વસ્તુ સુરખીને આપતો. એટલે રમાબેનને આનંદ ને રાહત થતી. તો સુરખીને પોતાના ઘર જેવો અહેશાસ થતો. તો શ્યામભાઇ સુરખીના પપ્પા ભવાનીને ભણાવતા. એમ પરસ્પર ચાલતુ. બન્ને બાળકોએ પ્રાથમિક શાળા પુરી કરી. પછી તો સુરખી જાતે ઘેર એકલી રહી શકતી. બાપદિકરી સાથે શાળામાં આવતા જતા. એ જ સમયે ભાઇલાલે સોસાયટીમાં નવુ મકાન લીધુ. રમાબેને પણ એ કામ છોડી દીધુ. એટલે હાઇસ્કુલમા બન્નેનો સંપર્ક નહિવત થઇ ગયો.સહશીક્ષણ હજુ શરુ થયુ નહોતુ
પણ કોલેજમાં પાછા બન્ને ભેગા થઇગયા. પણ હવે એ શૈશવ ને એ ભોળપણ નહોતુ રહ્યુ. યૌવનનો પ્રથમ સ્પર્શ ને પરસ્પરની જોવાની દ્રષ્ટિ બદલાઇ ગઇ હતી. બન્ને એકબીજાને ચોરીછુપીથી જોઇ લેતા . ખાસતો સુરખી ક્રમશઃ

જે પોષતુ જે મારતુ ભાગ ૧
સુરખી વરસ દાડા પહેલા જ દેશ ને પ્રેમાળ પરિવાર પરિવારની વિદાય લઇને કેનેડા સાસરે આવી હતી. માબાપ ને ભાઇભાંડુનો વિરહ સાલતો. કદીક આંસુ આવી જતા. કેવુ હશે સાસરુ? પોતે નાના ગામની સામાન્ય પરિવારની છોકરી. આખી મુસાફરીમાં એ જ વિચારો.મિલન ને વિરહની મિશ્ર લાગણી વચ્ચે પ્રવાસ પુરો થયો. કસ્ટમ બતાવી બીજા મુસાફરો જોડે વેઇટીંગ રુમમાં આવી. બારીના કાચમાથી બરફ વર્ષા કદાચ પ્રથમ વખત જોઇ. થોડી ઉતેજના થઇ. સાથે પવનનુ જોર હતુ. એટલે બરફ ઉડતો હતો. બારણુ ખુલે ત્યારે ઠંડા પવનની લહેરખી ધ્રુજાવી જતી. લોકો લાંબા ભારેસલ્લ કોટ ને હેટ ગરમ પોશાકમાં સજ્જ હતા. એ પણ બધા ઉતારુની માફક પોતાના તેડાગર ને મનના માણીગરના ઇંતજારમાં હતી. ને કલાકેક પછી એની પ્રતિક્ષાનો અંત આવ્યો. ચિરાગ એને ખોળતો કાઉન્પર આવ્યો ને એક નજર મુસાફરોના લિસ્ટ નાખી. એની નજરમા ય તડપન હતી. બે નજર એક થઇ. જાણે ધરતી ને આભનુ મિલન. જોકે આટલા લોકોની સામે ચિરાગનુ આલિંગન એને શરમાવી ગયુ. એણે ચહેરો દુપ્પટામાં સંતાડી દીધો. ચિરાગ હસી પડ્યો ને કમરે હાથ વિંટાળી નવી દુલ્હનને બહાર લાવ્યો. રસ્તામાં બરફના તોેફાનને લઇને ખાસ વાહનવ્યવહાર નહોતો. બરફને કારણેજ એ સમયસર આવી નહોતો શક્યો. છેવટે ઘર આવ્યુ! હા પોતાનુ ઘર! એ ઉતરી ને સાથે પવનના જોરદાર ઝાપટથી પડતા પડતા રહી ગઇ. હા,એનો વેશ ને ચપ્પલ આ વાતાવરણને જરા ય અનુસંગત નહોતા. છેવટે ગૃહપ્રવેશ ને ઉષ્માભર્યુ સ્વાગત. બહાર ભલે ઠંડી હતી પણ ઘરમાં ઉષ્મા હતી ને ખાસ તો સાસુસસરા ને દિયરનંણદનો પ્રેમાળ આવકારમાં એ બધુ ભુલી ગઇ. ને આખરે પિયુમિલન. સમય અહી હંમેશ માટે થંભી જાય તો! પણ કાળનુ ચક્ર તો ફરતુ જ રહે છે. સારાનરસી પળો સરતી જાય છે. માણસને એના પ્રવાહમાં ઘસડાવાનુ જ રહે છે જો પ્રવાહ સાથે સરવા કે તરવાની તૈયારી ન હોય. નવજીવનનુ પરોઢ. એ તૈયાર થઇને નીચે આવી ત્યા સુધીમાં સવારનો નાસ્તો ડાઇનીંગ ટેબલ પર ગોઠવાઇ ગયો હતો. દેશ પરદેશ બન્ને પ્રકારની વાનગી હતી. માત્ર એની જ રાહ જોવાતી હતી. એને આનંદ સાથે થોડો સંકોચ પણ થયો.
પછી તો સરલાબેને એને બધી રીતરસમ શીખવી ને ટુંકસમયમાં ઘરકામમાં માહીતગાર કરી દીધી. કારણ બધા જ નોકરી કરતા હોય એટલે સહકારથી જ ઘર ચાલે. પછી તો સુરખીએ પણ ભણવાનુ ચાલુ કરી દીધુ. સાથે પાર્ટટાઇમ નોકરી પણ શરુ કરી. બે વરસમાં એનુ ભણતર પુરુ થયુ ને સારી નોકરી પણ મળી ગઇ. પછી જીવનનુ બીજુ પ્રકરણ એ એણે ભારતમાં અધુરુ છોડ્યુ હતુ એ શરુ થયુ.
એક સાંજે ઓફિસ છુટવાનો સમય થઇ ગયો ને એ પોતાનુ કામ આટોપતી હતી ને ફોનની રીંગ વાગી. કોઇ અજાણ્યો સંદેશો હતો. સંદેશો વાચતા એને ઘડીક તો સમજાયુ નહિ. નહિ એ અહીયા કયાથી હોય ?ને હોય તો મારો ફોન કેવી રીતેમળે? જો કે આજના ટેકનોલોજીએ પ્રાઇવસી જેવુ રહેવા નથી દીધુ.માણસને માણસથી સંતાવાની જગ્યા નથી રહી. સંદેશો વાચતા એ ધ્રુજી ગઇ. એરકંડીશન ઓફીસમાં ય પરસેવો થઇ ગયો. નજર સામે ભુતકાલનુ ભુત ધુણવા માંડ્યુ ક્રમશ

Wednesday, March 1, 2017
આધુનિક વાલ્મિ કી
પ્રતાપભાઇ એના નામ પ્રમાણે પ્રતાપી હતા. એના પ્રતાપથી ખોટુ કરવા વાળા ડરતા. એના હાથ નીચેકામ કરવાવાળા ને ઉપરી અધિકારીઓ પણ એ વાત કબુલ કરતા. એની નિષ્ઠા વિષે બે મત નહોતા. લાંચ કે બક્ષિસને પોતાનો અધિકાર સમજતા કેટલાક કર્મચારીઓને એની સામે અસંતોષ ખરો. સાથે એ પણ હતુ કે પ્રતાપભાઇ કોઇને અકારણ હેરાન ન કરતા. સાચી ફરિયાદને સાંભળીને એનો તરત નિકાલ લાવતા. એટલે એમનુ માન ખરુ. પણ કોઇને ખટકે તો પાછળથી બળાપો કાઢે કે સાલો ખાતો ય નથી ને ખાવા દેતો ય નથી.
આવા નીતિમાન માણસોની કસોટી પણ આગમાં થાય છે સોનાની જેમ.બહાર તો પરાયા લોકો પણ ઘણીવાર ઘરના જ ધાતકી હોય છે. લાગણીઓનુ દબાણ પણ ઓછુ નથીહોતુ. ગૃહસ્થાશ્રમને શાંત રાખવા કમાતા માણસને કયારેક પોતાની નીતિમતાનુ બલિદાન આપવુ પડતુ હોય છે. પ્રતાપભાઇની હાલત કાંઇક આવી હતી. ઘરમાં બે ટીનેજર દિકરો ને દિકરી ને શોખીન પત્નિ. મોટો હોદ્દો જોઇને પરણેલી. બાળકોને ય આવા જ સંસ્કાર ને કેળવણી. પરિણામ એ કે રોજ બજારમાં કાંઇક નવુ આવે. ત્રણે ય તૈયાર જ હોય.વસાવેલુ સરસ ધર તો ખરુ જ. એક જમાનામાં જે મોજશોખ ને માભાની ચીજો ગણાતી ફ્રિજ,ટીવી, વોશરડ્ાયર કેફોન આ સમયમાં જરુરિયાત ને સામાન્ય બની ગઇ છેએ તો બરાબર. પણ એ સિવાયની વસ્તુઓ કે જે માત્ર દેખાદેખીથી ને દેખાડા માટે જ. આ જ તો તકલીફ છે ને કે જેને પૈસો કમાવા જવુ નથી પડતુ કે પૈસો આસાનીથીઆવે છે,એને જરુરી કે બિનજરુરી ખરીદીનો વિવેક નથી હોતો.
પ્રતાપભાઇ ઘરના લોકોની આવી મનોવૃતિ કંટાળ્યા હતા. ઘરમાં છાંસવારે નાનામોટા ઝઘડા, અસંતોષ, અણગમો ને મેણાટોણા, ને બીજા લોકો સાથેની સરખામણી. ખાસ કરીને આપણા કરતા ઓછુ કમાતા લોકો પાસે આપણા કરતા વધારે સારી ચીજો હોય. એક વખત આ બાબત એણે વિચાર કરીને એક યોજના બનાવી. સાંજે જમીપરવારી બધાને બેઠકરુમમાં બોલાવ્યા. ' જુઓ. આજે તમારા બધાની માગણીઓ ઉપર મે વિચાર કર્યો છે. મારાથી બનતુ કરીશ. તમે તમારી જોઇતી વસ્તુઓનુ લિસ્ટ બનાવી મને આપો' ત્રણે ખૂશ થઇ ગયા. આખરે પપ્પા પીગળ્યા ખરા! મોકો માંડ મળ્યો છે તો બધાએ જરુરી કે બિનજરુરી ચીજોનુ લાંબુ લિસ્ટ બનાવી નાખ્યું.
પ્રતાપભાઇએ ત્રણે ય લિસ્ટ જોયા. પછી પોતાની બેગ ખોલી ત્રણ ફોર્મ કાઢીને ત્રણેના હાથમાં પકડાવ્યા.' આ વાંચો, બરાબર વિચારો ને પછી સહી કરી મને પાછા આપો'. ફોર્મ વાંચીને ત્રણે ય ઉછળી પડ્યા. ' આ તમે શૂ માંડયુ છે? આવી તે કાંઇ શરતો હોય' તો છોકરા તો કલબલ કરવા માંડયા.' પપ્પા, અમને ઉછેરવાનો ને અમારી જરુરીયાત પુરી પાડવાની તમારી ફરજછે તો તમારી ભુલની સજા અમે શુંકામ ભોગવીએ'?. ' બાળકો, તમારી પ્રાથમિક જરુરિયાતો જેમ કે રોટી,કપડા ને મકાન, શિક્ષણ ને એને લગતી સવલતો એ મારી ફરજ. બાકી તમારા મોજશોખ માટે કમાતા શીખો. બાકી તમારા લિસ્ટ પ્રમાણે મારી આવક ઓછી પડે.તો પુરી કરવા વધારાના પૈસા માટે લાંચ રુશ્વત જ બાકી રહે. ધારો કે તમારા માટે એ પણ કરુ. પણ હુ પકડાઇ જાવ તો મારી સાથે તમારે પણ જેલમાં આવવુ પડે ને બદનામી આપણા બધાની સરખી.એ કબુલ હોય તો'. બન્ને બાળકો અણગમા સાથે રુમમાથી જતા રહ્યા. પછી એણે એની પત્નિને ઉદ્ેશીને કહ્યુ.' તું તો સવારમાં રામાયણનો પાઠ કરે છે. પારાયણ સાંભળવા જાય છે. તને એટલુ ન સમજાયુ કે વાલિયાના પરિવારે એના પાપમાં ભાગીદાર થવાની ના પાડી ને એણે પરિવારના પોષણ માટે એ લુંટફાટ કરતો તો એ છોડી દીધી. તમારા બિનજરુરી નખરા પોષવા હુ અનીતિ આચરુ ને કવચિત સજા ભોગવુ ને તમે છૂટી જાવ? ના, હુ આધુનિક વાલ્મિકી છુ. શોખ પુરા કરવા હોય ને તો આ કીટી પાર્ટીઓ, ઓટલાપરિષદો, સિરિયલોનુ વળગણ છોડો ને ગૃહઉદ્યોગો શરુ કરો. શરમ કામમાં નહિ, ખોટુ કરવામાં છે'.

Sunday, January 1, 2017
આઝાદી ભાગ ૨
આગલા અંક થી ચાલુ ' ઘંટડી માત્ર મે જ નહિ, આજુબાજુના ફલેટના લોકોને પણ સંભળાઇ હશે. ઘણા લોકોને ઉંઘમાં ખલેલ પણ પડી હશે. ને તને નવ વાગે ઘેર આવી જવાનો આદેશ હતો. અત્યારે રાતના બાર વાગ્યા છે. અર્ધી રાત્રે ભર ઉંઘમાથી ઉઠીને બારણુ ખોલવાનો મારો કોઇ પ્રોગ્રામ નહોતો.અમુલભાઇએ લાગણીવિહિન સ્વરે કહ્યુ. આરોહી એક પળ તો ઓઝપાઇ ગઇ. પપ્પા આજે બરાબર ના ગુસ્સે થયા છે ને પોતે થોડી વાંકમા ય હતી. એટલે વ્યાજબી લાગે એવા ખુલાસા વગર પુછ્યે કરવા માંડી. 'તમે કહોછો કે હવે હુ સ્વતંત્ર છું પુખ્ત થઇ ગઇ છુ તો નાની કિકલીની જેમ કોને ઘેર રમુ છુ ને કોની સાથે રમુ છે , કયારે ઘેર આવવાની છુ .આવા સવાલોના જવાબ આપવાના હોય? આરોહીએ જાણે કોઇએ એની સ્વતંત્રતા પર પ્રહાર કર્યો હોય એવા આક્રોશથી કહ્યુ. ' અહિ આવ ને મારી બાજુમા બેસ. આજે આપણે સ્વતંત્રતાની વ્યાખ્યા ને મયાર્દા સમજી લઇએ' એણે આરોહીને સોફા પર પોતાની બાજુની જગ્યા બતાવી. ' પપ્પા, આજે બહુ મોડુ થઇ ગયુ છે ને હુ પણ થાકી ગઇ છું. આપણે કાલે ચર્ચા ન કરી શકીએ? એણે છટકવાનો પ્રયત્ન કર્યો. સમજાઇ ગયુ હતુ કે આજે બહુ મોટુ ભાષણ મળવાનુ છે. ' કલ હો ના હો. કાલે કદાચ મોડુ થઇ ગયુ હશે. હવે તો તુ ઘરમા જછે ને.સવાર પડી જાય તો ય શું?અમુલભાઇના સ્વરમાં આદેશ હતો.ન છુટકે એ બાજુમા બેઠી. ' પહેલી વાત સમજી લે કે આઝાદીનો અર્થ અમર્યાદિત રઝળપાટ નથી. શિસ્ત વિનાની સ્વતંત્રતા એ બ્રેક વિનાની બાઇક જેવી છે.તમે ત્રાફિકના નિયમોનુ પાલન કરોછો ને, કોઇને ધક્કા મારીને આંતરીને આગળ નથી જવાતુ.તમારી માફક બાકીના બધાને રોડ પર ચાલવાનો હક છે.તમે ગમે કે ન ગમે પણ સ્કુલમાં શિસ્તનુ પાલન કરો છો. તો જ તમે ભણીશકો.એવુ જ ઘરમા ને વ્યકિતગત જીવનમાં છે.આઝાદી અંદરથી આવે છે. તમારી સ્વતંત્ર વિચારસરણી તમને નિર્ણયાત્મક પળે સાચો રાહ બતાવે છે. ધાર કે તારા થોડા મિત્રો દારુપીતા હોય કે કેફી પદાર્થ ની મજા માણતા હોય ને તુ ત્યા હાજર હોય ને તને એ લેવા માટે કે પીવા માટે એન કેન પ્રકારે આગ્રહ કરે તો તુ શુ કરે? તુ એના આગ્રહને વશ થઇ જાય એ બીકમાં કે તુ એકલીપડી જઇશ. તને કોઇ ગ્રુપમા બોલાવશે નહિ.તુ જુનવાણી ગણાઇશ.અથવા તારા મિત્રોની લાગણી દુભાશે.એનુ માન રાખવા, એ જાણવા છતા ય કે આ દારુ ને કેફી ડ્રગ બહુ જ હાનિકારક છે, આવા વ્યસનો માણસને વિનાશ તરફ લઇ જાય છે. છતાજ ઉપર બતાવ્યા કારણ સર તુ એલોકોના આગ્રહ કે દુરાગ્રહને વશ થઇ જાય તો એટલે અંશૈ તુ વૈચારિક ગુલામ ને નિર્બળ છે. નિર્બળ વ્યકિત સ્વતંત્ર નથી હોતી. તમારા નિર્ણયો માટે બધાની સંમતિ જરુરી નથી. તમારી નૈતિક હિંમત ને સત્યજાણ્યા પછી મક્કમ રહેવુ એ જ આઝાદી છે, અમુલભાઇએ સમજાવ્યુ. ' પણ પપ્પા , તમે જુના મિત્રો મળો કે એકબીજાને ત્યા બેસવા જાવ ને ત્યારે મોડુ નથી થઇ જતુ? કયારેક એવો વિષય નીકળી આવે ને બધા વાદવિવાદ કે ચર્ચા પર ઉતરી આવે ત્યારે સમયનુ ભાન ભુલાઇ જાય એવુ પણ બને ' આરોહીએ કાઇક વાજબી લાગે એવી દલીલ કરી.
'તારી વાત એટલા પુરતી સાચી, કવચિત એવુ બને પણ ખરુ.પણ તારી બાબતમાં તો છેલ્લા ઘણા વખતથી અનિયમીતતા આવી ગઇ છે.શુ દરેક વખતે આ જ કારણ હોય છે? બીજુ કે અમારા અમારા જીવનમાં જેમેળવવાનુ હતૂ એ સમયે અમે પુરતી મહેનત કરી છે.સફળતા હાંસિલ કરી છે. અત્યારે તમારો સમય છે.જીવનમાં કશુ મેળવવા માટે અત્યારે મહેનત કરવાને બદલે આવી અર્થવિહિન રઝળપાટ તમને તમારા રાહથી ભટકાવી દેશે. પછી તો જીવનભર પસ્તાવાનુ ને અભાવમાં સબડવાનુ જ રહેશે. ને આરોહીએ વધુ એક દલીલ કરી. એની મનગમતી કારણ કે દરેક વખતે એ પપ્પાને આ દલીલથી મહાત કરીદેતી.' તમારી વાત આટલા પુરતી સાચી, પણ આજના માહોલ પ્રમાણે સ્ત્રી પુરુષોને બધી જગ્યાએ સાથે કામ કરવાનુ થાય. એટલે એકબીજાને સમજતા શીખવુ પડે. સ્ત્રી દાક્ષિણ્યની વાતો હવે જુની થઇ ગઇ. હવે તો સ્પર્ધાત્મક દુનિયામાં બધા ક્ષેત્રે હરીફાઇ કરવાની રહેશે.કોઇ પોતાની સીટ ખાલી નહિકરે.એટલે અત્યારથી પરસ્પરની ખાસિયતો, જમા ઉધાર પાસા સમજી લેવામાં આવે તો છેતરાવાનો ભય નરહે.' ' પણ દિકરી,એને માટે રાતદિવસના ઉજાગરા, મોડી રાતોની રઝળપાટ જરુરી નથી.બધી વસ્તુના અખતરા નથી હોતા.શીખવાનુ આસિવાય ઘણી જગ્યાએ મળી રહે છે' અમુલભાઇએ જવાબ આપ્યો. " પણ પપ્પા, હુ કોઇ અજાણ્યા જોડે તોનથી રખડતી. એ બધા મારા જુના ને જાણીતા મિત્રો છે. આજના જમાનામાં છોકરા છોકરીઓની દોસ્તી ની નવાઇ નથી. તમે પણ એમને ઓળખો છો' આરોહીએ કહ્યુ. ' તારા મિત્રઓને હુ ઓળખુ એ મહત્વનુ નથી. પણ તારે જે રીતે ઓળખવા જોઇએ એ રીતે તુ ઓળખેછે.? મારુ કહેવાનુ એમની ચાલ ચલગત, એમના વિચારો, છોકરીઓ તરફનુ એમનુ વલણ. કારણકે એ પણ તમારી માફક કાચી ઉમરના જહોય. એમને મન તમે ઘડીભર રમવાનુ રમકડુ.આવા સંજોગોમાં ગુમાવવાનુ છોકરીઓને જ થાય.એટલે તમારે અમુક ભયસ્થાનો ઓળખી લેવા જોઇએ.પ્રત્યેક સમાજગમે તેટલો આધુનિક હોય, કુદરતી શારિરીક રચના પ્રમાણે પુરુષનો હાથ ઉંચો રહે છે.આસત્ય દરેક જમાનામાં સરખુ જ છે.પોતાને બિન્દાસ,આધુનિકને હોશિયાર માનતી છોકરીઓ છોકરાઓના પડકાર ઝીલી પોતાની બહાદુરી બતાવવા જે જોખમ ખેડે છે. કયારેક એની બદનામી સાથે જાન પણ ગુમાવે છે ને માબાપને જીવનભરનો જખમ આપી જાય છે. ' અમુલભાઇએ એની ઇચ્છા વિરુધ્ધ પણ મોટુ ભાષણ આપી દીધૂ. આરોહી પ્રથમ વખત ચુપચાપ સાંભળી રહી. જોકે મનમાં તો ધુંધવાતી હતી. અમુલભાઇએ ઉભા થતા થતા છેલ્લુ શસ્ત્ર છોડયુ.' એમ છતા તને ઘરમા બંધન લાગતુ હોય, માબાપ જુનવાણી ને જેલર જેવા લાગતા હોય, તારો સ્વતંત્ર આત્મા રુંધાતો હોય તો એક રસ્તો છે'. આરોહીએ પશ્ર્નસુચક સામે જોયુ. ' કાલથી તારો રહેવાનો બંદોબસ્ત કયાક કરી લેવાનો. નોકરી શોધી કાઢો. કમાવા માંડો. આ ગેસ,મોબાઇલ ને ઘરનો ખર્ચ તમારા ખિસ્સામાથી કાઢો. તમારા પગ પર ઉભા રહેવા માંડો.પછી કોઇ નહિ પુછે કે મોડીકેમ આવી? બાકી આઘરમા રહેવુ હોય તોઅમારા નિયમ પ્રમાણે રહેવુ પડશે' અમુલભાઇ ભાષણ સમેટી ઉભા થયા ને એને એ જ હાલતમા છોડીને પોતાની રુમમા જતા રહ્યા. આરોહીએ પપ્પાનુ આવુ સ્વરુપ પ્રથમ વખત જોયુ. પપ્પાએ જાણે સણસણતો તમાચો માર્યો હોય એમ ગાલ તમતમવા લાગ્યા.આંખો આસુથી છલકાઇ ગઇ.આજ સુધી એ હકપુર્વક આ ઘરમાં જીવી હતી,એ ઘર ઘડીકમા પરાયુ થઇ ગયુ!શું આઝાદીની કિંમત આટલી આકરી હશે? એ રડતા રડતા જ સોફા પર સુઇ ગઇ. બીજે દિવસે સવારે ઉઠીને એને સમાચાર જાણવા ટીવી ચાલુ કર્યુ. સમાચાર સાંભળતા જ એણે ચીસ પાડી. બન્ને માબાપ બહાર દોડી આવ્યા. આરોહીએ ટીવી સામે આંગળી ચિંધી. એ હજુ પણ થરથર ધ્રુજતી હતી. કોઇ અજનબી યુવતીની ચુથાયેલી નિર્વસ્ત્ર લાશ ફુટપાથ પર પડી હતી સમાચારપ્રવક્તા જણાવતી હતી' યુવતીએ દમ તોડતા પહેલા ચાર યુવકોના નામ આપ્યા છે, પોલીસ શોધી રહી છે એ નરાધમોને. એમને જાણતા હો તો પોલીસને મદદ કરવા વિંનતી'
ને આરોહીની નજર સમક્ષ આખી ઘટનાનો સિલસિલો તરવા લાગ્યો.એણે એ કમભાગી યુવતીને ઓળખી લીધી હતી.એ હતી તન્વી. પણ છોકરાઓ એને 'હરણી' કહીને બોલાવતા.એવી ચંચળ , ભોળી ને બિન્દાસ. ખાસ કરીને છોકરાઓ સાથેના સબંધોમા સાવ નાદાન હતી.વિધવા માતાની દિકરી. મા એ સંયુક્ત પરિવારમાં બહુ સહન કર્યુ હતુ. એટલે દિકરી કોઇથી ડરે નહિ,કોઇની શેહમા ના આવે, બોલતા અચકાય નહિ એવી નીડર તો બનાવી પણ છોકરીની જાતને જે થોડા ભયસ્થાનો,સાવધાની,એની શકિતની મર્યાદા બતાવવાનુ ચુકાઇ ગયુ. મા અહી જ થાપ ખાઇ ગઇ.પછી તો છોકરી બેકાબુ બની ગઇ. છોકરાઓ એના થોડા વખાણ કરીને ફુલાવે, ' અરે, આ તન્વી બીજી છોકરીઓ જેવી બીકણ નથી.મણિબેન નથી, અથવા આ તો તન્વીનુ જ કામ. અથવા બીજી રીતે ફુલેકે ચડાવે,' તન્વી રહેવા દે,તારા કરતા પેલી રીમા વધારે બહાદુર છે,એના જેવી છોકરી જ આ કરી શકે' બન્ને તરીકાથી એને પાનો ચઢતો. એ છોકરાઓ સાથે મોડી રાત્રે સુમસામ રસ્તા પર સ્કુટરની હરિફાઇમા ઉતરતી. એમની સાથે બિયરની બોટલ લઇને બેસતી, જે નચાવે એની સાથે નાચતી, જયા લઇ જાય ત્યા જતી. આખરે એની અમર્યાદ દોડનો અંત એક શરમ સાથે ફુટપાથ પર આવ્યો હતો.! મરતા પહેલા એણે કેટલી યાતના વેઠી હશે એ તો કોણ કહી શકે? જોવાનુ તો એ હતુ કે આરોહીનો કદાચ આવો જઅંજામ હોત. આ ચારેય હવે જે નરાધમો તરીકે જાહેર થયા હતા, એની સાથે જ આગલી રાતે હતી. એ લોકોના આગ્રહને વશ થઇને તન્વીની જેમ એ રોકાઇ ગઇ હોત તો આજે ફુટપાથ પર એક નહિ પણ બે લાશ રઝળતી હોત! એણે અરુણાબેનના ગોદમાં મોં છુપાવી દીધુ. કહેવાની જરુર નહિ કે આરોહીની આઝાદીને આપોઆપ લગામ લાગી ગઇ. સંપુર્ણ

Saturday, December 31, 2016
આઝાદી ભાગ ૧
મધરાત થવા આવી હતી, હજુ પણ જાગતા અરુણાબેને કરવટ બદલીને અમુલભાઇ તરફ જોયુ. નાઇટલેમ્પના ઝાંખા અજવાળામાં આંખો બંધ કરીને સુતેલા લાગતા અમુલભાઇ જાગે છે એ એને સમજાઇ ગયુ, બન્નેના ઉજાગરાનુ કારણ હતુ એમની લાડલી 'આઝાદી' અથવા આરોહી.છેલ્લ્ા થોડા સમયથી એનુ વર્તન ચિંતાજનક લાગતુ હતુ.ગમે ત્યારે બહાર જવુ, રાત્રે મોડા ઘેર આવવુ,એની પ્રવૃતિ વિષે પુછાય નહિ.વજુદ વિનાના બહાના, સામે દલીલ કરવી,તોછડાઇથી જવાબ આપવાના, મન પડે ત્યારે ખાવાનુ , નહાવાનુ સુવાનુ માનો કે બધો નિત્યક્રમ અનિયમિત થઇ ગયો હતો. હજુ મહિના પહેલા એના સોળ વરસ પુરા થયા હતા. લાગતુ હતુ કે યૌવનનો પ્રથમ સ્પર્શ જાણે ઝંઝાવત બનીને આવ્યો હતો! આરોહી અમુલભાઇ ને અરુણાબેનનુ એકમાત્ર સંતાન. બન્ને પતિ પત્નિ એમની યુવાનીમાં કારકીર્દી બનાવવાની ધુનમા હતા. જીવનમાં કાઇક કરી બતાવવુ,ઉન્નતિના શિખર સર કરવા આવા અનેકવિધ સપના ને એને સાકાર કરવા મહેનત પણ કરી હતી.આમ તો લગ્ન જ મોડા કર્યા ને આવી મહત્વાકાંક્ષા. પરિવારના વિસ્તાર માટે વિલંબ થઇ ગયો. એટલે ચાલીસી પછી આરોહીનો જન્મ. પછી એને માટે ભાઇ કે બેનનો આગ્રહ જતો કરેલો. હવે પાછલી વયે જન્મેલા સંતાનને પોતે કેટલો સાથ આપી શકે એ વિચાર સતાવતો.બન્નેના પરિવાર સાસરુ કર પિયરમાં જરુર પડે ત્યારે માર્ગદર્શન કે હુંફ આપે એવુ કોઇ નહોતુ.તો સુખદુઃખમાં સહભાગી થાય એવા ભાઇ ભાંડૂ પણ નહિ હોવાના. એટલે બન્નેએ સમજીવિચારીને એનુ ઘડતર કર્યુ હતુ. આરોહીને બચપણથી જ પોતાના નાના નાના કામ જાતે કરીલેવાની ટેવ પાડેલી. જેથી એનામાં સ્વાવલંબન ને આત્મવિશ્ર્વાસ ખીલે. ને બીજા લોકો પર ઓછામાં ઓછો આધાર રાખવો પડે. જાતે જચાલીને સ્કુલમાં આવે જાય. પોતાની જરુરી સામગ્રી જાતે જ ખરીદી લાવે. વાલીની જરુરિયાત સિવાયની સ્કુલનુ દરેક કામ જાતે કરી નાખે.થોડી મોટી થતા ગમે એવા વાહનની ભીડભાડમાય સાઇકલ ચલાવીને સ્કુલે જાય. એટલે પરંપરાગત ભારતીય કન્યા કરતા અલગ તરી આવે. જમાને જમાને નીતિનિયમો ને સારા નરસાની વ્યાખ્યા બદલાતી રહે છે. હજુ થોડા જ વરસો પહેલા જ દિકરીને 'પારકી થાપણ' માનીને એનો ઉછેર એના ભાવિ પરિવારએટલે કે સાસરીમાં એ ઓછામાં ઓછા સંધર્ષ સાથે ગોઠવાય શકે એ રીતે કરવામાં આવતો. એને કયારેક પોતાના ઘડતરથી બિલકુલ પરિવારમાં જીવવાનુ પણ થાય એ ધ્યાનમા રાખીને એ નમ્ર, સુશીલ, આજ્ઞાંકિત, શાંત, ચુપચાપ અન્યાય સહન કરી લે,પતિને વડીલોનો પડ્યો બોલ ઝીલે એવી સહનશીલ છોકરી ડાહી ગણાતી. વરપક્ષે આવી જ કન્યાની માંગ રહેતી. એમાં સમય પ્રમાણે થોડા ફેરફાર થયા છે. હવે મોટાભાગના પરિવારોમાં વડ જેવા વડીલોની ઓથ નથી હોતી. તો ભીડ પડે ત્યારે નમાયા,નબાપા કે અનાથ બાળકોની જવાબદારી લેવાવાળા કાકા,મામા,મોટાભાઇ કે બહેનો પ્રમાણમાં ઓછા થતા જાય છે. વ્યકિતગત વિચારસરણી વધતી જાય છે. કુટુંબભાવના ઓસરતી જાય છે. આવા સંજોગોમાં 'લજ્જા સ્ત્રીનુ ભૂષણ' એવા સુત્રો હાસ્યાસ્પદ લાગે છે.સ્ત્રીઓને ચાર દિવાલ છોડીને આજીવિકા માટે પુરુષોની દુનિયામા નીકળવુ પડે છે. પોતાના હક ને રક્ષણ માટે લડવુ પણ પડેછે. એમા પણ આરોહી જેવા એકલા સંતાનને તો ખાસ. આરોહી સોળ વરસની થઇ ને એના જન્મદિને અમુલભાઇએ સ્કુટર અપાવ્યુ.'સોળ વરસે દિકરી સ્ત્રી બની જાય.સોળે સાન એમ કહેવાય. તુ હવે પુખ્ત ગણાય. સ્વતંત્ર. તારી જીંદગીના નિર્ણય તારે લેવાના'
બસ, અહીથી જ સંધર્ષ શરુ થયો. હાથમાં સ્કુટર આવતા જ આરોહી જાણે દુનિયા સર કરવા નીકળી હોય એવા નશામાં એની ઉંમરના છોકરા છોકરીના વૃંદમા ફરવા લાગી. ' તમે વાહન આપીને જાણે વાંદરાને દારુ પાવા જેવુ કર્યુ છે. ' અરુણાબેને હતાશાથી કહ્યુ
' વાહન અપાવવાનો મારો આશય એ હતોકે રાતવરત કોકના સ્કુટર પર જાય, બહાના બતાવે કે જેની સાથે ગયા હોઇએ એની રાહ જોવી પડે. એટલે વહેલા મોડુ થાય. ' અમુલભાઇએ પોતાનો બચાવ કર્યો. ' ને હવે નવુ બહાનુ,આને લેવા ગઇ હતી ને આને મુકવા ગઇ હતી.ગેસ ખલાસ થઇ ગયો હતો ને ગેસની લાઇન લાંબી હતી. રસ્તામાં ત્રાફિક હતો .વગેરે. સરવાળે પરિસ્થિતિ તો એ જ રહી ને. ' અરુણાબેને બળાપો કાઢ્યો. પતિ પત્નિ એક વાતે નસીબદાર હતા કે એમની અંગત જીંદગીમા અહમનો ટકરાવ નહોતો.બન્ને બૌધ્ધિક ને શૈક્ષણિક સ્તરે સમાન હતા. પરસ્પર આદર નેસમજણ હતી. એટલે એકબીજાની વિરોધને મેણાટોણા માનીને સામસામી દલીલો કરીને ઝધડા કરવા ને બદલે સમજવા પ્રયત્ન કરતા.કોઇ પણ સમસ્યામાં એકબીજાનો વાંક કાઢવા કરતા સાથે મળીને ઉકેલ લાવતા. આવુ આદર્શ યુગલ હતુ તો સામે સ્વતંત્ર કરતા સ્વચ્છંદી દિકરી હતી. એટલામાં નીચે સ્કુટર નો અવાજ આવ્યો.દાદરા પર સેન્ડલનો ઠક ઠક ઉતાવળો અવાજ સંભળાયો. અમુલભાઇએ અરુણાબેનના હાથ પર હાથ મુક્યો. 'તુ અહી જ રહેજે. તું કશુ બોલીશ એટલે વાત દલીલ પર ચઢી જશે. આટલી મોડી રાતે બોલાચાલી સારી નહિ. હુ એને શાંતિથી સમજાવવા કોશિશ કરુ છું. એણે બતી જલાવી. બેઠકરુમમા સોફા પર બુક લઇને બેઠા. ત્યા ઘંટડી વાગી. પણ બારણુ ખોલવાને બદલે એ એમ જ બેસી રહ્યા. ચાર પાંચ વાર બેલ વગાડીને થાકેલી આરોહીએ છેવટે ખિસ્સામાથી ચાવી શોધીને જાતે બારણુ ખોલ્યુ. અંદર આવીને જોયુ તો પપ્પા સામે જ સોફા પર જાગતા જ બેઠા હતા! એ થોડી ચીડથી બોલી.' આ શુ, તમે ઘંટડી નહોતી સાંભળી? બારણુ કેમ ન ખોલ્યુ?

Subscribe to:
Posts (Atom)