આગલા અંકથી ચાલુ. તો આપણે ઐતરીય ઉપનિષદ ના આદેશ પ્રમાણે જોયુ કે માણસ એની ઉત્પતિથી લઇને આજે દુનિયાના ખંડખંડમાં પ્રસરી ગયો છે. અલાસ્કાના શુન્ય તાપમાન કે રણની લોહી ઉકાળતી ગરમી કે એમેઝોનના અવિરત વરસાદ ને ગાઢ જંગલોથી છવાયેલી ધરતી બધે જ માનવવસવાટ છે. એમાત્ર બેપગે ચાલવાથી જ નહિ પણ મન એટલે કે બુધ્ધિના ચાલવાને પણ આભારી છે. આવા દુર્ગમ સ્થળોએ પંહોચવા એણે વહાણો બનાવ્યા, વાહનો બનાવ્યા, પશુઓને ઉપયોગ કર્યો ને છેવટે હવામાં પક્ષીની માક ઉડવામાં પણ સફળ થયો. એજ પ્રમાણે આદર્શ ને સુખી સમાજ માટે ભૌતિક સંપતિ પણ ફરતી રહે એ પણ જરુરી છે. સમાજનો કોઇ સતાધારી રાજા કે નેતા અથવા નાનો સમુદાય જયારે સમાજની સંપતિ પર એકાધિકાર જમાવીને બેસી જાય ને બાકીનો સમુદાય મુળભૂત જરુરિયાત થી વંચિત રહી જાય ને છેવટે ઉમાશંકર જોષી કહે એ પ્રમાણે ભુખ્યા જનોનો જઠરાગ્નિ જાગે ત્યારે જે આગ લાગે એમાં આવા સતાધીશો ને સંગ્રહખોરો ભુંજાઇ જાય. ઇતિહાસ એવા બળવાઓનો સાક્ષી છે. એટલે સંપતિને પણ સમાજમાં ફેલાવવી જોઇએ એ વ્યકિત ને સમાજ બન્નેના અસ્તિત્વ માટે જરુરી છે. આપણે એવી વાતો પણ સાંભળીએ છીએ કે જેસમયમાં બેંકો નહોતી ત્યારે એવા લોભી લોકો જમીનમાં ચરુ દાટતા ને એના પરિવારને જાણ પણ નહોય ને છેવટે વરસો પછી કોઇ અજાણી વ્યકિતને હાથમાં આવે. તો આ છે ફરતા રહેવાનો ભાવાર્થ.
આ સિવાય લોકોને પરાણે કે બળજબરીથી વતન છોડાવવામાં આવે. જેમ કે આફ્રીકાના મુળ વતની એવા હબસી લોકો. એના અજ્ઞાનનો લાભ લઇને પોતાના સ્વાર્થ માટે ગોરા લોકોએ એને પશુની જેમ પકડી હજારો માઇલ વતનથી દુર એવા અજાણ્યા મુલ્કમાં પશુની જેમ વેચ્યા ને મજુરી કરાવી. એમને એના વતન,ભાષા, સમાજને સંસ્કૃતિ થી માંડીને પરિવારના ટુકડા કરી નાખ્યા. બસો વરસની આવી યાતના ને ગુલામી એ મુક્ત થયા. માનવજાતિનુ એક કલંકિત પ્રકરણ.એ જ પ્રમાણે બ્રિટિશસતાના સમયમાં આપણા દેશમાથી પણ આવી રીતે લોકોને લાલચ કે બળજબરીથી આફ્ર્રીકામાં ને એવી એની કોલોની વસાવવા લોકોને લઇ જવાતા. એને 'ગિરમીટીયા' કહેવાતા. આવા લોકો સાથે પશૂ જેવું વર્તન થતું.
આજે માનવઅધિકારોમાં પરિવર્તન આવ્યું છે. દુનિયાનો કોઇ ખુણો અજ્ઞાત નથી રહ્યો. એટલે કોઇ પણ સ્થળે માનવઅધિકારનો ભંગ થાય તો સમાચાર પ્રસરી જાય છે. આજે પણ ચરવા ચરવાની વૃતિ અટકી નથી. એટલે તો આજે માણસ અવકાશમાં કોઇ પાડોશી ને સારા રહેઠાણની શોધવા પ્રયત્ન કરે છે.
છેલ્લે આપણા ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં વિચારીએ તો આ ઉપદેશને પણ આપણે પાપ, પુન્ય ને સ્વર્ગ સાથે જોડી દીધો છે. આજે તો વાહનવ્યવહાર ને રસ્તા, હોટલો,મોટેલો નેસ સંદેશ વ્યવહારની સગવડ છે. પણ એ સમયની વાત છે કે લોકોનું પોણા ભાગનું જીવન આગલી પેઢીને સાચવવા ને નવી પેઢીને તૈયાર કરવામાં વીતી જતું. આમાથી નિવૃત થયા પછી એની એક જ મહેચ્છા રહેતી. ચાર ધામની યાત્રા. આમા પણ મુખ્ય ઉદેશ તો પુન્ય કમાવાનો જ હતો. બસ ને રેલ્વેના આગમન પહેલા લોકો પગપાળા સંઘમાં નીકળતા. સમુહમાં સલામતી લાગે. રસ્તામાં નાના ગામડા આવે ત્યા આ યાત્રાળુઓનું સ્વાગત થાય. ગામના મહાજન કે અગ્રગણ્ય વ્યકિતને ત્યા ઉતારો ને ભોજનનો પ્રબંધ થાય. સમચારોનું આદાનપ્રદાન થાય. બન્ને પક્ષે નવું જાણવા મળે. માહીતીનો એક માત્ર સ્ત્રોત. છાપુ ગણો કે રેડીયો. હવે જોવા જેવુ એ થાય કે જે ઘરડા લોકો દાદરો ય ચડવામાં ટેકો માગતા હોય ને ઉંબર તો ડુંગર થયા એમ રટતા હોય એ વા લોકો પુન્ય માટે ગિરનાર,પાવાગઢ કે પાલીતાણાના ડુંગરા ચડે, એતો ઠીક પણ કૈલાસ,માનસરોવર, કેદારનાથ ને બદ્રીનાથમાં ય ઢસડાતા ય પંહોચી જાય!. ઘેર નહાવા માટે ગરમ પાણીનો આગ્રહ રાખતા લોકો પુન્યની લાલચમાં નદીઓના એવા ઠંડા પાણીમાં સ્નાન કરે ને એમાં ય ભક્તાણીઓ તો હદ કરી નાખે. માત્ર પાતળા ને એકસરા સાડલા . કોઇ સંકોચ નહિ કે ઠંડીની પરવા નહિ. એ તો જેવી જેની માન્યતા. કોઇ સાહસ માટે ડુંગરા ચડે તો કોઇ સ્વર્ગ માટે. આખરે નદીઓના નીર પણ ફરતા જરહે છે. બંધીયાર પાણી ખાબોચીયુ થઇ જાય ને ગંધાઇ જાય. એવુ જ માણસનું છે કે એક જ સ્થલે રહેતાલોકોની દ્રષ્ટિ 'કુવાના દેડકા ' જેવી બની જાય છે.એટલે જ ઉપનીષદ કહે છે'ચરવૈતિ
Saturday, November 10, 2018
આપણા ઉપનિષદ એતરીયમાં એક સંદેશ છે કે ફરતા રહો ને ચરતા રહો. પ્રાણી ને મનુષ્ય બન્ને માટે. પ્રાણી ઓ તો આ સંદેશો પુરેપુરો સમજ્યા હશે. કારણ કે આફ્રિકામાં પ્રાણીઓની વર્તણૂકના અભ્યાસીઓના નિરીક્ષણ પ્રમાણે ઘાસને લીલોતરી પર જીવનાર પ્રાણીઓ ઘાસના વિશાળ મેદાનોમાં જેમ વરસાદ એકછેડેથી બીજે છેડે આગળ પાછળ જાય ને ઘાસ ઉગે એ પ્રમાણે આ પ્રાણીઓ એની પાછળ ફરે ને ચરે છે તો એના પર જીવનારા શિકારી પ્રાણીઓ વાઘ,સિંહ, વરુ વગેરે આ પ્રાણીઓની પાછળ એટલે કે પોતાના ખોરાકની પાછળ સ્થળાંતર કરતા રહે છે. એજ પ્રમાણે યાયાવર પંખીઓ સિઝન પ્રમાણે હજારો માઇલની સફર ખેડે છે. તો દરીયાઇ જીવો ખાસ તો માછલીઓ પાણીના ઠંડા ને ગરમ પ્રવાહો પ્રમાણે ફરતી રહે છે ને એની પાછળ એનો કાળ એટલે કે વ્હેલ ને શાર્ક જેવા શિકારી પણ ફરતા રહે છે. આમ પ્રાણીજગતમાં તો શિકાર ને શિકારીનો ખેલ ફરવા ,ચરવા ને તરવા પર દેખાઇ આવે છે.
માણસની વાત આ સંદર્ભમાં લઇએ તો માણસ એક સ્થળે પેદા થયો ને ભ્રમણ કરતો થયો. ચાલતા ચાલતા એ આજે દુનિયાના દરેક સ્થળે સહરાના રણથી માંડી અલાસ્કાના દુર્ગમ ભાગોમાં પણ વસે છે. માણસની એ વાતાવરણને અનુકુળ થવાની ફાવટને કારણે એ હિમાલયના પહાડો પર, બરફના ઘરોમાં, લોહી ઉકાળતી ગરમીમાં તંબુ બાંધીને રહી શકે છે. વાતાવરણને અનુકુળ ખોરાક શોધી કાઢે છે . રહેઠાણ ને પોશાક બનાવે છે. આગળ જતા એ પ્રમાણે તહેવારો,રિરિવાજો ને મનોરંજનના સાધનો શોધીને એક વ્યવસ્થિત સમાજરચના કરે છે.
આ બધૂ હાંસલ કરવા જરુરિયાત પ્રમાણે સ્થંળાંતર પણ કરવું પડે છે. માણસ સારા જીવન માટે ફરતો રહે છે. એટલે તો વિશ્ર્વની મહાન પ્રાચીન સંસ્કૃતિઓ નદીઓના તટ પર વિકસી છે. નદી એટલે તો લોકમાતા કહેવાય છે કે બારેમાસ પાણી પુરુ પાડે, વરસાદની ખેંચમાં સિંચાઇથી ખેતી થાય, અનાજ ને પાણી એ માણસના અસ્તિત્વ માટેની મુળભુત જરુરયાત સંતોષાયા પછી આગળનો વિચાર આવે.માનવઇતિહાસમાં ઇજીપ્તની નાઇલ, ઇરાકની યુક્રેટીસ ને ટાયગ્રસ, હડપ્પા ને મોએન જે ડેરોની સંસ્કૃતિ સિંધુ નદીને આભારી છે. આમ માણસ સારા ને સુખસગવડ ભર્યા જીવન માટે ફરતો જ રહ્યો છે. એ ભ્રમણ આજે પણ ચાલુ જછે ને એ જીજ્ઞાસાવૃતિ જે માણસને અવકાશ યાત્રા તરફ દોરે છે. મનુષ્ય ને પ્રાણોઓને ભ્રમણમાં તફાવત એ છે કે પ્રાણીના ભ્રમણના કેંદ્રમાં માત્ર ભુખ તરસ ને માદા મેળવવાની વૃતિ જેને પશુવૃતિ કહેવાય.એટલે કે એવા માણસોને જેને જીવનમાં માત્ર આ જ ઉદેશ હોય ને એને પશુ ગણવામાં આવે છે. માણસ એ છૈ કે જે માત્ર તનથી જનહિ પણ મનથી ને ધનથી પણ ફરતો રહે છે. એપ્રગતિ ને હાલના જીવન કરતા સારા જીવન માટે ફરતો રહે છે. રોજીરોટી ને સલામત જીવન માટે એ વતન છોડી પરદેશને પારકી ભુમિને પોતાની કરે છે. વતન છૌડવાના ઘણા કારણ હોય. જયા આજીવિકા સહેલાઇથી મળતી હોય, શાષકપક્ષ શોષણખોર નહોય, કાયદો ને વ્યવસ્થા હોય, ભેદભાવ નહોય, વિકાસની તકો હોય. ત્યા જવા માટેલોકો ઉત્સુક થાય. એજ પ્રમાણે જે દેશોમાં રાજકીય ને કાયદાકાનુનની અરાજકતા હોય, ..વિકાસની તકો નહોય, દેશની કુદરતી સંપતિ ને સમૃધ્ધિ પર સમાજના નાના વર્ગનો ઇજારો હોય ટુંકમાં કહી શકીએ તો બળીયાના બેભાગ જેવી હાલત હોય ત્યારે મજબુરી થી લોકોને વતન છોડવું પડે.
એક વર્ગ એવો છે કે જે સાહસિક છે જે માત્ર કુતુહલ કે નવી ભુમિ શોધવા દરિયાના અફાટજળરાશી ઉપર નાના વહાણલઇને નીકળી પડે છે. એની પાસે છે માત્ર જીજ્ઞાસા ને હિંમત. કયારેક પરિવારનો વિરોધ હોય, મુસાફરી માટે જરુરી સામગ્રી ખરીદવાના પૈસા નહોય કે એવા સાધનો મળતા પણ નહોય.છતા દુનિયાને કોલંબસ, વાસ્કો ડી ગામા,માર્કો પોલો ,એડમંડ સ્મીથ ને હ્યુ એન સાંગ જેવા સાહસીકો મળી રહ્યા છે જે લોકોએ જાનના જોખમે દરિયો, રણ ને ઉતરધ્રુવના દુર્ગમ સ્થાનોનો પ્રવાસ કર્યો છે ને દુનિયા સમક્ષ નવા સ્થાનો ખુલ્લા મુક્યા છે. વધુ આવતા અંકે

Saturday, November 3, 2018
લગ્નસંસ્થા ૪
આગળથી ચાલુ. આપણે આગળના ત્રણભાગમાં આપણી ધાર્મિક વિધિઓને ને તેનુ મહત્વ, એને અનુરુપ મંગલ ગીતો માણ્યા. એકવાત બાકી રહી ગઇ. વરકન્યાની પસંદગીના ધોરણ. એ સમય પ્રમાણે નાતજાત,ધર્મ ને પરિવારની શાખને ધ્યાનમાં લેવાતી. વાહનવ્યવહાર ને સંદેશાની મર્યાદિત સગવડને કારણે વિવાહ પરિચિતોના માધ્યમથી, નજીકના જાણીતા પરિવારમાં, આસપાસના ગામમાં ને સમાન વ્યવસાયીમાં કરવાનું વલણ રહેતું. એક કારણ એ હતુ કે નાનીઉંમરે સાસરે ગયેલી દિકરીને વારતહેવારે તેડુ કતવાનો રિવાજ.એમાટે પણ પુરુષવર્ગની ઓથ જોઇએ કેમ કે એકલા મુસાફરી બેનો માટે સલામત નહોતી ને એવી સગવડ પણ નહોતી. બીજુ કે સમાન વ્યવસાય હોય તો આવનાર વહુ કે જનાર દિકરી જલ્દીથી પરિવારમાં ભળી શકે. એ પણ કારણ હતુ કે દરેક કારીગર ને ખેડુત, વિપ્ર ને વણિક એક જ સમાજમાં રહેવા છતા ખાનપાનથી માંડી પોશાક, ધાર્મિક માન્યતાઓ, ખોરાક તૈયાર કરવાની રીત બહુ અલગ હતી. એ સમયે ભણતર હતુ નહિ. સ્ત્રી શિક્ષણ નહિવત હતું. આર્થિક બાબત માત્ર પુરુષ માટે જ હતી. આજે પણ ઘણા પરિવારમાં જ્યા સ્ત્રી બહાર કામ ન કરતી હોય ત્યા પુરુષ એને આર્થિક બાબતમાં માહીતી આપવાનું જરુરી માનતા નથી. એ સમયે તો બહુધા સંયુક્ત પરિવાર હતા ને ઘરના વડીલ આર્થિક નિર્ણયો લેતા હોય. પછી જરુર પડે પતિ ને પછી યુવાન દિકરાઓ. આજે સંયુક્ત પરિવાર નથી રહ્યા. છતા કોઇ આવી માનસીકતા રાખે તો અચાનક એવી પરિસ્થિતિ આવી પડે તો પરિવાર રાતોરાત અનાથ થઇજાય. એ સમયે તો દિકરીની પાસે આટલી જ અપેક્ષા રખાતી. પરણવાની એની યોગ્યતામાં ગાણુ, જોણુ,વલોણુ ને રોણુ જોવાતુ. એસમયે નીશાળે જવાનું નહોય એટલે નાનપણથી કામથી પરવારી એ ભાવિ ઘરને શણગારવાની તૈયારીમાં લાગી જતી. એટલેકે ભરતગુંથણ એમાં મોતીના ગણેશસ્થાપના, તોરણ, ચાકળા, ટોડલીયા, વીંઝણા, ઘૌડલા, લોટી,નાળીયેર, ઇંઢોણી, હિરના ચંદરવા, પછીતપાટી, પરદા આવી અનેક ગૃહસુશોભન ઉપરાંત ઘણા લોકો ઘેર ઘોડી રાખે તો એનો શણગાર. ઘોડીનું કાંધીયુ, મથરાવટી, બળદની ઝુલો, મોડ, શિંગડાના મોરા. ઉપરાંત રસોઇ શીખવાની. વડિલો બીક બતાવ્યા કરે. પારકા ધરની.એ સમયે શારીરિક દેખાવ કરતા કામકાજે મજબુત એટલે કે શારીરિક ક્ષમતા મહત્વ હતી. જમાનો કમરતોડ ઢસરડાનો હતો. નાજુક સ્ત્રી કરતા લોંઠકી મેદાન મારી જતી. ગાણા માં એને ગાતા આવડે, સમય સમયના અલગ ગીતો. એટલે દિકરીઓ ઘરની કે પાડોશની વડીલ સ્ત્રીઓ પાસે ગીતો શીખે. ભજન, ગરબા, પ્રભાતીયા, મંગળગીતો ને છેવટે મરશીયા પણ આવડવા જોઇએ!. એટલે તો ગામડામાં છોકરીઓ મોળાકત એટલે કે ગૌરીવ્રત કરે ત્યારે 'દેદો કુટે' એટલે કે મરશિયા ગાતા શીખે. દેદાની વાત સૌરાષ્ટ્રમાં એવી છે કે દેદા નામનો રજપુત યુવાન પરણવા જતો હતો ને ગામ પર બહારવટીયાનો હુમલો થયો ને કુંવારી કન્યાઓ જે ગૌરી પુજા કરતી હતી ગામના વડલા નીચે એની આબરુ જોખમમાં આવી. આ મોડબંધો તલવાર તાણી કુદી પડયો. દિકરીઓ બચી ગઇ પણ એ શહીદ થઇ ગયો. એની અધૂરી ઇચ્છાને પુર્ણ કરવા વચન અપાયુ કે કુવાંરી દિકરીઓ આ પાંચ દિવસો ઉપવાસ કરશે ને એની યાદમાં શોક મનાવશે. જેમ મુસ્લીમધર્મમાં 'ધાસુરા' હોય છે એમ જ. એ જ રીતે 'વલોણુ'. એસમયમાં લગભગ દરેક પરિવારમાં દુધાળા ઢોર હોય. ખેડુત ને ભરવાડમાં તો ખાસ. એટલે દિકરીને દુધ ગરમ કરવાનુ, યોગ્ય ઉષ્ણતામાને મેળવણ નાખવાનુ એટલે કે દંહી જમાવવાનું ને વહેલી સવારે વલોણુ કરવાનુ. એટલે કે દંહી વલોવી માખણ ને છાંસ અલગ કરવાના. આ પણ એક આવડત કે જે એ સમયે અપેક્ષિત હતી. નહિતર દિકરી ને એના માબાપને આખી જીંદગી મેણા સાંભળવાના. આજે તો નોકરી કરતી છોકરી એ લાયકાત મુખ્ય ગણાય છે. સંપુર્ણ
Thursday, November 1, 2018
લગ્નગીતો ભાગ ૩
આગળથી ચાલુ. હવે વરપક્ષ જોરમાં આવી જાય. 'આજ અમે ઇડરીયો ગઢ જીત્યા' વિદાયનો વસમો વખત આવે. જોકે એ સમયે નાની કુમળી દિકરીઓને અસહાય ગાયની જેમ અજાણ્યા વર ને ઘરમાં વળાવી દેવાતી ને પછી માબાપનો દિકરીના સુખદુઃખ પર કોઇ કાબુ ન રહેતો. એટલે એના અનજાન ભાવીની કલ્પના કે આશંકાથી સ્નેહી હૈયા ફફડી ઉઠતા. સાંભળો આ ગીત. દિકરી બાપને વિદાય લેતા શું કહે છે
' દાદાને આંગણ આંબલો, આંબલો ઘેર્યો ગંભીર જો'
'એક જ પાન મે તો ચુંટીયુ,દાદા ગાળ ન દેશો જો.'
'દાદને વહાલા દિકરા, અમને દીધા પરદેશ જો'
દુઃખડા પડશે તો કદી ના બોલશુ, નજાવા દેશું મૈયરની લાજ જો. તો સાહેલીઓ છેલ્લો ટોળો વરને મારી લે
' મે ચંપાબેન તમને વારીયા,ન રમશો માંડવા હેઠ ધુતારો ધુતી જાશે'
'એક આવ્યો પરદેશી પોપટ. ભોળા મારા બેન ભરમાઇ ગયા. '
'મોઢાનો મીઠડો ધુતારો ધુતી ગયો.' ગાડામાં વરની બાજુમાં કન્યા ગોઠવાય ને ફરીથી ગાડાના પૈડાનું પુજન થાય. હવે વરવધુનો ગીત રુપે સંવાદ થાય વર આંસુ સારતી નવવધુને સમજાવે 'પરણ્યા એટલા પ્યારા લાડી ચાલો આપણે ઘેર રે' તો વધુ રજા માગે ' ઉભા રો તો માગુ મારા દાદા પાસે શીખ રે' વર કહેશૈ' હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે' જાન ઘેર આવે. નવવધુનું સ્વાગત થાય. વિધ્નહર્તા ગણેશની સાક્ષીએ કોડીકરડા રમાય, મીંઢોળને છેડાછેડીની ગાંઠો છુટે ને નવજીવનની ગાંઠે બન્ને બંધાય જે અદ્રશ્ય ગાંઠ જીવનભર ટકી રહે. આ સિવાય
અનેક ગીતો જેમકે પોંખણૂ થાય એટલે ગવાય ' સીતાને તોરણ રામ પધાર્યા, લે રે પનોતી પહેલુ પોખણુ,'

Wednesday, October 31, 2018
લગ્ન ગીતો ભાગ ૨
ભાગ ૨ આ પ્રસંગે વ્યકિતની શારીરિક, માનસિક ને આર્થિક હાલત છતી થાય. સમાજમાં એના સમાયોજનની સફળતા સફળતા, સમજણ ને કુશળતાની કસોટી થાય. એસમયના સમાજમાં પ્રસંગમાં બહુધા આધાર આસપાસના લોકોનો જ રહેતો. જાન લઇને દિકરો પરણાવવા જવુ હોય તો ગાડા ને બળદની જરુર પડે, જમણવાર હોય તો રસોઇના વાસણો, રસોયા, પીરસનારા આ બધુ આસપાસના પરિચિતો ને પાડોશી ને સગાની જરુર પડે. જે લોકો બીજા લોકોના પ્રસંગે મદદ કરતા હોય, સ્વયસેવક તરીકે રાતદિવસ જોયા વિના ખડેપગે હાજર રહેતા હોય એવા લોકોને ત્યા આવા પ્રસંગે કામ કરવા લોકો સામેથી તૈયાર હોય. બીજી એ પણ વિશેષતા કે આ પ્રસંગે ગામના વસવાયા કે કારીગરોને પણ સાંકળી લેવામાં આવે. જેમ કે કુંભાર માટલી લાવે, લુહાર દિવડો લાવે, દરજી વરકન્યાના વાઘા ને કન્યાનું આણુ તૈયાર કરે, મોચી મોજડી ને ચંપલ બનાવે. એ જ પ્રમાણે બીજા કારીગરો પણ સામેલ થાય. ટુંકમાં નાના સમાજના દરેક સભ્ય યોગદાન કરે. એક વિધિ જુઓ. મંડપરોપણ પછી ચાક વધાવવા કુંભારને ધેર જવાનુ. ચાકડાની પુજા થાય. સમજીએ તો ચાકડાએ માણસની પ્રગતિમા બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. ગાડાનું પૈડુ, સાયકલ, સ્કુટર, મોટર કે વિમાનનું પૈડુ. ને કૃષ્ણનું સુદર્શન ચક્ર ને ગાંધીજીનું રેંટીયાનું પૈડુ.ચાકડો પણ ગોળ. એટલે માનવવિકાસના આધારરુપ ચાકની પુજા થાય. દિવડો એ માટીના કોડીયાના જમાનામાં અજવાસનું પ્રતિક. હવે આવા પ્રસંગે થોડા એવા ટીકાખોર ને વિધ્ન સંતોષી ય હોવાના. ગમે એવી સારી વાતમાં ય દોષ દેખાવાના. એ સમયે આવા ટીકાખોરોની નિંદા ને નજરઅંદાઝ કરવી પડે. એની સાથે ઝધડો નકરાય. કોઇ પણ સમજદાર પોતાના શુભપ્રસંગે આટલા મહેમાનો સામે ઝધડો ન કરે. એટલે એક વિધિ જેને ઉકરડી દાટવી એમ કહેવાય. જે મંડપ રોપણ પછી બહેનો કરતા હોય. હવે ગણેશસ્થાપના થાય ને આંગણામાં માણેકસ્તંભ રોપાય.ને મંગલ ગીત ગવાય
' સોનાની સળીએ માંડવો,રુપાની સળીએ માંડવો. પ્રથમ ગણેશજીને તેડાવો, બેનીને મીંઢોળ બંધાવો.'
પછી પીઠી ચોળાય. વાનો વેચાય ફટાણા ગવાય ને વળતે દિવસે જાનની વાટ જોવાય.
આ બાજુ જાન પ્રસ્થાન થાય. વેવાઇને મોર મારફત સંદેશો મોકલાય
' મોર જાજે ઉગમણે દેશ,મોર જાજે આથમણે દેશ, વળતો જાજે રે વેવાઇને માંડવે હો રાજ'
તો કન્યા પક્ષે ય તડામાર તૈયારી હોય. જાન ગામના પાધરમાં આવેને કન્યા વરને નીરખવા મેડીએ ચડે
' દાદાએ ઉંચા ગઢડા ચણાવ્યા,ગઢથી ઉંચા ગઢના કાંગરા.
ગઢડે ચડીએ બેનબાએ રાયવર નીરખ્યા'. ને પિતાને ફરિયાદ કરે
' દાદાજી અમે રે ગોરા ને રાયવર શામળા' ને પિતા સમજાવે
' દિકરી,એના ના કરીએ ઓરતા, દિકરી દુવારીકામાં રણછોડરાય શામળા'
પછી તો વરના સામૈયા થાય ને ઝાલરટાણે વરધોડો નીકળે
' શુકન જોઇ ચડો રે વરરાજા, શુકને દાદા હોય રે વરરાજા' ને પેત્રોમસને અજવાળે માંડવે જાન આવે ને પોંખણા થાય. મંડપમાં વરરાજા બેસે પછી ગોરબાપા કન્યા પધરાવવાનું એલાન કરે. ત્યારે ત્રણ વખત 'સાવધાન' બોલે. મજાકમાં કહીએ તો વરરાજાને સાવધાન કરે કે આ છેલ્લી તક છે. સામે બેઠેલી છોકરીઓને જોઇ લેવાની. પછી તો જે માંડવા આવી રહી છૈ એજ તારી. બાકી બધી તારી સાળી. મામા માંડવામાં કન્યા પધરાવે ને સાળીઓની જીભ છૂટી થાય.
ને ફટાણા વર કહેતા બનેવીને ચીડવવા જ સ્તો
'કારે જમાઇ તું અણૌસરો,તારે અડદની અણસાર.
ઝિપટાનો ઝુડતલ, સાંઠીઓનો સુડતલ.હળનો ઢાંઢો હળવો હળવો હાલ'. તો બીજુ ગીત
'કાળા કાળા રે તાવડીના તળીયા જેવા તમે ક્યાથી આવ્યા રે'વરપક્ષને માઠુ લાગે તો કન્યાના વડીલો વાત વાળી લે કે ભાઇ,આતો વાછટીયા ગાય છે. 'વાછટીયા એટલે કે વચેટીયા. આજુબાજુના બૈરા, બહેનપણીઓ, પાડોશીઓ. એને તો વર ખીજાય તો વધારે મજા પડે. બે પક્ષ વચ્ચે મનદુઃખ થાય એમા એને કેટલા ટકા?
પછી કન્યાદાન પછી ચોરીઓ, ભાઇ જવતલ હોમે. અહી પણ કુટુંબના બધા સભ્યોને ભાગ લેવાનો ઉમંગ થાય એમ દરેકનો રોલ. ભાઇ જવતલ હોમે, મામા મંડપમાં કન્યા પધરાવે, માબાપ કન્યા દાન કરે, ભાભી પોંખણા કરે, નાની બેન સામૈયુ લે, ફૌઇ જડ વાસે, વરનો બનેવી અણવાર થાય. એ છેવટ વિદાયવેળા આવે ને આનંદના બલુનમાંથી હવા નીકળવા માંડે. હસતા ચહેરા ગંભીર થઇ જાય ને આંખોમાં આંસુ ઉભરાય. આગળના અંકે
લગ્નપ્રથા ને લગ્નગીતો
આપણા હિંદુધર્મમાં વિવાહને એક સંસ્કાર માનવામાં આવ્યો છે. સોળ સંસ્કાર પૈકીનો એક. એક સામાજિક કરાર. બન્ને પક્ષે જવાબદારી છે ને આખા સમાજની હાજરીમાં વરકન્યા એ મંજુર કરે છે. સુખી લગ્નજીવન વ્યકિત, પરિવાર ને સમાજની ઉન્નતિ માટે મહત્વનું છે. ભાવિ પેઢીના વ્યવસ્થિત ઉછેર પર જ વર્તમાન પેઢીના સુખશાંતિનો આધાર છે. સમાધાન ને સમાયોજન બન્ને પક્ષે જરુરી છે, કારણ કે માનવબાળકનો ઉછેર ને ઘડતરમાં લાંબો સમય લાગે છે. એટલે માબાપ વચ્ચે સંપ ને સમજણ હોય તો જ એ શક્ય બને. ઉપરાંત લગ્નથી માત્ર બે વ્યકિત જ નહિ પણ બે પરિવાર જોડાય છે. લગ્ન કરાર ભંગ થાય તો એક કરતા અનેક લોકોને અસર થાય છે. એટલે હિંદુધર્મ ને સમાજમાં છુટાછેડા નછુટકે થાય છે. આ બધા કારણસર લગ્ન પરિવાર માટે બહુ મહત્વની ઘટના કહેવાય. માબાપ આ જવાબદારી પુરી કરીને જાણે માથા પરથી મણનો બોજ ઉતરી ગયો હોય એવી રાહત અનુભવે. સાથે યુવક યુવતીના જીવનમાં પણ અસાધારણ પ્રસંગ. એક જ વખત આવું ધ્યાન ને માન મળે. એક દિવસનો રાજા 'વરરાજા"
વિવાહ નક્કી થાય એમા ઘણા ક્રમ છે. જેમકે ચાંદલો, ચુંદડી, મંડપરોપણ, જાનપ્રસ્થાન ને આગમન, વરઘોડો, માયરા, કન્યાદાન, ચોરીઓ, ચાર ફેરા, જવતલ, ને છેલ્લે કન્યા વિદાય. આજે આપણે આ પ્રસંગે ગવાતા મંગલગીતો પર ઉડતી નજર નાખીએ. જે સમયમાં ડી. જે કે રેડીયો કે ટેપરેકોર્ડ નહોતા ત્યારની વાત છે.
પ્રથમ તો વિવાહ નક્કી થાય. વરપક્ષ તરફથી કન્યાને ચાંદલો કરવા ને ચુંદડી ઓઢાડવા આવે. ચુંદડીનો અર્થ કે આ દિકરીને અમારા પરિવારમાં સમાવી લેવામાં આવે છે. જાહેરનામુ! એની સાથે મંગળગીત ગવાય
" નવે નગરથી સુંદર ચુંદડી આવી રે. લેરખડા મારે ચંપાબેનને કાજ. ઓઢોને બેની ચુંદડી'
પછી લગ્ન નક્કી થાય, સગાવહાલાને પાડોશીઓ ભેગાથાય. ગોર મહારાજ ના હાથે આ કરાર લખાય.ને એજ વરપક્ષને પહોચાડે. કંકુ છાંટીને કંકોતરી છપાય ને સગાવહાલા ને આમંત્રિતોને મોકલાવાય. એ વખતે ગવાય,
' કંકુ છાંટી કંકોતરી મોકલજો, એમા લખજો વરકન્યાનું નામ કે વિવાહ આવ્યા ઢુંકડા'
પછી ઘરમાં રંગરોગાન થાય. શણગાર થાય. મોતીના તોરણ,ચાકળા, ટોડલીયા, ગણેશસ્થાપના, હીરના ચંદરવા, પરદા, ઝુમ્મર.એના ભરેલા આભલાથી ઘર ઝળહળી ઉઠે. દિવાની જરુર જ નહિ.
એ સમયે આજના જેવી કેટરિંગ કે ડી. જે. કે મંડપસર્વીસ નહોતી. આસપાસના બહેનો ભેગા થાય. અનાજ સાફ કરે, વડી,પાપડ, પાપડી, વેફર તૈયાર કરે. એ સમયે પણ ગીતો તો ચાલુ જ હોય. લગ્નનો દિવસ આવે ત્યા સુધી સવારસાંજ બહેનો પ્રભાતીયા ને સાંજે મંગલ ગીતો ગાય. એક નમુનો પ્રભાતીયાનો
,''ચાંદા શીળી રાત રે કાનકુંવર જનમીયા, કાનડદેવ જનમીયા ત્યારે વાસુદેવને ઘર દિવો રે'
'સુભદ્રાબેનના વીરા સદા રહેજો વહારે રે' આગલા અંકે

Sunday, September 30, 2018
સામાજિક સબંધો
નમસ્તે જિજ્ઞેશભાઇ, કુશળ હશો. હું હજારો ગુજરાતી ભાષાના ચાહકોને વાંચકો વતી તમારી કુશળતાની પ્રાર્થના કરુ છું. વિશેષમાં લધુવાર્તાઓ માણી. એ સંદર્ભમાં આર, એંજલ. સંજય ભાઇ લિખીત વાર્તા. વિષેમારા વિચારોરજુ કરુ છું. આપણા ભારતીય સમાજમાં પરિવારના દરેક સભ્યનું પદ ને એને અનુરુપ
ફરજ જે વિશેષતા કે બંધારણ નક્કી હોય. સાસુ,સસરા, કાકા કાકી, ફોઇ, મામા, મામી, માસી. વિવાહ પછી યુવાન યુવતીના સંબધોમાં નવા હોદેદારો ઉમેરાય. યુવતી માટે વહુ, સાસુ, સસરા, નંણદ,દિયર,દેરાણી ,જેઠ જેઠાણી, યુવાનો માટે સાસુ સસરા, જમાઇની પદવી, સાળી, પાટલાસાસુ, સાઢુ,ઉપરાંત ભત્રીજા ને ભત્રીજી,ભાણેજ , બનેવી, આ બધી પદવીની ખાસ પકારના વર્તનની જે ફરજની અપેક્ષા હોય છે. પછી તો આ બંધારણ એટલુ જડ બની જાય કે એમાં ફેરફાર કરનારનો ઉદેશ ઉમદા હોય તો પણ એનું મુલ્યાકન એની ભુમિકા પ્રમાણે કરવામાં આવે છે. એક પુર્વગ્રહ સાસુને મા બનતા કે એક સમજદાર વહુને દિકરી બનતા અટકાવે છે, એક નણંદ ભોજાઇ એકબીજાની હરીફ મટી સારી મિત્ર બની શકતી નથી. દેરાણી જેઠાણી એકબીજા સાથે નિખાલસતાથી ઘરના પ્રશ્નો ઉકેલી શકતી નથી. ઘરની કોઇ સમસ્યામાં ઘરના બધા સભ્યો સાથે બેસીને ચર્ચા કરી શકતા નથી. આપણા સમાજમાં સાસુવહુનો સંબંધ સહુથી વગોવાયેલો ને કમનસીબ છે. કારણ બચપણથી જ છોકરીઓને આ ,સાસુ નામના પ્રાણીથી સાવચેત રહેવાની સાથે ગભરાવી દેવામાં આવે છે. એ પુર્વગ્રહ સાથે જ એ નવા સંસારમાં પ્રવેશે છે. જુઓ એક મા દિકરીને કે દિકરી મા ને કહે કે ‘ તને આટલુ ય નથી આવડતુ? ‘ અથવા કોઇ બાબત સલાહ આપે તો એકબીજાને માઠુ નહિ લાગે પણ એક વહુ સાસુ કે સાસુ વહુને આ જ શબ્દો કહે તો મહાભારત થઇ જાય. એમાં વરસો જુનો પુર્વગહ કામ કરી જાય છૈ. એમાં પાછા આપ ણા લોકગીતો. ફિલ્મો,ને એવી વાર્તા ,સાહિત્ય એની પુર્તિ કરે છે.
આપણા લગ્નગીતો ને કન્યા વિદાયના ગીતો એટલા કરુણ ને કન્યાપક્ષની કાલ્પનિક અસહાયતાથી ભરપુર હોય છે કે દિકરીને નવજીવનને બદલે જાણે કસાઇવાડે ધકેલતા હોય. એ જ માનસીકતાથી નવવધુ ઘરમાં પ્રવેશે ને દરેક સભ્યોના વર્તનનું એ પુર્વગ્રહ પ્રમાણે મુલ્યાંકન કરે ને ફરી એ જ વિષચક્ર ચાલુ થઇ જાય.
કદાચ આજે થોડુ પરિવર્તન આવ્યુ હોય. પણ આપણા સહિત્ય ને સિનેમા હજુ પણ આ હરિફોને લઇને પ્રેક્ષકોને મનોરંજન પીરસે છેને સમાજ! સેવા કરે છે.
Subscribe to:
Posts (Atom)