Thursday, July 6, 2017

મહાભારતને રામાયણ

આપણા બે મહાનગ્રંથ રામાયણ ને મહાભારત. આ સિવાયના વેદ,પુરાણ, ઉપનિષદ ને બીજા અનેક ગ્રંથો છે.પણ આ બે ગ્રંથોની જનજીવન ઉપર જે અસર છે એ આજે પણ ઓછી નથી થઇ. રામાયણ એ સંયુક્ત પરિવારની કથા છે જ્યા સામાન્ય માનવ સહજ નબળાઇ નિંદા કુથલી ને ચાડીચુગલી પણ છેજેનાથી ઘડીભર તો પરિવારની અખંડિતતા જોખમમાં આવી જાય છે પણ પરસ્પરનો સ્નેહ ને ત્યાગ કરવાની સમજણથી પરિવાર બચી જાય છે. એ આપણા સયુંકત પરિવાર માટે મિશાલ બની રહે છે. જ્યારે મહાભારત એ બે પિતરાઇ પરિવાર વચ્ચે સતા ને સંપતિ હક માટેની સાંઠમારી છે.મહાભારતની કેટલીક વસ્તુ આપણી નજરમા આવે છે ને એણે આપણા જનજીવન ને સમાજની વિચારસરણી પર બહુ મોટી અસર કરી છે.  મહાભારતના મોટાભાગના ને મુખ્ય પાત્રો જપ,તપ,મંત્ર કે દેવદેવીઓની કૃપા,કે યજ્ઞનુ પરિણામ છે. ભીષ્મ ગંગાપુત્ર. નદી એક અમાનુષી તત્વ. વ્યાસના જન્મની એવીજ કહાણી. પાંડુ ને ધૃતરાષ્ત્ર વ્યાસની કૃપાનુ પરિણામ, તો સો કૌરવ જો કુદરતી ગણો તો એક સ્ત્રી સો વખત માતૃત્વ ધારણ ને પહેલા ને છેલ્લા સંતાન વચ્ચેનો ઉંમરનો તફાવત! તો પાંડવો જુદા જુદા દેવોનુ વરદાનનુ ફળ. કર્ણ સુર્યપુત્ર.તો દ્રૌપદી ને ધૃષ્ટધ્યુન બન્ને યજ્ઞનુ ફળ.બીજુ એ કે લગભગ બધા જ પાત્રો સાથે કોઇને કોઇ ઋષિમુનીઓનો શાપ કે વરદાન જોડાયેલુ છે. જાણે ઋષિમુનીઓને આસિવાય કશુ કરવાનુ જ ન હોય.હવે સમાજમાં જુઓ કે આટલુ શરીરવિજ્ઞાન વિકસ્યુ છે તો પણ મોટાભાગના હજુ પણ લોકો પુત્રપ્રાપ્તિ માટે સાધુબાબા કે કહેવાતા ચમત્કારીક લોકોના પગ પકડે છે. વ્રત.ઉપવાસ ને યજ્ઞ કરે છે. ત્યા સુધી તો ઠીક પણ અબુધ લોકો આવા સાધુના ચરણોમાં પુત્રપ્રાપ્તિની લાલચમાં યુવાન પુત્રવધુને ધકેલી દે છે. બાબા કદાચ વ્યાસમુનિનો અવતાર હોય!. બીજુ આ શાપની બીક એવી ઘુસી ગઇ છે કે આપણે આવા બાવાઓની  ધતિંગ લીલા જાણીએ તો પણ એની સામે પડવાની હિંમત કરી શકતા નથી.        પછી જુઓ કે આ આજ્ઞાંકિતતાએ મહાભારતમાં પરિવારનો કેવો દાટ વાળ્યો છે. શાંતનુ એની માયા છોડવાની ઉંમરે વિષય વાસનામાં લપટાય છે. આવા રાજા ને આવા પિતા! જે યુવાન દિકરાનુ સંસારસુખ છીનવી લે? દિકરાના ત્યાગ ઉપર પોતાની વાસના સંતોષે?તો સામે ભીષ્‌મે માત્ર સંસારસુખ જ નહિ પણ નવીમાતાના સંતાનો માટેનો સતાનો અધિકાર માન્ય કરી સતાત્યાગની સાથે રાજગાદીને વફાદાર રહેવાના શપથ લીધા ને નિભાવ્યા. પરિણામ! એ જ પ્રતિજ્ઞાએ એમને અન્યાય ને અસત્યને પક્ષે રહીને પોતાના જ પૌત્રૌ સામે લડવા મજબુર કરી દીધા. ગાંધારી એક અંધ જ નહિ પણ એક મોહાંધને સતીત્વને નામે જીવન સમર્પિત કરે છે. જાણીજોઇને અંધ થાય છે. શું  અર્થ હોઇ શકે આવા ત્યાગનો? ને છેવટે એ પણ મોહાંધ બની કૌરવોના મૃત્યુ માટે કૃષ્ણને જવાબદાર માનીને શાપ આપે છે. તો યુધિષ્ઠીર  કૌરવોની કપટલીલા ને કાકાનો પુત્રમોહ ને લાલચુવૃતિને બરાબર જાણે છે.પણ માત્ર વડીલ છેએજ વાત પર બાકીના ભાઇઓને સમજાવી લે છે. ભાઇઓ પણ વડીલબંધુ સામે અવાજ ઉઠાવતા નથી. સાચા ને ખોટાનો ભેદ બધા સમજે છે પણ એને સ્પષ્ટ કહેવાની હિંમત નથી. આનૈતિક હિંમતને અભાવે રણભુમિ સર્જાય છે. માત્ર કુરુક્ષેત્રમાં જ નહિ પણ આજે પણ વડીલશાહીના જમાનામાં સંતાનો માબાપની આમન્યા તોડીને એમને કઠતા નિયમો કે અન્યાય સામે બોલી શકતા નથી. પરિણામ કયારેક કુટુંબકલેશ તો પરિવાર વિખરાઇજાય ને જીવનભરના અબોલા ય થઇ જાય. તો એનાથી ય કરુણ તો માબાપ કયારેક યુવાન સંતાનને કાયમ માટે ગુમાવે. સમય આજે થોડો બદલાયો છે. એક અૌર વાત કે વાણી ને પાણીનો વ્યય સમસ્યા સર્જે. એ આપણને દ્રૌપદીનુ પાત્ર શીખવે છે.   આ બધા 'અતિ'સાથે સહદેવનુ અતિજ્ઞાન મુશ્કેલીના સમયે મદદરુપ થવાને બદલે પીડાજનક બની રહે છે. એ દ્યુતનુ  પરિણામ અને દ્રૌપદી વસ્ત્રહરણ બન્ને   પ્રસંગો જોઇ શકે છે પણ વચનની મર્યાદાને કારણે વગર પુછ્યે કહી શકતો નથી. અહી પણ એને નાનો ગણીને એની સલાહલેવાનુ મોટા ભાઇને જરુરી લાગતુ નથી. કેટલીય પ્રતિજ્ઞાઓ, વેર, ને આ બધા અતિનો સરવાળો કુરુક્ષેત્રના મેદાનમાં ટકરાય છે. કદાચ એને પહેલુ વિશ્ર્વયુધ્ધ કહી શકાય.