Tuesday, December 4, 2018

સબંધોની માયાજાળ

વાચકમિત્રો,આપણે સામાજિક પ્રાણી છીએ ને જનમથી મૃત્યુ પર્યત અનેક પ્રકારના સબંધોના તાણાવાણાની જાળમાં જીવીએ છીએ, આમાના કેટલાક જન્મ  સાથે વારસામાં મળે છે. એના પર આપણી ઇચ્છાઅનિચ્છાનો કોઇ કાબુ નથી. આપણને જન્મલેતા પહેલા માબાપની પસંદગીની તક નથી. કયા પરિવારમાં, કયા ઘર કે સ્થળમા,દેશમાં કે ઘર્મમાં જન્મલેવો એ આપણા હાથની વાત નથી. એજ પ્રમાણે પરિવારના અન્ય સભ્યો  ભાઇ બહેન દાદા,દાદી આપણી પસંદગીના મોહતાજ નથી.આપણને અટક પણ કુટુંબ તરફથી મળે.એતો ઠીક,પણ જે નામથી આપણે જીવનભર ને કયારેક મૃત્યુ પછી પણ ઓળખાઇએ એ પણ પરિવારની જ દેન છે,પછી એ નામ આપણને ગમે કે ના ગમે.આ  લોહીના સબંધો છે. ગુજરાતીમાં કહેવત છે કે ડાંગના માર્યા પાણી છુટા ન પડે. પરિવારમાં ભલે ભાઇબહેનો વચ્ચે વિખવાદ હોઇ શકે. પણ બહારના લોકો સામે પાછા બધા એક થઇ જાય,
      દુનિયાના બીજા સમાજો કરતા આપણા સબંધોમાં દરેકની અલગ ઓળખાણ ને વિશેષતા છે. અંગ્રેજીમાં uncle ને aunt, grand ma ને pa આમા બધુ આવી જાય. એની સામે આપણે મોસાળના સબંધોની અલગ ઓળખ. પિતૃપક્ષે કાકા કાકી, દાદા દાદી, પિતાની બહેન ફોઇ, મોટા બાપા ને બા, તો માતૃપક્ષે મામા ,મામી,માસી,નાના,નાની.
  આટલુ પુરતું ના હોય એમ ફરી એકવાર નવો પરિવાર ઉમેરાય. સાથે નવા સબંધોની જાળ વિસ્તરે. છોકરીના પક્ષે સાસુ,સસરા,જેઠ,જેઠાણી, દિયર,દેરાણી, નણંદ ને પતિના પિતરાઇઓ તો ખરાજ. તો વરપક્ષે સાસુ,સસરા, સાળા,સાળી,પાટલાસાસુ વગેરે.
     આસિવાયના સબંધો વ્યકિતની પોતાની પસંદગીના. માણસ લગભગ આખી જીંદગી નવા  સબંધો બાંધતો રહે છે. ચાલતા શીખે ને બહાર રમવા જાય ત્યારે શેરી મિત્રો મળે. પછી સ્કુલમાં જાય ને નવા મિત્રો મળે. મિત્ર પોતાની પસંદના પણ એમાં વ્યકિતનો પોતાનો સ્વભાવ ને રુચિ પણ ભાગ ભજવે. ઢીલાપોચા બાળકો દાદાગીરિ કરતા સહપાઠીની મિત્રતા સ્વીકારી લે. રક્ષણ મળે. તો ભણવાની રુચિવાળા કે ખેલકુદમાં રસ ધરાવતા બાળકો પોતાના જેવા વિચારો ધરાવતા મિત્રો શોધી લે.  હાઇસ્કુલમાં ભણતા સંતાનો પર માબાપની ચૌંકની નજર જરુરી છે. આ ટીનેજ અવસ્થામાં ઘર કરતા બહારના પરિબળો ને સોબત એની સારીનરસી ટેવો માટે જવાબદાર બને છે. આસમયે એનામાં હજુ સારાનરસાની વિવેકબુધ્ધિ હોતી નથી. પોતાના મિત્રવર્તળમાં સ્વિકૃતિ પામવાની ઝંખના હોય છે. આ સમયે ઘર કરતા બહાર એના મિત્રો સાથે વધારે સમય પસાર થતો હોય. આઠ કલાક સ્કુલમાં,રમવા ને લેસન.ઘણા માબાપ આને રાહત માનીને પોતાની જવાબદારીમાથી છટકી જાય. સંતાનોની ખુબી કે ખામી સૌથી છેલ્લે ને કોઇના કહેવાથી થતી હોય છે. આ તબ્બકે બંધાયેલી મૈત્રી કયારેક કૃષ્ણ સુદામાની જેમ આજીવન બની રહે છે
     સ્કુલ પુરી થાય પછી વ્યવસાયીક જીવન શરુ થાય. નોકરી શરુ થાય તો સહકાર્યકરો સાથે સબંધ બંધાય. ધંધો કરો તો એની સાથે સંકળાયેલા લોકો ને ગ્રાહકો એવા અનેક લોકો સાથે નાતો બંધાય. જોકે આ બધા સબંધો કામ પુરતા  હોય. એમાં લાગણીનું આદાનપ્રદાન હોતું નથી
 પછી સંસાર એટલે કે વિવાહીત જીવન શરુ થાય. બે અજાણી વ્યકિતઓ પરિવારની સંમતિ તો કયારેક પોતાની ઇચ્છા પ્રમાણે સંસાર સાથે વિતાવવાના શપથ લે. એમાં પ્રેમ,લાગણી,ફરજ, જવાબદારી ઘણી વસ્તુ જોડાયેલી છે.પતિ પત્નીના સબંધનું પરિણામ બાળકોનું સંસારમાં આગમન. માબાપ બનવાનો આનંદ સાથે નવી જવાબદારી.
 સાથે વૃધ્ધમાબાપની જવાબદારી.એક છત નીચે કયારેક ત્રણ કે ચાર પેઢી જીવતી હોય.જોકે આજના બદલાતા માહોલમાં એ ચિત્ર ઝાંખૂ પડતું જાય છે.
    આ સિવાયના સબંધો કયારેક આકસ્મિક ને કામચલાઉ ને કયારેક સમય પસાર કરવાનું બહાનુ બની રહે છે. મંદિરને ઓટલે ભેગુ થતું મહિલા મંડળ કે બગીચામાં બાંકડે નિવૃત વયસ્કો ,બસ કે રેલ્વે માં સહયાત્રી સાથેનો સત્સંગ આ બધુ ટાઇમપાસ છે. જેમ પંખી પરબડીએ ભેગા થાય ને દાણા ચણીને ઉડી જાય. ઠીક છે. માણસને માણસ પાસે મન મોકળુ કરવાનું મન થાય. પછી ભલે એનો કોઇ ઉકેલ ન આવે. જોકે વાત કરનારને એવી આશા ય નહોય પણ મન હળવું થાય. પણ જયારે સમાજના મોટાભાગના લોકો આવી રીતે માત્ર વાતોના વડા કરીને સમય પસાર કરે ને એ પણ કોઇ અર્થપુર્ણ વાતો તો નહિ. એટલે લોકોની આળસ,નિંદાકુથલી, જેવી નકારત્મક વૃતિને ઉતેજન મળે છે.ઉત્પાદન તો કાંઇ થતુ નથી. પછી મોટાભાગના કુટુંબોમાં લડાઇ ઝધડા ને એમ એકતા તુટી જાય. કોઇ રચનાત્મક
પ્રવૃતિ નથાય. એમ વ્યકિતની સાથે સમાજનો વિકાસ પણ અટકી જાય.  
     ને આ સબંધની માયાજાળ કેવી છે કે માણસના અંત પછી પણ એનો અંત આવતો નથી. વ્યકિતની હસ્તી મટી ગયા પછી પણ એની કબરો બાંધીને એને જીવાડવા પ્રયત્ન થાય છે. એના સ્મારકો રચાય છે ને એની  યાદગીરી રુપે કોઇ સંસ્થામાં ફંડફાળો આપી એની તક્તી મુકીને એની સાથેના સબંધો કાયમ રાખવાના પ્રયત્ન થાય છે. કયારેક એના નામે રાસગરબા,પ્રશસ્તિ,ને ફિલ્મો પણ બને છે. શું વિગત આત્મા આ બધૂ જોતો હશે?

Saturday, November 10, 2018

ચરતા રહો ફરતા રહો.

આગલા અંકથી ચાલુ. તો આપણે ઐતરીય ઉપનિષદ ના આદેશ પ્રમાણે જોયુ કે માણસ એની ઉત્પતિથી લઇને આજે દુનિયાના ખંડખંડમાં પ્રસરી ગયો છે. અલાસ્કાના શુન્ય તાપમાન કે રણની લોહી ઉકાળતી ગરમી કે એમેઝોનના અવિરત વરસાદ ને ગાઢ જંગલોથી છવાયેલી ધરતી બધે જ માનવવસવાટ છે. એમાત્ર બેપગે ચાલવાથી જ નહિ પણ મન એટલે કે બુધ્ધિના ચાલવાને પણ આભારી છે. આવા દુર્ગમ સ્થળોએ પંહોચવા એણે વહાણો બનાવ્યા, વાહનો બનાવ્યા, પશુઓને ઉપયોગ કર્યો ને છેવટે હવામાં પક્ષીની માક ઉડવામાં પણ સફળ થયો. એજ પ્રમાણે આદર્શ ને સુખી સમાજ માટે ભૌતિક સંપતિ પણ ફરતી રહે એ પણ જરુરી છે. સમાજનો કોઇ સતાધારી રાજા કે નેતા અથવા નાનો સમુદાય જયારે સમાજની સંપતિ પર એકાધિકાર જમાવીને બેસી જાય ને બાકીનો સમુદાય મુળભૂત  જરુરિયાત થી  વંચિત રહી જાય ને છેવટે ઉમાશંકર જોષી કહે એ પ્રમાણે ભુખ્યા જનોનો જઠરાગ્નિ જાગે ત્યારે જે આગ લાગે એમાં આવા સતાધીશો ને સંગ્રહખોરો ભુંજાઇ જાય. ઇતિહાસ એવા બળવાઓનો સાક્ષી છે. એટલે સંપતિને પણ સમાજમાં ફેલાવવી જોઇએ એ વ્યકિત ને સમાજ બન્નેના અસ્તિત્વ માટે જરુરી છે. આપણે એવી વાતો પણ સાંભળીએ છીએ કે જેસમયમાં બેંકો નહોતી ત્યારે એવા લોભી લોકો જમીનમાં ચરુ દાટતા ને એના પરિવારને જાણ પણ નહોય ને છેવટે વરસો પછી કોઇ અજાણી વ્યકિતને હાથમાં આવે. તો આ છે ફરતા રહેવાનો ભાવાર્થ.
      આ સિવાય લોકોને પરાણે કે બળજબરીથી વતન છોડાવવામાં આવે. જેમ કે આફ્રીકાના મુળ વતની એવા હબસી લોકો. એના અજ્ઞાનનો લાભ લઇને પોતાના સ્વાર્થ માટે ગોરા લોકોએ એને પશુની જેમ પકડી હજારો માઇલ વતનથી દુર એવા અજાણ્યા મુલ્કમાં પશુની જેમ વેચ્યા ને મજુરી કરાવી. એમને એના વતન,ભાષા, સમાજને સંસ્કૃતિ થી માંડીને પરિવારના ટુકડા કરી નાખ્યા. બસો વરસની આવી યાતના ને ગુલામી એ મુક્ત થયા. માનવજાતિનુ એક કલંકિત પ્રકરણ.એ જ પ્રમાણે બ્રિટિશસતાના સમયમાં આપણા દેશમાથી પણ આવી રીતે લોકોને લાલચ કે બળજબરીથી આફ્ર્રીકામાં ને એવી એની કોલોની વસાવવા લોકોને લઇ જવાતા. એને 'ગિરમીટીયા' કહેવાતા. આવા લોકો સાથે પશૂ જેવું વર્તન થતું.
     આજે માનવઅધિકારોમાં પરિવર્તન આવ્યું છે. દુનિયાનો કોઇ ખુણો અજ્ઞાત નથી રહ્યો. એટલે કોઇ પણ સ્થળે માનવઅધિકારનો ભંગ થાય તો સમાચાર પ્રસરી જાય છે.  આજે પણ ચરવા ચરવાની વૃતિ અટકી નથી. એટલે તો આજે માણસ અવકાશમાં કોઇ પાડોશી  ને સારા રહેઠાણની શોધવા પ્રયત્ન કરે છે.
      છેલ્લે આપણા ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં વિચારીએ તો આ ઉપદેશને પણ આપણે પાપ, પુન્ય ને સ્વર્ગ સાથે જોડી દીધો છે. આજે તો વાહનવ્યવહાર ને રસ્તા, હોટલો,મોટેલો નેસ સંદેશ વ્યવહારની સગવડ છે. પણ એ સમયની વાત છે કે લોકોનું પોણા ભાગનું જીવન આગલી પેઢીને સાચવવા ને નવી પેઢીને તૈયાર કરવામાં વીતી જતું. આમાથી નિવૃત થયા પછી એની એક જ મહેચ્છા રહેતી. ચાર ધામની યાત્રા. આમા પણ મુખ્ય ઉદેશ તો પુન્ય કમાવાનો જ હતો.  બસ ને રેલ્વેના આગમન પહેલા લોકો પગપાળા સંઘમાં નીકળતા. સમુહમાં સલામતી લાગે. રસ્તામાં નાના ગામડા આવે ત્યા આ યાત્રાળુઓનું સ્વાગત થાય. ગામના મહાજન કે અગ્રગણ્ય વ્યકિતને  ત્યા ઉતારો ને ભોજનનો પ્રબંધ થાય. સમચારોનું આદાનપ્રદાન થાય. બન્ને પક્ષે નવું જાણવા મળે. માહીતીનો એક માત્ર સ્ત્રોત. છાપુ ગણો કે રેડીયો.  હવે જોવા જેવુ એ થાય કે જે ઘરડા લોકો દાદરો ય ચડવામાં ટેકો માગતા હોય ને ઉંબર તો ડુંગર થયા એમ રટતા હોય એ વા લોકો પુન્ય માટે ગિરનાર,પાવાગઢ કે પાલીતાણાના ડુંગરા ચડે, એતો ઠીક પણ કૈલાસ,માનસરોવર, કેદારનાથ ને બદ્રીનાથમાં ય ઢસડાતા ય પંહોચી જાય!. ઘેર નહાવા માટે ગરમ પાણીનો આગ્રહ રાખતા લોકો પુન્યની લાલચમાં નદીઓના એવા ઠંડા પાણીમાં  સ્નાન કરે ને એમાં ય ભક્તાણીઓ તો હદ કરી નાખે. માત્ર   પાતળા ને એકસરા      સાડલા . કોઇ સંકોચ નહિ કે ઠંડીની પરવા નહિ. એ તો જેવી જેની માન્યતા. કોઇ સાહસ માટે ડુંગરા ચડે તો કોઇ સ્વર્ગ માટે.          આખરે નદીઓના નીર પણ ફરતા જરહે છે. બંધીયાર પાણી ખાબોચીયુ થઇ જાય ને ગંધાઇ જાય.  એવુ જ માણસનું છે કે એક જ સ્થલે રહેતાલોકોની દ્રષ્ટિ  'કુવાના દેડકા ' જેવી બની જાય છે.એટલે જ ઉપનીષદ કહે છે'ચરવૈતિ

આપણા ઉપનિષદ એતરીયમાં એક સંદેશ છે કે ફરતા રહો ને ચરતા રહો. પ્રાણી ને મનુષ્ય બન્ને માટે. પ્રાણી ઓ તો આ સંદેશો પુરેપુરો સમજ્યા હશે. કારણ કે આફ્રિકામાં પ્રાણીઓની વર્તણૂકના અભ્યાસીઓના નિરીક્ષણ પ્રમાણે ઘાસને લીલોતરી પર જીવનાર પ્રાણીઓ ઘાસના વિશાળ મેદાનોમાં જેમ વરસાદ એકછેડેથી બીજે છેડે આગળ પાછળ જાય ને ઘાસ ઉગે એ પ્રમાણે આ પ્રાણીઓ એની પાછળ ફરે ને ચરે છે તો એના પર જીવનારા શિકારી પ્રાણીઓ વાઘ,સિંહ, વરુ વગેરે આ પ્રાણીઓની પાછળ એટલે કે પોતાના ખોરાકની પાછળ સ્થળાંતર કરતા રહે છે. એજ પ્રમાણે યાયાવર પંખીઓ સિઝન પ્રમાણે  હજારો માઇલની સફર ખેડે છે. તો દરીયાઇ જીવો ખાસ તો માછલીઓ પાણીના ઠંડા ને ગરમ પ્રવાહો પ્રમાણે ફરતી રહે છે ને એની પાછળ એનો કાળ એટલે કે વ્હેલ ને શાર્ક જેવા શિકારી પણ ફરતા રહે છે. આમ પ્રાણીજગતમાં તો શિકાર ને શિકારીનો ખેલ ફરવા ,ચરવા ને તરવા પર દેખાઇ આવે છે.
      માણસની વાત આ સંદર્ભમાં લઇએ તો માણસ એક સ્થળે પેદા થયો ને ભ્રમણ કરતો થયો. ચાલતા ચાલતા એ આજે દુનિયાના દરેક સ્થળે સહરાના રણથી માંડી અલાસ્કાના દુર્ગમ ભાગોમાં પણ વસે છે. માણસની એ વાતાવરણને અનુકુળ થવાની ફાવટને કારણે એ  હિમાલયના પહાડો પર, બરફના ઘરોમાં, લોહી ઉકાળતી ગરમીમાં તંબુ બાંધીને રહી શકે છે. વાતાવરણને અનુકુળ ખોરાક  શોધી કાઢે છે . રહેઠાણ ને પોશાક બનાવે છે. આગળ જતા એ પ્રમાણે તહેવારો,રિરિવાજો ને મનોરંજનના સાધનો શોધીને એક વ્યવસ્થિત સમાજરચના કરે છે.
      આ બધૂ હાંસલ કરવા જરુરિયાત પ્રમાણે સ્થંળાંતર પણ કરવું પડે છે. માણસ સારા જીવન માટે ફરતો રહે છે. એટલે તો  વિશ્ર્વની મહાન પ્રાચીન સંસ્કૃતિઓ નદીઓના તટ પર વિકસી છે. નદી એટલે તો લોકમાતા કહેવાય છે કે બારેમાસ પાણી પુરુ પાડે, વરસાદની ખેંચમાં સિંચાઇથી ખેતી થાય, અનાજ ને પાણી એ માણસના અસ્તિત્વ માટેની મુળભુત જરુરયાત સંતોષાયા પછી આગળનો વિચાર આવે.માનવઇતિહાસમાં ઇજીપ્તની નાઇલ, ઇરાકની યુક્રેટીસ ને ટાયગ્રસ, હડપ્પા ને મોએન જે ડેરોની સંસ્કૃતિ સિંધુ નદીને આભારી છે. આમ માણસ સારા ને સુખસગવડ ભર્યા જીવન માટે ફરતો જ રહ્યો છે. એ ભ્રમણ આજે પણ ચાલુ જછે ને એ જીજ્ઞાસાવૃતિ જે માણસને અવકાશ યાત્રા તરફ દોરે છે.                 મનુષ્ય ને પ્રાણોઓને ભ્રમણમાં તફાવત એ છે કે પ્રાણીના ભ્રમણના કેંદ્રમાં માત્ર ભુખ તરસ ને માદા મેળવવાની વૃતિ જેને પશુવૃતિ કહેવાય.એટલે કે એવા માણસોને જેને જીવનમાં માત્ર આ જ ઉદેશ હોય ને એને પશુ ગણવામાં આવે છે. માણસ એ છૈ કે જે માત્ર તનથી જનહિ પણ મનથી ને ધનથી પણ ફરતો રહે છે. એપ્રગતિ ને હાલના જીવન કરતા સારા જીવન માટે ફરતો રહે છે. રોજીરોટી ને સલામત જીવન માટે એ વતન છોડી પરદેશને પારકી ભુમિને પોતાની કરે છે. વતન છૌડવાના ઘણા કારણ હોય. જયા આજીવિકા સહેલાઇથી મળતી હોય, શાષકપક્ષ શોષણખોર નહોય, કાયદો ને વ્યવસ્થા હોય, ભેદભાવ નહોય, વિકાસની તકો હોય. ત્યા જવા માટેલોકો ઉત્સુક થાય. એજ પ્રમાણે  જે દેશોમાં રાજકીય ને કાયદાકાનુનની અરાજકતા હોય,   ..વિકાસની તકો નહોય, દેશની કુદરતી સંપતિ ને સમૃધ્ધિ પર સમાજના નાના વર્ગનો ઇજારો હોય ટુંકમાં કહી શકીએ તો બળીયાના બેભાગ જેવી હાલત  હોય ત્યારે મજબુરી થી લોકોને વતન છોડવું પડે.
એક વર્ગ એવો છે કે જે સાહસિક છે જે માત્ર કુતુહલ કે નવી ભુમિ શોધવા દરિયાના અફાટજળરાશી ઉપર નાના વહાણલઇને નીકળી પડે છે. એની પાસે છે માત્ર જીજ્ઞાસા ને હિંમત. કયારેક પરિવારનો વિરોધ હોય, મુસાફરી માટે જરુરી સામગ્રી ખરીદવાના પૈસા નહોય કે એવા સાધનો મળતા પણ નહોય.છતા દુનિયાને કોલંબસ, વાસ્કો ડી ગામા,માર્કો પોલો ,એડમંડ સ્મીથ ને હ્યુ એન સાંગ જેવા સાહસીકો મળી રહ્યા છે જે લોકોએ જાનના જોખમે દરિયો, રણ ને ઉતરધ્રુવના દુર્ગમ સ્થાનોનો પ્રવાસ કર્યો છે ને દુનિયા સમક્ષ નવા સ્થાનો ખુલ્લા મુક્યા છે.       વધુ આવતા અંકે

Saturday, November 3, 2018

લગ્નસંસ્થા ૪

આગળથી ચાલુ.    આપણે આગળના ત્રણભાગમાં આપણી ધાર્મિક વિધિઓને ને તેનુ મહત્વ, એને અનુરુપ મંગલ ગીતો માણ્યા. એકવાત બાકી રહી ગઇ. વરકન્યાની પસંદગીના ધોરણ. એ સમય પ્રમાણે નાતજાત,ધર્મ ને પરિવારની શાખને ધ્યાનમાં લેવાતી. વાહનવ્યવહાર ને સંદેશાની મર્યાદિત સગવડને કારણે વિવાહ પરિચિતોના માધ્યમથી, નજીકના જાણીતા પરિવારમાં, આસપાસના ગામમાં ને સમાન વ્યવસાયીમાં કરવાનું વલણ રહેતું. એક કારણ એ હતુ કે નાનીઉંમરે સાસરે ગયેલી દિકરીને વારતહેવારે તેડુ કતવાનો રિવાજ.એમાટે પણ પુરુષવર્ગની ઓથ જોઇએ કેમ કે એકલા મુસાફરી બેનો માટે સલામત નહોતી ને એવી સગવડ પણ નહોતી. બીજુ કે સમાન વ્યવસાય હોય તો આવનાર વહુ કે જનાર દિકરી જલ્દીથી પરિવારમાં ભળી શકે. એ પણ કારણ હતુ કે દરેક કારીગર ને ખેડુત, વિપ્ર ને વણિક એક જ સમાજમાં રહેવા છતા ખાનપાનથી માંડી પોશાક, ધાર્મિક માન્યતાઓ, ખોરાક તૈયાર કરવાની રીત બહુ અલગ હતી. એ સમયે ભણતર  હતુ નહિ. સ્ત્રી શિક્ષણ નહિવત હતું. આર્થિક બાબત માત્ર પુરુષ માટે જ હતી. આજે પણ ઘણા પરિવારમાં જ્યા સ્ત્રી બહાર કામ ન કરતી હોય ત્યા પુરુષ એને આર્થિક બાબતમાં માહીતી આપવાનું જરુરી માનતા નથી. એ સમયે તો બહુધા સંયુક્ત પરિવાર હતા ને ઘરના વડીલ આર્થિક નિર્ણયો લેતા હોય. પછી જરુર પડે પતિ ને પછી યુવાન દિકરાઓ. આજે સંયુક્ત પરિવાર નથી રહ્યા. છતા કોઇ આવી માનસીકતા રાખે તો અચાનક એવી પરિસ્થિતિ આવી પડે તો પરિવાર રાતોરાત અનાથ થઇજાય.  એ સમયે તો દિકરીની પાસે આટલી જ અપેક્ષા રખાતી. પરણવાની એની યોગ્યતામાં ગાણુ, જોણુ,વલોણુ ને રોણુ જોવાતુ. એસમયે નીશાળે જવાનું નહોય એટલે નાનપણથી કામથી પરવારી એ ભાવિ ઘરને શણગારવાની તૈયારીમાં લાગી જતી. એટલેકે ભરતગુંથણ એમાં મોતીના ગણેશસ્થાપના, તોરણ, ચાકળા, ટોડલીયા, વીંઝણા, ઘૌડલા, લોટી,નાળીયેર, ઇંઢોણી, હિરના ચંદરવા, પછીતપાટી, પરદા આવી અનેક ગૃહસુશોભન ઉપરાંત ઘણા લોકો ઘેર ઘોડી રાખે તો એનો શણગાર. ઘોડીનું કાંધીયુ, મથરાવટી, બળદની ઝુલો, મોડ, શિંગડાના મોરા. ઉપરાંત રસોઇ શીખવાની. વડિલો બીક બતાવ્યા કરે. પારકા ધરની.એ સમયે શારીરિક દેખાવ કરતા કામકાજે મજબુત એટલે કે શારીરિક ક્ષમતા મહત્વ હતી. જમાનો કમરતોડ ઢસરડાનો હતો. નાજુક સ્ત્રી કરતા લોંઠકી મેદાન મારી જતી. ગાણા માં એને ગાતા આવડે, સમય સમયના અલગ ગીતો. એટલે દિકરીઓ ઘરની કે પાડોશની વડીલ સ્ત્રીઓ પાસે ગીતો શીખે. ભજન, ગરબા, પ્રભાતીયા, મંગળગીતો ને છેવટે મરશીયા પણ આવડવા જોઇએ!. એટલે તો ગામડામાં છોકરીઓ મોળાકત એટલે કે ગૌરીવ્રત કરે ત્યારે 'દેદો કુટે' એટલે કે મરશિયા ગાતા શીખે. દેદાની વાત સૌરાષ્ટ્રમાં એવી છે કે દેદા નામનો રજપુત યુવાન પરણવા જતો હતો ને ગામ પર બહારવટીયાનો હુમલો થયો ને કુંવારી કન્યાઓ જે ગૌરી પુજા કરતી હતી ગામના વડલા નીચે એની આબરુ જોખમમાં આવી. આ મોડબંધો  તલવાર તાણી કુદી પડયો. દિકરીઓ બચી ગઇ પણ એ શહીદ થઇ ગયો. એની અધૂરી ઇચ્છાને પુર્ણ કરવા વચન અપાયુ કે કુવાંરી દિકરીઓ આ પાંચ દિવસો ઉપવાસ કરશે ને એની યાદમાં શોક મનાવશે. જેમ મુસ્લીમધર્મમાં 'ધાસુરા' હોય છે એમ જ. એ જ રીતે 'વલોણુ'. એસમયમાં લગભગ દરેક પરિવારમાં દુધાળા ઢોર હોય. ખેડુત ને ભરવાડમાં તો ખાસ. એટલે  દિકરીને દુધ ગરમ કરવાનુ, યોગ્ય ઉષ્ણતામાને મેળવણ નાખવાનુ એટલે કે દંહી જમાવવાનું ને વહેલી સવારે વલોણુ કરવાનુ. એટલે કે દંહી વલોવી માખણ ને છાંસ અલગ કરવાના. આ પણ એક આવડત  કે જે એ સમયે અપેક્ષિત હતી. નહિતર દિકરી ને એના માબાપને આખી જીંદગી મેણા સાંભળવાના.  આજે તો નોકરી કરતી છોકરી એ લાયકાત મુખ્ય ગણાય છે.        સંપુર્ણ

Thursday, November 1, 2018

લગ્નગીતો ભાગ ૩

આગળથી ચાલુ. હવે વરપક્ષ જોરમાં આવી જાય. 'આજ અમે ઇડરીયો ગઢ જીત્યા' વિદાયનો વસમો વખત આવે. જોકે એ સમયે નાની કુમળી દિકરીઓને અસહાય ગાયની જેમ અજાણ્યા વર ને ઘરમાં વળાવી દેવાતી ને પછી માબાપનો દિકરીના સુખદુઃખ પર કોઇ કાબુ ન રહેતો. એટલે એના અનજાન ભાવીની કલ્પના કે આશંકાથી સ્નેહી હૈયા ફફડી ઉઠતા. સાંભળો આ ગીત. દિકરી બાપને વિદાય લેતા શું કહે છે
' દાદાને આંગણ આંબલો, આંબલો ઘેર્યો ગંભીર જો'
'એક જ પાન મે તો ચુંટીયુ,દાદા ગાળ ન દેશો જો.'
'દાદને વહાલા દિકરા, અમને દીધા પરદેશ જો'
દુઃખડા પડશે તો કદી ના બોલશુ, નજાવા દેશું મૈયરની લાજ જો.     તો સાહેલીઓ છેલ્લો ટોળો વરને મારી લે
' મે ચંપાબેન તમને વારીયા,ન રમશો માંડવા હેઠ ધુતારો ધુતી જાશે'
  'એક આવ્યો પરદેશી પોપટ. ભોળા મારા બેન ભરમાઇ ગયા. '
'મોઢાનો મીઠડો ધુતારો ધુતી ગયો.'    ગાડામાં વરની બાજુમાં કન્યા    ગોઠવાય ને ફરીથી ગાડાના પૈડાનું પુજન થાય. હવે વરવધુનો ગીત રુપે સંવાદ થાય       વર આંસુ સારતી નવવધુને સમજાવે   'પરણ્યા એટલા પ્યારા લાડી ચાલો આપણે ઘેર રે'    તો વધુ રજા  માગે ' ઉભા રો તો માગુ મારા દાદા પાસે શીખ રે'     વર કહેશૈ'  હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે'         જાન ઘેર આવે. નવવધુનું સ્વાગત થાય. વિધ્નહર્તા ગણેશની સાક્ષીએ કોડીકરડા રમાય, મીંઢોળને છેડાછેડીની ગાંઠો છુટે ને નવજીવનની ગાંઠે બન્ને બંધાય જે અદ્રશ્ય ગાંઠ જીવનભર ટકી રહે.  આ સિવાય
     અનેક ગીતો   જેમકે પોંખણૂ થાય એટલે ગવાય   ' સીતાને તોરણ રામ પધાર્યા, લે રે પનોતી પહેલુ પોખણુ,'










Wednesday, October 31, 2018

લગ્ન ગીતો ભાગ ૨

ભાગ ૨    આ પ્રસંગે વ્યકિતની શારીરિક, માનસિક ને આર્થિક હાલત છતી થાય. સમાજમાં એના સમાયોજનની સફળતા સફળતા, સમજણ ને કુશળતાની કસોટી થાય. એસમયના સમાજમાં પ્રસંગમાં બહુધા આધાર આસપાસના લોકોનો જ રહેતો. જાન લઇને દિકરો પરણાવવા જવુ હોય તો ગાડા ને બળદની જરુર પડે, જમણવાર  હોય તો રસોઇના વાસણો, રસોયા, પીરસનારા આ બધુ  આસપાસના પરિચિતો ને પાડોશી ને સગાની જરુર પડે. જે લોકો બીજા લોકોના પ્રસંગે મદદ કરતા હોય, સ્વયસેવક તરીકે રાતદિવસ જોયા વિના ખડેપગે હાજર રહેતા હોય એવા લોકોને ત્યા આવા પ્રસંગે કામ કરવા લોકો સામેથી તૈયાર હોય. બીજી એ પણ વિશેષતા કે આ પ્રસંગે ગામના વસવાયા કે કારીગરોને પણ સાંકળી લેવામાં આવે. જેમ કે કુંભાર માટલી લાવે, લુહાર દિવડો લાવે, દરજી વરકન્યાના વાઘા ને કન્યાનું આણુ તૈયાર કરે, મોચી મોજડી ને ચંપલ બનાવે. એ જ પ્રમાણે બીજા કારીગરો પણ સામેલ થાય. ટુંકમાં નાના સમાજના દરેક સભ્ય યોગદાન કરે. એક વિધિ જુઓ. મંડપરોપણ પછી ચાક વધાવવા કુંભારને ધેર જવાનુ. ચાકડાની પુજા થાય. સમજીએ તો ચાકડાએ માણસની પ્રગતિમા બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. ગાડાનું પૈડુ, સાયકલ, સ્કુટર, મોટર કે વિમાનનું પૈડુ. ને કૃષ્ણનું સુદર્શન ચક્ર ને ગાંધીજીનું રેંટીયાનું પૈડુ.ચાકડો પણ ગોળ. એટલે માનવવિકાસના આધારરુપ ચાકની પુજા થાય. દિવડો એ માટીના કોડીયાના જમાનામાં અજવાસનું પ્રતિક. હવે આવા પ્રસંગે થોડા એવા  ટીકાખોર ને વિધ્ન સંતોષી ય હોવાના. ગમે એવી સારી વાતમાં ય દોષ દેખાવાના. એ સમયે આવા ટીકાખોરોની નિંદા ને નજરઅંદાઝ કરવી પડે. એની સાથે ઝધડો નકરાય. કોઇ પણ સમજદાર પોતાના શુભપ્રસંગે આટલા મહેમાનો સામે ઝધડો ન કરે. એટલે એક વિધિ જેને ઉકરડી દાટવી એમ કહેવાય. જે મંડપ રોપણ પછી બહેનો કરતા હોય.     હવે ગણેશસ્થાપના થાય ને આંગણામાં માણેકસ્તંભ રોપાય.ને મંગલ ગીત ગવાય
' સોનાની સળીએ માંડવો,રુપાની સળીએ માંડવો. પ્રથમ ગણેશજીને તેડાવો, બેનીને મીંઢોળ બંધાવો.'
 પછી પીઠી ચોળાય. વાનો વેચાય ફટાણા ગવાય ને વળતે દિવસે જાનની વાટ જોવાય.
આ બાજુ જાન પ્રસ્થાન થાય. વેવાઇને મોર મારફત સંદેશો મોકલાય
' મોર જાજે ઉગમણે દેશ,મોર જાજે આથમણે દેશ, વળતો જાજે રે વેવાઇને માંડવે હો રાજ'
તો કન્યા પક્ષે ય તડામાર તૈયારી હોય. જાન ગામના પાધરમાં આવેને કન્યા વરને નીરખવા મેડીએ ચડે 
' દાદાએ ઉંચા ગઢડા ચણાવ્યા,ગઢથી ઉંચા ગઢના કાંગરા.
ગઢડે ચડીએ બેનબાએ રાયવર નીરખ્યા'. ને પિતાને ફરિયાદ કરે
' દાદાજી અમે રે ગોરા ને રાયવર શામળા' ને પિતા સમજાવે
' દિકરી,એના ના કરીએ ઓરતા, દિકરી દુવારીકામાં રણછોડરાય શામળા'
  પછી તો વરના સામૈયા થાય ને ઝાલરટાણે વરધોડો નીકળે
' શુકન જોઇ ચડો રે વરરાજા, શુકને દાદા હોય રે વરરાજા' ને પેત્રોમસને અજવાળે માંડવે જાન આવે ને પોંખણા થાય. મંડપમાં વરરાજા બેસે પછી ગોરબાપા કન્યા પધરાવવાનું એલાન કરે. ત્યારે ત્રણ વખત 'સાવધાન' બોલે. મજાકમાં કહીએ તો વરરાજાને સાવધાન કરે કે આ છેલ્લી તક છે. સામે બેઠેલી છોકરીઓને જોઇ લેવાની. પછી તો જે માંડવા આવી રહી છૈ એજ તારી. બાકી બધી તારી સાળી. મામા માંડવામાં કન્યા પધરાવે ને સાળીઓની જીભ છૂટી થાય.
ને ફટાણા વર કહેતા બનેવીને ચીડવવા જ સ્તો
'કારે જમાઇ તું અણૌસરો,તારે અડદની અણસાર.
ઝિપટાનો ઝુડતલ, સાંઠીઓનો સુડતલ.હળનો ઢાંઢો હળવો હળવો હાલ'. તો બીજુ ગીત
 'કાળા કાળા રે તાવડીના તળીયા જેવા તમે ક્યાથી આવ્યા રે'વરપક્ષને માઠુ લાગે તો કન્યાના વડીલો વાત વાળી લે કે ભાઇ,આતો વાછટીયા ગાય છે. 'વાછટીયા એટલે કે વચેટીયા. આજુબાજુના બૈરા, બહેનપણીઓ, પાડોશીઓ. એને તો વર ખીજાય તો વધારે મજા પડે. બે પક્ષ વચ્ચે મનદુઃખ થાય એમા એને કેટલા ટકા?
  પછી કન્યાદાન પછી ચોરીઓ, ભાઇ જવતલ હોમે. અહી પણ કુટુંબના બધા સભ્યોને ભાગ લેવાનો ઉમંગ થાય એમ દરેકનો રોલ. ભાઇ જવતલ હોમે, મામા મંડપમાં કન્યા પધરાવે, માબાપ કન્યા દાન કરે, ભાભી પોંખણા કરે, નાની બેન સામૈયુ લે, ફૌઇ જડ વાસે, વરનો બનેવી અણવાર થાય. એ છેવટ વિદાયવેળા આવે ને આનંદના બલુનમાંથી હવા નીકળવા માંડે. હસતા ચહેરા ગંભીર થઇ જાય ને આંખોમાં આંસુ ઉભરાય.       આગળના અંકે




લગ્નપ્રથા ને લગ્નગીતો

આપણા હિંદુધર્મમાં વિવાહને એક  સંસ્કાર માનવામાં આવ્યો છે. સોળ સંસ્કાર પૈકીનો એક. એક સામાજિક કરાર. બન્ને પક્ષે જવાબદારી છે ને આખા સમાજની હાજરીમાં વરકન્યા એ મંજુર કરે છે. સુખી લગ્નજીવન વ્યકિત, પરિવાર ને સમાજની ઉન્નતિ માટે મહત્વનું છે. ભાવિ પેઢીના વ્યવસ્થિત ઉછેર પર જ વર્તમાન પેઢીના સુખશાંતિનો આધાર છે. સમાધાન ને સમાયોજન બન્ને પક્ષે જરુરી છે, કારણ કે માનવબાળકનો ઉછેર ને ઘડતરમાં લાંબો સમય લાગે છે. એટલે માબાપ વચ્ચે સંપ ને સમજણ હોય તો જ એ શક્ય બને. ઉપરાંત લગ્નથી માત્ર બે વ્યકિત જ નહિ પણ બે પરિવાર જોડાય છે. લગ્ન કરાર ભંગ થાય તો એક કરતા અનેક લોકોને અસર થાય છે. એટલે હિંદુધર્મ ને સમાજમાં છુટાછેડા નછુટકે થાય છે.      આ બધા કારણસર લગ્ન પરિવાર માટે બહુ મહત્વની ઘટના કહેવાય. માબાપ આ જવાબદારી પુરી કરીને જાણે માથા પરથી મણનો બોજ ઉતરી ગયો હોય એવી રાહત અનુભવે.  સાથે યુવક યુવતીના જીવનમાં પણ અસાધારણ પ્રસંગ. એક જ વખત આવું ધ્યાન ને માન મળે. એક દિવસનો રાજા  'વરરાજા"
       વિવાહ નક્કી થાય એમા ઘણા ક્રમ છે. જેમકે ચાંદલો, ચુંદડી, મંડપરોપણ, જાનપ્રસ્થાન ને આગમન, વરઘોડો, માયરા, કન્યાદાન, ચોરીઓ, ચાર ફેરા, જવતલ, ને છેલ્લે કન્યા વિદાય. આજે આપણે આ પ્રસંગે ગવાતા મંગલગીતો પર ઉડતી નજર નાખીએ. જે સમયમાં ડી. જે કે રેડીયો કે ટેપરેકોર્ડ નહોતા ત્યારની વાત છે.
      પ્રથમ તો વિવાહ નક્કી થાય. વરપક્ષ તરફથી કન્યાને ચાંદલો કરવા ને ચુંદડી ઓઢાડવા આવે. ચુંદડીનો અર્થ કે આ દિકરીને અમારા પરિવારમાં સમાવી લેવામાં આવે છે. જાહેરનામુ!    એની સાથે મંગળગીત ગવાય
  " નવે નગરથી સુંદર ચુંદડી આવી રે. લેરખડા મારે ચંપાબેનને કાજ. ઓઢોને બેની ચુંદડી'

પછી લગ્ન નક્કી થાય, સગાવહાલાને પાડોશીઓ ભેગાથાય. ગોર મહારાજ ના હાથે આ કરાર લખાય.ને એજ વરપક્ષને પહોચાડે. કંકુ છાંટીને કંકોતરી છપાય ને સગાવહાલા ને આમંત્રિતોને મોકલાવાય. એ વખતે ગવાય,
' કંકુ છાંટી કંકોતરી મોકલજો, એમા લખજો વરકન્યાનું નામ કે વિવાહ આવ્યા ઢુંકડા'
 પછી ઘરમાં રંગરોગાન થાય. શણગાર થાય. મોતીના તોરણ,ચાકળા, ટોડલીયા, ગણેશસ્થાપના, હીરના ચંદરવા, પરદા,  ઝુમ્મર.એના ભરેલા આભલાથી ઘર ઝળહળી ઉઠે. દિવાની જરુર જ નહિ.

એ સમયે આજના જેવી કેટરિંગ કે ડી. જે. કે મંડપસર્વીસ નહોતી. આસપાસના બહેનો ભેગા થાય. અનાજ સાફ કરે, વડી,પાપડ, પાપડી, વેફર તૈયાર કરે. એ સમયે પણ ગીતો તો ચાલુ જ હોય.  લગ્નનો દિવસ આવે ત્યા સુધી સવારસાંજ બહેનો પ્રભાતીયા ને સાંજે મંગલ ગીતો ગાય. એક નમુનો પ્રભાતીયાનો
 ,''ચાંદા શીળી રાત રે કાનકુંવર જનમીયા, કાનડદેવ જનમીયા ત્યારે વાસુદેવને ઘર દિવો રે'
'સુભદ્રાબેનના વીરા સદા રહેજો વહારે રે'                        આગલા અંકે

Sunday, September 30, 2018

સામાજિક સબંધો

નમસ્તે જિજ્ઞેશભાઇ, કુશળ હશો. હું હજારો ગુજરાતી ભાષાના ચાહકોને વાંચકો વતી તમારી કુશળતાની પ્રાર્થના કરુ છું.     વિશેષમાં  લધુવાર્તાઓ માણી. એ સંદર્ભમાં આર, એંજલ. સંજય ભાઇ લિખીત વાર્તા. વિષેમારા વિચારોરજુ કરુ છું.   આપણા ભારતીય સમાજમાં પરિવારના દરેક સભ્યનું પદ ને એને અનુરુપ
ફરજ જે વિશેષતા કે બંધારણ નક્કી હોય. સાસુ,સસરા, કાકા કાકી, ફોઇ, મામા, મામી, માસી. વિવાહ પછી યુવાન યુવતીના સંબધોમાં નવા હોદેદારો ઉમેરાય. યુવતી માટે વહુ, સાસુ, સસરા, નંણદ,દિયર,દેરાણી ,જેઠ જેઠાણી, યુવાનો માટે સાસુ સસરા, જમાઇની પદવી, સાળી, પાટલાસાસુ, સાઢુ,ઉપરાંત ભત્રીજા ને ભત્રીજી,ભાણેજ , બનેવી, આ બધી પદવીની ખાસ પકારના વર્તનની જે ફરજની અપેક્ષા હોય છે. પછી તો આ બંધારણ એટલુ જડ બની જાય કે એમાં ફેરફાર કરનારનો ઉદેશ ઉમદા હોય તો પણ એનું મુલ્યાકન એની ભુમિકા પ્રમાણે કરવામાં આવે છે. એક પુર્વગ્રહ સાસુને મા બનતા કે એક સમજદાર વહુને દિકરી બનતા અટકાવે છે, એક નણંદ ભોજાઇ એકબીજાની હરીફ મટી સારી મિત્ર બની શકતી નથી. દેરાણી જેઠાણી  એકબીજા સાથે નિખાલસતાથી ઘરના પ્રશ્નો  ઉકેલી શકતી નથી. ઘરની કોઇ સમસ્યામાં ઘરના બધા સભ્યો સાથે બેસીને ચર્ચા કરી શકતા નથી. આપણા સમાજમાં સાસુવહુનો સંબંધ સહુથી વગોવાયેલો ને કમનસીબ છે. કારણ બચપણથી જ  છોકરીઓને આ ,સાસુ નામના પ્રાણીથી  સાવચેત રહેવાની સાથે ગભરાવી દેવામાં આવે છે. એ પુર્વગ્રહ સાથે જ એ નવા સંસારમાં પ્રવેશે છે. જુઓ એક મા દિકરીને કે દિકરી મા ને કહે કે ‘ તને આટલુ ય નથી આવડતુ? ‘ અથવા કોઇ બાબત સલાહ આપે તો એકબીજાને માઠુ નહિ લાગે પણ એક વહુ સાસુ કે સાસુ વહુને આ જ શબ્દો કહે તો મહાભારત થઇ જાય. એમાં વરસો જુનો પુર્વગહ કામ કરી જાય છૈ. એમાં પાછા આપ ણા લોકગીતો. ફિલ્મો,ને એવી વાર્તા ,સાહિત્ય એની પુર્તિ કરે છે.
 આપણા લગ્નગીતો ને કન્યા વિદાયના ગીતો એટલા કરુણ ને કન્યાપક્ષની કાલ્પનિક અસહાયતાથી ભરપુર હોય છે કે દિકરીને નવજીવનને બદલે જાણે કસાઇવાડે ધકેલતા હોય.  એ જ માનસીકતાથી નવવધુ ઘરમાં પ્રવેશે ને દરેક સભ્યોના વર્તનનું એ પુર્વગ્રહ પ્રમાણે મુલ્યાંકન કરે ને ફરી એ જ વિષચક્ર ચાલુ થઇ જાય.
    કદાચ આજે થોડુ પરિવર્તન આવ્યુ હોય. પણ આપણા સહિત્ય ને સિનેમા હજુ પણ આ હરિફોને લઇને પ્રેક્ષકોને મનોરંજન પીરસે છેને સમાજ! સેવા કરે છે.

crime against women

નમસ્તે હર્ષદભાઇ, હું  વિમળા હિરપરા, આ લેખ મોકલું છું. પુર્વીબેન મલ્કાણની ભલામણથી, આશા સાથે કે આપને કાંઇક અર્થપુર્ણ લાગે તો અભિપ્રાય આપશો.
       આપણા સાંપ્રત   સમાજની એક સમસ્યા  જે દિવસે દિવસે વકરતી જાય છે એ છેસ્ત્રીઓ ઉપર થતો અત્યાચાર ને સામુહિક બળાત્કાર. નાની નિર્દોષ બાળકીથી લઇને વયસ્ક સ્ત્રી કોઇ સલામત નથી. બહુ ચિંતાજનક સામાજિક સમસ્યા છે. સમાજમાં દરેક સ્ત્રી કે દિકરીના માબાપને ઉંધ ઉડાવી દે. અત્યાર સુધી પરાઇ સ્ત્રી માતાકે બેન દિકરી મનાતી ને એના રક્ષણ માટે અજાણ્યા પુરુષો ય તૈયાર રહેતા.  આ એજ ધરતી છે જ્યા રાખડીની આબરુ સચવાતી ને  એવી માનેલી બેન માટે માથુ ઉતારી દેનારા નરવીરો પેદા થયા છે એ જ ધરતી પર આજે સ્ત્રી ગમે તે ઉંમર હોય સલામત નથી!શું થયુ આપણી સંસ્કૃતિ ને જીવનમુલ્યોને?
       ચાલો  થોડા ઉંડા ઉતરીએ કે આપણી કયા ભુલ થઇ.             આપણા સમાજમાં  શ્રમવિભાજનમાં ઘરકામ સ્ત્રીઓ ને બહારનું કામ પુરુષો માટે વંહેચાયેલું  હતું.    બન્નેના ઉંછેર જ એ રીતે થાય> છોકરાઓને  બહારના કામ માટે તૈયાર કરવામાં આવે. બહાદુર બનાવાય.જો ઢીલો પોચો હોય તો છોકરી જેવો નમાલો કહીને ઉતારી પાડવામાં આવે. સામે છોકરીઓને નમ્રતા ને શાંતિ રાખવાની સલાહ અપાય. એટલે એકનું ઘડતર બુધ્ધિ ને બીજાનું લાગણીથી. આ બન્નેના સહયોગથી જ સંસાર ચાલે. માણસ જયારે ટોળામાં રહેતો ત્યારે લગ્નસંસ્થા કે પતિપત્નીના સંબધો નહોતા. બાળકો ટોળાની સહિયારી સંપતિ ગણાતી. પછી ખેતીવાડી શરુ થઇ ને એની સાથે જોડાયેલા અનુસાંગિક વ્યવાસાયોનો વિકાસ થયો. આ બધુ શીખવા સમય ને સતત માર્ગદર્શનની જરુર પડે. એટલે માનવબાળનો વિકાસ લાંબા સમયની સ્થિરતા માગી લે. એમ કરતા પરિવાર ને સમાજની સ્થાપના થઇ. સમાજને ટકાવી રાખવા એનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું.      હવે શ્રમવિભાજન પ્રમાણે છોકરીને ઘરકામમાં નિપુણ બનાવાતી ને છોકરા વિદ્યાલય કે ગુરુના આશ્રમમાં ભણે. બન્નેના રાહ અલગ. આપણા શાસ્ત્રપ્રમાણે દારુ ને દેવતાને અલગ રાખવામાં આવ્યા. એટલે પુખ્ત કે વિવાહની વય સુધી બન્ને જાતિઓને આમનેસામને થવાનો મોકો જ નમળે. ઉપરાંત પરિવારો સંયુક્ત  હતા એટલે એકાંતનો માહોલ જ મળે નહિ.  
 ઉપરાંત છોકરી કે પરિણીત સ્ત્રીઓના પોષાક પણ મર્યાદાસરના રહેતા.બહારના,અજાણ્યા કે વડીલો સામે લાજ, ઘુમટ કે માથે ઓઢવાનો રિવાજ. પરિવારમાં યુવાન સ્ત્રીઓને બહારનું કામકાજ, ખરીદી માટે બજારમાં જવાનું કે બહાર જવાનૂ બહુ ઉચિત ન ગણાતું. ઘરની વડીલ કે વયસ્ક સ્ત્રીઓ એકામ કરતી. મુસા ફરી પુરુષોના રક્ષણ ને સાથમાં થતી. આપણા મનુભગવાને તો સ્ત્રીના ઉંમર પ્રમાણે ચાર રક્ષક નીમી દીધા છે. બચપનમાં પિતા, યુવાનીમાં ભાઇ, વિવાહ પછી પતિ ને વૃધ્ધાવસ્થામાં પુત્ર. એટલે તો ભારતીય સંસ્કૃતિમાં ભાઇનું આટલુ મહત્વ ને જવાબદારી છૈ.ભાઇબહેનનો સંબંધ સૌથી પવિત્ર મનાયો છે. આ સંબંધની પુષ્ટિ માટે રક્ષાબંધન, વીરપસલી ને પોષીપુનમ જેવા તહેવારો ગોઠવાયા છે. રક્ષાબંધન કે રાખડી એની પવિત્રતાની એટલી અસર હતી કે બહારવટીયા કે પરધર્મીઓ પણ એની આટ નીભાવતા. આમાં એક આડઅસર એ થઇ કે કાળક્રમે સ્ત્રીઓ પોતાના રક્ષણ માટે સંપુર્ણપણે પુરુષો પર આધારીત થઇ ગઇ. ત્યાસુધી કે રજપુતસ્ત્રીઓ ને રાજકન્યાઓ સસ્ત્રવિદ્યા જાણતી ને બહાદુર હતી પણ સમય આવ્યે પોતાના રક્ષણ માટે લડવાને બદલે સતી થતી,
 પછી સમય થોડો બદલાયો. છોકરીને શિક્ષણ આપવાનું શરુ થયું. પણ એ વખતે માત્ર ખપ પુરતું. સામાન્ય લખવાવાંચવાનું. એ વખતે સહશિક્ષણ નહોતું. બે પાચ વર્ષ આમતેમ ને પાછા હતા ત્યાને ત્યા. પછીના સમયમાં છોકરીઓનું શિક્ષણ શરુ થયુ.એમાં પણ કુમારશાળા ને કન્યાશાળા એમ અલગ હતું.     આખરે ખરા અર્થમાં બાલમંદિરથી માંડીને કોલેજ ને યુનિર્વસીટી સુધી નું ખરા અર્થમાં સહશિક્ષણ શરુ થયું. શરુઆતમાં માબાપ કે સાસરાપક્ષે છોકરીને ભણાવીને નોકરી કરાવવાનો હેતુ જ નહોતો. એટલે ભણ્યા પછી આમ તો ઘર જ સંભાળવાનું હતું.   પણ જયારે છોકરીઓ ભણીને બહાર કામ કરતી થઇ ત્યારેજ સ્ત્રી પુરુષ આમનેસામને આવી ગયા.પછી તો ઉતરોતર સ્ત્રીઓ લગભગ બધા જ બહારના ક્ષેત્રમાં છવાઇ ગઇ ને ત્યાથી જ એક છાનો સંધર્ષ શરુ થયો. હવે બન્ને એકબીજાના પુરક મટી હરીફ થઇ ગયા અથવા એવુંઅર્થધટન થવા લાગ્યું.  અત્યાર સુધી આજીવિકા ના સાધનો ને બહારની દુનિયા પર પુરુષોનો સંપુર્ણ કબજો હતો. હવે આર્મીથી માંડી ને કંપનીના હેડ તરીકે સ્ત્રીઓ આવી ગઇ. પુરુષમાં ઇર્ષા ને લધુતાગ્રંથિ ઉભી થઇ. એના પ્રત્યેનો આદર ઓછો થઇ ગયો.
      પરિણામે આજે બનતા અનુચિત બનાવોમાં આવી સાંકડી મનોવૃતિ ધરાવનારા  સ્ત્રીને જ જવાબદાર માનતા હશે. ‘ ઘર સંભાળીને બેસી રહોને તો કાંઇ નથાય. આ તો ઝાંસીની રાણી બનવા નીકળી પડયા છો તો ભોગવો’           બીજી વાત કે આપણા ધર્મ ને સંસ્કૃતિમાં બ્રહ્મચર્યને બહુ મહત્વ અપાયું છે. વિવાહ સુધી બન્ને પાત્ર ને સ્ત્રીએ તો ખાસ ,પોતાનું કૌમાર્ય જાળવવાનું.  હવે કામ કે વાસનાનો આવેગ જુઓ તો ઋષિમુનિઓ કે દેવો પણ બચી શક્યા નથી.આપણા બધા દેવો કે ભગવાન ને ઋષિમુનિઓ બધા સંસારી હતા. કામને નિયંત્રિત કરવા માટે જ લંગ્નસંસ્થા અસ્તિત્વમાં આવી છે.અમર્યાદિત શારીરિક સંબધો ,એટલે કે એક કરતા વધારે શય્યાસાથીઓ અનેક જાતિય રોગૌ નોતરે ને સરવાળે આખો સમાજ રોગિષ્ટ બનીને નાશ પામે. ઉપરાંત એ રીતે પેદા થયેલી સંતતિની જવાબદારી કોની?એ પણ સામાજિક સમસ્યા બની જાય. હવે સાચો વૈરાગ્ય તો સમજ્યા પણ પરાણે નિગ્રહ કરવામાં આવે ત્યારે દબાયેલી સ્પ્રીગ ઉછળે એમ મોકો મળે ત્યારે આવા અસંતુષ્ટ પાત્રો કોઇ નિર્દોષ  છોકરી કે સ્ત્રીને ભોગ બનાવે,   એ સિવાય આજે ટેકનોલોજીએ આ માહીતિ ઘર ના એકાંત માં તો કયારેક એવા સિનેમાગૃહોમાં આવી ફિલ્મો ઉપલબ્ધ બનાવી દીધી છે. કાચી ઉમરના પ્રેક્ષકો માટે આ ભારી ડોઝ સાબિત થાય છે.એ પણ હકીકત છે કે આપણુ યુવાધન જેને આપણે આજીવિકાના રાહ પુરા 
પાડી શક્યા  નથીએવા બેકાર ને નવરા ધુપ યુવાનો આવી હલકી મનોવૃતિનો ભોગ જલ્દી બની જાય છે.        એનો ઉપાય!    એક તો આ યુવાધનને પડકારરુપ કોઇ પ્રવૃતિઓ ને યુવતીઓએ  પોતાના રક્ષણ માટે તૈયાર થવાનું. માની લો કે હવે કોઇ વીરલો   તમારી રક્ષા માટે તલવાર તાણીને ઉભો નહિ થાય. માટે આ બ્યુટિપાર્લર ને કિટ્ટિ પાર્ટિના જલસા છોડીને શારીરિક કસરતો શીખો ને મજબુત બનો મનથી ને તનથી. 

Saturday, March 10, 2018

સ્ત્રી પુરુષ સમાનતાશક્ય છે?

વાંચક મિત્રો, આ એક સૃજન જુનો પ્રશ્ર્ન છે. પહેલા ઇંડુ કે મુર્ગી.વૃક્ષ કે બીજ. સ્ત્રી કે પુરુષ?આદમ ને ઇવ, પુરુષ ને પ્રકૃતિ.આ દ્વંદ્વ બધા ધર્મ ને સમાજે એક યા બીજા સ્વરુપે સ્વીકારેલું છે. બન્ને એકબીજાના હરીફ નહિપણ પુરક છે. એકને શારીરિક ક્ષમતા ને બાહ્ય કઠીનાઇ સહેવાની ને બીજાને માનસિક પરિતાપ સહેવાની શકિત આપી છે. સાથે મળીને એકબીજાની શકિત ને ખામીને નીભાવીને જીવવાનુ છે. એટલે કોઇ એકબીજાથી ચડીયાતુ કે ઉતરતું નથી. સંધર્ષ  ત્યારે થાય છે જ્યારે અહમનો ટકરાવ થાય છે. બન્ને વચ્ચે કામની સ્પષ્ટ વંહેચણી છે.એ પણ એમની શારીરિક ને માનસિક ક્ષમતા પ્રમાણે છે. સ્ત્રી ઘરકામ ને બાળઉછેર કરે ને પુરુષ આજીવીકા કમાય ને પરિવારનું રક્ષણ કરે. કાળક્રમે બહારનુ કામ નજરે ચડવા લાગ્યું ને એનુ મહત્વ વધી ગયું. ઘરકામ ને બાળઉછેર ગૌણ ગણાવા લાગ્યાં. બહારની દુનિયામાં સ્ત્રીનુ મહત્વ ઘટી ગયું. બહારની દુનિયાનુ સુકાન પુરુષના હાથમાં આવ્યું.એક જાણીતા વિચારકે ત્યા સુધી કહ્યું છેકે સ્ત્રી ને પુરુષ જો કયાય એકલા મળે તો છેલ્લો નિર્ણય માત્ર પુરુષનો જ હોય છે!સ્ત્રીને મને કે કમને અનુસરવાનું હોય છે.
        પછીના સમયમાં થોડી જાગૃતિ આવી ને સ્ત્રી ચાર દિવાલમાંથી બહારની દુનિયામાં આવી.પોતાની શકિતનો અહેસાસ થયો ને ' સ્ત્રીની બુધ્ધિ પાનીએ' એવી હલકી મશ્કરી કરનારાને ભોંઠા પાડ્યાં. પછી તો એ બહારના બધા ક્ષેત્રમાં છવાઇ ગઇ. તો અત્યાર સુધી મહત્વનાં સ્થાન પર પોતાનો અબાધિત અધિકાર સમજતા પુરુષોને એમાં પોતાનો પરાજય લાગ્યો ને એમાથી બન્ને પુરક મટી હરીફ બનીગયા.
   વિરોધી લોકોએ શાસ્ત્રોનો સહારો લઇને સમજાવ્યુ કે સ્ત્રીને સ્વતંત્રતા અપાય નહિ. એ ઘરમાં જ સલામત છે. તો બીજાએ આગળ વધીને એવુ પુરવાર કર્યુ કે શુદ્ર, સ્ત્રી ને જાર ધોકે જ પાધરા થાય. નામ તુલસીદાસનું. તો એજ શાસ્ત્રનો આધાર લઇને સ્ત્રીના પક્ષકારે એવુ કહ્યુ કે જ્યા નારીની પુજા એટલે કેઆદર  થાય છે, ત્યા જ દેવતા રમે છે.       આબધાને અંતે જોઇએ તો એજ વાત સાચી લાગે છે કે એક માતા સો
શિક્ષક બરાબર છે. જે હાથ પારણુ ઝુલાવે એ જ દુનિયા પર રાજ કરે છે. આ સાચી વાત છે. ભાવિ પેઢીના ઘડતર પર જ વર્તમાન પેઢીની સુખસલામતી છે. સ્ત્રી આજે એનુ મહત્વનું ને મુળભુત જવાબદારીને છોડી બહારના વિવિધ ક્ષેત્રે કાંઠુ કરી રહી છે. એમાં વધતી જતી જરુરિયાતો, પોતાની યોગ્યતાને સાબિત કરવાની ધુન,આર્થિક સંકટ વગેરેભાગ ભજવે છે. પણ એમાં ભોગ ઉછરતી પેઢીનો લેવાય છે. એને જ્યારે પ્રેમ, સલામતી ને માર્ગદર્શનની જરુરિયાત હોય છે ત્યારે એને માટે કોઇ હોતુ નથી. એનેભૌતિક સુખ અવશ્ય મળે છે. પણ એને એ સમયે જે હુંફની જરુર છે એનો એ વિકલ્પ નથી. પરિણામે આજની પેઢીમાં માબાપ કે વડીલો તરફ આદર કે સ્ત્રી દાક્ષિણ્યની ભાવના નથી. એટલે અવારનવાર નિર્ભયાકાંડ જેવી શરમજનક ધટનાઓ બનતી જાય છે.  હવે સમાનતાની બાબતમાં સત્તા કે કાયદો લાચાર બની જાય છે. કાયદાની સફળતા અમલ કરનાર ને કરાવનારની દાનત પર રહે છે. કાયદો એમ કહે કે બસ કે ત્રેનમાં બહેનો માટે અમુક સીટો અમાનત રાખવાની. વિવેક ત્યા ચુકાઇ જાય જ્યારે એવી સીટ પર યુવતીઓ આરામથી બેઠી હોય ને કોઇ બિમાર વૃધ્ધ દાદા ઉભા હોય! ત્યાં કાયદાનો પરાજય છે. તો માત્રના અનામતના નામ પર ચાલીસ ટકા વાળા ઉમેદવાર સામે નવાણુ ટકા માર્કસવાળો ઉમેદવાર પોતાનુ એડમીશન ગુમાવે ત્યારે ખોટ માત્ર જેતે વિદ્યાર્થીને નહિ પણ આખા સમાજને પડે છે.  આજકાલ બહેનોને પિતાની સંપતિમાં હિસ્સો આપવાનો કાયદો પસાર થયો છે. રાજીખુશીથી થાય તો ખોટુ નથી. પણ આમાં આપણા પુર્વજોએ વિચારી જ રાખ્યું જ છે જે આપણા ધ્યાન બહાર ગયુંછે. એક તો એણે છોકરો ને છોકરી મોટા થઇ ને હરીફ ન બને કે એકબીજાનું શોષણ ન કરે એટલા માટે બાલપણથી એકબીજાને આદર આપે ને લાગણી ને જવાબદારી સમજે. એમાટે  પોષી પુમન, વીરપસલી, રક્ષાબંધન જેવા તહેવારો ગોઠવીને એકબીજા માટે પ્રેમ ને આદરનું વાતાવરણ એવા સંસ્કારો નાની વયમાં જ રોપાય કે ભવિષ્યમાં એ સ્ત્રીને બહેન તરીકે આદર આપે. ભારતીય સમાજમાં 'બહેન' જેવો બીજો કોઇ પવિત્ર શબ્દ નથી. નહોતો. આજે એ સંસ્કાર કમનસીબે લુપ્ત થતા જાય છે. હવે વારસાની વાત કરીએ તો આમાં પણ આપણા પુર્વજોની દીર્ધદ્રષ્ટિ નજરમાં આવે છે. દિકરીના લગ્ન પછી આણા, પરિયાણા, મામેરુ, જીયાણુ એવા નાનામોટા પ્રસંગોમાં એના ભાગના પૈસા આડકતરી રીતે અપાય છે જે નજરમાં નથી આવતું. છેવટે એની અંતિમવિધિમાં ય ચુંદડી પિયરની હોય. એ ઉપરાંત માબાપની સેવા ચાકરીનો બોજો દિકરા ઉપર જ હોય છે. તો બહેનો , ભાઇઓને આહિસાબની ખબર પડે એ પહેલા કાયદાની બીક બતાવ્યા વિના ભાગ સમજી લેજો. તો ભાઇબહેનના સબંધો મીઠા બની રહેશે.

Thursday, March 1, 2018

અન્યની નજરે આપણુ મુલ્ય

વાંચકમિત્રો, આપણે આવા ઘણા સુવિચારો પચાવ્યા છે. જેમકે ડુંગરા દુરથી રળીયામણા. પારકે ભાણે મોટો લાડુ.આપણા માનનીય શ્રી ધુમકેતુના કહેવા પ્રમાણે 'માણસ બીજાની નજરે પોતાની પરિસ્થિતિ મુલવે તો દુનિયાનું અર્ધુ દુઃખ ઓછું થઇ જાય. કોઇ પણ કામ જયારે એકધારુ થઇ જાય ત્યારેએમાથી જીજ્ઞાસા રહેતી નથી. કામ બોજારુપ ને વળતર વિનાનુ લાગે છે. એક ખેડુતને કોસ ખેચતો કે હળ ચલાવતો જોઇને જેણે આવુ કામ કર્યુજ નહોય એને જોવાની મજા આવે ને કવચીત કવિતા ય સુઝે. એને જગતનો તાત લાગે. પણ એ 'તાત' ને પુછો તો કહેશે કે હું તાત નહિ પણ પોઠીયો કે વેઠીયો છુ. એને શહેરમાં ઉજળા કપડા પહેરીને ફરતા ને મહીનાની પહેલી તારીખે પગાર લેતા માણસ સામે ફરિયાદ હશે કે અમારે તો આભ ને ધરતી જે આપે તે લેવાનું. કુદરત રુઠે તો કોને ફરિયાદ કરવાની? તમારે તો પહેલી તારીખે વાદળા હોય કે વરસાદ,દુકાળ હોય કે સુકાળ પૈસા તો મળવાના જ. એ પણ ટાઢા છાયામાં. તો આપણે એક દિવસ ખેતરમાં ઉજાણી કરીએ તો વનભોજન કર્યાનો આનંદ મહીના  સુધી ચાલે ને ખેડુતને રોજ વનભોજનની નવાઇ જ નહિ. પછી જુઓ કે એકાદ દિવસ નદી કે દરીયામા બોટમાં ફરીએ તો મનમાં થાય આપણે બોટીંગમાં ગયા હતા. અઠવાડીયાની ક્રુઝ તો જાણે આખી જીંદગીનુ સંભારણુ. હવે માછીમારને પુછો તો એને તો રોજનું થયુ. કહેશે કે ધાડ મારી તમે. અમે તો રોજ જઇએ છીએ. હિમાલય પર ફરવા ને ત્રેકીંગ કરવા જનારને માટે એ ગિરિરાજ ને સૌંદર્યનો પુંજ. એના બરફથી છવાયેલા શિખરો ને એના સુર્યોદય ને સુર્યાસ્ત પ્રવાસીને મુગ્ધ કરી દે. પણ એને પોતાના ખંભા પર ઉંચકીને ડુંગરા ચડતા મજુરને પુછો! એક માળીની નજરમાં બગીચો ને લટાર મારવા આવતા માણસની દ્રષ્ટિ અલગ હોય છે.દરેકને બીજો માણસ વધારે સુખી દેખાય છે.

Wednesday, February 21, 2018

અહિંસા પરમો ધર્મ. ખરેખર?

અહિંસા પરમો ધર્મ. આ સુત્ર આપણે ઘણીવાર સાંભળેલુ હશે. જીવ માત્રને જીવવાનો હક છે. દરેક સજીવ સુખની નજીક ને દુઃખથી ભાગે છે. પણ વિચારતા ને જોતા એવુ લાગે કે જીવો જીવસ્ય ભોજનમ. એ જ વધારે સાચુ લાગે છે. આપણા પુરાણોમાં જે દશ અવતાર ગણાવ્યા છેએમાં છેલ્લે માનવઅવતાર છે. વૈજ્ઞાનિક ઢબે સમજીએ તો ચોર્યાસી લાખ યોનીની વાત છે એવુ લાગે કે આપણે એકકોશી અમીબામાથી માનવ તરીકે ઉત્ક્રાતિ પામ્યા છીએ. આ બધા અવતારમાં આપણે માંસાહારી હતા ને આદિમાનવ એવા આપણા નજીકના વડવા પણ કાંચુ માંસ ખાતા. અગ્નિ ને ખેતીની શોધ પછી નાના પાયે થોડો વિકલ્પ ઉભો થયો. હજુ પણ દુનિયાની મોટાભાગની વસ્તી માંસ પર જ નભે છે. દુનિયામાં એવા સ્થળો છે જ્યા ખેતીને લાયક જમીન કે વાતાવરણ નથીત્યા લોકોને ફરજીયાત માંસાહારી રહેવુ પડે.ચાલો, આ તો સર્વાઇવલનો સવાલ થયો.પણ માણસે આ ઉપરાંત પોતાના મોજશોખ ને મોભા માટે ય પશુઓને યાતના આપી છે. જેમકે હાથીદાંતના ચુડલા માટે હાથી, વ્યાધચર્મ માટે વાધ, મગરના પાકિટ ને કોટ કે જે ઉચ્ચવર્ગની સ્ત્રી માટે મોભા ને ફેશન ગણાય, ફરના કોટ માટે રુવાવાળા પ્રાણીઓની નિર્મમ હત્યા, કસ્તુરી માટે મૃગની હત્યા, આપણા રાજા મહારાજા ને નવાબો,અગ્રેજશાષકો પોતાના શોખ ને સમય પસાર કરવા કે મર્દાનગી દાખવવા મૃગયા રમવા જતા. વાધ ને સિંહના શિકાર ત્રોફી માટે થતા. આબધી અકારણ હિંસા. એ રીતે જોઇએ તો માણસ ભલે પોતાને સભ્ય ગણતો હોય, પ્રાણીઓને જંગલી કહેતો હોય ને કયારેક એવા અસભ્ય માણસને જંગલી ગણાવતો હોય પણ સરવાળે માણસ વધારે હિંસક લાગે. પ્રાણીઓ તો પોતાની ભુખ સંતોષવા પુરતા જ શિકાર કરે છે ને એ પછી આજુબાજુમાંથી પસાર થતા હરણા કે સસલા પર નજર પણ કરતો નથી.       વધારે વિચારીએ તો માનવઇતિહાસ આવા યુધ્ધ ને હિંસાથી જ ભરેલો છે. આપણા જીનમાં આ પશૂવૃતિ અકબંધ સચવાયેલી છે.જુઓ કે ગરોળીથી માંડી માંસાકારી બધા જ પ્રાણીઓની પોતાના ખોરાક મેળવવાની સરહદ નક્કી હોય છે. એમાં કોઇ પ્રવેશ કરે એટલે મારામારી થાય ને મોત પણ થાય. એ જ પ્રમાણે આપણા રહેણાંક આજબાજુ આપણે વાડ કે વંડી કે દિવાલ બનાવીએ છીએ. વંડી પર પાછા તિક્ષ્ણ કાંચ પણ હોય. ધરને પાછા તાળા ને કયાક પોસાતુ હોય એ સિક્યોરીટી ગાર્ડ પણ રાખે. રાજા મહારાજા કિલ્લા ચણાવે. કોઇની સરહદમાં વગર આમંત્રણે જવુ એટલે ઝધડો કે મોતને નોતરવુ એવો અર્થ થાય, તો શેઢા માટે લોહિયાળ તકરારો અજાણ્યા કે સગા ભાઇ વચ્ચે નવાઇ નથી. દેશ દેશ વચ્ચે સરહદના ઝધડા એ પણ માનવસ્વભાવનુ જ પાસુ છે.પછી જુઓ કે પ્રાણીઓમાં એમની ટોળીમાં માણસની માફક ચડઉતર સ્થાન હોય છે. બે ટોળીના યુધ્ધમાં વિજેતા હારેલી ટોળીની માદાઓ પર કબજો લઇ લે જેમ માણસમાં વિજેતા રાજવી હારેલા શત્રુઓની સ્ત્રીઓ ભોગવતો. અમુક પ્રાણીઓમાં ખાસ કરીને સિંહ સામી ટોળીના આગેવાનને મારી નાખે ને માદાઓનો કબજો લઇ લે નર સાથે જ નાના બચ્ચાઓની હત્યા કરી નાખે. એમ જ આપણે માનવ સમુદાય જોઇએ તો સાવકા મા કે બાપને આગલા સંતાનો ખુંચતા હોય છે અમુક અપવાદ રુપ. એટલે આજસુધી ઘણા શાંતિના સંદેશવાહકો ને ફરિસ્તાઓ હિંસાનો ભોગ બન્યા છે. જીસસ શુળીએ ચડી ગયા. માર્ટીન લ્યુથર કિંગ ગોળીએ વિંધાઇ ગયા. સોક્રેટીસ ઝેર પી ગયા. એ પરંપરામાં આપણા ગાંધી. અહિંસાના પુજારી. લોહીના એક બુંદ વિના આઝાદી હાસલ કરવાનો વિરલ પ્રયાસ ને સફળ પણ થયા. દુનિયાને નવી મિશાલ આપી.પણ આઝાદીની એ મિશાલ ગોઝારી નીવડી. તાણ્યો વેલો થડે જાય એ કહેવત પ્રમાણે માણસનો મુળભુત સ્વભાવ કોમી રમખાણ રુપે પ્રગટ થયો ને લાખો લોકોને ભરખી ગયો. આઝાદીનો ઉજળો ઇતિહાર શોણિતની લાલ કલમે લખાયો. આજતક એક દેશના નાગરીક સારા પાડોશી, સારા મિત્રો કે સહકાર્યકરો એક ઘડીભરમાં એની ઓળખ માત્ર હિંદુ ને મુસ્લીમ તરીકે ઉભી થઇ ગઇ. એ આગ આજ સુધી બુઝાઇ નથી. આજે પણ આવી કેટલીય સળગતી સરહદો છે. માનવજાત ગમે એવી શાણી વાતો કરે પણ લડાઇ એના જીનમાં છે. પુરાણમાં દેવો ને દાનવો લડતા. શેતાન ને ભગવાન. આપણા મહાભારતના મહાનાયક કૃષ્ણે લડાઇ ટાળવાના પ્રયાસો કર્યા ને અંતે યુધ્ધ તો થયું જ. કોણ જીત્યુ તો કોઇ નહિ!બન્ને બાજુના સૈનિકોને તો રાજ લેવાનુ કે પરસ્પર વેર નહોતુ. કાઇ મેળવવાનું નહોતુ પણ ગુમાવવાનુ તો હતું. અંતે ખુદ કૃષ્ણ જ હિંસાનો ભોગ બન્યા ને સાથે આખુ યાદવકુળ. આપણા બે વિશ્ર્વયુધ્ધ. કેટલા નિર્દોષ લોકો હણાયા હશે ને બાકી રહેલાએ પણ યાતના ભોગવી હશે જેણે પોતાના પરિવાર ને જીવનના આધારરુપ સ્વજનો ગુમાવ્યા હશે. હવે આ દેખીતી હિંસા છે.આસિવાય સુક્ષ્મ હિંસા એ રામાયણમાં છે. કોઇની નિંદા, કુથલી, ચડામણી ને એનુ પરિણામ કોઇનુ અકારણ મોત.જેમ કે દશરથ,વિના વાંકે વનવાસ. ને વિના વાંકે વિરહ જેમ કે ઉર્મિલા. એક વ્યકિતની હલકી મતિને પરિણામે કેટલાલોકોને સહન કરવુ પડ્યુ. એક ધોબીની અવિચારી કોમેન્ટે એક આદર્શ દંપતીનુ જીવન બરબાદ કરી
નાખ્યું.મને એવુ લાગે છેકે માણસના પોતાના અંત સાથે જ આ વૃતિનો અંત આવે છે. એક ઓર વાત. આપણા એક જ માબાપના સંતાનો કેજે લોહીના સબંધો કહેવાય. એમાં પણ બચપણથી ભાઇ બહેનો વચ્ચે વૈમનસ્ય ચાલતુ જ હોય છે. પહેલા માબાપનો પ્રેમ મેળવવા ને પછી કયારેક સંપતિ માટે મારામારી કે ખુન પણ થઇ જતુ હોય છે. માણસની પોતાની અલગ ઓળખ ને અસ્તિત્વ માટેના જ આ પ્રયાસ છે ને એ દરેક સજીવના જીનમાં છે.

Tuesday, February 13, 2018

ગુજરાતી કહેવતો ૬

વાચકમિત્રો.કહેવતોની એજ મજા છેકે એ થોડામાં ઘણુ કહી નાખે છેઆજે થોડી નવી વાનગી. ૧  ગોર ફેરા ફેરવી દે ઘર ન ચલાવી દે.૨ ફરતી ગોકુળઆઠમ ને વચમાં એકાદશી. ૩  બાવો પહોળો ને મઢી સાંકડી.૪ ખુશામત તો ખુદાને ય પ્યારી.  ૫ ઝાઝા મળે ત્યા ખાવા ટળે.
૬  અન્ન પારકુ હોય પણ પેટ પારકુ ન હોય. પાકા ઘડે કાંઠા ન ચડે. ૭ બોર અપાય પણ બોરડી ન બતાવાય.૮  ઋષિનુ કુળ ને નદીનુ મુળ ન પુછાય.૯ બારે બુિધ્ધ ને સોળે શાન. ત્યારે ન આવે તો કયારેય ન આવે. ૧૦  ચડ જા બેટા શુળીએ,માથૂ સેવાળમાં ને પગ આભમાં.૧૧ અન્ન્  ને દાંતને વેર. ૧૨  ભુંજ્યો પાપડ પણ ભાંગી શકે એટલે નમાલુ. ૧૩ સોના કરતા ઘડામણ મોંઘુ.   ૧૪ વહેલા ઉઠ્યા ને ભુલા પડ્યા.  ૧૫ વાડેથી વઘાર લેવો. ૧૬ દુબળાને બે જેઠ મહીના.  ૧૭  ધરમના કામમાં ઢીલ નહિ. ૧૭ વખાણી ખીચડી દાંતે વળગે.   ૧૮ સો મણ સાબુથી ધોવો તો ય કોલસો ઉજળો ન થાય. ૧૯  સો માં સોસરવુ.   ૨૦   ધંધો થોડો ને ધાંધલ ઝાઝી.   થોડા વરસાદે ઝાઝો ગારો.  ૨૧ ચલકચલાણુ કયા ઘેર ભાણુ.? ૨૨ શાંત પાણી વધારે ઉંડા હોય.૨૩બોલ્યુ બહાર પડે ને રાંધ્યુ વરે પડે.૨૪.   દેખવુ ય નહિ ને દાઝવુ ય નહિ. ૨૫ મડાને વિજળીનો શું ભય?. ૨૬ ઘી ઢોળાય તો ય ખીચડીમાં.  ૨૭ગાડા નીચે કુતરુ.  ૨૮ દે દામોદર દાળમાં પાણી.  ૨૯ ઉંધ વેચીને ઉજાગરો ખરીદવો.  ૩૦  ઉંધ ન જુએ ઉકરડો ને ભુખ ન જુવે વાસી ભાત.   ૩૧  જાગતો હોય એ બમણુ ઘોરે.    ૩૨અવળી ટોપી ફેરવવી. ૩૩ સોનાની જાળ પાણીમાં નાખવી. ૩૩ તમાચો મારી ગાલ લાલ રાખવા

Saturday, January 27, 2018

કહેવતો ભાગ ૫

વાચકમિત્રો આજે થોડી નવી કહેવતો.    આકાશ પાતાળ એક કરવા. લાગે તો તીર નહંિ તો તુ ક્કો.આગ લાગે ત્યારે કુવો ખોદવા બેસવુ આંબા આંબલી બતાવવા. ધોળે દિવસે તારા  દેખાઇ જવા.ઉજળુ એટલુ દુધ નહિ. અધુરો ઘડો છલકાય.નવે નાકે દિવાળી. નવરો માણસ નક્કોદ  વાળે.દેવના દોહ્યલા.આભ ફાટે ત્યાં થીંગડુ કયા દેવુ?ટુંડે ટુંડે મતિ ભિન્ન.મણના તુટ્યા પળીએ ન સંધાય.પાણીમાંથી પોરા કાઢવા.લોટમાં લીટા તાણવા.ઉંટના અઢારે ય વાંકા.કાળા અક્ષર કુહાડે માર્યા. ઘેર ઘેર માટીના ચુલા.વટાણા વેરી નાખવા.ન રહે વાંસ ન બજે બાંસુરી.ટાઢા પાણીએ ખસ કાઢવી.પુછતા પંડિત થવાય ને લખતા લહિયો થવાય.વિનાશ કાળે વિપરીત બુધ્ધિ.વિતિપાત શતમુખ.બહુ ડાહ્યા બહુ ખરડાય.ભૂખડી બારસ, ધજાગરો કરવો.દ્રાક્ષ ન મળે ત્તારે ખાટી.કીતાબના કીડા.ગોઠણ સમી જાર.લાખના બાર હજાર કરવા.ચણાના છોડ પર ચડાવવુ.ન બોલ્યામાં નવ ગુણ.વાતોના વડા કરવા ને હોંકારાના તેલમાં તળવા.સો મણ તેલે અંધારુ.પાધડીનો વળ છેડે. વાસીદામાં સાંબેલુ જવુ.સો ગરણે ગાળીને પાણી પીવુ.એક સાંધો ને તેર તુટે.ચપટી ધુળની ય જરુર પડે..વાડ ચીભડા ગળે. રેઢા રાજ પણ જાય.દાણા દાણા પર લખેલુ હોય ખાનારનુ  નામ. નમકહરાન ખાય એનુ જ ખોદે ને જે થાળીમાં ખાય એમાં જ થૂંકે. સોનાની થાળીમાં લોઢાની મેખ.મન હોય તો માળવે જવાય.સમય બળવાન નહિ પુરુષ બળવાન. ગાડુ ભાળી ગુડા ગળે.રાઇનો પહાડ કરવો. રાતે પાણીએ રોવરાવવુ. રાઇના ભાવ રાતે ગયા.ચીભડાના ચોરને ફાંસીની સજા.તાવડી તેકો લઇ જાય.છાંસના માવતર ઢુંકડા.ઘીના ઠામમાં ધી પડી જાય. ઘરનો રોટલો બહાર ખાવો.ટાઢા પહોરના ગપ્પા.દેશ એવો વેશ. ઉંમરલાયક તો આપોઆપ થવાય પણ લાયક થવામાં આખી જિંદગી ઓછી પડે.ધરડા થવુ એટલે ઘટવુ ને વૃધ્ધ થવુ એટલે વધવુ. રામ રાખે એને કોણ ચાખે.પોથીમાના રીંગણા.બકરી કાઢતા ઉંટ પેઠુ. લોહીનુ પાણી કરવુ.કુવામાં હોય તો અવાડામાં આવે.આંધળી ભેંસે મોઢવુ ભાળ્યું. મોઢા પરથી માંખ નઉડે એવુ નમાલુ. ભરબપોરે સુરજ આથમી જવો.મિયા પડે તોય તંગડી ઉંચી.પેટ કરાવે વેઠ. દાઢીમાં હાથ નાખવો.પાણીથી ય પાતળા.. પાપ છાપરે ચડીને પુકારે.પાણી પહેલા પાળ બાંધવી.નાગો નહાય શું ને નીચોવે શું?મોઢાના મોળા. પછેડી પ્રમાણે સોડ તાણવી. ગારાની ગોરને કપાસીયાની આંખો. સિંદરી બળી લાય પણ વળ ન છોડે. લોભીયા હોય ત્યા ધુતારા ભુખે ન મરે. ભીખના હાલ્લા શીંકે ન ચડે.પીઠ તો કોઇ થાબડી  દે પણ છાતી તો માણસની પોતાની જ જોઇએ ને!પારકે ભાણે મોટો લાડુ.વરને કોણ વખાણે? વરની મા.ચોરી માથે સીનાજોરી. ચોરની મા કોઠીમાં મોં ઘાલી  રોવે. ચોર કોટવાળને દંડે.ચોરને ચાર આંખો.નીચી બોરડી સહુ ઝુડે. આંકડે મધ ને માંખો વિનાનુ.અન્ન એવો ઓડકાર. જેના અન્ન નોખા એના મન નોખા.નેવાના પાણી મોભે ચડાવવા.ગામમાં ખોરડુ નહિ ને સીમમાં ખેતર નહિ. માથાના વાળ જેટલુ દેવુ. ગઇ તીથી બ્રાહ્મણ પણ ન વાંચે.વાસી વધે તો કુતા ખાય ને!.ઉતર્યો અમલ કોડીનો.દોડવુ તુ ને ઢાળ મળ્યો. ઉગતા સુરજને સહુ પુજે.બાપના કુવામાં ડુબી ન મરાય.ઉતાવળે આંબા ન પાકે. માંકડને મોં આવ્યુ ને મગને પગ આવ્યા.થોડુ બોલે તે થાંભલા કોરે ને મોળૂ દંહી દાંત પાડે.કડવી તુંબડી કારેલાના વેલે ચડી.લાંબી કસે  ધવડાવવુ.ધણી વિનાના ધરોળ સુના. મુરખ, મકોંડો ને મગર પકડવાનુ જાણે પણ છોડતા ન આવડે, સિંહણનુ દુધ સોનાના પાત્રમાં જ સચવાય. બાર ગાઉએ બોલી બદલાય. સોનાની છરી ભેંટમાં નખાય, પેટમાં ન નખાય. ડાહ્યા ભુલે  ત્યારે આખી ભીંત ભુલે.

સો

Friday, January 19, 2018

ગુજરાતી કહેવતો ૪

પ્રિય વાચકો. આજેથોડી નવી કહેવતો.ખાળે ડુચ્ચા ને દરવાજા મોકળા. બોલે એના બોર વેચાય.જેણે મુકી લાજ એને નાનુ સરખુ રાજ.વાડ ચીભડા ગળે.ડાંગે માર્યા પાણી છુટા ન પડે.વિદ્યા વિહિન નર પશું. ભાગ્યશાળીને ભૂત રળે.કોલસાની દલાલીમાં હાથ કાળા.ડુંગરા દુરથી રળીયામણા.સુરજ છાબડે ઢાંક્યો છુપાતો નથી.જાહેર સંપતિ એ વહેતુ જળ છે. સહુ એમાં હાથ ધોઇ લે.દેર છે પણ અંધેર નથી.ત્રાંબાની તોલડી તેર વાના માગે.પરાધીનને સપનામાં સુખ નહોય.કા ગમ ખાવ ને કા ગોથા, પરાધીન ત્યકિત માટે.કંકાસથી તો
 ગોળાના પાણી સુકાય.       આસાથે કેટલાક રુઢિ પ્રયોગો    પંચની પાનશેરી. ભવની ભવાઇ.સાહેબનો સાળો. સરકારનો જમાઇ,વાતનુ વતેસર.વૈદ્યના ખાટલે.ગામનો ઉતાર.નસીબના આંગળીયાત.હૈયા હોળી.અઠે દ્વારકા.બારેય વહાણ ડુબી જવા. ધરમ ધક્કો.ઉંઠા ભણાવવા.ડેલીએ દિવો કરવો.ખાતર પર દિવો.મુંડેલા ચેલા.ભાંગ્યાના ભેરુ.
ફુલેકુ ફેરવવુ.નાહી નાખવુ.ધરજમાઇ.પાણીથી ય પાતળા.મીઠાની તાણના.કુવાનો દેડકોદેવના દીધેલા.છાપેલા કાટલા.પથ્થરની લકીર.પાંચમાં પુછાવુ.ધરનો મોભ.નવાણીયો કુટાઇ જવો.પારકી છઠ્ઠીનો જાગતલ.બગભગત.રેશમી મોજા નીચે ખરજવુ.સતવાદી હરિચંદ્રનો અવતાર.ે દાનવીર કર્ણ. ફતન દિવાળીયો.સાત ખોટનો.ઘાઘરીયો ધેરો  એટલે ઝાઝી દિકરીઓ.
ધરતી રસાતળ જવી. ધોળે ધરમે ય ના ખપે.ચારે દશના વાયરા વાય.સ્મશાન વૈરાગ્ય.છપ્પરપગી.કરમચંડાળ. ધરમ  કાંટો.છપ્પર ફાડકે.વાળેલ પાનીયાનુ.મગરના આંસુ. શાહમૃગવૃતિ. ઝાંઝવાના જળ.પોલો ઢોલ  વગેરે

Thursday, January 18, 2018

ગુજરાતી કહેવતો ૩

વાચકમિત્રો. આજે થોડી નવી વાનગી.     ઘોડા ભાગી ગયા પછી તબેલે તાળા મારવા. બુંદથી ગયેલી આબરુ હોજથી પાછી નઆવે.આબરુના કાંકરા કરવા.ધરતીનો છેડો ઘર.હાથમાં નહિ કોડી ને ઉભી બજારે દોડી.આગે આગે ગોરખ જાગે. અપના હાથ જગન્નાથ.હિંમતે મર્દા તો મદદે ખુદા.ઢાંકણીમાં પાણિ લઇને ડુબી મરવુ.ગરજવાને અક્કલ નહોય.હાથના કર્યા હૈયે વાગે.ટાઢો ચુલો ઉની રાખ દઝાડે પણ એમાથી આગ ન પ્રગટે.આંગળીથી નખ વેગળા.દરિયો તરીને ખાબોચીયામાં ડુબ્યો.આંધળે બહેરુ કુટવુ.છતી આંખે આંધળા.વારા પછી વારો ને સોય પાછળ દોરો.ધૂળમાં કાંકરા ધોવા ને ધુળ પર લીપણ કરવુ.બાપ જેવા બેટા ને વડ જેવા ટેટા.સિંહ બચ્ચા એકે હજારા.આરી આવતા ય ધસે ને જાતા ય ધસે.આંખ જાય ઓડે ને નાક જાય લુહારની કોઢે એટલે ઘડપણ.આંખો બોચીમાં હોવી  એ અભીમાન.માસ્તર મારેય નહિને ભણાવેય નહિ.રાત થોડી ને વેશ ઝાઝા.પારકી આગે તાપણૂ.પાપનો ઘડો ભરાય ત્યારે ફુટે.અંધેરી નગરી ને ગંડુ રાજા.આગળ ઉલાળનહિ ને પાછળ ધરાળ નહિ.ત્રેવડ ત્રીજો ભાઇ.ગાંડાની ગાંઠે ગરથ ટકે કેટલીવાર.?પ્રસુતિની વેદના વધ્યા શું જાણે?સો  સુહારકી એક લુહારકી.અનુભવના ફુલ મોડા આવે.મણના મણ ઉડી જાય ને ડોશી પુણીનો ભાવ પુછે.મીયા ઠેરના ઠેર.પાશેરામાં પહેલી પુણી.ધકેલ પંચા દોઢસો.શંકા ડાકણ ને મનસા ભુત.તેલ જુઓ ને તેલની ધાર જુઓ. આ તલમાં તેલ નથી.પ્રથમ સગો ને પ્રથમ દુશ્મન પણ પાડોશી.ફરે તે ચરે ને બાંધ્યો ભુખે મરે.આવ પાણા પગ પર એટલે કે હાથે કરીને મુસીબત વહોરવી,શિયાળાનુ છાણુ ને નાનપણનુ નાણુ.નરહે વાંસ નબજે બાંસુરી.રોતી તી ને પિયરીયા મળ્યા.અસાર સંસારમાં સાસરે જ સાર છે. પુછો શંકર ને વિષ્ણુ ભગવાનને.હોઠ સાજા તો ઉતર ઝાઝા.હાજર સો હથિયાર. હથોડીના સો ને હથોડાનો એક જ ઘા બસ.સહિયારી સાસુની ઉકરડે કાણ.ઘરમના કામમાં ઢીલ નહિ.પહેલુ પાત્ર સવા લાખનુ.ગાંડાના ગામ નહોય.ઉલમાથી ચુલમાં . ઘરની દાઝેલી વનમાં જાય તો વનમાં લાગે આગ.આદાની સુઠ થઇ ગઇ.વિશ્રવાસે વહાણ ડુબી જાય.ડાહ્યા માણસ ભુલે ત્યારે આખી ભીંત ભુલે.ઉતાવળા સો બહાવરા ને ધીરા સો ગંભીર.ચોરનો ભાઇ ઘંટીચોર.શેરને માથે સવાશૈર.સમય બલવાન નહિ પુરુષ બલવાન.મસાણ ગયેલા લાકડા પાછા નઆવે.પછેડી પ્રમાણે સોડ તાણવાની.મીઠા ઝાડના મુળ નખોદાય.મન હોય તો માળવે જવાય. મફતનો મુળો ગાજર જેવો.નાડે નાડે નોખા.સોયનુ કામ તલવાર ન કરી શકે.મોરલો કળા કરી ગયો એટલે કે છેતરી ગયો.લાતોના ભુત વાતોથી ન માને.દંહી દુધમાં પગ રાખવો.નાચનારીનુ આંગણુ વાંકુ.બૈરાના પેટમાં ખીર ખાટી ન થાય.ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન.ધોળે દિવસે તારા દેખાવા.લુલી વાસીદુ કરે ને બે જણા કેડ ઝાલે.દિવા પાછળ અંધારુ. ધોળામાં ધુળ પડવી. આંગળી આપતા પોચો પકડવો.ધરમ કરતા ધાડ પડી.નેવાના પાણી મોભે ચડાવવા.પાણી ગમે ત્યા ઢોળો રેલો પગ નીચે જ આવે.

ગુજરાતી કહેવતો ૨

વાચકમિત્રો, આજે આપની સામે થોડી કહેવતો રજુ કરુ છું    પ્રથમ ધંધાકીય    જેમકે કારતક મહીને કણબી ડાહ્યો.ભણ્યો કણબી કુટુંબ તારે. સુતારનુ મન બાવળીયે. સઇની સાંજ ને મોચીનુ વહાણુ. મેલ કરવત મોચીના મોચી. ભામણ કા માગે ને કા મગાવે. જમના વેઠાય પણ જમાદારના ના વેઠાય. દુબળો સિપાઇ ઢેઢવાડે લોંઠકો. વાળંદના વાંકા હોય તો કોથળામાંથી ય કરડે. વાણિયો ખુશ થાય તો તાળી દે ને ભણેલો ખુશ થાય તો શિખામણ દે.           અન્ય     તાણ્યો વેલો થડે જાય. જેને કોઇ ન પંહોચે એને એના સંતાનો જ પંહોચે.બોડી બામણીનુ ખેતર ને બાવો રખોપીયો. ચણાના છોડ પર ચડાવવુ.ચૈતર ચડેનહિ ને વૈશાખ ઉતરે નહિ.બહાર બિલાડી ને ઘરમાં વાઘ.ખારા પાણીની માછલી મીઠા જળમાં મરી જાય. દરીયામાં રહેવુ ને મગરથી વેર.ગાડા નીચે કુતરુ.હાથીના પગમાં બધા આવીજાય.ઘેર ઘેર માટીના ચુલા.ઉજળી એટલુ દુધ નહિ. અજવાળી તો ય રાત એ રાત.ઘુવડ પાસે સુરજની વાત કરવી.પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના બારણામાંથી. સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો. લોભે લક્ષણ જાય. અતિ લોભ પાપનુ મુળ.વહ ને વરસાદને કયારેય જશ નહોય.ખાડો ખોદે તે જ પડે.ભુતનુ ઘર પીપળો.કાણાને કાણો ના કહેવાય.ખાલી ચણો વાગે ઘણો.ગામને મોઢે ગરણુ ના બંધાય. પેટનો બળ્યો ગામ બાળે.કોઠીધોઇને કાદવ કાઢવો.ચતુર વહુ ચુલામાં ને ડાહ્યો દિકરો દેશાવર ભોગવે.જાનમાં કોઇ જાણે નહિ ને હું વરની ફોઇ.ઝાઝા  હાથ રળીયામણા.પારકે ભાણે માવજીભાઇ કાંધાળા.રાંકને રાબની વાત.લાલો લાભ વિના ન લોટે.લે લાલો ને ભરે હરદા.હાર્યો જુગારી બમણુ રમે.મુલ્લાની દોડ મસિ્દજ સુધી. ભાંગ્યુ ભાંગ્યુ તો ય ભરુચ.રોતો જાય તે મુઆની ખબર જ લાવે.અકરમીનો પડીયો કાણો. અકરમીના ટાંટીયા ને સકરમીની જીભ.હીરો ઘોધે જઇ આવ્યો ને ડેલે હાથ દઇ આવ્યો.શેઠ કરતા વાણોતર ને સાહેબ કરતા પટાવાળા ડાહ્યા. ચા કરતા કીટલી ગરમ.ડોશી મરી જાય પણ જમ ઘર ભાળી જાય.વૈદ્ય ને વકીલ  રોકડીયા ને જોશી  ડોશી ને ફાતડા ફોગટીયા.નવાણીયો કુટાઇ જાય.હરીજનને ઘરે હિર પાક્યુ.દેશમાં દિવાળી ને હાલારમાં હોળી.જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી.રામ રાખે એને કોણ ચાખે?.લાખ લુંટાયા પાછા આવે પણ શાખ નઆવે.નવરો નખ્ખોદ વાળે.છાંસ લેવા જવી ને દોણી સંતાડવી,દુધનો દાઝેલો છાસ પણ ફુંકીને પીવે.વઢકણી વહૂએ દિકરો જણ્યો,જર જમીન ને જોરુ ત્રણ કજીયાના છોરુ.ઓછુ પાત્ર ને અદકુ ભણ્યો.કણબીની જીભ કુહાડા કાપે એવી.ઘર ફુટયે ઘર જાય.નાણા વિનાનો નાથીયો નાણે નાથાલાલ.ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ આપે.હાથ કંગન તો આરસીની શું જરુર?કોઇના બંગલા જોઇ આપણા ઝૂંપડા બાળી ન નખાય,પારકા રોટલાની કોર મીઠી લાગે.મે ને મહેમાન કેટલા દિન? મહેમાન ને માછલી ત્રણ દિવસે વાસી થઇ જાય.કોઇ ભાણાની ભાંગી દેપણ ભવની નહિ.ભાભાજી ભારમાં તો વહુજી લાજમા.  મન મોતી ને કાચ ભાંગ્યા પછી સંધાય નહિ.જેની જીભ વશમાં  દુનિયા એની મુઠ્ઠીમાં .તલવારના ઘા રુઝાય વેણના નહિ.દિવા તળે અંધારુ.સત્તા પાસે શાણપણ નકામુ. નામના મેળવવી સહેલી છૈ પણ પચાવવી અઘરી છે.વગર વિચાર્યે જે કરે તે પાછળથી પસ્તાય.તળાવે જઇને તરસ્યો રહ્યો.બાવાના બે ય બગડ્યા. ધોબીનો કુતરો નહિ ઘરનો કે ઘાટનો. ભામણ બે ગામ વચ્ચે આસન વિના રહે.ગરીબની નારી સહુની ભાભી.ઘરના ઘંટી ચાટે ને પાડોશીને આટો.વાડ વિના વેલો ના ચડે.પ્યાલીમાં ડુબ્યો તે શીશામાં ઉતરે.પહેલા માણસ દારુ પીવે ને પછી દારુ માણસને પી જાય. પાઇની પેદાશ નહિ ને ઘડીની નવરાશ નહિ. આગેવાન આંધળો એનુ કટક કુવામાં.નરસાની પાનશેરી ભારે.વિવાહ વેચાતા ને શ્રાધ્ધ ઉછીના.કામ કરે કોઠીને જશ લઇ જાય જેઠી.દયા ડાકણને ખાય.લગને લગને કુંવારા.બાવા ઉઠયાને બગલમાં હાથ.દળી દળીને ઢંાકણીમાં ઉધરાવવુ.ગરીબનો ગુસ્સોને ભિખારીનો ઉપવાસની કોઇ કિંમતનહિ.બાડા ગામમાં બાર તેરસ.ધરમના કામમાં ઢીલ નહિ.ધાર્યુ ધણીનુ થાય. કપાસીયે કોઠી ફાટી ન જાય.પહેલા મળે ફાંટમાં ને પછી મળે વાણિયાની હાટમાં.નવુ નવ દહાડા ને જુનુ  જન્મારો.બાળોતીયાના બળેલ ઠાઠડીએ ય ન ઠરે.સુરતનુ જમણ ને કાશીનુ મરણ.લાગે તો તીર નહિતર તુક્કા.રાજાને ગમે તે રાણી છાણા વીણતી આણી.બાર હાથનુ ચીભડુ ને તે હાથનુ બીયુ,કુલડીમાં ગોળ ભાંગવો.બાર વરસે બાવો બોલ્યો.કામ કર્યુ એણે કામણ કર્યુ.અણી ચુક્યો સો વરસ   જીવે. શુળીનો ઘા  સોયથી જાય જો ભાગ્ય પાધરા હોય તો.છાતી પર મગ દળવા.ગામ હોય ત્યા ઉકરડો હોય.ઉપર આભ નીચે ધરતી.ભીખના હાંડલા સીકે ન ચડે. માગ્યા ઘીએ ચુરમા નથાય.સો ગરણે ગળીને પાણી પીવુ.વાયરા પ્રમાણે વાવલવુ. સામે પુરે તરવુ.પાકા ઘડે કાંઠા ન ચડે.ઘરના ભુવા ને ઘરના ડાકલા.દેખવુ ય નહિ ને દાઝવુ ય નહિ.સુંઠને ગાંગડે ગાંધી ન થવાય.મા મુળો ને બાપ ગાજર.ગાજરની પીપુડી વાગેતો ઠીક નહિતર ખાઇ જવાય. મફતનો મુળો ગાજર જેવો.ભુખ નજુએ વાસી ભાત ને ઉંઘ ન જુએ ઉકરડો.ગારાની ગોરને કપાસીયાની આંખો

Wednesday, January 17, 2018

ગુજરાતી કહેવતો

માનનીય વાંચકો, આપણી ગુજરાતી ભાષામાં ઘણી રસપ્રદ ને સચોટ કહેવતો છે જે થોડામાં ઘણુ સમજાવી જાય છે. એવી કેટલીક કહેવતો અંહી રજુ કરુ છુ. પ્રથમ આપણે પ્રાણીઓ ને પશુ પરથી આવતી કહેવતો લઇએ
કોયલ ને કાગડો રંગે સરખા પણ રાગે પરખાય.   કુકડો બોલે તો જ વહાણૂ વાય?    કીડીને કોશનો ડામ.  ઝાઝી કીડી  સાપને તાણે.કીડીને  કણ ને હાથીને મણ. કીડી સાચવે ને તેતર ખાય.કાગડાને રમત થાય ને દેડકાનો જીવ જાય.  કાગને ડોળે રાહ જોવી. ચતુર કાગડો અંતે વિષ્ટા પર બેઠો. કાગડાના મોઢામાં કપુર. કાગડાની કાણ તે કાગારોળ.ગાય મારીને કુતરા ધરાવવા.કાગડા બધે કાળા.કાગનુ બેસવુ ને ડાળનુ ભાંગવુ.ઘોબીનો કુતરા નહિ ઘરનો નહિ ઘાટનો.શેરીમાં તો કુતરુ ય લોઠકુ.શિયાળ તાણે સીમ ભણી ને કુતરુ તાણે ગામ ભણી.કુતરાને સિંહાસને બેસાડો તોય જોડો ચાવવાનો.કાગડો દંહીથરુ લઇ ગયો.કોયલની પીલુ ટાણે જ ચાંચ પાકે. કુતરાની પુંછડી ભોયમાં દાટો તો ય વાંકી ને વાંકી.કાળના કાગડા ખાઇ જવા.કુવાનો દેડકો  કુપમંડુક.ભસતા કોતરા કરડેનહિને ગાંજ્યા મેહ વરસે નહિ.કાગડો હંસની ચાલ ચાલવા જાય.       ગરજે ગધેડાને ય બાપ કહેવો પડે.  કુંભાર કરતા ગધેડા ડાહ્યા, કુંભારને રીસ ચડે તો ગધેડાના કાન આમળે. ગધેડાની પાછળ ને ઘોડાની આગળ ઉભુ ન રહેવાય. ગોરીયો ગમાણે આવી જાય.ડાંભ્યો બળદ કોઢે ન જાય.ધો મરવાની થાય ત્યારે વાધરી વાડે જાય.ઢેલના પગ નવ દિવસ રાતા. ઘરડી ઘોડીને લાલ લગામ.ઘોડા ઘર આપણા મારે રાબ ને તારે લાકડા. પટેલની ઘોડી પાધર સુધી.વછેરા વધારે કુદે. આંધળૂ વણે ને વાછડુ ચાવે.દશેરાને દિવસે જ ઘોડો ના દોડે.
 દુધ પાઇને સાપ ઉછેરવો. છાણે ચડાવીને વીંછી ધેર લાવવો.મોરના ઇંડા ચીતરવા નપડે.સાપ ગયાને લિસોટા રહ્યા. સાપ દરમાં સીધો ચાલે.સંધર્યો સાપ પણ કામમાં આવે.સાપ મરે નહિ ને લાઠી ભાંગે નહિ.ગ્રહણ ટાણે સાપ નીકળવો.આંકડે મધ ને માખો વિનાનુ.સાપે છછૂંદર ગળી.લાકડે માંકડુ વળગાડવુ.સાપનો ભારો. એક જાળામાં સો સાપ.ખીલાના જોરે વાછરડુ કુદે.સાપને ધેર પરોણો સાપ.ગધેડી વિયાયને ગામને ઉજાગરો.ઘરની વાણી પોપટ બોલે.સો ઉંદર મારી બિલ્લી હજ કરવા નીખળી. મેરિ બિલ્લી મુઝે મ્યાઉ. બીલાડીને ડોકે ઘંટ કોણ બાંધવા જાય.ચકલી ફુલેકે ચડે. ચકી બાઇ નાહી રહ્યા. ખાખરાની ખીસખોલી સાકરનો સ્વાદ શું જાણે.ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર. ઉંદર ફુકી ફુકીને ખાય.પાડાને વાંકે પખાલીને ડામ.ઉંટ ઉકરડે ચડયુ.ઉંટના અઢારે વાંકા. ઉંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા. ઉંટ મરે તો ય મારવાડ સામે જોવે,ઉંટ મુકે આંકડોને બકરી મુકે કાંકરો.અભાગીને ઉંટ પર બેસાડો ોતય કુતરુ કરડી જાય.મધ હોય ત્યા માખી આવે જ.રાજા વાજાને વાંદરા કોઇના થાય.બાંધે એની તલવાર ને વાળે એની ગાય.વાંરાને નિસરણી આપવી. વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભુલે.ઘાંચીનો બળદ ઠેરનો ઠેર.વ્યાજના ઘોડાને કોઇ ના પહોચે.ઉંટ ગાંગરતે પલાણ,વાધરી માટે ભેંસ મારવી.બીલાડીના પેટમાં ખીર ન ટકે. ધોળો હાથી બાંધવો. હાથીના ચાવવા ને દેખાડવાના નોખા. હાથી જીવતો લાખનો ને મરે સવા લાખનો.,હાથી પાછળ કુતરા.માગેલી ભેંસ ભાદરવે વસુકે.ભેંસ આગળ ભાગવત.ભરમની ભેંસે પાડો જણ્યો. ભેંસના શીંગડા ભેંસને ભારે.ડેલી આડો સાંઢિયો.ભેંસ ભાગોળે ને છાંસ વાગોળે ને ઘેર ઘમાઘમ.ભેંસ ભામણ ને ભાજી પાણીથી રાજી.મિયાની ભેંસને ડોબુ ના કહેવાય.ધરમની ગાયના દાંત ન જોવાય.મરકટ કોટે હાર ને જુગારી ગાંઠે ગર્થ ટકે કેટલી વાર?વાઘને કોણ કહે કે તારુ મોં ગંધાય. વાઘની બોડમા  હાથ નાખવો ને સુતેલા સિંહને જગાડવો.