Sunday, December 13, 2020

આધુનિક લગ્નસંસ્થા

ભાગ ર  તો આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્નની વયમર્યાદા કે લગ્ન ચડતી યુવાનીમાં થાય. હજુ હરતાફરતા હોઇએ ત્યાજ બાળકો મોટા થઇ જાય. એક સમયે આયુષ્ય પચાસ કે સાઇંઠ વર્ષ ગણાતું. કામ સખત ને દરેક વ્યવસાયમાં મહેતન માગી લે. એટલે નાનીવયે વિવાહ ને તરત સંતાનો. માબાપ પૌઢાવસ્થામાં પંહોચે ત્યા  દિકરા દિકરી કામ સંભાળતા થઇ જાય. વહુ આવે એટલે સાસુને વેકેશન ને દિકરા કંધોતર થાય એટલે બાપને આરામ.  પણ આજે પરિસ્થતિ બદલાઇ ગઇ. શારીરિક ને ચિકિત્સા વિજ્ઞાન  વિકસ્યુ છે. સામાન્ય બિમારી જીવલેણ બનતી નથી. એટલે આયુષ્ય વધ્યુ છે. બીજુ પરિવર્તન આજીવિકાના નવા વિકલ્પો. શહેરીકરણ ને દેશાવરનું  ક્ષેત્ર  પરિવારના માળા વિખેરી રહ્યુ છે. સંતાનો તક મળે માબાપને છોડી શહેરોમાં નોકરીધંધા માટે વિચરણ કરી રહ્યા છે. માળામાં કયારેક એકલા વૃધ્ધમાબાપ રહી જાય છે. શહેરમાં સામાન્ય આવકમાં બધાનો સમાવેશ થઇ શકે એવા મકાનો બધાને મળતા નથી. પરિણામે માબાપને વતનમાં એકલારહેવાનો એક જ વિકલ્પ બાકી રહે. એમા પણ બેમાથી કોઇ બિમાર પડે કે વિદાય લે ત્યારેજ સમસ્યા ઉભી થાય છે. નછૂટકે શહેરમાં જાય પણ બધુ પરાયુ લાગે.પોતાના સંતાનો કે બાળકો  એનાથી દુર ભાગતા હોય એમ લાગે. કોઇને એને માટે સમય નથી તો આખો દિવસ ને રાત બાર ને બદલે બત્રીસ કલાકનો લાગે.  આ સંજોગોમાં કોઇએ એક નવો વિચાર તરતો મુક્યો. 'મેરેજ બ્યુરો'મોટી ઉંમરના લોકો માટે.  પણ આપણી સામાજિક આદત પ્રમાણે દરેક નવી વિચારસરણીનો વિરોધ,ઉહાપોહ ને પછી સ્વીકાર. જોકે પુરુષો માટે આ નવુ ન કહેવાય. એતો લગને લગને કુંવારા. એ ગમે તે કારણે ને ગમેતે વયે વિવાહ કરીશકે. સવાલ બહેનોનો હતો. પછી તો નવી વિચારસરણી ધરાવતા યુવાનોનો સાથ મળ્યો.આજે અમુક અપવાદ સિવાય એનો સ્વીકાર થાય છે. પણ કોઇપણ ઉંમરે સ્ત્રીપુરુષના સાયુજ્યમાં  નેખાસ તો મોટીવયે જયારે બન્ને પક્ષને પોતાનો પરિવાર.ઢળતી ઉંમરે નાનીમોટી શારીરિક બિમારી તો હોવાની. આમા કયારેક તો કોણ કોની ચાકરી કરે? જો બન્ને સાજામાંદા રહેતા હોય તો નવી સમસ્યા થાય. ઉપરાંત મિલ્કતના ઝધડા થવાની શક્યતા  પણ રહેવાની.  બન્નેના પરિવારની આવનજાવન રહેતી હોય ને એમા તારો પરિવાર ને મારો પરિવાર એકબીજાની આંખો ટકરાય ને આ તો ઉલમાંથી ચુલમાં પડવા જેવું થાય.   શાંતિથી છેલ્લી અવસ્થા પસાર કરવાને બદલે કયારેક કોર્ટકચેરીના ચક્કરમાં સમય પસાર થાય. વિલ સ્પષ્ટ હોય તો પણ વારસદારો માબાપની હયાતી કે ગેરહાજરીમાં બાખડવાના. કાયદાની એસીતેસી. એટલે ઘણા લોકો આવી પરિસ્થિતમાં મુકાવા કરતા એકલા રહેવાનું પસંદ કરે છે.

 

આધુનિક લગ્નસંસ્થા. ભાગ એક

 મિત્રો, આજે એક પ્રસંગની જાહેરાત જોઇ. લગ્નમેળો! આજના સમયમાં આ નવી વાત નથી.એક સમયે લોકો એક ચોક્કસ વિસ્તાર,ગામ,જાતિ ને ધર્મના વિસ્તારમાં રહેતા. એકબીજાને સાત પેઢીથી ઓળખતા. ઉપરાંત ધંધા પેઢી દરપેઢી વારસા ગત રહેતા એટલે લોકો સમાનધર્મી સાથે વિવાહસબંધો ગોઠવતા જેથી સાસરે જનાર દિકરી કે આવનાર વહુ સહેલાઇથી પરિવાર સાથે ગોઠવાઇ શકે. હવે  સમય બદલાયો. વતન સાથેનો નાતો તુટવા લાગ્યો.કારણ કે આજીવિકાના નવા રસ્તા ખુલ્યા. લોકો નાનું વર્ળુળ છોડી દેશાવર જતા થયા. અન્ય સમાજ ને લોકોનો પરિચય વધ્યો. શિક્ષણનો વ્યાપ વધતા નવા વિચારોની ક્ષિતિજ ખુલ્લી.લોકો કુપમંડુકતામાંથી બહાર આવ્યા. વિવાહ અજાણ્યા પરિવાર,ધર્મ,નર જ્ઞાતિમાં થવાનું સામાન્ય થવા લાગ્યુ  શરુઆતના થોડા  વિરોધ પછી. પછી તો યુવકયુવતીઓને જાહેરમંચ પર જીવનસાથી પસંદ કરવાની તક મળે એ માટે અમુક સામાજિક સંસ્થાઓ આવા લગ્નમેળા કે સમારંભોનું આયોજન કરે.દરેક પાત્ર પોતાનો પરિચય,પોતાની ભાવિજીવન માટેની પરિપાટી ને પોતાની લગ્નજીવનની ઇચ્છાઓ વ્યક્ત કરે. આમાથી જે બે પાત્ર એકબીજાને અનુકુળ લાગે એને આયોજકો મેળવી આપે.  પણ આ જાહેરાત તો વયસ્કો માટેની હતી.! આપણા સમાજ માટે કલ્પનાતીત. અરે ભાઇ, હવે ખાઇ પી ઉતર્યા. હવે પ્રભુભકિત કરવાને ટાણે આ નવે નાકે દિવાળી કયા કરવા નીકળ્યા? કેટલાકને તો ધર્મ રસાતળ જતો લાગ્યો. વાત તો સાચી.કારણ આપણા રુઢીગત માન્યતા પ્રમાણે સંસારના ત્રણ ઋણ ચુકવ્યા પછી હવે આત્માના ઉધ્ધાર માટે ભકિત કરવાની હોય. સંસારમાથી વિરક્ત થવાનું હોય એને બદલે આ તો અવળી ગંગા!         ભાગબીજો કાલે

Friday, December 4, 2020

સમસ્યા

 આપણે એકકોષી જીવમાથી માનવ બન્યા છીએ. આ બધા જન્મો એટલે કે આપણા શાસ્ત્ર પ્રમાણે ચોર્યાસી લાખ યોની.હવેઆ બધા જન્મોની ખુબી ખામી આપણામાં અકબંધ છે. ભલે આપણે અર્થશાસ્ત્ર, ધર્મ, સામાજિક માળખુ તૈયાર કર્યુ હોય પણ આપણા અસ્તિત્વનો સવાલ આવે એટલે એ પશુવૃતિ જાગી જાય. કદાચિત આપણું શિક્ષણ આપણને રોકે તો જાનામિ ધર્મ કહીને અથવા બધા આમ જ કરે છે કહીને આત્માના અવાજને દાબી દઇએ. આપણી સંગ્રહવૃતિ, સરહદ બનાવવાની વૃતિ, વણાશ્રમવ્યવસ્થા વગેરે. જુઓ કે કીડી,મંકોડા નેઉધઇ જેવા કીટકો સંગ્રહ કરે છે. એમાં પણ રાજા,રાણી ને દાસી જેવા વિભાગો છે તો એમની બનાવેલી કે માનેલી સરહદમાં કોઇ બહારનું આવે તો જીવલેણ યુધ્ધ થાય. એમાં પણ જે બળવાન હોય તેને જ માદાનો ભોગવટો મળે.સંતાનોની ઉછેરની જવાબદારી માદા નિભાવે. સિંહ જેવા પ્રાણીઓ માત્ર પરિવારનું રક્ષણ કરે.બાકીનું માદાઓને કરવાનું. શિકાર કરીને 'મહારાજાને ' સોંપી પછી વધેલુ ખાવાનું. એ જ પ્રમાણે સમાજમાં સ્ત્રીઓ આખાપરિવારને જમાડી ને વધ્યુ હોય તો ખાય. બાળઉછેર એ જ કરે. આપણા એવા દરબારો કે રજવાડા ને રાજાઓ ગામની સ્ત્રીઓ ભોગવવાનો એમનો પહેલો અધિકાર છે એમ માનતા.  આજે આપણે શિક્ષિત થાય છીએ તો પણ આપણે સંગ્રહવૃતિ ધરાવીએ છીએ. આજે પણ સરહદ માટે પાડોશી.ખેતરના શેઢા માટે ને દેશની સરહદો માટેના ઝધડા ચાલું જ છે. આ બધી સમસ્યાઓ ઉપર માણસના સ્વભાવ, આસપાસનું વાતાવરણ, ધર્મ વગેરે પરિસ્થતિની અસર પડે છે.એ ક્યારેક સામાજિક સમસ્યા ને એ રીતે વ્યકિત કે દેશની ઓળખ બની જાય. આજે આપણી એવી કેટલીક સમસ્યા જોઇએ. તો આપણે શાંતિપ્રિય પ્રજા છીએ એમ મનાય છે.પણ આ શાંતિના ઓઠા નીચે  કાયરતા છુપાઇ હોય એવું નથી લાગતું?  પરિસ્થિતિનો  સામનો કરવાને બદલે  એને સ્વીકારી લેવી, અન્યાયને સહન કરી લેવો.સત્ય બોલતા ડરવુ વગેરે. કારણકે આપણે મરતા ડરીએ છીએ.ગાંધીજીએ કહ્યુ છે કે મરતા ડરે એ પ્રજા મરવાની જ. જોખમ ઉઠાવવાને બદલે શરણે જવુ એમાં સલામતી લાગે છે. એ સલામતી મેળવવા કયારેક કોઇ નિર્દોષ    વ્યકિત કે કયારેક સમસ્ત દેશનો ભોગ આપી દઇએ. પરદેશીઓ આપણા દેશ પર આટલો લાંબો સમય રાજ કરી ગયા એનું કારણ આજ કે આપણી વ્યકિતગત સ્વાર્થવૃતિ. પછી એ જયચંદ હોય કે અમીચંદ. બીજી વાત તે આપણી  એકતાનો અભાવ. એમાં સેઢાસીમથી માંડી, ધર્મ,નાત,જાત,વર્ણ,પ્રાંત ને રાજ્ય. આપણે કણકણમાં વંહેચાયેલા છીએ. આપણે પહેલા આપણા માટે.પછી કુટુંબ,ગામ, ધર્મ, આપણુ રાજ્ય ને છેલ્લે આપણો દેશ માટે વિચારીએ છીએ.આવી ટુંકી વિચારસરણીથી દેશમાટે કોઇ કામ થાય નહિ. કેમકે દરેકને પોતાના વ્યકિતગત લાભ જોતા હોય.જેને આપણે નેતા બનાવીએ છીએ એમાપણ આપણા વ્યકિતગત લાભની ગણતરી હોય છે. આપણે જ એને અપ્રમાણિક બનાવીએ છીએ. લોકશાહીમાં જેમ હક છૈ એમ ફરજ પણ છે. પણ આપણા ધર્મ પ્રમાણે આપણે બધીજ જવાબદારી ભગવાન પર દીધી છે. તો ઘરમાં માબાપ કે વડીલો પર,પહેલા રાજાઓ પર  ને હવે નેતાઓ પર બધું છોડીને બસ,મત આપી દીધો એટલે આપણૂં કામ પુરુ એમ માનીને હાથ ખંખેરી નાખીએ. લોકશાહીમાં આવું ન ચાલે.નેતાઓ આ પ્રજા માંથી જ આવે છે એપણ પ્રજાના પ્રતિનિધિ સાથે  પ્રજાનું પણ પ્રતિબિંબ છે.  આમ જ દેશનુ ભાવિ ઘડાય છે. તો આ છે આપણી સમસ્યા

  

Saturday, November 28, 2020

તપસ્યા ૮

 આટલા દિલાસા સાથે મનમાં ખટકો હતો.આવી ગુણીયલ દિકરીને બોજ માની એના આત્મસન્માનનએ ઘાયલ કર્યું હતું.એની હિંમત ને હીર પારખવામાં ઉણા ઉતર્યા હતા.માત્ર બહારના લોકોનોઅભિપ્રાય માનીને દિકરીને અન્નાય કર્યો હતો.વાતચીત કરીને વાતાવરણ હળવું કરવાની બહુ ઇચ્છા હતી. પણ આ વાત પર એવો ભોગળ ભીડાઇ ગયો હતો કેએ બંધ બારણા પાછળ કેવો દાવાનળ ભભુકતો હશે?કેવો જવાબ મળશે કે કદાચ પરિસ્થિતિ વધારે વણસે એ કલ્પનાથી ય કાંપતા હતા.તો કપડા કે દાગીના જેવી દુન્યવી ચીજોથી મનાઇજાય એવી આ સામાન્ય દિકરી નહોતી! ત્યાર પછી એકવરસે અવનીની આ વર્તણુકનો ભેદ ખુલ્યો.અવનીએ છેક છેલ્લે દિવસે ખબર આપી કે એદિક્ષા લઇ રહી છે. પોતાની બધી ચીજો જતા પહેલા મા ને સોંપી દીધી.એણે એક ગૌરવપુર્ણ રાહ અપનાવ્યો હતો.પણ એટલો દિલાસોય વાસંતીબેનના નસીબમાં નહોતો. કારણ જતા જતા અવનીએ કહેલા છેલ્લા શબ્દ એને હંમેશા તીરના જેમ ભોંકાતા રહ્યા હતા.' મા, એકરીતે નહિ તો બીજી રીતે તારા પર 'બોજ' ઓછો કરુ છું.હવે તો તારી આબરુ અકબંધ રહેશે ને' તો આ વૈરાગ્ય કે જ્ઞાન નહિન પણ સંસારના અન્ય જીવો તરફ રોષનુંકારણ હતુ! આવો વૈરાગ્ય શાંતિ કે મોક્ષ આપી શકે ખરો? સૌથી વધુ આઘાત અનુને લાગ્યો હતો. એ માત્ર મોટી બેન જ નહિ પણ મિત્ર,માર્ગદર્શક ને દિલાસાનું સ્થાન હતી.અવનીના આ પગલાથી એ અચાનક નિરાધાર ને દિશાહીન બની ગઇ હતી.બહેન હંમેશ માટે પરાઇ થઇ ગઇ.સફેદ વસ્ત્રો,અલંકારવિહિન ચહેરો,વાળવગરનું માથુ ને આંખમાં પરિચિતતાનો કોઇ અણસાર નહિને સાધ્વીઓના ટોળા વચ્ચે દિક્ષાસમારંભમા  ઉભેલી જોઇ એ લગભગ પાગલ થઇ ગઇ હતી.એને દોટ મુકીને અવની પાસે પંહોચી જતા રોકવા વાસંતીબેને એનો સખત પકડી રાખ્યો હતો. આજે એક વરસે એ આંગણે આવી હતી જયા એનુ નિર્દોષ શૈશવ વીત્યુ હતું.પણ મા નું હૈયુ હરખે એવી દિકરીરુપે નહિ. એને વંદી શકાય પણ પોતાની ન કહી શકાય.એણે મા તરફ કરુણા સભર સ્મિત કર્યુ ને અનેકવિધ વાનગીઓમાંથી એક રોટલાનો ટુકડો લઇ વિદાય થઇ. અનુ તો પોતાની રુમમાં ભરાઇને બારીએથી જોઇ રહી હતી.બેનને જો બેન તરીકે મળી ન શકાય તો કોઇ સાધ્વીને મળવામાં એને કોઇ રસ નહોતો. પણ આ આખરી મુલાકાત નહોતી.ત્યારપછી એકાદબે વરસે એ આવી હતી. પણ સાધ્વીના સફેદ પોશાકમાં નહિ પણ સંસારી તરીકે.સુંદર વસ્ત્રો ને આછા સૌભાગ્યના અલંકારો.સાથે એક સોહામણો યુવક પણ હતો.     મા સાચી ખોટી અટકળો કરીને આઘાત અનુભવે એ પહેલાજ એણે ચોખવટ કરી.''મા આ કવન. એણે પોતાની પ્રિયતમાની બેવફાઇથી દુઃખી થઇ ને વૈરાગ્ય અપનાવ્યો હતો.બહુ ચર્ચાવિચારણા પછી અમને લાગ્યુ આપણો વૈરાગ્ય એ વિરક્કતા નહિ પણ અણગમતી પરિસ્થિતિમાથી છટકબારી હતી.પલાયનવૃતિ કેજેનાથી કોઇનું ભલુ થતુ નથી.બલ્કે વ્યકિત જયારે વૈરાગ્યના ઓઠા નીચે પોતાની લાલચ, આળસ, ક્રોધ, રોષ આવી માનવસહજ આસુરી વૃતિઓને લઇને વૈરાગ્ય માની સંન્યાસ સ્વીકારે ને તક મળે ત્યારે આવી વૃતિઓને સંતોષે.પરિણામે ધર્મ નેછેવટે સમાજમાં સડો પ્રવેશે ને ધર્મ વગોવાય. મા અમે આશ્રમમાં આવી પરિસ્થિતિ જોઇ. દરેક ધર્મનો ઉદેશ તો માનવકલ્યાણ જ હોય છે પણ એમા માનવસહજ દુર્ગુણો ભળે એટલે એનું પતન થાય. એટલે સ્વચ્છ જીવન જીવવા અમે સન્યાસ છોડી લગ્ન કરી લીધા છે,સુખી દામ્મપત્ય એ  દંભી ત્યાગ કરતા વધારે કલ્યાણ કારી છે વ્યકિત ને સમાજ માટે પણ'વાસંતીબેન સ્તબ્ધ બની ગયા.છેવટે અવનીએ જ કહેવું પડયુ કે મારા પગલાથી તને દુઃખ થયુ હોય તો માફ કરજે' બન્નેએ વાસંતીબેનનો ચરણસ્પર્શ કર્યો. વાસંતીબેનના અંતરપુર્વકના આશીષ સાથે  એને મન પરથી અપરાધનો બોજો ઉતરી ગયો.   ઘરમાં ફરીથી ઉલ્લાસ છવાઇ ગયો.       સંપુર્ણ     


Friday, November 27, 2020

તપસ્યા ૭

 'મા,તું એના લક્ષણ તો જો.તારી દિકરી જેવી કેટલીયને રમાડી ચુક્યો છે.ના, મારે આજીવન કુંવારા રહેવું મંજુર છે.પણ ઝુરી ઝુરીને કે આંસુ સારીને મરતા મરતા નથી જીવવું.''અવનીએ ચોખ્ખી વાત કરી દીધી.  'દિકરી,મરદ તો એવા જ હોય.એ તો ખીલે બંધાયને એટલે ધીમે ધીમે ઢીલા પડે.પોતાનો સંસાર થાળે પડે એટલે સુધરે.આપણો ખીલો સાબુત હોય તોઆવી બહારની શું કરી લેવાની? કદાચ એમને ય કોઇ આવો જમાનાથી ચાલ્યો આવતો મંત્ર પઢાવીને સંસાર સાચવી લેવાની શીખ આપી હશે.' મા તારો જમાનો તને મુબારક.તે જે કાઇ સહન કર્યુ એ તારી મરજી.મારે એવી જીવતી ચિતા પર ચડી સતી નથી થવું.હું અસહાય નથી ને મારે બનવું પણ નથી.મને એના લખ્ખણ સારા ન લાગ્યા ને મે સબંધ તોડી નાખ્યો.જીવવાનું મારે છે,તારે  કે સમાજને નહિ' એણે ઉગ્રતાથી જવાબ આપ્યો.નહોતુ બોલવુ તોય છેવટે વાસંતીબેનથી બોલાઇ ગયું'તારા બાપે મનમાની કરી.હવે તુ ય એજ કરી રહી છો.ભોગવવાનું તો મારે જને.દિકરી સાપનો ભારો. ક્યારે ઉતરશે આ ભાર મારા પરથી. માંડ એટલી રાહત થઇ હતી કે ચાલો,એક તો ઠેકાણે પડી. પણ હું જ અભાગણી છું. કહેતા એણે કપાળ કુટયું. ને અવનીએ આંચકો લાગી ગયો. મા નો બોજો હળવા કરવા એ ભણવાનું છોડી નોકરી કરે છે.પગાર મા ને આપી દે છે તો હું બોજ? માત્ર દિકરી છું એટલે?એટલો બોજ કેસામા પાત્રની યોગ્યતા તપાસવાનીજેટલી ય નવરાશ નથી ને જાણ્યા પછી સગપણ ફોક કરવાની હિંમત નથી ને ઉપરથી દિકરીને બોજ ગણીને કપાળ કુટે છે! તો દિકરીનું બીજુ નામ જ બોજ! બીજી કોઇ લાગણી જ નહિ.બસ,વળાવી દો પારકે ઘેર. પછી એ સુખી થાય કે દુઃખી એ એના નસીબ. ' વાહ રે નસીબ, મા કેવું સરસ બહાનું?છતી આંખે આંધળા થવું, આટલુ જોયા ને જાણ્યા પછી ય આંખ આડા કાન કરવા ને ભવિષ્યમાં સુધરી જશેએવી વ્યર્થ આશા રાખવી?  શા માટે તું મને ને તને બન્નેને છેતરે છે ?  મા તું આજથી મારી ચિંતા છોડી દેજે. હું મારુ ફોડી  લઇશ.' ણે આખરી નિર્ણય સંભળાવી દીધો. પછી તો એનું વર્તન બદલાઇ ગયું. ગંભીર તો છેલ્લા કેટલાય સમયથી હતી જ એમા ઉદાસીનતા ભળી.રેગ્યુલર નોકરી પછી સાંજની વધારાની નોકરી કરવા લાગી.કામમાં વ્યસ્ત થઇ ગઇ.ઘરમાં હસીમજાક ને હળવાશ નેબદલે એક ચુપકીદી છવાઇ ગઇ.એણે પોતાના બધા શોખ તજી દીધા, તહેવારો પર પણ એનામાં કોઇ ઉલ્લાસ દેખાતો નહિ.જમવાનો સમય બાદ કરતા એ પોતાની રુમમાં ધાર્મિક પુસ્તકો વાંચતી ને વ્યાખાનો સાંભળતી. એટલા પુરતુ ય વાસંતીબેનને સાંત્વન રહેતુ કે ચાલો,નિરાશ આત્મા છેવટે ધર્મ તરફ ઢળ્યો છે.કોઇ ખોટા વ્યસન કે સંગતમાં તો નથી.  વધુ આવતા અંકે

તો

તપસ્યા ૬

 અવની મમ્મીના નિર્ણયથી ખુશ તો નહોતી.પણ મા ના ચહેરા પર રાહત ને ખુશી જોઇ એણે પોતાની નારાજગી છુપાવીને સંમતિની મહોર મારી. મોં પર બનાવટી ખુશીનો મહોરો પહેરીને. અશેષ સગાઇ બાદ આવતો,બન્ને બહાર જતા ને એ પોતાના મિત્રો સાથે પરિચય કરાવતો.હરતા ફરતા. પણ અવની એને સંપુર્ણ અપનાવતા પહેલા એનું ચારિત્ર  તપાસવા માગતી હતી. પોતાના જીવનમાં માબાપની ઘટના જેવું પુનરાવર્ન ન થાય માટે સજાગ, કદાચ વધારે સજાગ હતી.સજાગ રહેવું પડે એવા કેટલાક લક્ષણો એણે એના ભાવિ પતિમાં જોયા હતા.  અશેષની નજર ચંચળ હતી.કોઇ રુપાળી યુવતી બાજુમાંથી પસાર થાય તો પાછૂ વાળીને જોયા કરતો. એના અંગઉપાંગની અણછાજતી ટીકા કરતો.અવનીની હાજરી ય ભુલી જતો. અવનીએ એકવાર આ બાબત ટકોર કરી તો એ નિર્લજ્જ હસી પડયો.ઉપરથી અવનીને સલાહ આપી.' અવની.ભગવાને આંખો સૌંદર્ય જોવા આપી છે ને સૌંદર્ય જોવા હોય છે.પછીએ ફુલ હોય કે રુપસુંદરી.પુરુષ તો રુપનો પુજારી.એટલે તો ભગવાને એક એકથી ચડીયાતી બનાવી છે ને બનાવતો રહેશે.તને મે પસંદ કરી એનો અર્થ એ નહિકે તું છેલ્લી ને પહેલી છે'.અવની સમજી ગઇ.એ અશેષ માટે એકમાત્ર નહિ પણ અનેકમાંથી એક હતી.ત્યારે તો જાહેર સ્થળમાં આવો વાદવિવાદ કરવાનુ ટાળી દીધું.  આવો જ એક પ્રસંગ બન્યો. બન્ને રેસ્ટોરંટમાં બેઠા હતા ને અચાનક અશેષની કોલેજકાળની સખી આવી. અશેષે એને આવતી જોઇ એ દોડ્યો.લગભગ ભેટી પડ્યો.હાથ પકડીને ટેબલ પાસે લઇ આવ્યો. પછી તો કોલેજકાળની વાતોમાં એટલા મશગુલ થઇ ગયા કે અવનીની હાજરી પણ વિસરાઇ ગઇ. થોડીવારે અશેષને ભાન થયુ ને એણે અવનીનો પરિચય કરાવ્યો.પેલીએ એક પ્લાસ્ટીયુ સ્મિત કરી અભિનંદન આપ્યા.અશેષ એ યુવતીના હાથમાં હાથ પરોવીને જે આત્મીયતા વાત કરતો હતો ને એની વાતો તલ્લીન થઇ સાંભળતો હતો એ અવની માટે કોઇ હિંદી ફિલ્મ જેવું લાગ્યું. લાંબી વાતો પછી એ વિદાય થઇ તો પણ અશેષ એની સાથેની વાતો વાગોળતો હતો.'જોયુ? આ નિક્કી કેટલી બિંદાસ? કોલેજના બધા છોકરા એના દિવાના'. હવે અવનીથી ના રહેવાયું.' તો તું પણ એમાનો એક,બરાબર!' એણે હસવાનો પ્રયત્ન કર્યો પણ એની નારાજગી છાની ના રહી. અશેષ હસી પડયો.' બસ, આટલામાં ઇર્ષા આવી ગઇ?યાર,આપણે તો નિખાલસ સબંધોમાં માનનારા.આવી તો કેટલીય મૈત્રીઓ તને ભટકાશે. આવું દાદીમા જેવુ જુનવાણી ને રુઢીચુસ્ત મન રાખીશ તો આપણી વચ્ચે નહિ જામે,યાર'    એ દિવસની મુલાકાત પછી એ વધારે મુંઝાઇ ગઇ. આવા નિખાલસતા ને આધુનિકતાના અંચળા નીચે મનમાની કરનારા ને મનમાની છુટ લેનારા, નીિતનિયમોમાં માનતી સ્ત્રીઓને જુનવાણી કહીને ઉતારી પાડે  એ જ  લોકો પોતાની પત્નીના અગાઉના પુરુષમિત્ર કે બોયફ્રેંડના અણસાર માત્રથી ભડકી ઉઠે છે ને કયારેક કાઢી પણ મુકે.તો આ નિખાલસતા નથી પણ આધિપત્યની ભાવના છે.  એને જે જાણવુ હતુ એ નિર્ણય લેવા પુરતુ હતું. એણે વિવાહ પછી પત્ની  કે સ્ત્રી તરીકે બધા બંધનો સ્વીકારવાના,જ્યારે પુરુષ કે પતિ તરીકે એને મુક્ત હરવા,ફરવા ને ચરવા નો પરવાનો. કદાચ એની હાલત મા જેવી કે એનાથીય ખરાબ થાય.        આવી એક મુલાકાતમાં બન્ને વચ્ચે ઉગ્ર ચર્ચા જામી ને અવની ઉશ્કેરાઇ. એણે એક પળે વિવાહ ફોક કરી ને બંધનના પ્રતિક એવી વીંટીકાઢીને અશેષના હાથમાં મુકી ચાલતી થઇ ગઇ. એજ  આવેશમાં  એ ઘરે આવી.હવે એ ઘીમી પડી.અચાનક એને મા નો ખ્યાલ આવ્યો.  ઘરમાં દાખલ થતા મા સામે જ એને 'પોખવા' ઉભી હતી.એ એના ચહેરા પરથી સમજાઇ ગયુ કે સંદેશો પહોંચી ગયો છે! એ કાંઇ બોલે એ પહેલા જ  મા  વરસી પડી' તારી સાસુનો સંદેશો આવી ગયો છે.' તો વાત આમ હતી. આમા મરીમસાલાનું પ્રમાણ કેટલું એતો સાંભળનારને કેટલી ગરજ છે એના પર.  મા હવે એનો કોઇ ખુલાસો સાંભળશે  કે પુછશે પણ નહિ એતો અવની સમજી ગઇ. આમ પણ જેને કાઇસાંભળવુ કે સમજવુ જ ના હોય એ ખુલાસા માગતા ય નથી ને સાંભળતા ય નથી. મા એ ચાલુ કરીજ દીધું,'તું તારી જાતને બહુ હોંશિયાર માને છે? આવો અંતિમ નિર્ણય લેતા પહેલા અમને તો વાત કરવી જોઇએ. કાઇ સમસ્યા હોય તોહલ કરવા વાળા અમે હજુ બેઠા છીએ. અવની સહેમી ગઇ.અશેષની મા તો પરાઇ,એતો અવનીનો જ વાંક જોવાની.દિકરાનો જ પક્ષ લેવાની.એમા નવુ શું હતું.? પણ પોતાની સગી મા જે દિકરીને બાળપણથી જાણે છે એને પણ દિકરીને જ દોષ દેખાય છે! આવેશ શમતા એ ધીમા પડ્યા.'દિકરી,તારા આ ઉતાવળા પગલાનું પરિણામ શું આવશે એ વિચાર્યુ છે?સાંભળનાર સહુ છોકરીનો જ વાંક જુએ  ને વાત વધારીને થાય,છોકરી જલ્દી વગોવાઇ જાય. એકવાર આવી  છાપપડી જાય પછી કોઇ સબંધોની બાબતમાં ભલામણ નાકરે. એમા ય આપણે તો નોધારા માણસો. હવે ક્યાથી લાવશુઆવું ઠેકાણુ ને ધર. હવે આ નાના ભાઇ બહેનના સબંધોમા લોકો તારો દાખલો આપીને વાંધો ઉઠાવશે.' એણે ફળફળતો નિસાસો નાખ્યો.


'જોયુ

Thursday, November 26, 2020

તપસ્યા ૫

 તો વાત એવા મોડ પર આવી ગઇ કે  હવે તો ચોખવટ કરવી જ પડે. નહિતર મા હંમેશા અવનીને ઇર્ષાળુ ને નિંદાખોર માનવાની. આજે મા વાતનો તંત નહિ મુકે.એ હજુ એ અવની તરફ સાબીતી માટે તાકી રહી હતી. એની નજરમાં પ્રકોપ હતો જે આજે જ અવનીએ જોયો.છેવટે એને પણ ગુસ્સો ચડ્યો,છલોછલ થયેલ બંધ જાણે તુટી ગયો. અત્યાર સુધી મા ને એક આધાતમાંથી બચાવવા જે કોશિશ કરતી હતી એ આવેગમાં ભુલાઇ ગઇ ને એણે કહી દીધૂ. ' હુ નાદાન નથી.મને સારાસારની ખબર છે.મે નજરે જોયુ છે ને ખાતરી કરવી હોય તો તારી સાહેલીને ફોન કરી પુછી જોકે આ દિવસે,આટલા વાગે એ કયા ને કોની સાથે હતી.જરુરપડે તો પપ્પાને ય પુછી લેજે'એ ણે મોં ફેરવી લીધું.      અવનીના સ્વરમાં સચ્ચાઇ હતીએપારખતા એને વાર નલાગી.એને ચાડીચુગલીની કેવાતો ઘડીકાઢવાની આદત નહોતી કે રેણુકાબેન તરફ કોઇ ગુસ્સો કે રીસ આજસુધી નહોતી.ઉંમર પ્રમાણે આવા સબંધોનો અર્થ જાણતી હતી.  હવે એને દિકરીનું અકળ લાગતુ મૌન ને વસ્તુપાળ તરફનો ગુસ્સો સમજાયો.પતિ પર ભયંકર ગુસ્સો તો ચડ્યો પણ બાળકોની હાજરીમા ઝધડો કરવો ઠીક નહોતુ તો હવે રેણુકાબેન સાથે વાત કરવાની,ખુલાસો માગવાની કે એનું મોં જોવાનીય ઇચ્છા નહોતી. પુછવાથી સાચી વાત તો કોઇકરવાનું નહોતું.   થોડા દિવસ આમ પસાર થયા પછી પ્રવાસમાંથી પાછા આવેલા જયમલભાઇને  જ બધી વાત કરી. તો એનો ગુસ્સો કાઇ કમ નહોતો. એજ રાત્રે એણે વસ્તુપાળને મળવા બોલાવ્યા.ત્રણે વચ્ચે શું રમઝટ બોલી હશેએ તો એજ જાણે પણ વસ્તુપાળ કાયમ માટે ગુમ થઇ ગયા હતા.     વાસંતીબેને રાહ જોઇ એના ઉંઠબેઠના સ્થળો તપાસ્યા.છેવટે એ રેણુકાબેનને ઘેર ગયા તો એના અચરજ  વચ્ચે ત્યા તોનવાજ  વસાહતી આવી ગયા હતા. એમના કહેવા પ્રમાણે પતિપત્ની એમને ઘર સોંપી લાંબી સફરે નીકળી ગયા હતા!  રાહ જોઇ જોઇને થાક્યા પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી.પણ ત્યાય કાઇ ન વળ્યું.  આ બધુ એટલી ઝડપ નેચુપકીદી બની ગયુ કે એમના જેવી સરળ ગૃહિણીનો હાથ કયાય ના પહોચ્યો.કોઇ અણસાર ના મળ્યો કે ત્રણ જીવતીજાગતી વ્યકિત હવામાં કયા ઓગળી ગઇ.? થોડો વખત રાહ જોઇ એણે ધંધો વેચી નાખ્યો, મોટુ મકાન વેચીને નાનો ફ્લેટ લઇ લીધો. આજુબાજુની બિનજરુરી પુછપરછ ને ખોટા વિચારોથી બચવા ટિફિન બનાવવાનુ ને નોકરી કરતી બહેનોના નાના બાળકોને સંભાળવાનું કામ શોધી લીધું.  પણ સૌથી વધારે દુઃખ ને અફસોસ તો અવનીને થયો.એણે જો મોં બંધ રાખ્યુ હોત તો એકસાથે આટલી બધી જીંદગી જોખમાઇ ન જાત.મા ને પ્રપંચની એક જાળમાંથી ઉગારવા જતા પપ્પા ખોયા! સાથેજ એને છેલ્લે એની સાથે કરેલા વર્તનથી દુઃખ થતું .કયા હશે? કેવી હાલતમા? ક્યારેક તો એની હયાતી વિષે પણ સંદેહ થતો, સારાખોટા વિચારો સતાવતા.તો બીજી તરફ મા ઉપર આખા સંસારનો બોજો આવી પડ્યો કે જેને માટે તૈયાર નહોતી.નાનાભાઇબહેનનું ભાવિ અનિશ્ર્ચિત થઇ ગયું.એક સમસ્યા હલ કરવા જતા કેટલીય નવી સમસ્યા ઉભી થઇ. પરિવારની જીંદગી ડામાડોળ થઇ ગઇ.એ ગુનાહીત વૃતિ એને જંપવા નહોતી દેતી. હવે મેડિકલમાં જવાનું સપનુ તો ભુલી જજવાનું હતું.હાલ તો ઘરમાં મદદરપ થવા ભણવાનું બાજુમાં રાખી નોકરી શોધી કાઢી.   એમ કરતા ઉંમરલાયક થઇને વાસંતીબેને મુરતિયાની તપાસ આંરભી. પાછુ પડી ગયેલુ, ઘરના મોભી વિનાનું ઘર એટલે મુશ્કેલ તો હતું પણ અવનીના એક દુરના ફોઇએ એના સાસરીપક્ષમાંથી એક છોકરાની ભલામણ કરી.વાસંતીબેનને વર ને ઘર બરાબર લાગ્યા.એણે અવનીને પાસે બેસાડી એક વખત એ મુરતીયા સાથે વાતચીત કરવાની ભલામણ કરી. અવનીએ કોઇ ઉમંગ ના બતાવ્યો. કદાચ એને હાલના તબક્કે લગ્નમાં રસ નહોતો. એના મુળમાં તો પોતાનો અપરાધભાવ ને પપ્પાનો વિશ્ર્વાસઘાત હતા.કદાચ દરેક પુરુષમાં એને બેવફાઇ દેખાતી હતી.નાના ભાઇબહેનને સારુ શિક્ષણ આપી પગભર  કરી પછી મા ની  આજીવન સંભાળ રાખવાનો ઇરાદો હતો.સાથે એ પગભર થવા પ્રયત્ન કરતી હતી. જેથી ભવિષ્યમાં કોઇના ઓશીયાળ ન થવુ પડે.પણ મન હજુ એટલું ઉદાસ હતુ કે પોતાની યોજનાતો માને  મા સાથે મન ખોલીને વ્યક્ત કરી નહોતી. તો બિચારી મા,સીધીસાદી ઓરત.એને દિકરીના મનની શું ખબર? એ પોતાની રીતે સંસાર ગોઠવતી હતી!વાતની ચોખવટ થઇ જાત તો ભવિષ્યના અનેક પ્રશ્ર્નોનો અંહી જ ઉકેલ આવી જાત. છેવટે મા ના દબાણથી વાતનૌ બંધ વાળવા એણે અશેષના મળવાનું સ્વીકાર્યું.મનમાં એક ઘરપત સાથે કે એક મુલાકાતમાં થોડી  એની પસંદગી થઇ જશે. આજકાલના છોકરા એવા આજ્ઞાંકિત નથી હોતા. પણ એની ગણતરી વિરુધ્ધ અવની અશેષને પહેલી નજરે જ ગમી ગઇ.એના માબાપ ને આ પક્ષે વાસંતીબેન તો રાજી જ હતા. પણ અવનીએ હા પાડતા પહેલા  વિચારવાનો વખત માગ્યો. એ કોઇ એકરાર કરતા પહેલા એના ગમા,અણગમા,નીતિનિયમના અશેષના વિચારો ને ખાસ તો એનું ચારિત્ય તપાસવા માગતી હતા.પપ્પાના વિશ્રવાસઘાતે એને ચકોર ને સાથે સાવધાન બનાવી દીધી હતીં. પણ એની વાત  માને કોણ? વાસંતીબેનને ઉતાવળ હતી કે આવું ઠેકાણૂ  હા ના કરવા જતા હાથથી નીકળી જાય તો? આજના યુવાનિયાનું ભલુ પુછવું. હરીફરીને ના પાડીદે ને છોકરી વગોવાઇ જાય. જોવાજાણવા માટે તો આખી જીંદગી પડી જ છે.પછી એજ કરવાનું છેને. કરજો નિરાંતે. ને અવનીની અનિચ્છા છતા માગુ સ્વીકારી લીધું. વધુ આગલા અંકે

તપસ્યા ૪

 અવનીનેય મનમાં સાલતુ હતું. એ પપ્પાને એના પ્રેમાળવર્તન સામે પોતાની ઇચ્છા વિરુધ્ધ જે રુક્ષ જવાબ આપતી હતી.આવી અવગણનાથી એને કેટલું દુઃખ થતું હશે?કેટલા મુંઝાતા હશે.પણ કેમ કહેવુ કે પપ્પા ,તમારા બદચલન વર્તનનું આ પરિણામ છે. હું બોલી તો નથી શકતી પણ આ મારો મૌન આક્રોશ છે.એટલે જ એ પપ્પાથી દુર ભાગતી હતી.કયાક  એ વધારે દબાણ કરશે ખૂલાસા માટે તો અવનીની જીભ ખુલી જશે કે સબંધોની મર્યાદા તુટી જશે. આમ થોડો સમય અકળામણમાં ગયો ને માસીની પધરામણી થઇ! જાણે કશુ બન્યુ જ નથી. અવનીએ એને બારણે જોતા જ ખોલ્યા વિના જ પાછી રસોડામાં પેસી ગઇ.એટલીવારમાં વાસંતીબેન પુજામાંથી પરવારી બહાર આવ્યા, એને આવકારીને પછી બન્ન સોફામાં બેઠક જમાવી. વાતો પાછી ધર્મ,નીતિનિયમ,સંયમની!થોડીવારે એણે અવનીએ બુમ પાડી' અવની,અમારા માટે બે કપ સરસ ચા બનાવ. જો કાલે ચાનો તાજો મસાલો બનાવ્યો એ નાખજે'     અવની છંછેડાયેલી તો હતી જ.સળગતા ગેસ જેવી જ જ્વાળા એના મનમાં બળતી હતી.ચા કપમાં રેડતા ય મનમાં હિંસક વિચાર આવી ગયો.આ ગરમ ગરમ ચા માસીને માથે રેડી હોય તો!છેવટે મનની આગ ઠારવા માસીના કપમાં ઠાંસી ઠાંસીને બે ચમચી ગરમ મસાલો ઝીંકી દીધો.ચા પીરસીને પોતાની રુમમાં તમાશાની રાહ જોતી ઉભી રહી. રેણુકાબેને એક ઘુંટ ભર્યો ને મોઢામાં જાણે આગ લાગી.ગળુ સસડી ગયુ ને ખાંસીનો જોરદાર હુમલો આવ્યો.મોં લાલચોળ થઇ ગયુ ને આંખ ને નાકમાંથી પાણીની ધાર છુટી,વાસંતીબેન છોભીલા પડી ગયા.મનોમન સમજીગયા અવનીનું કારસ્તાન. કારણ  જોકે જાણતા નહોતા.જયારે અવની રુમમાં ઉભી ઉભી હસતી હતી. તું આજ લાગની છો, માસી.    થોડીવારે ખાંસી સમી. સ્વસ્થ થયા. વાસંતીબેને ફરી ચા  બનાવવાની તજવીજ કરી.પણ માસીએ ના પાડી. વાતો કરવાનો ઉત્સાહ ઓસરી ગયો હતો. એણે થોડીવારમાં વિદાય લીધી.    વાસંતીબેનને ખબર તો પડી ગઇ કે માસીને અવનીની હરકત સમજાઇ છે. એ સીધા જ અવનીની રુમાં આવ્યા. અવની મોઢા પર બુક રાખી હસતી  ને વાંચવાનો દંભ કરતી હતી.એણે અવનીની હાથમાંથી બુક ઝુંટવી લીધીને બુમ પાડી 'અવની, અમને એ તો ખબર પડી ગઇ છે કે તે જાણી જોઇને આ હરકત કરી છે. તું એટલી નાદાન તો નથી જ'     અવની કશુ બોલી નહિ પણ એના ચહેરા જે લુચ્ચાઇભર્યુ સ્મિત હતુ એજ એકરાર માટે કાફી હતું. એ જોઇ વાસંતીબેનનો ગુસ્સો ઓર વધી ગયો. ' અવની એ મારી બહેનપણી જ નહિ પણ મારી બેન છે.તારી હિંમત કેમ ચાલી આવી હરકત કરતા?'     અવની વિચારી રહી,બહેન! આવી બહેન હોય કે પોતાની બહેનના સંસારમા આગ લગાડે? પણ મા આ સત્ય સ્વીકારી કે પચાવી શકશે? પહેલા તો એ અવનીની વાત માનશે? પણ જે રીતે જવાબની રાહમાં વિકરાળ મુખમુદ્રા કરીને એ ઉભા હતાકે અવનીને મોં ખોલ્યા વિના છુટકો જ નહોતો.  'મા, આભાર માન જીનપ્રભુનો કે મે એને ઝેર નથી આપ્યુ. બાકી દાવની છે એ તારી બેન' અવનીએ ભયંકર શાંતિથી કહ્યું.  'અરે,છોકરી,તને તો ભાણેજની જેમ પ્રેમ કરે છે.બિચારી એકલી બાઇ, કયારેક આવીને મન હળવુ કરે. તારે તો એકાદ કપ ચા જ કરવાની હતીને? એમા ય તને તકલીફ પડી? શું બગાડ્યુ છે એણે તારુ?' એ હજુ પણ રેણુકાબેનના અપમાનથી ગુસ્સાથી કાંપતા હતા. અવનીને મન તો થયુ કે કહી દઉ કે  મારુ નહિ પણ તારુ તો બગાડ્યુજ છે"  એ તને ખબર પડશે ને ત્યારે બહુ મોડુ થઇ ગયુ હશે.' પણ જાણેઅજાણ્યે એ એક વજ્રઘાતથી મા ને બચાવવાની કોશીશ કરતી હતી.  પણ હવે તો ઘટસ્ફોટ કરવો જ પડશે.' 'મા,તું જેને બિચારી માને છે ને બેન બેન કરીને ચાટે છેને એ કેટલી નીચ,દગાખોર,ને વિશ્ર્વાસઘાતી છે.એ તને ખબર નથી. મને છે.'અવનીને હજુ પણ શંકા હતી કે મા એની વાત માનશે કે કેમ?    તો વાસંતીબેને  હજુ પણ એનો બચાવ ચાલુ રાખતા કહ્યું.' દિકરી,કોઇ એકલી સ્ત્રી પર આવો આક્ષેપ કરતા વિચારવુ જોઇએ. કદાચ કોઇ સગુ હોય. એકલી બાઇને ધરમાં કઇ ભાગ્યુતુટયુ  હોય    તો  કોઇ સમારકામ નિમિતે કોઇ  આવ્યુ હોય. કોઇને માટે આવું વિચારવુ કયારેક કોઇનો સંસાર વહેમથી ભાંગી જાય. કોઇની નિર્દોષ જીદગી બરબાદ થઇ જાય' એણે અવનીને શિખામણ આપી. અવની વિચારી રહી કે મા બહુ ભોળી છે ને માસીનો અભિનય પણ જબરો છે.એટલે તો મા એક સાપણને દુધ પાઇ રહી છે.જો અવનીને જાણ ના થઇ હોત તો આનો અંજામ અંતે શું હોત ને આબધુ કેટલા સમયથી ચાલતું હશે?  પણ હવે જો ઘટસ્ટોટ ના કરે તો મા ની નજરમાં જુઠ્ઠી,નિંદાખોર ને હલકી પડી જાય.   સત્ય બોલવુ એ આપણા બધા ધર્મનો પાયો છે.પણ સત્યના સંદેશવાહક થવુ એ બહુન કપરુ છે. સત્ય જેટલુ કડવું છે એના કરતા ય એનો કરતા ય એનો સંદેશવાહક વધારે અળખામણો બને છે.એમા ય સામી વ્યકિત આપણૂ સ્વજન ને નિર્દોષ હોય ત્યારે સત્યના વાહક તરીકે પ્રથમ વેદના સંદેશવાહકને થાય. કમનસીબે એના ભાગે એક કડવા સત્યના સંદેશવાહક થવાનો વારો આવ્યો હતો જે કદાચ પરિવાર ને માબાપના દામ્મપત્યને છિન્નભિન્ન કરી નાખે.     વધુ આવતા અંકે

Wednesday, November 25, 2020

તપસ્યા ૩

 તો એ શય્યામાં વિવાહની તમામ આચારસંહિતાઓનો ભંગાર પડ્યો હતો.આસંસારના ઉજળા લાગતા સબંધો,સમજણ ને રુપાળા શબ્દોના આવરણ નીચે આટલી મલિન વૃતિ  છુપાયેલી હશે? દુનિયા આટલી દંભી હશે? ચહેરા આટલા છેતરામણા હશે? એ ચીસ પાડી ઉઠે કે ઉભા રહેવાની શકિત ગુમાવે એ પહેલા જ એ ભાગી છુટી.    બપોર પછીનો પેપર કેમ ને કેવો લખાયો હશે એની ય જાણ ના રહી.પરિક્ષા પુરી થવાના આનંદને બદલે બોજો વધી ગયો.     એ ઘેર આવી ત્યારે સખત થાકી ગઇ હતી.વિચારોથી ઘેરાયેલી. પપ્પા તરફ નફરત,માસી તરફ તિરસ્કાર ને મા તરફ દયા એમ ત્રિવિધ તાપમાં તપતી હતી.ઘરમાં કોઇ સાથે વ્યવસ્થિત વાત કરવાની કે સરખા જવાબ આપવાની ક્ષમતા પણ ગુમાવી બેઠી હતી.     એની આ હાલતથી અજાણ નાના ભાઇ બેન તો એની રાહ જ જોઇ રહ્યા હતા. નાનાભાઇ એતો લાડથી વળગીને પુછયું. 'બેન હવે પરીક્ષા પુરી થઇ.મને મુવી જોવા લઇ જઇશને?' એ જ વખતે અનુએ દાખલ થતા પુછ્યું.;બેન હવે મને શોપિંગમાં લઇ જઇશને?' હવે તારે વાંચવાનું નથી તો મારો મનગમતો શો જોઇ શકુ ને?'નાનાભાઇ બહેનની અધિકારપુર્વકની માગણી ને નિર્દોષ ચહેરા સામે જોતા એ તોછડી ના થઇ શકી> આખરે એનો તો કોઇ દોષ નહોતો.એણે થોડા થાકેલા સ્વરે કહ્યું.' આજે તો બહુ થાકી ગઇ છું. મારે આરામ કરવો છે. પછી વાતકરશુ"એટલામાં વાસંતીબેન રસોડામાંથી બહાર આવ્યા.એને તો મા તરીકે એટલુ જ સમજાયુ કે છેલ્લા કેટલાક રાતના ઉજાગરા, સવારથી  ભૂખી હશે. એટલે માથુ ચડ્યુ હશે. ઉપરથી ગરમી ને કદાચ પેપર ધાર્યા પ્રમાણે ન ગયુ હોય. એણે અવનિની મનપસંદ વાનગીઓ તૈયાર રાખી હતી.સ્નેહથી માથા પર હાથ ફેરવતા કહ્યું. 'ચાલ,થોડુ જમી લે.બેટા.સારુ લાગશે.પછી આરામ કરજે.'  મા ના આવા વાત્સલ્યસભર વર્તનનો એણે જે જવાબ આપ્યો એ તો એની પોતાની ય કલ્પના બહારનો હતો.પણ અત્યાર સુધી પોતાની અકળામણ ઠાલવવા માટે મા સિવાય કોઇ સહેલુ પાત્ર મળ્યુ નહોતું.   ' મારે જમવું નથી.મને માથું દુખે છે.મને સુવા દે' એણે તોછડાઇથી કહ્યું. 'બેટા, એ તો તું સવારની ભુખી હઇશ એટલે. જમી લે એટલે સારુ લાગશે ને ઉંધ પણ આવી જશે" વાસંતીબેને સમજાવટના સુરે કહ્યું. 'મા, એકવાર કહ્યુ ને કે મારે નથી ખાવું.હવે મારો પીછો છોડીશ?/' અવનીએ જે ઉગ્રતાથી જવાબ આપ્યો એ વાસંતીબેનની ધારણા બહારનો હતો. એના અવાજ કરતા ય એના ચહેરા પર જે હાવભાવ હતા એ જોતા એ પાછા પડીગયા.બિચારી મા શું જાણે કે કોનો ગુસ્સો કોના પર ઉતર્યો છે?.એની આંખોમાં આસુ આવી ગયા. એણે ધડાકાભેર પોતાની રુમના બારણા બંધ કરી દીધા. બાકીના ત્રણેય સહેમી ગયા. અવની પથારીમાં પડી પડી એજ વિચારી હતી કે આજના દ્રશ્ય ને છેલ્લા કેટલાક વખતથી બન્ને વચ્ચે ચાલતા કલહને કયાક તો સબંધ છે.કદાચ મા જાણતી હોય પણ કહી ન શકતી ન હોય.પણ તો એ માયા અહી આવીનેજે  હકપુર્વક ધામા નાખે છે ને મા એની દિલોજાન સરભરા કરે છે એ તો જોતા તો એ આ બાબત સાવ અજાણ હોય એમ લાગે છે.કયારેક પપ્પાએને સ્કુટર પર મુકવા જાય તો એ વિરોધ કરતી નથી.કદાચ એની 'બેન'ના આવા સ્વરુપથી અજાણ હોય. ને માસીનો અભિનય કાબિલેદાદ કહેવાય. હવે જોઅવની જો એ બન્નેના વ્યભિચારી વર્તનને ખૂલ્લુ પાડે તો મા માને ખરી?ને પપ્પા! આ ઘરના રાજા ને અન્નદાતા. સ્વભાવ તો ઉગ્ર છે જ.પોતાની પોલ બહાર આવે તો લાજવાને બદલે ગાજે.માસીને લાજશરમ છે જનહિ.નહિતર પોતાની બેન જેવી સખીનો સંસાર શા માટે ઉજાડે? પાછી નિર્લજ્જ બનીને અંહી  બેન  બેન કરીને ધામા નાખે.હવે શું કરવું? જાણ્યા છતા ય ચુપ રહેવુ? ચાલે છે એમ ચાલવા દેવુ? કે મમ્મીને ચેતવવી? આવી અસમંજસમાં થોડો સમય વીત્યો.          આજસુધી તો મમ્મીના ભોગેય ઘરમાં શાંતિ હતી. પપ્પા બાળકો તરફ પ્રેમાળ ને ઉદાર હતા. બાળકોની જરુરિયાત ને શોખ પોષવા કયાય કંજુસાઇ ન કરતા.એમા ય અવની તો લાડકી.બજારમાં નવી ફેશનના કપડા આવે.વાસંતીબેન ના ના કરતા રહે એ પપ્પા છોકરાઓને શોપિંગમાં લઇ જાય. થિયેટરમાં નવુ મુવી આવે કે શો આવે તો ગમે તેટલી મોંધી ટિકિટ હોય .એ લઇ જાય. બાળકોની નાની સરખી માંદગીમા ય ચિંતામાં અરધા થઇ જાય.એ વિચારે કયારેક ગમગીન થઇ જાય કે આ દિકરીઓને કેવી રીતે સાસરે વળાવીશ? એનો વિરહ મારાથી  કેમ સહન થશે? આટલો ઉત્કટ પ્રેમ!       એમા પણ પરિક્ષા પછી અવનીનું વેકેશન ઉજવવા ખાસ હિલસ્ટેશનનો પ્રવાસ ગોઠવ્યો હતો.બધા ઉત્સાહમાં હતા સિવાય અવની.પપ્પાએ એકાદબે વાર આનો ઉલ્લેખ કર્યો પણ અવનીએ દ્યાન ન આપ્યું. એ એના માટે સ્કુટર લઇ આવ્યા પણ અવનીએ હાથ પણ ન લગાડયો કે સામે જોયું. હવે એને ચિંતા થવા માંડી.શું કારણ હોઇ શકે?કે આવી હસમુખી ને ઉત્સાહી દિકરી ગમગીન થઇ ગઇ છે?શા માટે એમા પ્રેમાળવર્તનનો પ્રતિભાવ નથી આપતી? શું પરિક્ષામાં ધારી સફળતા વિષે આશંકા હશે? વદારે પડતી ધારણા નિરાશામાં પલટાઇ ગઇ હશે? કોઇ પ્રેમપ્રકરણ પણ એની ઉંમરપ્રમાણે કારણ હોઇ શકે? જોકે એણે કયાય આ વિષે સાંભળ્યુ નહોતું.દિકરી પર ભંરોસો હતો.પણ કયારેક શાંત પાણી ઉંડા'એવું પણ બને. પણ આવી ધારણા માટે કાઇક તો પુર્વભુમિકા હોવી જોઇએ ને? કોઇ આધાર વિના કેમ માની લેવાય?

 આ



તપસ્યા ભાગ ૨

 સામાન્ય રીતે માબાપ આવી જ્ઞાની ને ત્યાગી દિકરી માટે ગૌરવ અનુભવે. પણ અંહી જ સમસ્યા એ હતી કે અવનીનો સંસારત્યાગ એ માત્ર મોક્ષની સાધના જ નહોતી પણ સંસારી ને મા તરફની રીસ ને ગુસ્સો પણ હતો. અવનીએ એની દિક્ષાની જાણ છેક છેલ્લે દિવસે કરી હતી!જોકે વાંસતીબેન આમા કયાક જવાબદાર હતા.એટલે એને આઘાત લાગ્યો હતો. સાથે દિકરીને સમજી ન શક્યા એનો અફસોસ પણ આજ સુધી હતો.આજે અચાનક એનું આગમન એને મુંઝવી રહ્યુ હતું.હજુ થોડા વરસો પહેલા વસ્તુપાળ ને વાસંતીબેનનો સુખી સંસાર હતો. બે દિકરીઓ ને એક દિકરો.એની આવક આ નાનકડા પરિવાર માટે પુરતી હતી. બાળકોને જરુરી વસ્તું કજીયાકંકાસ વિના મળી જતી.  વાસંતીબેન કુશળ ગૃહીણી હતા.અવની મોટી ને જવાબદાર,સમજુ છોકરી,અનુ નાની તે શાંત,શરમાળ ને લાગણીશીલ ને નાનો દિકરો તે તો કુળદિપક. બાળકો શૈશવનો આનંદ માણતા. બહારની તો કયારેક ઘરમાં ચાલતી વિસવાંદીતાનો ખ્યાલ એને આવે જ કયાથી? એ સમય પણ એવોજ હતો કે માબાપ વચ્ચેના મતભેદ,મનદુઃખ,લડાઇ,ઝધડા  બાળકોની હાજરીમાં છુપાવી વ્યક્ત ન થાય એની કાળજી રખાતી. પણ સુખ ને આનંદમય લાગતું વાતાવરણનું ભ્રામક આવરણ એક રાત્રે છતું થઇ ગયું.અવની ત્યારે ચૌદ વરસની.પણ વયના વયના પ્રમાણમાં વધારે સમજદાર ને ચકોર હતી.એ રાતે એ અચાનક જાગી ગઇ.એણે મમ્મીપપ્પાના રુમમાંથી વાતચીતનો અવાજ સાંભળ્યો. પણ આ સામાન્ય વાતચીત નહોતી! પણ બન્ને વચ્ચે ઉગ્ર અવાજે ઝધડો ચાલતો હતો.પપ્પાનો  ઉગ્ર અવાજ ને મમ્મીનું રુદન ખાસ્સી વાર ચાલ્યું.  એણે પ્રથમ વખત જ માબાપના પ્રસન્ન દામ્મપત્યમાં વિખવાદનો ઓછાયો જોયો.એ ઉદાસ થઇ ગઇ,એણે બીજે દિવસે બન્નેની વર્તણુક પર નજર રાખી. તો પપ્પાનું મોં ચડેલું હતું ને જરુર પડે આડુ જોઇને બોલતા  તો સામે મા જરુર પડે ત્યા હા કે ના જેવા જવાબ આપતી હતી.એની આંખો સુજેલી હતી.ચહેરો મ્લાન હતો.આંસુ છુપાવવા એ ધીમે ધીને સ્તવન ગણગણતી હતી. અવનીએ જે જોયુ ને સમજીએ એણે ખાનગી રાખ્યું. હવે એ સભાન થઇ ગઇ.એને સમજાયુ કે આ તકરાર પહેલી ને છેલ્લી નથી. કયારેક દિવસે પણ તકરાર થતી  એ વખતે એ પોતાની રુમમાં જતી રહેતી ને એની ગેરહાજરીમાં જે બન્યુ હોય એમાં બન્નેનું વર્તન ચાડી ખાતું. પણ એ સંવેદનશીલ છોકરી હતી ને એની ઉંમર પણ એવી હતી. એની મુંઝવણ સમજનાર કોઇ નહોતું. શું કારણ હશે આ કલહનું? બહાર તો આવી વાત ન કરાય એટલી તો સમજણ હતી જ. તો સીધી રીતે બન્નેને પુછાય જ નહિ. જવાબ તો નમળે પણ દાંટ તો પડે જ!  એમ કરતા એ બારમા ધોરણમાં આવી. અભ્યાસનું ભારણ ને ઉપરથી પપ્પાએ  જો એ ઉતમ શ્રેણીમાં પાસ થાય તો મેડીકલમાં મોકલવાનું પ્રલોભન આપેલુ એટલે બધુ ભુલી એ તનમનથી અભ્યાસમાં લીન થઇ ગઇ હતી.   એક તરફ ઉનાળાની ગરમી ને  બીજી તરફ પરિક્ષા શરુ થયા. અવનીએ આટલી ગરમીમાં ઘરેથી કોઇને ચાપાણી કે નાસ્તો લઇને આવવાની મનાઇ કરેલી.  મમ્મીને સમજાવેલી કે  નજીકમાં જ રેણુકા માસી રહે છે ને. જરુર પડશે તો ત્યા જઇને થોડો આરામ કે નાસ્તો કરી લઇશ.    આ માસી એટલે આમ તો મમ્મીની સાહેલી. માનેલી માસી.  એક વખત યાત્રામાં ભેગા થઇ ગયા ને આમ પણ વાસંતીબેનનો સ્વભાવ માયાળૂ.પારકાને સહજતાથી પોતાના કરી લે.આમ એ આ પરિવાર જોડે બંધાઇ ગયેલા. એમના પતિદેવ ત્રાવેલ એજન્ટ ને આવી યાત્રાઓનું આયોજન કરે. શરુઆતમાં રેણુકા બેન સાથે જતા પણ એકની એક જગ્યાએ જવાનુ થાય તો એ ઘેર રહેતા. આવી યાત્રાઓ કયારેક મહીનોમાસ કે વધારે પણ હોય. ઘેર એકલા કંટાળે ત્યારે વાસંતીબેનને ત્યા ધામા નાખે. સંતાનોની ઝંઝાળ નહોતી. એટલે જયારે આવે ત્યારે અવનીને આગ્રહ કરે.'અવની, તારી સ્કુલ તો મારા ઘરની નજીક છે. કયારેક રિસેસમાં આવતી હો તો. તને ખબર પડશે કે માસી મા કરતા સવાઇ હોય. મતલબ મા કરતા વધારે લાડ કરાવે'  આજે માસીના આગ્રહ ને લાડ માણવાનો મોકો હતો. આમ પણ પરિક્ષાનો છેલ્લો દિવસ. સવારનું પેપર સારુ ગયુ હતુ ને સાંજનું પેપર એને માટે સહેલુ હતું. પછી તો મજા જ મજા.ને એ  હસતીરમતી માસીના ઘર તરફ દોડી. તો એણે આંગણામાં પપ્પાનું સ્કુટર જોયું. હા, કયારેક માસી મોડે સુધી રોકાયા હોય તો સ્કુટર પર એમને ઘેર મુકવા જતા. પણ દિવસે! કદાચ માસા ઘેર નહોય ને માસીને કોઇ કામકાજમાં જરુર પડી હોય. મનમાં આમ આશ્ર્વાસન લઇને એ આગળ વધી. પણ વળી એક મજાક સુઝી તો ડોરબેલ વગાડવાને બદલે બારીનો પરદો એક આંગળીથી ખસેડી અંદર જોયુ.ત્યા કોઇ નહોતુ પણ ઘરમાં વાતચીતનો અવાજ તો આવતો જહતો. છેવટે બેડરુમની બારીમાં થી અંદર નજર કરી ને જે જોયુ એ કદાચ આખી જીંદગી નહિ ભુલી શકી હોય. એની આખી દુનિયા બદલાઇ ગઇ.



Tuesday, November 24, 2020

તપસ્યા.

'મમ્મી , ઓ,મમ્મી '           સવારના શાંત વાતાવરણને ચીરતી તીણી ને ઉંચી બુમો સાંભળીને વાસંતીબેન માળા છોડીને  ઉભા થઇ ગયા.સવારના એ શાંત પહોરમાં આવી તીક્ષ્ણ ચીસો થોડી ભયસુચક લાગી.એ સાથેજ દાદર પર એણે ધડબડાટ સાંભળ્યો.તો એની પંદર વર્ષની દિકરી અનુ બેબે પગથિયા એકસાથે ઠેકતી એના તરફ દોડતી હતી.

છેલ્લાએકાદબે વરસથી સુનમુન થઇ ગયેલી દિકરીને સવારના પહોરમાં આટલા આવેશમાં જોઇને એ ચોંકી ગયા. આ આવેશ ભયનો હતો કે આનંદનો?           એ દોડતી આવીને વાસંતીબેનની બાથમાં સમાઇ ગઇ. હૈયુ જોરજોરથી ધડકી રહ્યુ  હતું.એના શ્ર્વાસોશ્ર્વાસ ધમણની પેઠે ચાલતા હતા.આવેશ એને મોં જ ખોલવા નહોતો દેતો.એટલે પ્રયત્ન કરવા થયા એ બોલી નહોતી શકતી.       કારણ જાણવાની ત્રીવ ઇચ્છા છતા ય વાસંતીબેને એને શાંત થવા દીધી.થોડીવાર છાતીએ વળગાડીને પીઠ પર સાંત્વનસભર હાથ પ્રસાર્યો.વિખરાયેલી લટોને સ્નેહથી સંવારી ને કુમાશથી ચહેરો ઉંચકી એની આંખોમાં પ્રશ્ર્નસુચક નજરથી જોયું.     અનુ ધીમે ધીમે સ્વસ્થ થઇ.પછી સમાચાર આપ્યા.     'મમ્મી, મોટી બેન આવે છે.મે એને અગાશીમાંથી જોઇ.હું એને ઓળખી ગઇ. એ આપણી શેરીમાં જ વળી. કહે ને મમ્મી,એ આપણે ઘેર આવશે ને?    એટલું કહેતા ફરીથી એનો શ્ર્વાસ ચડી ગયો.        વાસંતીબેન હવે અનુના આવેગનું કારણ સમજ્યા ને એ સાથે જ એનો ચહેરો વિલાઇ ગયો.ધરનો દરવાજો બંધ કરી કયાક છુપાઇ જવાનું મન થઇ ગયું.   શા માટે? સામાન્યત; દિકરીના આગમનથી તો મા નું હૈયુ ઉછળી પડે આનંદથી.અંહી મા આવકારવાને બદલે છુપાઇ જવાની જગ્યા શોધતી હતી! એ પણ અવની જેવી દિકરી માટે?  હા, કેટલીક દિકરીઓ  પણ હોય છે કે જેના કરતુત ને નાદાનિયત પ્રેમાળ માબાપના પણ આગ લગાડી દે. પણ એવી આ દિકરી નહોતી.એ સાસરેથી માબાપને મળવા આવતી કે વેકેશનમાં ઘેર આવતી દિકરી ય નહોતી.એટલે વાસંતીબેનને એની રાહ પણ નહોતી.કદાચ એના અચાનક આગમનથી એ દિગ્મુઢ થઇ ગયા હતા.   તો વાતએમ હતી કે આ દિકરી પારીવારીક ને સાંસારીક નાતો તોડીને મોક્ષને માર્ગે ચાલી નીકળી હતી.એની આ મોટી દિકરી હવે સાધ્વી આધ્યાત્મા તરીકે ઓળખાતી હતી. તો કયા નાતે એને આવકારવી? આજે એ  મા ને આંગણે દિકરી તરીકે નહિ પણ સંસારીને ત્યા ભિક્ષા લેવા આવી રહી હતી.એકાદ વરસપહેલા એણે દિક્ષા લીધી હતીને પછી તો સાધુ તો ચલતા ભલા   ન્યાયે એના કોઇ સમાચાર નહોતા કે વાસંતીબેનને એની રાહ પણ નહોતી.એટલે એના અચાનક આગમનના સમાચારથી એ દિગ્મુઢ થઇ ગયા હતા.        વધુ આવતા અંકે