Wednesday, November 25, 2020

તપસ્યા ૩

 તો એ શય્યામાં વિવાહની તમામ આચારસંહિતાઓનો ભંગાર પડ્યો હતો.આસંસારના ઉજળા લાગતા સબંધો,સમજણ ને રુપાળા શબ્દોના આવરણ નીચે આટલી મલિન વૃતિ  છુપાયેલી હશે? દુનિયા આટલી દંભી હશે? ચહેરા આટલા છેતરામણા હશે? એ ચીસ પાડી ઉઠે કે ઉભા રહેવાની શકિત ગુમાવે એ પહેલા જ એ ભાગી છુટી.    બપોર પછીનો પેપર કેમ ને કેવો લખાયો હશે એની ય જાણ ના રહી.પરિક્ષા પુરી થવાના આનંદને બદલે બોજો વધી ગયો.     એ ઘેર આવી ત્યારે સખત થાકી ગઇ હતી.વિચારોથી ઘેરાયેલી. પપ્પા તરફ નફરત,માસી તરફ તિરસ્કાર ને મા તરફ દયા એમ ત્રિવિધ તાપમાં તપતી હતી.ઘરમાં કોઇ સાથે વ્યવસ્થિત વાત કરવાની કે સરખા જવાબ આપવાની ક્ષમતા પણ ગુમાવી બેઠી હતી.     એની આ હાલતથી અજાણ નાના ભાઇ બેન તો એની રાહ જ જોઇ રહ્યા હતા. નાનાભાઇ એતો લાડથી વળગીને પુછયું. 'બેન હવે પરીક્ષા પુરી થઇ.મને મુવી જોવા લઇ જઇશને?' એ જ વખતે અનુએ દાખલ થતા પુછ્યું.;બેન હવે મને શોપિંગમાં લઇ જઇશને?' હવે તારે વાંચવાનું નથી તો મારો મનગમતો શો જોઇ શકુ ને?'નાનાભાઇ બહેનની અધિકારપુર્વકની માગણી ને નિર્દોષ ચહેરા સામે જોતા એ તોછડી ના થઇ શકી> આખરે એનો તો કોઇ દોષ નહોતો.એણે થોડા થાકેલા સ્વરે કહ્યું.' આજે તો બહુ થાકી ગઇ છું. મારે આરામ કરવો છે. પછી વાતકરશુ"એટલામાં વાસંતીબેન રસોડામાંથી બહાર આવ્યા.એને તો મા તરીકે એટલુ જ સમજાયુ કે છેલ્લા કેટલાક રાતના ઉજાગરા, સવારથી  ભૂખી હશે. એટલે માથુ ચડ્યુ હશે. ઉપરથી ગરમી ને કદાચ પેપર ધાર્યા પ્રમાણે ન ગયુ હોય. એણે અવનિની મનપસંદ વાનગીઓ તૈયાર રાખી હતી.સ્નેહથી માથા પર હાથ ફેરવતા કહ્યું. 'ચાલ,થોડુ જમી લે.બેટા.સારુ લાગશે.પછી આરામ કરજે.'  મા ના આવા વાત્સલ્યસભર વર્તનનો એણે જે જવાબ આપ્યો એ તો એની પોતાની ય કલ્પના બહારનો હતો.પણ અત્યાર સુધી પોતાની અકળામણ ઠાલવવા માટે મા સિવાય કોઇ સહેલુ પાત્ર મળ્યુ નહોતું.   ' મારે જમવું નથી.મને માથું દુખે છે.મને સુવા દે' એણે તોછડાઇથી કહ્યું. 'બેટા, એ તો તું સવારની ભુખી હઇશ એટલે. જમી લે એટલે સારુ લાગશે ને ઉંધ પણ આવી જશે" વાસંતીબેને સમજાવટના સુરે કહ્યું. 'મા, એકવાર કહ્યુ ને કે મારે નથી ખાવું.હવે મારો પીછો છોડીશ?/' અવનીએ જે ઉગ્રતાથી જવાબ આપ્યો એ વાસંતીબેનની ધારણા બહારનો હતો. એના અવાજ કરતા ય એના ચહેરા પર જે હાવભાવ હતા એ જોતા એ પાછા પડીગયા.બિચારી મા શું જાણે કે કોનો ગુસ્સો કોના પર ઉતર્યો છે?.એની આંખોમાં આસુ આવી ગયા. એણે ધડાકાભેર પોતાની રુમના બારણા બંધ કરી દીધા. બાકીના ત્રણેય સહેમી ગયા. અવની પથારીમાં પડી પડી એજ વિચારી હતી કે આજના દ્રશ્ય ને છેલ્લા કેટલાક વખતથી બન્ને વચ્ચે ચાલતા કલહને કયાક તો સબંધ છે.કદાચ મા જાણતી હોય પણ કહી ન શકતી ન હોય.પણ તો એ માયા અહી આવીનેજે  હકપુર્વક ધામા નાખે છે ને મા એની દિલોજાન સરભરા કરે છે એ તો જોતા તો એ આ બાબત સાવ અજાણ હોય એમ લાગે છે.કયારેક પપ્પાએને સ્કુટર પર મુકવા જાય તો એ વિરોધ કરતી નથી.કદાચ એની 'બેન'ના આવા સ્વરુપથી અજાણ હોય. ને માસીનો અભિનય કાબિલેદાદ કહેવાય. હવે જોઅવની જો એ બન્નેના વ્યભિચારી વર્તનને ખૂલ્લુ પાડે તો મા માને ખરી?ને પપ્પા! આ ઘરના રાજા ને અન્નદાતા. સ્વભાવ તો ઉગ્ર છે જ.પોતાની પોલ બહાર આવે તો લાજવાને બદલે ગાજે.માસીને લાજશરમ છે જનહિ.નહિતર પોતાની બેન જેવી સખીનો સંસાર શા માટે ઉજાડે? પાછી નિર્લજ્જ બનીને અંહી  બેન  બેન કરીને ધામા નાખે.હવે શું કરવું? જાણ્યા છતા ય ચુપ રહેવુ? ચાલે છે એમ ચાલવા દેવુ? કે મમ્મીને ચેતવવી? આવી અસમંજસમાં થોડો સમય વીત્યો.          આજસુધી તો મમ્મીના ભોગેય ઘરમાં શાંતિ હતી. પપ્પા બાળકો તરફ પ્રેમાળ ને ઉદાર હતા. બાળકોની જરુરિયાત ને શોખ પોષવા કયાય કંજુસાઇ ન કરતા.એમા ય અવની તો લાડકી.બજારમાં નવી ફેશનના કપડા આવે.વાસંતીબેન ના ના કરતા રહે એ પપ્પા છોકરાઓને શોપિંગમાં લઇ જાય. થિયેટરમાં નવુ મુવી આવે કે શો આવે તો ગમે તેટલી મોંધી ટિકિટ હોય .એ લઇ જાય. બાળકોની નાની સરખી માંદગીમા ય ચિંતામાં અરધા થઇ જાય.એ વિચારે કયારેક ગમગીન થઇ જાય કે આ દિકરીઓને કેવી રીતે સાસરે વળાવીશ? એનો વિરહ મારાથી  કેમ સહન થશે? આટલો ઉત્કટ પ્રેમ!       એમા પણ પરિક્ષા પછી અવનીનું વેકેશન ઉજવવા ખાસ હિલસ્ટેશનનો પ્રવાસ ગોઠવ્યો હતો.બધા ઉત્સાહમાં હતા સિવાય અવની.પપ્પાએ એકાદબે વાર આનો ઉલ્લેખ કર્યો પણ અવનીએ દ્યાન ન આપ્યું. એ એના માટે સ્કુટર લઇ આવ્યા પણ અવનીએ હાથ પણ ન લગાડયો કે સામે જોયું. હવે એને ચિંતા થવા માંડી.શું કારણ હોઇ શકે?કે આવી હસમુખી ને ઉત્સાહી દિકરી ગમગીન થઇ ગઇ છે?શા માટે એમા પ્રેમાળવર્તનનો પ્રતિભાવ નથી આપતી? શું પરિક્ષામાં ધારી સફળતા વિષે આશંકા હશે? વદારે પડતી ધારણા નિરાશામાં પલટાઇ ગઇ હશે? કોઇ પ્રેમપ્રકરણ પણ એની ઉંમરપ્રમાણે કારણ હોઇ શકે? જોકે એણે કયાય આ વિષે સાંભળ્યુ નહોતું.દિકરી પર ભંરોસો હતો.પણ કયારેક શાંત પાણી ઉંડા'એવું પણ બને. પણ આવી ધારણા માટે કાઇક તો પુર્વભુમિકા હોવી જોઇએ ને? કોઇ આધાર વિના કેમ માની લેવાય?

 આ



No comments:

Post a Comment