Friday, November 27, 2020

તપસ્યા ૭

 'મા,તું એના લક્ષણ તો જો.તારી દિકરી જેવી કેટલીયને રમાડી ચુક્યો છે.ના, મારે આજીવન કુંવારા રહેવું મંજુર છે.પણ ઝુરી ઝુરીને કે આંસુ સારીને મરતા મરતા નથી જીવવું.''અવનીએ ચોખ્ખી વાત કરી દીધી.  'દિકરી,મરદ તો એવા જ હોય.એ તો ખીલે બંધાયને એટલે ધીમે ધીમે ઢીલા પડે.પોતાનો સંસાર થાળે પડે એટલે સુધરે.આપણો ખીલો સાબુત હોય તોઆવી બહારની શું કરી લેવાની? કદાચ એમને ય કોઇ આવો જમાનાથી ચાલ્યો આવતો મંત્ર પઢાવીને સંસાર સાચવી લેવાની શીખ આપી હશે.' મા તારો જમાનો તને મુબારક.તે જે કાઇ સહન કર્યુ એ તારી મરજી.મારે એવી જીવતી ચિતા પર ચડી સતી નથી થવું.હું અસહાય નથી ને મારે બનવું પણ નથી.મને એના લખ્ખણ સારા ન લાગ્યા ને મે સબંધ તોડી નાખ્યો.જીવવાનું મારે છે,તારે  કે સમાજને નહિ' એણે ઉગ્રતાથી જવાબ આપ્યો.નહોતુ બોલવુ તોય છેવટે વાસંતીબેનથી બોલાઇ ગયું'તારા બાપે મનમાની કરી.હવે તુ ય એજ કરી રહી છો.ભોગવવાનું તો મારે જને.દિકરી સાપનો ભારો. ક્યારે ઉતરશે આ ભાર મારા પરથી. માંડ એટલી રાહત થઇ હતી કે ચાલો,એક તો ઠેકાણે પડી. પણ હું જ અભાગણી છું. કહેતા એણે કપાળ કુટયું. ને અવનીએ આંચકો લાગી ગયો. મા નો બોજો હળવા કરવા એ ભણવાનું છોડી નોકરી કરે છે.પગાર મા ને આપી દે છે તો હું બોજ? માત્ર દિકરી છું એટલે?એટલો બોજ કેસામા પાત્રની યોગ્યતા તપાસવાનીજેટલી ય નવરાશ નથી ને જાણ્યા પછી સગપણ ફોક કરવાની હિંમત નથી ને ઉપરથી દિકરીને બોજ ગણીને કપાળ કુટે છે! તો દિકરીનું બીજુ નામ જ બોજ! બીજી કોઇ લાગણી જ નહિ.બસ,વળાવી દો પારકે ઘેર. પછી એ સુખી થાય કે દુઃખી એ એના નસીબ. ' વાહ રે નસીબ, મા કેવું સરસ બહાનું?છતી આંખે આંધળા થવું, આટલુ જોયા ને જાણ્યા પછી ય આંખ આડા કાન કરવા ને ભવિષ્યમાં સુધરી જશેએવી વ્યર્થ આશા રાખવી?  શા માટે તું મને ને તને બન્નેને છેતરે છે ?  મા તું આજથી મારી ચિંતા છોડી દેજે. હું મારુ ફોડી  લઇશ.' ણે આખરી નિર્ણય સંભળાવી દીધો. પછી તો એનું વર્તન બદલાઇ ગયું. ગંભીર તો છેલ્લા કેટલાય સમયથી હતી જ એમા ઉદાસીનતા ભળી.રેગ્યુલર નોકરી પછી સાંજની વધારાની નોકરી કરવા લાગી.કામમાં વ્યસ્ત થઇ ગઇ.ઘરમાં હસીમજાક ને હળવાશ નેબદલે એક ચુપકીદી છવાઇ ગઇ.એણે પોતાના બધા શોખ તજી દીધા, તહેવારો પર પણ એનામાં કોઇ ઉલ્લાસ દેખાતો નહિ.જમવાનો સમય બાદ કરતા એ પોતાની રુમમાં ધાર્મિક પુસ્તકો વાંચતી ને વ્યાખાનો સાંભળતી. એટલા પુરતુ ય વાસંતીબેનને સાંત્વન રહેતુ કે ચાલો,નિરાશ આત્મા છેવટે ધર્મ તરફ ઢળ્યો છે.કોઇ ખોટા વ્યસન કે સંગતમાં તો નથી.  વધુ આવતા અંકે

તો

No comments:

Post a Comment