Thursday, September 29, 2016

.વાર્તા ઝાંસીની રાણી

 હરિહર ત્રિવેદીના ઘરમાંઆજે જાણે જ્વાળામુખી ફાટ્યો હતો ને ઘરના માણસો એમાં જીવતા શેકાતા હતા.હરિહર સાક્ષાત દુર્વાસાનો અવતાર ને પાછુ બ્રહ્મત્વનુ એટલુ અભિમાન. ભગવાનના પહેલા ખોળાના દિકરા. એની જ ઓલાદે એના  એ અહમ પર જનોઇવઢ ઘા કર્યો હતો. એ ક્રોધમા નખશીખ કાંપતા હતા તો એ જ હાલત એની પત્નિ દુર્ગાદેવીની હતી.એ ય કાપંતા હતા પણ પતિના પ્રકોપના પરિણામથી.પતિનો ક્રોધ પત્નિ તરફ લાવાની જેમઉછળતો હતો.' તારો જ વાંક છે આ બધો,બહુ ઉપાડો હતો ભણાવવાનો,જમાના પ્રમાણે ભણતર તો હોવુ જોઇએ ને' આમ જુઓ તો દિકરીએ ભણી ભણી ને શુ ભણી નાખ્યુ હતુ? સાત ગુજરાતી.પણ બાપને મન તો શું યજાણે આટલુ ભણીને  ને એને લીધે જ આ કમઠાણ ઉભૂ થયુ હોય એમ દુર્ગાદેવીને મહેણાટોણા સંભળાવતા હતા.' લે હવે  ખુશ થા, તારી દિકરીએ જમાના કરતા ય આગળ ભણી બતાવ્યુ.આપણૂ નામ ઉજાળ્યુ. અરે વર્ણશંકર પ્રજા થશે એની.ઘોર કળજુગની નિશાની.' જાણે એકલા દુર્ગાદેવીની જ દિકરી હોય એમ અશુભવાણી ને શાપ ઉચાર્યે જતા હતા.     તો ત્રણે ભાઇઓ ખાંડા ખખડાવી રહ્યા હતા તો પારકી જણીઓ શું કામ બાકી રાખે?'લો બહુ આબરુવાળા હતા, અમ વહુવારુથી તો લાજનો ઘુમટો ય ઉંચો ન થાય. એમા ચુક થાય તો તમારી આબરુ જાય ને આજે તમારી દિકરી જ આબરુનો વીંટો વાળીને જતી રહી નેતમારી છાતી ઉપર જ મગ દળ્યા, હવે શુ કરશો'?            દિકરી ઉમા ,જેના નામના મરશિયા ગવાતા હતા એનો અપરાધ એ જ હતો કે બધાની મરજી વિરુધ્ધ  પાડોશમા જ રહેતા કુંભાર યુવક ઉમેશ જોડે લગ્ન કરી લીધા હતા.હવે એ પરાણે જમાઇ થયેલો ઉમેશ અજાણ્યો નહોતો. નાનપણથી ઘરમા આવતો જતોને ઉમીના ભાઇઓનો દોસ્ત, સારા ને સંસ્કારી જુવાન તરીકે ની એની છાપ . એક જ દિવસમા લુચ્ચા, બદમાશ ને લફંગા જેવા વિશેષણોથી પોખાઇ ગયો. અધુરામા પુરુકે બાજુની જ શેરીમા એટલે લોકોને વાતો કરવાનો ને મેણા  નિંદા કુથલીનો વિષય મળી ગયો.           ઘરમાં તંગદીલી ત્યા સુધી પ્રસરી ગઇ કે કાંતો મા કે કા દિકરી બે માથી કોકનુ મંગલસુત્ર નંદવાઇ જવાની નોબત આવી ગઇ.  માને લાગ્યુ કે દિકરીને સાવધાન કરવાની ને સમજાવવાની તાતી જરુર છે. જો એ આસાન નહોતુ, દિકરી ય બાપ જેવી જ જીદ્દી હતી.બહુ ખાનગીમા મા દિકરી મળ્યા ને એ ણે ઉમીને વિંનતી કરી' ઉમી માની જા મારી વાત. અંહિ નજર સામે રહેવાની હઠ છોડી દે. આખી દુનિયા પડી છે.નહિતર વાત વણસી જશે ને આપણા બેમાથી કોકનુ સૌભાગ્ય નંદવાઇ જશે.તારા ભાઇઓ ઝનુનેઉની ભરાયા છે ને તારા બાપાને તો તુ જાણે જ છે.' છેવટે માની મમતા જીતી ગઇ ને ઉમી ને ઉમેશશહેરના ભીજા ભાગમા જતા રહ્યા.    આ નવા સાહસિક ને એકલા દંપતિને એકે ય પક્ષે અપનાવ્યા નહિ, માત્ર થોડા વફાદાર ને સુધારાવાદી મિત્રોએ સહકાર આપ્યો ને ઉમેશને નાની  નોકરી શોધી આપી. ઘર વસાવવામાં મદદ કરીઆમ સામાજિક ને પારીવારીક બહિષ્કાર સામે ઝઝુમતા એમનો  બાળસંસાર શરુ થયો.  એકાદ બે વર્ષમા તો પ્રેમના પ્રતિક જેવી રુપાળી દિકરીનો જન્મ થયો. નામ રાખ્યુ 'અમી' પણ કોણ જાણે એ પોતાના જીવનમા સંધર્ષ લખાવીને જ આવી હશે.અમી વરસની થઇને એ જ દિવસે ઉમેશને જીવલેણ અકસ્માત નડ્યો. માનવસર્જિત કે નિયતિ એ રહસ્ય જ રહ્યુ ને બન્નેને નિરાધાર છોડીને ઉમેશે વિદાય લીધી.        બન્ને ખરેખર નિરાધાર થઇ ગયા. અત્યાર સુધી પરિવારમા જે ગણો એ ઉમેશના મિત્રોની જ ઓથ હતી એમા અનેક કારણોસર ઓટ આવવા લાગી.મોટાભાગના પોતે જ ઘરજોગ સંસારી થઇ ગયા હતા.હવે એકલી યુવાન વિધવાને ત્યા આવવા જવામા ય લોકાવપાદનો ભય. ઉમીને સમજાઇ ગયુ કે પોતાના પગ પર ઉભા રહેવા સિવાય કોઇ આરો નથી.ભણતરનુ ભાથૂ તો હતુ નહિ.એટલે એણે મહેનતમજુરી ને લોકોનુ ઘરકામ સ્વાકારી લીધુ. ખાવાનો ખર્ચ  નીકળી જતો ને થોડા રોકડા  પૈસા માદિકરીનો નિભાવ થઇ જતો.          એમ અમી પંદર વર્ષની થઇ ગઇ.એ જ અરસામા જે મકાનમા માદિકરી ભાડે રહેતા હતા એ ઉપર ખાલી મેડા પર એક યુવાન રહેવા આવ્યો.અવકાશ એનુ નામ. રુપાળો ને સુઘડ પહેલી નજરે ગમી જાય એવો. તો સામેય અમી જેવી મુગ્ધ ને હસમુખી ને ભોળી છોકરી. ઉમી જેવી એકલી નારી.સ્વજનોથી તરછોડાયેલી નેસહારો ઝંખતી સ્ત્રી. અવકાશ સજ્જતાના એવા તો આવરણ નીચે છુપાયેલો સેતાન હતો એ ઓળખવા જેટલી માદિકરી સાવધાન  નહોતા. ખરેખર અવકાશ એક નામાંકિત  સ્કુલના ત્રસ્ટીનો દિકરો બાપની વગ વાપરી ત્રસ્ટમા ઘુસી ગયો હતો ને લાચાર ને એકલી યુવાન શિક્ષિકા  ને એવી જરુરીયાત વિદ્યાર્થીનીઓનો લાભ ઉઠાવતો  હતો.એની અય્યાશીથી થાકીને એની પત્ની અવનીએ ઘરમાથી કાઢી મુક્યો હતો. તો એવા એ આખલાને અંહી મોકળુ મેદાન મળી ગયુ. જતા આવતા ઉમીની રસોઇના વખાણ કરીને થોડી આનાકાની કરી જમવા બેસી જતો. બિચારી ઉમી, આટલા વરસોથી કોઇના સાથ ને  પ્રશંસાના થોડા શબ્દો માટે ઝંખતી .એને સંતોષ થતો. તો એ અમીને ય સમજાવતો.' ભણવામા ધ્યાન રાખીશ ને સારુ પરિણામ લાવીશ તો અમારી સ્કુલમા વગર ડોનેશને પ્રવેશ અપાવી દઇશ ને જરુર પડશે તો હુ તને ભણાવીશ.  ટયુશનનો ખર્ચ બચી જાય.' એક ગરીબ માટે આના કરતા મોટુ પ્રલોભન શું હોઇ શકે? હવે અમી અવારનવાર અવકાશ પાસે ભણવા પંહોચી જતી ને એમ સાનિધ્ય વધતુ ગયુ. એની આજ સુધીની જિંદગીમા કોઇપણ સબંધના રુપમા પુરુષનો પ્રવેશ નહોતો ને એને કેમ ઓળખવો કે ક્યા સાવધાન રહેવુ એ કોણ શીખવે? ને ખરીવાત તો એ પણ હતી કે ઉમી પોતે પણ અવકાશ તરફ આકર્ષાઇ હતી. આ મરદ બન્ને ને એકબીજાની પીઠ પાછળ રમાડતો હતો. પણ એક દિવસ ઉમી કામ પરથી વહેલી આવી. અમીના ચંપલ ને સ્કુલ બેગ પરથી ખબર તો પડી કે  આવી ગઇ છે પણ સ્કુલથી આવવાને તો વાર હતી.અચાનક ઉપરથી નીચે ધસી આવતી અમીના અસ્તવ્યસ્ત કપડા ને વાળ ને ચહેરા પર તોફાની હાસ્ય ને ઉમીને એક પળમા બધુ સમજાઇ ગયુ. એણે અમીને એક બાજુ લઇજઇને ધમકાવી.'છોકરી, જો તો ખરી, તારા બાપની ઉમરનો આદમી છે. ભણવાને નામે આવા ધંધા કરતા શરમાતી નથી?' તો અમીએ સામે એવો જ  જવાબ આપ્યો જે ઉમીની કલ્પનામા ય  નઆવે એવો આધાતજનક હતો ' એ તારાથી દસ વરસ નાનો છે,શરમ તો તને આવવી જોઇએ' તો આ એક સ્ત્રી સામે બીજી સ્ત્રીનો પરાજય હતો. કમનસીબે દિકરી સામે મા ની હાર હતી. ઘડીભર એને અમી ઉપર એવો ક્રોધ ચડ્યો કે બેચાર તમાચા ચોડી દઉ. પણ તરત ભાન આવ્યુ. આમા પોતાની ક્યા ભુલ છે?અમીની ભૂલ તો ઉમરસહજ હતી એને સારુ નરસુ કે સાચુ ખોટુ સમજાવવાની પોતાની ફરજ હતી પણ એક જવાબદાર સ્ત્રી ને મા પોતે જ આવી ભુલ કરે તો દિકરીએ જે ચુભતુ સત્ય કહ્યુ એ પછી જીવવા જેવુ ક્યા રહ્યુ હતુ? હા, એ સત્ય હતુ કે ઉમીને ય પુરુષના રુપમા કોઇક સહારા ની જરુર હતી.વર્ષોથી એક અતૃપ્ત વાસના અંદર ધરબાઇને પડી હતી ને અવકાશને  જોઇને સળવળી ઉઠી હતી.અવકાશની ચકોર નજરમા એ આવી ગયુ હતુ. એણે એનો લાભ ઉઠાવ્યો હતો. તો વાત રહી અમીની.એણે અવકાશમા પિતા, ભાઇ , પથદર્શક કે શિક્ષક,એના જીવનમા  અત્યારસુધી પુરુષપાત્રની જે ખોટ હતીએ જોવાની કોશીશ કરી હશે.પણ છેવટે એની મુગ્ધ ઉઁમરને છાજે એવુ પ્રેમીનુ સ્વરુપ જીતી ગયુ.  એ જ રાત્રે ઉમીએ અગન પછેડી ઓઢી લીધી. અમી તો આધાતની મારી પાગલ થઇ ગઇ શિકારી ઉપર બેઠો બેઠો બધો ખેલ જોઇને હસતો હતો એનો રસ્તો હવે સાફ.એક માત્ર અંતરાય પણ જાતે જ ખસી ગયો. એ નીચે આવ્યો ને આશ્ર્વાસનના બહાને અમીને નજીક ખેચી. અમીએ જોરથી ધક્કો માર્યો.'આ દસ્તાનો છુટો ઘા કરીશ જો નજીક આવવાની કોશિશ કરીશને માથૂ રંગાઇ જશે. નાલાયક. તુ જ મારી માનો હત્યારો છે'     'તુ   ને માત્ર તુ જ તારી માના મોત માટે જવાબદાર છો, બચ્ચી, જોઉ છુ હવે તને કોણ બચાવે છે?મને રોકનાર કોણ ને એનુ એ વાક્ય પુરુ થાય એ પહેલા ત્રાડ સંભળાઇ' તારે જોવુ છે કે તને રોકનાર કોણછે?'અવકાશે પાછળ ફરીને જોયુ ને એક પળ ધ્રુજી ગયો. હા,એ એની એકવખતની પત્નિવિશાખા દાખલ થઇ. અવકાશને ખબર નહોતીકે વિશાખા આવી ફસાયેલી ને આવા હવસખોર પુરુષના  કરતુતનો ભોગ બનેલી સ્ત્રીઓને બચાવવાને ન ેન્યાય અપાવવા  મંડળ ચલાવે છે. એણે મજાક ઉડાવી ' તો તમે ભલે પધાર્યા, ઝાંસીની રાણી, તલવાર લાવ્યા છો કે વેલણ'?ન ેએ નિર્લજ્જ હસી પડ્યો.'તારા જેવા બાયલા માટે તો આટલુ જ પુરતુ છે' કહેતા વિશાખાએ બે હાથે જોરથી ધક્કો માર્યો. અવકાશ દિવાલ સાથે અફળાયો ને  બે હાથમા  માથૂ પકડી બેસી પડ્યો. ' વિશાખાએ થરથર કાંપતિ અમીને બાહોમા ં લીધી ને કહ્યુ.' ચાલ.દિકરી, તુ હવે મારી સાથે  સલામત છે.તુ નિરાધાર નથી' એક તિરસ્કાર ભરી નજર અવકાશ તરફ નાખી અમીને લઇને એ ચાલી ગઇ ને અવકાશ  ઝરખના પંજામાથી હરણી શિકાર છોડાવી જાય એમ નિસહાય જોતો રહ્યો.


Saturday, September 24, 2016

નવી દિશા

વાચક મિત્રો, માણસને અન્ન વસ્ત્ર ને રહેઠાણ જેટલી જ પ્રેમ નેસામાજિક સ્વીકૃતિની જરુર પડે છે. માબાપનો સંતાનો સાથે પ્રેમ, ભાઇ બહેન,મિત્રોને પતિ પત્ની વચ્ચેનો પ્રેમ સાહજિક લાગે.હોવો જ જોઇએ. પણ બે વિજાતીય પાત્રો વચ્ચેનો પ્રેમ સમાજસંમત ગણાતો નથી. એ વ્યભિચાર ગણાય ને સમાજની આંખે ચડી જાય. બગીચામા  શાંતિથી બેસીને પ્રેમાલાપ કરતા કે અન્યોઅન્યમા મશગુલ  પ્રેમી યુગલ તરત જ આંખે ચડી જાય. ભલે જોનારને કાંઇ લાગતુ વળગતુ ન હોય. સતાધારી એવી પોલીસને ય ખટકે. હા, રેડલાઇટ એરીયામા ખુલ્લેઆમ આંટામારનારને માટે આ નિયમ લાગુ ન પડે.તો પ્રેમને ય આવરણની જરુર પડે!  એમ જોવા જઇએ તો પ્રેમીઓએ પ્રેમકરવાની આકરી કિંમત ચુકવી છે. ઇશ્કનો ઇતિહાસ જોઇએ તો લયલા મજનુ, શીરી ફરહાદ, હીર રાંઝા ને સોની મહિવાલ  ને એવા અસંખ્ય  યુવાન પ્રેમની વેદી પર હોમાઇ ગયા છે.સમાજ શા માટે સાચા પ્રેમીઓનો દુશ્મન રહ્યો છે?કયારેક સતા કે સમાજ કે પરિવારઆબરુને નામે ખુન કરવા સુધી
પહોંચી જાય છે. જો જીવતા રહે તો આખી જિંદગી ઝુરી ઝુરીને જીવે.  તો કવચિત રેલ્વેના પૈડા નીચેકે ઝાડની ડાળી કે પંખા પર લટકીને કે ઝેરના પારખા કરીને સમાજને એની આપખુદીનો જવાબ આપે છે. કમનસીબી એ  છે કે આવા પ્રેમીઓ પાછળ રહેલા માટે રોલમોડલ બની જાય છે.   આબાબત નવેસરથી વિચાર કરવાની જરુર છે જે આ નાનકડી વાર્તાથી રજુ કરુ છુ
 એંજિનિયર કોલેજમા છેલ્લા વર્ષનો છેલ્લો દિવસ. સ્નેહસંમેલન એ વ્યકિગત વિદાયસમારંભ.  દરેકના મનમા અલગ વિચારો ઘોળાતા હતા. જેને માટે કોલેજ માત્ર ક્રીડાગણ હતુકે ભણીને નોકરી શોધવા ઉતાવળ કે કરવાની જરુર નહોતી એવા લહેરીલાલા બિન્દાસ ફરતા હતા તો કોલેજના રંગીન વાતાવરણ  મા ઉગેલા એકપક્ષી કે ઉભયપક્ષી ગુલ મુરઝાઇ રહ્યા હતા,હવે મળી શકાશે કે કેમ? એ પણ આવા મુક્ત વાતાવરણમા?તો રોડસાઇડ રોમીયા   બચેલી છેલ્લી પળોનો સદઉપયોગ ! કરી રહ્યા હતા. સોહન  ને સોહા આવુ પ્રેમી યુગલ. જોકે એના મિત્રો ય સ્વીકારતા કે એ સંયત હતા .ઉંછાછળા નહોતા. પણ  આવા સાચા પ્રેમીઓને ય ઇર્ષા ને વાતોનો વિષય બનતા વાર નથી લાગતી.એમનુ પ્રેમપ્રકરણ કોલેજનુ પટાંગણ છોડી સમાજમા વિસ્તરીને પરિવાર સુધી પહોંચી ગયુ એની બન્ને ને જાણ પણ નહોતી.
એ સાથેજ સોહાના રુઢિચુસ્ત પરીવારમા ખળભળાટ મચી ગયો. પરીક્ષા પુરી થતા પહેલા જ લાયક! ઉમેદવારોની અવરજવર શરુ થઇ
 સોહા ગભરાઇ ગઇ.  ' સોહન, આપણે જલ્દી કંઇક વિચારવુ પડશે. મારા માબાપને તો જાણે ધરતી પર મુરતીયાઓનો દુષ્કાળ પડવાનો હોયને દિકરી કુંવારી રહી જવાની હોય એટલી અધીરાઇ આવી ગઇ છે. . '' એટલુ બોલતા એ ઢીલી પડી ગઇ.  'સોહા શાંતિ રાખ, તને મારા પર ભંરોસો તો છે ને? 'એકલા ભંરોસાથી હવે ચાલે એમ  નથી'  સોહાએ પરિસ્થિતિનો તાગ આપ્યો. 'તો તારો શુ વિચાર છે?' 'છેવટનો રસ્તો તો ઘર છોડી ભાગી જવાનુ' સોહાએ આસ્તેથી કહ્યુ. સોહનના ચહેરા પર કોઇ ઉત્સુકતા ના  ભાવ ન પ્રગટ્યા . સોહાના મનમા પ્રથમ વાર પોતાના પ્રેમની સચ્ચાઇ વિષે આશંકા જાગી. એણે કંઇક નિરાશાથી કહ્યુ, 'તુ તો સાવ પાણીમા બેસી ગયો. આઉંમરે તો ઘટમા ઘોડા થનગને એને બદલે'એ અટકી ગઇ. સોહન હજુ સ્વસ્થ હતો.' ના એવી ઉતાવળૂ પગલુ ભરવાની જરુર નથી' એ સિવાયના રસ્તા આપણે માટે બીજા ક્યા વિકલ્પ છે એ વિચારીએ' ' આપણી પાસે બહુ સમય નથી ને તુ જો કાંઇ નકરવા માગતો હોય તો મારે માટે એક જ રસ્તો છે. 'એની આંખમા આંસુ આવી ગયા ' હુ પ્રેમની વેદી પર  બલીદાન આપી દઇશ. સોહનને લાગ્યુ કે વાતને વળ ચડી જશૈ તો વણસી જશે. સમજણથી કામ લેવુ પડશે.' સોહા ,જીંદગી એટલી સસ્તી નથી. એના પર માત્રઆપણો જ નહિ પણ આપણા સ્વજનો નો ય હક છે મારી વાત કરુ, ગરીબ માબાપે કેટલા નાના સુખ જતા કરી ને. પોતાની પાયાની જરુરિયાતો અવગણીને મને ભણાવ્યો છે, મારા નાનાભાઇ બહેન છાપાની ફેરી ને રેલ્વેપાટા પરથી કોલસા વીણતા. મે એમને ફાટેલા કપડા ને ખુલા પગે સ્કુલમા જતા જોયા છે. મારી માના સાડલા પર એટલા થીંગડા હોય કે એનો મુળ કલર પણ ન ઓળખાય. એતો ઠીક પણ બધાને જમાડીને ખાલી તપેલીમા રોટલીનો ટુકડો ફેરવીને પાણી થી પેટ ભરતી મા મે જોઇ છે. શુ એ માબાપ ને ભાઇબહેનને આશા નહિ હોય કે ભાઇ ભણીને સાહેબ થાશે ને આપણે લીલાલહેર કરીશુ?એમને પુરો અધીકાર છે. ' થોડુ અટકીને બાજુમા પડેલા સમાચારપત્ર તરફ સોહાનુ ધ્યાન દોર્યુ. ' જો  આ પ્રેમદિવાનો, પ્રણયની વેદી પર બલિદાન આપીને સુઇ ગયો.એતો આટલી વેદના ભોગવી છુટી ગયો પણ એના માબાપના  મનમા એ જે અપરાધભાવ મુકી ગયો એ જીવતી ચીતા તો કયારેય નહિ ઓલવાય. એને હુ જાણૂ  છુ. એપણ મારીજેમ ગરીબ માબાપનુ સંતાન છે'
એટલે આવા કાયર જેવા વિચાર નકર.તુ પણ નોકરી શરુ કરી દે. એકવાર પગભર થઇએ ને એટલે આપણી વાતનુ વજન પડે.એમને એ જ ખાતરી જોઇએ કે તમારા નિર્ણયનુ જે કાંઇ પરિણામ આવે  એની જવાબદારી નિભાવવા જેટલા તમે પુખ્ત છો'
શુ નવી પેઢીને આટલો ઇશારો કાફી નથી?




.

Friday, September 23, 2016

સાહિત્ય પ્રત્યે આપણુ ઉદાસીન વલણ

વાચકમિત્રો, કયારેક એવો પણ વિચાર આવે કે આપણા ઘરોમા અભરાઇ પર ઢગલાબંધ વાસણો  હોય, કપડાના કબાટમા સાડીઓના ઢગલા હોય પણ ઘરમા પુસ્તકો જવલ્લે જ જોવા મળે.અમુક અપવાદ સિવાય.એટલે આપણે ત્યા ગરીબીરેખા કવિ કે સાહિત્યકાર થી શરુ કરવી જોઇએ. હા, થોડાક ઘાર્મિક પુસ્તકો, વ્રતો કે સંતોષીમાતા કે વૈભવલક્ષ્મીની  વાર્તા આવુ જોવા મળે. આવુ ઉદાસીન વલણના કારણ પણ ઉંડા હોઇ શકે . અલબત મારી સમજ પ્રમાણે. આપણો પ્રાચીન ઇતિહાસ બતાવે છે એ પ્રમાણે આપણે ત્યા માતબર વિદ્યાલયો હતા જ્યા દેશવિદેશથી લોકો જ્ઞાનપ્રાપ્તિ માટે આવતા. વિદ્યાવિહિન નર પશુ ગણાતો. આટલો જ્ઞાનનો મહિમા હતો. પછીના સમયમા ગમે તેમ થયુ હોય પણ જ્ઞાનનો ઇજારો ને ભણવાની યોગ્યતા માત્ર સમાજના એક વર્ગનો ઇજારો થઇ ગયો. એ આપણા ભુદેવો.  સમાજના એના સિવાયના લોકોને ઘર્મગ્રંથો કે બીજી કોઇ વિદ્યા ભણવાની કે વાંચવાની મનાઇ થઇ ગઇ. ખાસ કરીને શુદ્રો ને સ્ત્રીઓ એમ કરતા સામાન્ય લોકોની બધા જ સાહિત્ય પ્રત્યેની રસ,રુચિ ને જીજ્ઞાસા નહિવત થઇ ગઇ. જ્ઞાન ને વિધિવિધાનો, પુજાપાઠ, કથાવાર્તા ને બધા ક્રિયાકાંડ બ્રાહ્મણોની જાગીર થઇ ગઇ. આપણે ત્યા જે કાંઇ સાહિત્ય રચાયુ એ રાજ્યઆશ્રિત  હતુ. કવિ કાલીદાસ,બાણભટ્ટ, માઘ, ભવભુતિ, ભારવિ જેવા કવિઓ નેલેખકો.શાંકુતલ, મેઘદુત, કુમારસંભવ,કાદમ્બરી,દશકુમાર ચરિત જેવી રચનાઓ સાહિત્યક વારસાની સાબીતી પુરે છે. સાથે એ પણ સત્ય છે કે આ સાહિત્યનુ વાંચન પઠન ને રસાસ્વાદ માત્ર સમાજના મર્યાદિત સભ્યો પુરતો જ હતો. જે તે રાજ્યનો રાજા સાહિત્યપ્રેમી
હોય ને આવા સાહિત્યકારોને  ઉતેજન આપે, પોતાના દરબારમા સ્થાન આપે ને રોજીરોટી પુરી પાડે. ટુંકમા કલા ને કલાકાર બન્ને રાજવીની દયા ઉપર. દરબાર ભરાય ને સમાજના અમીર ઉમરાવ ને એવા ગણ્યા ગાઠ્યા લોકોને આમંત્રણ હોય. ત્યા આવી કલા કૃતિ રજુ થાય. એટલે સમાજના મોટાભાગને આમા કાંઇ સમજવા જેવુ કેમાણવા  જેવુ લાગે નહી. એ તો બિચારા રાતદિવસ  આજિવિકા રળવામા પડ્યા હોય ને સમાજના ઉપલા વર્ગને નીભાવવાના  પણ આ શ્રમજીવીઓએ. રહેતા રહેતા સામાન્ય લોકોમા માન્યતા બંધાઇ ગઇ કે આ બધા ફાજલ શોખ આપણને ન પોંસાય.નવરા લોકોનુ કામ. સાહિત્યમા છે પણ શુ?દેવીદેવતાના શૃંગારપુર્ણ વર્ણનો, સ્તુતી, સ્તવનો. સામાન્ય માણસને પ્રેરણા મળે એવુ તો ભાગ્યે જ હોય. પછીને સમયમા ભાટ ચારણોએ દરબારો ને બાપુઓને બિરદાવ્યા. એમના સાચા કે ખોટા પ્રરાક્રમો બસ સાહિત્ય એમા જ ખોવાઇ ગયુ. એના પરિણામો આજે જોઇ શકાય કે વાંચવુ એટલે માત્ર પરિક્ષા પાસ કરવા પુરતુ. ઇતર વાંચન કરનાર કે એને ઉતેજન આપનાર કેટલા? હા ટોકનાર ઘણા. મજાક પણ થાય  છેકે માબાપ કે કન્યાને કવિ,લેખક મુરતિયા કરતા પસ્તી વાળો જમાઇ વધારે લાયક   યોગ્ય લાગે.  




Thursday, September 22, 2016

સંબધોનુ ગણિત ને ઉછેરસામાજિક

માણસ જન્મે ત્યારથી અનેક સામાજિક સંબધોમા બંધાયેલો રહે છે. શરીરમા જેમ રક્તવાહીની નુ જાળુ હોય છે એમ જ. અમુક સંબધો જન્મજાત છે તો અમુક એબાંધે છે. આપણે સામાજિક પ્રાણી છીએ એટલે એકલા જીવી શકતા નથી. માબાપ,ભાઇબહેન,દાદા  દાદી આલોહીના સંબધ છે.એમા પસંદગીનો અવકાશ હોતો નથી. ક્યા જન્મ લેવો એ માણસના પોતાના વશની વાત નથી.તો મિત્રો, આડોશપાડોશ, સહાધ્યાયીઓ, નોકરી કે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથેના સબંધો ફરજિયાત નથી હોતા. આ સામાજિક સબંધો નિભાવવાની કુશળતા એ જ સફળ સમાયોજન છે. કારણકે  દરેક માણસના વિચારો નેે વર્તન ને ઉછેર અલગ હોય છે. ધરમા એકલુ બાળક માબાપ  માટે આંખની કીકી જેવુ મુલ્યવાન હોઇ શકે પણ દુનિયાની નજરમા બીજા અનેક  એવા સામાન્ય માણસમાનો એક જ હોય છે. લોકો આવા બાળક માટે એમ પણ કહે કે 'કાલો ઘેલો તો તારા માબાપનો,અમને શેનો તોલ'
      આપણા સમાજની એ વિશેષતા એ છૈ કે કુટુંબને નાતે જોડાયેલા દરેક સબંધને અલગ નામ  એ પ્રમાણે એની ભુમીકા હોય છે. જેમકે મોસાળમા નાના, નાની, માસા,માસી, મામા, મામી, ભાણેજ.તો પોતાના ધરમા પિતરાઇ ભાઇબહેનો, દાદા, દાદી, ફોઇ, ફુવા, કાકા, કાકી, મોટાબા, બાપુ, તો સ્ત્રી પરણે એટલે ત્રીજા સબંધૌ શરુ થાય. એમા સાસુ, સસરા, જેઠ, જેઠાણી, દિયર, દેરાણી. નણંદ, નણંદોઇ, ભત્રીજા ને ભત્રીજી, ભાણેજ. તો પુરુષપક્ષે સાસુ, સસરા, સાળી, સાળા, સાઢુભાઇ વગેરે. આદરેક સબંધ અનુરુપ વર્તનની અપેક્ષા હોય છે.
      આ બધા જ સબંધૌ સાપેક્ષ છે. સમાજને ટકાવવા ને સરળતાથી ચલાવવા માટે દરેક આ આચારસંહિતા પ્રમાણે ચાલે એ જરુરી છે. માબાપ બાળકનુ પોષણ ને સારો ઉછેરકરે, સામાજિક મુલ્યો શીખે જેથી એ બધા સાથે સંપીને રહે. જાહેર મિલ્કત પર સહુનો અધીકાર કબુલ રાખે. જે બાળકો ઘરમા વંહેચીને ખાતા શીખતા નથી એ બહારની દુનિયામા બધુ પચાવી પાડવાની ને બીજાને એમાથી વંચિત કરવાની સ્વાર્થી
મનોવૃતિ પ્રગટ કરે છે. એનાથી સમાજમા અસમાનતા ને અકારણ તનાવ ને છેવટે વિદ્રોહ થાય છે.કયારેક માબાપ  જ આવા ઉછૈરનો ભોગ બને છે. સબંધોમા જ્યારે અપેક્ષા ને સ્વાર્થનુ પમાણ વધી જાય ત્યારે સબંધ એની નિમ્ન કક્ષાએ પંહોચી જાય છે. પછી એ લોહીના હોય કે બે મિત્ર વચ્ચે હોય.જે બાળક મા ની રાહ જોઇને પગથીયે બેસીને રડતો હોય એ જ યુવાન વયે માને  એકલી છોડીને જતો રહે એવુ પણ બને છે. એકબીજાને માટે જાન આપનારા મિત્રો જ કયારેક જાનલેવા બની રહે છે. તો સંપતિના ઝઘડા તો લોહીમાથી લગભગ ઓક્સિજન ચુસી  લે છે.કહો કે લોહીનુ પાણી કરી નાખે છે. એક રમુજ     જુઓ. આપણે જ્યારે સંયુક્ત પરિવાર હતા ત્યારે કુટુંબના નાના મોટા વિખવાદમા વડિલો સમજાવે કે બે વાસણ ભેગા થાય તો ખખડે ય ખરા. ગોબો પડેતો ઉપાડી લેવાય, વાસણ ફેંકી ન દેવાય, મતલબ સમાધાન. હા, એ વાસણ ઘાતુના હતા. પછી કાચના વાસણનો જમાનો આવ્યો. સાચવીને વાપરવાના, તિરાડ પડે તો સંધાશે નહિ. હવે આપણે  પેપરડીશો, પેપરગ્લાસ ને પેપરનેપકીન વાપરીએ છીએ. વાપરીને ફેંકી દેવાના. એ જ નિયમ પ્રમાણે સબંધોનુ સમીકરણ બદલાયુ છે. લગ્ન ને બદલે
મૈત્રીકરાર. ફાવે તો રહેવાનુ. સમાધાન કે પરસ્પરને સમજવાની જરુર જ નહિ

Sunday, September 18, 2016

-આપણા રિવાજો ને જ્ઞાતિના બંધનો

વાચકમિત્રો,આપણો સમાજ અનેક નાનામોટા વાડામા ને જ્ઞાતિઓના જુથમા બંધાયેલો છે. વરસોથી બાજુબાજુમા વસવા છતા ય દરેક જ્ઞાતિની પોતાની આગવી ઓળખ ને રિવાજો છે. ને એ ગૌરવ પુર્વક એને બીજા કરતા ચઢીયાતા માને છે. વિચારીએ તો એવા અનેક રિવાજો આપણને આજના સમયમાં અસંગત લાગે. પણ એનો ઇતિહાસ જાણીએ તો સમજાય કે એક સમયે ે માણસના અસ્તીત્વને જાળવી રાખવા જરુરી હતા. દરેક રિવાજ જે તે સમયની ભૌગોલિક, સામાજિક ને રાજકીય સ્થીતીને આભારીહોય છે.આપણી લગ્નસંસ્થા તપાસીએ તો  એક સમયે જાતિકે જ્ઞાતિમા જ વિવાહ થાય  એ જ સમાજમાન્ય. નહિતર વરવધુ ને પરિવાર ન્યાત બહાર મુકાઇ જાય. સામાજિક બહિષ્કાર એ મોટુ હથિયાર ને જેલ કરતા ય આકરી સજા. કારણ કદાચ આવુ હોય કે જે સમયે લોકોબહુ નાના સમુહમા ને છુટાછવાયા રહેતા, વાહન વ્યવહારમા ગણો તો બળદગાડી ને ઘોડા ને પૈદલ . લોકો પગપાળા જઇને જાય કેટલે?સંદેશાના સાધનો એટલા જ મર્યાદિત. મોટા ભાગના લોકોને તો ભાગોળ સુધીનુ જ જ્ઞાન. એટલે વિવાહ આસપાસના મર્યાદિત અંતરમા ને પરિચિતમા જ કરવાનો આગ્રહ રખાતો. પાંચ કે દસ ગામના ગોળ ગણાતા. એટલે પસંદગી બહુ મર્યાદિત રહેતી. કદાચ એમાથી દહેજ  જેવા દુષણ જન્મયા હોય. બીજુ નાની ઉંમરે સાસરે વળાવેલી દિકરીને અવારનવાર તેડુ કરવાનુ હોય. જેથી એ ધીમે ધીમે ટેવાય ને એસમયે કામ પણ
શારિરીક શ્રમ વાળા એટલે વારતહેવારે વહુ કે દિકરી પિયરમા આરામ કરવા આવી શકે એ આશય. હવે જો પિયર નજીકહોય તો આવનજાવન સરળ પડે.વાહન ની સગવડ નહોય ને પગપાળા જવાનુ હોય.ઘરમા ભાઇની હાજરી બહુ અગત્યની મનાતી. એના વિના બેનને તેડવા કોણ જાય? બીજી વાત એ કે વિવાહ સમાનધર્મી ને ધંધાવાળા લોકો સાથે કરવાનો આગ્રહ રખાતો. કારણ કે  સમાન વ્યવસાયના લોકો જ એકબીજાની સમસ્યા સમજી શકે ને જરુર પડે મદદ કરી શકે. બે પક્ષ  વચ્ચે વાતચીત કરવાના વિષય મળી રહે.
ઉપરાંત દરેક જ્ઞાતિના ઇષ્ટદેવદેવી અલગ, પોશાક અલગ, ભાષાના લહેકા અલગ, લગ્નની વિધીવિધાન અલગ, લેણદેણના રીવાજ અલગ ને છેવટે એક જ ધાન્ય ને વનસ્પતિ પણ ખોરાક બનાવવાની રીત અલગ. ખેડુતના ઘરનો કે વાણિયા ના ઘરનો કે બ્રામણના ઘરનો રોટલો
અલગ. વરસોથી પાડોશી હોય, પણ સહુનો અલગ ચોકો. દરબારો ને પોતાને સામાન્યથી ઉપર સમજતા લોકો કહેવાતી બ્લડલાઇન જાળવી રાખવા અંદરોઅંદર મામા ફૌઇના દિકરાદિકરી પરણતા. આવા સંજોગોમા વિવાહ સમાનધર્મીમા થાય તો સાસરે જતી દિકરી કે આવતી વહુ ઓછા સંઘર્ષ સાથે  સાસરીમા ગોઠવાઇ શકે. આએસમયનુ  સત્ય હતુ. હવે સ્થળકાળનુ અંતર ઘટી ગયુ છે,  તાર ટપાલ ને
ટેલીફોન સગવડથી દુનિયા બહુ નજીક આવી ગઇ છે. શિક્ષણ વધ્યુ છે. નાનપણથી સહશિક્ષણને કારણે છોકરા છોકરીઓ એકબીજાના
પરિચયમા આવે છે. કોલેજ, ઓફીસોમા નોકરી, બસમા કે ત્રેનમા સાથે  આવતા જતા સહપ્રવાસી તરીકે એકબીજાના પરિચયના આવે છે. હવે કોઇ ક્ષેત્રબાકાત નથી. ઉપરાંત નવી પેઢીમા આર્થિક સધ્ધરતા વહેલી આવી છે. એટલે જ્ઞાતિના બંધનો ઢીલા પડ્યા છે. સાવ નાબુદ તો નથી થયા. એટલે ઘર છોડી યુવક યુવતી ભાગી જાય કે આત્મહત્યા કરે એવી  કમનસીબ ઘટના બને છે ખરી.

દાન

વાંચકમિત્રો,'દાન' શબ્દ બધા જ જાણે. પ્રાચીન સમયથી આપણે 'દાનવીર કર્ણ' 'નુ નામ જાણીએ છીએ. નજીકના ઇતિહાસમા ં ભામાશા ને જગડૂશાના નામ પ્રખ્યાત છે. એસિવાય નાનામોટા દાતાઓ પોતાની સંપતિએક યા બીજા કારણસર સમાજને અર્પણ કરતા હોય છે. લગભગ દરેક ધર્મમા વર્ષને અંતે આવકનો અમુક હિસ્સો સમાજના કલ્યાણ અર્થે વાપરવાનો આદેશ હોય છે. આશય એ જ કે તમે સમાજ પાસેથી મેળવો છો તો સમાજનુ ઋણ ચુકવવુ જોઇએ. સંપતિ આ રીતે વંહેચાયેલી રહે તો સમાજમા ગરીબ અમીરને ભેદભાવ ઓછા થાય ને  ઇર્ષા, અદેખાઇ ને અસંતોષ કાબુમા રહે તો સમાજમા શાંતિ ને આબાદી જળવાઇ રહે. કારણકે સમાજના મોટાભાગના લોકોને પ્રાથમિક જરુરિયાત જેટલુ મળી રહે તો ચોરી, લુંટફાટ, મારામારી જેવા ગુના ઓછા બને. આપણા ધર્મમા દાનને પાપપુણ્ય ને સ્વર્ગ કે નરક સાથે
જોડી દેવામા આવ્યુ છે. લોકો પુણ્ય કમાવાને આવતોજન્મ સુધારવા કે મર્યા પછી સારી સગવડની લાલચમા દાન કરેછે. એ તો બરાબર પણ મર્યા બાદ પણ એના નામે આગળની મુસાફરીમા તકલીફ ન પડે એ માટે જાતજાતની વિધીને દાન કરવામા આવે છે. એના એજન્ટો છે
ભુદેવો. વિધીઓ દિવસો સુધી ચાલે. કયારેક ગરીબ આ ખર્ચમા ખૂવાર થઇને જીવતા નર્ક ભોગવે છે. બીજો પ્રકાર મંદિરમા ભગવાનને નામે
યથાશકિત અર્પણ કરવાનો. નવાઇની વાત એ કે કરોડોનુ દાન કરનારનુ સ્વાગત ને સન્માન થાય, એના નામની તક્તી મુકાય પણ એ કરોડ આવ્યા ક્યાથી?એ નીતિ કે અનીતિનિ કમાઇ છે, એ નતો ભગવાન પુછે કે નભક્ત. આબન્ને પ્રકારના દાન સહેતુક છે. આસિવાય સામાજિક
પ્રવૃતિમા લોકો ફાળો આપતા હોય છે. પણ આવા જાહેર કામોમા શરમે ધરમે લોકો મદદ કરે મનથી બહુ ઉત્સાહ હોતો નથી. કારણકે આપણા જાહેરકામોમા  પૈસાનો હિસાબ  પારદર્શક હોતો નથી. દાન આપનારને પોતાના પૈસા યોગ્ય જગ્યાએ જ વપરાશે કે જરુરિયાત મંદને જ મળશે એ વિષે શંકા રહે છે.એમા પણ ગેરરીતિના અહેવાલો બહાર આવે ત્યારે ખરેખર સાચી ભાવનાથી  દાન આપતા લોકોને છેતરાયાની લાગણી થાય છે.કોઇએ મુરખ બનાવ્યાની આ લાગણી જે તે વ્યકિતને અહમને એવી ચોટ પહોચાડે કે બવિષ્‌યમા આવા કામમા દાન કરતા એ અચકાય. એક જાતનો અવિશ્ર્વાસ ેએને રોકે છે. બાકી મનથી એ કઇક કરવા ઇચ્છેજ છે. એનુ દુઃખ પણ રહે છે.
એટલે જ નાના ગામોમા મંદિરને નામે રાતોરાત પૈસા ભેગા થઇઞ જાય પણ શાળાનો એક ઓરડો કરવો હોય તો સરકારની મદદની રાહ જોવાય ને વરસો વીતી જાય.    મજાકની વાત એ છે કે મંદિરમા મુકેલો પૈસો ભગવાનની માલીકી ગણાય. જો ચોર કે જરુરિયાતમંદ કે
ગિઝની જેવો લુંટારો લઇ જાય ને ભગવાનને વાંધો નહોય તોમાણસે વચ્ચે ન પડવુ જોઇએ. એને વાંધો હોય તો એ સર્વશકિતમાન છે. બરાબર ને?એ જો ખરેખર ત્યા હોય તો. કદાચ ગિઝની આ સત્ય વધારે સારી સમજી ગયો હશે

Friday, September 16, 2016

આપણે 'માગણ ' કેમ? બાબા

વાચક મિત્રો,કયારેક એવો વિચાર આવે કે આપણે 'માગણ" કેમ? ભગવાનથી માંડીને કોઇ પણ ભગવાધારી બાબાને જોયા નથી કે એની પાછળ દોટ મુકી નથી. આ આપો ને તે આપો, નોકરી, છોકરી, સંતતિ, રોગનિવારણથી માંડીને ચુંટણી જીતવા ય આવા બાબાના આશિષની જરુર પડે.જો તમે આપણો ધાર્મિક ઇતિહાસ વાંચો તો સમજાઇ  જશેકે આપણા મહાપુરુષો ને મહત્વના પાત્રો વ્રત, તપ, જપ,યજ્ઞ ને ઋષિમુનિઓના વરદાનથી જનમ્યા છે. લગભગ દરેક પાત્ર સાથે વરદાન ને શાપ જોડાયેલા છે. રામ,દશરથ, પાંડવો, ભીષ્મ, પાંચાલી, પાંડૂ, કર્ણ,ખુદ વ્યાસમુનિના જન્મવિષે દંતકથા આવા તો અસંખ્ય ઉદાહરણો છે. એવુ લાગે કે આ મહાપુરુષોના પરાક્રમ કે સફળતામા એમના પુરુષાર્થ કરતા શાપ કે વરદાન વધારે ભાગ ભજવે છે. જો આમ જ હોય તો મહેનત શુ કામ કરવાની? કોઇ સંત, સાધુ
બાબાને પ્રસન્ન કરી લો એટલે બેડો પાર. ને આવા ભગવાધારી બાબાઓનો આપણે પાર નથી. ખૂદ ગાંધીજીએ કહ્યુ  હતુકે હિંદુ્સ્તાનની ભોળી પ્રજા હંમેશા ભગવા રંગથી હંમેશા છેતરાઇ છે. એમા એકપક્ષી વાંક તો નથી જ. લોકોના મનમા આ વરદાન  ને આશિષની લાલચ ને 'તૈયાર ને તત્કાલ પરિણામનો 'શોર્ટ  કટ' એવો ફીટ થઇ ગયો છે કે મહેનત કરવાને બદલે આરતી, સ્તુતી, સ્તવન, યજ્ઞો, ને યાત્રાધામોને આશ્રમોમા આટાફેરા કરે છૈને એમ કરતા જો કોઇ સિધ્ધપુરુષ મળી જાય તો એમની સિધ્ધીમાથી આપણને થૌડો ટુકડો મળી જાય
એટલે જ આપણને શ્રમ ને શ્રમજીવી પ્રત્યે આદર નથી. માંદગીને ભગવાનનો કોપ કે ગયા જન્મનુ પાપનુ કારણ માનવુ, એને માટે બાધા
આખડી કે દોરાધાગાનો આધાર કે સાધૂબાવાના આશિષ માગવા પણ કોઇ વૈજ્ઞાનિક અભિગમથી  કારણ જાણવાની કોશીશ નહિ કરવાની
આમ કરીને આપણે વિચારવાનો માનસિક શ્રમ પણ છોડી દીધૌ છે.  આવૃતિમા બહુ ફેરફાર થયો નથી હવે આપણે નેતાઓ ને સરકાર પર
બધો આધાર રાખીએ છીએ. નાગરીક તરીકે આપણી પણ અમુક ફરજ છે એ કોઇ વિચારતુ  નથી. લાંચકે ભષ્ટાચાર સામે આપણને ફરિયાદ
છે પણ અમુક ઓળખાણ કે લાગવગથી આપણૂ કામ થઇ જાય ત્યારે આપણે ગર્વ લઇએ છીએ. જો આવી માગણ વૃતિ છોડીને મહેનત નહિ કરીએતો આકાશમાથી ખુદ ભગવાન ઉતરશે તો ય આપણો ઉધ્ધાર નહિ થાય. ખબર નહિ કોણે આવા આળસુઓને આશા બંધાવી
દીધી છેકે જરુર પડશે તોમ કોક   ઉપરથી ઉતરીને આવશે ને તમારુ ભાણુ ભરી દેશે.

Sunday, September 11, 2016

આપણા સમાજમા સ્ત્રીનુ સ્થાન

 જગતમા માનવસમાજથી લઇને બધા જીવોનુ દ્રંદ્ર છેસફળતા પુર્વક બાલસવર્ધન ને ટકી રહેવા માટે નરમાદાનો સહકાર જરુરી છેશારીરિક ક્ષમતા પ્રમાણે કામની વંહેચણી કુદરતી રીતે થયેલી હોય છે.નર ઉપર આજીવિકા રળવાની ને પરિવારનુ રક્ષણ કરવાની ને માદા પર બાળઉછેર ને ઘરકામ. માનવસમાજ વિકાસ પામ્યો.માનવબાળને પોતાની રીતે સ્વતંત્ર  જીવવાની તાલીમ લાંબી ચાલતી બીજા પ્રાણીઓની સરખામણીમા. એટલે લગ્નપ્રથા ઉભી થઇ. સમાજના નિયમો નેએકબીજાની ફરજો નક્કી થઇ. સામાજિક બંધારણ તૈયાર થયુ. સ્ત્રી ને પુરુષ બન્નેના કામનુ સરખુ મહત્વ ને બન્ને એકબીજાના પુરક. બન્નેનેએ ેમના નિયત કામ માટે જરુરી તાલીમ પણ આપવામા આવતી. ધીમે ધીમે અહમનો ટકરાવ થવા લાગ્યો. કારણ  પુરુષો વિદ્યાલયોમા ભણીને તૈયાર થયા. આજીવીકાના સાધનો એના હાથમા આવ્યા. બહારની દુનિયામા એ નિર્ણાયક બન્યા. તમે પ્રાચીન ભારતના નાલંદા, તક્ષશીલા કે વલ્લભી જેવી વિખ્યાત વિદ્યાલયો વિષે જાણતા હશો.ઉપરાંત અનેક નાનીમોટી પાઠશાળા. પણછોકરીઓના ભણતર વિષેકોઇ સગવડ હોય એવુ જણાતુ નથી. 'વિદ્યાવિહિન નર પશૂ' પણ નારીનુ શુ?આવા જ્ઞાનથી છલકાતા દેશમા સ્ત્રી અભણ રહી ગઇ તે છેક આઝાદી સુધી. પરિણામશુ આવ્યુ? સ્ત્રી ને પુરુષવચ્ચે બૌધિક અસમાનતા ઉભી થઇ. એપુરુષના વિચારો ને માનસને સમજવામા પાછળ રહીગઇ.એની નજરમાથી ઉતરી ગઇ. ને પુરુષો કહેવત બનાવી કે 'સ્ત્રીની બુધ્ધી પાનીએ'   ત્યાથી શરુઆત થઇ. સમાજના મહત્વના નિયમો પુરુષની તરફેણમા. 'મોસાળે જમવાનુ ને મા પીરસે
એવો ઘાટ થયો.આજીવીકાના બધા સાધનો પર એનો કબજો. મહત્વના નિર્ણયો એના હાથમા.બહારની દુનિયામા સ્ત્રીનુ સ્થાન ગૌણ થઇ ગયુ ને લાજ, ઘુંધટ ને ઓઝલ પરદા પાછળ સંતાઇ ગઇ,        બાકી હતુ તે ધર્મે પુરુ કર્યુ. દિકરાને સર્વ સતાધીશ, કુલદિપક ને વારસ બનાવી દીધૌ. દિકરીના હાથનુ પાણી પણ મૃતવડીલોને ન પહોચે ને દિકરીના ઘરનુ પાણી પીવામા ય પાપ. પિતાની મિલ્કતમા હક નહિ.
નામ' માંગણાવાળી,' આજન્મથી એની ઓળખ.નાનપણમા પિતા આગળ પૈસા માટે હાથ લાંબો કરવાનો, પછી ભાઇ આગળ. રક્ષાબંધન,
વીરપસલી. પોષીપુનમ આણા, દહેજ,મામેરા. બસ માગવાનુ ને સાસરે પતિ આગળ. પોતાનુ આગવુ કશૂ જ નહિ. તો સ્વરક્ષણ માટેય
પિતા, ભાઇ, પતિ ને છેવટે પુત્રને અંગરક્ષક નીમી દઇને સ્વાવલંબી નબનાવી.લાંબો  સમય આમ રહ્યા પછી પોતાના રક્ષણ માટે સક્ષમહોય તોપણ પુરુષ પર આધીન થઇને છેવટે આબે મહત્વના ક્ષેત્રે એ પરાધીન બની ગઇ. આઉપરાંત રાજકીય ને સામાજિક અ રાજકતાના સમયમા કોઇ રક્ષણ કરવાવાળુ નહિ. સામાન્ય પ્રજા તો ક્ષત્રિયો પર રક્ષાનો ભાર છોડીને બેસી ગઇ હતી,એમા પરદેશી આક્રમણો ને બહારવટીયા, ડફેર, મિયાણા જેવી માથાભારે કોમોના ઉપદ્રવો સામે બહેનો દિકરીઓનુ રક્ષણ કરવા અસમર્થ ને કાયરો શસ્ત્ર ઉપાડવાને
બદલે દિકરી જ નહોય  એવુ ઇચ્છવા લાગ્યા. અમુક કોમોમા દિકરીને દુધપીતી કરીદેવાનો કુરિવાજ શરુ થયો. દહેજ  જેવા દુષણૌએ
દિકરીને બોજ ને અણગમતી બનાવી દીધી. આમ એનો જન્મ ઉદાસીનતાનો અવસર થઇ ગયોઆજે પણ ભ્રુણ હત્યા થાય છે ને
    ચાલો, મને કે કમને મોટી તો કરી. હવે પરણાવવાની ઉપાધી. વરની લાયકાતમા ખાસ નહિ,બે ટંક ખાવાનીજોગવાઇ હોય ને માથા
પર   છાપરુ હોય તો બીજુ શુ જોઇએ?પછી બધી રીતે કજોડુ વય,સ્વભાવ ,ને ઉપરથી બે ત્રણ અપલક્ષણ. એમા ય માબાપ વળાવે ત્યારે
શિખામણ આપી દે' સુખ દુઃખ, ત્રાસ, લડાઇઝઘડા બધુ સહન કરીલેવાનુ. બહાર ફરિયાદ નહિ કરવાની, ઘર ન વગોવાય. સહનશીલતા એ
સ્ત્રીનો મોટો ગુણ. સહન ન થાયતો વાવકુવો પુરવાનો પણ પિયરમા પાછુતો નહિ જ આવવાનુ. 'ત્યકતા' માબાપ માટે મોટી નાલેશી.છુટાછેડા તો અછુત શબ્દ. વિચાર પણન કરાય.હવે 'પિયરમા પોષાય નહિને સાસરે સમાય નહિ' તો એને ધરતીમા સમાવા સિવાય
બીજો કોઇ આશરો ખરો?સાસરે આવે, પછી ટુંકસમયમા સાનરસુ બને,વેપારધંધામાં ખોટ જાય, કોઇ સાજુમાંદુ થાયતો દોષનો ટોપલો નવી
વહુ ઉપર. 'અપશુકનિયાળ, છપ્પરપગી વગેરે અપમાનજનક શબ્દોથી એના પોખણા થાય.   પછીનો તબ્બકો, બાળકો નથાયતો વાંઝણી
નુ મેણૂ સ્ત્રીને માથે. દિકરાનીરાહમા દિકરી જન્મે તોય એનો વાંક.પતિ તો પરમેશ્ર્ર. એ સંપુર્ણ. આમ પણ 'સમરથકો દોષનહિ ગુસાઇ'
  પતિ ગમે તે કારણસર બીજા વિવાહ કરી શકે તો શોક્યનુ સાલ વેઠવાનુ, એ લડાઇઝધડા ને કંકાસનુ જીવતર પુરુ થઇ જાય. એટલે જ
વિવાહવિધિમા ગોરબાપા અખંડ સૌભાગ્યવતીના આશિષ આપતા હશૈ કે પતિ પહેલા મરી જજે. કેમકે વિધવાનુ જિવન એટલે જીવતુ જાગતુ નરક.અભણ ને જડ સમાજમા એને જ પતિના મૃત્યુનુ કારણ માનીને જે જુલ્મ ગુજારાય છે. સાજશણગાર તો બાજુમા રહે પણ
માથાના વાળ પણ કાઢી નાખવાના, જે સમયે એને દિલાસા ને આધારની જરુર હોય એ જ સમયે એને એકલી પાડી દઇ ને ઘરનો અંધારો
ખૂણો એનાયત કરી દેવામા આવે. ચાર દિવાલની કેદ ને આખૌ સમાજ એનો ચોકીદાર.આનાથીય સહેલો રસ્તો આપણા શાણા સાજચિંતકોે
એ શોધી કાઢેલો. પતિની ચિતા સાથે બાળી દો, 'ન રહે બાંસ ,ન બજે બાંસુરી,         ને સ્ત્રીનુ એથી ય કમનસીબ સ્વરુપ  એ પતિતા. જયારે યુવાન સ્ત્રી સમાજમાથી જીવનનો આધાર  ગુમાવે, માબાપનુ અકસ્માત મૃત્યુ કે સંજોગોમા એકલી સ્ત્રી આવા અસામાજિક તત્વોના
હાથમા સપડાય જાય ત્યારે બળજબરીથી દેહવ્યાપારમા ધકેલાઇ જાય. ત્યા રે એનુ સ્ત્રીત્વ સંપુર્ણ નાશ પામે છે. એ વ્યકિત મટી વસ્તુ બનીજાય છૈ. સહુ એનો ઉપયોય કરીલે છે પણ કોઇ એને અપનાવતુ નથી. હા. એને ભોગવનાર પુરુષ તો પ્રવિત્ર જ રહે છે.
  પેઢી દર પેઢી આ જ શીખામણો પછી તો સ્ત્રીઓમા આ જ કારણસર લઘુતાગ્રંથિ, આત્મવિશ્રવાસનો અભાવ, કાયમ બીકમા જ ઉભડક
શ્ર્વાસે જીવવુ, દરેક મુસીબત માટે પોતાને જ જવાબદાર માનવુ, અન્નાયનો સામનો કરવાની કે ન્નાય માગવાની હિંમત નકરવી, જુલ્મ સહન કરી લેવો. આએનો સ્વભાવ બની ગયો.         આટલા સમય પછી થોડો સુધારો થયો છે. નાતજાતના બંધનો ઢીલા પડ્યા છે. કાયદાકાનુન અમુક કિસ્સામા મદદરુપ બને છે. ખાસતો શિક્ષણવધતા બહેનોમા પોતાના અધીકારો વિષે જાગૃતિ આવી છે.આર્થિક રીતે પગભર બહેનો હવે અન્નાય સામે અવાજ ઉઠાવી શકે છે.  દિકરી દિકરા કરતા માબાપની વધારે સંભાળ રાખે છૈ ને જીવતા સ્વર્ગનો અનુભવ કરાવીશકે છે. હવે એ સાચા અર્થમા વહાલનો દરિયો છે. બીજી વાત  એ છે કે હવે એણે પોતાની ઓળખ ઉભી કરવાની છે. પિતા ભાઇ કે પતિના નામને સંપતિના ઓઠા નીચે એ સમાજમા પોતાનુ સ્થાન ઉભુ કરવા પ્રયત્ન કરશે તો હતા ત્યા ના  ત્યા. નોકરી કે સામાજિક
ક્ષેત્રમા આગળ આવવા એ જો પોતાનુ શોષણ થવા દે તો એમા એ પોતે જ જવાબદાર ગણાય.

Friday, September 9, 2016

વાચકમિત્રો, વિજયભાઇ શાહનો મનનીય લેખ વાંચ્યો. વિચારો ન આવે તો જ નવાઇ. કારણ કે દરેક ભુખ નામના દર્દ ધરાવતાસજીવને એ સમસ્યા એ  સ્પશે છે. એક આદિ અનાદિ સવાલ ને ભૂખ સંતોષવા આદિ સમયથી પરિશ્રમ કરતા ખેડુત ને ખેતીના ઓસરતા પુર. ખેડુતને જગતનો તાત ને ખેતીને ઉતમ વ્યવસાય  ગણાવી છે. છતા આજે માબાપની જે હાલત થાય છે એ જ હાલ ખેડુત ને ખેતીના થયા છે. પન્નાલાલપટેલે માનવીની ભવાઇ એમના પાત્રને મુખે સાચુ જ કહ્યુ છે કે એ ' પૃથ્વીનો પોઠી ' છેઆજતક એનુ શોષણ  આખા સમાજથી થાય છે. આખુ વરસ ગમે તેવા વાતાવરણમા કામ કરવાનુ. ટાઢ,તડકો,વરસાદ,સવાર,સાંજ,વાર તહેવાર. કુદરતની કૃપા પર જ એનો આધાર. સમયસર વરસાદ આવેતો એના નસીબ. વાવણી પછી સમયાન્તરે વરસાદ નઆવે તો વાવેલુ સુકાઇ જાય, બીયારણ નકામુ જાય. પાકમા તીડ ને ઇયળો કે મુંડા પડવાનો ખતરો, માલધારીઓનુ કવચીત ભેલાણ,રાજાશાહીના વખતમા રાજના વેર રૈયત પર વાળવા ઉભાપાક નેસળગાવી દેતા ડાકુઓ ને લુંટારા, ચોર ,આમ કુદરત ને માણસ બન્ને તરફથી સતામણી. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય મરો તો ખેડુનો જ.મોસમ પુરી થાય એટલે રાજા રજવાડાનો વેરો પહેલા ભરવાનો, પછી ગામના વાણીયાનો વારો, પછીવસવાયા ને માગણો હા,ભુદેવ તો ખરા જ. આટલા લાગા ચુકવ્યા પછી મુઠ્ઠી ચપટી વધ્યુ હોય તો ખેડુના છોકરા પામે. ખેડુનો માલ મફતનો. વાડી કે ખેતર પાસેથી પસાર થનાર ચપટી કે મુઠ્ઠી વગર પરવાનગી કે હકથી ઉપાડતા જાય. પણ એ જ વસ્તુની બજારમા પૈસા આપવા પડે.           હવે વરસો સુધી ને પેઢીઓ સુધી  ખેતી આમ જ ઇચ્છા કે અનિચ્છાએ ચાલતી રહી. બીજી કોઇ દિશા જ નહોતી. પણ જેવા શહેરોમા ઉદ્યોગો ઉભા થયા ને માણસો માટે રોજગારીની નવી
દિશા ખુલી એટલે વરસોથી પુરાયેલી પ્રજાએ શહેરો તરફ દોટ મુકી.ખેતી નોધારી ને પરાધીન થવા લાગી. ખેતી એકલદોકલનુ કામ નથી. આકરી  ને સહિયારી મહેનત માગી લે છે. અત્યાર સુધી સયુંકત પરિવારો ને સહિયારી મહેનત ને એકબીજાની હુંફે ખેડુતો  ને ખેતી ટકી રહેતા
 હવે શહેરીકરણને લઇને પરિવારો વિખરાવા લાગ્યા ને પરિવારો વચ્ચે જમીનના ભાગલા પડતા  ખેતી પર જ બધાનો નિભાવ થવો અશક્ય હતુ. શહેરમા જનારને દેખીતા લાભ જ હતા. એક તો કાળી મજુરીમાથી મુક્તિ, આવક નક્કી ને ચોખ્ખી, કોઇની દાદાગીરી નહિ ને ભવિષ્યમા
પેન્શન, સંતાનો માટે ભણવાની તક. એક અનિચ્ચીત ભાવિ ને ચિંતામાથી મુક્તિ. વતનમા ખેતી સંભાળવા રહી ગયેલા ય લલચાય. એમ કરતા
'ખેતીમા ચાલે,ખેતી માત્ર એજ કરે જેનામા બીજી આવડત ન હોય કે કયાય ન ચાલે એ ખેતીમા ચાલે' એવી નકારાત્મક વલણ ઉભૂ થયુ. ખેતીમા ખુમારી ઓસરી ગઇ ને એમા નવુ વિચારવાનુ કે ઉત્પાદન કે નવા પાક લેવા ,ટુંકમા કશૂ નવુ કરવાની વૃતિ નાશ પામી એ સ્થગિત થઇ ગઇ. ગામડા ખાલી થયા ને મોટાભાગની જવાબદારી વડિલો  ઉપર આવી. એ વડીલોની ક્ષમતા ઘટવા લાગી ને અચાનક ઉભી થયેલી એકલતાએ હામ ભાંગી નાખી. જમીન ભાગીદારીમા આપવાનો સીલસીલો શરુ થયો. એમ ખેતી 'ઓરમાન 'થઇ ગઇ. કારણ ગામડામા મજુર મળવા મુશ્કેલ થવા લાગ્યા. એમનો ય શુ વાંક? એમને પણ પોતાના બાળકો વિષે વિચાર કરવો પડે ને. ને મોસમ પુરતી ને અનિયમિત આવક ને મહેનતવાળા કામની સામે શહેરમા નિયમિતકામ. ચોક્કસ સમય ને ઉપરથી ટાઢા છાયા' ની નોકરી આ જેવુતેવુ પ્રલોભન ન જ ગણાય
હા. મશીનરીની મદદથી કામ હળવુ પડે પણ એથી તો ખેતી પરાધીન બની. ઘરના ખેતરમા કુવો ખોદવા મંજુરી લેવા સરકારી ઓફીસોમા પગતોડ કરવાની. ન જાણે આ અભણ ને લાચાર ખેડુને આમ ટલ્લે ચડાવીને  સરકારી 'બાબુઓ' ને કયો ક્રુર આનંદ મળતો હશે?ડીઝલથી ચાલતા મશીનો માટે ઇંધણ લેવા કામ છૌડીને દોડવાનુ ને ત્યા પણ મળવાની કોઇ ગેરંટી નહિ. હા, ખાવા બઘાને જોઇએ છેએ સાચુ પણ એનીજવાબદારી માત્ર ખેડુતની? આ બધા કારણ આજે હતાશ ખેડુતને આત્મહત્યા તરફ દોરે છેતો જેને સ્થાળાંતર કરવાની તક મળેએ બધૂ સમેટીને નીકળી જાય છે. આજે ખેતીની જમીનો પર મકાનો ને કારખાના ઉભા થાય છે,કયારેક બળજબરી પુર્વક લોકોને ઘરબાર ને જમીન
છોડવી પડે છે,   માહોલ બદલાયો છે. રસોઇની સામગ્રીઓ મસાલા ને ખાદ્ય સામગ્રીઓ અથાણા. પાપડ,મીઠાઇ. ફરસાણ, લોટ, અરે હવે તો
રોટલી, ભાખરી ,પરોઠા, નાસ્તા બધુ જ મારકેટમા મળે છે.નવી પેઢીને બાહરની વસ્તુકે પેદાશ સામે વાંધો નથી એમને તો સહેલુ પડે. નોકરી કરતા યુગલ માટેતો આશીષરુપ.એસગવડની સામે ગુણવતાનો આગ્રહ જતો કરવો પડેતો ચલાવી લેવાનુ. કદાચ એમના બાળકોને બ્રેડકે રોટલી ને ઘંઉ ને ખેતર ને ખેતી વચ્ચે કાઇ સબંધ છે એ વિચાર પણ નહિ આવે કે  ગાય, ભેંસ, બકરી સાથે દુધને કોઇ નાતો છે. મને તો એવુ લાગે છે કે વિકસિત દેશોમા પણ જે ઝડપે ખેતરો અદ્રશ્ય થઇ રહ્યા છે એ જોતા ભવિષ્યની પ્રજાને શાકભાજી ,ફળૌ, અનાજ કે દુધદંહીને
માખણજેવી ડેરી ઉત્પાદિત ચીજોની ય જરુર નહિ પડે કારણ    પૃથ્વી પર માત્ર એક જ ઉદ્યોગ હશે. વિટામીનની ફેકટરીઓ. સવારના નાસ્તાથી માંડી સાંજ સુધી શરીરને જરુરી વિટામીનની સુચના કોમપયુટર પર મળી જશે. ઘરમા રસોડાની જરુર જ નહિ. બીજી ખાદ્ય સામગ્રીની જરુર જ નહિ. સમયના પ્રવાહને રોકી તો શકાતો નથી. કલ્પનામા પણ સ્વીકારવી એવી ઘણી બાબતો હકીકત બની સામે આવે
માણસ અનુકુળ થઇ જાય છે. એ જ તો માણસની ગોઠવાઇ જવાની ક્ષમતાથી એ જળ,જમીન ને રણમા રહી શક્યો છે.   તમને શું લાગે છે.? જરા જણાવજો તો ખરા

Thursday, September 8, 2016

મંદિર

વાંચકમિત્રો. આજે આપણે ધર્મના એક બાહ્ય અંગ વિષે ચર્ચા કરીશુ.' મંદિર' શબ્દ આપણા ધર્મ સાથે એટલો સંકળાયેલો છેકે એના વિના ધર્મની કલ્પના જ ન થઇ શકે. બન્ને એકબીજાના પર્યાય બની ગયા છે. આજના આધુનિક ને ભવ્યાતિભવ્ય મંદિરની ઉત્પતિ આરીતે સમજી શકાય.પૃથ્વી પર  માનવજીવનની શરુઆત, જીવનનુ બચપન, સંસ્કૃતીનુ પરોઢ. જીવનમા સરળતા. પવિત્રતા.જરુરિયાતો થોડી ને સાદી. એ સમયે ધર્મ જીવાતો હતો.આચારસંહિતા વંચાતી નહોતી પણ માણસના દરેક કામમા દેખાતી.ધર્મ અંચળો નહોતો પણ ત્વચા જેટલો અભિન્ન  હતો.વસ્તુ વેચાતી નહોતી પણ વંહેચાતી હતી. વસ્તુનો સંગ્રહ કરી કૃત્રિમ અછત ઉભી કરી જરુરિયાતને મજબુર કરીપોતાના શરણે લાવવા એરીતે સતા જમાવીને ધાક  ઉભી કરવાજેવી રાક્ષસી વૃતિ માણસમાં જન્મી નહોતી. આવા પવિત્ર વાતાવરણમા પૈસાનો જન્મ થયો. પૈસાએ તો માણસની માણસ તરીકેની  પહેચાન ભુલાવી દીધી.સમાજમા  એને આધારે લોકોનુ માન, સ્થાન નક્કી થવા લાગ્યુ.સામાજિક સ્વીકૃતિનુ માપદંડ બની ગયો ને લોહીને લાગણીના સબંધો ગૌણ બની ગયા. આપૈસો  એના બધા અનિષ્ટો સાથે મંદિરમા ગયો ને ભગવાનને ભરડામા લઇ લીધા.માયા એટલે કે લક્ષ્મી સાથે પરણાવીને પૈસા સાથે એનો કાયમી સબંધ સ્થાપી દીધો.ને સીધાસાદા મંદિરની જગ્યાએ શિલ્પસ્થાપત્યના નમુના જેવા મહાલયો ઉભા થયા.સંગેમરમરની મુર્તિઓ ને હિરના ચીર. જેટલુ મંદિર ભવ્ય એટલો ધર્મ વધારે અસરકારક.પછી તો એમા સતાની સાઠમારી ને રાજકરણ પ્રવેશ્યુ. આરીતે બાહ્ય શોભા વધી ગઇ પણ ધર્મ ભગ્ન થઇ ગયો.
પરિણામ એકે એ આજીવિકાનુ સાધન  કે વ્યવસાયનુ સાધન બની ગયો ને મુળભુત ઉદેશ નષ્ટ થઇ ગયો.ભગવાનનેય સલામતીની જરુર પડવા લાગી. મંદિરને ચોવીસ કલાકના રક્ષકોની  જરુર? અરે મગતરાઓ, ત્રિલોકનો નાથ, તમે એની શુ રક્ષા કરવાના હતા? અલબત તમે એને સર્વ શકિતમાન માનતા હોતો!દંભીઓ, ભક્તોને સાદગી ને જીભના ચટકા છોડવા સમજાવો છો ને ભગવાનને નામે છપ્પન ભોગ આરોગો છો.શા માટે અમુકને પ્રવેશનિષેધ  ને બાકીના પૈસા આપીને દર્શન કરી શકે.  ભગવાનના આંગણાય ભેદભાવ?પ્રસાદમા ય ભેદભાવ?શુ
ભગવાન ગરીબોનો નથી?ભગવાનને નામે પુજારી કે ભક્ત શહીદ થાય ત્યારે એ રક્ષા કરવા ત્રીજુ લોચન કેમ નથી ખોલતો?કોઇ સામાન્ય માણસનેય શંકા થાય કે અંહી ખરેખર ભગવાન છે કે કોઇ કુશળ શિલ્પી એ બનાવેલ સ્થાપત્યનો નમુનો છે?
 મારા મતે મંદીર એટલે મનની અંદર જાવ, ઇંટચુનાની ઇમારતમા નહિ. સવારમા જાગૃત થાવ , આખા દિવસના કામ વિચારો, કોઇ સત્કાર્ય  વિષે વિચારો, સારા સંકલ્પ  કરો. સાંજે પાછી તપાસ કરો. અજાણતા ય કોઇ ભુલ થઇહોય ખોટુ કામ થયુ હોય તો સુધારો ને ફરી પુનરાવર્તન ન થાય એ માટે જાગૃત રહો. જેમ દિવસને અંતે વેપારી જમા ઉધારનો હિસાબ રાખે  એમ જ મારા મતે આ જાગૃતિ એ જ મંદિર છે

વારસો કે વાતાવરણ?

સુજ્ઞ વાંચકો.આ સવાલ માનવજાતના ઉદભવ જેટલો જુનો ને જટીલ છે.બન્ને પક્ષે જોરદાર દાખલા ને દલીલો છે. આપણા ગુજરાતીમા વારસાનુસમર્થન કરતી સચોટ  કહેવત છે કે' તાણ્યો વેલો થડે  જાય'એટલેકે માણસના જન્મના સંસ્કારો એવી અસાવધ કે કટોકટીની પળે માણસના મન પર કાબુ લઇ લે છે. ધણી વખત અમુક પ્રકારના વર્તન પછી લોકો કહેતા હોય છે કે મે આવુ કેમ કર્યુ એ મને  ખબર નથી.બીજુ આપણા ધર્મ પુર્નજન્મને પ્રાધાન્ય આપે છે. માણસ પોતાના કર્મો પ્રમાણે અનેક યોનીમા ફરતો રહે છે. સારા કાર્યથી ઉતરોતર યોનીમા પ્રમોશન મળે ને છેલ્લે મનુષ્ય અવતાર. સારા કર્મો થી મોક્ષ મળે. જીવનુ અંતિમ લક્ષ.એટલે માણસ જન્મે ત્યારે કોરી પાટી જેવુ મન લઇને નહી પણ અનેક જન્મના સંચિત કર્મો ને પરિણામો લઇને જન્મે છે. આગળપાછળના હિસાબો પણ ચુકવવાના હોય છે જેને ઋણાનુબંધ કહેવાય છે. આને જ જન્મના સંસ્કારો કહેવામા આવે છે.એટલે જ એક જ માબાપના સંતાનો દેવ ને દાનવ, રાવણ ને વિભિષણ હોઇ શકે છે. એક જ ઘરમા ઉછરેલા સંતાનોમા આસમાન જમીન જેવો ફરક નવી વસ્તુ નથી. કારણ ગમે તેટલી માવજત કરોપણ બીજ કનિષ્ક હોય તો પરિણામ શુન્ય આવે. સામે વાતાવરણનુ સમર્થન કરનારા કહે છે કે માણસના ઘડતરમા એનો ઉછેર, ઘરનુ વાતાવરણ, આસપાસનો માહોલ, સમાજ, શિક્ષણ, ધર્મ વગેરે અનેક પરિબળો ભાગ ભજવે છે. વારસા જેવુ કાંઇ નથી.જે  ઘરમા લડાઇ,ઝઘડા, મારામારી,કુસુંપ હોય એવા માહોલમાંથી આવતા બાળકો ગુનાખોરી નો ભોગ જલ્દી બને છે. મોટાભાગના ગુનેગારોના કેસમા બાળપણની આ
કમનસીબ કેફિયત  જોવા મળે છે. કારણ બીજ ગમે તેટલુ ઉતમ હોય પણ એની માવજત  નથાય  કે યોગ્ય દિશા ન મળે તો વ્યકિત ને સમાજ બન્ને માટે ઘાતક નીવડે.         આસંદર્ભમા એક નાની વાર્તા રજુ કરુ છું. મિસ્ટર જોન પ્રખર સમાજશાસ્ત્રી  હતા. એમનુ દ્રઢ પણે માનવુ હતુ કે માણસ જે કાંઇ બને તે વાતાવરણની જ પેદાશ છે. વારસો એ તો નિષ્ફળ ગયેલા માણસ ને સમાજનુ આશ્ર્વાસન  કે બહાનુ છે. પોતાની માન્યતા સિધ્ધ કરવા એણે એક અમેરીકા ઇંડીયન એટલે કે અમેરીકાના મુળ લોકો એવી એક સ્ત્રીનુ બાળક દતક લીધુ. હવે આલોકોમા દારુ, કેફી પદાર્થોનુ સેવન, ધુ્મ્રપાન,તમાકુ ને એવા દુષણો સ્ત્રી પુરુષોમા સમાન છે. આએક બાબતમા સભ્ય જગતથી એ આગળ કહેવાય!!!. ઉપરથી ગરીબાઇ.એટલે બાળકને કુપોષણ જ મળવાનુ. આબધા દેખીતા કારણ છતાય એક સગર્ભા બાઇ જોડે કરાર કરી લીધા ને બાળકનો જન્મ થતા જ પોતાને લઇ આવ્યો. એકલો માણસ હતો. બાળક માટે ચોવીસ કલાક આયાની વ્યવસ્થા કરી. પૈસાથી ને એસમયે ઉપલબ્ધ સારવાર કરી. પણ બાળક નો શારિરીક ને માનસિક વિકાસ સંતોષકારક નહોતો. ધીમે ધીમે જાણ થઇ કે બાળક એટલે કે ચાર્લી 'દિવ્યાંગ' હતો. છતાય જોને આશા રાખી ને એવા માનસિક અપંગ બાળકોની સ્કુલમા દાખલ કર્યો. હજુ આશાહતી કે ભવિષ્યમા વિજ્ઞાનપ્રગતિ કરે ને આવા બાળકોનુ જીવન સુધારી શકાય. એમ ચાર્લી એકવીસ વર્ષનો થયો. એકવીસ વર્ષ પછી માણસ નાગરીક ગણાય ને અમુક અધીકારો ંમળે. એટલે આમહત્વનુ વર્ષ. જોને ચાર્લીની સાલગિરાહ શાનથી ઉજવવા પાર્ટીનુ આયોજન કર્યુ. એ વખતે ચાર્લી એના જેવા લોકો સાથે સરકાર સંચાલિત હોસ્ટેલમા રહેતો હતો. જોન એને લેવા જાય છે. પાછા ફરતા કારમા એને પુછે છે કે 'સન, હવે તું એકવીસ વર્ષનો થયો, આટલા સમયમા તુ શું શીખ્યો જીવનમાં'?અત્યાર સુધી સાવ શુન્ય બેઠેલા ચાર્લીની આંખમા એકદમ ચમક આવે છેને ચહેરો હાસ્ય થી ખીલી ઉઠે છે ને જવાબ આપે છે 'ડેડી, હવે મને દારુ પીવાનુ લાયસન્સ મળશે' કારમા સન્નાટો છવાઇ જાય છે. જોનની નિરાશા કે હતાશા પરાકાષ્ટા એ પહોંચી જાય છે. હાથ સ્ટીયરીંગ પરથી સરકી જાય છૈ ને કાર ધડાકા સાથે   ઝાડ સાથે અથડાય છૈ નેવાર્તા પુરી થાય છે ને એક જીવન પણ.    

Monday, September 5, 2016

વિકાસ કે વિનાશ?

આપણા ગુફાવાસી , વસ્ત્રવિહિન ને કાચુ માંસ ખાતા પુર્વજોના જીવન સાથે વર્તમાન સમયને સરખાવીએ ત્યારે આપણને પ્રગતીનો ખ્યાલ આવે છે. હજારો વર્ષો ને અગણિત લોકોના મહેનત ને  નિસ્વાર્થ ત્યાગના પરિણામે આપણે અનેક સુખસગવડ ભોગવીએ છીએ. અઢારમી સદીના અંતમા યુરોપમાં વૈચારીક ક્રાંતિ આવી. આપખુદ સતાધીશો ને જુલ્મી રાજાઓની સામે  બગાવત  થઇ. પ્રજાએ શાષકોને જગતમાથી ને જીવનમાથી પણ મુક્ત કરી દીધા. એ પછી વિકાસની અણથંભી યાત્રા આજે પણ ચાલુ છે.મુકત વિચારોની સ્વતંત્રતાએ પ્રજાને ઘણા વિચારકો આપ્યા.  એ સમયે રાજા જેટલી જ પકડ ઘર્મગુરુઓની હતી. એમની આપખુદી સામે ઘણા વિચારકો ને વૈજ્ઞાનિકોએ બલિદાન આપ્યા ને છેવટે યુરોપ જાગૃત પ્રજા તરીકે ઉભરી આવ્યો
આપણે ત્યા ઔધૌગિક ક્રાંતિ મોડી આવી. છેક બ્રિટીશરોના આગમન પછી. આમશીનોની આગમન સાથે  શ્રમજીવી ઉપરથી ભાર હળવો થયો. જે કામ પુરુ થતા વર્ષો લાગતા એ જ કામ મહીના દિવસો કે કલાક થવા લાગ્યુ.આપણા વડવા જે સ્વર્ગમાથી વિમાન લેવા આવશે એ રાહમા સત્કર્મ કરતાને અંત કાળ સુધી રાહ જોતા એ જ વિમાનમા આપણે જીવતેજીવ સફર કરી શકીએ છીએ.આજે આપણે નદીઓને નાથી એના પ્રવાહને કાબુમા લઇ આપણા લાભ માટે વાપરીએ છીએ.ધોધમાથી વિજળી પેદા કરીએ છીએ. પર્વતોને તોડી ફોડી એની અંદર ને ઉપર રસ્તા બનાવીએ છીએ. દુર્ગમ સ્થળોમા કે જંગલમા ય મહેલો ને સગવડ ઉભી કરીએ છીએ.  સબમરીન જેવા માધ્યમથી દરિયાનુ પેટાળ તાગી શકીએ છીએ. શરીરવિજ્ઞાન ને આરોગ્યના ક્ષેત્રે અનેક અસાધ્ય રોગોમા તબીબી સારવાર લભ્ય છે. માણસને આવા રોગોથી પીડાવુ પડતુ નથી. આયુષ્યમા ગણનાપાત્ર વધારો થયો છેતો જીવનમા સુખ સગવડ વધ્યા છે. દાખલાતરીકે દુરદેશાવર રહેતા લોકોને કટોકટીમા પોતાના સ્વજનોના સમાચાર પહોંચતા કે રુબરુ મળતા દિવસો લાગતા કારણકે આપણી પાસે સંદેશા કે વાહનવ્યવહારની સવલત બહુ જ પાંખી કે નહિવત હતી, આજે ટેલીફોન, સ્કાય પે ને ઇન્ટરનેટમા માધ્યમ થી સ્થળકાળનુ અંતર ઘટી ગયુ છે. હવે આવિકાસની બીજી બાજુ જોઇએ તો દરેક નવી શોધ આપવાની સાથે કંઇક માગે છે. કુદરતમા એટલે તો દ્વંદ્વ છે. ભાઇ શ્રી બિરેનભાઇના શબ્દોમા કહીએતો વિકાસનુ ચક્રઅવળૂ ફરે ત્યારે શુ થાય?વિકાસ જયારે સર્વાંગી નહોય માત્ર ભૌતિક કે વ્યકિતગત હોય, એનો ઉચિત ઉપયોગ કરવાની  કે એની પાછળના નિયમો કારણ કે પરિણામ સમજવાની  પરવા નહોય તો એ વાંદરાના હાથમા ગન આપવા જેવુ થાય. જેમ કે આપણે સાઇકલયુગમાથી કાર ચલાવતા થયા પણ આપણા રસ્તા તો પથ્થરયુગના રહ્યા ને આપણે કારને ય સાયકલની જેમ જ
ચલાવીએ તો પરિણામ રોજના હજારોની સંખ્યામાં જીવલેણ રોડઅકસ્માતો ને કરુણાન્તિકાઓ.વિકસીત દેશૌમા ય સમસ્યાઓ છે. વસ્તુઓના બેફામ ઉત્પાદન ને નિકાસ વડે જલ્દી પ્રગતિ સાધી લેવાની લ્હાયમા દેશની ખનિજસંપતિનો ઉપાડ,  મોટા મોટા કારખાના
ના ઉત્પાદન પછી પેદા થતો કચરો જેનો નિકાલ કરવાની જગ્યા નથી. દાખલા તરીકે અણુભઠ્ઠીમાથી પેદા થતો કચરો . એનો યોગ્ય નિકાલ કરવાનો ખર્ચ ઉત્પાદન કરતા ય વધી જાય ને નથાય તો પ્રજાના આરોગ્ય માટે ગંભીર ખતરો. વિકાસના ક્ષેત્રે અગ્રેસર બે દેશો અમેરિકા ને સોવિયેટ યુનિયન. જમીનમા આ દાટેલા આ કચરા યેન કેન પ્રકારે બહાર આવી નદીઓના પ્રવાહ ભળે, હવા પાણી ને જમીન દુષિત કરે, શારિરિક ને માનસીક આરોગ્ય કથળે. જાપાનમા સુનામી સમયે ન્યુક્લીયર પાવરમા તોડફોડ  થઇ ને જે ખતરો ઉભૌ થયો એ અણૂ બોંબ જેવો જ ઘાતક હતો. માણસની ભૂલ કે બદઇરાદાને કારણે આ જ વિકાસ પળભરમા વિનાશ સર્જી સકે છે. કુદરતના વિનાશમા ય નવા
સર્જનની આશીષ હોય છે પણ માનવસર્જીત વિનાશમા એવી કોઇ આશા નથી. વિકસીત દેશોમા એવી કેટલીય  શાપીત ધરતી કે નદી
ઓ કે માણસ તો ઠીક પણ જીવજંતુ કે વનસ્પતિ પણ પાંગરતી નથી.



Sunday, September 4, 2016

ઘડપણ કોણે મોકલ્યુ?

વયસ્ક મિત્રો, કુદરતના ક્રમ પ્રમાણે નાનપણમાં રમવાના, યુવાનીમા પ્રણયના રંગીન સપના ને વૃધ્ધાવસ્થામા અનાયાસે વૈરાગ્યના વિચારો આવે છે. શરીર સાથે મન પણ ધીમુ પડે છે.જો કે આ સમસ્યા નવી નથી.માત્ર આપણને સ્પર્શવા લાગે ત્યારે ચિંતન શરુ થઇ જાય છે.
 દુનિયાના બધા સજીવોની તુલનામાં માણસ જીવન કરતા મૃત્યુ  વિષે વધારે વિચારે છે. ખાસ કરીને ઢળતી ઉમરે જ્યારે તનમન શિથિલ થવા લાગે.પછી જુઓ કે માણસ સિવાયના પ્રાણીઓ દેહ વિસર્જન કરે ત્યારે પ્રકૃતિને કાંઇક પાછૂ આપતા જાય જેમ કે હાથી જીવતો લાખનો ને મરે સવા લાખનો. પશુ પંખી કે પ્રાણી મરીને અન્ય કીટક કે બીજા જીવનો ખોરાક બને પણ માણસ મરે તો સવા લાખનૂ નુકશાન કરતો જાય.છેલ્લી અવસ્થાની બીમારી, ચાકરી, દવાદારુનો ખર્ચ ને મર્યા પછી છ ફુટ જમીન પર કાયમનો કબજો જમાવે .ને અિગ્નદાહ આપો તો બેચાર વૃક્ષોનો ભોગ લેતો જાય. ક્રિયાકાંડ તો અલગ.  જીવનનો આ ક્રમ.સો વર્ષનુ આયુષ્ય તો વેદકાળમા દર્શાવ્યુ છે પણ મારી સમજણ પ્રમાણે સાંઠ  વર્ષ  છે. આપણો ખેતીપ્રધાન દેશ, બાકીના એનાપર નભતો કારીગર વર્ગ સુતાર, લુહાર, કુંભાર વગેરે. મશીન તો હતા નહિ. બધુ જ કામ હાથમહેનત ને હાડમારી વાળૂ. વિષમ વાતાવરણમા ય કામ કરવુ પડે. એટલે ચાલીસ પચાસની વયે પહોચતા તો માણસ હાંફી જતો. કદાચ એટલે જ નાની ઉઁમરે વિવાહ થઇ જતા ને ચાળીસ થતા થતા તો બીજી પેઢી ખેતીવાડી, ધંધા કે વ્યવહાર ઉપાડી લેતી ને આગલી પેઢી હાશકારો થતો. એ અવસ્થા એ પહોચતા કુદરતી દર્દો પુરુષને પ્રોસ્ટેટ ને સત્રીનુ રુતુચક્રના ફેરફારલઇને શારિરીક તકલીફો શરુ થતી. દવાદારુમા જે ગણો એ વનસ્પિના મુળિયા ને પાંદડા  ને વૈદ હતા એમા પણ કુશળ ઓછા ને ઉટવૈદ વધારે હતા. વૈદકશાસ્ત્રના નિયમો ખોટા નહોતા પણ કોણ ને કેવુ નિદાન કે દવા કરે છેએ પર બિમારનુ આયુષ્ય નિર્ભર રહેતુ. સર્પદંશ કે એવા ઝેરી જનાવરના ઝેરના મારણમા દવાને બદલે મંત્ર તંત્રનો જ આધાર હતો. શીતળા ઓરી અછબડા સામે રક્ષણાત્મક દવા નહોતી,એને માતાજીનો કોપ માની બાધાઆખડીનો આધાર લેવાતો.તો બાળમરણ ને પ્રસુતા મરણ નુ પ્રમાણ વધારે  હતુ.
 હવે આફરજીયાત નિવૃતિને કારણે સાજાનરવા ને કામની ધગશ ધરાવતા વયસ્કને સમાજની શરમેધરમે કામ છોડી દેવુ પડતુ. વડીલોને નિવૃતકરવામા દિકરા ગૌરવ અનુભવે. એમની સાચી સલાહ કે માર્ગદર્શન નવી પેઢીને દખલ રુપ લાગે . ધરમા જાણે વધારા કે નકામા હોય એવુ વર્તન થાયને વડીલો પણ એવુ અનુભવે. નવરો માણસ કરે શુ? તો ઘરમા ને બહારથી એક જ સલાહ મળે. ' દેવદર્શન કરો, કથાવાર્તા સાંભળૌ, મંદિર જાવ, જાત્રા કરો, પુજાપાઠ કરો,પણ કામ ન કરો. ન જાણે કામ કે શ્રમ તરફ આપણને કેમ સુગ છે? એટલે કોઇ વયસ્ક શ્રમ કે એવી મહેનત વાળુ કામ કરશેતો કેટલાય લોકો ઉકળી જશે. ' કોના માટે આ ઢસરડા કરો છો, આમોહમાયા છોડો, ભગવાનનુ ભજન કરો એજ સાથે આવશે. હાથ પગ ભાંગશે તો છોકરાઓને ઉપાધિ, એક બાજુ બેસો કામકરવા વાળાને નડો નહિ, ચોરે બેસીને આખા ગામની ચોવટ કરો , બેઠા બેઠા કંટાળો પણ કામ ન કરો'. આ નકારત્મક વિચારો ને નકામાપણુ માણસની આવરદા ઓછી કરવા મા ભાગ ભજવે છે. જીજીવિષા ઓછી થઇ જાય. પચાસપછી માણસ વનપ્રવેશ કરે. એકાવન, બાવન, એમ સાંઠ વર્ષ  વન પસાર કરીજાય  તો એક ઘાત ગઇ કહેવાય.આ ઉપરાંત બેઠાડુ જીવન એક બીજી શારિરીક બિમારી નોતરે છે.એ વયે મોટાભાગના લોકોને દાંત નબળા પડે. ખોરાક બરાબર ચાવી ન શકાય ને ઉપરથી બેઠાડુ જીવન . એટલે અપચો, કબજીયાત, ગેસ ને એવા આંતરડાનો રોગોથાય ને માણસ ચિડીયોથઇ જાય, વાતવાતમા વડચકા ને ઘરમાં કંકાસ માણસને વધારે હતાશ કરે.પોતાની અવગણના થતી હોય એવુ અનુભવે.ત્યારે ' શત જીવ શરદ કે આયુષ્યમાન ભવ'આર્શીવાદ શ્રાપ જેવા લાગે. આપણા શાત્રોએ સો સાલનુ આયુષ્ય કહ્યુ હોય પણ સાથે કામ કરતા કરતા નહિ કે રિબાઇ રિબાઇને. કોઇએ સાચુ જ કહ્યુ છેકે કેટલુ જીવ્યા એ મહત્વનુ નથી કેવુ જીવ્યા એ મહત્વનુ છે.
આગળ જોઇએ તો શરીરવિજ્ઞાનના વિકાસ ને એલોપોથી દવાના આગમન પછી આશારીરિક દુઃખદર્દ મા રાહત થઇ છે. અમુક દર્દોનુ નિવારણ થઇ શકે છે.પણ આ બોનસમા મળેલા આયુષ્યનુ શુ કરવુ?કારણકેસામાજિક વલણમા બહુ ફરક પડ્યો નથી.
પણ સામાજિક માળખૂ બદલાઇ ગયુ છે. નોકરી ધંધાના સાચા કે ખોટા કારણોસર સયુક્ત પરિવારો વિખરાવા લાગ્યાા છ
ા છે. દેશાવરની ઘેલછામા યુવાનો માબાપને એકલા તો ક્યાકેક નોધારા છોડી દે છે.માતૃદેવો ભવ કે પિતૃદેવો ભવ'ની
ભારતીય સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે.આને કદાચ એલોપોથી દવાની આડઅસરની જેમ વિકાસની આડઅસર કહી
શકાય. જોકે આપણે યુવાપેઢીનો દોષ ન કાઢી શકીએ. એમને પણ એમના સપના છે.
એ પણ હકીકત છે યુવાનીમા માત્ર ને માત્ર સંપતિ મેળવવાની લહાયમા આપણી પાસે એકપણ એવો શોખ કે એવી
આવડત નથી કેળવી કે નિવૃતિમા એને આધારે પ્રવૃતિમાન રહી શકીએ.પૈસા સિવાયના વળતરવાળી દરેક પ્રવૃતિ
આપણા સમાજમા નકામી ગણાય છે. એટકે લાંબુ આયુષ્ય કયારેક વરદાન નહિ પણ શ્રાપરુપ લાગે છે.
આજના માહોલમા તો ધરડાધરો એ જ ઉકેલ લાગે છે.   હા એક વાત કે હવે રક્તદાન ને દેહદાન વિષે થોડી જાગૃતિ આવી છે, નાશવંત શરીર આ રીતે જતા જતા ય થોડી સેવા પાછળરહેલાને કરીશકે  તોય જીવન સાર્થક . આબાબતમા  જાગૃતિ આવે એ ઇચ્છનીય છે.