Saturday, December 31, 2016

આઝાદી ભાગ ૧

    મધરાત  થવા આવી હતી,   હજુ પણ જાગતા અરુણાબેને કરવટ બદલીને અમુલભાઇ તરફ જોયુ. નાઇટલેમ્પના ઝાંખા અજવાળામાં આંખો બંધ કરીને સુતેલા લાગતા અમુલભાઇ જાગે છે એ એને સમજાઇ ગયુ, બન્નેના ઉજાગરાનુ કારણ હતુ એમની લાડલી 'આઝાદી' અથવા આરોહી.છેલ્લ્ા થોડા સમયથી એનુ વર્તન ચિંતાજનક   લાગતુ હતુ.ગમે ત્યારે બહાર જવુ, રાત્રે મોડા ઘેર આવવુ,એની પ્રવૃતિ વિષે પુછાય નહિ.વજુદ વિનાના  બહાના, સામે દલીલ કરવી,તોછડાઇથી જવાબ આપવાના,  મન પડે ત્યારે ખાવાનુ , નહાવાનુ સુવાનુ માનો કે બધો નિત્યક્રમ અનિયમિત થઇ ગયો હતો.  હજુ મહિના પહેલા એના સોળ વરસ પુરા થયા હતા. લાગતુ હતુ કે યૌવનનો પ્રથમ સ્પર્શ જાણે ઝંઝાવત બનીને આવ્યો હતો!  આરોહી અમુલભાઇ ને અરુણાબેનનુ એકમાત્ર સંતાન. બન્ને પતિ પત્નિ એમની યુવાનીમાં કારકીર્દી બનાવવાની ધુનમા હતા. જીવનમાં કાઇક કરી બતાવવુ,ઉન્નતિના શિખર સર કરવા આવા અનેકવિધ સપના ને એને સાકાર કરવા મહેનત પણ કરી હતી.આમ તો લગ્ન જ મોડા કર્યા ને આવી મહત્વાકાંક્ષા. પરિવારના વિસ્તાર માટે વિલંબ થઇ ગયો. એટલે ચાલીસી પછી આરોહીનો જન્મ. પછી એને માટે ભાઇ કે બેનનો આગ્રહ જતો કરેલો.       હવે પાછલી વયે જન્મેલા સંતાનને પોતે કેટલો સાથ આપી શકે  એ  વિચાર સતાવતો.બન્નેના પરિવાર સાસરુ કર પિયરમાં જરુર પડે ત્યારે માર્ગદર્શન કે હુંફ આપે એવુ કોઇ નહોતુ.તો  સુખદુઃખમાં  સહભાગી થાય એવા ભાઇ ભાંડૂ પણ નહિ હોવાના. એટલે બન્નેએ સમજીવિચારીને એનુ ઘડતર કર્યુ હતુ.    આરોહીને બચપણથી જ પોતાના નાના નાના કામ જાતે કરીલેવાની ટેવ પાડેલી. જેથી એનામાં સ્વાવલંબન ને આત્મવિશ્ર્વાસ ખીલે. ને બીજા લોકો પર ઓછામાં ઓછો આધાર રાખવો પડે. જાતે જચાલીને સ્કુલમાં આવે જાય. પોતાની જરુરી સામગ્રી જાતે જ ખરીદી લાવે. વાલીની જરુરિયાત સિવાયની સ્કુલનુ દરેક કામ જાતે કરી નાખે.થોડી મોટી થતા ગમે એવા વાહનની ભીડભાડમાય સાઇકલ ચલાવીને સ્કુલે જાય.  એટલે પરંપરાગત ભારતીય કન્યા કરતા અલગ તરી આવે.       જમાને જમાને નીતિનિયમો  ને સારા નરસાની વ્યાખ્યા બદલાતી  રહે છે. હજુ થોડા જ વરસો પહેલા જ દિકરીને 'પારકી થાપણ' માનીને એનો ઉછેર એના ભાવિ પરિવારએટલે  કે સાસરીમાં એ ઓછામાં ઓછા સંધર્ષ  સાથે ગોઠવાય  શકે એ રીતે કરવામાં આવતો. એને કયારેક પોતાના ઘડતરથી બિલકુલ પરિવારમાં જીવવાનુ પણ થાય  એ ધ્યાનમા રાખીને  એ નમ્ર, સુશીલ, આજ્ઞાંકિત, શાંત, ચુપચાપ અન્યાય સહન કરી લે,પતિને વડીલોનો પડ્યો બોલ ઝીલે એવી સહનશીલ છોકરી ડાહી ગણાતી. વરપક્ષે આવી જ કન્યાની માંગ રહેતી.         એમાં સમય પ્રમાણે થોડા ફેરફાર થયા છે. હવે મોટાભાગના પરિવારોમાં વડ જેવા વડીલોની ઓથ નથી હોતી. તો ભીડ પડે ત્યારે નમાયા,નબાપા કે અનાથ બાળકોની જવાબદારી લેવાવાળા કાકા,મામા,મોટાભાઇ કે બહેનો પ્રમાણમાં ઓછા થતા જાય છે. વ્યકિતગત વિચારસરણી વધતી જાય છે. કુટુંબભાવના ઓસરતી જાય છે. આવા સંજોગોમાં 'લજ્જા સ્ત્રીનુ ભૂષણ' એવા સુત્રો હાસ્યાસ્પદ લાગે છે.સ્ત્રીઓને ચાર દિવાલ છોડીને આજીવિકા માટે પુરુષોની દુનિયામા નીકળવુ પડે છે. પોતાના હક ને રક્ષણ માટે લડવુ પણ પડેછે. એમા પણ આરોહી જેવા એકલા સંતાનને તો ખાસ.           આરોહી સોળ વરસની થઇ ને એના જન્મદિને અમુલભાઇએ સ્કુટર  અપાવ્યુ.'સોળ વરસે દિકરી સ્ત્રી બની જાય.સોળે સાન  એમ કહેવાય. તુ હવે પુખ્ત ગણાય. સ્વતંત્ર. તારી જીંદગીના નિર્ણય તારે લેવાના'
 બસ, અહીથી જ સંધર્ષ શરુ થયો. હાથમાં સ્કુટર આવતા જ આરોહી જાણે દુનિયા સર કરવા નીકળી હોય એવા નશામાં એની ઉંમરના છોકરા  છોકરીના વૃંદમા ફરવા લાગી.   ' તમે વાહન આપીને  જાણે વાંદરાને દારુ પાવા જેવુ કર્યુ છે. ' અરુણાબેને હતાશાથી કહ્યુ
  ' વાહન અપાવવાનો મારો આશય એ હતોકે રાતવરત  કોકના સ્કુટર પર જાય, બહાના બતાવે કે જેની સાથે ગયા હોઇએ એની રાહ જોવી પડે. એટલે વહેલા મોડુ થાય. ' અમુલભાઇએ પોતાનો બચાવ કર્યો.    ' ને હવે નવુ બહાનુ,આને લેવા ગઇ હતી ને આને મુકવા ગઇ હતી.ગેસ ખલાસ થઇ ગયો હતો ને ગેસની લાઇન લાંબી હતી. રસ્તામાં ત્રાફિક હતો .વગેરે. સરવાળે પરિસ્થિતિ તો એ જ રહી ને. ' અરુણાબેને બળાપો કાઢ્યો.        પતિ પત્નિ એક વાતે નસીબદાર હતા કે એમની અંગત જીંદગીમા અહમનો ટકરાવ નહોતો.બન્ને બૌધ્ધિક ને શૈક્ષણિક સ્તરે સમાન હતા. પરસ્પર આદર નેસમજણ હતી.  એટલે એકબીજાની  વિરોધને મેણાટોણા  માનીને સામસામી દલીલો કરીને ઝધડા કરવા ને બદલે સમજવા પ્રયત્ન કરતા.કોઇ પણ સમસ્યામાં એકબીજાનો વાંક કાઢવા કરતા સાથે મળીને ઉકેલ લાવતા. આવુ આદર્શ યુગલ હતુ તો સામે સ્વતંત્ર કરતા સ્વચ્છંદી દિકરી હતી.     એટલામાં નીચે સ્કુટર નો અવાજ આવ્યો.દાદરા પર સેન્ડલનો ઠક ઠક ઉતાવળો અવાજ સંભળાયો.  અમુલભાઇએ  અરુણાબેનના હાથ પર હાથ મુક્યો. 'તુ અહી જ રહેજે. તું કશુ બોલીશ એટલે વાત દલીલ પર ચઢી જશે. આટલી મોડી રાતે બોલાચાલી સારી નહિ. હુ એને શાંતિથી સમજાવવા કોશિશ કરુ છું.      એણે બતી જલાવી. બેઠકરુમમા સોફા પર  બુક લઇને બેઠા. ત્યા ઘંટડી વાગી. પણ બારણુ ખોલવાને બદલે એ એમ જ બેસી રહ્યા. ચાર પાંચ વાર બેલ વગાડીને થાકેલી આરોહીએ છેવટે  ખિસ્સામાથી ચાવી શોધીને   જાતે બારણુ ખોલ્યુ.  અંદર આવીને જોયુ તો પપ્પા સામે જ સોફા પર  જાગતા જ બેઠા હતા! એ થોડી ચીડથી બોલી.' આ શુ, તમે ઘંટડી નહોતી સાંભળી?  બારણુ કેમ  ન ખોલ્યુ?

Friday, December 30, 2016

થાપણ ભાગ ૨

આગલા અંકથી ચાલુ   આ પ્રમાણે બંદિશ દાદા દાદી ને પછી મા ની છત્રછાયામાં મોટો થયો.પછી તો પ્રભુદાસનુ આવવાનુ ક્રમશઃઓછુ થઇ ગયુ. પણ સરોજબેને કયારેય એ વિશે અફસોસ ન વ્યક્ત કર્યો. જેવુ હતુ એવુ જીવન જીવી નાખ્યુ. ને જીવનના અંતે પ્રભુદાસ પાછા આવ્યા. જીવન ને પરિવારની જાણે વિદાય લેવા જ. તન મનથી ભાંગી પડેલા ને રોગોથી ઘેરાયેલા.સરોજબેને કોઇ મેણા ટોણા કે વાંધાવચકા વિના મહિનોમાસ સેવા કરી. આ આખરી ઋણ સ્વીકારી એણે સંસારમાથી વિદાય લીધી.  સરોજબેન ફરી એકલા થઇ ગયા.     બંદિશ એવખતે ચોવીસ વરસનો થઇ ગયો ને ભણવાનુ પુરુ થતા જ સારી નોકરી મળી ગઇ હતી. હવે છોકરીની તલાશ હતી. સુમતિને એ જાણતો હતો. સરોજબેનને પણ પસંદ પડીને  બન્નેના વિવાહ ગોઠવાયા.   સુમતિને ટુંક સમયમાં ખ્યાલ આવી ગયો કે બંદિશ સંપુર્ણ પણે મા ના કબજામાં છે. મા ની કોઇપણ વાત સારી કે નરસી,સાચી કે ખોટી   તપાસ કર્યા વિના શબ્શઃ સ્વીકારી લેછે.  કારણ  એ મા આગળ જ મોટો થયા હતો. પપ્પા તો એના નામ પાછળ જોડવાનુ એક લટકણીયુ જ હતા.  ફોટામાં ને કયારેક  મહેમાન તરીકે જોયા હતા. પિતા પુત્ર વચ્ચે જે લાગણીનુ આદાનપ્રદાન કે આત્મીયતા  હોય એ સબંધ વિક્સ્યો જ નહોતો. એટલે પપ્પા એને માટે અજનબી  છેક સુધી રહ્યા પુરુષની હેસિયતથી દુનિયાને જોવાની ને મુલવવાની સમજણ એને મા આગળથી મળી હતી. પરિણામે પતિ કે પુરુષ તરીકેની એની ફરજ કે બે સ્ત્રી વચ્ચે સતાનુ સમતોલન  કેમ રાખવુ?એ કુનેહ એની પાસે ક્યાથી હોય?  એ તો  નાનપણથી મા ના આંસુ, કરડાકી.  વહાલ કે શિક્ષાને વશ થઇ જતો.તો સુમતિ જેવી સરળ છોકરીનુ શુ ગજુ કે એ પોતાની હાલત એને સમજાવી શકે?      એક દિવસ એ ખુશખુશાલ ઘેર આવ્યો. ને સરોજબેનને સમાચાર આપવાની સાથે સંમતિ માગી.'મા. મારી કંપનીની એક શાખા દુબઇમાં ખુલવાની છે. કંપનીના માલિકની ઇચ્છા મને ત્યા ચિફ એન્જીનીયર તરીકે મોકલવા માગે છે. તારુ શુ  કહેવુ  છે?'આટલુ સાંભળતા તો સરોજબેન આનંદથી ઉછળી પડ્યા. ' અરે, આવી તક હાથમાંથી જવા દેવાય?હા પાડી દે. જુવાનીનો આ સમય જ કમાવા માટે જ હોય છે.હુ ને સુમતિ અહી રહીશુ' એણે બધાના વતી નિર્ણય જાહેર કરી દીધો.       સુમતિ બાજુની રુમમાં ઉભી ઉભી મા દિકરાની વાતો સાંભળતી હતી.  બંદીશના વિદેશગમનથી એ ઘડીભર ખુશ થઇ. ચાલો. હવે સાસુની કેદમાથી મુક્તિ મળશે. છેવટે બંદિશ મારો થશે. પણ સાસુનો  ફેંસલો સાંભળતા એ ઠરી જ ગઇ. એને સમજાઇ ગયુ કે મા એ હા પાડી દીધી પછી સુમતિ ગમે એટલા ધમપછાડા કરે. કાઇ વળવાનુ નહોતુ. હવે તો એક સારા સમાવાર આપવાનો એનો ઉત્સાહ ઓસરી ગયો. એને ખાતરી થઇ ગઇ કે બંદિશ વિવેક ખાતર પણ એની સંંમતિ માગશે નહિ.  કારણ હંમેશની માફક શ્રવણે માથુ નમાવીને આદેશ માની લીધો હતો!    એ નિરાશ થઇ. એને પોતાના ગર્ભમાં પાંગરતા બાળકના ભવિષ્યના વિચારો આવવા લાગ્યા,  એનુ બાળક પણ એના બાપની જેમ જ જન્મ લેશે ને  બાપની હયાતી છતા નબાપાની જેમ ઉછરશે.  એના જન્મ સમયે બંદિશ હાજર નહિ હોય ને એને કાઇક થઇ જાય તો બાળકની ભલામણ કોને કરશે?.એને એ સિવાય પણ ઘણુ પુછવાનુ  હતુ, ' એકલા જવાના કે મને સાથે લઇ જશો?  કેટલુ રહેવાનુ થશે? જવુ જ પડેએમ છે?વચ્ચે મને મળવા તો આવશો ને? કદાચ મને કાઇ થાય તો પાછા આવશો ને?     કાઇ નહી તો આપણા બાળકના જન્મ સમયે  તો આવશોને  ?  પ્રેમાળ પત્નિ માટે આવા સવાલો સહજ હતા. પણ એને સવાલ પુછવાનો મોકો જ નમળ્યો તો જવાબ કયાથી મળે?       સરોજબેને આ નવા સમાચારને ય પોતાના અભીપ્રાયની તરફેણમા ફેરવી દીધા. બંદિશ'
નો થોડો કેય વિચાર  સુમતિને સાથે લઇ જવાનો હોય તો. 'દિકરા, પારકા પરદેશમાં આવી હાલતમાં એને લઇ ન જવાય.અજાણ્યા મુલકમાં આવા પ્રંસગે  તમને કોણ સહાય કરે?સુવાવડ માં ગમેતે થઇ શકે. તુ કામ કરે કે આને સાચવે? 'એમની વાત અમુક અંશે વ્યવહારુ પણ હતી. ને ઉપરથી હૈયાધારણ પણ અાપી.' અમે સાસુ વહુ અહી રહીશુ ને બાલકને ઉછેરશુ. તારી રાહ જોઇશુ. માટે કાઇ ચિંતા કર્યા વિના ઉપડી જા' બંદિશ શું બોલે? મા આગળ બધી સમસ્યાના ઉકેલ હતા. સુમતિને મનમા જ થયુ. 'હા તમે જેમ તમારા  દિકરાને મોટો કર્યો એમજહવે મારા દિકરાને પણ ઉછેરવા માગો છો.  એક વખત  તમે પણ યુવાન હતા એ સમયની તમારી તડપન ને વસમો વિયોગ યાદ કરો. મનેય મારા પતિ સાથે જિવવાના કોડ તો હોય  ને' પણ આબધુ બહેરા જોડે વાત કરવા જેવુ હતુ!પોતાના માણસને જ સહજીવનનો ઉલ્લાસ ન હોય તો બીજાને કોસવાથી શું ફાયદો ?  હા, જતા જતા એટલો દિલાસો આપતો ગયો કે અત્યારે વહેલો જાઉ તો મારા બાળકના જન્મ સમયે વેકેશન  મંજુર થઇ જાય ને'     સુમતિને તો આમ પણ અહી જ રહેવાનુ હતું એના માબાપ તો વૃધ્ધાશ્રમમાં જતા રહ્યા હતા. કવચિત ભાઇની ટપાલ આવતી તો એ કયારેક માબાપની મુલાકાત  લેતી. એટલો જ પરિવાર, આ સિવાય એની ઉંમરની આસપાસની મહિલાઓ જોડે વાર તહેવારે તો પોતાની ખરીદી કરવા બહાર જતી. એસિવાય બહાર જવાનુ કોઇ કારણ ન રહેતુ. બંદિશનુ મિત્રમંડળ મોટુ હતુ. એ બધા આવો કોઇ પિકનિક કે પ્રવાસે જતા હોય કે મનોરંજન માટે સિનેમા નાટક માં જતા હોય ત્યારે સુમતિને આગ્રહ કરતા. પણ મિત્રદંપતિના સમુહમાં એ વધારે એકલતા અનુભવતી.ત્યારે એને બંદિશ બહુ યાદ આવતો.     આબધુ સરોજબેનની નજર બહાર નહોતુ. એને ચિંતા થવા લાગી કે આની નજર હવે બહાર ભટકવા લાગી છે, એવુ થાય તો દિકરાને કેવો આઘાત લાગે? ઘરનુ માણસ જ્યારે પરિવાર માટે ઘસાતુ હોય. ભુખ દુઃખ, ઉજાગરો વેઠતો હોય, ત્તારે એની પીઠની રક્ષા કરવાનો ભાર ઘરના લોકો ઉપર હોય. એણે પોતે પણ આવો જ ભોગ આપ્યો હતો.    એણે સુમતિને કડક જાપ્તામાં રાખવા માંડી.  બંદિશ અહી હતો ત્યારે એના મિત્રો એકલા કે પરિવાર  સાથે આવતા કે બધા સાથે બહાર જતા એ બરાબર હતુ. એ ગયો ત્યારે એના મિત્રોને ભલામણ કરતો ગયો હતો સુમતિનુ ધ્યાન રાખવાની ને જરુર પડેતો મદદ કરવાની. એ અનુસાર બંદિશના મિત્રો કયાય મળે તો સમાચાર પુછે કે કાઇ કામકાજ હોય કે કાઇ મુશ્કેલી હોય તો મદદ કરે. એમાટે ઘેરપણ આંટો મારી જાય. તો મિત્રપત્નિઓ પણ એમને ઘેર આવવા આગ્રહ કરે કે કયાય ગ્રુપમા જતા હોય તો જોડાવા આગ્રહ કરે.        પણ  સરોજબેનની શંકાની સોય સળવળી. એણે બંદિશના મિત્રોને એક યા બીજા બહાને બંધ કરી દીધા. સારા ઉપાય તરીકે કયાય એકલી મુકવાની જ નહિ. બજારની ખરીદીથી માંડી બધે સાસુવહુ સાથે જ જાય.

થાપણ ભાગ ૩

ંઆગલા અંકથી ચાલુ   હવે પરિસ્થિતિ એવી થઇ કે સુમતિ ઉપર ચોવીસ કલાકનો પહેરો ગોઠવાઇ ગયો ને એમાં પણ આજે હદ થઇ ગઇ જેરીતે એ અવિનાશ તરફ તાકી રહી હતી. જો કે સુમતિના મનમા જે મંથન ચાલતુ હતુ એ અલગ હતુ.પણ સરોજબેનને વહેમ પાકો થઇ ગયો. વહેલા મોડુ કાઇક અનિષ્ટ બનશે. એટલે દિકરાને અગાઉથી ચેતવી દેવો કે આ બાઇના લક્ષણ સારા નથી.માટે વહેલી તકે એની ફારગતી  કરી નવો સંસાર વસાવી લે. આતો લગામ વગરનો ઘોડો ને લાજ વગરની બૈરી જેવો ઘાટ છે.  તારા જેવા કમાઉ જુવાનને  તો એક કરતા એકવીસ મળી રહે.   એણે સુતા પહેલા પત્ર લખી નાખ્યો.એજ રાત્રે  એ ભરઉંઘમાથી ઝબકીને જાગી ગયા. પ્રભુદાસનો અવાજ સંભળાયો. કયારેય નહિ ને આટલા વરસે? સાથે સાથે જે ચહેરો વરસોથી લગભગ ભુલાઇ ગયો હતોએ સ્પષ્ટ દેખાયો.  એની આંખોમાં નારાજગી ને દર્દ હતુ તો અવાજમાં ઠપકો.' સરોજ જીવતા તો તને કોઇ દિવસ આજ્ઞા કરી નથી.તુ તારી રીતે સ્વતંત્ર જીવી છે. પણ આજે મારે કબરમાથી ઉઠીને આવવુ પડ્યુ છે. કારણકે તુ તારા દિકરાનો સંસાર સળગાવવા ઉભી થઇ છો. શુ  તને સુમતિનો તરફડાટ નથી દેખાતો? નથી સમજાતો? આપણે જે રીતે જીવ્યા કે જે દુઃખ વેઠ્યુ  એ એણે પણ વેઠવુ જોઇએ  એવો કોઇ નિયમ ખરો? શુ આ પણ  તારા એટલે કે સાસુ તરફથી વહુને વારસો આપે છે ?   શા માટે તું એની ચોકીદાર બની બેઠી છે? એને તારી કેદમાથી મુક્ત કરી દે. એને એનુ જીવન એની રીતે જીવવા દે. આજે જમાનો બદલાઇ ગયો છે. સમાજની શરમ નથી રહી. નીતિ નિયમો શિથીલ થઇ ગયા છે. પ્રલોભનો વધીગયા છે. માણસને લપસી પડતા વાર નથી લાગતી. પછી એ તારો દિકરો હોય કે કોકની દિકરી હોય. તારા દિકરાને સોંપી દે એની અમાનત.તુ મુક્ત થઇ જા. કારણ કે તારી ચડામણીથી જો કાઇ અનિષ્ટ બનશે તો એ બન્નેની સાથે એક  ગભરુ બાળકની જિંદગી બરબાદ થશે ને તુ જવાબદાર ગણાઇ જઇશ. એટલામા સમજી જા જા જા "  સાથે એ અવાજ ક્ષીણ થતો ગયો. સમણુ ઉડી ગયુ. પણ સરોજબેન જાગી ગયા તનથી ને મનથી પણ.   એણે બંદિશને બીજે જ દિવસે વિગતવાર પત્ર લખી વતનમાં આવી જવા આદેશ આપી દીધો.    આખરે આપણે ત્યા જીવતા નહિ પણ મૃત સ્વજનોની  આજ્ઞાનુ વધારે પાલન થાય છેને બીક તો ભુંડી  છે ત્યારે.   સંપુર્ણ

Thursday, December 29, 2016

થાપણ ભાગ ૧

  સોળે કળાએ ખીલેલો વૈશાખનો સુર્ય આખી દુનિયાને સગડીની માફક શેકીને અંતે થાકીને  ક્ષિતીજમાં ઢળ્યો ત્યારે આખો દિવસ  ઘરમાં પુરાયેલા ને કંટાળેલા  માનવીઓ ને ખાસ તો બાળકો બહાર  જવા માટે ઉતાવળા થવા લાગ્યા.        બહુમાળી ઇમારતના પહેલા માળે ફ્લેટમાં રહેતા સરોજબેને હજુ તો બારણુ ખોલ્યુ ત્યાજ એમનો ત્રણ વરસનો પૌત્ર સમીર એની મમ્મી સુમતિનો હાથ પકડીને બહાર ઘસડી ગયો.     આંગણામાં ઝાડની  નીચે હિંચકો મુકેલો હતો. સમીર હિંચકા પર ગોઠવાઇ ગયો. સુમતિએ એક હળવો હિંચકો નાખ્યો ત્યા એને પાછળથી સ્કુટરની ઘરઘરાટી સંભળાઇ. એણે પાછળ ફરીને જોયુ તો એનો પાડોશી અવિનાશ મહેતા. એણે પહેચાનભર્યુ સ્મિત કર્યુ તો સુમતિએ સ્મિત સાથે જવાબ આપ્યો.       સ્કુટરનો અવાજ સાંભળતા જ ફ્લેટનુ બારણૂ ખુલ્યુ ને અંદરથી સુરમ્યા મહેતા ને સમીરની ઉંંમરનો સાહિલ  ઉતાવળે બહાર આવ્યા. સાહિલે  અવિનાશ પાસે જવા હાથ લંબાવ્યા. અવિનાશૈ એને ઉંચકી લીધો. ને એક પ્રેમસભર નજર સુરમ્યા તરફ નાખી. જાણે નજરોથી એને પણ ઉંચકી લીધી. એની કમરે હાથ વિંટાળી હસતા રમતા ત્રણે જણ અંદર ગયા.
    કેવુ સુંદર પારિવારિક મિલન હતુ?એક સમર્પિત પિતા ને પતિ,  પ્રેમાળ પત્નિ ને માસુમ બાળક. એમના આનંદતી છલકાતા ચહેરા. સુમતિ એ બંધ બારણા સામે તાકી રહી.નિસાસો  નાખ્યો. પોતાની જિંદગીમાં આવો એકપણ દિવસ નથી આવ્યો ને આવશે કે કેમ.એ પણ શંકા હતી. અરે સરોજબેન જેવી સાસુ તો આવા દ્રશ્યની કલ્પના પર પણ કાતર ચલાવી દે!      સાચે જ સરોજબેન બારીમાથી કયારનાય એની હિલચાલ જોઇ રહ્યા હતા, જાણે નીતિનિયમના ચોકીદાર! મનમાં ધુંધવાતા હતા'.શું જોઇ રહી  હશે પરાયા મરદને?  લાજશરમ જેવુ કાઇ નથી.અરે, પતનના પગથિયા આમ જ શરુ થાય. નજર જ્યા ત્યા ભટકવા માંડે.લાગ મળે તો વાતચીત થાય. વાત આગળ વધે પછી મળવા માટે મન લલચાય નેઅનુકૂળ સમય શોધે. પછી તો જેણે મુકી લાજ એને નાનુ સરખુ રાજ.' મનમાં બબડતા હતા. એમાં ય પાછૂ આનુ તો વિશેષ ધ્યાન રાખવુ પડેે એવુ હતુ.કારણ એ એના દિકરા બંદિશની થાપણ હતી. દિકરો  મા ને ભંરોસે એની પત્નિ ને બાળકને મુકીને પરદેશ ખેડતો હતો.એટલે યુવાન પુત્રવધુની નજર ભુખી નજર ક્યા ફરતી હતી ને  હજુએ બંધ બારણે જઇને અટકી છે એ જોયા પછીએને ભય લાગ્યો કે આનો ચોકી પહેરો રાખવો પડશે. નહિતર કયારેક ભવાડો કરશે, એમ થાય તો દિકરાને તો પીઠ  પાછળ ખંજર ભોકવા જેવુ જ થાય.         એણે બહાર આવીને  જરા કડક ને સત્તાવાહી અવાજે એને ધમકાવી.'આમ પારકા મરદને તાકી તાકીને જોઇ રહેવુ એજુવાન બાઇમાણસ માટે  સારા લક્ષણ ન કહેવાય. આવી શંકા કુશંકા  પારકાનો તો ઠીક પણ તારો પોતાનો સંસાર સળગાવી દે.જા અંદર જઇને બેસ. હુ સાહિલને રમાડુ છુ'            એ અંદર ચાલી ગઇ. પણ નજર આગળ થોડીવાર પહેલા જોયેલુ મનોરમ દ્રશ્ય મનોપટ પર એવુ છવાઇ ગયુ હતુ કે જાણે   એનો પીછો  જ છોડતુ નહોતુ.જો આપી શકાતો હોત તો એણે સાસુને બધો જ ખુલાસો કર્યો હોત. કે એ  પુરુષને નહોતી તાકી રહી પણ એનામાં રહેલા પતિ ને પિતા તરીકેના પ્રેમને જોઇ રહી હતી. એવા જ મિલનનો તલસાટને એવી જ મધુર પળો જેએને સાંપડી જ નહોતિ.  એને માત્રપોતાના માટે પતિ જ નહિ પણ દિકરા માટે બાપ પણ જોઇતો હતો!  પણ આવુ મનોમંથન વ્યક્ત કરવાનો કોઇ અર્થ જ નહોતો. કારણ સાસુ આ બધુ સમજવા  કે સાંભળવા તૈયાર જ નહોતા. કે પછી આ બધુ એની સમજણ બહારની વાત હતી. કારણ કે એનામાં એટલી ય સંવેદના હોત તો યુવાન દંપતિને આમ અલગ અલગ જીવવા માટે દબાણ કર્યુ ન હોત.    બંદીશ તે સુમતિનો પતિ. સરોજબેનની એકમાત્ર ઓલાદ. આજ્ઞાંકિત ને શ્રવણનો અવતાર. તો સાસુની જોહુકમીને સરમુખત્યાર શાહીથી ત્રાસેલી સ્ત્રીઓના મતે માવડીયો. માતા તરફની અંધ ભકિતના બદલામાં પુરુષને પત્નિ તરફથી મળતો ઇલ્કાબ!           સુમતિ બંદીશને પરણીને ચારેક વરસથી આ ઘરમાં આવી હતી. લગ્ન પહેલા થોડો પરિચય હતો બન્ને સાથે ભણતા. સુમતિના માબાપ બન્ને શિક્ષક હતા ને હાલમાં નિવૃત થયા હતા, એને એક મોટો ભાઇ હતો જે મુંબઇમા નોકરી કરતો હતો. એ પોતાની જવાબદારી સમજતો હતો. તો માબાપ પણ સમજતા  હતા કે મુંબઇની ચારફુટની ખોલીમાં ચાર જણનો સમાવેશ શક્ય નહોતો. એનાથી વધારે મોટી જગ્યા એને પરવડે એમ નહોતી. નાહક દિકરા વહુને નડવા જવુ. એનાકરતા વતનમાં એકલા વધારે સારુ. એકવાર સુમતિ પરણી જાય એટલે આ ઘર વેચીને વૃધ્ધાશ્રમમાં જતા રહેવાની એમની ગણતરી હતી.       સરોજબેને પરિવાર જોયો. માણસો સારા ને સજ્જન હતા. પણ બંદિશને વારસામાં  ખાસ કશુ નહિ મળે એ એને જરા ખટક્યુ.તો સામે ભવિષ્યમાં દિકરાને સાસરીપક્ષે કોઇ ઘસારો વેઠવો નહિ પડે એ જમાપાસુ જોઇને વિવાહ માટે રાજી થયા. બંદિશ ખુશ થઇ ગયો. એને સુમતિ ગમતી હતી. જીવનમાં પ્રથમ વખત બંદિશની પસંદગી મા એ વિના વિરોધે સ્વીકારી હતી!આજેવો તેવો વિજય નહોતો. સુમતિ નમ્ર ને સુશીલ હતી. બાકી  સરોજબેનના  સતાવાહી શાસનમાં સુમતિ સિવાય કોઇ આધુનિક છોકરી  સમાઇ નહોત.    બંદિશે પહેલા દિવસથી જ એનુ ઘડતર કરવા માંડયુ. મા ને શુ ગમશે ને શુ નહિ ગમે એની યાદી ગોખાવી દીધી. જોકે ગમવા કરતા ન ગમવાની યાદી લાંબી હતી!મા ની દરેક ઇચ્છાને અનુકુળ થવાનુ, એને ખુશ રાખવાની વગેરે. અરે   બંદિશને તો પોતાની ઇચ્છા જેવુ કશુ જ નહોતુ તો સુમતિનો ભાવ તો કોણ પુછે?જાણે મા માટે એક કઠપુતળી જ  ખરીદી હતી! સુમતિએ સાસુની શાસન આનાકાની વિના સ્વીકારી લીધુ.એટલુ જનહિ,પોતાના સુખ દુઃખ, હર્ષ,શોક, અાંસુ  બધુ જ સાસુને સમર્પિત કરી દીધુ હતુ એટલે આવા  દુઃખના  પ્રસંગે વહેવા માટે સાસુની  સંમતિ હોવી જોઇએ ને! નવાઇની વાત એ લાગે કે  પોતે પણ સ્ત્રી હોવા છતા સુમતિના દુઃખનો કે પ્રિયના વિયોગનો અહેસાસ નહોતા કરી શકતા.  કે એને હિજરાતી જોઇને પણ સમજી નહોતા શકતા. કારણ કે એ પોતે જ આવી એકલી અટુલી જીંદગી જીવ્યા હતા. પતિ હયાત હોવા છતા એનાથી દુર રહીને. એ અલગ વાત હતીકે એણેપોતે જ આ પરિસ્થિતિ ઉભી કરી હતી ને સ્વીકારી લીધી હતી. પતિ પ્રભુદાસ તો રાજી હતા એમને પોતાની સાથે પરદેશ લઇ જવા. પણ સરોજબેને  ઇન્કાર કરી દીધો હતો. ન છુટકે પ્રભુદાસ જીવનના અંત સુધી એકલા જ જીવ્યા હતા. બન્ને પક્ષે  એકલતા  પછી તો સહજ બની ગયેલી કે એકેય ને વિરહની લાગણી કે મિલનના આનંદ કે સહવાસની ઝંખના  કશૂ  જ રહ્યુ નહોતુ. કોઇને કોઇની ખોટ સાલી નહિ.    એટલે જ પતિનો વિરહ કે એની ગેરહાજરી એ જીવનમાં ઉણપ ગણાય એવુ એને લાગતુ નહિ.એકલી જીંદગી પણ સુખથી જીવી શકાય એનુ એ પોતે જ ઉદાહરણ હતા.પતિ કે પુરુષનુ જેટલુ માની લેવામાં આવે છે એટલુ મહત્વ  નથી એ એણે સાબિત કર્યુ હતુ. કદાચ એ રસિક સ્વભાવના નહિ હોય, લાગણીઓને કાબુમાં રાખી શકતા હશે. એટલે પુત્રવધુનો  તલસાટ, એની ઉદાસી ને વિરહને નજરઅંદાઝ કરતા હતા. એના આંસુને  વેવલાવેડા ગણતા. એમના મતે આજની જુવાન પેઢી વધારે પડતી ઘેલી હતી.       હવે એક સ્ત્રીની જો આવી મનોદશા હોય તો  બદિંશ તો પુરુષ હતો ને એનુ ઘડતર કરવાવાળી તો આ જ મા હતી ને!         બંદિશના પિતા એટકે કે પ્રભુદાસ એમના લગ્ન પહેલા બિહારમાં કોલસાની ખાણમાં મહેતાજી તરીકે કામ કરતા હતા.વતનની સરખામણીમાં કમાણી સારી હતી ને એમને ત્યા ફાવી ગયુ હતુ.   ઉંમરે પહોચતા વતનમાં લગ્ન કરવા આવ્યા. સરોજબેન સાથે મેળ પડી ગયો.લગ્ન પછી  એકાદ બે મહિના વેકેશન માણી બધાની વિદાય લઇને બન્ને દેશાવર જવા નીકળ્યા. એસમયે તો સ્થળકાલના અંતર એટલા હતા કે બિહાર પણ દેશાવર જેવુ લાગતુ.  એમ તો સરોજબેન પણ ગભરાતા હતા પણ સાથે પ્રભૂદાસ હતા એટલે ઘરપત  હતી. લાંબી મુસાફરી,  નવા નવા પરણેલા, પતિનુ અતુટ સાનિધ્ય, એને  સુખદ લાગણી થઇ. પોતાની જાતને ભાગ્યશાળી માની હરખાયા. પ્રભુદાસ જે રીતે બહારના લોકો જોડે નીપટતા હતા એનાથી એ પ્રભાવિત થયાને પતિ પ્રત્યે અહોભાવ થયો.       અંતે એમનુ સ્ટેશન આવ્યુ. સ્ટેશન કોલસાની ખાણૌની નજીકમાં હતુ.  અહીથી કોલસો નિકાસ થતો હતો. એના વેગનોની લાંબી હારમાળા, માલની અવરજવર, મજુરોની દોડાદોડ,  સ્ટેશન  પ્રવૃતિઓથી ધમધમતુ હતુ. અજાણ્યા માણસો ને અજાણી ભાષા. બધા એકબીજાને મોટે મોટેથી સુચના ને ઓડર આપતા હતા.  સરોજબેને આટલી ધમાલ કયારેય જોઇ નહોતી. નાના ગામડામાથી આવતા હતા.એની હાલત મેળામાં ભુલા પડી ગયેલા બાળક જેવી થઇ ગઇ. એમનો ગભરાટ પ્રભુદાસના ધ્યાનમાં આવ્યો. એ હસી પડ્યા.' સરોજ, આ લોકો તને ગંદા ને બરછટ લાગશે, કારણકે એલોકોનુ કામ જ એવુ બરછટ ને શારીરિક શ્રમવાળુ છે. બાકી અંદરથી બધા ભીરુ ને ભોળા. એકવાર તમે એને જાણો એટલે બધા આપણા જેવા જ લાગવા માંડે. મુળ માણસને અંદરથી   ઓળખતા શીખવુ પડે. તુ  પણ ટેવાઇ જઇશ'. પ્રભુદાસે સધિયારો આપ્યો.        છેવટે ઘર આવ્યુ. પોતાનુ ઘર!  પ્રભુદાસે કોટના ખીસા ફંફોળી ચાવી શોધી ગૃહ સ્વામીની ને આપી.  થોડીક  મથામણ પછી તાળુ ખુલ્યુ ને નવદંપતિએ ગૃહપ્રવેશ કર્યો.   પણ સરોજબેને ઘરની હાલત જોઇ ને ગૃહસ્વામીની હોવાનો આનંદ ઓસરી ગયો. બે મહીનાથી અવાવરુ ઘર ને ભેજવાળી હવાને લીધે ઘરમાં કોહવાળની વાસ આવતી હતી. આખા ઘરમાં કોલસાની રજોટી  છવાઇ ગઇ હતી. દિવાલો પર જાળા ને બાવા બાઝી ગયા હતા. ઘરમાં એણે અછડતી નજર નાખી. મન લાગે એવુ કશુ જ ઘરમાં નહોતુ. એકલા માણસે વસાવ્યુ પણ શુંહોય? એ નિરાશ થઇ ગયા. પ્રભુદાસ એની નિરાશા સમજી ગયા.' એટલે તો તને પરણીને અહી લાવ્યો છું હવે તુ ધારેતો આ ઉજ્જડ ઘરને મહેલ બનાવી શકે. તારી પર જ બધો આધાર છે. તારી આવડત પ્રમાણે  ઘર સજાવ. પૈસાની ચિંતા  ન કરીશ.  આમ પણ ઘર બૈરાનુ કહેવાય. અમે તો મજુરી કરી જાણીએ'        સરોજબેન મનાઇ ગયા.પોતાના પદના ગૌરવને છાજે એ રીતે કામ શરુ કરી દીધુ. પ્રભુદાસ  મદદમાં આવ્યા.બન્ને મળીને  ઘર સાફ કરી નાખ્યુ.  હવે જરુર હતી બહારથી ગુજરાતી ભોજનસામગ્રી શોધવાની.      સરોજબેને એકાદ વાર એકલા બજારમાં જવાનો પ્રયત્ન કર્યો. પણ અઘરુ લાગ્યુ.  કારણમાં  અજાણી ભાષા, એટલે ભાવતાલ કરતા આવડેનહિ, પરસ્પર એકબીજા સમજે નહિ, એટલે છેતરાવાનો ભય લાગે. આડોશ પાડોશમાં લોકો પણ અજાણ્યા. કોનો ભરોસો કરવો? વસ્તુ કયાથી લાવવી ને એ માટે કોને પુછવુ? તો પ્રભુદાસ પણ કાયમ સાથે તો ન જ જઇ શકે. નોકરી તો કરવી પડે.       એ એકલા પડી ગયા. ઘરમાં મુંઝાવા લાગ્યા. જરુરી સામગ્રી વિના ઘરમાં ધાર્યુ કામ નથાય. પ્રભુદાસ સિવાય એની મુશ્કેલી સમજીશકે  એવુ એ અજાણ્યા દેશમાં કોણ હોય? પણ એ ય નોકરી પરથી આવીને થાકીને લોથ થઇને આવે. વાત કરવા કે સંાભળવાના  ય હોંશ ન રહ્યા હોય તો એને કેમ  ફરિયાદ કરવી કે ખુટતી સામગ્રી માટે બજાર  જવાનુ કહેવુ?      આ કંટાળો ને અસંતોષ  સામાન્ય વાતચીતમાં ,પછી ફરિયાદરુપે વ્યક્ત થવા લાગ્યો.  પ્રભુદાસે એને સ્ત્રીસહજ ગણી શાંતિથી સાંભળી હોત, ધીરજ બંધાવી હોત કે સહાનુભુતિ દર્શાવી હોત  તો રહેતા રહેતા બધુ થાળે પડી જાત.  પણ અત્યાર સુધી એકલરામની મસ્ત બેફિકર જીંદગી  જીવ્યા પછી  આ ઘર ને ઘરવાળીની જવાબદારી, શાતિને બદલે ફરિયાદો ને  કવચિત આંસુ એના થાકેલા તન ને મનને કકળાટ જેવા લાગતા. એમ કરતા નાના મોટા ઝધડા, આક્ષેપો, ટુંક સમયમાં બન્ને એકબીજાથી ઉબાઇ ગયા. નવજીવનને પાંગરતા પહેલા જ લુણો લાગી ગયો. સરોજબેનને પોતે છેતરાયા હોય એવુ લાગવા માંડ્યુ તો સામે પક્ષે પ્રભુદાસને પોતે જડભરત ને કજીયાળી  બૈરીને પરણીને ભુલ કરી છેએવુ લાગ્યુ.          જ્યારે સાથે જીવવાનુ અસહ્ય ને અશક્ય લાગવા માડ્યુ ત્યારે  છેવટના ઉપાય તરીકે એણે સરોજબેનને વતનમાં મોકલી દીધા.  એક સંગ્રામને શાંત કરી એ પાછા પરદેશમાં પુર્વવત એકલી જીંદગી. જીવવા લાગ્યા.તો સરોજબેને પોતે કેદમાથી છુટ્યા હોય એવી રાહત લાગી. એટલે સમાધાન માટે સમજાવતા માબાપ ને સાસરિયા ને કહી દીધુ.' એને ત્યા એકલા આખી જીંદગી જીવવુ  હોય તો ય મને વાંધો નથી. પણ મને ત્યા જવાનુ કહેશો જ નહિ. અરે એ તો જીવતુ નરક છે. તમને ખબર છે કે કોલસાની દલાલીમા હાથ કાળા થાય પણ અહી તો માણસ આખો કાળો થઇ જાય?' એની આટલી ચોખ્ખી વાત પછી બધા સમજી ગયા કે આ તલમા તેલ  નથી. હવે તો ફારગતિ એજ આખરી રસ્તો છે. પણ પ્રભુદાસે ફારગતી ન આપતા સંસાર ચાલુ રાખ્યો. એટલે  એમના સંસારનો ઘાટ કઇક આવો ઘડાઇ ગયો. સરોજબેન વતનમાં રહીને ઘરડા સાસુ સસરાને સાચવે ને પ્રભુદાસ એમની સગવડે આવજા કરે.  ને આર્થિક જરુરિયાતો પુરી પાડે.    એમ કરતા બેએક વરસમાં બંદિશનો જન્મ થયો.  દિકરાના આગમન પછી પણ બેમાથી કોઇએ મચક નઆપી. પિતા તરીકે એના ભરણ પોષણમા એણે કયાય કચાશ ન રાખી. પણ એના બાળપણમા કયાય પોતાની હાજરી ન પુરાવી શક્યા.

પ્રેમની જીત ભાગ ૫'

આગલા અંકથી ચાલુ. ભોગીલાલે એ જોયુ. એણે સામે  બિલકુલ શાંતિથી વાત આગળ ચલાવી,'આરવ,આ તે ઉભી કરેલી સમસ્યા છે. બાકી તો આ સબંધ નક્કી કરતા પહેલા તારી  સંમતિ લેવામાંઆવી હતી. તારો માર્ગ પ્રથમથી જ ખુલ્લો હતો. આ તો જીગીષા ની ગેરહાજરી ને એની રાહ  જોવાની તારી તૈયારી નહિ હોય. એટલે તે દર્શના માટે હા પાડી. બરાબર? તો હવે આટલા વરસોનો થાળે પડેલો સંસાર  ને બે બાળકોનો બાપ થયા પછી હવે ઉધામા  શા માટે કરે છે? દર્શનાને જોવા  જાણવા આટલા વરસો હતા ને આજે આટલા વરસો પછી કોઇ ફરિયાદ છે એના તરફથી? શાંતિથી જીવતા શીખ' ભોગીલાલે આરવને બરાબર ખખડાવ્યો.આરવની લગભગ બધા  સવાલોનુ સમાધાન થઇ ગયુ. એટલે એણે નવી સમસ્યા તરફ પપ્પાનુ ધ્યાન દોર્યુ. ' તો  પછી આનુ શુ કરવુ છે?મને તો એવુ લાગે છેકે પથુકાકાએ  એને વેરની વસુલાત માટે જ અહી ધકેલી લાગે છે. એણે આપણી વિરુધ્ધ આને એવુ તો શું સમજાવ્યુ હશે કે એ આટલી સળગી ઉઠી છે?જો કે એણે કબુલ તો કર્યુ છેકે એને તમારા બે વચ્ચે શુ ખટરાગ થયો એની જાણ નથી.એટલે એના માથે પર જે ભુત સવાર થયુ છે તે આપણી સમજાવટથી નહિ જાય.બીજો એક રસ્તો એ છે કે એને ઘાકઘમકી આપીને આ ગામ છોડાવી દેવુ'. આરવે કહ્યુ. 'નહિ, આરવ' ભોગીલાલે મક્કમતાથી કહ્યુ. ' પથુકાકા સ્વભાવે ઉગ્ર હતો પણ ડંખીલો નહોતો. એને જે કહેવુ હતુ  તે કહી નાખ્યુ. પછી બહાર કયાય એની ચર્ચા કે મારી નિંદા કરી નથી. એને જો બદલો લેવો જ હોત તો આપણી કંપનીનુ બધુ ખાનગી એ જાણતો હતો, આપણને પાયમાલ કરી શક્યો હોત. એને બદલે એ ચુપચાપ જતો રહ્યો ને આપણને કોઇ દિવસ નડ્યો નથી. એવો ઉમદા જણ એની દિકરીને આવી સલાહ આપે જ નહિ. આજે ગમે તે કારણસર એ આપણી દુશ્મન બનીને આવી હોય પણ એનામાં એના માબાપના સુ સંસ્કારો તો હશેજ. માત્રએને જાગૃત કરવાની જરુર છે.એને એક વાર સત્ય હકીકતની જાણ થાય ને આપણા પર વિશ્ર્વાસ બેસે એવુ વાતાવરણ ઉભુ કરી શકીએ તો બાકી બધૂ આસાન થઇ જાય. બીજી વાત એ કે એ મારા મિત્રની દિકરી છે. મારો મિત્ર આજે હયાત નથી તો એની ગેરહાજરીમાં એને સાચે રસ્તે દોરવાની મારી ફરજ છે.એટલે એને હેરાનગતિ થાય એવુ તો વિચારી પણ ન શકુ'       'પણ પપ્પા, એને સમજાવવા એવી વ્યકિત  જોઇએ જેનો એ વિશ્ર્વાસ કરતી હોય. બાકી આપણે સમજાવવા જઇએ તો અવળુ પડે ને વેરની આગ વધારે પ્રજવળે.' આરવે કહ્યુ ને સાથે એને યાદ આવ્યુ. 'એક એવી વ્યકિત છે મારા ધ્યાનમાં. ડો. વિરલ. બન્ને એકબીજાને ચાહે છે.એ એકલી છે ને વિરલનો સહવાસ ને આધાર મળે તો એના મનમાં પ્રેમની જ્યોત જાગે ને વેરની જ્વાળા ધીમી પડે.મને ખાતરી છે કે એની વાત જીગીષા માનશે'    'તો વાત પાકી, હુ કાલે જ જઇને દર્શનાને તેડી લાવુ.' ભોગીલાલે કહ્યુ ને આરવ હસી પડ્યો.' એમ કહો નેકે તમે સે જવુડ  જવાનુ બહાનુ જ ખોળતા હતા'. ભોગીલાલે પણ હસીને એકરાર કર્યો.  એસેજવુડ આવ્યા.      દર્શનાને ખુશખુશાલ જોઇને એને રાહત થઇ.મોડે સુધી બન્ને મિત્રો વચ્ચે 'કૃષ્ણ સુદામા 'જેવી ગોષ્ઠી ચાલી. દર્શનાની બુકનો પ્લાનની ચર્ચા થઇ. એણે એમાં સહર્ષ સંમતિ આપીને વળતે દિવસે બધાની વિદાય લઇ દર્શના ને બાળકો સાથે ઘેર આવ્યા.
એ રાત્રે આરવે દર્શનાને સત્ય હકીકત જણાવી ને માફી માગી. દર્શનાએ ઉદારતાથી માફી સ્વીકારી.'ચાલો.એક પ્રકરણ પુરુ થયુ.હવે નવી તરહથી જિંદગી શરુ કરીએ.' સાથે એણે પોતાની બુક વિષેની માહીતી પણ વહેતી મુકી.  આવખતે  આરવે કોઇ ટીકા ટીપ્પણ ન કરી. બાકી દર્શનાને એ યાદ હતુ. જ્યારે  પ્રથમ વખતે  સાસરે આવી ત્યારે આર્યુવેદની નવી જ બહાર પડેલી બુક પણ લાવેલી. એને ઉત્સુકતાથી આરવને એ બુક બતાવી. પણ આરવે એના ઉત્સાહ પર ઠંડુ પાણી રેડી દીધુ. 'દર્શના, પુરાણા સમયમાં આ દવાઓ બરાબર હતી. એ જમાનામાં આપણી પાસે ઔષધિ તરીકે મુળીયા ને પાંદડા જ હતા. રોગો ય એટલા સાદા હતા. અત્યારે તો રોગો ય જીવન જેટલા જટીલ થઇ ગયા છે. એ હવે આવી દવાઓને ગાંઠે પણ નહિ. શરીરવિજ્ઞાન એટલુ આગળ વધી ગયુ છે કે આર્યુવેદ હવે પુરપાટ દોડતા વાહન વ્યવહારમા અટવાતી બિચારી બેલગાડી જેવો થઇ ગયો છે. લોકોમાં આટલી લાંબી સારવારનો વખત પણ નથી ને પરિણામની ધીરજ પણ નથી. હા, એના સિધ્ધાતો સાચા છે. પણ જે વનસ્પતિઓ પર એની સફળતાનો આધાર હતો એના ગુણધર્મો આજના હવા, ખાતર ને પાણીએ બદલી નાખ્યા છેને વધુમા માણસએ ભેળસેળ  કરીને એની અસરકારતાને આશંકામા નાખી દીધી છે. ભલે દિનુદાદા ગામડામાં એનો ઉપયોગ કરે. અહીએની કોઇ જરુર નથી' દર્શના તો આટલુ લાંબુ પ્રવચન સાંભળીને ઠરી જ ગઇ.આજસુધી એ આર્યુવેદને અમુલ્ય થાપણ માનીને પુજતી હતી.એને દુઃખ તો થયુ.પણ સાસરુ હજુ નવુ નવુ જ હતુ ને આરવ સાથે આવો વિવાદ કરવાનો આપહેલો પ્રસંગ હતો. એના આવા સ્વભાવથી એ અપરિચિત હતી. વાત આગળ વધારવાને બદલે એણે બુક સંતાડીને મુકી દીધી.     આજે  સમય એના પક્ષે હતો. વડીલોના આશિષ ને સાથ હતો. જો કે આરવનુ બદલાયેલુ ને નરમ વલણનુ રહસ્ય જીગીષાનુ અસલી સ્વરુપની જાણકારી હતુ, એઆરવે દર્શનાથી છાનુ રાખ્યુ હતુ.         બીજે દિવસે બાળકો સિવાય ઘરના લોકોની મિટિંગ મળી.  કોણે શુ ભાગ ભજવવાનો છે એની ચર્ચા થઇ. એ પ્રમાણે આરવે વિરલને જીગીષા સાથે ગોઠવી દીધો.એ સ્વભાવે મિલનસાર હતો. ટુંક સમયમાં એણે જીગીષાનો વિશ્ર્વાસ જીતી લીધો ને એના પ્રેમાળ સહવાસમાં જીગીષાનો વૈરાગ્નિ ઠંડો પડ્યો. એનુ સંતપ્ત મન શાંત થવા લાગ્યુ.         એક વખત દર્શના ને આરવ એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા. ત્યા જીગીષા ને વિરલ  આવ્યા. આરવે આગ્રહ કરીને પોતાના ટેબલ પર બેસાડયા. જીગીષા ને દર્શનાની પરસ્પર ઓળખાણ કરાવી.
દર્શના તો તૈયાર જ હતી. 'તો તમને મળવાનો લહાવો આજે મળ્યો.જીગીષાબેન, બહુ આનંદ થયો. તમારા ફોટા ઘરમાં જોયા છે, પણ પ્રત્યક્ષ આજે જ જોયા. હવે તો ઘેર આવો. મમ્મી પપ્પા પણ તમને  મળીને ખુશ થશે'  જીગીષાને દર્શનાની સરળતા સ્પર્શી  ગઇ. એણે સંકોચ સહ કહ્યુ.' જુઓને દર્શનાબેન, મને તોએમ કે આટલા લાંબા સમયના અંતરાલ પછી મને કોણ ઓળખતુ હોય?એટલે આવવામાં સંકોચ થતો હતો. પણ તમે બધા મને ભુલ્યા નથી એ જાણી આનંદ થયો'  એણે  વિવેક કર્યો.        'અરે જીગીષાબેન, હુ તો તમારી ભાભી થાઉ. આરવ પર તમારો ભાઇ તરીકેનો અધિકાર તો મારા કરતા ય આગળનો. હુ તો એની જિંદગીમા પછી આવી.તમે તો મારે માટે વિભાબેન કરતા કમ નથી.તમારુ જ ઘર સમજો'. કહેતા એણે આરવ  તરફ માર્મિક નજરે જોઇ લીધુ. આરવ મનમાં હસ્યો. કેવી ચાલાકીથી દર્શનાએ જીગીષાને સબંધોની સીમા સમજાવી દીધી હતી!      જીગીષા ચકિત થઇ ગઇ હતી. એનુ તો એવુ ધારવુ હતુ કે દર્શનાને આરવ ને જીગીષાના સબંધોની  જાણ થશે ત્યારે બન્ને વચ્ચે ઝઘડો થશે.ને દર્શના તક મળે તો જાહેરમાં તમાશો કરશે. જો ધારે તો આઘડી એ સંગ્રામ ચાલુ થઇ જાય એવી બધી સામગ્રી મોજુદ હતી. પણ તદન ઉલ્ટુ  એ તો  પ્રેમથી વાતો કરતી હતી ને સગી ભાભીની જેમ ઘેર આવવાનુ આમંત્રણ આપી રહી હતી!  જીગીષાને મનોમન પસ્તાવો થયો.      પછી તો દર્શનાના આગ્રહને માન આપી એ બધાને મળવા આરવને ઘેર પણ આવી.દિનાબેને છેક દરવાજે આવીને એનુ સ્વાગત કર્યુ.ભોગીલાલે સ્નેહથી માથા પર હાથ ફેરવીને આશિષ આપ્યા.ઘરના જુના નોકરચાકર વારા ફરતી આવીને મળી ગયા.જમવામાં એની મનપસંદ વાનગીઓ એને યાદ કરીને બનાવવામાં આવી હતી. આખા પરિવારનો આટલો પ્રેમ અનુભવ્યા પછી સ્વભાવિક એને પોતાના વર્તનનુ પૃથ્થકરણ કરવાની ફરજ પડી હતી.      આ પરિસ્થિિતનો લાભ લઇ એકવાર આરવે વિરલને સમજાવ્યો.' વિરલ હવે તારે લગ્ન કરી લેવા જોઇએ. આવુ પાત્ર વારંવાર ન મળે. હવે તમે બન્ને સારુ કમાવ છો. '   સામે વિરલે પોતાની પરિસ્થિિત સમજાવી.' હુ પણ એને ચાહુ છુ. પણ મારા ભણતરનો ખર્ચો ને માબાપની  જવાબદારી છે. એ લોકોએ બહુ બલિદાન આપ્યુ છે. હવે મારે મારા કરતા એમના આરામ ને સુખસગવડનો પહેલા વિચાર કરવો પડે. મારા કરતા જીવનનો આનંદ ભોગવવા એમની પાસે સમય ઓછો છે' 'વિરલ, જો બે જણની આવક ભેગી થાય  ને  સારી આવક હોય  તો તમે સરળતાથી સંસાર ચલાવી શકો ને એને પણ પરિવારની ખોટ છે એ   સંતોષાઇ જાય. વિચારી જો. સંજોગો તારે પક્ષે છે' આરવે સમજાવ્યુ.  'તમારી વાત બરાબર, પણ મારા માબાપ મારી જવાબદારી ગણાય. હુ સામી વ્યકિતને એ બોજો ઉપાડવા દબાણ ન કરી શકુ. કોઇ સમજીને  સ્વીકારે એઅલગ વાત છે'વિરલે પોતાનો દ્રષ્ટિકોણ સમજાવ્યો' 'યાર તુ તો બહુ  વિચારે છે. એને સીધુ જ પુછી લેને'આરવે સલાહ આપી. હજુ વિરલ કઇક વિચારમા હતો.   'એક સવાલ પુછી લઉ. આરવભાઇ.તમે હવે સાચે જ જીગીષાને પ્રેમ નથીકરતા?  આરવ ખડખડાટ હસી પડયો ' ભઇલા,એવખત વીતી ગયો.એ દિવસે તે જોયુ નહિકે દર્શનાએ કેવી ચાલાકીથી અમને બેનભાઇના સબંધો સમજાવી દીધા?હવે જીગીષા વિશેઆ સબંધ સિવાય કશુ વિચારી પણ ન શકાય'આરવે ખાતરીપુર્વક કહ્યુ.           થોડી ચર્ચાવિચારણા પછી જીગીષા લગ્ન માટે સંમત થઇ.બન્નેએ સાદાઇથી લગ્ન કરવાનુ વિચાર્યુ.જીગીષાને પક્ષે કોઇ નહોતુ તો વિરલ પરપ્રાંતિય હતો.એ ના માબાપ બહુ દુર હતા.
   પણ ભોગીલાલે એની ય ગણતરી કરી રાખી હતી.આ લગ્ન આખા સમાજની સામે ગોઠવી ને દર્શનાથી માંડીને લાગતા વળગતા  બધાને આ સબંધની શુધ્ધતા સાબિત કરવા માગતા હતા.સાથે સાથે સદગત મિત્રને અંજલિ આપવા માગતા હતા.        કોઇ પણ જાતની આગોતરી જાણ કર્યા વિના પતિ પત્નિ જીગીષાને મળવા ગયા.જીગીષા એમને આમ અણધાર્યા ને અચાનક આવેલા જોઇને સ્તબ્ધ થઇ ગઇ.        ભોગીલાલ સમજ્યા. 'બેટા,અમારા આવવાથી જો  તારા કોઇ કાર્યક્રમમાં અડચણ તો ઉભી થઇ નથી ને' 'નહિ કાકા, પણ કુતુહલ તો જરુર થયુ'.જીગીષાએ કબુલ કર્યુ.  ' કુતુહલ તો થાય જ.કુતુહલ,શંકા, જીજ્ઞાસા એ તારો વિષય ને સફળતાની પાયાની શરતો છે. એણે હસીને કહ્યુ
 'બીજી વાત એછે કે આ લગ્ન  હુ મારા ઘરઆંગણે  ગોઠવવા માગુછુ. મારા મિત્ર   વતી તારુ કન્યાદાન કરવાની ઇચ્છા છે. જો તુ રાજી હોય  તો. ભોગીલાલના સ્વરમાં આનંદ સાથે વિનંતી પણ હતી. જીગીષા ખુશ થઇ ગઇ.જો કે એણે આટલી બધી અપેક્ષા રાખી નહોતી.ભોગીલાલને લાગ્યુ કે એક ગેરસમજણ વરસો પહેલા થઇ હતી એનો  ખુલાસો કરવાનો આ ઉતમ  સમય છે.' જીગીષા, વરસો પહેલા પથૂભાઇ ગામ છોડીને જતો રહ્યો હતો. એનુ કારણ તને આપ્યુ હશે.પણ એ અધુરુ હતુ. કારણકે મારી વાત પુરી સાંભળ્યા વિના જ ગુસ્સે થઇ ને જતો રહ્યો હતો.આજે એની ગેરહાજરીમાં મારો બચાવ એ આમતો એકપક્ષી વકીલાત જેવુ થાય. એ દિવસે મે એને ઓફીસમાં બોલાવી તારા ને આરવ વચ્ચેના સબંધની વાત કરી હતી. કરવી પડેએમ હતુ. કારણ કે આરવ ને દર્શનાનુ સગપણ નાનપણથી નક્કી થઇ ગયુ હતુ. હવે ગામડામાં આવા બચપણના સગપણ નવાઇ નથી. પણ કોઇ કારણસર ફોક થાય તો છોકરીની બદનામી થાય ને બીજી સગાઇમાં સામેપક્ષે શંકા કુશંકા થાય. કોઇ નિર્દોષ દિકરીને આપણા માટે સહન કરવુ પડે એસારુ ન કહેવાય.બાકી તારી યોગ્યતા વિષે ત્યારે કે અત્યારે પણ બેમત નથી. પણ પથુભાઇના મનમાં અમીરો તરફનો પુર્વગ્રહ હતો એને લઇને મારી વાત સમજવાની તો  બાજુમા રહી પણ સાંભળવાની ય પરવા ન કરી. પછી તો તુ પણ અજ્ઞાતવાસમાં જતી રહી. એટલે આરવ છેવટે દર્શના જોડે લગ્ન કરવા તૈયાર થયો. આ છેસત્ય. તુ વિચારી જોજે ને પછી સ્વીકારજે."  જીગીષાને કાકાના ખુલાસામાં તથ્ય લાગ્યુ.  પથુભાઇના સ્વભાવ પ્રમાણે આવુ થવાની શક્યતા નકારી  નશકાય.
પછીના અઠવાડીએ જ ભોગીલાલને આંગણે મંડપ રોપાયો. વિરલના માબાપ પણ આવી ગયા. શરણાઇ ને મંગલગીતો સાથે વરરાજાનુ સ્વાગત થયુ. દર્શનાએ પોખણા કર્યા. જીગિષાને પોતાના હાથે પાનેતર પહેરાવી નેમંડપમાં પધરાવી. દિનાબેન ને ભોગીલાલે કન્યાદાન આપ્યુ. હવે વારો આરવનો હતો.  એના મનમાં ખચકાટ હતો. જાણે પોતાના આત્માને છેતરતો હતો. ભોગીલાલે એને એકબાજુ લઇજઇને સમજાવ્યો' આરવ, આલગ્નનુ આયોજન જ એ છેકે આખાસમાજ સામે તારો જીગીષાનો બહેન તરીકેનો સ્વીકાર ને દર્શનાના મનના સમાઘાનનો છે.તુ અગ્નિની સાક્ષીએ જવતલ હોમી ભાઇ તરીકે સાબીતી આપ.યાદ રહે, આ ધરતીનો સપુત જેનો બહેન તરીકે સ્વીકારે એને પછી કોઇ વાસના વિચલિત કરી શકતી નથી.આરવ મંડપમાં આવ્યો ને લગ્નની વેદીના અગ્નિમાં જવતલ હોમ્યા, એની પાવક જ્વાળાએ એના મનમાં ખુણે ખાંચરે રહી ગયેલી વાસના પણ હોમાઇ ને  શૂધ્ધ બની ગઇ.  એ દિવસે પ્રેમ વેરને જીતી  ગયો.

Tuesday, December 27, 2016

પ્રેમની જીત ભાગ ૪

આગલા અંકથી ચાલુ. એ સાંજનો સમય, દવાખાનુ બંધ થવાની તૈયારી. વિરલ ને આરવ દર્દીઓને વિદાય કરી ફાઇલો સમેટતા હતા.ત્યા વિરલના ફોનની રિંગ વાગી. એણે ફોન ઉઠાવી વાતચીત ચાલુ કરી.આરવને વાત પરથી જીગીષાનો ફોન છે એ ખબર પડી ગઇ.એને કુતુહલ તો પારાવાર થયુ. પણ પુછવાને બદલે કામમાં વ્યસ્ત હોવાનો ડોળ ચાલુ રાખ્યો. એ પોતે જીગીષાને પ્રેમ કરતો હતો તો આ નવુ પ્રકરણ! થોડીવારમાં વિરલ કાઇક બહાનુ કાઢીને નીકળી ગયો. આરવે કઇક વિચારીને જીગીષાને ફોન કર્યો. એણે ફોન ઉપાડ્યો ને ટુંકમા પતાવ્યુ,' હુ હમણા કામમાં છુ. પછી તને ફોન કરીશ' બસ આગળ આરવને વાત કરવાનો મોકો આપ્યા વિના એણે ફોન મુકી દીધો. વિરલ જીગીષાની ઓફીસમાં આવ્યો ત્યારે એ એકલી જ હતી.એણે આવકાર આપ્યો.પણ વિરલને હવે ચટપટી થવા માંડી.એ એને થોડા વખતથી ઓળખતો હતો. એને એકલી મળવાનો પ્રસંગ ઉભો થયો નહોતો ને આજે અચાનક ફોન કરીને અહી શામાટે મળવા બોલાવ્યો હશે?પણ મનની મુંઝવણ  છુપાવી સ્વભાવિક રીતે  મજાક કરી 'આજે આ નાચીઝ ઉપર આટલી મહેરબાની?શું વાત છે.'' " નાચીઝ તો તુ હોઇશ બીજા માટે,મારા માટે તો અમુલ્ય છે'. જીગીષાએ એક પ્રેમીને છાજે એવો રસિક જવાબ આપ્યો.વિરલ માટે તો એ ભારે ડોઝ સાબિત થયો.એ ડધાઇ ગયો. બેશક જીગીષા એને ગમતી હતી.પણ આરવ સાથેના જીગીષાના સુંવાળા સબંધને જોયા ને જાણ્યા પછીએણે પોતાના વિચારો પર પુર્ણવિરામ મુકી દીધુ હતુ.  એનુ તો એવુ ધારવુ હતો કે પોતાને કયાક આ બે પ્રેમીઓ વચ્ચે મધ્યસ્થી થવાની ભુમિકા ભજવવાની હશે. એને બદલે અહિ તો અણવરને વર બનાવવાનો તખ્તો ઘડાઇ રહ્યો હતો! તો બીજો  વિચાર એવો પણ આવ્યો કે આ કયાક મારી કસોટી નથી કરતીને? છોકરીઓને ફસાવીને હાંસી પાત્ર કે બદનામ બનાવવાનો ઇજારો હવે માત્ર છોકરાઓને જ નથી રહ્યો. હવે તો છોકરીઓ પણ એની પાછળ લટ્ટુ થઇ ગયેલા છોકરાઓને પણ બેવકુફ બનાવે છે. એમા ય આતો ભણેલી, ચાલાક ને ઉપરથી વકિલ!      જીગીષા  એની મથામણ પામી
 ગઇ. 'માન્યામાં નથી આવતુ.? પ્રેમ કે સ્વાર્પણ એ ગંભીર બાબત છે.એની મજાક નહોય. 'જીગીષા સાચે જ ગંભીર હતી. ' માન્યામાં કયાથી આવે?તુ આરવને પ્રેમ કરે છેએનો હુ સાક્ષી છુ. તું જો પ્રેમને આટલી ગંભીરતાથી લેતી હોય તો તારો આ એકરાર મારે મજાક માનવી કે સાચો?'વિરલે વકિલની માફક સચોટ દલીલ કરી. 'વિરલ. તું પણ થાપ ખાઇ ગયો ને? માનવુ હોય તો માન, પણ સાચો પ્રેમ તો હુ તને જ કરુ છુ, આરવ સાથે તો પ્રેમનુ નાટક.તારા જેવા સરળમાણસનુ એ સમજવાનુ ગજુ નહિ'એના ચહેરા પર લુચ્ચુ સ્મિત રમતુ હતુ.પણ તરત એને પોતાના એકરારની ભુલ સમજાઇ. આરવ ને વિરલના સબંધો યાદ આવતા એને પોતાના એકરારમાં ઉતાવળ થઇ હોય એવુ લાગ્યુ.એણે વિરલને ચેતવ્યો' જો જે આરવને વહાલો થવા ન દોડતો મતલબ ચાડી ન કરતો.' પણ વિરલ ખરેખર વિરલ માનવ હતો.એ ભલે જીગીષાના એના તરફના પ્રેમના એકરારથઇ ખુશ થયો હતો તો પણ આરવ તરફ એની વફાદારી હતી,એણે સ્પષ્ટ કહ્યુ' તારુ રહસ્ય જાળવુ, જો એને માટે કોઇ સચોટ કારણ હોય. બાકી આરવ બહુ સજ્જન માણસ છે. એનુ અહિત મારાથી સાંખી નહિ લેવાય'.   તો પછી મારે તને મારો ભુતકાળ કહેવો પડશે. આ વેર ને બદલાની કહાણી બહુ લાંબી છે પણ પુર્નજન્મની નથી, આ ભવની જ છે.રસપ્રદ છે.એટલે તારે કંટાળવુ નહિ પડે એની ખાત્રી આપુ છુ.'કહેતા એ પોતાના અસલી મજાકિયા સ્વભાવ પર આવી ગઇ.'એક અરસામાં મારો નાનો સરખો પરિવાર,મમ્મી ,પપ્પા ને હુ આરવના બંગલાની સામે જ ભાડાના મકાનમા રહેતા હતા, મારા પપ્પા આરવના પપ્પા ભોગી કાકાની કંપનીમાં હિસાબનીશ તરીકેકામ  કરતા હતા મારા પપ્પા નો   જેવો એમનો હિસાબ ચોખ્ખો એટલો જ એનો આત્મા ચોખ્ખો. સત્યના આગ્રહી. કોઇની ખુશામત ન કરે ને કોઇના ખોટા અહેશાનમાં પણ ન આવે.એટલે અજાણ્યાને એ કઠોર ને તોછડા પણ લાગે.પણ અંદરથી એટલા જ ઋજુ ને લાગણીશીલ હતા.મારા મમ્મી સ્વભાવે શાંત. પપ્પાને કયારેય ક્લેશ ન કરાવે.ઘરમાં પૈસા કે વસ્તુ માટે બન્ને વચ્ચે ઝધડા  મે જોયા નથી. ઘરમાં પૈસાની રેલમછેલ નહોતી પણ ત્રણ જણના પરિવારનુ પપ્પાની નોકરીમાથી નભી જતુ હતુ.       મારુ હાઇસ્કુલનુ છેલ્લુ વરસ પુરુ થયુ. વેકેશન હતુ.  છેલ્લા એકાદ વરસથી મારી મમ્મી બિમાર રહેતી હતી. અશકિત વધતી જતી હતી. મે ઘરનુ કામકાજ સંભાળી લીધૂ હતુ.એમ તો પપ્પા પણ નોકરીનો સમય બાદ કરતા ઘરકામમાં મદદ કરતા.આમ પણ એને બહાર અકારણ રખડવાની કે પારકી પંચાત કરવાની આદત નહોતી.મમ્મીની સેવા ચાકરી પણ એટલી કાળજીથી કરતા. હુ એમના પ્રસન્ન દામ્મપત્યની સાક્ષી છુ. ઘણીવાર મમ્મી થાકીને હિંચકા પર સુતી હોય ને પપ્પા ખોળામાં માથુ લઇને હળવે હાથે મસાજ કરતા હોય,કયારેક પગચંપી પણ કરતા હોય.મમ્મીને સંકોચ થાય, ' તમે તો મને શરમાવો છો. સેવા તો મારે  તમારી કરવાની હોય એને બદલે 'નેપપ્પા એના મોં આડો હાથ ધરીને કહેતા, 'સેવાની જરુર તારે છે.બિમાર તુ છે ને જો સ્ત્રીને ચરણેસુ દાસી બનાવી દેનાર કોક લબાડ હશે. બાકી તુ પરણીને મારા ઘરમાં આવી. હુ  તને શુ સુખ આપી શક્યો છુ? ગરીબી ને કામનો ધસરડો જ તો. બસ ,આટલો સંતોષ લેવા દે.' એનો અવાજ લાગણીમાં ડુબી જતો, આવા કેટલા ય સંવાદો મે સાંભળ્યા છે. એટલુ સમજણ પુર્વકનુ હતુ એમનુ જીવન.      એક વખત સાંજના મિત્રો સાથે સિનેમા જોઇને પાછી ફરી.તો ઘરમાં કશુ અસાધારણ જોયુ. બહાર ગઇ ત્યારે તો બધુ રાબેતા મુજબ હતુ. અત્યારે આખા ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો. મમ્મી બતાવતી હતી એ પ્રમાણે પપ્પા સામાન પેક કરતા હતા. શુ સાથે લઇ જવુ ને શુ છોડી જવુ એનીચર્ચા ચાલતી હતી.  હુ એમના રુમ પાસેથી પસાર થઇ ને પપ્પાના દર્દભર્યા શબ્દો મને સંભળાયા.' શુ સમજતા હશે આ શેઠીયા એમના મનમાં ?મારી હીરા જેવી દિકરીમાં શુ ખોટ દેખાણી કે ધડ દઇને ના પાડી દીધી.ઉપરથી મને દિકરીને વશમાં રાખવાની સલાહ આપે છે! એક વાત તો ચોક્કસ છે સુનંદા, કે આશ્રીમંતો  તમને ભાઇ કે ભાઇબંધ બનાવે પણ સગા તો ન જ બનાવે. આપણે એના જેવા પૈસાદાર હોત  તો એણે સામેથી કહેણ મોકલ્યુ હોત'         હુ વાત સમજુ એ પહેલા એનુ ધ્યાન મારી તરફ ગયુ. એણે મને પાસે બોલાવી. ' અંહી  બેસ જીગીષા ને હુ પુછુ એના સ્પષ્ટ જવાબ આપજે. તું આરવને ચાહે છે"? શરમાવાનો આસમય નહોતો.તો પણસવાલ અણધાર્યો હતો મારી નજર ઝુકી ગઇ.એસમજી ગયા.     ' ભુલી જા , બેટા, બધુ જ ભુલી જા,  આસમાજ   ને એના ઠેકેદારો હજુ એટલા ઉદાર ને સમજદાર  નથી થયા'.કહેતા એમનો અવાજ કદાચ મજબુરીથી ધ્રુજ્યો. એણે મને બાથમા લઇ લીધી. જાણે કોઇ અનિષ્ટથી મારી રક્ષા કરી રહ્યાહોય!    આનો ખુલાસો માગવા જેવુ વાતાવરણ નહોતુ.જીદ કરવાનો વખત નહોતો. થોડીવારે સ્વસ્થ  થયા પછી મને કહ્યુ. ' તુ તારી રુમમા  જા ને જરુરી સામાન બાંધી લે.આમતો તારા કપડા ને બુકો જ લેવાની છે. બાકી સામાન આપણા મકાનમાલિક સંભાળી લેવાના છે. આપણે કાલે વહેલી સવારના જ નીકળી જવાનુ છે.'  કયા જવાનુ છે ને શુ કામ જવાનુ છે?એટલુ ય પુછવાની હિંમત ન ચાલી. માત્ર એટલુ જ સમજાયુ કે ભોગીકાકા જોડે કયાક વાંધો પડ્યો છે. ને એ જ કારણસર અમારે ઘરબાર ગામ છોડીને કયાક જતુ રહેવાનુ છે,પણ કયા?એનો અણસાર મળતો નહોતો.     આવી જ હાલતમાં ગામ છોડી અમે રુપાવટી આવ્યા, અમારુ મુળ વતન. અહી મારા દાદા દાદી, નાના કાકા કાકી ને એમનો દિકરો રહેતા હતા.અહી કાકાને નાનો સરખો ધંધો હતો પણ કાકાની કુનેહના અભાવે એનો વિકાસ થતો નહોતો. પપ્પાએ સાથ આપ્યો ને ધંધામા બરકત આવી એટલે બધા ખુશ થયા. એમ તો કાકીને ખરાબ તો ન જ કહી શકાય. પણ અચાનક આવી પડેલા બિમાર જેઠાણીની સારવાર કરવાની એની તૈયારી નહોતી.એની નારાજગી કયારેક છતી થતી.ધીમે ધીમે બધુ થાળે પડવા લાગ્યુ. પપ્પાએ મને હોસ્ટેલમાં મુકી. એમનો આશય મને વકિલ બનાવવાનો હતો. કદાવ જીવનભર થયેલા અન્યાયસામે એ મારી મારફત  લડવા માગતા હતા.       હવે એ મારા તરફથી નચિંત બની કાકા સાથે કામમા લાગી ગયા.પણ આ ચોવીસ કલાકનો ધંધો હતો.એટલે મમ્મીની હાલત કફોડી થઇ ગઇ.એ આ પરિવારને આ ગામમાં પ્રથમ વાર આવી હતી. પ્રાથમિક સગવડનો ય અભાવ હતો.એ આવી રીતે રહેવા ટેવાયેલી નહોતી.સૌથી વધારે તો એણે પપ્પાનો સહવાસ ને સાથ ગુમાવ્યો હતો. હવે પપ્પા પાસે મમ્મીની સારવાર કરવાનો વખત નહોતો. ને અહીના વાતાવરણ પ્રમાણે એવુ સાનિધ્ય પણ શક્ય નહોતુ.    એમ તો એ પપ્પાની સ્થિતિ સમજતી હતી. એની મુસીબત વધે નહિ એમાટે એ ચુપચાપ સહેતી રહી. પણ આ બદલાયેલા રવૈયામાં એની બિમારી એટલી વધી ગઇ કે એનો જીવ લઇને  જ જંપી.       સંયુકત પરિવારમાં રહેતા હતા એટલે રોજબરોજનો તો સવાલ નહોતો પણ મનથી એ એકલા થઇ ગયા.પરિવારમાં પ્રેમની જે ઉણપ હતી એ મમ્મીની ગેરહાજરીને કારણે તીવ્ર બની ગઇ.મમ્મીની જે ઉપેક્ષા થતી હતી એનુ કારણ પણ  મને જાણવા મળ્યુ.        એસમયમાં નાતજાતના બંધનો કાયદા કરતા ય કડક હતા. નાત સામે બંડ પુકારનારની  જે માનસિક સતામણી થતી એ જેલની સજા કરતા ય ખરાબ હતી.એવા સમયમાં મમ્મી પપ્પાએ  પ્રેમલગ્ન કર્યા હતા. એમા પણ પપ્પાની જ્ઞાતિ ઉંચી'બ્રાહ્મણ! ને મમ્મીની ઉતરતી.   એની સજા? તો દાદા દાદીએ તો મમ્મીનુ મોઢુ જોવાની ના પાડી દીધી.રહેતે રહેતે પપ્પા જોડે તો મનામણા થયા પણ અમને માદિકરીને તો એલોકોએ કયારેય ન સ્વીકાર્યા.એટલે જ આ ગામ ને પરિવારથી અમે આજસુધી અજાણ જહતા.પપ્પાએ આબધુ સમજીને જ આજસુધી વતન કે પરિવારનો ઉલ્લેખ કર્યો નહોતો.આજે એને ન છુટકે  આ ગામ ને ઘરમાં પગ મુકવો પડયો હશે ને એ પણ મારી ને મમ્મી સાથે. ત્યારે એના સ્વમાની જીવને  કેટલુ   આકરુ લાગ્યુ હશે?  એટલે જ મમ્મીની જીજીવિષા ઘટી ગઇ હશે. પરિવારના લોકોએ એની સાથે કેવુ વર્તન કર્યુ હશે એતો કયારેય જણાવા ના દીધૂ. પણ એની ઉદાસીનુ કારણ હવે સમજાયુ. અત્યારે થોડો જે આવકાર મળ્યો એ પણ પપ્પાની આવડતનો લાભ લેવા માટે જહતો.        જીવનમાંથી એનો રસ ઉડી ગયો હતો. માત્ર મારે ખાતર જીવતા હતા.  મારુ ભણવાનુ પુરુ થયુ ને નોકરી મળી ગઇ. એને જીવનની સાર્થકતા ગણીને એણે જીવનલીલા સંકેલી લીધી. હવે ભરી દુનિયામાં હુ એકલી પડી ગઇ. એકલતામાં ન આવવાના વિચારો આવે. મારા કહેવાતા પરિવારનો કયારેક હુ સ્વીકારી શકીનહિ.       હવે મારી પાસે પૈસા હતા પણ એનાથી મારા માબાપ કે મનની શાંતિ મળી શકે એમ નહોતુ. મારી  રીસ કોના પર ઉતારુ?કોણ  હતુઆ પરિસ્થતિ માટે જવાબદાર? કોણે મારા પપ્પાને નોકરી ને ગામ છોડવા મજબુર કર્યા હતા? ભોગીકાકા? હા એ જ હતા આના માટે જવાબદાર. જો કે એણે શુ કર્યુ હતુ ને શા માટે?એતો મને આજે પણ ખબર નથી. મારા પપ્પાએ છેક સુધી એ રહસ્ય જ રાખ્યુ. નહિતર અમે આજે પણ સુખચેનથી એ ગામમા રહેતા હોત ને મારા  માબાપને  આટલુ દુઃખ વેઠવુ ન પડયુ હોત.          ને મારા મનમાં વિદ્રોહની આગ ભભુકી ઉઠી. હવે હુ પણ કાકાને સુખેથી જીવવા નહિ દઉ, એના પરિવારને વીંખી નાખીશ. એની આબરુને ધુળધાણી કરી નાખીશ. એને એના પૈસાનુ જ અભિમાન છેને? આરવ હવે મારી મુઠ્ઠીમાં છે.એને મારુ હથિયાર બનાવી એનો સંસાર છિન્નભિન્ન કરી નાખીશ.' એ એટલી ઉશ્કેરાઇ ગઇ.જાણે ભરી કોર્ટમાં પોતાને થયેલા અન્યાય સામે ન્યાય માગી રહી હોય!આક્રોશ સાથે    જ  એનો અવાજ અનાયાસે ઉંચો થઇ ગયો. સ્થળ કાળનુ ભાન ભુલાઇ
 ગયુ. આ જાહેર જગ્યા છે કે કોઇ જતા આવતા સાંભળી જશે  એવો ખ્યાલ જ ન રહ્યો.              પણ અતિ આવેશકે ઉતાવળમાં માણસ કયારેક એવી ભુલ કરે છેકે એ કયારેય ભરપાઇ થતી નથી. જીગીષા જેવી ચાલાક ને સાવધ છોકરી પણ અસાવધાનીમાં એવી ભુલ કરી બેઠી. આરવનો ફોન ઓફ કરવા જતા એણે પોઝ પર આંગળી મુકી દીધી હતી!!       કુદરતનો નિયમ કે જે ગણો તે એકનુ નુકશાન બીજાનો નફો એમ એની ભુલ આરવ માટે વરદાન સાબિત થઇ. પોતાની ઓફીસમાં બેઠા બેઠાજ એને જીગીષાનો આક્રોશ, ક્રોધ, વેરની આગ ને એના આ શહેરમાં આગમનનો હેતુ, શબ્દશઃ જાણ થઇ હતી! તો જેને એ પ્રેમની દેવી માનતો હતો,જેને ખાતર એ પોતાના હર્યાભર્યા પરિવારને હોમી દેવા તૈયાર થઇ ગયો હતો એ તો હકીકતમાં વિફરેલી વાઘણ હતી. એણે ફોનના સંશોધકનો આભાર માન્યો. સાથે વિરલ જેવા વફાદાર મિત્ર મળવા બદલ ભગવાનનો આભાર માન્યો.         હવે આવી લડાઇ એકલા તો જીતાય નહી. આખા પરિવારનો સહકાર ને સહિયારો પ્રયત્ન જરુરી હતો. આમાટે બધાએ ભેગા મળી આ બાબત ચર્ચાવિચારણા કરી  યોજના પ્રમાણે કામ  કરવાનુ હતુ.   એક રાતે પપ્પાની રુમમા આવ્યો એ સમજી ગયા. આરવના ચહેરા પરથી કે કાઇક અગત્યનુ કામ લાગે છે. એણે પેપર બાજુમાં મુકી આરવને આવકાર આપ્યો. થોડી અવઢવ પછી આરવે શરુ કર્યુ,' પપ્પા, આપણા પરિવાર  ઉપર બહુ મોટી આફત આવી રહી છે,' આમા પોતાનુ પ્રેમપ્રકરણ પણ સંડોવાયેલુ છે, એ યાદ આવતા એ અટકી ગયો. 'આરવ, કેમ અટકી ગયો? બોલ, હુ સાંભળુ છુ'. ભોગીલાલે કહ્યુ. 'પપ્પા પથૂકાકાની દિકરી આપણા શહેરમાં વકિલ થઇને આવી છે' આરવે  કહ્યુ.' એમા તુ શુ કામ મુંઝાઇ ગયો? એ કાઇ અજાણી નથી આપણા ઘરથી. ઘરે આવવાનુ આમંત્રણ આપી દેજે' ભોગીલાલે સહજતાથી કહ્યુ. ' તમને કેમ સમજાવુ,પપ્પા, એ તમારી ભલીભોળી  દિકરી નહિ પણ દુશ્મન થઇને આવી છે વેરની વસુલાત માટે' આરવે ફોન પર જે કાઇ સાંભળ્યુ હતુ કે કહી નાખ્યુ. ' આ સાંભળતા એ પણ વિચારમાં પડીગયા.આટલી બધી ગેરસમજનુ કારણ?    ' કારણ તો તમે જ જાણો, એ તમારા મિત્ર ને કર્મચારી  બન્ને હતા. ' આરવે આ તક ઝડપી ને વરસો પહેલા અધુરી રહેલી વાતને જાણવા એની જીજ્ઞાસા સળવળી ઉઠી.   જયારે ભુતકાળના એ દુઃખદ પ્રકરણને યાદ કરતા આજે પણ ભોગીલાલના ચહેરા પર એ જ ઉદાસી પ્રસરી ગઇ.'આરવ, આમ  તો વાતમા કાઇ માલ નહોતો. પણ માણસના આગ્રહો ને પુર્વગ્રહો અમુક વસ્તુને અમુક રુપમા જ જોવાનો ને મુલવવાનો દુરાગ્રહ રાખે છે'એણે વાત ટાળવા કહ્યુ.           'પપ્પા, જો તમે આજે જે કાઇ તે દિવસે બન્યુ હતુ એ જીગીષાને સમજાવી શકો તોઆપણે એને શાંત કરી શકીે ને તમને પણ વરસોથી મનમાં ઘોળાતી એક અણગમતી  યાદનો નિકાલ થઇ જાય' આરવે વિંનતી કરી.       છેવટે એણે વાત શરુ કરી' દિકરા, પથૂકાકા વિશે જેટલુ કહીએ એટલુ ઓછુ. એ તો સતયુગનો કોઇ ભુલો પડેલો શાપિત આત્મા  જેકલિયુગમાં કસોટીએ ચડ્યો હતો. એનામાં ઉતમ  ગુણો સાથે એટલી જ ઉગ્ર માનવસહજ  નબળાઇઓનુ મિશ્રણ હતુ. જો કે કોઇ સંપુર્ણ તો નથી હોતુ.  એનુ મુળનામ તો પૃથ્વીશ. પણ જેજાણીજોઇને  એ નામ છુપાવતો. સરખી વયના મિત્રો કદાચ મજાક કરે કે નામ 'પૃથ્વીનો બાદશાહ ને રહેવા ભાડાનુ મકાન'!  પરિચીતોમાં એ પથુભાઇ  તરીકે ઓળખાતો. એના માબાપ ગરીબ. એને કારણે એલોકોએ જે હાલાકી, મજબુરી ને અપમાન વેઠ્યા હશે નેએનો સાક્ષી હશે. સ્વભાવે લાગણીશીલ. એટલે બચપણથી જએને અમીરો તરફ હાડોહાડ વેર.દરેક બાબતમાં એને આ પુર્વગ્રહથી જ વાત મુલવવાની આદત પડી ગયેલી.તો એનો ઉમદા  ગુણ એ એની સત્ય પ્રિયતા.એ ખોટુ કરે નહિ ને કરવા પણ ન દે. અમે મજાકમા એને સતવાદી હરિચદ્રં કહેતા.અમારુ વતન અલગ અલગ હતુ. પણ    અમે સાથેજ હાઇ સ્કુલમા  દાખલ થયા. ેએ સ્વભાવે ઉગ્ર ને હુ નરમ. કોઇને અન્યાય થાય તો એ અજાણ્યા માટેય બચાવ માટે માર ખાય ને હુ એને બચાવુ. અમીરોના છોકરાઓની તો ખાસ પટ્ટી ઉતારે નેઆંખે ચડે. શિક્ષક કે વિદ્યાર્થી કોઇ ખોટુ કરે તો કોઇની શેહ ન રાખે. આવો  બળવાખોર આત્મા! આમ પાછો દિલનો અમીર. કોઇને મદદની જરુર હોય, ભણવામાં પાછળ રહી ગયુ હોય તો મદદ માટે તૈયાર.ગણિતની તો કુદરતી બક્ષીસ. શિક્ષકોને ય મહાત કરી દે. આમ હાઇસ્કુલથી જ સત્યનિષ્ઠ તરીકેની એની છાપ પડી ગઇ.
 હાઇસ્કુલ પછી અમે છુટા પડી ગયા, હુ દાદાની સાથે ધંધામા જોડાઇ ગયો. એ ઉતમ ગુણાંકથી પાસ થયો.ે એને સ્કોલરશીપ મળી.એટલેઅે એ શહેરમાં આગળ અભ્યાસ માટે જતો રહ્યો.      વરસો બાદ અમે મળી ગયા. વાતવાતમાં મને ખબર પડીકે એ નોકરીની તલાશમાં  ભટકતો હતો. ગોલ્ડમેડાલિસ્ટ હતો. ઉતમ પ્રમાણપત્રો ને પારાવાર  ભલામણો હતી. નોકરી એને સામેથી મળતી હતી પણ ટકતી નહોતી. કારણ એનો આખાબોલો ને સત્યાગ્રહી સ્વભાવ. સત્યને એ જરાક કુણુ કરી શક્યો હોત!એસિડ જેવી જીભને થોડી વશમા ં રાખી હોત તો એ જરુર સફળ  થયો હોત. પણ સત્ય જોડે સમાધાન કરીને મેળવેલી સફળતા એને સદે એમ નહોતી.     અમે ઘણી ચર્ચા કરી.અનુભવોની આપ લે કરી.મને તોએના સ્વભાવની જાણ હતી. એટલે સામેથી નોકરીનુ મારે ત્યા આમંત્રણ આપતા અચકાયો. પણ એની હાલત જોતા કઇક તો કરવુ જ જોઇએ એવુ મને લાગ્યુ. આવા ઇમાનદાર ને જોરજુલમ  ને લાલચ સામે લડત આપનારા વિરલા બહુ થોડા હોય છે. એટલે કોઇ એની કદર કરે ન કરે મારે તો કરવી જોઇએ. એમ વિચારીને  મે મારા ત્યા નોકરી કરવાની દરખાસ્ત મુકી.     તો એણેએના સ્વભાવ  પ્રમાણે ચોખવટ કરી નાખી. ' નોકરીની જરુર તો છેજ એટલે ખોટો આગ્રહ નહિ કરાવુ. પણ એક વાત સ્પષ્ટ કરી લઇએ. આ  નોકરી તુ મારી દયા ખાઇને આપે છે કે મારી લાયકાતને'?   ' અરે ભાઇ, તારી દયા ખાનાર હુ કોણ?  બાકી તારા જેવો માણસ મારે ત્યા કામ કરે એ તો મારા સદભાગ્ય ગણાય' મે એને પટાવવાની કોશિશ કરી.પણ મારી પ્રશંસાને નજરઅંદાઝ કરી એણે બીજી શરત મુકી.' તારો કારોબાર મોટો છેને હુ નાનો માણસ, તુ તારો વહિવટ જે  રીતે કરતો હોય પણ મને તારા કાળાધોળામા સંડોવીશ નહિ. કારણ મને ઘણા અનુભવો થયા છે, તુ પણ એવા શેઠિયા જેવો જહોય તો મને નહિ ફાવે. આ બધૂ તને મંજુર હોય તો જ હુ તારી નોકરી સ્વીકારુ. બાકી મારે નોકરી ને દોસ્તી બેય ગુમાવવા પડે એવુ નથી કરવુ'      ' એનુ આ અભીમાન મને ખટક્યુ. આ તો જાણે નોકરી સ્વીકારી મારા પર ઉપકાર કરતો હોય! જો કે એમા એનુ અભિમાન નહિ પણ સચ્ચાઇ ને હિંમત બોલતી હતી. બાકી ભુખ્યા પેટે પ્રમાણિકતા જાળવવી સહેલી નથી. મેએની શરત મંજુર રાખી ને એ આપણી કંપનીમાં કામ કરતા થયા.'ભોગીલાલ કહ્યુ. ' પપ્પા, જો તમને પરસ્પર શરતો મંજુર હતી તો એવુ શુ બન્યુ કે એ અચાનક તમારી દોસ્તી ને નોકરી બન્નેને ઠોકર મારીને જતા રહ્યા'આરવ પોતાનુ કુતુહલ રોકી નશક્યો'   ' આરવ, નોકરી તોએ પ્રમાણિકતાથી કરતો જ હતો. એની કેટલીય કડવી વાતો મે સાંભળી લીધી હતી. ટેવાઇ ગયો હતો.કયારેક વધુ પડતુ થાય ત્યારે મશ્કરીના રુપમા કહી નાખતો.'એલા,તુ તો સતવાદી તરીકે અમર થઇ જઇશ. તારી બુકો લખાશે, ફિલ્મો બનશે પણ તારી પાછળ તારો પરિવાર કેટલો હેરાન થાય છેએનો તો ખ્યાલ કર. ખરેખર સુમતિભાભી સીતા જેવી સહનશીલ હશે.બીજી હોય તો તારા આવા સતવાદીવેડાથી ત્રાસીને કયારનીય ભાગી ગઇ હોય'.  આએક જ વાત પર એ ઢીલો પડી જતો.' સાચુ કહુ? યાર,ભગવાને લક્ષ્મી નથી દીધી પણ એનાથી ય ચડિયાતી ગૃહલક્ષ્મી આપી છે.આ સતનુ પુંછડુ પકડીને આટલા વરસો ટકી રહ્યો છુ એના પ્રતાપે જ.મારા સ્વભાવ પ્રમાણે સવારે નોકરી હોય ને સાંજે નપણ હોય. પણ એણે એની આવડત વાપરીને બે વખત ખાવાનો જોગ તો કરી જ લીધો હોય. કયારેય ભુખ્યુ સુવુ નથી પડ્યુ.કે કયારેય મેણા ટોણા  નથી સંભળાવ્યા. '  કહેતા એનો અવાજ લાગણીથી છલકાઇ જત ભોગીલાલ વાત કરતા આ લાગણીસભર વાર્તાલાપ આગળ  અટક્યા.  હવે આગળ વાત કરવી ના કરવી એ અવઢવમાં હતા.  છેવટે એણે કહી જ નાખ્યુ.'દિકરા  કામને લાગેવળગે ત્યા સુધી તો બધુ બરાબર હતુ, પણ ઝઘડો ઉભો થયો તારા ને જીગીષા વચ્ચેના સબંધને કારણે'   આરવ ડઘાઇ ગયો. આ ઝઘડામાં પોતે કારણરુપ હતો! પ્રથમ વાર ખબર પડીને આઘાત લાગ્યો. પપ્પા ને પથુકાકાને ઝઘડો કરવો પડેે એવુ બન્ને વચ્ચે કાઇ બન્યુ નહોતુ.તો પછી? ' પપ્પા, હવે તો તમારે પુરી વાત કરવી પડશે.મને  પણ ખબર તો પડે કે અમારા એવા અપરાધથી  તમારી વચ્ચે આટલી અંટસ પડી ગઇ?'  હવે એના સ્વરમાં ઉશ્કેરાટ આવી ગયો. ભોગીલાલે એ જોયુ ને શાંતિથી કહ્યુ' સાંભળ,  મે તમને બન્નેને તમારી ઉંમરના અંદાઝમાં આગળ વધતા જોયા.એમાં મને મૈત્રી  કરતા વિશેષ કશુ લાગ્યુ. એક વખત હુ બહારથી આવ્યો ને ઉપર જવા દાદરો ચડતો હતોને મે જીગીષાને તારા રુમમાથી કઇક શરારત કરીને બહાર ભાગતી જોઇ, એના મો પર તોફાની હાસ્ય ને કદાચ તારાથી છટકવા  બે ધ્યાનપણે દોડતા મારી સાથે અથડાઇ,શરમાઇને ભાગી  ગઇ. મને લાગ્યુ કે એ હવે  નાની નિર્દોષ બાલિકા નહોતી જેને હુ આજ સુધી ઓળખતો હતો.એયુવાન થઇ ગઇ હતી. આ બાબત પથુકાકા સાથે વાત કરવી જરુરી હતી. કેમકે તમારો સબંધઆગળ વધી જાય ને પછી તમને છુટા પાડવા પડે એ પહેલા સાચી હકીકત તમે બન્ને જાણો એ જરુરી હતુ. બસ, આજ વાત મિત્રદાવે કરી કે ભાઇ,હવે દિકરી ગજુ કરવા માંડી છે. જરા એના પર નજર રાખતો જા' તો મારો ઇશારો કે ઇરાદો સમજ્યા વિના મને ઉધડો લઇ નાખ્યો. જાણે એની દિકરીની બેઇજ્જતી કરી હોય એટલો ઉશ્્કેરાઇ ગયો.' તો મારી દિકરીએ કોના ઘર નજર નાખી છે?કોઇ નામ તો લઇ જોવે મારી દિકરીનુ'. એણે આખી ઓફીસ  સાંભળે એટલો મોટો બરાડો પાડયો.       હવે મને પણ ગુસ્સો ચડ્યો.'કોના ઘરમા?જાણવુ છે?તો મારા જ ઘરમાં ને મારા દિકરા પર નજર નાખી છે. શંકા હોય તો પુછ તારી દિકરીને' મે પણ એવો જ ઉગ્ર જવાબ આપ્યો.       'જો, હુ તારી નોકરી  કરુ છુ. આઠ કલાક પુરતો  તુ મારો માલિક. નોકરી પુરતી સલાહ  સાંભળવા હુ  બંધાયેલો છુ. પણ મારે ઘર કેમ ચલાવવુ કે મારી દિકરીને કેમ સંભાળવી એ મારો અંગત પ્રશ્ર્ન છે.તારે એમાં માથુ મારવાની જરુર નથી. એના કરતા તારા દિકરાનુ ધ્યાન રાખ' એણે સામેથી સલાહ આપી"!  આરવ કોઇ જુની રણભુમિના અવશેષ જોતો હોય એમ સાંભળી જ રહ્યો. ભોગીલાલે દુઃખદ કહાની આગળ ચલાવી.' આટલુ પુરતુ ન હોય એમ વરસોથી અમીર ગરીબનો પુર્વગ્રહ એને નડી રહ્યો હતો એ એણે પથ્થરની જેમ ઉઠાવીને બેરહમીથી મારી છાતીમાં માર્યો.' તારુ કહેવાનો મતલબ તોએજ થયો ને કે અમે ગરીબ છીએ એટલે તારા સબંધી  થવાને લાયક નથી.તું ય નીકળ્યો તો છેવટે શેઠિયાની જમાતનો જ ને.એવુ નહોત  તો તને મારી દિકરીમાં કયા ખોટ દેખાણી?' એણે ઉભા થતા થતા ફાઇલને જોરથી ટેબલ પર પટકી.'  બેસી જા,દોસ્ત.એમ આકળો ન થા.મારે તારી દિકરીસામે કોઇ ફરિયાદ નથી. પણ એપહેલા મારી વાત પુરી સાંભળ' મે વિંનતી કરી.પણ સાંભળે એ બીજા,આ પથુકાકો નહિ.એકવાર એવાત એના મનમાં ઠસાઇ ગઇ કે મે જીગીષાને માત્ર ગરીબ હોવાને કારણે જ નકારી છે.એને કારણે હવે એ વાર્યો વળે એમ નહોતો.ખુરશીને જોરથી હડસેલી,ઓફિસના બારણા ભટકાવી,
પગ પછાડતો એ બહાર નીકળી ગયો. મારો વિચાર હજુ એને પાછો વાળી વાતની ચોખવટ કરવાનો હતો.વરસોની અમારી મિત્રતા એક ગેરસમજણથી નષ્ટ થઇ રહી હતી.પણ આવા એકમાર્ગી માણસને સમજાવવા જતા અત્યારે આખી ઓફીસના લોકોસામે એ ભવાડો જ કરવાનો હતો. થયુ કે અત્યારે શાંત થઇ જવા દો. પછી એને ઘેર જઇને ભાભીને સામે જ વાત કરીશ. એ તો સમજશે જ.       પણ થોડી વારમાં જ એનુ રાજીનામુ  મારા હાથમાં આવ્યુ!. સાથે બાકીના લેણા  પગારની  માગણી પણ હતી. મે મારા સેક્રેટરીને એને બોલાવવા મોકલ્યો. તો એણે પાછા આવીને સંદેશો આપ્યો કે એ તો રાજીનામુ લખીને તરત જ નીકળી ગયા છે!       મને ય  ચટકી  ગઇ. આ તે કાઇ માણસની રીત છે?કોઇની વાત સાંભળવાની કે સમજવાની એને જરુર જનહિ?શુ સમજે છે પોતાની જાતને? ભલે હેરાન થતો. મે મારા પક્ષે ઘણુ જતુ કર્યુ છે.મે પણ રાજીનામુ સ્‍વીકારી બાકીનીરકમ એને ઘેર  પંહોચતી કરી દીધી. તો પણ એકવખત રુબરુ મળીને વાત તો કરવી જ હતી.પણ એ મોકો જ ના મળ્યો. એ તો બીજે દિવસે વહેલી સવારે ચુપચાપ ચાલ્યો ગયો હતો. કયા?એ તો કોઇને ખબર નહોતી.'
અત્યાર સુધી પરિકથાની જેમ બે દોસ્તોની દાસ્તાન  સાંભળી રહેલા આરવના મનમાં અચાનક એક પશ્ર્ન ઉઠ્યો.'એક વાતનો જવાબ આપશો ,પપ્પા? જીગીષાને પુત્રવધુ તરીકે સ્વિકારવામાં તમને કયા વાંધો હતો? કોઇ પણ આ વાત સાંભળનાર પથુકાકાનો આક્ષેપ સાચો લાગે.' આરવનો સવાલ નેખરેખર તો આક્ષેપ સાંભળી એઅંદરથી ખળભળી ગયા.'આરવ, તુ  પણ મને એવો સંકુચિત માને છે?મારો પોતાનો જ દિકરો મને ન સમજી શકે તો પરાયાની શુ આશા રાખવી?ખેર હવે જે વાત મારે પથૂકાકાને સમજાવવાની હતી હવે તુ જ સાંભળીને અભિપ્રાય આપજે. તારુ ને દર્શનાનુ સગપણ તો બહુ  વહેલા નક્કી થઇ ગયેલુ.એ સમયે તમે નાના  હતા એટલે અમે નક્કી કરેલુ કે યોગ્ય સમય આવશે ને તમે બન્ને રાજી હશો તો આ સબંધ જાહેર કરીશુ.ત્યારે તો તને ય દર્શના  ગમતીને એટલે જ તુ સેજપુર આવવા આતુર રહેતો.એને મળીને ખુશ થતો ને વિદાય લેતા ઉદાસ થઇ જતો. પણ પાછો ઘેર આવતા જીગીષા સાથે આંખમિચોલી રમવા માંડતો. એ વખતે તુ બે  છોકરીઓની લાગણીઓ સાથે રમતો હતો.ને એ બન્ને આ વાતથી અજાણ હતી. આવી રમતો કયારેક જીવનમાં આંધી સર્જી દે. તને આજે અે અનુભવ થઇ ગયો ને?એ વખતે તારી સાથે આ બે છોકરીને પણ તુ ગુમરાહ કરી રહ્યો  હતો.ગમે તે એક સાથે તારે સ્પષ્ટ થવાની જરુર હતી જે તારી એ ઉંમર ને અણસમજને કારણે કરી શકતો નહોતો.એટલે મારે આ પગલુ ભરવુ પડ્યુ ને એ ચોખવટ કરવા જતા દોસ્ત ગુમાવવો પડ્યો. હવે ખ્યાલ આવે છે કે એવખતની એક ભુલે આજે આપણને કેવા ખતરામાં મુકી દીધા?જો તને જાણ ન થઇ હોત તો?ગમે તે એકને તો તારા જીવનમાથી વિદાય આપવાની જહતી." ભોગીલાલ આટલુ બોલતા થાકી ગયા. પણ આરવ આજે વાતનો તાગ લેવાના મુડમા હતો, ' પપ્પા, પણ શા માટે તમે જીગીષાને દુર કરી?એ મારી પસંદ હતી એટલે? કે દર્શના  તમારી પસંદ હતી એટલે?હવે મને સમજાય છેકે શા માટે તમે મને સેજપર  જવા સમજાવતા ને દર્શનાની દરેક આવડતો ને ખૂબી તરફ મારુ ધ્યાન દોરતા.' આરવને જાણે કોઇએ મુર્ખ  બનાવ્યો હોય એટલો ગુસ્સો આવ્યો.

      

Saturday, December 24, 2016

પ્રેમની જીત ભાગ ૩

આગલા અંકથી ચાલુ.   યુવાનીમાંઆવતા આરવ ને જીગીષા વચ્ચે સ્વભાવિક વિજાતીય ખેચાણ શરુ થયુ.યૌવનની એ પ્રથમ મસ્તી હતી. પણ આરવ પોતાના પ્રેમને ગંભીરતાથી જોતો હતો. પણ સામે જીગીષા જેવી બિન્દાસ છોકરી!કદાચ આરવના પ્રેમના એકરારને  વેવલાશ ગણીને હાંસી પણ ઉડાવે. વાત બહાર પડેતો સરખા મિત્રોમાં શરમાવા જેવુ થાય. એટલે એપોતાના પ્રેમને ગોપિત રાખતો હતો.બાકી મનથી તો એ આ તેજસ્વી ને તરવરાટભરી છોકરી પાછળ લગભગ પાગલ થઇ ગયો હતો.મુગ્ધાવસ્થાના આસમયમાં આગળપાછળના વિચારો નહોતા કે શક્ય  અશક્યતાની  પરવા પણ નહોતી. એમાં એકવખત એના તરફથી મનભાવન પ્રતિભાવ મળતા એ ખુશ થઇ ગયો. છાના છપના  મળવાનો આનંદ અનોખો હતો. સામ સામી બારીએથી એકબીજાને જોવા, હવામાંનામ લખવા ને રાતે સુવા જતા બારીએથી હવામાં ચુંબન ઉડાડવુ આબધી બાલિશ ચેષ્ટામાં  ય  અદભુત રોમાન્સ લાગતો.       પણ આ પ્રણય કોઇ ચોક્કસ મુકામ પર પહોચે એ પહેલા આરવને મેડીકલમાં પ્રવેશ મળ્યો.  ટપાલ એને મળી ત્યારે સમય બહુ થોડો રહ્યો હતો ને એને ઘણી તૈયારી કરવાની હતી.જતા પહેલા એકવખત જીગીષાને મળીને મનની વાત પાકી કરી લેવાની ઇચ્છા થઇ પણ પુરુષસહજ અભિમાન આડુ આવ્યુ!'એનેય  ખબર તો પડી જ હશે તો એકવાર અભિનંદન આપવા ને વિદાય આપવા નિમિતે ય આવવુ તો જોઇએ ને' મનોમન એણે વિચાર્યુ.પણ એ ન આવી. જો અહમને એક બાજુ રાખીને એ સામેથી મળવા ગયો હોત તોએની જાણ   બહાર એના ઉગતા પ્રણયમાં જે અણધાર્યો વળાક કે વિધ્ન આવ્યુ હતુ એની જાણ તો થાત!  આરવ બેંગલોર ઉપડી ગયો. નવુ વાતાવરણ,નવી દોસ્તી ને અભ્યાસનુ ભારણ. ેલગભગ બધાને ભુલી ગયો. વેકેશનમા ઘેર આવ્યાને કંપની ઉપર એમ જ આંટો મારવા ગયો. તો એની નવાઇ વચ્ચે પથુકાકા એટલે કે જીગીષાના પપ્પાની જગ્યાએ કોઇ બીજી જ વ્યકિતને કામ કરતી જોઇ. એણે મુખ્ય ક્લાર્કને પુછ્યુ'' દેસાઇસાહેબ. પથુકાકા કેમ નથી દેખાતા?રજા પર છેકે કાઇ સાજા માંદા?'     જવાબમાં દેસાઇ કાઇ ભેદભર્યુ હસ્યા. બીજા કર્મચારીઓ સામે આંખ મિચકારી જવાબ આપ્યો. ' તો તમને ખબર નથી? એ તો ઘણા વખતથી નોકરી છોડીને જતા રહ્યા છે. જાણવા પ્રમાણે એણે નોકરી સાથે ગામ પણ છોડી દીધુ છે'  'પણ એવુ તો શુ બન્યુ?' આરવનુ કુતુહલ વધી ગયુ. જો કે એને સમજાઇ ગયુ કે આ લોકો એને સાચી વાત કહેવાના નથી.  ' શું થયુ એતો અમને ય ખબર નથી. તે દિવસએ મોટા સાહેબની ઓફીસમાથી નીકળ્યા ત્યારે ઘુંઘવાયેલા હતા. વાત કરવાની તો બાજુમાં રહી પણ અમારી સામે જોયુ ય નહિ.થોડી વારમા તો સમાચાર આવ્યા કે એમણે રાજીનામુ આપી દીધૂ છે.એજ ઘડીએ દરવાજા બહાર નીકળી ગયા તે આજનો દિવસ ને કાલની ઘડી. કોઇને એના સમાચાર મળ્યા નથી'. દેસાઇએ ખુલાસો કર્યો.           આનાથી વઘુ માહીતી આ લોકો   પાસેથી મળવાની શક્યાતા નહોતી. એટલે આરવ પપ્પાની ઓફીસમાં ગયો.
એને કુતુહલ સાથે કઇક અજુગતુ બની ગયુ હોય એવુ લાગતુ હતુ.' પપ્પા, પથુકાકા કે દેખાતા નથી,રજા પર છે?'  'નહિ , એ નોકરી છોડીને જતા રહ્યા છે'એણે ટુંકો ને ટચ જવાબ આપ્યો. 'પણ એકાએક શું થયું' આરવની જીજ્ઞાસા વધી ગઇ.જો કે મનમાં ડર લાગ્યો કે વધારે પુછવા જતા એ ગુસ્સે થઇ જશે. છતા ય પોતાની જાતને રોકી ના શક્યો.       પણ ગુસ્સાને બદલે ભોગીલાલના ચહેરા પર ઉદાસી  પ્રસરી ગઇ. એણે નિસાસો નાખીને મનોમન વાત કરતા હોય એમ ધીમા સ્વરે કહ્યુ'ભાઇ, સહુ પોતપોતાની મરજીના માલિકછે. જનારને રોકી શકાતા નથી.'ને એ આરવ સામે જોયા વિના પાછા પોતાના કામમાં લાગી  ગયા.     આરવને જવાબ અધુરો લાગ્યો પણ આનાથી વધારે પપ્પાને છેડવાનુ જરુરી નહોતુ.ઉપરાંત વાદવિવાદ માટે આ યોગ્ય જગ્યા પણ નહોતી,એણે આ વાત અહી જ છોડી દીધી.  એ ફરીથી પોતાના કામમા લાગી ગયો.ત્યાર પછી જીગીષા વિષે જાણવાની કોઇ ચેષ્ટા કરી નહિ.   ચાર વરસની સખત મહેનતનુ પરિણામ  એના નામ આગળ ડો.નુ આભુષણ લાગી ગયુ. એની આસપાસની દુનિયા પણ બદલાઇ ગઇ. એકાદ વરસમાં તો દર્શના એની દુલ્હન બનીને એના જીવનમાં આવી.     એ દર્શનાને પણ જીગીષાની માફક બચપણથી જ જાણતો હતો. એના જીવનમાં આ બે યુવતીઓ એકબીજાથી અજાણ પણ સમાંતરે જીવતી હતી. દર્શના ગામડામાં ઉછરેલી  સાદી પણ સંસ્કારી છોકરી હતી. દર્શના  ને આરવને એકબીજા તરફ વાળવાની ખુદભોગીલાલની જ યોજના હતી. એ રીતે દર્શના એ ભોગીલાલની વ્યકિતગત પસંદગીની જીત હતી. વાત આમ હતી. એ પોતે સેજવુડના વતની હતા.હજુ પણ ગામમાં વડિલોપાર્જિત મકાન ને ખાસ્સી જમીન હતી.પહેલા દાદા સંભાળતા, પછી એના પિતાનિવૃત થઇને ગામમાં રહેતા ને હવે પોતે પણ નિવૃતિ પછી વતનમાં જીવનના શેષવરસો વિતાવવાના હતા.એ ેમના વડીલોનો આ શિરસ્તો હતો.એટલે ગામ સાથેનો નાતો એમણે જાળવી રાખ્યો હતો.ગામમાં બનતા સારાનરસા બનાવોથી માહીતગાર રહેતા. ખેતીની આવકનો મોટો ભાગ એ ગામના હિત માટે વાપરતા.જાહેર હિત ઉપરાંત કોઇ ગરીબ પરિવારની વ્યકિતગત જરુરિયાત. કોઇ ગરીબ માણસની માંદગીના પ્રસંગ કે માત્ર પૈસાના અભાવે ભણી ન શકતા તેજ્સવી છાત્રોને સ્વેચ્છાએ મદદ કરતા. તો કોઇ કુદરતી પ્રકોપમાં ગામનો આ પનોતો પુત્ર મોભી બનીને ઉભો રહેતો. એટલે ગામમાં એનુ માન ને સ્થાનહતુ. વારતહેવાર ને ખાસતો દિવાળી જેવા તહેવારો તો ગામમાં ને ગામલોકો સાથે જ ઉજવતા. દિવાળીને દિવસે આખા ગામને કોઇ ઉંચનીચના ભેદભાવ વિના એની ડેલીએ જમણવારનુ નોતરુ.હા ,છોકરાઓને  હિલસ્ટેશન કે ફરવા જવાની છુટ. કોઇનેબંધન નહિ.   ગામમાં સહુ સાથે મનમેળ. એમા ેએમના  ખાસ મિત્ર ,દિલોજાન દોસ્ત ચુનીલાલ વૈદ્ય. દર્શના એમની એક માત્ર ઓલાદ.ભોગીલાલ દર્શનાને નાનપણથી જોતા આવ્યા હતા.એના મનમાં એક વિચાર આવ્યા કરતો.પોતે શહેરમાં રહેવા છતા સયુંક્ત પરિવારમાં માનતા હતા.પણ નવી પેઢીના હાથમાં સુકાન આવતા અન્ય પુરાણી વસ્તુઓની જેમ  સંયુકતપરિવાર ભુતકાળની  નામશેષ સંસ્થા બની જશેએમાં શંકા નહોતી.પોતાના સમયગાળામાં જુના છતા સાચા જીવનમુલ્યોને એમણે સાચવી રાખ્યા હતા. દિકરો કોઇ આધૂનિક યુવતીને પરણીને આઘરમાં લાવે તો એને રોકી તો ન શકાય પણ આર્દશ કુટુંબનુ સપનુ જતુ કરવુ પડે. એટલે દર્શના જેવી સંસ્કારી કન્યા આ ઘરમાં આવે તો આપરંપરા જળવાઇ રહે ને  વતન  સાથેનો નાતો જળવાઇ રહે. આટલી ને આવી ગણતરી કરી એણે આરવને આડકતરી રીતે દર્શનાથી એ પરિચીત  થાય,એની ખુબીખામીઓ જાણે,એકબીજા ના વિચારો જાણે.એ બધાને અંતે પરસ્પરને પસંદ કરે.એવુ વાતાવરણ ઉભૂ કર્યુ હતુ.એ યોજના પ્રમાણે એ જયારે વતનમાંઆવે ત્યારે આરવને સાથે લાવતા.એને એના જેવડા બીજા છોકરાઓ જોડે રમવા ને ભળવા પ્રોત્સાહન આપતા. દેખીતુ જ હતુ કે આરવની સરખામણિમાં એ છોકરા ઓછુ ભણેલા,અસ્વચ્છ ને બરછટ હોય. પણ પિતાએ પુત્રને સમજાવેલુ કે આપણે બીજા કરતા ચડિયાતા છીએ  એવુ અભિમાન નહિ રાખવાનુ.બધા સાથે નમ્રતાથી વર્તવાનુ,કોઇની અણઆવડત કે અજ્ઞાનનો ગેરલાભ નહિ ઉઠાવવાનો.' આરવે આ શિખામણનુ બરાબર પાલન કર્યુ હતુ, એટલે અહી પણ એનુ સારુ મિત્રવૃંદ હતુ.તહેવારોમાં એમનીસાથે  રાસ ગરબા ને ગરબી ગાતો ને મેળામાં પણ ફરતો .તો ગામડાના રીતીરિવાજોની મર્યાદામાં રહીને દર્શના પણ એની સખીઓ સાથે આ મંડળમાં ભળતી.ભોગીલાલ તક મળ્યે દર્શનાની દરેક ખૂબીઓ તરફ અરવનુ ધ્યાન દોરતા. જો કે બન્ને વડીલોએ  એમના ઇરાદા છાના રાખેલા. ભાવિ કોણે જોયુ છે? એવો સમય આવે ત્યારે બન્ને અલગ જ પાત્રો પસંદ કરે તોએવે સમયે કોઇને દુઃખ ન થાય.        આરવ ભણવા ગયો ત્યા સુધી ગામમાંએની આવનજાવન ચાલુ રહી. પછી તોએની પાસે બહુ મર્યાદિત    સમય રહેતો. ગમે તેમ પણ દર્શનાને મળવાને બહાને પણ એ જતો.   ભણવાનુ પુરુ થતા એણે સરકારી નોકરી પછી પોતાનુ સ્વતંત્ર ક્લીનીક ખોલ્યુ.વાત પાટે ચડી ગઇ ને જીવનનો બીજો તબ્બકો શરુ થયો. એક દિવસ ભોગીલાલે વાતવાતમાં એના મનનો તાગ લેવા કોશિશ કરી' આરવ તને દિનુકાકાની દર્શના કેવી લાગે છે?'આરવ સમજીગયો.મનભાવન  પાત્રના ઉલ્લેખ થતા જ એનો ચહેરો ખીલી ઉઠ્યો.પણ એને બદલે એણે સામે પુછયુ. 'પપ્પા, એતો તમે કેવા અર્થમાં પુછો છો એના પર આધાર. બાકી સેજવુડની છોકરીઓમાં મારાથી ખામી કઢાય?એવુ જોખમ હુ ના લઉ'. આરવે પપ્પાના સવાલને હળવી મશ઼કરીના રુપમાં ફેરવી નાખી.  ભોગીલાલ એની મશ્કરીને પામી ગયા.' તું ભોળો ન બન. કયાક આવી મજાકમાં તુ આછોકરી ગુમાવીશ.એટલે વિચાર કરીને મને તારો નિર્ણય જણાવજે ને એ સિવાય બીજુ કોઇ પાત્ર હોય તો પણ કહેજે'.      આરવના મનમાં આ પળે દર્શના ને જીગીષાની સરખામણી થઇ ગઇ.એક ઉછળતી નદી તો બીજી શાંત સરિતા.એક મનમાં ઉન્માદ જગાડે તો બીજી મનના વિકારોને શાંત કરી દે.આરવને બન્ને ગમતી હતી પણ તકલીફ એ હતી કે એને ગમેતે એક જ મળે એમ હતી એક યુવાનને કેવી પત્નિ ગમે?એ સુંદર  તો હોવી જ જોઇએ. ઉપરાંત બહારની દુનિયા ને ખાસ તો મિત્રોના વર્તુળમા ભળી જાય એટલુ જ નહિ પણ છવાઇ જાય.એને જોનારના મનમા એના પતિ તરફ ઇર્ષા થાય. બીજા કરતા પોતા પાસે કશુ અસાધારણ છેએવો ભાવ જગાડે. કોલેજકાળમાં એણે ઘણી છોકરીઓ જોઇ હતી.પણ પોતાના પરિવારમાં બંધબેસે એવી જુજ હતી. હા જીગીષા બરાબર હતી ને એને  ને એના પરિવારને પણ પસંદ હતી. પણ એ તો અતીતમાં ખોવાઇ ગઇ હતી. ગમે તે કારણસર એ આરવની જીંદગીમાં પાછી ફરી નહોતી. તો પછી દર્શના સિવાય હાલના તબ્બકે કોણ વધારે યોગ્ય હોઇ શકે?  ને એમ દર્શના આરવમા પરિવારમાં પ્રવેશી ને સમાઇ ગઇ. સંસારસુખરુપ ચાલવા લાગ્યો. દસ વરસના લગ્નજીવનના પરિણામ રુપે બે રુપાળા બાળકો ઘરમાં કલરચ કરતા હતા. એ જ અરસામાં જીગીષા આ શહેરમાં વકીલ બનીને આવી ને આરવના અધુરા પ્રેમ પ્રકરણનો બીજો કાંડ શરુ થયો.ગમે  તે કારણસર જીગીષાએ પોતાનુ આગમન છુપુ રાખ્યુ હતુ ને આટલા મોટા શહેરમાં એનો ભેટો થઇ જવાની શક્યતા નહિવત ગણાય, એમા પણ જે ખોવાઇ જવા જ માગતુ હોય એને કોણ શોધી શકે? પણ અકસ્માતે એમને ધાર્યા કરતા વહેલા ભેગા કરી દીધા ને ઉપરથી મળવાનુ સરસ બહાનુ પણ ભેટમાઆપ્યુ. પછી તો યોજિત ને કયારેક અકસ્માતે મુલાકાતો થવા માંડી.દર્શનાને સંદેહ આવ્યો. જીગીષા જાણીજોઇને આરવની ગેરહાજરીમાં ફોન  કરી એના વિષે પૃચ્છા કરીને પોતાની ઓળખાણ આપ્યા વિના ફોન મુકી દેતી.એકાદ બે વાર એણે આરવના ફોન પર સંદેશા પણ જોયા. છેવટે એણે ખુલાસો માગ્યો.
     આરવ હવે વાત છુપાવી ન શક્યો. મનમાં થોડો અપરાધભાવ તો હતો જ. એણે એકરાર કરી લીધો.' દર્શના, જીગીષા એ મારો પ્રથમ પ્રેમ હતી. એને હજુ હુ ભુલી નથી શક્યો. પણ હવે તારુ સ્થાન આઘરમા કોઇ નહિ લઇ શકે.તું મારા બાળકોની માતા ને આઘરની લક્ષ્મી છે'    
 દર્શના માટે આટલો સધિયારો પુરતો નહોતો. આરવ નફ્ફટ નહોતો. વાતનો સ્વીકાર કરતા એની મજબુરી એ જોઇ શકતી હતી. પણ એક પુરુષને એ કેમ સમજાવે કે સ્ત્રી ઘરમાં નહિપણ પતિના હદયમાં રહેવા માગે છે. જ્યા એની કોઇ હરીફ ના હોય.પછી એઘર મહેલ હોય કે ઝુંપડુ એને કાઇ ફરક પડતો નથી.      પછી તો આવિષય પર આગળ કોઇ ચર્ચા નથઇ પણ વગર બોલ્યે વાત  ચાલુ જ હતી. આરવ વહેલો મોડો ઘેર આવે, કોઇ અજાણ્યો ફોન કસમયે આવે તો દર્શનાની આંખોમાં સળવળતો વહેમ એ જોઇ શકતો.એવગર કહ્યે જ આરવ ને એના પર અવિશ્ર્વાસની દરખાસ્ત જેવુ લાગતુ.       આવા તંગ વાતાવરણમાં એ પિયર ગઇ ને ત્યાથી જ એને રાહ ને રાહબર બન્ને મળ્યા.આતરફ અનાયાસે સાંપડેલા  શુન્યાવકાશમાં આરવને જીગીષા વધારે નજીક આવ્યા. પણ એ નિકટતા કોઇ નિર્ણયપર આવે એ પહેલા એને જીગીષાના સાચા સ્વરુપ નેઅહિ આવવાના આશયની અકસ્માતે જાણ થઇ ગઇ    

Friday, December 23, 2016

પ્રેમની જીત. ભાગ ૨

દર્શના  ચુપ રહી. દિનાબેને ભાર પુર્વક સવાલ દોહરાવ્યો. 'શું આરવ જોડે  કાંઇ, ને બોલતા અટકી ગયા. આતો નપુછવાનુ જ પુછાઇ ગયુ! પણ એની ધારણા વિરુધ્ધ  હકારમાં જવાબ મળ્યો.  'બેટા, મા ગણે તોએમ,પણ કહેવા જેવુ હોય તો કહી નાખ. અંતે આપણે સ્ત્રીઓ જ એકબીજાની વેદના સમજીશકીએ' એણે પુત્રવધુને ધરપત આપી. 'મા,  છેલ્લા થોડા વખતથી 'જીગીષા' નામની કોઇ છોકરીનો ફોન આવે છે. આરવ માટે. બસ. આગળ કશુ નહિ. આરવાના ફોનમાં પણ એના સંદેશા હોય છે. મે આ બાબત  આરવને  પુછ્યુ તો પહેલા તો ચોરી  પકડઇ ગઇ હોય એમ છોભીલો થઇ ગયો.છેવટે કબુલ કર્યુકે જીગીષાને એ ચાહતો હતો. પણ એતો ભુતકાળમાં પણ આજે હવે અમારા આટલા વરસમાં સંસાર પછી એપ્રથમ  પ્રેમનુ સ્થાન કયા ને કેવુ હોઇ શકે  એનો જવાબ એની પાસે નથી. ત્યારથી એનુ વર્તનબદલાઇ  ગયુ છે.કઇક ગુનાહિત લાગણી એના મનમાં લાગે છે. લગભગ ઘરમાં હોવા છતા એની હાજરી વર્તાતી નથી. ' વાત કરતા કરતા એની આંખમા આંસુ આવી ગયા.              વાત સાંભળી એ પણ વિચારમાં પડી ગયા. જ્યા સુધી સાચી વાતની ખબર ન પડેત્યા સુધી જુવાન દિકરાને ઠપકો પણ કેવી રીતે અપાય ને પુછાય પણ કેમ?તો 'જીગીષા' નામ અજાણ્યુ તો નહોતુ.પણ એની વિદાયને તો વરસો થઇ ગયા.  સાસુ વહુ થોડીવાર ચુપચાપ ઉભા રહ્યા,  'મા' છેવટે દર્શનાએ મૌન તોડ્યુ.' હુ થોડો વખત સેજપુર જઇ આવુ? ઘણા વખતથી બાબાપુજીને મળી નથી. છોકરાઓને પણ વેકેશન છે. મારે પણ હવાફેર થશે ને શાંતિથી વિચારવાનો વખત મળશે.'  'દર્શના, આપરિસ્થિતિનો સામનો કરવાનો વખત છે. આવા સમયે મેદાન છોડવુ એટલે સામી વ્યકિતને મોકળુ મેદાન કરી આપવુ. એમ કરીને આગળ વધવાનુ પ્રોત્સાહન 'આપવા જેવુ થાય.' દિનાબેને એને દુનિયાદારી સમજાવી. ' મા, હવે તો તમે અહી છો. એટલે મને નિરાંત છે.નેહવે તમે બધુ જાણો છો એટલે વાતને ચકાસતા રહેજો.' દર્શનાએ જવાબ આપ્યો.     બે બાળકોને લઇને એ પિયર એટલે કે સેજવુડ આવી. બધુ યથાવત હોવા છતા એનુ મન અસ્વસ્થ હતુ,એટલે અહીપણ ચેન પડતુ નહોતુ.   માબાપ બન્ને એની ઉંમરના પ્રમાણમા ધણા નિરોગી ને સશક્ત હતા તોપણ દર્શનાને એ અકાળે વૃધ્ધ  ને અશક્ત લાગતા હતા. એમા પોતાનો બળાપો ઉમેરીને એમની શાંતિને ડહોળી નાખવાની એની ઇચ્છા નહોતી.પ્રયત્ન પુર્વક એ મનની વ્યથા મનમાં સમાવીને સ્વસ્થતાનો નકાબ પહેરીને બધા સાથે હસી ખુશીથી વાતો કરતી હતી .પણ ચતુર ને અનૂભવી માતાની નજરમાં દિકરીની બેચેની છુપી ન રહી.   પણ પુછતા જીભ ના ઉપડી. ને જાણ્યા કરતા ન જાણ્‌યાનુ  દુઃખ  વધારે હોય છે.એક દિવસ એ નદી કિનારે એકલી ફરવા નીકળી. કાંઠા પર ભોળા શંભુનુ મંદિેર હતુ. મંદિરના પ્રાંગણમાં બન્ને બાજુ વિશાળ પીપળાના વૃક્ષો હતા.એના થડને ફરતા ઓટલા હતા. પુરુષો ને સ્ત્રીઓના અલગ ઓટલા પર બેઠકો  જામતી. ભજનોની રમઝટ બોલતી ને ભગવાનથી લઇને અનેકવિધ વિષયો પર ચર્ચાઓ જામતી.દર્શના માટે આ સ્થળ શૈશવની અનેક નચિંત યાદગીરી થી ભરેલુ હતુ.અહી . એણે ગોર પુંજી હતી ને મનગમતા ભરથાર માટે પ્રાર્થના કરી હતી. અમુક અંશેએ ફળી પણ હતી.શિવપાર્વતીની સાક્ષીએ આ જ વડ નીચે આરવ જોડે એનુ સગપણ થયુ હતુ.અહી જ નવરાત્રીમાં ગરબા ગાયા હતા. ગામના મોડબંધા વરરાજા નવેલી દુલ્હનને પરણી ને ગામમાં પ્રવેશતા પહેલા આમંદિરે પગે લાગીને નવજીવન માટે આશીષ માગતા તો યુવાન દિકરીઓ સાસરે જતા  આ મંદિરે માથુ ટેકવીને વેલમાં બેસતી. એની કેટલી સાહેલીઓ આ રાહ પરથી જીવનમાંઅલગ અલગ રસ્તે જતી રહી હતી. કેટલી યાદો હતી?સાથે સાથે ભોળા શંભુને થોડી ફરિયાદ સાથે એના ઉકેલ  ને આશિષ ને આશ્ર્વાસન માટે એ ત્યા આવી હતી.       એ પ્રાર્થના કરીને બહાર આવીત્યા જ કોઇએએને નામથી બોલાવી. તો ઓટલા પર કોઇ પૌઢવયના બહેન બેઠા હતા.એ ઓળખી ગઇ. આ તો સરલાબેન.એના પ્રાથમિક સ્કુલના શિક્ષક. એએના તરફ દોડી.જેમ સ્કુલમાં બેન બોલાવે ને એ દોડી જતી.'બેન,તમે હજુ અહી જ છો' એસિવાય એ કશુ બોલી નશકી. બહુ લાંબા સમયે કોઇ પરિચિત અચાનક મળી જાય ને અવાચક થઇ જવાય એમ જ.' દિકરી, તુ તો બે ભવ જીવીને પાછી ફરી હોય એવી વાત કરેછે.હજુ તો કાલસવારની જવાત છે.બે ચોટલા વાળી,ચણીયાચોળીમાં ગરબે ઘુમતી એ મારી નજરે તરવરે છે.તારુ બાળપણ,મુગ્ધાવસ્થા ને યૌવન બધાની હુ સાક્ષી છું' બેને એના માથા પર હાથ ફેરવતા કહ્યુ. ગુરુ શિષ્યા ભુતકાળની અનેક વિધ સ્મૃતીમાં સરી પડ્યા. એની સાથે ભણતા છોકરા છોકરીઓના સમાચારની આપલે પછી બેને પુછ્યુ, ' હવે તારી વાત કર.કેવુ છે તારુ સાસરુ ને ભણેલો ભરથાર?ભોળાશંભૂની કૃપા છે ને તારા સંસાર પર?      પોતાની વાત આવતા દર્શના વ્યાકુળ થઇ ગઇ.ચહેરા પરથી હાસ્ય ઉડી ગયુ, બેનને નવાઇ નલાગી. એને થોડી જાણ તો હતી. એટલે દર્શનાને વધારે દબાણ કરવાને બદલે જાતે જ શરુ કર્યુ. દર્શના ચોંકી ગઇ. એણે તો હજી કોઇને પોતાની વાત કરી નથી.' મને ભોળા શંભૂએ કહ્યુ' બેને મજાક કરી. પછી જરા ગંભીર થઇને કહ્યુ. ' ગઇકાલે દિનુદાદા મળેલા. એમની સાથે તારા વિષે થોડીવાત થઇ ને બાકી આજે તારા વર્તન પરથી લાગ્યુ કે વાતમાં કંઇક તથ્ય તો છેજ.તારા વર્તનથી એ બન્ને પામી ગયા છે પણ તને પુછી શકતા નથી.  એમને બહુ દુઃખ થાય છે. જો કહેવા જેવુ હોય તો મને જણાવ તો અમે બધા તને સહાય કરી શકીએ." પણ વાત કરતા પહેલા એના પ્રત્યાધાતો વિષે પણ વિચારવુ પડે. ભોગીલાલ ને દિનુદાદા બચપણના ગાઢ મિત્રો હતા. આટલા વરસે એ મૈત્રી પોતાના લઇને જોખમાઇ જાય, આ જ ગામમાં ભોગીલાલની જમીન જાગીર ને મકાન હતા. ગામ સાથે સારો નાતો હતો. એની ઉપર જાણે કેટલી શક્યતાઓનો બોજો આવીગયો.એ  જવાબ આપે તો પણ કેવી રીતે?    સામે બેન એના જવાબની રાહ જોતા હતા,' અરે દર્શના,એક સવાલમાં આટલીવાર?સ્કુલમા તો ફટાફટ ને સૌથી પહેલા તું જવાબ આપતી'       ' બેન , એતો ચોપડીઓની શાળા હતી  ને જવાબ એમાથી જ આપવાના હતા. સાચા ખોટાની અસર મને જ થવાની હતી.પણ જીંદગીની નિશાળમાં સવાલ જવાબ એટલા સરળ  ને 'રેડીમેઇડ'   નથી હોતા ને એની  ગાઇડો નથી હોતી.અહિ તો સવાલમાથી જવાબ ને એમાથી સવાલ ઉભા થતા હોય છે. એક સમસ્યાનો ઉકેલ લાવતા બીજી ઉભી થાય ને ઘણી વ્યકિતઓના જીવનને અસર કરે' દર્શનાએ વ્યવહારુ ને સંસારી સત્ય રજુ કર્યુ.સરલાબેન હસી પડ્યા. .દિકરી, તુ તો જિંદગીની શાળામાં જાણે પી. એચ. ડી. થઇ ગઇ!આખરે બેનના આગ્રહ આગળ ઝુકી જઇને એણે મનની વાત જણાવી દીધી.
 થોડીવાર વિચારીને સરલાબેને આખી વાતનુ આપ્રમાણે અર્થઘટન કર્યુ.' મારા માનવા પ્રમાણે સ્ત્રી પુરુષની પરસ્પરની  જીવનસાથી માટેની અપેક્ષા સમય પ્રમાણે બદલાતી રહે છે.એક સમયે ભરણપોષણ ને રક્ષણ એ પુરુષની પતિ તરીકેની યોગ્યતા ગણાતી.  તો સામે પક્ષે સ્ત્રી બાળઉછેર,રસોઇ ને ઘરકામમાં માહેર હોય. પરિવારના બધા સભ્યો સાથે સંપથી રહે,    પતિને ય પહેલા ખોળાના બાળકની જેમ સાચવી લે વડીલોનો પડ્યો બોલ જીલે એવી ગુણિયલ ને સહનશીલ સ્ત્રીની માંગ રહેતી. આજે આબધી લાયકાત ઉપરાંત નોકરી કરતી, બહાર ના ક્ષેત્રે સારો માભો ધરાવતી જેમ કે ડોકટર, બેંકમેનેજર કે સ્કુલની આચાર્યા વગેરે વગેરે. ટુંકમા એની આગવી ઓળખાણ  જેના પર ગૌરવ લઇ શકાય.તારા કિસ્સામાં તારી પસંદગી વડીલોએ કરી છે ને આરવે આજ્ઞા માથે ચડાવી છે.એટલે આરવના મનમાં ઉંડે ઉંડે જીગીષા જેવી  તેજસ્વી છોકરી પામવાની ઇચ્છા અધુરી રહી ગઇ હોય.એ આરવના જીવનમાથી અચાનક ચાલીગઇને એ શુન્યાવકાશમા એણે તને સ્વીકારી. ટુંકમાં જીગીષા એની પ્રથમ પસંદગી હતી. આજે જે રુપમાં એણે જીવનસાથીની કલ્પના સેવી હતી એ જ સ્વરુપે  એને એ છોકરી પાછી મળી. એટલે એ લલચાઇ ગયો હોય એમ લાગે છે.'    'બેન તમારી વાત  તો સાચી, પણ આ સ્પધામાં હુ કેવી રીતે ઉભી રહી શકુ? મારી પાસે મારી  વિશિષ્ટ ઓળખાણ આપી શકાય એવી કોઇ આવડત નથી. જે કાઇ હતુ તે તો ગૃહસ્થાશ્રમમાં અર્પણ કરી ચુકી છુ. ' એણે હળવો નિસાસો નાખ્યો.   એના ગાલ પર હળવી ટપલીં મારતા સરલાબેને કહ્યુ.' પગલી, તુ તારી વિશિષ્ટ શકિતને જ ભુલી ગઇ છો.' બેન એવી કઇ શકિતની વાત કરતા હશે?દર્શના  વિમાસણમાં પડી. જેની એને પોતાને ય જાણ નહોતી! થોડીવાર એને વિચારવા દઇ સરલાબેને ફોડ પાડ્યો. ' દર્શના, તારી પાસે વનસ્પતિ વિજ્ઞાન છે.  સાવ નાની વયે તે વિવિધ વનસ્પતિ, એનો ઉછેર, એના ગુણધર્મો.એના ઉપયોગ, શરીર ને રોગો પર એની અસર. આબધી માહીતિસભર નોંધપોથી  બનાવેલી એ એક વખત દાદાએ મને બતાવેલી.આજે શહેરી સંસ્કૃતિ ને આરોગ્યમાં આપણે વિદેશી દવાઓ પર બહુ જ આધાર રાખતા થઇ ગયા છીએ. એટલે આર્યુવેદ ને એની સારવારમાં આધારભુત એવા વનસ્પતિનુ જ્ઞાન લગભગ વિસરાઇ ગયુ છે. આજે જરુર છેવૃક્ષોને  નવપલ્લવિત કરવાની,ભુલાયેલી અમુલ્ય અૌષધિઓ એ આપણો વારસો આપણે ગુમાવી બેઠા છીએ. તારી પાસે તો પથ ને દર્શક બન્ને છે. શરીર, સંપતિ ને સમય બધુ જ છે. આગળ અભ્યાસ કર ને બતાવી દે સેજવુડનુ પાણી' .    દર્શનાને તો જાણે સંજીવની મળી. ચહેરા પરથી નિરાશાનુ વાદળ હઠી ગયુ.બેનનો આભાર માની ઘેર આવી. માળીયામાથી પોતાની નોંધપોથી કાઢી. એની નવાઇ વચ્ચે દાદાએ એને સારી રીતે સાચવીને રાખી હતી એટલુ જ નહિ પણ એમાં ઘણી નવી માહીતિ પણ ઉમેરી હતી! ' બાપુજી આજે તમે મને નવો જન્મ આપ્યો' એની આંખો હર્ષથી છલકાઇ ગઇ.         આરવને આમ તો દર્શના સામે કોઇ કોઇ ફરિયાદ નહોતી. ભલે એ ગામડામાં ઉછરી હતી પણ ગામડીયણ કે ગમાર નહોતી. બલ્કે શિક્ષિત ને ચબરાક હતી એટલે શહેરી વાતાવરણમાં આસાનીથી ગોઠવાઇ ગઇ હતી.ઉપરાંત ઘરમાં બધા નો એને સહકાર હતો.     આરવ ડોક્ટર હતો. બેએક વરસથી સરકારી નોકરી છોડીને પોતાની સ્વતંત્ર પ્રેકટીસ શરુ કરી હતી. ત્યારે સમાજમાં હજુ ડોકટરો તરફ માન ને વિશ્ર્વાસની લાગણી હતી.એ ખોટુ કરી જ ન શકે. દર્દીને સારુ નથાય તો એનો દોષ જોવાને બદલે લોકો ભાગ્ય કે ભગવાનનો દોષ કાઢતા.એવા વાતાવરણમાં ડોકટર પર બેદરકાર જેવો આક્ષેપ મુકી એને કોર્ટમાં ગુનેગાર સાબિત કરીને વળતર માગવુ કે એની પરમીટ રદ કરાવી દેવી,આવી સજા એ બિલકુલ નવી જ વિચારસરણી હતી. પણ એના મંડાણ થઇ ચુક્યા હતા. આરવ સામે આવો જ એક ગફલતનો કેસ એક પૈસાદાર ને માથાભારે પાર્ટીએ ઠોકી દીધો.  આરવ આ કેસમાં  બરાબરનો સલવાઇ ગયો.જબરી પાર્ટી હતીને જબરુ વળતર માગતી હતી. એટલે ઘરમેળે સમાધાન કરવામાં જબ્બર ખોટ ખાવાની હતી. નહિતર બદનક્ષી વહોરવાની હતીને કદાચ પરમીટ પણ ગુમાવવી પડે.  આવો તો પહેલો અનુભવ હતો. એસમયે એના મદદનીશ વિરલે એક રસ્તો બતાવ્યો.  વિરલ અારવનો મદદનીશ હતો. હોસ્પિટલમાં એના હાથ નીચે કામ કરતો. પરપ્રાંતિય હતો.એકલો હતો ને સાથ વિના હિજરાતો હતો. આરવે એને પોતાની પાંખ નીચે લીધો ને પોતાના પરિવારમાં પણ ભેળવી દીધો. પછી તો બન્ને ગાઢ મિત્રો બની ગયેલા. વિરલ આરવને મોટાભાઇ જેટલુ માન આપતો. આરવે સ્વતંત્ર પ્રેકટીસ શરુ કરીને વિરલને પોતાની સાથે ભાગીદરીમાં રાખી દીધો.ઓફીસના સમયને બાદ કરતા બન્ને વચ્ચે નાના મોટાભાઇઓ જેવો સબંધ હતો.' આરવભાઇ, આપણે વકિલની મદદ લઇએ તો કેમ? મને એક વકિલનો પરિચય છે. બહુ તેજસ્વી બાઇ છે.' વિરલે સુચન કર્યુ. ' તને વિશ્ર્‌વાસ હોય તો મુલાકાતનો સમય નક્કી કરી મને જાણ કરજે'.આરવે સંમતિ આપી. પછીને એક દિવસે બન્ને વકિલને મળવા એની ઓફીસે ગયા.એમનો વારો આવતા અંદર જતા જ વકિલને જોઇને આરવ આનંદથી ઉછળી પડ્યો.' અરે આ તો મારી બાલસખી જીગીષા. કયા હતી અત્યાર સુધી? ક્યારથી છુપાઇ છે આશહેરમાં 'આરવે કેટલાય સવાલો પુછી નાખ્યા. જવાબની રાહ જોયા વિના. હજુ ય એ અટકત નહિ. પણ જીગીષાના કોરાકટ ચહેરા પર પહેચાન કે આવકારના કોઇ ભાવ ન દેખાતા એ અટકી ગયો. એને પોતે શું કામ માટે આવ્યો હતોએનુ ભાન થયુ.   'ડો. સરૈયા,  તમારા અંગત સવાલોના જવાબ આપવા માટે આ ઉચીત જગ્યા કે સમય નથી.અત્યારે આપણે તમારા કેસ વિષે ચર્ચા કરીએ એ મહત્વનુ છે.એને લગતી કોઇ માહીતીકે દસ્તાવેજ તમારી પાસે હોય તો મને આપો.જેથી હુ તમને મદદરુપ થઇ શકુ' એના ચહેરા પર ધંધાકીય સ્મિત હતુ.  આરવે પોતાનુ કુતુહલ દબાવી જરુરી વિગતોની આપલે કરી. પછી જીગીષાએ એને પોતાના વ્યવસાયના નિયમો સમજાવ્યા. ડો. મારે તમને રોકવા પડ્યા. કારણ  કે આપણી વચ્ચે ધંધાકીય ઓળખાણ સિવાય કોઇ અંગત સબંધ કે ઓળખાણ છે એ હાલના તબ્બકે સામી પાર્ટીને જાણ થાય,એ આપણા હિતમા નથી. એટલે ઘરમાં  કે બહાર મારી ઓળખાણ માત્ર ને માત્ર વકીલ તરિકેની જ આપવાની.આરવના મનનુ ં સમાધાન થઇ ગયુ.     પછી તો આ કેસના  સિલસિલામાં ફૌન પર ને રુબરુમાં મળવાના ઘણા પ્રસંગો ઉભા થયા.
  જીગીષાએ કેસ જીતવા પોતાની બધી શકિત કામે લગાડી દીધી.પુરી સાબીતી સાથે સચોટ કાયદાની કલમો ને દલીલો સામા પક્ષને લગભગ ધોઇ નાખ્યો.દર્દીની હાલત પહેલેથી જ ખરાબ હતી. એલોકોએ એની અગાઉની સારવાર, દવાઓ ,એની આડઅસરના રિપોર્ટ  બધૂ ડો. આરવથી છુપાવ્યુ હતુ.એના પુરાવા રજુ કર્યા, જીગીષાની હિંમત, કાયદાકીય જ્ઞાન ને એનુ અર્થઘટન કરવાની ક્ષમતાએ કોર્ટમા ને વકિલમંડળમા ને ખાસ તો સામી છાવણીમાં તરખાટ મચાવી દીધો.આરવને બાઇજ્જત બચાવી લીધોને ઉપરથી એની આબરુ વધારી. ને આરવ તો એની પ્રતિભાથી અંજાઇ ગયો, એના અહેસાસ તળે દબાઇ ગયો.એના પર વારી ગયો. એમાથી  જે પ્રેમની સરવાણી વરસો પહેલા સુકાઇ ગઇ હતી એ સજીવન થઇને વહેવા લાગી. સામે એવો જ પ્રતિભાવ મળ્યો. પછી તો સ્વર્ગ કેટલુ છેટુ રહે?   હવે આપ્રેમકહાણીના મુળ બહુ ઉંડા નહોતા પણ એના બીજ તો રોપાયેલા હતા જ.બન્ને બાળપણથી એકબીજાને જાણતા હતા> આરવના બંગલાની સામેજ  રોડને  સામા કાંઠે જીગીષા નેએના મમ્મી પપ્પા ઉપરમા માળે રહેતા હતા. આરવની બે બહેનો,બે ભાઇ બધા એક જ સ્કુલમાં આગળપાછળ ભણતા હતા.એટલે સાથે વાંચવા,લેસન કરવા નેરમવા ભેગા થતા ને જરુર પડે એકબીજાને લેસનમાં મદદ કરતા. દિનાબેન જીગીષાને પોતાની દિકરીની જેમ સાચવતા. એને આઘરમાં આવવા માટે પરવાનગી લેવી ન પડતી. ઘરના સભ્યની માફક ગમે ત્યારે આવી જઇ શકતી.       એના  પપ્પા આરવના પપ્પા ભોગીલાલની કંપનીમાં હિસાબનીશ તરીકે કામ કરતા.ઇમાનદાર વ્યકિત તરીકેની એની છાપ હતી.જીગીષા એવા જ પિતાની પુત્રી હતી. ભણવામાં તેજ, સ્વભાવે નીડર,કોઇની દાદાગીરી ચલાવી ન લે, પોતાનો મત જણાવતા ડરે નહિ, કોઇ સંમત થાય નથાય એની પરવા નહિ.    
   
 ને

Wednesday, December 21, 2016

પ્રેમની જીત ભાગ ૧

એર ઇન્ડીયાનુ જમ્બો જેટ લંડનનુ હિથ્રો હવાઇમથક છોડીને આકાશમા ઉંચે  ચઢ્યુ ત્યારે મધરાત થવા આવીહતી. જોકે એરપોર્ટની સદાબહાર દુનિયામાં તો રાતદિવસના કોઇ ભેદ હોતા. કોઇ પરગ્રહવાસી હવામાં આટલુ મોટુ વિમાન ઉડતુ જોઇને એવુ પણ સમજે કે કોઇ વિરાટ પંખી એના પેટાળમાં બચ્ચાઓને બેસાડીને માળા ભણી ઉડી રહ્યુ છે. એક રીતે વાત પણ સાચી કે અંદર બેઠેલા હરએક પ્રવાસી પોતાના માળા ભણી જવા આતુર હતા. દરેકનર પોતાનુ ગંતવ્ય સ્થાન હતુ.        ચડઉતરની ધમાલ થોડીવારમાં શમી ગઇ.મુસાફરોપોતાની સીટ પર આરામથી ગોઠવાઇને નીજી દુનિયામાં ખોવાઇ ગયા.સૌથી આગળની હરોળમાં બેઠેલા વયસ્ક દંપતી ભોગીલાલ ને એમના ઘર્મપત્નિ દિનાબેન સરૈયા છએક માસના વિદેશવસવાટ પછી આજે દેશમાં પાછા ફરી રહ્યા હતા. યુરોપનો પ્રવાસ, અમેરિકામાં એક દિકરી નેએનો પરિવાર, લંડનમાં એક દિકરો એમના બાળકો. આમ  સંતાનો નેએના સંતાનો સાથે  વિતાવેલા સુખદ સમયની સ્મૃતિઓને વાગોળતા એમણે મનોમન ખરીદીની યાદી તપાસી લીધી. કોઇ ભૂલાઇ તો નથી ગયુ ને?એક અજાણતા થયેલી નાનીસરખી ભુલ જીવનભરનુ દર્દ આપી શકે છે.     એક તરફ પાછળ છોડેલા પરિવારના વિરહનુ દુઃખ તો દેશમા રાહ જોઇ રહેલા બાકીના પરિવારના મિલનની આશા,એક આંખમાં આસુ ને બીજી આંખમા હર્ષ સંતાકુકડી રમતા હતા.   વિમાને એરપોર્ટ પર ઉતરાણ કર્યુ ને મુસાફરો સજાગ થઇ ગયા. શાંત સરોવરમાં જાણે સુનામીનુ મોજુ આવ્યુ!ઉતરાવાની એટલી આતુરતા પ્રવાસીઓમા હતી કે ચાલુ વિમાને બારીમાથી કુદી જવાતુ હોત  તો વિમાનને અટકવાની જરુર જ નપડત.એકાદ કલાકની આધમાલ ને કસ્ટમની કંટાળાભરી વિધિ પતાવીને બહાર આવ્યા ત્યારે આખી મુસાફરીનો થાક એક સામટો લાગી ગયો હોય એવુ લાગતુ હતુ.માત્ર પરિવારને મળવાની આતુરતા જ થાકેલા ચરણોને ધકેલતા હતા.    બહાર મસાફરોને આવકારવા સ્વજનો ઉભા હતા. ટોળામાંથી દિનાબેનનો મોટો દિકરો આરવ આગળ આવ્યો ને પ્રણામ કર્યા, કારના ડ્રાઇવરે આગળ આવીને બેગો ઉંચકીને કારમા ગોઠવી. એરપાર્ટ બહાર નીકળ્યા.  કારમાં ગોઠવાયા. દિનાબેને ઉત્કંઠાપુર્વક ઘરના બધાના સમાચાર પુછવા માંડ્યા.લાગતુ હતુ કે આરવ ભલે માબાપના આગમનથી નારાજ ન હોય તો પણ વાતો કરવાના ઉત્સાહમા નહોતો.સવાલના જવાબ હા કે ના જેવા ટુંકા આપતો હતો.દિનાબેન થોડા નિરાશ થયા, એ જોઇને ભોગીલાલને જ કહેવુ પડયું 'હવે ઘેર જ જઇએ છીએ ને,બધાને રુબરુ જ પુછી લેજો ને'   કાર બંગલાના પોર્ચમા આવી  ને હોર્નનો અવાજ સાંભળીને બાળકો બહાર દોડી આવ્યા. ને કારને ઘેરી વળ્યા. દિનાબેન બહાર આવ્યા. બાળકોને વહાલ કર્યુ. પણ જાણે બાળકો ધરાતા જ નહોતા. આરવે સહેજ મોટેથી ઘાંટો પાડીને અંદર ધકેલ્યા,     પ્રાંત વિધી
 પતાવી બધા બેઠકરુમાં ભેગા થયા,બાળકો બેગોની આજુબાજુ ગોઠવાઇ ગયા. એમની આતુરતા નાનકડા ચહેરા પર દેખાતી હતી,'અમારા માટે બા શું લાવ્યા હશે? કુતુહલ તો મોટાને ય હશે. પણ એ તો રાહ જોઇ શકતા હશે ને.  બેગો ખોલાઇ, દરેકને મનગમતી વસ્તુ મળી. બાળકો ખુશ થઇ ગયા. એમના કલરવથી ઘર ગુંજી ઉઠ્યુ. બન્ને વડીલોને સંતોષ થયો.      સાંજ સુધીમા તો પરિવાર વિખરાવા માંડ્યો. દિકરીઓ પોતાના બાળકોને લઇને સાસરે જતી રહી.  નાનો દિકરો એમનો પરિવાર લઇને વિદાય થયો. ઘરના રોજના રહેવાસી આરવ, એની પત્નિ દર્શના ને બે બાળકો મંજુલ ને નિધી. ઘર યથાવત  થઇ ગયુ. દિના બેને લાંબી ઉંઘ ખેંચી લીધી. જાગ્યા તો પરોઢ થઇગયુ હતુ. તાજગી લાગતી હતી.હવે એણે છમહીનાથી છોડેલા ઘરને એક નજરથી બરાબર જોયુ. ઘરમાં તો કશું બદલાયેલુ લાગતુ નહોતુ.  હા, ઘરવાળા થોડા બદલાયેલા લાગતા હતા.દર્શના તરફ એની નજરગઇ.હંમેશા ખુશમિજાજ,હસતી ને હસાવતી પુત્રવધુ ઉદાસ લાગતી હતી. ચહેરો મુરઝાયેલો હતો.એ આવ્યા ત્યારથી અણસાર તો આવ્યો હતો પણ  દિકરા દિકરી નેબાળકોમાં વ્યસ્ત હતા.એટલે દર્શના જોડે સરખી વાત પણ નહોતી થઇ.જો કે મનમાં ધરપત હતી કે ઘરમાં જ છે ને  બધા જાય પછી નિરાંતે વાત કરીશુ.      પણ અત્યારે એણે એની શુન્ય નજર ને કરમાયેલો ચહેરો જોને ગઇકાલે આરવનુ આવુ જ વર્તન યાદ આવ્યુ.માનો કેન માનો  પણ આબે બાબતો કયાક જોડાયેલી છે!બન્ને વચ્ચે કોઇ બાબત આવો મતભેદ થયો હોય. કોઇ પણ ઉંમરે દંપતિ વચ્ચે નાનમોટા ઝધડા  નવાઇ  ન  કહેવાય.એટલે આવુ  તેવુ પુછવુ ીએ વડીલો માટે અજુગતુ કહેવાય.ઉંમરલાયક  દિકરા વહુને આવી પુછપરછ   અંગત બાબતોમાં દખલગીરી લાગે. કદાચ  જવાબ મળવાને બદલે  ઉતારી ય પાડે.  બાકી એમની આશંકા ખોટી નહોતી. બન્ને જરુર પુરતી જ વાત કરતા હતા. અગાઉની માફક હસી મજાક કે એકબીજાની  મીઠી ફરિયાદ નહોતી.એક ભારેખમ  શાંતિ હતી.પ્રસન્ન દામ્મપત્યની જગ્યાએ નછુટકે સાથે જીવતા પતિ પત્નિ જેવુ વર્તન નજરે પડતુ હતુ.  વળી એ પણ શક્યતા હતી કે એને મનગમતી વસ્તુ નહિ મળી હોય કે નંણદો જોડે કાંઇ બોલા ચાલી થઇ હોય.પિયરમાં કોઇ સાજુમાં દુ હોય.પણ આતો પોતાની ધારંણાઓ હતી. કદાચ એ વધુ પડતુ ધારી લેતા હતા. જવા દો એલોકો સમજદાર છે જાતે જ સમાધાન શોધી લેશે. કદાચ કાલે બધુ બરાબર થઇ જશે.         પણ પછીના ને એના પછીના દિવસે ય પરિસ્થતિ તો એ જ હતએનુ પ્રમાણ પણ મળવા માંડ્યુ.     હમેંશના નિયમ મુજબ દર્શનાએ પુજાની સામગ્રી પુજાના રુમમા તૈયાર કરી રાખી હતી. પુજા કરી ને નિયમ મુજબ પ્રસાદની થાળી લઇને ઉભા થયા તો દર્શના પ્રસાદ લેવા ત્યા નહોતી. રોજ તો   દિનાબેન એના મોમાં પ્રસાદ મુકે,આરતી લઇને પછી દર્શના  ઘરમાં બધાને પ્રસાદ વંહેચી દે. એને અચરજ થયું પ્રસાદ એકબાજુ મુકી ઘરમાં બધે એને ખોળી છેવટે ઉપર આવ્યા. તો એ અગાસીની પાળીએ હાથ ટેકવીને શુન્ય નજરે સામે લહેરાતા બગીચાને જોઇ રહી હતી.    આબગીચો એ એનુ પોતાનુ આગવુ સર્જન હતુ. એના કાર્ય ક્ષેત્રનો એક ભાગ.એ નાના ગામડામાં મોટી થઇ હતી.એનાપિતા  દિનુભાઇ ખ્યાતનામ વૈદ્ય હતા.આસપાસ પ્રથમિક જીવન જીવતી પ્રજા જેને  એલોપોથી દવા , ડોક્ટરો કે દવાખાના  જેવી સગવડો  અલભ્ય હતી, એલોકોને માટે એ દેવ તુલ્ય હતા. દિનુભાઇ માટે આવ્યવસાય નહિ પણ જીવનભરની તપસ્યા હતી.એ જાતે જ બધી વનસ્પતિ  ગાડતા ને દવા તૈયાર કરતા.  દર્શના આવા સાત્વિક વાતાવરણમાં ઉછરી  હતી.  એને પ્રથમથી જ વનસ્પતિ વાવવી, માવજત કરવી ગમતી. પિતા સાથે દવા તૈયાર કરવામાં મદદ કરતી. એદરેક વનસ્પતિના ગુણધર્મ જાણતી. એમ કરતા બાલ સહજ અનુકરણ ન રહેતા એણે મોટાથતા બધાનો વ્યવસ્થિત અભ્યાસા કર્યો ને આયુર્વેદની સ્નાતક પણ બની.     કાળક્રમે એ આરવને પરણીને શહેરમાં આવી.અહી ેના વનસ્પતિશાસ્ત્રનો એના જ્ઞાનનો કોઇ વ્યવહારિક ઉપયોગ  તો થયો. પણ પોતાનો શોખ જાણવી રાખવા  અહી પણ એવો જ બગીચો બનાવેલો.નવરાશનો સમય વૃક્ષોની મા વજતમાં જતો.કયારેક મુશ્કેલીના સમયમાં અહી આવીને ઉભી રહેતી ને એને પિયર મળ્યુ હોય એટલો આનંદ થતો. અત્યારે એવી જ  અસ્વસ્થપળોમાં એબગીચાના જોઇ રહી હતી. જાણે હમણા જ કોઇ વૃક્ષ એની શાખા લંબાવીને એને ગોદમાં લઇ લેશે.      એને બદલે એને એવુ લાગ્યુ કે પવનની લહેરે ઝુમતા વૃક્ષો જાણે હવામાં સ્થિર થઇ ગયા. રમકડાના નિર્જિવ વૃક્ષોની જેમ જ.એના પર ખીલેલા  પમરાટભર્યા પુષ્પો જાણે પ્લાસ્ટીકના  બનીગયા. શું એને ય શહેરની હવા લાગી ગઇ હતી? આરવની  માફક? શું આરવનો પ્રેમ પણ આ પુષ્પો જેવો જ ભ્રામક જ હતો? દર્શના આ ભ્રમને  જ પ્રેમ માનીને જીવી રહી હતી.? સહજીવનમાં એણે પોતાનૂ સર્વસ્વ હોમી દીધૂ હતુ. એ  એનુ ભોળપણ હતુ  કે ભુલ?   કોણ આપી શકે આવા સવાલોના જવાબ? જવાબ તો જવા દો, સવાલ સમજનાર કોઇ મળે તોય ઘણુ. અચાનક એના થભા પર કોઇનો મૃદુ સ્‌પર્શએણે અનુભવ્યો. એ પાછળ ફરી. સામે દિનાબેન ઉભા હતા.માતૃવત વાત્સલ્ય ભરી આંખો,એની સમસ્યા સમજી શકે, સાંભળી શકે ને સહાનુભુતિ આપી શકે એવી એક માત્ર વ્યકિત. ' શું થયુ છે ,બેટા,તુ  કશુક દર્દ છુપાવી ને હસવાનો પ્રયત્ન કરે છે.હુ ગઓ કાલથી જોઉ છુ. બરાબર છે?    એણે મૃદુતાથી પુછ્યુ. 


Monday, December 19, 2016

પરોપકાર ભાગ ૫

મોટીબેન આંધીની જેમ આવી ચડીને શાંત જીદંગીને ડહોળી ગઇ.   ન જાણે પણ કેમ એની અમંગળ વાણી એનુ પોત પ્રકાશવા માંડી.આજસુધી ઘરમાં સથવારા રુપ એક માસી એની સાથે રહેતા હતા. ઘર સંભાળતા, ગમે ત્યારે એ થાકીને ઘેરઆવે, માસી એને ગરમ રસોઇ બનાવીને જમાડે.સુખદુઃખમા સાથ આપે.એવા એ માસી અચાનક બિમાર પડ્યા.  લકવાનો ભોગ બનીગયા. કોઇ દવા કારગત ન નીવડી. કંચનાનો એક માત્રસહારો ભાંગી પડ્યો એ એકલવાઇ જીંદગી અૌર એકલી બની ગઇ. પણ મુસીબત આવે ત્યારે એકલી નથી આવતી પણ બેચારને નોતરતી આવે છે.     એક દિવસ સવારે કોઇએ બારણુ ઠોક્યુ. એણે બારણુ ખોલ્યુ તો સામે બે વ્યક્તિ ઉભી હતી.એક પૌઢ છતા પ્રયત્નપુર્વક યુવાન દેખાતી સ્ત્રી ને એટલીજ ઉંમરનો પુરુષ. કંચના બેમાથી કોઇને ઓળખતી નહોતી. અજાણ્યાલોકોને આવકારતા એ અચકાઇ.ઘરમાં એકલી હતી ને આજકાલ સમાજમાં બનતા અનિષ્ટ બનાવોએ એને ભયભીત કરી દીધી હતી.          આગંતુકે એની અકળામણ પારખી.એણે આગળ આવીને પ્રણામ કર્યા ને પોતાની ઓળખાણ આપી. ' મારુ નામ નિમા. હુ ડો. વિશાલની પત્નિ છુ. તમારાથી અલગ થઇ ને મારી સાથે વિવાહ કર્યા હતા.પછી તરત જ અમે વિદેશ જતા રહ્યા હતા. વિશાલે તમારા વિષે ઘણી વાતો કરી છે. મને પણ આજે દયાના દેવી એવા તમને મળીને આનંદ થાય છે. 'થોડુ અટકીને ઉમેર્યુ' ' હવે મને મળીને તમને આનંદ થશૈ કે કેમ?એ હુ જાણતી નથી. કારણ કે અમે અંહી   પરદેશથી         કાયદેસરના કામે    તમને    મળવા આવેલા છીએ.'   આ મારા વકીલ હેમાંશુ રાવ છે.' 'આવનારે પોતાના પરિચય સાથે  આવવાનુ પ્રયોજન  જણાવ્યુ. કંચના ગભરાઇ ગઇ. એતો આ બન્નેથી અજાણ. કાયદેસરનુ કામ ને વકિલની હાજરી. ! એણે પુછ્યુ' ડો. વિશાલ પોતે કયા છે? એ હાજર હોય તો ઘણા સવાલ ઉકલી જાય'. ' ડો.વિશાલ તો   તો કહેતા એ નીચુ જોઇ ગઇ. કદાચ પોતાના આંસુ છુપાવી રહી હતી.વાતાવરણમાં   વગર બોલ્યે ગ્લાનિ છવાઇ ગઇ. થોડીવારે સ્વસ્થ થયા પછી એણે સમાચાર આપ્યા.'ડો .વિશાલ એકાદ વરસ પહેલા કાર અકસ્માતમા 'ને એ આગળ બોલતા અટકી ગઇ. કંચના સમજી ગઇ. એ ગમગીન થઇ ગઇ. વિશાલ ભલે એનો અત્યારે કોઇ નહોતો.પણ એક માણસ તરીકે એણે જે ઉદારતા સમજણ દાખવી હતી. એ ઉમદા માણસ થોડા આંસુને લાયક હતો જ.દુનિયાના ગમે તે ખુણે, કંચનાથી દુર , તો પણ એનો અદ્રશ્ય સહારો એણે અનુભવ્યો હતો ને આજે એ પણ ઓગળી ગયો હતો.     એણે બન્નેએ અંદર બોલાવ્યા. સોફા પર બેસવાનુ સુચન કરી ચાપાણી કરવા જતી જ હતી કે નીમાએ એને રોકીને પોતાના કામની અગત્યતા સમજાવી.' બેન, અમે જરુરી કામ માટે આવ્યા છીએ. આ બંગલો  વિશાલે મારા નામ પર કર્યો છે, આજુઓ કાયદેસરનૂ વિલ. આએનુ ડેથ સર્ટીફિકેટ. બધા દસ્તાવેજ તમારી સામે છે.તમે વાંચો,વિચારો,ને જરુર પડેતો તમારાવકીલને મળી બધુ સમજી  લો, તમારે ભાડે રહેવુ હોય, ખરીદવો હોય તો તમને પ્રથમ પસંદગી મળશે. પણ એ બધુ તોઆપણે પછી વિચારીશુ. અમારી પાસે સમય થોડો છે. એટલે તમારો સહકાર ની આશા રાખુ છુ. '   આભાર સાથે એલોકો વિદાય થયા.  થોડીવાર તો કંચનાને તમ્મર આવી ગયા. એના જીવનમાં આવતા દરેક લોકો એની જીંદગીનો થોડો થોડો ભાગ જાણે કાતરતા જતા હતા. પણ હકીકતને સ્વીકાર્યા વિના છુટકો પણ નહોતો. એ એના વકીલને મળી.  વકિલે  બધા પેપર ચીવટથી જોયા. સલાહ આપી.' બેન,  સર્ટી ફિકેટ સાચા છે. કોઇ છેતરપીંડીકે છળકપટ જેવુ લાગતુ નથી. હા, તમારા પક્ષે કાયદો એટલી મદદ કરીશકે કે તમે લાંબા સમયથી આ  મકાનમાં રહો છો. તમારુ કાયદેસરનુ રહેઠાણ છે. એબાબત ઉપર આપણે લડત આપી શકીએ. જયા સુધી ચુકાદો નઆવે ત્યા સુધી કોઇ તમને મકાન ખાલી ન કરાવી શકે. પરદેશી લોકો છેએટલે ધક્કાથી બચવા સસ્તામાં મકાન કાઢીનાખવા પણ તૈયાર થાય. એ વખતે આપણે  તમારી ઇચ્છા પ્રમાણે વિચારીશુ.' પણ આ દુન્યવી ઉકેલ હતો. કંચનાને અણહકનુ કશુ જોઇતુ નહોતુ. વિશાલે કેવા સંજોગોમાં આનિર્ણય લીધો હશે એ તો એ જ જાણતો હશે. જે હોય તે પણ એને આવી કાયદા કાનુન એ કોર્ટના ચક્ક્રમાં પડવુ નહોતુ. કાયદો  ગમે તે કહે પણ કુદરતના કાનુન પ્રમાણે એ આ મિલક્તની માત્ર રખેવાળ હતી. માલિક નહિ. ે વિશાલની ઉદારતા  હતી કે એણે એને બેઘર કરી નહોતી. બલ્કે આજીવન રહેવાની પરવાનગી આપી હતી.એ જો એને માલકિન  બનાવીને ગયો હોત તો અલગ વાત હતી. ઉપરાંત કામધંધો છોડીને કોર્ટ કચેરીમાં ધક્કા ખાવાની એની તૈયારી નહોતી.આવા ખર્ચા પોષાય એમ પણ નહોતા.સૌથી વિશેષ તો એ કે એને આમિલકત જોડે કોઇ લગાવ નહોતો. એકલા જીવને આ જાળવવાની  જંજાળ ને ભોગવવાના નામે મીંડુ
  એટલે નીમાએ બહુ ઓછા ભાડા  સાથે રહેવાની ને બંગલો સંભાલવાની અરજ કરી.  પણ એણે ના પાડી દીધી.નક્કી થયા પછી ટુંકસમયમાં જે વસ્તુ સાથે એ ચાલીમાથી વરસો પહેલા આવી હતી એ જ લઇને નીકળી ગઇ. ઘરની એકપણ કિંમતી વસ્તૂને હાથ પણ ન લગાડ્યો.   નીમાએ આવી નિસ્પૃહ વ્યકિત કોઇ દિવસ જોઇ કે સાંભળી નહોતિ.કલ્પનામાં પણ ન આવે કે મહાનગરમાં આટલી સંપતિ કોઇ આસાનીથી ખાલી કરી દે. એણે મનોમન આમહાન નારીને પ્રણામ કર્યા.       કંચના ચાલીમા આવી તો ખરી.પણ આ કુંવરબેનના જમાનાની ચાલી નહોતી રહી.જયા એનુ ઉતમ ઘડતર થયુ હતુ, ત્યા હવે બધે ' મદાલશા 'રાજ કરતી હતી. અહી પણ વીસમી સદી ને ભૌતિકવાદ  પહોચી. ગયા હતા.એક પરિવારની જેમ રહેતા નેએ ેકબીજાની સાસંભાળ રાખતા લોકો હવે વ્યકિતવાદી થઇ ગયા હતા.કોઇની પાસે હવે  બીજાની મુશ્કેલી સમજવાનો કે મદદ કરવાનો  વખત નહોતો. બધાને કશુક મેળવવુ હતુને એ દોડમા જીવનમુલ્યો વિસરાઇ ગયા હતા,ભૌતિકવાદે સર્જેલો અસંતોષ પ્રસરી રહ્યો હતો.માનવતા પાછળ ઘસાતી પેઢી ખલાસ થઇ ગઇ હતી. નવી પેઢી એશો આરામના સપના જોતી તઇ ગઇહતી.   કંચના આ ઘેલછાના ઘૂઘવતા પુરને એકબાજુ ઉભી રહીને જોતી રહી  એને  એ  સમજાતુ નહોતુ આ બધુ એકાએક કેમ બદલાઇ ગયુ? જાણે દરેક વસ્તુ  ને વ્યકિત એની વિરુધ્ધમા જ કામ કરતી હતી. એણે ક્યા ભુલ કરી હતી?   આબધુ વિચારતાવાનો ય હવે થાક લાગવા માંડ્યો.નિરાશા એને ઘેરી વળી.જીંદગી માં આવતા સંઘર્ષો સામે એકલે હાથે લડતા લડતા એ થાકી ગઇ હતી. એબધા માટે હતી, પણ એને માટે કોઇ નહોતુ.!આજ સુધી બૌજા લોકોના દુઃખદર્દનો ખ્યાલ કરી પોતાની જાત ઘસી નાખી હતી. જાતની સંભાળ નહોતી લીધી. હવે મનની સાથે શરીર પણ થાકી ગયુ હતુ. એ પણ આરામ ઝંખતુ હતુ.  છેવટે એ તાવમાં પટકાઇ પડી.ત્યારે એટલુ તો સમજાયુ કેહવે લોકો એની પાસે નહિ આવે.એને જ લોકો પાસે જવુ પડશે. મહામહેનતે ઉભી થઇને લાકડીને ટેકે એ જ્યારે નજીકમાં આવેલા વૃધ્ધાશ્રમમા જવા નીકળી  ત્યારે એને ટેકો આપવા વાળુ કોઇ નહોતુ.હા. વાંઝણીદયા  ખાનાર થોડાક હતા.' બિચારી , બાપડી.આખી જીંદગી બીજા માટે ઘસાણી.આજે એને જરુર છે તો છે કોઇ ટેકો કરનારુ.? આવો ગણગણાટ એના દુખાતા દિલને વધારે દઝાડી ગયો.    આએનો છેલ્લો આશરો. પણ ત્યાય એને શાતા નમળી.'અક્ષય' એનો ભાણેજ કયાકથી  સમાચાર લઇ આવ્યો હશે. તે અહીઆવીને મરતી સિંહણઆસપાસ ઝરખ ભાંગડા કરે એમ માસીની દુર્દશા પર હાંસી ઉડાવી  રહ્યો હતો.   પણ કુદરતને પલ્લે કંચનાની પરિક્ષા પુરી થઇ હતી ને એ બરાબર પાસ થઇ હતી. અક્ષયની કાર પાસે જ એક અફલાતુન કાર આવીને ઉભી રહી.યુવાન ડોકટર બહાર આવ્યો. કંચના પર નજર પડતા  એ દોડયો.'બેન, તમે અહી? આ  હાલતમાં ?કયા હતા અત્યાર સુધી? એસાથે જ એની આંખોમાં આંસુ વહીનિકળ્યા.'કોણ ?' એણે આંખો  ખોલી ને જોવાનો પ્રયત્ન કર્યો.  અવાજ પરિચીત લાગતો હતો પણ યાદ આવતુ નહોતુ. ' બેન 'હુ સતીશ,ભુલી ગયા મને? તમારા પ્રતાપે તો ગાડીમા ફરુ છુ. ડોકટર થયા પછી તમને બહુ શોધ્યા. તમારો જ શીખવેલો સેવા ધર્મ. અહી સેવા આપવા આવુ છુ,ને તમારો ભેટો થઇ ગયો.બેન, તમને કશુ થયુ હોત તો ભગવાનને શ્રાપ લાગી જાત.ધરતીનુ ગૌરવ જોખમાઇ જાત.સતની તાણ પડી જાત' સતીશે એના આંસુ લુછ્યાને કહ્યુ' ચાલો બેન,આપણે ઘેર, જીવીશ ત્યા સુધી સાચવીશ.' એણે બે હાથની ખોયમાં કંચનાને ઉપાડીને કારમાં સુવડાવી. કાર ચાલુ થઇને   સાઇલેન્સરનો ઘુમાડો પાછળ ઉભેલા અક્ષયનુ મોં કાળુ કરતો ગયો,બરાબર હતુ ને!    સંપુર્ણ

Sunday, December 18, 2016

પરોપકાર ભાગ ૪

ગત અંકથી ચાલુ.    એ જમીપરવારી ઉપર આવી.વિશાલ કઇક વિચારમાં હતો. થોડીવાર બન્ને એકબીજા સામે જોઇ રહ્યા. રુમમાં ભારેખમ મૌન છવાઇ ગયુ. જાણે આવનાર પળોનુ વજન અકળાવતુ હતુ.છેવટે વિશાલે શરુ કર્યુ.' કંચના. છેલ્લાકેટલાય  સમયથી  વિચાર્યા પછી હું આનિર્ણય પર આવ્યો છુ.  આપણે અલગ પંથના પ્રવાસી ભળતા રસ્તે ભેગા થઇ ગયા છીએ. આપણે સાથે ચાલી નહિ શકીએ. તારી રાહ જોઇ જોઇને હું થાકી ગયો છું હવે  છુટા પડી જઇએ એજ બન્નેના હિતમાં છે.' એટલુ કહેતા એ થાકી ગયો.એના સ્વરમાં ભારોભાર દર્દહતુ.આ સાંભળી કંચના ધ્રુજી ધ્રુજી ઉઠી.એને તો એમ હતુ કે વિશાલ ફરિયાદ કરશે, ઠપકો આપશે,ગુસ્સે થશે ને કદાચ બહાર આટલુ કામ કરવાની મના કરશે. પણ આવો આખરી નિર્ણય લઇ લેશે એવી તો કલ્પના નહોતી.' વિશાલ, એમારી કમજોરી કહે કે મારા જન્મદત સંસ્કારમાને તો એમ. પણ કોઇને દુઃખ દર્દથી પીડાતુ જોઉ ત્યારે એને માટે બધુ જ કરી છુટવાની ઇચ્છા રોકી શકતી નથી.'કંચના એ જવાબ આપ્યો. 'દયા ને સેવા એ કામ કરવામાં તો હુપણ માનુ છુ. મારો તારી સાત્વિક પ્રવૃતિ તરફ વિરોધ નથી. હું સ્વાર્થી નથી. પણ જીવન થોડુ મારા માટે પણ જીવવા માગુ છુ. તને એ કદાચ નહિ સમજાય કેમકે લગ્ન તારે લોહીમાં જ નથી'વિશાલે કહ્યુ.' ધારો કે હુ મારી પ્રવૃતિ મર્યાદિત કરી દઉ. ' એણે સમાધાનની આશા સાથે કહ્યુ.' તુ મારા કહેવાથી, દબાણ કે પ્રેમથી રોકાઇશ.તો પણ અંદરથી તુ તડપતી રહીશ.સ્વભાવ બદલાતા નથી. પરાણે સાથે રહેવુ, ઝધડાને છેવટે ન છુટકે છુટા પડવુ ને જીવનભર એ કડવાશ વાગોળવી એના કરતા પરસ્પર સ્નેહ,આદર છે ને સમજણથી અલગ થઇ જવામાં મજા છે એવુ તને નથી લાગતુ?' વિશાલે કહ્યુ.  કંચનાની આંખો ભરાઇ આવી. આજ સુધી શાંતિ હતી કે વિશાલ જેવો સમજદાર પતિ મળ્યો છે.એને ભરોંસે તો એ નિર્ભય બનીને સેવા    કરતી હતી.વિશાલ સિવાય જીવનમાં કોઇ આધાર નહોતો ને એ પણ આજે ખસી જવા માગતો હતો. કોના આધારે એ જીવશે.' રો નહિ,કંચના તુ સો નહિ પણ સવાસો ટચનુ સોનુ છો. પણ સત્ય એછે કે સોનાએ પણ વેવારમાં રહેવા માટે એની શુધ્ધતામાં બાંધછોડ કરવી પડેછે.તુ એ કરી નથી શકીએનુ પરિણામ આપણે બન્નેને ભોગવવાનુ છે. ગમે એમ પણ મારા આગ્રહ કે દુરાગ્રહથી તારો ધર્મ બદલવાની જરુર નથી.'વિશાલે એના આંસુ લુછતા કહ્યુ. જો કે એની પોતાની આંખો પણ છલકાઇ ગઇ હતી..   ' ભલે તો હુ કાલે જ મારો સામાન લઇને ચાલીના ઘેર જતી રહીશ.  મારી રુમ હજુ ખાલી જ છે' કંચનાએ પરિસ્થતિ સ્વીકારવાનો પ્રયત્ન કર્યો.  ' નહિ, કંચના, જવાનુ તો મારે છે. મારો એક ફ્લેટ છેજ. હુ ત્યા જતો રહીશ. તુ આ ઘર સંભાળ. ઘર ઉપરાંત મારી અર્ધી મિલક્તમાં તારો ભાગ  છે. મને ભંરોસો છે કે તારે હાથે એનો સદઉપયોગ થશે.' વિશાલે  કહ્યુ. તો એના  નામ   પ્રમાણે એનુ દિલ પણ એટલુ વિશાલ હતુ!.એકાદ અઠવાડિયામાં વિશાલે જવાની તૈયારી કરી લીધી. જતા જતા એણે કહ્યુ' કંચના, દોસ્તીના દરવાજા ખુલ્લા રાખીને જાઉ છુ.સબંધ રાખજે.જરુર પડે યાદ કરજે.આપણે છુટા પડીએ છીએ પણ મારા દિલમાં મારુ સ્થાન હંમેશા રહેશે'  બન્ને સૌજન્યપુર્વક છુટા પડી ગયા.      ત્યાર પછી કંચનાને સમાચાર મળ્યા હતા કે વિશાલે એનુ દવાખાનુ ને બાકીની મિલક્ત વેચી નાખી હતી ને કોલેજસમયની એક મિત્રને પરણીને પરદેશ જતો રહ્યો હતો.        એવામાં એક દિવસ મદાલસા એને મળવા આવી. સામાન્ય સંજોગોમાં બે બહેનો એકબીજાએ ઘેર મળવા જાય, સુખદુઃખની વાતો કરે,નાનપણની યાદો સંભારે ,જરુર પડે એકબીજાના બાળકોને સાચવે, એ તો સંસારનો ક્રમ. પણ આબહેનોમાં અત્યાર સુધી આવુ કશુ બન્યુ નહોતુ. જે અંદાઝમાં એણે ઘર છોડ્યુ હતુ ને પૈસાદાર ઘર ને વર ને મેળવીને ચાલીની સાથે સાથે પરિવારને ભુલી ગઇ હતી. આટલો સમય એ કયા હતી? કોઇ દિવસ પાછુ વાળી ને મા બેનની શુ હાલત છેએ જાણવાની ય પરવા નહોતી કરી.એનુ અચાનક આગમન કંચનાને તાજુબ કરી ગયુ.બેનને પ્રેમ  ઉભરાઇ આવે ને મળવા દોડી આવે એવી આ 'માયા' નહોતી. જે કાઇહશે ત હમણા ખબર પડશે. એણૈ વિચાર્યુ.'આવો આવો, મોટીબેન,સુરજ કઇ દિશામાં ઉગ્યો કે તમને નાની બેન યાદ આવી' એણે હસીને આવકાર આપ્યો.' તે નાની બેન ભુલાઇ થોડી જાય?આતો સંસારની જળોજથામાં સમય નહોતો મળતો. હવે સુખદુઃખમાં સંભારવા જેવુ આપણ બે સિવાય કોણ છે?'એણે મીઠાશથી કહ્યુ.' થોડીવાર મૌન પથરાઇ ગયુ.આટલા વરસની જુદાઇ થી બન્ને બહેનો એકબીજાથી અજનબી બની ગયા હતા. શુ વાત કરવી એજ સમજાતુ નહોતુ.છેવટે મદાલશાએ વાત શરુ કરી' તું એક ભાણાની માસી છેએ તને ખબર છે?તારો ભાણો સોળ વરસનો  થઇ ગયો'. ઓહ તો આટલો સમય વહી ગયો? ને આજે આટલા વરસો બાદ'તારો ભાણો' આટલી આત્મીયતા દર્શાવવાનુ કારણ? કંચના મનમાં હસી.  'શું ચાલે છેઆજકાલ? બધા સાજાનરવા તો છેને?ને 'મારો ભાણૌ' શુ કરે છે?  કંચનાએ સ્વભાવિક સવાલ પુછ્યો. 'આમ તો બધુ ચાલ્યા કરે.આતો તારા ભાણાની જીદે મને અંહી સુધી દોડાવી' અંતે મદાલશાએ મુદાની વાત કરી નાખી. તો એનુ અનુમાન સાચુ હતુ!         'કહો, ભાણાને માસીની એવી તો શું જરુર પડી' એણે મજાકમાં કહ્યુ. ને વાત આગળ ચાલે એ પહેલાઆગળનુ બારણુ ખુલ્યુ ને એક યુવક દાખલ થયો. પણ મદાલશાને જોઇને અચકાયો' બેન ,મને ખબર નહિ કે મહેમાન છે.હુ પછી આવીશ. 'કહેતા એ પાછો ફર્યો.' નહિ સતીશ, અંદર આવ, આતો મારા મોટાબેન છે' કંચનાએ ઓળખાણ કરાવી.સતીશે પ્રણામ કર્યા,'  ' સતીશ, આજે કોલેજની ફી ભરવાનો છેલ્લો દિવસ છે ને,મે તારુ કવર તૈયાર રાખ્યુ છે. ફીના પૈસા ઉપરાંત બુકો ને પરચુરણ ખર્ચના પણ છે એટલે જોઇ લેજે" એણે સતીશના હાથમાં કવર આપ્યુ. ' બેન આટલા બધાની જરુર કયા હતી?' એનો અવાજ રુધાઇ ગયો. ' હુ જાણૂ છુ' કંચનાએ હસીને કહ્યુ.સતીશ પ્રણામ કરીને ગયો. મદાલશા આલાગણી સભર દ્રશ્ય જોઇ રહી હતી. એણે પુછ્યુ'આયુવાન કોણ હતો? 'બેન એ અમારી ઓફિસના એક કામદારનો દિકરો છે. ભણવામાં હોશિયાર છે પણ ગરીબ છે. થોડી મદદ મળે  તો એનુ ભવિષ્ય બની જાય.  હવે મુળવાત. તમે શુ કહેતા  હતા  મારા ભાણા માટે'?એ વાત તો પામી ગઇ હતી,છતા ય.  ' વાત એમ છે કે તારા ભાણાને સ્કુટર લેવુ છે. થોડી સગવડ કરવાની હતી'મદાલશાએ સંકોચથી કહ્યુ.   ' બેન,તમે મારી મશ્કરી કરો છો કે પરીક્ષા કરો છો? આટલો ખર્ચો તો તમારે માટે મામુલી ગણાય' કંચના માની નહોતી શકતી કે એની મોટી બેન આટલા વરસે આવીને એ પણ પૈસા માટે.' હા, બેન, એક જમાનામાં તો એવુ જ  લાગતુ.' મદાલશાએ ઉદાસભાવે કહ્યુ' તારા બનેવી થોડાઢીલા ને ભોળા. ભાઇઓ પર વિશ્ર્વાસ.ઘરમાં સૌથી નાના.એટલે ચીધ્યુ કામ કરે. બાકી ઉંડી ગતાગમ નહિ. વરસદાડા પહેલા મારા સસરા ગુજરી ગયા. મોટા ભાઇઓએ ધંધામાં ખોટ બતાવીન ેઅમને કરજમાં ધકેલી દીધા. '     ' વારુ,અક્ષય અત્યારે શુ ભણે છે' કંચનાએ પુછ્યુ. 'ભણવાનુ તો એવુ. વહેલા મોડા ઘરના ધંધામાં પડવાનુ છે એજ ગણતરી. એટલે ભણવા તરફ પ્રથમથી કોઇએ દ્યાન આપ્યુ નહિ. ઉપરાંત થોડો લાડમાં ઉછર્યો છે.એટલે જીદી પણ છે. અછતકે અગવડ એણે જોઇ નથી. જેટલુ માગ્યુ એટલુ મળ્યુ છે. અત્યારે  હાઇસ્કુલના છેલ્લા વરસમાં છે' મદાલશાએ દિકરાના બચાવ સાથે એનો પરિચય આપ્યો.   '
'વાહ, ભણવાને નામે મીડંુ ને ઉપરથી આવા ખર્ચા? આ તો તમને જ પોષાય. યાદ છે બેન, આપણે નાના હતા ત્યારે સાઇકલ જેવી સામાન્ય વસ્તુ ય અલભ્ય હતી.કામ કરતા લોકોને નસીબ થાય. બાકી છોકરાઓ બાઇક પાછળ દોડીને આનંદ માણે. હવે આનવી પેઢીને કમાવાની દાનત નથી પણ શોખ પાર વિનાના છે.તમારે અક્ષયને આ સમજણ આપવી જોઇએ' કંચનાએ કદાચ જીવનમાં પ્રથમ વખત મોટીબેનને સલાહ આપી હશે.  ' બેન આપણો જમાનો જુદો હતો. ચાલીની બહાર શુ ચાલી રહ્યુ છે એની જાણ પણ નહોતી. પણ હવેઘેર ઘેર ટીવી, કોમ્પ્યુટર, સેલફોન, ને જાહેરાતોનો રાફડો.  બજારમાં કોઓ નવી વસ્તુ આવે ને યુવાનોમાં વીજળીવેગે સમાચાર ફેલાઇ જાય. એમા પણ હરિફાઇ. કોણ સૌથી પહેલા એ હાંસલ કરે છે?હવે થાય એવુ કે આપણે છોકરાઓને એ ચીજ અપાવી ન શકીએ તોએના મિત્રોમાં એપાછા પડે ને લઘુતાગ્રંથિ અનુભવે. આત્મવિશ્ર્વાસ ગુમાવે. એટલે એમની પ્રગતિ માટેય વિચારવુ પડે.ઘણીવાર આવા ખર્ચા ન પોષાય  તો ય કરવા પડે. ' મદાલશાએ જમાનાની રુખ સમજાવી. 'બહેન, મને તો એવુ લાગે છેકે તમે એને વધારે પડતા લાડ કરાવીને એનો વિકાસ રુંધી નાખ્યો છે.એનામાં જાતમહેનતકરીને વસ્તુ પામવાની ખુમારી નહિ હોય  તો એને એની કિંમત ક્યાથી સમજાવાની? ને ક્યા સુધી તમે એની આવી માંગ સંતોષી શકશો' કંચનાએ બહેને સમજાવવા પ્રયાસ કર્યો. હવે મદાલશા પોતાને મૂળ સ્વભાવ પર આવી ગઇ. 'એ તો તારે બાળકો નથી  ને  એટલે તને  મા નુ દિલ નહિ સમજાય.આપણે   બાળક તરીકે ઇચ્છા  હોય તો પણ અમુક  વસ્તુ પામી ન શક્યા હોઇએ એ નિરાશા આપણે જ જાણતા હોઇએ ને આપણા બાળકને એમાથી પસાર ન થવુ પડે એવી દરેક માબાપની ઇચ્છાહોય. ' ' મદાલશા  હજુ પણ દિકરાનો  બચાવ કરતી હતી.  કંચના પણ હવે લડાયક મિજાજમાં આવી ગઇ. ' મારે બાળકો નથી.  પણ હુ લાગણીહીન નથી. બીજાના દુખદર્દ સારીરીતે અનુભવી શકુ છુને સહાય કરુ છુ. હુ તો અહી સાચી જરુરીયાતની વાત કરુ છુ. મને તો એવુ લાગે છેકે તમારા કિસ્સામાં  તમારા દિકરાના સુખદુઃખ કરતા તમને તમારી સામાજિક પ્રતિષ્ઠાની વધારે ચિંતા હોય એવુ લાગે છે'' ' આ પણ સામાજિક મેકપ છે. સફળ થવા સામાજિક પ્રતિષ્ઠા, માભો બધુ જાળવવુ પડે છે. અંદર ભલે પોલમપોલ હોય'. મદાલસાએ સમાજનો નિયમ સમજાવ્યો.  પણ કંચના આવા માભા કે દંભમા માનતી નહોતી ને એને એવી જરુર પણ નહોતી.' માફ કરજો.મોટીબેન. પણ મારી પાસે આવા દંભને પોષવાના પૈસા નથી.તમારે જે સમજવુ હોય જે સમજો' એને અણગમાથી કહ્યુ. એના આવા  ચોખ્ખા ઇન્કારથી મદાલશા ઉશ્કેરાઇ ગઇ. ' તુ પારકાને પૈસા આપે છે ત્યારે તો આવા સવાલ જવાબ કે ઉઁડી તપાસ નથી કરતી ને તારા ઘરના લોકોની ઉલટતપાસ ગુનેગારની જેમ કરે છે. ચાર દિવસથી મારો દિકરો ખાતો પિતો નથી. રિસાઇને ખુણામા બેઠો છે.એનો ઉતરેલો ચહેરો ને રડમસ આંંખો જોઇ મારા હૈયામાં વેદનાના સોળ ઉઠે છે. પણ   પણ તને શુ ફરક પડે છે?  મદાલસાએ લાગણીપ્રહાર કર્યો. તો કંચનાએ ય વળતો જવાબ આપ્યો' હુ  એવા લોકને મદદ કરુ છુકે જ્યા એ પૈસા ઉગી નીકળે. કોઇના મોજશોખ માટે નહિ.મારા પૈસા ગટરમાં ફેંકી દેવા માટે નથી'.  'મારી ભુલ થઇ અહી આવવામા ને તારી પાસે હાથ લાંબો કરવામાં .આજે જેની પાછળ તુ લુંટાઇ રહી છો એ તારા સગા જરુર પડ્યે પાસે ય નહિ ઢુંકે.  યાદ રાખજે, આબધી સંપતિ હશે તો ય તો ય તુ એકલી પડી હઇશ. ' મદાલશાએ શાસ્ત્રોમાથી શોધી શોધીને શ્રાપ આપવા માંડ્યા.  કંચનાને એના વર્તનથી આઘાત તો લાગ્યો પણ નવાઇ ન લાગી. એ જાણતી જ હતીકે બેન માત્ર લેતા જ શીખી છે,દેતા નહિ. સિવાય શ્રાપ.અાટલા વખતે મળવા આવી એ પણ લેવા જ ને આનંદને બદલે દુઃખ આપી ગઇ.

Saturday, December 17, 2016

પરોપકાર ભાગ ૩

કંચના, એના સ્વભાવ અનુસાર નર્સ બની ને સફળ પણ થઇ. સેવાની ધગશ, નવુ શીખવાની તમન્ના, ને મહેનત, હોસ્પીટલ બહાર પણ એનુ નામ થઇ ગયુ. નોકરી સિવાયના સમયમાં વૃધ્ધાશ્રમોમાં, ધર્માદાના દવાખાનામાં  ને ગરીબ વિસ્તારોમાં સેવા આપતી. એ જેે હોસ્પીટલમાં કામ કરતી હતી ત્યા ડો. વિશાલ તાલીમાર્થી તરીકે જોડાયો. ત્રણ વરસ સાથે કામ કર્યુ. કંચનાના સેવાભાવી સ્વભાવથી એ પ્રભાવિત થયો. એ કયારેક કહેતો પણ ખરો, 'તું ડોકટર બનીહોત તો લોકોને વધારે મદદ કરી શકી હોત' તો એ પણ હસીને જવાબ આપતી' ડોકટર બનવામાં કેટલા બધા પૈસા ને સમય લાગે. જ્યારે આ કામ તો બચપણથી જોતી ને શીખતી આવી છુ. મારા મા નો વારસો છે'.તાલીમ પુરી થતા વિશાલે પોતાનુ દવાખાનુ ખોલ્યુ ને કંચનાને સાથે કામ કરવા આમંત્રણ આપ્યુ.આ રીતે બન્ને એકબીજાના ગાઢ પરિચયમાં આવ્યા.ને પરિચય પ્રેમમાં પલટાયો.  જોકે  કંચનાએ ગોપિત રાખ્યુ. વિશાલ ડોકટર,   શ્રીમંત, પોતે સામાન્ય નર્સ,સામાન્ય દેખાવ ને ગરીબ. મા એ મદાલશાને જે સમજાવ્યુ હતુ. એનુ પુનરાવર્તન મા ને કરવુ નપડે એ માટે પ્રેમને એણે માનનુ સ્થાન આપ્યુ. પણ વિશાલને આવી કોઇ સમસ્યા નહોતી. એણે પહેલ કરી.' કંચના હું તને ચાહુ છુ. તારી મને ખબર નથી. પણ એ જાણવા માટે રાહ જોવાની મારી ધીરજ નથી. તુ મને યોગ્ય માનતી હો તોમારી જીવનસંગીની  બની જા' એણે હાથ લંબાવ્યો. કોઇ પણ યુવતી માટે મનભાવન ને દિલધડક આહવાન આથી વિશેષ શૂ હોઇ શકે? પણ એક પળના રોમાંચ પછી એ અટકી ગઇ.એણે  પોતાનો દ્રષ્ટિકોણ રજુ કર્યો. ' વિશાલ' આપણી વચ્ચે ધણી અસમાનતાઓ છે. તમે શિક્ષિત,સફળ,ને સુંદર યુવાન છો. તમારો પ્રેમ પામવા કેટલીય સુંદર યુવતીઓ ભટકતી હશે જે તમારી સાથે શોભે એવી.આજે તો ઠીક પણ ભવિષ્યમાં મારા જેવી સામાન્યસ્ત્રીને તમારી સાથે જોઇને કોઇક તમારી હાંસી ઉડાવશૈ તો તમને દુઃખ નહિ થાય?   ઉપરાંત મારા પર વૃધ્ધમાતાની જવાબદારી છે'  કંચનાએ કોઇ પીઠ પાછળ પોતાના વિશે બોલે એ જાતે જ કહી દીધુ. ' કંચના, તુ એક જ એવી સ્ત્રી મે જોઇકે જેણે પોતાનો દેખાવ સાહજિક સ્વીકાર્યો.નિખાલસતા એ પણ તારો વિશેષ ગુણ કહેવાય.તારી એ વાત સાચી કે હુ ધણી સુંદરયુવતીઓના પરિચય મા આવ્યો છુ.પણ અંતરનુ જે સૌંદર્ય છે એ  માત્રમે તારામાં જોયુ છે.  પ્રમાણિકતા, માનવતા, સચ્ચાઇ જેવા ગુણ જે કોઇ વ્યકિતના સતત સહવાસથી જ જાણવા મળે છે.તારા ચહેરા પર એ આંતરિક સૌંદર્યની જે આભા છે એ જ મને મુગ્ધ કરે છે.એટલે જીવનસાથી  તરીકે  વિચાર કરુ તો તારો જ ખ્યાલ આવે છે' વિશાલે લાગણીસભર  એકરાર કર્યો.' વિશાલ, એ તમારી માણસ પારખવાની વિશિષ્ટ શકિત છે. હુ એમાથી પાર ઉતરી એનો મને આનંદ છે. 'તો મારે પક્ષે મારી જવાબદારી બાકી છે'. કંચનાએ કહ્યુ, ' તને જો મારામાં વિશ્ર્ચાસ હોય ને આપણે લગ્નબાબતમાં એક મત હોઇએ તો હુ મા ને મળવા માગુ છુ' વિશાલે જવાબ આપ્યો.એક દિવસ વિશાલ આવ્યો.કોઇ ભભકા વિના. આવીને કુવરબેનની બાજુમાં નીચે પાથરણા પર જ બેસી ગયો.  '  મા,તમને કંચનાએ વાત તો કરી હશે.આજે હું તમારી પાસે તમારી દિકરીનો હાથ માગવા આવ્યો છુ. સાથે બીજી વિંનતી એ છે કે લગ્ન પછી તમારે અમારી સાથે જ રહેવાનું છે.'એણે લાગણીસભર અવાજે કહ્યુ.
'બેટા, દિકરીને ઘેર રહેવા ન જવાય.કોઇ મેણુ મારે મારી દિકરીને કે કરિયાવરમાં મા ને લાવી.બસ,મારે તો એ સુખી રહે એ જ જોઇએ.બાકી શરીર  છેતો સાજુમાંદુ થાય. આબધા પાડોશી સારા છે એટલે ચિંતા કરવા જેવુ નથી.' એણે જવાબ આપ્યો.'મા .તમને મેણુ મારે એવુ કોઇ નથી. હુ એકલો જ છુ. મારા માબાપ મારા જન્મ પહેલાથી જ પરદેશ હતા.મારો જન્મ પણ પરદેશમાં થયો.મા  એતો પોતાની કારકીર્દિ બનાવવા મને બાળક તરીકે નર્સરીમાં મુકી દીધેલો. બેમાથી એકેયને મારા માટે સમય નહોતો. એ સમયે મારા દાદા દાદી ફરવા આવ્યા. એમના ભારતીય માનસને બાળક આમ અજાણ્યા પાસે અનાથની જેમ ઉછરે એ ગમ્યુ નહિ. એમને સમજાવી પટાવી મને દેશમાં લાવ્યા. મારી પુરી સંભાળ ને પ્રેમથી પરવરીશ કરી. સારા સંસ્કાર આપ્યા. ભણવાની ઉંમરે માએ ત્યા બોલાવ્યો. પણ મને ફાવ્યુ નહિ. પાછૌ આવ્યો.પછી તો વેકેશનમાં  મળવા જતો. ઉચ્ચ શિક્ષણ માટે ગયો ને પુરુ થતા અહી દાદા દાદી પાસે આવી ગયો. બને એટલી એમનીસેવા . કરી.બેવરસ પહેલા જ એમણે વારા ફરતી વિદાય લીધી. આજે એકલો છુ . મા નો પ્યાર એ ખોટ તમે પુરી પાડશોએવી આશા રાખુ છુ'.વિશાલે પોતાની ઇચ્છા વ્યકત કરી. આટલી ચોખવટ પછી એ સાથે રહેવા તૈયાર થયા.        લગ્નનુ પ્રથમ વરસ તો સડસડાટ વહી ગયુ. કુંવરબેન ઘર સંભાળતા એટલે કંચના નચિંત બહારનુ કામ કરતી.પણ ત્યાર પછી કુંવરબેનની તબિયત લથડી. સારવારમાં કમી નહોતી ને એવો કોઇ રોગ નહોતો. પણ પોતાનુ સંસારઋણ પુરુ થતા એની જીજીવિષા સંકોચાવા લાગી. ટુંકસમયમાં દિકરીનો સુખીસંસાર જોઇને સંતોષથી આંખ મીચી દીધી.        હવેજ ખરો સંસાર શરુ થયો. કંચનાની બહારની પ્રવૃતિનો વ્યાપ એટલો વધી ગયો હતો કે ઘેર માત્ર એ ખાવા કે સુવા આવતીહોય એવુ જ લાગતુ.  વિશાલ આમતો સમજદાર હતો. લ્ગન પહેલા ય એ કંચનાના કાર્યક્રમોથી પરિચિત હતો આ ગુણોથી આકર્ષાઇ તો એણે લગ્ન કર્યા હતા એને કંચનાની સમાજસેવા તરફ ફરિયાદ નહોતી પણ સાથે સાથે એ પોતાના માટે પણ થોડુ જીવવા માગતો હતો.એકલો તો આટલા વરસોથી હતોજ. સાજની શીતલ હવામાં દરિયા કિનારે હાથમાંહાથ  રાખીને ટહેલવાનુ,ચાંદની રાતે અગાશીમાં ચદ્રંની માદકતામાં ઓગળી જવાનુ,આવા તો કેટલાય રંગીન    સપના એના મનમાં સમાયેલા હતા તો સામે કંચનાહતી સુંદર ને યુવાન. પણ રસિક નહોતી.એ તો માત્ર કામને જ વરેલી હતી.વિશાલની અપેક્ષા  પણ કાઇ વધારે પડતીકે અજુગતી ય નહોતી. પણ કંચના એ સમજીન શકી. પોતાના કામમા કાપ ન મુકી શકી.છેવટે એ વ્યસ્તતા લગ્નજીવન માટે ધાતક નીવડી, વિશાલએકલો પડવા માંડ્યો.સાંજ સુમસામને કંટાળાજનક બનવા લાગી.એની રાહ જોતા જોતા એ કયારેક ડાઇનિંગ ટેબલ પર જ ભુખ્યો સુઇ જતો.તો એકલો જ ક્લબમાં જઇ ચડતોને આસપાસ આનંદ કિલ્લોલ કરતા .નાચતા  ગાતા યુગલોને જોઇને પોતાનુ શુષ્ક લગ્નજીવન ખુંચતુ ને નિરાશાને શરાબમાં હળવી કરતો.તો કયારેક કોઇના સહવાસની તીવ્ર ઝંખના જાગી ઉઠતી.તો જાણે એ કંચનાનો દ્રોહ કરી રહ્યો હોય એવી ગુનાહિત લાગણી અનુભવતો. કારણકે એ કાઇ ખોટા કારણસર તો બહાર નહોતીભટકતી.આજ સુધી એના આગુણોનો એ પ્રશંસક હતો ને હવે?  એને પોતાની જ બીક લાગવા માંડી. આહતાશા એને અય્યાશ,શરાબી, રખડુ બનાવી દેશે તો? તો આ દયાની દેવીની તપસ્યા નકામી જાય. એના કરતા એક ઉમદા રસ્તો હતો.  એક સાંજે જમીને થોડી શરાબ પી ને ટેબલ પર જ માથુ ઢાળીનર સુઇ ગયો હતો. કંચના રાતના આંઠેક વાગે થાકી પાકી ઘેર આવી. એને પોતાની ભુલનો અહેસાસ  થયો. એણે વિશાલના માથે સ્નેહથી હાથ ફેરવ્યો. વિશાલે ઉંચુ જોયુ.એની આંખોમાં દર્દ હતુ.'મને માફ કર, વિશાલ. આજે કામમાં સમયનુ ભાનનરહ્યુ.'એના સ્વરમાં અપરાધભાવ હતો. ' કાઇ વાંધો નહિ, તુ જમીને પર આવ પછી આપણે વાતો કરીએ ને એ ઉપર જતો રહ્યો.