Saturday, December 3, 2016

સામાજિક સમસ્યા ૨

આપણે અગાઉ જોયુ એમ આ માત્ર જગ્યા કે પાણીના અભાવની જ સમસ્યા નથી. પણ જ્યા પાણીની છત છે ત્યા પણ આ જ સ્થિતિ છે. મુળમાં આ કામ તરફની આપણી સુગ છે.અમુક કામ હલકુ ન ેઅમુક લોકો જ કરે એવી માન્યતા ઘર કરી ગઇ છે. એટલે જ આપણી જાહેર સંસ્થાઓ, સ્કુલો, દવાખાના, રેલ્વે કે બસસ્ટોપના સંડાસ  એટલા ગંદા હોય કે એનો ઉપયોગ કરવા કરતા લોકો ખુલ્લામાં જવાનુ પસંદ કરે છે ને મોટાભાગની આ સગવડો કરવા ખાતર હોય છે. એકવાર ઉદઘાટન થઇ જાય પછી એની સાફસફાઇ કે જાળવણી થતી નથી. તો આપણા ઘાર્મિક સ્થળો ને મંદિરો બાકાત કેમ રહે?આપણી પવિત્ર ગણાતી  ને માતા તરીકે પુજાતી નદીઓને આપણે ગટરો જ બનાવી દીધી છે. એમા સ્નાન કર્યા પછી ' વૈતરણી' પાર કરવાની ન રહે. અહી જ નર્કનો સાક્ષાત્કાર થઇ જાય જો તમે સ્વર્ગ કે નરકમાં માનતા હોતો. એવુ નથી લાગતુ કે આ સ્થિતિ નજરે જોયા પછી કે આપણી પ્રાચીન સંસ્કૃતિ ને  હાલની પ્રગતિ ઉપર આ સમસ્યા એક થપ્પડ  સમાન છે???

No comments:

Post a Comment