Thursday, December 15, 2016

કનૈયા કિસે કહેગા તુ મૈયા? ભાગ ૩

આગલા અંકથી ચાલુ.    આમ કિશન ભારતમાં હેમાલી પાસે મોટો થવા લાગ્યો.હેમાલીએ હરિતાનો મા તરિકેનો અધિકાર અબાધિત રાખવા હરિતાની ઓળખાણ મોટી મમ્મી તરીકે ને પોતાની નાની મમ્મી તરીકે આપી હતી.પોતાની પાસે એ જેઠાણીની અમાનત છે એમ માનીને એની દરેક જરુરીયાત પર વિશૈષ દ્યાન આપતી. કયારેક પોતાની ખાસ જરુરીયાતને ભોગે પણ.એના આ પ્રકારના ભાવને કિશન  એક અબુધ બાળક તરીકે પણ પામી ગયેલો ને પોતાને વ્યકિતવિશેષ સમજતો થઇ ગયો હતો. એટલે દરેક પાસે લેવાનો પોતાનો અધિકાર માનતો થઇગયો હતો. લેવાની   હક સામે ફરજ જેવુ કાઇક હોય છે એકોઇએ એને સમજાવ્યુ જ નહિ.  વધારે પડતા લાડકોડથી એ જિદ્ી, મનમોજી ને બેફિકર થઇ ગયો.    હરિતા વરસમાં એકાદ વાર આવતી. આબધુ જોતી. એની વર્તણુક સુધારવા હેમાલીને ટકોર કરતી.કયારેક વડીલને દાવે કિશનને ઠપકો આપતી તો એનુ મોં બગડી જતુ,કારંણકે કોઇની વાત સાંભળવાની સમજવાની દ્રષ્ટિ એનામા હતી નહિ. વિનય નહોતો. એક વખત હરિતાની હાજરીમા જ આમ બન્યુ. એ મોડી રાત્રે રખડીને બહારથી આવ્યો.હરિતા એ સ્વભાવિક ટકોર કરી.' કિશન , તુ આખૌ દિવસ બહાર રખડ્યા કરે છે. તારે ભણવાનુ નથી હોતુ?' આટલુ સાંભળતા એ  ઉશ્કેરાઇ ગયો.' શા માટે અંહી આવીને અમારા ઘરમાં દરેક કામમાં દખલ કરો છો?મારી મમ્મીને બસ સલાહ સુચના આપ્યા કરોછો. માની લીધુ કે તમે થોડીક વસ્તુઓ લાવો છો તો જાણે અમારા પર મોટો ઉપકાર કરતા હો એમ રોફ જમાવો છો'એ સાથે જ રુમમાં જઇને હરિતાએ આપેલી બધી વસ્તુ એના પગ આગળ મુકીને જતો રહ્યો. કહેતો ગયો'અમારે તમારુ કઇ નથી જોઇતુ' એ જોરથી બારણા બંધ કરી દીધા.  બાર વરસનો બાળક આટલી હદ સુધી જઇ શકે?હેમાલીનુ માથુ શરમથી ઝુકી ગયુ. એને તો ફટકારવાનો અધિકાર પણ નહોતો ને હરિતાને તો એ મા માનવા જ તૈયાર નહોતો તો પછી કોની જવાબદારી બનતી હતી?  છેવટે હરિતાએ જ આશ્ર્વાસન આપવુ પડ્યુ કે હજી નાનો છે,નાદાન કહેવાય. થોડો મોટો થશે એટલે સમજશે'. પણ એસમજણ કોણ આપશે? એ જ સવાલ હતો. એમ કરતા એ પંદર વરસનો થયો ને હવે ટુંક સમયમાં અમેરિકા આવવાનુપણ થાય. એની પાશ્ર્વભુમિકા તૈયાર કરવા,એને એના મોટા ભાઇઓસાથે પરિચય કરાવવા, અમેરિકામાં આગળના અભ્યાસ માટે એની કેવીક તૈયારી છે.વગેરે. સાથે સહીલ ને સમીરને ભારતદર્શન કરવુ હતુએ પ્રમાણે પ્રવાસનુ આયોજન સપરિવાર ગોઠવેલુ હતુ.આટલો સમય ત્રણે ભાઇ સાથે રહે તો અહીની રીતભાત,અભ્યાસના તોેરતરિકાથી પરિચીત થાય ને અમેરિકા આવે તો જલ્દી ગોઠવાઇ શકે.   એનુ પ્રગતિ પત્રક જોઇ હરિતા ને હર્ષ બન્ને નિરાશ થયા. અગત્યના   બધા વિષયમાં એનૌ  દેખાવ કંગાળ હતો. હરેશ ને હેમાલીના પ્રમાણિક પ્રયત્ન  પછિ પણ એની અભ્યાસમાં એની રુચિ જ ખીલતી નહોતી.સમસ્યા તો અહિ પણ એજ હતીકે બન્નેમાથી કોઇ એની સાથે કડક થઇ નહોતા શકતા કે શિક્ષા નહોતા કરી શકતા.કે એને અભ્યાસમાં બાધારુપ ઉપકરણો  જેવાકે ફૌન, ટીવી, મયુઝીક,મિત્રો સાથેની મોડી રાતોની રઝળપાટ, લેશન કરવાને બદલે ફોન પર લાંબા લાંબા વાર્તાલાપ. બહાર ન જવાદેતો એના દોસ્તો અહી આવીને અધરાત સુધી ધામા  નાખીને ધમાલ કરે
.   અભ્યાસ સિવાય પોતાની નાની નાની જરુરિયાતો જાતે કરીલેવાને બદલે હેમાલીને હુકમ કર્યા કરતો.આકામ તો કામવાળીઓ કે મા જ કરેએવી માનસિકતા. એટલે અમેરિકામાં ઉછરેલા એના ભાઇઓપોતાની ડીશ ઉપાડી લે, કપડા ગડી વાળીને પોતાની બેગમાં ગોઠવી દેત્યારે પેન્ટના ખિસામાં હાથ રાખીને જોયા કરતો ને મજાક પણ કરતો. એની બુકો, કપડા આખા ઘરમાં રખડતા ને એની રુમમાં જવાનુ મન ન થાય એવી અવ્યવસ્થિત હતી.હરિતા આબધુ જોઇને નિરાશ થતી હતી એ જોઇ ને હરીશ ને હેમાલી અપરાધભાવ અનુભવતા હતા. પાછા ફરવાનો સમય થઇ ગયો હતોને  કોઇ પરિણામ નહોતુ આવ્યુ એથી હર્ષ પણ અકળાયો હતો. આગલી રાત્રે કિશન ની રાહ જોઇને બધા બેઠા હતાત્યારે એ મધરાતે ઘરે આવીને ચુપચાપ  પોતાની રુમમાં જતો રહ્યો હતો તો આજે એના સિવાયના બધા નાસ્તાપાણીથી પરવારીને બેઠા હતા. પછિ તો હરિતાથી  ન રહેવાયુ. એનો મા તરીકેનો અધિકાર જાગી ઉઠ્યો. એ કિશનની રુમમાં ધસી ગઇ.એની રજાઇ ખેંચી ને એસાથે જ કિશને બરાડી ઉઠ્યો. 'શું છેઅત્યારના પહોરમાં. ?શાંતિથી સુવા પણ નથી દેતા. તમારે જ્યા જવુ હોય ત્યા જાવ. મારે તમારી સાથે ક્યાય નથી આવવુ'ને પડખુ બદલી  રજાઇ ખેંચી એ પાછો સુઇ ગયો. હરિતાએ ફરી એકવાર પ્રયત્ન કર્યો ને આવખતે એ પથારીમાથી બેઠો થઇને
 લગભગ હરિતાને હડસેલીને બુમ પાડી.' શુ અધીકાર છે તમને કે મારા પર આટલી દાદાગીરી કરોછો. તમે મારી મા તો નથી'  છેવથે એનાથી બોલાઇ જવાયુ' દિકરા, તારી મા છુ.એટલે જ આટલો જીવ બળે છે' એની આંખોમાં આંસુના પુર ઉમટયા. પણ એની પરવા કર્યા વિના એને બીજો સવાલ કર્યો ' તમે મારી મા છો તો આ કોણ છે?'એણે હેમાલી તરફ આંગળી ચીંધીને કહ્યુ.   રુમમાં દાખલ થતા હર્ષે આસવાલ સાંભળ્યો ને હરિતાને વિંધી નાખતી નજરે કહ્યુ.''દે જવાબ  હવે', તો વરસો પહેલા હરિતાએ લાગણીના આવેશમાં જે નિર્ણય લીધો હતોને હર્ષે  જે ભયસ્‌્થાન બતાવ્યા હતા એ સાચા પડયા હતા.  હવે રહસ્ય ખોલ્યા વિના છુટકો નહોતો. ત્રણ છોકરા મોટા સામે તાકી રહ્યા હતા.  કાશ આ  રહસ્ય કિશન પુખ્ત બને ને એને ત્યાય બાળકો હોય, એનામાં મા નો ત્યાગ સમજવાની ને મુલવવાની સમજ આવી હોય ત્યાસુધી ગુપ્ત રાખી શકાયુ હોત તો? અત્યારે તો આસાંભળીને એ હેબતાઇ ગયો.બરાબર એ જ સમયે રેડિયા પર ગીત રેલાઇ રહ્યુ હતુ. 'કનૈયા કિસે કહેગા તુ મૈયા?

No comments:

Post a Comment