Sunday, December 11, 2016

તપસ્યા ભાગ ૧

'  મમ્મી   ઓ મમ્મી' સવારની શાંતિને ચીરતી ઉંચી ને તીક્ષ્ણ ચીસો સાંભળીને વાસંતીબેન માળા છોડીને એકદમ ઉભાથઇ ગયા.  બુમોની સાથે જ દાદર પર ધડબડાટનો અવાજ આવ્યો ને એણે જોયુ કે એની સોળ વરસની દિકરી અનુ એકીસાથે બે બે પગથિયા કુદતી એના તરફ આવી રહી હતી.     છેલ્લા બેએક વરસથી શુનમુન થઇ ગયેલી દિકરીને અત્યારના પહોરમાં આટલા આવેગમાં જોઇ એ ચોંકી ગયા. આ આવેગ ભયનો હતો કે આનંદનો?  એ દોડતી આવીને વાસંતીબેનની બાથમાં સમાઇ ગઇ.એનુ હૈયુ જોર જોરથી ધડકી રહ્યુ હતુ.શ્ર્વાસોશ્ર્વાસ ધમણની  માફક ચાલી રહ્યા હતા.પ્રયત્ન કરવા છતાય એ બોલી નહોતી શકતી. કદાચ આવેગ એનુ મોં ખોલવા નહોતુ દેતુ.    જાણવાની તીવ્ર ઇચ્છા  છતા  એણે અનુને શાંત થવા દીધી.થોડીવાર છાતીએ વળગાડી રાખી. પીઠ પસવારી, વિખરાયેલી લટોને સમારી.કુમાશથી ચહેરો ઉંચકીને આંખોમાં પ્રશ્ર્નસુચક નજર નાખી.            અનુ ધીમે ધીમે  શાંત થઇ.પછી સમાચાર આપ્યા. ' મમ્મી, મોટીબેન આવે છે. મેએને અગાસીમાંથી જોઇ. આપણી શેરીમાં જ વળી. મે એને ઓળખી લીધી. મમ્મી કહે ને આપણે ઘેર તો આવશે ને?           વાસંતીબેનનો ચહેરો સમાચાર સાંભળતા વિલાઇ ગયો. ઘરનો દરવાજો બંધ કરી ક્યાક સંતાઇ જવાનુ મન થઇ ગયુ.   શા માટે? સામાન્ય રીતે તો દિકરીના આગમનના સમાચાર સાંભળી મા નુ હૈયુ તો આનંદથી ઉછળી પડે.જ્યારે અહી તો મા ક્યાક સંતાઇ જવાની વેતરણમાં હતી.  ને એ પણ અવની જેવી દિકરી માટે?   હા, કેટલીક દિકરીઓ હોય જ એવી જેની નાદાનિયત  ને કરતુતથી પ્રેમાળ માબાપના હૈયામાં આગ લાગે. દિકરીને નામે કલંક જેવી. માબાપના મસ્તક શરમથી ઝુકી જાય. પણ આ દિકરી સાસરામાં ન સમાયેલી ને પિયરમાં પાછી આવતી હોય એવી  દિકરી પણ નહોતી.  તો?
    વાંસતીબેનને એના  આગમનની  જાણ કે રાહ પણ નહોતી.   તો પછી? આ તો સાંસારિક ને પારિવારીક નાતો છોડીને  મોક્ષના માર્ગે ગયેલી દિકરી હતી. હવે એ સાધ્વી અધ્યાત્મા તરીકે ઓળખાતી હતી. આજે એ મા ને ત્યા નહિ પણ એક ગૃહસ્થને આંગણે ભિક્ષા માટે આવી હતી. હવે એને દિકરી તરીકે  બોલાવાય કે કેમ એ પણ મુંઝવણ હતી.વરસ પહેલા જ એ આમાર્ગ પર ચાલી નીકળી હતી. વાસંતીબે નને છેક છેલ્લે દિવસે જાણ થઇ હતી. સામાન્ય રીતે માબાપ આવા મોક્ષાર્થી સંતાનો માટે ગૌરવ અનુભવે. પણ જે સંજોગોમાં ને કારણે અવનીએ આ રાહ પસંદ કર્યો એ જ એ ને ખટકતુ હતુ.દિક્ષા લઇને વિદાય થયા પછી એના કોઇ સમાચાર નહોતા. સાધુ તો ચલતા ભલા. એના સમાચાર કયાથી મળે?એવી એ દિકરી આજે આંગણે આવી રહી હતી. કેવી રીતે તટસ્થ રહી શકાય?          થોડા વરસો પહેલા જ વાસંતીબેન ને વસ્તુપાળ બજાજનો સુખી પરીવાર હતો.અવની, અનુ ને ચિરાગ ત્રણ ભાઇ બહેન. અવની મોટી.  પિતાની લાડકી, ધીર ગંભીર ને જવાબદાર. અનુ વચેટ. શરમાળ ને લાગણીશીલ. તો ચિરાગ તો  ભાવિ વારસ ને સહુનો પ્યારો.  વસ્તુપાળનો નાનો પણ  વ્યવસ્થિત  ધંધો. પરિવારની પરવરિશ સારી રીતે થઇ શકે. બાળકોને જરુરી વસ્તુઓ માટે કજીયા ,જીદ, કે રાહ નજોવી પડતી.એટલે ત્રણે ભાઇબહેન  સંસારના  દુઃખ દર્દથી દુર એવા શૈશવનો આનંદ માણતા હતા. જીવનમાં એવી કોઇ વિષમતા નહોતી કે એના  આનંદને કરમાવી નાખે. એ સમયમાં  માબાપ   ઢાલ બનીને સંતાનોને   ધર કે બહારના સંધર્ષથી અજાણ રાખતા. એટલે ધરમાં ચાલતા અણબનાવ કે માબાપ વચ્ચે અણબનાવ કે અબોલા કે ઝધડાની બાળકોને ક્યારેય  જાણ ન થાય ને બાળકોની હાજરીમાં આવા પ્રશ્ર્નો ચર્ચાય પણ નહિ.  પણ સુખનુ આ ભ્રામક આવરણ એક વખત ખસી ગયુ.  અવની એક વખત રાતના જાગી ગઇ ને માબાપની રુમ પાસેથી પસાર થતા એને કાને વાતચીતનો અવાજ આવ્યો. પણ આ   સામાન્ય વાતચીત કરતા જુદો હતો બલ્કે ઉગ્ર હતો. પપ્પા મમ્મીને ધમકાવતા હતા. તો ધીમા રુદન સાથે મમ્મી જવાબ વાળતી હતી. આખાસ્સી વાર ચાલ્યુ. એને પ્રથમ વાર ધરમાં  ચાલતી વિસંવાદિતાનો ખ્યાલ આવ્યો. એ ઉદાસ થઇ ગઇ.પ્રસન્નદામ્મપત્યના આવરણ નીચે છુપાયેલ કલહની ખબર પડી.  બીજે દિવસે એણે બન્નેની હિલચાલ પર ધ્યાન રાખ્યુ. પપ્પાનુ મોં ચડેલુ હતુ. જરુર પડે તો આડુ જોઇને બોલતા હતા તો મમ્મી ચુપ હતીને જરુર પડે હા કે ના જેવા ટુંકા જવાબ આપતી હતી.  આંખો સુઝેલી હતી. ચહેરો મુરઝાયેલો હતો. કદાચ આંસુ છુપાવવા ધીમે ધીમે સ્તવન ગણગણતી હતી.અવનીએ આજે જે કાંઇ જોયુ તે પોતાના માટે જ રાખ્યુ. પણ હવે એ સભાન થઇ ગઇ.  ત્યાર પછી આવો કલહ એણે ઘણીવાર સાંભળ્યો હતો. તો કવચિત બનતો ઝધડો નહોતો. કયારેક દિવસે પણ બન્નેના હાવભાવ જોતા એ સમજી જતી ને નાનાભાઇબહેનને લઇને પોતાની રુમમાં ભરાઇ જતી.   એ એકલી એકલી મુંઝાયા કરતી. શું કારણ હશે? કોઇને સાથે આવી ધરનાકલહની વાત બહાર ન થાય એવી સમજણ તો એને આવી ગઇ હતી.        એમ કરતા એ હાઇસ્કુલમાં છેલ્લાવરસમાં આવી. અભ્યાસનુ ભારણ ને મહત્વનુ ને નિર્ણાયક વરસ.ઉપરથી પપ્પાએ પ્રોત્સાહન આપેલુ કે બોર્ડમાં આવીશ તો મેડીકલમાં મોકલીશ. બસ, બધૂ ભુલીને એ રાત દિવસ ધ્યેય સિધ્ધિમાં વ્યસ્ત  હતી.      એક તરફ ઉનાળાની ગરમી ને બીજી તરફ પરિક્ષા ચાલુ થઇ.અવનીએ ઘરમાં બધાને આવી ગરમીમાં પરિક્ષાકેન્દ્ર પર બપોરની રિસેસમાં આવવાની મનાઇ કરી હતી. 'મમ્મી, રેણુકા માસીનુ ઘર નજીક જ છે ને જરુર પડશે તો  ચા પાણી કે નાસ્તા માટે ત્યા જ જઇ આવીશ'     આ રેણૂકામાસી એ  મમ્મીની બહેનપણી હતા. પતિ પત્નિ બેજ. બીજો કોઇ પરિવાર નહોતો. એમાંય એમના પતિ જયમલભાઇ ત્રાવેલ એજન્ટ હતા. પ્રવાસનુ આયોજન કરતા ને મુસાફરો જોડે જતા. કયારેક દેશ તો પરદેશના  પ્રવાસમાં મહીના નીકળી જતા. રેણૂકા બેન આમ તો સાથે હોય પણ એકની એક જગ્યાએ જવાનુ હોય તો એ ધેર રહેવાનુ પસંદ કરતા.આવી એકાદ બે યાત્રામાં વાસંતીબેન જોડે પરિચય થયા ને  ઘરોબો બંધાઇ ગયેલો. બન્ને બહેનપણીઓ અવારનવાર મળતા. સાથે શોપિંગમા જાય, દેવદર્શને જાય, સાથેજમે, કયારેક રાત પણ રોકાઇ જાય તો કયારેક વસ્તુપાળ સ્કુટર પર ઘેર પણ મુકીઆવે. એ જ્યારે આવે ત્યારે અવનીને અચુક આગ્રહ કરે' અવની, તારી સ્કુલ  પાસે જ મારુ ઘર છે. આવતી હોતો. જો, માસી તો મા કરતા ય વધારે લાડ કરાવે. ને અવનીને આજે એ લાડ માણવાનુ મન થઇ ગયુ. પરીક્ષાનો અંતિમ દિવસ ને  છેલ્લો દિવસ. સવારનુ પેપર જલ્દી લખાઇ ગયુ. બપોરનુ પેપર સાવ સહેલુ હતુ. વચ્ચેના ફાજલ સમયમાં અવની માથા પર બુકોનો છાયો કરીને માસીના લાડ માણવા દોડી . પણ બારણા આગળ અટકી ગઇ . કારણ પપ્પાનુ સ્કુટર  ત્યા જોયુ. એક પળના અચકાટ પછી વિચાર આવ્યો કે માસીને કાઇક અગત્યનુ કામ આવ્યુ હશે. એકલા જ છેએટલે પપ્પાને બોલાવ્યા હશે. એટલે ડોરબેલ વગાડવાને બદલે બેઠકરુમની બારીમાથી અંદર જોયુ તો કોઇ દેખાયુ નહિ. અહિથી રસોડુ પણ દેખાતુ હતુ. ત્યાય કોઇ નહોતુ. તો પણ ઘરમાં વાતચીતનો અવાજ તો આવતો જ હતો.એટલે ઘરમાં કોઇક તો હતુ જ છેવટે એણે શયનકક્ષનીબારીના પરદાને આંગળીથી હટાવીને અંદર નજર નાખી ને જે જોયુ એ  માટે એને જીવનભર પસ્તાવો થયો હતો.
 તો એ શય્યામાં લગ્નજીવનની તમામ આચારસંહિતાઓનો ભંગાર પડ્યો હતો.આ સંસારના ઉજળા લાગતા સબંધો,સ્નેહ,સમજણ ને રુપાળા શબ્દોના આવરણ નીચે છુપાયેલી મલિન વૃતિઓનો એને ખ્યાલ આવ્યો.દુનિયા આટલી દંભી હશે?ચહેરા આટલા છેતરામણા હશે?અવનીની દુનિયા ઘડીકમાં બદલાઇ ગઇ. એ ચીસ પાડી ઉઠે કે  કંઇક કરી બેસે એ પહેલા એ ભાગી.  સ્કુલે કેવી રીતે પંહોચી કે બપોરનુ પેપર કેમ લખ્યુ એનુ ભાન પણ ન રહ્યુ. પરીક્ષાનો બોજો ઉતરવાને બદલે વધી ગયો.  એજ હાલતમાં એ ઘેર આવી ત્યારે સખત થાકી ગઇ હતી.વિચારોથી ઘેરાયેલી.પપ્પા તરફ ક્રોધ, માસી તરફ તિરસ્કાર ને મમ્મી તરફ દયા.આવા ત્રિવિધ લાગણીમાં એલગભગ બધીર થઇ ગઇ હતી.ઘરમાં કોઇની સાથે શાંતિથી વાત કરવાની  ક્ષમતા ય એણે ગુમાવી દીધી હતી.    તો આપરિસ્થતિ અજાણ નાનાભાઇબહે ન નેવાસંતીબેન એની રાહ જ જોઇ રહ્યા હતા. ' બેન હવે તારી પરીક્ષા પુરી થઇ,હવે મને  મુવી જોવા લઇ જઇશ ને?' ચિરાગે લાડથી એનો હાથ પકડ્યો. હજુ એ જવાબ આપે એ પહેલા અનુ આવી.' મોટી બેન. કાલે આપણે શોપિંગ જઇશૂ ને ' બન્નેના નિર્દોષ ચહેરા સામે જોતા એનીસાથે ઉધ્ધત તો ના થઇ શકી પણ બને એટલી શાંતિથી કહ્યુ ' આજે હુ થાકી ગઇ છુ, કાલે વાત' એટલામાં વાસંતીબેન બહાર આવ્યા ને અવનીના મોં પર નજર પડતા એને લાગ્યુ કે આટલા દિવસના ઉજાગરા, પરિક્ષાની ચિંતા,સવારની  જમીને ગઇ હતી તે બરાબર ભૂખી થઇ હશે. ને ઉપરથી આ ગરમી. પરિસ્થિતિ પ્રમાણે એનુ અનુમાન બરાબર જ હતુ પણ એ સિવાય જે હતુ  એની તો એને કલ્પના જ ક્યાથી આવે.? એણે તો માતૃસહજ કુમાશથી એના માથા પર હાથ ફેરવીને કહ્યુ' ભુખ લાગીછે ને ,બેટા, તારી મનગમતી વાનગી તૈયાર જ છે. ચાલ જમી લે પછી આરામ કરજે.' માના આવા પ્રેમાળ પ્રસ્તાવનો અવનીએ  સાવ લુખ્ખો જવાબ આપ્યો. 'મારે ખાવુ નથી, મારુ માથૂ દુઃખે છે. મને સુઇ જવા દો' ' એ તો તુ ભુખી હઇશ એટલે માથુ દુખતુ હશે. જમીને આરામ કરીશ તો સારુ લાગશે' એણે આગ્રહ કર્યો.મા ના પ્રેમાળ ને લાગણીનો અવનીએ જે જવાબ આપ્યો એ એટલો ઉધ્ધત ને કલ્પના બહારનો હતો.' મે તને એકવાર કહ્યુ ને મારે નથી ખાવુ, પછી મારી પાછળ શું કામ પડી છે? મને હવે થોડી શાંતિ લેવા દઇશ?એણે એસાથે બન્ને બાળકો સામે એવી રીતે જોયુ કે બધા ઓઝપાઇ ગયા.અવનીના ચહેરા પર શબ્દ કરતા ય વધારે ઉશ્કેરાટ હતો. વાસંતીબેન છોભીલા પડી ગયા. ને અવની! પોતાની અકળામણ ઠાલવવા આના કરતા સહેલુ ઠેકાણુ મળ્યુ નહોતુ. અવની આવી રીતે કયારેય વર્તી નહોતી. વાસંતીબેન રુમના બંધ બારણાને તાકી રહ્યા.   ક્રમશ

No comments:

Post a Comment