Monday, December 12, 2016

તપસ્યા.ભાગ ૩

આગલા અંકથી ચાલુ          પણ આવા વિચારો હવે વ્યથ હતા. વાત ઘણી આગળ વધી ગઇ હતી.હવે ચોખવટ કર્યા વિના છૂટકો જ નહોતા. મમ્મી હજુ એ એના તરફ જવાબ માટે તાકી રહી હતી.છેવટે અવની  ઉશ્કેરાઇ ગઇ.' તારે જાણવુ જ છેને? તો  મે   જાતે અમુક દિવસે,અમુક સમયે ને ચોક્કસ જગ્યાએ નજરે જોયુ છે. તારે ખાતરી કરવી હોય તો ફોન કરીને તારી બહેનપણીને પુછી લે કે આસમયે આ તારીખે એની સાથે  બેડરુમમાં કોણ હતુ?   . જરુર પડે તો પપ્પાને ય પુછી લે જે  બસ?'આટલુ બોલતા ય એને કેટલુ કષ્ટ પડ્યુ હશે એ તો એના પરસેવાથી નીતરતા ચહેરા પરથી ખ્યાલ આવતો હતો. આટલી  સ્પષ્ટતા પછી વાસંતીબેનને અવનીની વાતમાં સંદેહ કરવા જેવુ રહ્યુ નહોતુ.   એ પ્રથમથી જ જવાબદાર છોકરી હતી. ચાડીચુગલીની એને આદત નહોતી.'    બે હાથમાં માથૂ પકડી ને સમતોલન  ગુમાવે એ પહેલા બહાર  નીકળી  ગયા.
 હવે એને દિકરીનુ અકળ લાગતુ મૌન ને ઉદાસીનનુ કારણ જાણવા મળ્યુ. દેખીતી રીતે જ પતિ પર ભયંકર ગુસ્સો ચડ્યો પણ બાળકોની હાજરીમાં ઘરમાં આવો જંગ છેડવાની હિંમત ન ચાલી.આમ પણ એ ભીરુ તો હતા જ. થોડો વિચાર કરી એણે પ્રવાસમાં પાછા આવેલા જયમલભાઇને જ બધુ જણાવી દીધૂ. તો જયમલભાઇનો ગુસ્સો ય કમ નહોતો. એણે એક દિવસ વસ્તુપાળને ઘેર બોલાવ્યા ને  ત્રણ જણ વચ્ચે શું રમઝટ  બોલી હશે એના તો કોઇ સાક્ષી નહોતા પણ એ દિવસથી વસ્તુપાળ ઘેર પાછા જ ન ફર્યા!  બે ત્રણ િદવસ  રાહ જોઇ એણે જયમલભાઇને ત્યા ફોન કર્યો પણ જવાબ ન મળ્યો. સગા સંબધીઓમાં છાની તપાસ કરી.છેવટે પોલીસમાં ફરિયાદ નોંધાવી પણ એના જેવી સરળ ગૃહીણીનો હાથ કયાય પહોચ્યો નહિ. એક વાર અનિચ્છાએ પણ જયમલભાઇ ત્યા તપાસ માટે પણ જઇ આવ્યા તોએમના  ઘેરતો કોઇ ભાડુઆત આવી ગયા હતા ને એ બન્ને તો ઘર આમને સોંપીને લાંબા પ્રવાસે નીકળી ગયા હતા. જાણે એક જીવતો જાગતો જણ હવામાં ઓગળી ગયો હતો.! આખરે જે ખોવાઇ જવા માગતુ હોય એને કોણ શોધી શકે?    છેવટે છેલ્લા ઉપાય તરીકે એણે ધંધો ને મોટુ રહેણાક વેચી નાખ્યુ ને નાનુ મકાન લઇ લીધુ. અવનીએ પોતાના સપનાને ભીતર ભંડારીને મા ને મદદરુપ થવા નોકરી સ્વીકારી લીધી. તો વાસંતીબેને ફાજલ સમયમાં નોકરી કરતી બહેનોના ના બાળકોને સાચવવાનુ કામ શોધી લીધુ.     આ બધામાં સૌથી વધારે અફસોસ ને દુઃખ અવનીને થયુ. જો એણે મોં બંધ રાખ્યુ હોત તો આટલી બધી જિંદગી એકસાથે જોખમાઇ ન જાત. આ તો મા ને એક અનિષ્ટમાથી બચાવવા જતા એણે પપ્પા ગુમાવ્યા. કયા હશે?કેવી હાલતમાં હશે? હશે કે કેમ? એપણ સવાલ હતો.છેલ્લા કેટલાક સમયથી એણે પપ્પા તરફ જે અવિવેકી વર્તન કર્યુ હતો એ યાદ આવતા રડી પડતી.તો મમ્મી પર અચાનક આખા પરીવારની જવાબદારી આવી પડી જેને માટે એની કોઇ પુર્વતૈયારી નહોતી.પોતાનુ તોઠીક પણ નાના  ભાઇબહેનનુ ભવિષ્ય ડામાડોળ થઇ ગયુ.      આમ કરતા એ એકવીસ વરસની થઇ ને  ને વાસંતીબેને એને પરણાવવાની હિલચાલ શરુ કરી. વચ્ચે રહીને મદદ કરે એવુ તો કોઇ  નિકટનુ સ્વજન તો હતુ નહિ પણ અવનીના એક દુરના ફોઇ ચંચળબેને એની સાસરીમાથી એક ઠેકાણૂ બતાવ્યુ.     વાસંતીબેને છોકરો એટલે કે અશેષનો જોયો. ઘરબાર પૈસેટકે સુખી ને ન્યાતમા આબરુદાર,વાંધા   જેવુ કશુ  નહોતુ. એણે અવનીને આ અંગે જાણ કરીને એકવાર  અશેષ જોડે વાતચીત કરવાનુ સમજાવ્યુ. અવનીએ ચુપચાપ સાંભળી લીધૂ. કોઇ પ્રતિભાવ નઆપ્યો.હાલને તબ્બકે લગ્નકરવાની એની મરજી નહોતી. પપ્પા હોત તો અલગ વાત હતી ને એની ગેરહાજરી માટે પોતે જવાબદાર હતી એ અપરાધભાવ ે એને લગ્ન પ્રત્યે ઉદાસીન બનાવતો હતો. હાલના તબ્બકે તો એપપ્પાની ખોટ પુરી કરવા જ નોકરી કરતી હતી પણ મા સાથે આ બાબત  ચોખવટ કરવાનુ ટાળતી હતી. કદાચ એવી ચોખવટ થઇ   હોતતો બીજા કેટલાય સવાલ પેદા ન થાત.     એ પણ હતુ કે પપ્પાનો વિશ્ર્વાસઘાત જોયા પછી એને કોઇ પુરુષમાં વિશ્ર્વાસ જ નહોતોબેસતો. છેવટે મા ના સંતોષ ખાતર મુલાકાત માટે તૈયાર થઇ. મન મનાવ્યુ કે આજકાલના છોકરા એવા કહ્યાગરા થોડા  છે કે એક મુલાકાતમાં હા પાડી દે ને નાપસંદ કરે તો વધારે સારુ. પણ અશેષને એક જ નજરમાં એ ગમી ગઇ! હવે?એના ઘરના ને  વાસંતીબેન તો રાજી જ હતા. અવનીએ મા પાસે વિચારવાનો વખત માગ્યો. એ  ભાવિ જીવનસાથીને બરાબર ચકાસવા જાણવા, એના ગમા અણગમા,  નીતિનિયમો, પત્નિ તરફ એનો અભીગમ. ના એ છેતરાવા માગતી નહોતી. પણ મા ને બીક હતી. સારુ નરસુ કરવા જતા ઠેકાણુ હાથથી
નીકળી જાય,આજકાલના છોકરાઓનુ મન ફરી જાતા વાર ન લાગે. જોવા જાણવા માટે આખી જીંદગી પડી છે.એટલે અવનીની અનિચ્છા જાણવા છતા ય માગુ સ્વીકારી લીધુ. એના ચહેરા પર રાહત ને આનંદના ભાવ જોઇને પોતાની  નારાજગી મનમાં સમાવી લીધી.
 સગાઇ પછી અશેષ અવનીને લેવા આવતો ને બન્ને હરતા ફરતા. સંવનન ના એસમયમાં અવની એનો વર્તનને બારીકાઇથી જોતી. પોતાના જીવનમાં એ દુઃખદ ઘટનાનુ પુનરાવર્તન  ન થાય એ માટે અશેષ સાથે આગળ વધતા બધુ ચકાસતી હતી. એનો સંદેહ અકારણ નહોતો. અશૈષની નજર ચંચળ હતી. કોઇ રુપાળી યુવતી એની બાજુમાથી પસાર થાય તો તાકીને જોયા કરતો.એના અંગઉપાંગોની અણછાજતી કોમેન્ટ કરતો. એના ચહેરા ને હાવભાવમાં લોલુપતા દેખાઇ આવતી. એ અવનીની હાજરી પણ ભુલી જતો. પૈસાદારનો છકેલો દિકરો. કોલેજસમયની એની સાહેલીઓ ઘણીહતી ને અવનીની હાજરીમા ય એ  છોકરીઓ  સાથે મજાકમશ્કરીમાં જે રીતે વર્તન કરતો એએના  શિથિલચરિત્રનુ પ્રમાણ હતુ. એને જાણવા માટે આટલુ પુરતુ હતુ. આબાબત બન્ને વચ્ચે ચર્ચા થઇ તો અશેષે કહી દીધુ. ' તુ મારી પત્નિ બને એનો અર્થ એવો નહિ કે મારે આંખો બંધ કરી દેવી.ભગવાને આંખો સૌંદર્ય જોવા માટે આપી છેએટલે તો એણે  એક કરતા અનેક સુંદર સ્ત્રીઓ બનાવી છે. પુરુષતો રુપનો પુજારી. એટલે આવુ દાદીમા જેવુ સંકુચિતમન રાખીશ તો દુઃખી થઇશ. બાકી આ બંદા તો સુંદરતાના પુજારી છે'. પછી તો વાત  આગળ વધી ગઇ. અવની ઉશ્કેરાઇ ગઇ .સગાઇની વીંટી અશૈષના હાથમાં મુકી ને ચાલતી થઇ ગઇ. એ જ અંદાઝમાં ઘેરઆવી પણ હવે એને મા ના વિચારો આવવા લાગ્યા. એને ખબર  પડશે તો ભડકી જ ઉઠશે. ખુલાસો સાંભળવાની ય  પરવા નહિ કરે.  આમ પણ જેને સાંભળવુ જ ન હોય કે સમજવુ ન હોય એવાલોકો ખુલાસો માગતા ય નથી કે સાંભળતા ય નથી. એટલે  અવનીની ધારણા પ્રમાણે જ એ આક્રમણ માટે તૈયાર જ થઇને બેઠા હતા. અશેષની મા નો સંદેશો પહોચી ગયા હતો. એમાં મરી મસાલાનુ પ્રમાણ કેટલુ હશેે તો એ જ જાણે.એ તો પરાયા હતા,દિકરાનો જ પક્ષ લેવાના. પણ પોતાની મા જ પણ એની વાતમાનીને તુટી જ પડી, ' શું છેઆબધી છોકરમત?તું તારી જાતને એટલી હોશિયાર માને છેકે આવી ગંભીર વાતમાં અમને પુછતી નથી?કોઇ વાંધો હોય તો ઉકેલ લાવનારા અમે બેઠા જ છીએ.' અવની સહેમી ગઇ.આટલા ઉભરો ઠાલવ્યા પછી એ પણ ધીમા પડ્યા.લડાઇ પછી સમાધાનની રીતે સમજાવટના સુરે કહ્યુ.' બેટા, તારા ઉતાવળીયા  પગલાનુ શુ પરિણામ આવશે એ તે વિચાર્યુ?હવે પછી ભવિષ્યમા સબંધોની બાબતમાં કોઇ વચ્ચે ન રહે.આપણા જેવા નિરાધાર માણસો જલ્દી વગોવાઇ જાય.કયા શોધીશુ હવે આવુ ઠેકાણુ? છે કોઇ મદદ કરે એવુ?તારુ તો ઠીક , પણ આ બે નાના ના સબંધોમા ય લોકો તારો દાખલો આગળ ધરશે'. વાસંતીબેને ફફળતો નિસાસો નાખ્યો.     ' પણ મા , તુ એના લક્ષણો તો જો.તારી દિકરી જેવી તો કેટલીયને એ રમાડી ચુક્યો છે.હજુ ય ધરાયો નથી.ના, મા, ના મારે ઝુરી ઝુરીને  કે આંસુ સારી સારીને નથી જીવવુ.ભલે આજીવન કુંવારા રહેવૂ પડે.' અવનીએ ઉગ્રતાથી  દલીલ કરી.   ' દીકરી ,મર્દો તો હોય જ મનચલા. એ તો ઘરબારી થાય ને છૈયા છોકરાની ઝંઝાળ વળગે એટલે આપોઆપ ધીરા પડે. આપણે ધીરજ રાખવાની,   આપણો ખીલો સાબુત પકડી રાખવાનો.'મા એ દુનિયા દારી સમજાવી ને સહનશીલતાનો સદીઓ જુનો મંત્ર ગોખાવવાની કોશિશ કરી.' મા. તારો જમાનો તને મુબારક.તે સહન કરી લીધુ એ તારી મરજીની વાત  મારે એવી જીવતી ચિતા પર ચડીને સતિ નથી થવુ. હું અ સહાય નથી ને મારે થવુ પણ નથી. મને એના લક્ષણ સારા ન લાગ્યા ને મે સગાઇ તોડી નાખી.જીવવાનુ મારે છે. તારે કે સમાજને નહિ'. અજાણતા જ અવનીના અવાજમાં તિક્ષ્‌ણતા આવી ગઇ.  નહોતુ બોલવુ તો ય વાસંતીબેનથી બોલાઇ જવાયુ.' તારા બાપે તો મનમાની કરી. હવે તું પણ એજ કરી રહીછો. ભોગવવાનુ તો મારે જ ને.'દિકરી સાપનો  ભારો'  કોણ જાણે ક્યારે  ઉતરશે આ  ભાર? માંડ એટલી નિરાંત થઇ હતી કે ચાલો, એકને તો સારુઠેકાણુ મળ્યુ. પણ હુ જ અભાગણ છું ' કહેતા એણે કપાળ કુટ્યુ. ને અવનીને આંચકો  લાગી ગયો.     મા પરથી બોજો ઓછો કરવા તો એ નોકરી કરે છે ભણવાનુ બાજુમાં રાખીને. બધી આવક એના હાથમાં આપી દે છે. તો ય એ મા ને બોજા રુપ લાગે છે.માત્ર હુ દિકરી છુ એટલે? એટલી બોજારુપ કે સામા પાત્રની યોગ્યતા તપાસવા જેટલી ધીરજ  પણ નથી કે જાણયા પછી પણ સગપણ ફોક કરવાની હિંમત નથી. ઉપરથી દિકરીને કોષે છે ને પોતાને અભાગણી માનીને કપાળ કુટે છે! તો દિકરીનુ બીજુ નામ જ બોજ!બસ બીજી કોઇ લાગણી જ નહિ. વળાવી દો પારકે ઘેર. એટલે આપણા પરથી બોજ ઉતરે. આપણે છુટા. પારકે ઘેર સુખી થાય કે દુઃખી, જેવા એના નસીબ.  ' વાહ રે નસીબ, કેવુ સરસ બહાનુ! મમ્મી,  છતી આંખે આંધળા  થવુ, આટલા અવગુણ જાણ્યા પછી ય આંખ આડા કાન કરવા ને ભવિષ્ટમાં સુધરી જશે એવી વ્યર્થ આશા રાખવી. મા , શામાટે તુ તારી જાતને અને મને પણ છેતરે છે? આજથી તુ મારી ચિંતા છોડી દેજે.' એણે પોતાનો ફેંસલો સંભળાવી દીધો.       એપછી એ વધારે ગંભીર થઇ ગઇ. સાંજના સમયની બીજી નોકરી શરુ કરી દીધી.    કામકાજ સિવાય વાતોનો વ્યવહાર બંધ થઇ ગયો. હરવા ફરવા કે  થિયેટરની મુલાકાતો ને શોપીંગનહિવત થઇ ગયા. હાથમાં પૈસા હોવા છતા અવનીપોતાના માટે ભાગ્યેજ ખર્ચ કરતી. રાસ ગરબા જે તહેવારોમા પણ હવે એને ઉમંગ નહોતો.  એ પોતાની જાતને એવા કોચલામાં સમેટીને બેઠી હતી કે કોઇ લાગણી એને સ્પર્શતી નહોતી.    ક્રમશઃ           

No comments:

Post a Comment