Saturday, December 10, 2016

અવશેષ ભાગ ૨

આ બનાવ પછી ઉશ્કેરાયેલા પાડોશી કામરુએ નદી પર બંધ બાંધીને પાણીનુ વહેણ એના રાજ્યમાં વાળી લીધુ. ત્યા એક પાવરસ્ટેશન પણ ઉભુ થઇ ગયુ. સજન આજોઇને આભો જ થઇ ગયો. આજ સુધી બે પાડોશી દેશો વચ્ચે સારા સબંધો હતા. નદી માલસામાનની હેરફેર ને માણસોની અવરજવરમાટે ધોરી માર્ગની ગરજ સારતી. જરુરિયાત પ્રમાણે બન્ને દેશએનો ઉપયોગ કરતા ને હવે?નદીનુ વહેણ સુકાઇ ગયુ હતું સજને આ બાબત ફરિયાદ કરી તો જેવી ધારણા હતી એવો જ તોછડો જવાબ મળ્યો. ' નદી તમારા એકલાની નથી. અમને મન ફાવે એવો ઉપયોગ કરી શકીએ. તમે  અમને રોકનાર કોણ ?જે વાત સજન જાણતો નહોતો એ કે એ દેશ  અમુક મોટા દેશનુ પીઠબળ ધરાવે છે. પૈસાથી માંડી ને શસ્ત્રો સુધીની મદદ મળે છે. યુનો જેવી વિશ્ર્વસંસ્થામાં એવા દેશોનુ વર્ચસ્વ છે.એ મહેરબાની બદલાની શુ ં કિંમત  હશે ?એતો એ જ જાણે. પણ મોટા રાષ્ટ આવા રક્ષિત રાજ્યના નાના મોટા ગુના છારવતા.  સજને પહેલા તો સમાધાન ને સમજાવટ માટે સદેશ મોકલ્યો. પણ  સામા પક્ષે એ વાતને એની કાયરતા   માનીને ઇન્કાર કર્યો.  તો શુ શાંતિ એ નબળાઇ છે?માણસે પોતાની વાતને  સમજાવવા હંમેશા લોહિયાળ માર્ગ લેવો?એના જીવનમાં પ્રથમવખત એણે ક્ષમા ને શાંતિનો રાહ છોડી કઇક દેખીતુ પરિણામ આવે એવો નિર્ણય લીધો ને બંધ તોડાવી નાખ્યો!!  ને આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો.  સજન એક શાંત ને શાણો માણસ ઘડીભરમાં આક્રમણખોર ગણાઇ ગયો. એ પાડોશી રાજ્યે વળતો હુમલો કર્યો ત્યારે અર્ધી દુનિયાને એનો નૈતિક ટેકો મળ્યો.ઉપરાંતઅસ્ત્ર શસ્ત્રનીય મદદ મળી. સામે સજન જેવા શાંતિ પ્રિય વ્યકિત પાસે આવા હથિયાર કે સૈન્ય હોય જ  ક્યાથી? હાર નક્કી જ હતી. દુશ્મનદેશે સચિવાલય, માહીતી પ્રસારણ ને તિજોરી પર કબજો લઇ લીધો. લશ્કરને વિખેરી નાખ્યું સામનો કરનારાને ખતમ કરીનાખ્યા. સજનની કાર્યવાહીથી નાખુશ એવા સમાજના સ્થાપિત હિતો તો દુશ્મન જોડે તરત ભળી ગયા. ઉપલા વર્ગે સહકાર આપીને પોતાના હિતની રક્ષા કરી લીધી. સામાન્ય પ્રજા તાબે થઇ ગઇ ને  એમને એમના નોકરી ધંધાની સલામતી ની ખાતરી શાષક પક્ષ તરફથી આપવામાં આવી, યુવાનોને નવા વિશ્ર્વના સપના બતાવવામાં આવ્યા ને બધાને મનગમતુ  મળવાની આશા સાથે પરદેશી શાસન યાને ગુલામી સ્વીકારી લીધી. યુધ્ધ ને એની પાયમાલી માટે સજનને જવાબદાર ગણીને એને દેશનિકાલ કરવામાં આવ્યો એના સમર્થકો ક્યારેય વિદ્રોહ નકરે એ માટે. સજન જેવી કોઇ વ્યકિત હતઇ એવી સ્મૃતિ પણ ભુંસી નાખવામાં આવી.        પણ ઘર કરતા બહારની દુનિયામાં એની ખ્યાતિ વધારે હતી. અનવર નામક એના એક વખતના મિત્ર ને સમર્થકે એને માનભેર પોતાના રાજ્યમાં આશરો આપ્યો. બધી સગવડ આપી. પણ સજન હિજરાતો હતો. જે દેશ માટે પોતાનુ વ્યકિતગત ને સાંસારિક કેપરિવારનુ સુખ જતુ કર્યુ કે એની આટલી જ કદર?એના બચાવ પક્ષે કોઇ ન આવ્યુ?શું શાંતિને નામે એણે કાચરોની ફોજ પેદા કરી હતી.? મનોમંથન ચાલ્યા જ કરતુ હતુ.      અનવરે આજોયુ. એણે એક વખત સજનને સમજાવ્યા. 'સજન, આપણે દુનિયાને બદલી શકતા નથી. હું જાણુ છુકે તમારા જેવા સ્વમાની આત્માને આવી રીતે મહેમાન તરીકે રહેવુ આકરુ લાગતુ હશે. આપણે કોઇની સાથે લડાઇ ના કરવી હોય તો પણ એવા  ઝધડાખોર માણસ પર તો આપણો કાબુ  નથી હોતો. હવે તમે હથિયાર ને સેનાનુ મહત્વ સમજ્યા હશ. આપણા  ને આપણા આશ્રિતોના રક્ષણની જવાબદારી સ્વીકાર્યા પછી એના રક્ષણ માટે સજ્જ રહેવુ જોઇએ' સજન એનો ઇશારો સમજ્યા. પોતાને આશરો આપીને  અનવરે કેટલાક લોકોની નારાજગી વહોરી લીધી હતી . એને પણ આવા આક્રમણનો ભય સતાવતો હોય. તો હવે સજનની નૈતિક જવાબદારી બનતી હતી  અનવરને શસ્ત્રસહાય કરવાની. એ પોતે તો આવા શસ્ત્રોબનાવવા વિરુધ્ધ હતો પણ ઋણીને પોતાની કોઇ શરત નથી. એણે અનવરનો પ્રસ્તાવ માન્ય રાખ્યો. અનવરે એની મુલાકાત એવી ત્રણ વ્યકિત જોડે કરાવી કે સજન જેવી પ્રતિભા ધરાવતા હતા ને એની માફક જે તે દેશના સતાધીશોથી છેતરાયેલા ને દુભાયેલા હતા. એક હતા મિલાન. ઉતમ કક્ષાના વૈજ્ઞાનિક ને વિચારક. એમણે બીજા બે મહાનુભાવીઓ વાલીદ ને નિષાદ સાથે સજનને મેળવ્યા. જાણે દુનિયાનુ બધુ જ બુધ્ધિધન અહિ યા એકઠુ થયુ હતુ. ચારે ય સમાનધર્મી વચ્ચે અર્થપુર્ણ ચર્ચા સાથે કયારેક સામાન્ય માણસોની માફક હૈયાવરાળ પણ નીકળી જતી.
 ચારે ય દાઝેલાહતા .પોતાના જ લોકોથી તરછોડાયેલા હતા.એમની મહેનત ને બુધ્ધિને  આપખુદ શાષકોએ રાજાજ્ઞાની બેડી પહેરાવી હતી.એમના આર્દશો વિરુધ્ધ અઘટિત કામો કરાવ્યા હતા.દેશભકિતને નામે માનવદ્રોહ કરવા મજબુર કર્યા હતા. એમના જ્ઞાન  ને શોધોનો દુરુપયોગ કર્યો હતો.કયારેક ધાકધમકી કે મૃત્યુદંડનો ભય બતાવી સત્ય બોલતા અટકાવ્યા હતા.        મિલાન સૌથી જ્ઞાન ને અનુભવમાં મોટા. એમણે પોતાનુ મંતવ્ય રજુ કર્યુ. ' અત્યાર સુધી  આપણે એવા લોકોની મનમાની ચલાવી લીધી. પણ હવે આપણુ જ્ઞાન એવા લોકોને નહિ વેચીએ.આવા સતાધિશો આપણા ભાડુતી સમજે છે? ના.હવે એની ધાકધમકી કે લાલચને વશ નહિ થઇએ.હવે આપણે જે કાંઇ સંશોધન કરીશુ એના પર માત્ર આપણો જ અધિકાર.એનો ઉપયોગ સમગ્ર માનવજાત માટે જ થશે. જરુર પડશે ત્યારે  ઘાતકી સરમુત્યારો, અવિચારી નેતાઓ,પોતાના સ્વાર્થ માટે નિર્દોષ નાગરીકોની જાનમાલને ખતરામાં  ધકેલનારા, વિના કારણે યુધ્ધ છેડી બહાદુર જુવાનોને દેશભકિતને નામે હોમી દેનારા, માનવઅધિકારોનો સરેઆમ ભંગ કરનારા આવા નરાધમોનો નાશ કરવામાં આપણા શસ્ત્રો વપરાશે. એની માલિકી ને સાચવવાની જવાબદારી આપણી. જ્યારે એનુ રક્ષણ કરવાની આપણી ક્ષમતા ખુટી જશે ત્યારે એનો નાશ કરી દઇશુ પણ કોઇ કુપાત્રનૅ હાથમાં નહિ જ જવા દઇએ .બાકી અન્નાયને સહન કરીલેવો એ પણ અન્નાયને સાથ આપવા જેવુ જ છે. સજનના દુભાાયેલા દિલને  આપ્રસ્તાવ બરાબર લાગ્યો. .     ભગવાન પણ કયારેક એની જ બનાવેલી સુષ્ટિ બેકાબુ બને ત્યારે પોતાના હાથે જ એને ખયતમ  ખતમ કરી દે છે ને. આપણને જે શકિત આપીછેએનાથી આપણે પણ  પૃથ્‌વી પર પાપી લોકોને સજા કરવામાં મદદ કરવી જોએ. આ
 દલીલ સાચી હોય કે ખોટી. સજનના અપરાધભાવને હળવો તો કર્યો.     અનવરે સંમતિ સાથે આર્થિક મદદ પણ કરી. રાજ્યની સરહદ એક બાજુ સમુદ્ર ને ત્રણ બાજુ દુર્ગમ પહાડો ને ગાઢ જંગલો હતો.પહાડની તળેટીમાં આધુનિક સાધનોથી સજ્જ લેબોરેટરી શરુ થઇ. આવા ખરાબા જેવા વિસ્તાર ને આસપાસ વસ્તીના અભાવે શરુઆતમાં કોઇને જાણ નથઇ. માલ સરકારને નામે આવતો ને અનવતર સર્વેસર્વા હતો. પણ આરસાયણો ને સાધનો વેચનાર વેપારીને સંદેહ ગયો. કોઇ સામાન્ય માણસ આવા રસાયણો શામાટે ખરીદે ને ક્યા વાપરે? રસાયણના ગુણધર્મોની વેચનારને તો જાણ હોય જ.એણે માલની ડીલીવરી કરનાર ડ્રાઇવરને ફોડ્યો ને પગેરુ પર્વતના પેટાળમાં નીકળ્યુ.  એને જોખમનો  અંદાજ આવી ગયો. લાગતીવળગતી સતાને જાણ કરવામાં આવી ને છેવટે મહાસતા સુધી વાત પહોચી  ગઇ. એ સાથે અનવર પર તવાઇ ઉતરી. આવૈજ્ઞાનિકોને પકડીને યુનોને હવાલે કરવાનો આદેશ  આપવામાં આવ્યો. સાથે  એની સામે પ્રજાએ પણ વિરોધ ઉઠાવ્યો કે આવા માણસોને આશ્રય આપીને પોતાના નાગરિકો માટે જોખમ ઉભૂ કર્યુ છે. અનવરે વૈજ્ઞાનિકોને પોતાની મુશ્કેલી જણાવી. મિલાને કહયુ' તમે યુનોને સંદેશ આપો કે આલોકો મારા નાગરિકો નથી. એમને પકડીને તમારે હવાલે કરવાની મારી ફરજ નથી
 કે એમને અેમની પ્રવૃતિમા રુકાવટ  કરવાની મને સતા નથી. પણ તમે ધારો તો એ લોકોનો કબજો લઇ શકો' ને અનવરે હાથ ઉંચા કરી દીધા.  જવાબદાર ને જાગૃત લોકોને કોઇ ભયાનક કાવતરાની ગંધ આવી ને યુનોએ તત્કાલ પગલા લીધા. આ કાવતરા ને એના પ્રણેતાઓને રંગે હાથ પકડવા એ દુર્ગમ પહાડોમાં લશ્કર  ઉતાર્યુ.પણ લક્ષ્ય નજીક પહોચતા પહેલા એ સલામત અંતરે ઉભુ રહી ગયુ.    કાનને ફાડી નાખે એવો ભયાનક વિસ્ફોટ  થયોને  એમની નજર સામે જ કાળમીંઢ પર્વતના ટુકડે ટુકડા થઇને આભમાં ઉડયા.આજુબાજુની ધરતી ધણધણી ઉઠી. પર્વતોની શિખરો ને મોટી મોટી શિલાઓ તોતિંઘ વૃક્ષોને  જડમુળમાથી ઉખાડીને પોતાની સાથે 
ઘસડીને ખીણંમા પટકવા લાગી. એસાથે આગ સળગી. એની જ્વાળાઓ ચારેબાજુ પ્રસરવા લાગી. આકોઇ સામાન્ય આગ નહોતી.અનેક પ્રકારના ઝેરી રસાયણો નાના મોટા ધડાકા સાથે રંગબેરંગી જ્વાળા સાથે સળગી રહ્યા. આકાશમાં  જાણે રસાયણોનુ મેધધનુષ રચાયુ. હવામાં એ જ્વાળા ભળી ને એની ભયાનકતા વધી ને લશ્કર સુધી પંહોચી ગઇ. લશ્કર પાછૂ હઠવા માંડ્યુ.         ત્રણેક માસ સુધી મોતના એ ડુંગરની કોઇએ મુલાકાત નલીધી.હવામાથી રસાયણોની ભયાનકતા ઓછી થઇ પછી થોડા સાહસિકોએ માસ્ક પહેરીને એ સમયની અતિ
આધુનિક પણ અત્યારે છિન્નભિન્ન થઇ ગયેલી પ્રયોગશાળામાં ધડકતા હૈયે પ્રવેશ કર્યો.કોઇ વ્યકિત કે વસ્તુ પુરાવા તરીકે અકબંડ મળે એમ નહોતુ. જે કોઇ અહી એસમયે હાજર હશે એણે કેવીવેદના અંત સમયે વેઠી હશે એઆપ્રયોગશાળાના હાલ પરથી ચોખ્ખુ જણાઇ આવતુ હતુ.

No comments:

Post a Comment