Saturday, December 10, 2016

અવશેષ ભાગ ૩

પ્રયોગશાલાના લોખંડના બારીબારણા ઉડીગયા હતા. કેટલા લોકોહશે નેકોણ હશે એનો અંદાઝ લગાવવો મુશ્કેલ હતો. કારણકે વિસ્ફોટને કારણે એમના શરીરના ટુકડા થઇ ગયા હતા ને કાચની રસાયણો  ભ ંરેલી બોટલો ફાટતા સળગતા રસાયણો ઉડીને માથે આવવાને કારણે હાડકા સુધી સળગી ગયા હતા. ઉપરાંત કાચની બોટલોના   કાચના ટુકડા હાડકા સુધી ખુંપી ગયા હતા. મૃત્યુનુ ભયાનક તાંડવ અહિ ખેલાઇ ગયુ હતુ. દુનિયાનુ અમુલ્ય બુધ્ધિજન બહુ ખરાબ રીતે ઘાયલ થઇને અહિયા પડ્યુ હતુ.  યુનો માટે તો હાલ પુરતુ એ જ આશ્ર્વાસન હતુ કે આ કાવતરાના પ્રથમ પ્રણેતા જ એના ભોગ બન્યા હતા.        પણ એને ખબર નહોતી કે એક વ્યકિત આમાથી બચી ગઇ છે. સજન કોઇ કારણથી હાજર નહોતો.      એક દિવસે સજને પોતે આપ્રયોગશાળાની મુલાકાત લીધી.પોતાના સાથી મિત્રો ને સહકાર્યકરો જે એક નાના સરખા પરીવાર જ બની ગયો હતો એની આહાલત જોઇ એ કંપી ઉઠ્યો.કદાચ આલોકોને તક આપવામાં આવી હોત તો દુનિયા કેવી સુંદર હોત.? પણ આ દિશામાં ધકેલનારા આરામથી જીવતા હતા ને એના કલ્યાણ માટે મથનારાની આ દશા હતી. નહિ, આ આત્માઓને ન્યાય મળવો જ જોઇએ. ને એના મનમાં એક ભયાનક આગ પ્રગટી.એની શાંતિની સીમા તુટી ગઇ.નૈતિક હિંમત વિનાના ને કાયરો  તરફ દયાની જગ્યાએ નફરત પ્રગટી.     બધુ જ તૈયાર હતુ.ગેસના સિલિન્ડરો વિમાનમાં ગોઠવાઇ ગયા.પ્રકાશના કિરણોની ઝડપે ઉડતા વિમાન માટે પૃથ્વીની પ્રદક્ષિણા માટે થોડા કલાક કાફી હતા.પોતાનો વિચાર બદલાઇ જાય એ પહેલા વિમાન ચાલુ કરી દીધુ.  છેલ્લી વાર સરજનહારને પ્રાર્થના કરી માફી માગી.પોતાની પરીક્રમા પુરી કરી ને ફરિ એકવાર આંટો માર્યો. પૃથ્વી શાંત થઇ ગઇ હતી.માત્ર ક્યાક આગની જ્વાળાઓ દેખાતી હતી. બાકી કુદરત તો સાક્ષી ભાવે જોઇ રહી હતી. આ વિનાશથી અલિપ્ત,      પોતાનુ કામ સમાપ્ત થયુ. એક સંતોષ સાથે મોં પરથી ઓક્સીજન માસ્ક હટાવી લીધો.  એન્જીન બંધ કર્યુ. સુકાન છોડી દીધૂ.  હવામાં ગુંલાટો ખાતુ વિમાન સાગરને તળીયે જઇને બેસી ગયુ.
    સજનના સમજણ પ્રમાણે પોતાની સાથે સાથે આખી જીવીત દુનીયા ખતમ થઇ ચુકી હતી.  પણ એક આત્મા માત્રએક   દસ વરસનો બાળક 'અહમદ' બચી ગયો હતો.     આ તાંડવનો એકમાત્ર સાક્ષી.     માનવ નાતનો અવશેષ. એની વાત     બીજીવાર    

No comments:

Post a Comment