Wednesday, December 14, 2016

કનૈયા કિસે કહેગા તુ મૈયા?ભાગ ૨

આગળા અંકથી ચાલુ       હેમાલીની આવી મનસ્થિતિમાં  એક વાર બેધ્યાન પણે રસ્તો ઓળંગતા વાન જોડેઅથડાઇ ને અકસ્માત થઇ ગયો.સમાચાર મળતા જ હરિતા છ મહિનાના કિશનના લઇને તરત જ  આવી ગઇ. ઘર સંભાળી લીધુ. હરેશને ટેકો આપ્યો ને હેમાલીની ખડે પગે ચાકરી કરી. ઉતમ સારવાર ને હરિતાની હાજરીએ એને જીવવાનુ બળ આપ્યુ. જો કે દવાખાનાથી આવ્યા પછી પણ સારવારની જરુર હતી કસરત, આરામ, વજન નહિ ઉપાડવાનુ, વાંકા વળવા કે જમીન પર બેસવા ઉઠવામાં દ્યાન રાખવાનુ. આ અરસામાં કિશન સાથે રમવાનો સારો મોકો મળી ગયો.બન્ને એકબીજા સાથે એટલા ભળી ગયા કે અજાણ્યાને ખબર પણ ના પડે કે કોણ મા છે?આમ કિશને સાજા થવામા   ને હેમાલીના ત્રસ્ત મનને વ્યસ્ત રાખવામા મહત્વનો ભાગ ભજવ્યો.  પણ દુઃખને કાઇ નોતરુ થોડૂ આપવુ પડેછે?હેમાલીનો મેડીકલ રિપોર્ટ આવ્યો. અકસ્માત સમયે કમરના નીચેના ભાગમાં ઇજા થયેલી. પરિણામ એ આવ્યુ કે હવે એ સગર્ભા બને તો બાળકને નવમાસ સુધી ગર્ભમાં રાખી ન શકે. કસુવાવડ થઇ જાય. એને માટે તો બહુ જ આઘાતજનક  સમાચાર હતા. અત્યાર સુધી તબિયતમાં સુધારો થયો હતો એના પર પાણી ફરી વળ્યુ.હરિતાથી એનુ દુઃખ જોવાતુ નહોતુ. ને હવે એને પાછા ફરવાનો સમય પણ થઇ ગયો હતો. ત્યા બન્ને બાળકો મા માટે ઝુરતા હતા.અહી કિશન હેમાલી જોડે એટલો હળી ગયો હતો કે આબન્નેને  છુટા પાડવામા આવે તો  બેય બિમાર થઇજાય. ને હરિતાને એક વિચાર આવ્યો. એણે પારણામા સુતેલા કિશનને ઉંચકીને હેમાલીના ખોળામા મુકી દીધો' આજથી આ તારો, તુ જ   એની મા.   એને તારો દિકરો  માનીને એના ભવિષ્યના નિર્ણય લેવાના. એક પળ તો હેમાલી ખુશીથી ઉછળી પડી.પણ તરત જ એનો આનંદ  ગભરાટમાં ફેરવાઇ ગયો' ભાભી, આટલી મોટી જવાબદારી?તમે આટલા દુર.મારાથી કોઇ ખોટો નિર્ણય લેવાઇ જાય તો? ' અરે પગલી, તને આટલા વરસોથી જાણુ છુ.તારાથી કોઇ ભુલ નહિ થાય.મને ભરોસો છે તારા પર. એમ તો હુએના માટે નિર્ણય  લઉ એ બધા સાચા જ પડે કે મારાથી ભૂલ ન જ થાય એવી તો બાંહેધરી નથી હોતી' હરિતાએ એને સમજાવી. એકોઇ પણ હિસાબે હેમાલીને હસતી રમતી જોવા માગતી હતી. એ લાગણીના પુરમા એટલી તણાઇ ગઇ હતી કે કિશનને સોપી દેવા તૈયાર થઇ ગઇ.  કોઇ મા માટે આનાથી વધારે ત્યાગ નથી હોતો ને એપણ હજારો માઇલ દુર. હરિતાને પાછળથી આવો વિચાર તો આવ્યો પણ હવે વિચાર બદલવો એટલે અવિશ્રવાસની દરખાસ્ત લાવવા જેવી વાત હતી. પોતે જ તો હેમાલીની યોગ્યતા વખાણી હતી. હવે એ આશા જગાવીને કે દાન આપીને પાછુ લઇ લેવા જેવુ થાય. કદાચ હેમાલીને વધારે આઘાત લાગે. પણ એના દયામણા ચહેરા પર નજર પડતા હરિતાએ બધી શંકા કુશંકા દુર હડસેલી દીધી. આમ દેરાણી જેઠાણી વચ્ચે વાત પાકી થયા પછી હરિતાએ હર્ષને જાણ કરી. જો કે આટલો મહત્વનો નિર્ણય લેતા પહેલા પતિ પત્નિએ વાતચીત કરવી જોઇએ. થોડીક ઉતાવળ થઇ હતી. હર્ષને  લાગ્યુ.  પણ ફોન પર એ બીજુ તો શું કહે ?   હરિતા પાછી આવી ત્યારે વિગતવાર ચર્ચા થઇ.કેવા સંજોગોમાં એણે આનિર્ણય લીધો એ હર્ષને સમજાવ્યુ  ઉપરાંત હેમાલીની   બાળઉછેરની બધી યોગ્યતા ની ખાતરી આપી. તો  હર્ષની દલીલોમા ય તથ્ય હતુ.' અત્યારે તો એને માત્રપ્રેમ ને સારસંભાળની જ જરુર છે એતો એને મળશે જ. પણ એ સમજતો થશે ત્યારે એને એવો પણ સવાલ થશૈ કે મારી મા એ મને જ કેમ છોડી દીધો?હુ ઓછો વહાલો હતો?કે વધારાનો હતો? મારા બીજા ભાઇઓ અમેરીકામાં સમૃધ્ધિમાં મોટા થશે ને હુ ગરીબાઇમાં? એમા પણ એ પૈસેટકે કે શિક્ષણ કે ગમે તે બાબતમાં પાછળ રહીજશે ને એનામા સાચુ વિચારવાની દિશાનહિ હોય તો એતારો જ વાંક કાઢશે. એમાથી ભાઇઓ વચ્ચે ઇર્ષા ને વેરઝેર ઉભા થાય. આપણા સમાજને તો તુ જાણે જ છે. તારે આ બાબત શાંતિથી વિચારવાની જરુર હતી'. હરિતા આ દલીલો સાંભળી એકવાર તો ડગી  ગઇ. પણ હવે તો સારા વાનાની આશા રાખવા સિવાય કાંઇ ન થાય ને ભવિષ્ય તો કોણે જોયુ છે?

No comments:

Post a Comment