Monday, December 12, 2016

તપસ્યા ભાગ ૪

એક ઘેરી ચુપકીદી અખા પરિવારને વિંટળાઇ રહી હતી. એસિવાય વાસંતીબેનેએક ફેરફાર જોયો કે અવની નવલકથા કે છાપા,મેગેજીન ને બદલે ધાર્મિક બુકો વાચ્યા કરતી. એટલુ તો સારુ થયુ કે એની રીસ, ગુસ્સો ને નિરાશા  ધર્મ તરફ વળી હતી.  દુઃખી આત્મા પ્રભુ શરણે જાય ે તો સારી નિશાની ગણાય.  છતાય મા તરીકે જીવ  બળતો હતો લજ્જીત પણ હતા કેઆવી દિકરીને એણે બોજ   ગણીને          ને એના સ્વમાનને ઘાયલ કર્યુ હતુ. એની હિંમત ને હીર ને પારખવામાં ઉણા  ઉતર્યા હતા. માફી માગવાનુ કે ચર્ચા વિચારણા કરવાનુ મન થતુ.પણ આવાત પર એવો ભોગળ ભીડાઇ ગયો હતો કે એને કેમ ખોલવો એ જ મુંઝવણ હતી. આ કાઇ રમકડા, કપડા કે ઘરેણા કે કોઇ ભૌતિક સુખથી મનાઇ જાય     એવી સામાન્ય  દિકરી નહોતી. એક દિવસ અવનીના મનોમંથનનુ પરિણામઆવ્યુ.  એક દિવસ સાંજે મા ને પાસે બેસાડીને પોતાની બધી  વસ્તુ સોંપી દીધી. એ સંસાર ત્યાગીને બીજે જ દિવસે દિક્ષા લઇ રહી હતી!      વાસંતીબેનને કદાચ અવનીએ ગૌરવભર્યો રસ્તો અપનાવ્યો એ બદલ આનંદ થયો હોત. પણ એના છેલ્લા શબ્દો હતા ' મા. એક રીતે નહિ તો બીજી રીતે  તારોબોજ ઉતારુ છું હવે તો તારે મારામાટે  શરમાવુ નહિ પડે ને"  તો આ વૈરાગ્ય નહોતો પણ સંસારીઓ તરફ રોષ હતો. આવો વૈરાગ્ય મનને શાંતિ આપે ખરો ?   સૌથી વધારે આઘાત અનુને લાગ્યો. સાધ્વીઓના ટોળામાં અલંકારવિહિન ચહેરો ને વાળવગરનુ મસ્તક. આંખોમાં કોઇ જાનપહેચાન નહિ. અવની પાસે દોડીજવા છટપટતી અનુનો હાથ મા એ સખત પકડી રાખ્યો હતો. અનુએમાત્ર બેન જનહિ પણ મિત્ર, માર્ગદર્શક  ગુમાવી હતી જે ખોટ  એને હંમેશા સાલી હતી.ત્યારથી એ શૂન્ય થઇ ગઇ હતી.    આજે એ  મા ને આંગણે ના એક સંસારીને આંગણે ભીક્ષા માટે આવી હતી.આજે એ જોતા જ હૈયુ હરખી ઉઠે એવી દિકરી તરીકે નહોતી આવી. એને વંદી શકાય પણ પોતાની ન કહી શકાય.એ  આવીને આંગણામાં ઉભી રહી. એમના તરફ કરુણાસભર સ્મિત કર્યુ. વાસંતીબેનની આંખો છલકાઇ ગઇ. જયારે અનુ તો બારીએથી જોઇ રહિ હતી. બેનને જો બેન તરીકે બોલાવી ન શકાય તો કોઇ સાધ્વીને મળવામાંએને રસ નહોતો ધણી સમજાવટ પછીય એ બહાર ન જ આવી. માત્ર બારીએથી પરાઇ થઇ ગયેલી બેનને જોઇ રહી.     પણ આ છેલ્લી મુલાકાત નહોતી. ત્યાર પછી એકાદ વરસે અવની મા ને મળવા આવી હતી. હા, મા નેજ મળવા. હવે તે સાધ્વી નહોતી પણ સંસારી હતી. સાથે એક સુંદર યુવાન હતો. 'મા, આ કવન છે. એણે પણ એની પ્રેયસીના વિશ્ર્વાસ  ધાતથી દુઃખી થઇને સન્યાસ લીધેલો. અમને સમજાયુ કે માત્ર આપણા વ્યકિગત દુઃખથી હારીને આપણે ધર્મના બહાના નીચે   સંસાર તરફના વૈરાગ્ય તરીકે દિક્ષા લઇએ છીએ. આપલાયનવાદ છે જેનાથી વ્યકિત કે સમાજ કોઇનુ કલ્યાણ થતુ નથી બલ્કે એમાથી ઘણા અનિષ્ટ ઉભા થાય છે.આવા દંભીજીવનથી ધર્મમા સડો પેસે છે. એટલે સન્યાસ ત્યાગી અમે વિવાહ કરી લીધા છે.   વા સંતી  બેન સ્તબ્ધ થઇ ગયા.  છેવટ ે અવનીને જ કહેવુ પડ્યુ.' મારા પગલાથી તને દુઃખ થયુ હોય તો માફ કરજે' ' નહિ. માફી તો મારે તારી માગવાની  લાંબા સમયથી બાકી છે' વાસંતીબેને આંસુ સાથે બન્નેને માથે હાથ મુક્યો ને વાતાવરણ આનંદથી છલકાઇ ગયુ.      સંપુર્ણ
એકઅપરાધનો બોજ બન્નેના    મન પરથી હઠી ગયો.

No comments:

Post a Comment