Wednesday, October 19, 2016

વડીલો માટે આચારસંહિતા

વાંચક મિત્રો આજ સુધી આપણે આર્દશ દિકરા, દિકરી કે વહુની આચારસંહિતા ઘડતા હતા એપ્રમાણેના વર્તનની આશા રાખતા હતા. રામ કે શ્રવણ જેવા દિકરા ની માગણી લિસ્ટમા પ્રથં રહેતી.  આજે પસંદગીમા ફરક નથી પડ્યો પણ પરિસ્થિતિ એવી ઉભી થઇ છેકે વડીલો માટે આચારસંહિતા ઘડવાનો સમય આવી ગયો છે. અત્યાર સુધી શરમે ધરમે વડીલો સચવાઇ જતા હતા. એમના હાથમા ખાસ તો વહીવટ હતોમિલક્તનો. ઉપરાંત આબરુ નામનુ દબાણ. હવે બદલાતા સમય પ્રમાણે એમના માન ને સ્થાનમા બદલાવ આવ્યોછે. ' ઘરડા ગાડા પાછા વાળે' એને બદલે આજના ઝડપી વાહનવ્યવહારમા એમની બળદગાડી અટવાઇ ગઇ છે. એટલે જે કાંઇ સમાધાન કરવાનુ છેએ વડીલોએ જ કરવાનુ છે. તોઆપણે એમની આચારસંહિતા  નક્કી કરીએ. ૧દિકરા ને ખાસ તો વહુ સાથે અમારા ને તમારા જમાનાની સરખામણી ન કરીએ
' અમે તો બે ગોદડી ને બે બાળોતીયામા આટલા છોકરા મોટા કર્યા ને તમારે તો આટલા કપડા ને પારણા ને રમકડાનો ઢગલો. રોજ નીતનવા ખર્ચા.' આવી તુલનાથી અળખામણા થવાય ને તમે કચકચીયા ને અદેખા સાબીત થાવ. બાળઉછેર વિષેનુ તમને જ્ઞાન હોય પણ નવા જમાના પ્રમાણે એમને પણ પોતાની જાણકારીનો અખતરો કરવા દો. વણમાગી સલાહસાચી હોય તો પણ તમને એનો યશ મળતો નથી. ૨ એજ પ્રમાણે પોશાક જમાના પ્રમાણે બદલાય છે. લાજ કાઢીને જીંદગી કાઢનાર સાસુને પેન્ટ શર્ટ પહેરતી વહુ સાથે પહેલા તો અતડુ લાગવાનુ
જો આપણે દિકરીને આવા પોશાકમા સ્વીકારી શકીએ તો વહુને કેમ નહિ?૩આજની વિસ્તરતા ક્ષિતિજમા રસોડુ પણ બાકાત નથી રહ્યુ. આપણા ગુજરાતી રસોડામાં ચાઇનીઝ, થાઇ, મેકસીકન, ઇટાલિયન, મિડલઇસ્ટન બધાદેશોનો મેળો ભરાય છે. એટલે હસતે મુખે આ વાનગીનો સ્વીકાર કરવો. આપણે માટે મોકરી કરતી વહુ કે દીકરીને અલગ રસોઇ બનાવવી પડે એવી સ્થિતિ ઉભી નહિ કરવાની, ટુંકમા ભાવશે. ચાલશે. સમાયોજન એ સહુના સુખની ચાવી. સિવાય કે કોઇ શારીરિક તકલીફ હોય. બીજો વિકલ્પ જાતે જમવાનુ બનાવી લેવાનુ.
૪ દિકરા વહુના અંગત ઝધડામા લવાદ નહિ થવાનુ. એમના પ્રશ્રો જાતે જ ઉકેલે. યાદ રહે તમારા કરતા એમને એકબીજા જોડે વધારે જીવવાનુ છે. જે એમની વચ્ચે સંપ હશે તો તમને ય લાભ થશે નહિતર કોકનો ગુસ્સો કોક પર ઉતરે. કોક એટલે કોણ?તમે સમજી જાવ.
લવાદ થઇને તમે કોઇ પક્ષને સંતોષી નહિ શકો. ઉપરથી પક્ષપાતનો આરોપ આવે.૫. પૌત્ર કે પૌત્રી ગમે એટલા વહાલા હોય તો પણ એનુ ઉપરાણુ લઇને જો કશૂ કહેશો તો જવાબ મળશે. બાળકો અમારા છે. અમને ખબર પડેછે. આમ પણ દાદા દાદી પર બાળકોને બગાડવાનો આક્ષેપ નવો નથી.૬ એમના બહાર જવા આવવાનો સમય નપુછો તો સારુ. એમની સ્વતંત્રતા પર રુકાવટ જેવુ લાગે છે. જરુર હશે તો જણાવશે. ૭  આપણા મિત્રો કે સ્નેહીઓને ઘેરઆમંત્રણ આપતા પહેલા ઘરમા વાતચીત કરી એમની અનુકુળતા નેઇચ્છા જાણી લો. ઘરના નારાજ થાય એના કરતા બહારના નારાજ થાય તો વાંધો નહિ.૮ વહુના પિયરની સરખામણી નકરો. ખાસ કરીને સાસુવહુમા. એરકંડીશન વિના ન રહી શકતી વહુને સાસુ મેણુ મારે કે તારા બાપાને ઘેર તો પંખાનો ય વેંત નથી ને અંહી ચાગલી થાય છે. પછી તો સરખામણી આગળ ચાલે ને સાસુની પનોતી બેસી જાય.૯ તમારી વહુને તમારા જમાનાની લાપસી કે અથાણા નહિ આવડેતો એને ખાસ ગુમાવવુ નહિ પડે પણ તમને એના જમાના પ્રમાણે ઇલેકત્રોનિક ઉપકરણો ચલાવતા નહિ આવડે કે વાહન ચલાવતા નહિ આવડેતો તમે પરાધીન ને લાચાર થઇ જશો. બોજારુપ બની જશોએમાં કોઇ શંકા નથી.૧૦ ઘરમા યથાશકિત મદદ કરો. '  ન છુટકે કરવુ પડે એમ નહિ પણ કરવુ જ જોઇએ એમ પ્રસન્નતાથી કરો.૧૧ જો શક્ય હોય તો  નિયમિત આર્થિક ફાળો સ્વેચ્છાએ આપો.ઘરમા તમારુ સ્થાન જળવાશે. દિકરીઓને જરુર હોય તો ઘરના સભ્યો સાથે ચર્ચા કેજાણ કરીને મદદ કરો. છાના છપના નહિ. પાછળથી જાણ થાય તો અવિશ્ર્વાસ, શંકા ,કુશંકા ને કલહ થવાનો.  ભલે દિકરાને પુરતી આવક હોય, બેન માટે લાગણી  હોય પણ આવુ છાનુ છપનુ ઘણા પરિવારોને અને બેનભાઇના સબંધોને કલુષિત કરી નાખે છે.        લાગે છે આટલી આચારસંહિતા પુરતી છે. તમને શું લાગે છે?

Tuesday, October 18, 2016

સેલફોન

આજના યુગમા સેલફોનથી કોણ અજાણ હશે? અત્રતત્ર સર્વત્ર વિશ્ર્વમા એનો વાસ. આજે થોડુ એના વિષે વિચારીએ. વાણી એ માનવજાતને મળેલુ અમુલ્ય વરદાન. જન્મસિધ્ધ અધિકાર. પણ એક યા બીજા કારણસર એના પર કોઇકનો કાબુ રહેતો. એસમુહમા રહેતો થયો ત્યારે ટોળી કે કબીલાના આગેવાન  પ્રવક્તા. એ કહે તે સાંભળવાનુ ને કરવાનુ. અભિપ્રાય, ચર્ચા,વ્યકિગત ઇચ્છા કે વિરોધને અવકાશ જ નહિ. આજે પણ અંતરિયાળ ગામો ને અમુક જાતિઓમાં  પંચ, મુખી કે ખાંપપંચાયત જે નિર્ણય કે ન્યાય કરે એને એના તાબામાં રહેલા તમામને સ્વીકારવો પડે. નહિતર એની સજા જેલ કરતા ય આકરી. નાતબહાર એટલે કે સામાજિક બહિષ્કાર. માણસ સામાજિક પ્રાણી છે. એકલો ક્યા સુધી ટકી શકે? નમતુ આપવુ પડે. પછી માણસ સબ્ય બન્યો ને વ્યવસ્થિત સમાજ રચાયો, પણ એ દબાણ તો ચાલુ જ રહ્યુ
આપણા ધર્મની વાત કરીએ તો દિવસો સુધી આંખો મીચીને કથા સાંભળ્યા કરો પણ સવાલ કે શંકા નહિ કરવાની. બસ, શ્રધ્ધા રાખો.શાસ્ત્ર ખોટા નહોય.બાબા વાક્ય પ્રમાણમ.      આપણા રાજા મહારાજા આપખુદ સતાના પ્રતિક. ત્યા પણ પ્રજાને સવાલ જવાબ કરવાની કે રાજનીતિ વિષે કશુ  જાણવાની ચેષ્ટા નહિ કરવાની. બસ, અમે ભગવાનના પ્રતિનિધિ. અમારામા વિશ્ર્વાસ રાખીને લહેર કરો ને અમારા મોજશોખ પોષવા મહેનત કર્યા કરો.ટુંકમા જી હજુર સિવાય ત્રીજો શબ્દ બોલવાનો નહિ.સામે બોલનારને સજા થાય. એજ સીલસીલો  આપણા કુટુંબમાં  ઘરના વડીલ દાદા, કાકા, બાપા કે મોટાભાઇ જેહોય તે  પરિવાર માટે જે નિયમો બનાવે એજ આખરી. બાકીના સભ્યોે ચુપચાપ અનુસરવાના.એમા પણ સવાલજવાબ, ચર્ચાવિચારણા, ચોખવટ,અભિપ્રાય, વ્યકિતગત ઇચ્છા કે વિરોધને અવકાશ નહિ.આવા આગ્રહો ને દુરાગ્રહોને કારણે ઘણીવાર પરિવારમાં ઝધડા ને છેવટે માળો વિખરાઇ જતો હોય છે.   પછી પતિ પત્નીનો સંસાર જુઓ. આજે તો પરિસ્થિતિ થોડી બદલાઇ છે પણ એક સમયે પતિ પત્નિના સંબંધો સ્વામી ને દાસી જેવા હતા. પતિનો પડયો બોલ ઝીલવાનો, સાચી વાતનો ય વિરોધ નહિ કરવાનો,ખોટી વાતનેય આજ્ઞા માનીને માથે ચડાવવાની. ટુંકમાં અંહી પણ વાણીસ્વાતત્રંતા નહિ.    તો આપણા નેતા સભાઓ ભરી ભાષણ ભરડ્યે જ રાખે. પ્રજાએતો બસ સાંભળાનુ. મનફાવે એમ વહિવટ ચાલતો જ રહે ને છેવટે થાકેલી જનતા પગ નીચેથી પાથરણુ ખસેડી લે ત્યારે ભાન આવે. આમ લાંબાસમય  સુધી લોકોનુ સામાજિક આદાનપ્રદાનનુ સાધન ગામનો ચોરો, મંદિરનુ પ્રાંગણ કે ઘરનો ઓટલો રહ્યુ. છેવટે ભગવાનને ય આ મુંઝાયેલા આમાનવ સમુદાય તરફ અનુકંપા જાગી હશે ને એણે ગ્રેહામ બેલને ધરતી પર ધકેલ્યા. ભલુ થજો એ આત્માનુ કે એણે  દુનિયાને ફોનની ભેટ આપી. જોકે શરુઆતમાં આસગવડ માત્ર સમાજના ઉપલા વર્ગમાટે જ હતી ને ફોન પણ દિવાલને ચીપકીને રહેતો. એનુ દોરડુ જેટલુ લાંબુ હોય એટલામા જ વાત થતી. સામાજિક માન મોભાનુ પ્રતિક હતો. પણ પછી તો એમા સુધારાવધારા થયા ગયા ને વિપુલ માત્રામા ઉત્પાદન થવા લાગ્યુ ને અનેક કંપનીઓએ એમા ઝુકાવ્યુ. સાધારણ માણસોને પણ પોસાય એટલા સસ્તા ને સગવડ ધરાવતા થયા. આજે આંઠ વરસના ટેણિયાથી માંડીને એંસી વરસના દાદા ખીસામાં ફોન રાખીને ફરીશકે છે તો એ કોઇ કંપનીના મેનેજરથી લઇને શાકભાજી વાળા કે રિક્ષા ચાલક, અભણ, ગરીબ કે ધનવાન  બધાને લભ્ય છે. રોટી,કપડા ને મકાન જેવી એક જરુરિયાત થઇ ગઇ છે. એટલુ જ નહિ, એકલદોકલ રાતવરત મુસાફરી કરનાર ને અંતરિયાળ  કે વેરાન રસ્તે વાહનને અકસ્માત  થાય કે કે  વાહન અટકી જાય એ સમયે સેલફોન જીવાદોરી સમાન નીવડે છે. એકલા રહેતા વયસ્ક લોકો માટે એ વરદાનરુપ છે.આ એની ઉજળી બાજુ છે  તો કેટલાક ગેરફાયદા પણ છે. જો કે એમા ફોનનો વાંક કરતા માણસનો સારાસારનો વિવેક વધારે જવાબદાર  ગણાય. ટેકનોલોજી પોતે ખરાબ નથીહોતી પણલોકો એનો કેવો ઉપયોગ કરે છે એ જોવાનુ છે. સેલફોનના આગમનથી વાણી સ્વતત્રંતાને છૂટો દોર મળી ગયો. વરસોથી કંઇક કહેવાની વૃતિ પુ રબહારમા ખીલી ઉઠી. માણસને માણસથી સંતાવાની જગ્યા ન રહી. શુ વન મા કે ભવનમા,   ઇમરજન્સી રુમમા કે સ્મશાનમા લોકો તમને પકડી પાડે. ખરેખર મુળ હેતુ  દુર ને એકલા રહેતા લોકોને નજીકમા,એકબીજાના સંર્પકમા રાખવાનો હતો. થયુ કેવુ કે માણસ પોતાના નજીકના લોકોથી દુર થઇ ગયો. ઘરમા શુ. ચાલે છેએની જાણ નથી પણ દુનિયાની ખબર રાખે છે.બધાને કશૂક  કહેવુ છે પણ હવે સાંભળનારા ખૂટી ગયા છે ને બોલનારા વધી ગયા છે,આ તો દવા જ દરદ થઇ ગઇહોય એવુ લાગે છે



Thursday, October 6, 2016

શિસ્ત વ્યકિગત ને સામાજિક સુખ માટે જરુરી

 માણસ સમુહમાં રહેતો થયો ને એને બીજા સભ્યો સાથે ઓછા ટકરાવ સાથે વધારે  સહકાર મળે એ હેતુથી  કબીલા, ટોળી કે વસાહતનુ બંધારણ અસ્તીત્વમા આવ્યુ. આબધા નિયમો જે તે સમયની આર્થિક, સામાજિક ને ભૌગોલિક પરિસ્થિતિ  પ્રમાણે બનતા.માણસ સ્વતંત્ર જન્મે છે. સ્વતંત્રતા એનો જન્મ સિધ્ધ હક છે. પણ એ સમાજમા રહેતો થયો એટલે આ સ્વતંત્રતાનો થોડો ભોગ આપવો પડે છે. એ નિયમ છે કે તમે એટલી જ સ્વતંત્રતા ભોગવી શકો  જેટલી બીજાને આપી શકો.  અધિકાર સાથે જવાબદારી  પણ છે.એટલે ઘણા કઠે એવા નિયમો સમાજમા રહેવા માટે પાળવા પડે છે. નાનપણમા  માબાપે ઘરમા બનાવેલા, સ્કુલમા નિયમો, રસ્તા પર વાહનવ્યવહારના નિયમો, આ બધામાણસના હિતમા હોવા છતા સામાન્ય માણસને બંધન લાગે છે.એ હંમેશા ટુંકા ગાળાના લાભનો વિચાર કરે છે. બારીમાથી કચરો ફેંકી શકાય તો કચરાપેટી સુધી જવાની તકલીફ લેતો નથી. વિદ્યાર્થીને  ગાઇડ કે પ્રશ્રપત્ર મળી જાય તો આખુ પુસ્તક વાંચવુ બિનજરુરી બની જાય છેને જ્ઞાન મેળવવાનો મુળ હેતુ જ માર્યો જાય છે. જાહેર ક્ષેત્રોમે ગેરરીતિ, લાંચ કે ભ્રષ્ટાચાર  સામે અવાજ ઉઠાવવાને બદલે 'સમજુતી' નો સહેલો રસ્તો લઇએ છીએ.દુનિયાના કદાચ નેવુ ટકા લોકો આવા ક્ષણીક લાભ માટે લાંબા ગાળાની મુસીબત વહોરી લેતા હોય છે. બાકી રહ્યા દસ ટકા બુધ્ધીજીવી જે યેનકેન પ્રકારે આબહુમતીને દોરે છે. આમા ધર્મ ને કાયદો મહત્વના પરિબળો છે. માણસ પ્રાથમિક અવસ્થા મા હતો. એક બાળકની જેમ કુદરતના દરેક રુદ્ર કે રમ્ય સ્વરુપને મુગ્ધ તાથી જોતો, આ રહસ્ય સમજવા એની શકિત બહારનુ હતુ. એસમયે ધર્મનો ઉદભવ થયો ને પાપપુન્યના ખ્યાલો  ને એના ભંગની સજાની આચારસંહિતા અમલમા આવી. સદીઓ સુધી આ આચારસંહિતાએ સમાજમા સામાન્ય લોકોની બેજવાબદાર વૃતિને અંકુશમા રાખી. સ્વર્ગની લાલચ ને નરકની સજા . પછી  માણસમા વિચારવાની શકિત આવી, કહો કે પુખ્ત થયો ને વિજ્ઞાનનો વિકાસ થયો એટલે ધર્મનુ ઘેન ઉતર્યુ ને એની સાથે જોડાયેલા નીતિનિયમો શિથિલ થવા લાગ્યા. કાયદો અસ્તિત્વમા આવ્યો. શરુઆતમા આકાયદામાથી  ઉપલો વર્ગ એટલે કે રાજા,મહારાજાઓ, અમીરો ને એવા વગદાર લોકો બાકાત ગણાતા. કાયદો માત્રસામાન્ય માણસને જ પાળવાનો ને એના ભંગની શિક્ષા એને જ ભોગવવાની. આમ પણ 'સમરથકો દોષ નહિ ગુસાઇ' એવીકાયદાની હાલત હતી.  માણસ એથી ય આગળ વધ્યો ને પોતાના હક માટે જાગૃત થયો. રાજાશાહી, જાગીરદારી, ને આપખુદ શાસનનો અંત આવ્યો ને લોકશાહી એટલે કે લોકો માટે, લોકોથી ચાલતી સામાજિક વ્યવસ્થા અસ્તિત્વમા આવી.  મોટા ભાગના સમાજો એકહથ્થુ સતાથી ને જોહુકમીથી મુક્ત થયા. એ પણ એટલુ જ સત્ય છે કે જે લોકોમા સ્વયમ શિસ્ત હતી કે વિકસી એવી પ્રજા નો આવા શાસનમા વિકાસ થયો. એમણે આઝાદીના ઉતમ પરિણામો ભોગવ્યા. જે પ્રજાએ  પોતાની જવાબદારી સમજવાની કે સ્વીકારવાની તકલીફ જ  ન  ઉઠાવી, માત્ર ને માત્ર વ્યકિગત લાભનો વિચાર કર્યો એવી પરાવલંબી પ્રજા એ એના માઠા ફળ ભોગવ્યા ને ભોગવે છે ને ભોગવશે.

Wednesday, October 5, 2016

પાંજરાનુ પંખી

સતીશભાઇ ઘરની પાછળ પથરાયેલી વનરાઇમાં આંટા મારતા હતા.શિયાળાની સિઝન પુરી થવામાં હતી. ઠંડીની વિદાય ને ગરમીના આગમન વચ્ચેનો ગાળો હતો.પંખીઓના સ્થળાંતરની સિઝન.યાયાવર પંખીઓ દુરદુરના દેશમાંથી આવતા, વનરાજીમા વિસામો કરતા. બાજુમાં જ એક વહેતુ ઝરણુ ને મોટુ જળાશય. પંખીઓ માળા બાંધતા, બચ્ચાઓને ઉછેરતા, નાના એવા એ બચ્ચા પોતાની રીતે ઉડતા શીખે, ખોરાક શોધતા શીખેત્યા સુધી માબાપ એનુ જતન કરે. બસ પછી એની જવાબદારી પુરી. સીઝન પુરી થતા બધા જ સ્વતંત્ર .ફરીકોઇ અનજાનમુકામે ઉડી જતા.કેવી નિસ્પૃહતા! વિદાયસમારંભકે વિષાદ નહિ.સારસંભાળ કે શીખામણના પ્રવચન નહિ.ફરી મળવાના વાયદા નહિ.હર્ષ,શોક,વિરહ,મિલન,સુખ,દુઃખ બધા દ્રંદ્રથી પર એવા આપંખીઓ હજારો વર્ષોથી જીવ્યે જતા હતા.
  સતીશભાઇને પશુપંખીોના અવલોકન ને જીવનમા રસ હતો.પરિવારના પ્રોત્સાહન ને સહકારથી ઘરની પાછળ જ પક્ષીઓ માટે નર્સરી ઉભી કરી હતી.ધરની પાછળ જ ખાલી મેદાન ને પછી ઘટાટોપ જંગલ હતુ.એ મેદાનમાં મોટા વૃક્ષો ઉછેરીને કુદરતી જંગલ સાથે ભેળવી દીધૂ હતુ. પંખીઓના ઉછેર, એની વિવિધતા, એના ખોરાક, એની સારવાર  વગેરે વિષયો પર જરુરી જાણકારી પણ મેળવી હતી.એટલે સિઝનમા પક્ષીઓને જરુર  પડે સંભાળ લઇ શકતા. આજે એના મનમાં કયારેય ન આવેલા વિચારો આવતા હતા.આટલા વર્ષોથી પંખીઓની નિસ્પૃહ જીંદગી જોયા પછી ય નહોતુ સમજાતુ કે શા માટે માનવી જ પોતાના સંતાનોને માળામા જકડી રાખવાની જીદ કરે છે.? એ સવાલ ઉઠતા એ ઉદાસ થઇ ગયા. ઘા ઘરે આવ્યો હતો!       હાથમા પકડેલા પત્ર વજનદાર લાગવા માંડ્યો.
    હા, થોડીવાર પહેલા જ ટપાલમા દિકરી વ્યોમા નો પત્રહતો. જે આમ જ એની જાણ બહાર માળો છોડી આભમા  ઉડી ગઇ હતી.એની વહાલી દિકરી. કેટલો અજંપો સતીશભાઇએ વેઠ્યો હતો. ક્યાય ભાળ મળી નહોતી.ચાલો,સલામતીની ખાતરી તો થઇ. તો પણ મનમાં એ જ ખટકતુ હતુ કે પત્ર લખવો પડે એટલુ અંતર પડી ગયુ હતુ માબાપ સાથે?ખાસ તો એના જેવા પ્રેમાળ પિતા  સાથે?
એ ઘરમા આવ્યા. પત્ર સામે તાકી રહ્યા ખોલવાની હિંમત નહોતી ચાલતી. એમના પત્ની નિરુબેન પતિની મનોદશાથી અજાણ નહોતા. નજીક બેસીને સતીશભાઇની પીઠ પર સાંતવનસભર હાથ ફેરવ્યો. એની મુક હિંમતથી સતીશભાઇમાં પત્ર ખોલવાની હિંમત આવી. સંબોધન વાચતા જ નજર સામે વ્યોમાનું શૈશવ.તરવરી ઉઠ્યુ. નજર સામે દિવાલ પર લટકતી તસવીર પર પડી.           ત્રણમાસની  નાનકડી પરી જેવી વ્યોમા પારણામા સુતી હતી. ચમકીલી હિરાકણી જેવી આંખો. એ પપ્પાને જ જોઇ રહી હતીકે આસપાસની દુનિયાને! એ માસુમને તો આજેએ વિદાય લઇને દુર દુર જતા રહેશે એ પણ કયા ખબર હતી? એ તો વિરહ કે મિલન કે આંસુ બધાથી અલિપ્ત હતી એ સમયે. બસ, આ પંખીઓની જેમ જ.હા, સતીશભાઇની કંપનીએ અમેરીકાની એમની શાખામા બદલી  કરી હતી.  એટલે પોતાની મરજી ચાલે એમ નહોતી. નિરુ બેન તો વિદાય આપવા આવી શકે એમ પણ નહોતા. સુવાવડ તકલીફ વાળી હતી  સારુ હતુ કે બન્ને તરફના પરિવારનો સહારો હતો.સતીસભાઇએ છેલ્લી તસવીર લીધેલી    નીરુબેનની ગોદમા નાની ઢીંગલી સરખી વ્યોમા.અમેરીકાની એકલતાની પળોમા આતસવીર જોઇ જોઇને દિવસો પસાર કર્યા હતા.       બેએક વરસના વિયોગ પછીમાદોકરી એ આધરતી પર પગ મુક્યો. પરિવારનુ સુભગ મિલન થયુ. એક અધૂરુ વર્તુળ પુરુ થયુને દિવસા આનંદમા ને ઝડપથી સરવા લાગ્યા.        સતીશભાઇનો શૌખ જાણે  અજાણ્યે દિકરીમા ઉતરી આવ્યો.ત્યારેતો ઘર નાનુ હતુ. સતીશભાઇએ પાછલી પરસાળમા પાંજરા ગોઠવી પોપટ, બુલબુલ ેમા નાના પક્ષીઓ પાળ્‌યા હતા. ઘર એના કલરવથી ગુંજતુ.વ્યોમા પાંજરા સાફ કરતી,પક્ષીઓ માટે દાણાપાણી મુકતી ને એમની બોલીનુ અનુકરણ કરીને ઘરમા બધાને મનોરંન પુરુ પાડતી.       વ્યોમાનુ  બચપનનુ એક પરાક્રમ યાદ આ વતા એને આવી વિષાદની પળોમા ય હસવુ આવી ગયુ.એ ત્યારે છ વરસની હતી. એક વાર સતીશભાઇ નોકરી પરથી આવ્યા ને ઘરમા નિરવ શાંતિ.એ  પાછલી પરશાળમા આવ્યા તો બધા પાંજરા ખાલી  ને ખૂલ્લા. એણે વ્યોમાને બુમ પાડી. એહસતી હસતી આવી. ' આ શૂ વ્યોમા?શૂ થયુ પંખીઓને? પાંજરા ખાલી કેમ?'જે જવાબમળ્યો એ દંગ રહી ગયા.          ' પપ્પા,મે આજે એમને આઝાદ કરી દીધા, તમે મને કાલે રુમમા   પુરી દેવાની શિક્ષા કરી હતી ને.  મને જરા ય નહોતુ ગમ્યુ. એટલે મને લાગ્યુ કે આપક્ષીઓને પણ પાંજરામાં શિક્ષા જેવુ જ લાગતુ હશે ને!સાચુ કહુ ,પપ્પા, એ બધા ખૂશખુશાલ  આકાશમા ઉડી ગયા. પણ તમે નારાજ ન થતા. એબધાએ ફરી મળવા આવવાનુ વચન આપ્યુ છે. આટલી નાની વયમાં વ્યોમાએ કેવો નિર્દોષ ને  ગહન વિષય સામે ધરી દીધો હતો?    એક પિતાનુ હ્દય ગર્વથી છલકાઇ  ન જાય તો જ નવાઇ        સતીશભાઇ વરસોથી અમેરીકામા વસવા છતા ય દેશના  સસ્‍ંકાર ને પરંપરાને  ભુલ્યા નહોતા. ઘરનુ વાતાવરણ  સંર્પુણ ભારતીય રીતિરિવાજો પ્રમાણે જીવાતુ હતુ. સતિશભાઇના ભાઇબહેનો ને પિતરાઇ બીજા સગાસબંધીઓનો બહોળો પરિવાર નજીક  નજીકમા રહેતા હતા ને બધા એકબીજા સાથે ગાઢ સંપર્કમાં રહેતા.એટલે વ્યોમાને  કયારેય એકલુ લાગતુ નહિ. હરવા ફરવા માટે બહાર સાથ શોધવો પડતો નહિ. હાઇસ્કુલ પુરી કરી ત્યા સુધીએને બહારના વર્તુળમા કે બીજા સમાજ કે સંસ્કૃતિમા ભળવાની જરુર કે તક પણ નમળી.એ કોલેજમા આવી ને પોતાની કેરીયર નક્કી કરવાનો સમય આવી ગયો. પોતાની રસરુચિ પ્રમાણેએને પશુપાલન ને પશુપંખીઓમા રસ હતો. પણ વ્યવહારુ પિતાની નજરે એ ફાલતુ શોખ કહેવાય. એને વ્યવસાય તરીકે ગંભીરતાથી ન લેવાય. સારી રીતે જીવવા માટે વળતર ડોલરના રુપમા મળે એવુ જ શિક્ષણ લેવાય.'વળતર એટલે પૈસા કે મનનો સંતોષ?'વ્યોમાના મનમાં સવાલ ઉઠયો ને શમી ગયો. થોડા અસંતોષ સાથે પપ્પાનુ સુચન તો સ્વીકાર્યુ પણ મનમાં અફસોસ તો કાયમ રહી ગયો.         ને ઘરનુ સુરક્ષિત કવચ ને ચૌકન્ની નજર પહેરામાથી છૂટીને એ પ્રથમ વખત બહારની મુક્ત દુનિયામા આવી. અહિ જ એને આલ્બર્ટનો પરિચય થયો. એખેડુતનો દિકરો હતો ને ભણીને પાછો પોતાના ડેરીફાર્મ ને ખેતીમા જોડાઇ જવાનો હતો'.ભણેલો  ખેડુ' એ માટે એ પુરી લગનથી  જરુરી જ્ઞાન એકઠુ કરતો હતો. એની સાથે વાતચીત કરવાની મજા આવતી ને વ્યોમાનો શોખ પણ પોષણ પામતો. એ આમ તો સહેલાઇથી ભોળવાઇ જાય એવી નાદાન કે લાગણીઘેલી તો નહોતી. પણ સમાન વિચારો ને એના સંયત વર્તન તરફ અહોભાવ ને છેવટે એ પ્રેમમા પડી ગઇ. નીતિનિયમોના એના વિચારો આ મુક્ત દેશ ને મુક્તાચારમા માનતા યુવાનો કરતા અલગ હતા. વ્યોમાનુ મનમા એના આટલા પરિચય પછી આવા મહેનતુ ને પ્રમાણિક યુવક જોડે જીવવાની ઝંખના જાગવા લાગી.  જોકે આશંકા તો હતી જ કે ભારતીય
સંસ્કૃતિના મશાલચી એવા માબાપ  જેણે બીજાની સંસ્કૃતિ કે સમાજને ઉતરતી નજરે જ જોયા છે એ કદાપિ આલ્બર્ટ સાથેના એના સંબધને
નહિ સ્વીકારે.   પણ પ્રેમને તો નાતજાતના સીમાડા નથી હોતા.છેવટે એકવાર એણે હિંમત કરી ને સામે આલ્બર્ટે પણ એ જ ઉત્કંઠાથી સ્વીકાર કર્યો.પછી તો એને લઇને પોતાના પરિવારને મળવા લઇગયો. એનો પરિવાર પણ મિલનસાર હતો. વ્યોમાને સારો આવકાર મળ્યો. આલ્બર્ટે એને પોતાનુ ડેરીફાર્મ ને ખેતરો બતાવ્યા. વ્યોમાને લાગ્યુ કે પોતાની મંઝિલ મળી ગઇ.    એજ અરસામા સતીશભાઇએ વતનમા ફરવા જવાનો  કાર્યક્રમ ગોઠવ્યો. મુળહેતુ જો સારુ પાત્ર મળે તોએક  કાંકરે બે પક્ષી.તો વ્યોમાના મનથી એક બોજરહીત મુક્તપ્રવાસ.  પણ દેશમા આવ્યા પછી બહાર પર્યટનમા જવાને બદલે રોજ અનજાન યુવકોની ઔપચારિક મુલાકાતો ને સાંજે  હા કે ના જવાબ આપવાના. એ
 માબાપનો આશય સમજી ગઇ. એને સ્પષ્ટ કહી દીધૂ. 'મને દેશના યુવકો તરફ વાંધો નથી પણ મારી અંહી લગ્ન કરવાની ઇચ્છા નથી.કાશ, એક વખત  પણ તમે તમારો અહિ આવવાનો આશય જણાવ્યો હોત તો આપણે આ ધક્કામાથી બચી જાત"              બધા એક નિરાશા સાથે પાછા આવ્યા. અહિ પણ સતીશભાઇએ એને પરણાવવાની ઝુંબેશ ચાલુ રાખી. અંતે વ્યોમાએ ધડાકો કર્યો. એસાથે જ ઘરમાં ધરતીકંપ થયોને સતીશભાઇને ત્યારેજ જાણ થઇ કે વ્યોમાએ એનો અભ્યાસક્રમ પણ બદલી નાખ્યો હતો. એને અનુરુપ જીવનસાથી પણ શોધી કાઢયો  હતો. સતીશભાઇને આઘાત લાગ્યો, જાણે સંસ્કૃતિની આખી ઇમારત એના પર પડીહોય.આર્દશોના મુળીયા  પાયામાંથી હચમચી ગયા.તો આઅમેરીકા એવો દેશ છે , ભાઇ,જ્યા શાંત ને ડાહ્યા લાગતા સંતાનો ય  બળવાખૌર બની જાય છે.     એમા ય નામ જાણ્યુ તો ઉછળી પડ્યા.  ' કોણ પેલો ઇટાલીયન?ભારતીય હોત તો . આતો નહી જાત,ભાત, છે તમારામા એકેય જાતની સમાનતા?આ બધા તો બટકણા.જરાક વાંધો પડે એટલે તરત જ બટકી જાય, છટકી જાય. બધૂ મુકીને હાલતા થઇ જાય.અરે, એને એકે ય નિયમ ન નડે. એ તો ઠીક, આ પ્રજાને તો એકસાથે આગળપાછળના ને સમાંતરે બીજા સંસાર ચાલતા હોય.એની સાથે જીવતર કેમનુ પુરુ થાય?''એણે આક્રોશ સાથેઆખા સમાજને વગોવી નાખ્યો.' બેટા, તારા પપ્પા સાચુ કહે છે.આવા લોકો જોડે અવતાર ન જાય,એને તો એના જેવા જ પાલવે,'' મમ્મીએ ટાપશી પુરી.      ' પપ્પા, મે ત્રણ વર્ષ એનુ નિરિક્ષણ કર્યુ છે. મને સંતોષકારક લાગ્યુ છે. એમ તોદેશમા કલાક  બેકલાકમા કોઇને મળીને આખી જીંદગીનો સોદો બાંધવા તમે સુચવો છો.એ પણ એટલુ જ જોખમી છે.ત્યા પણ માત્ર અહી આવવાના એક માત્ર આશયથી લગ્ન કરીને આવતા યુવક કે યુવતી દેશના સંસ્કારો ભુલી જતા હોય છે. વફાદારી નેનીતિનિયમો એ કોઇ એક દેશ કે સમાજની ધરોહર નથી.આપણા દેશની આર્દશલગ્ન જીવનની જે દુહાઇ આપો છો એમા મોટાભાગમા ઓકસિજન પર જીવતા હોય છે.કયારેક સામાજિક
દબાણ તો કયારેક મજબુરી કામ કરતી હોય છે ' એણે પપ્પાને ચોટદાર જવાબ આપ્યો'.    વાદવિવાદ પછી ઘરમા અસહય શાંતિ છવાઇ ગઇ. સતીશભાઇએ દિકરીની વાત સાંભળવા કે સમજવાનો  કે સ્વીકારવાનો જ ઇન્કાર કરી દીધો. વ્યોમા આ શીતયુધ્ધ લડતા લડતા થાકી
ગઇ. એક દિવસ 'મહાભિનિષ્ક્રમણ' કર્યુ ને માબાપને સખત આધાત લાગ્યો. અથાક શોધનુ કોઇ પરિણામ નઆવ્યુ ને છેવટે આજે આ પત્ર. એટલુ તો આશ્ર્વાસાન કે પત્ર લખીને સમાચાર આપવાનો વિવેક તો કર્યો. શૂ લખ્યુ હતુ દિકરીએ?  ' મમ્મી, પપ્પા, તમારી માફી માગુ. તમને આ પરિિસ્થતિમા મુકી ને મને પણ પારાવાર દુઃખ થયુ છે. આપત્ર દ્રારા એક વાત તમારા દયાન  પર લાવવા માગુ છે એ તમે અતિ પ્રેમમા ચુકી ગયા છો' તમને એ કદાચ શરત પણ નહિ રહી હોય કે તમારો પ્રેમ શરતી હતો.હુ તમારા કહેવા પ્રમાણે જ જીવુ, મારી  મરજી નામરજીની તમને કોઇ પરવા નહિ. અરે, જાણવાની જરુર પણ નહિ.મારો અભ્યાસ, મારી કાર નેમારા જીવનસાથી  મારુ સ્વત્વદબાવી તમારી મરજી પ્રમાણે જીવુ તો તમારી ડાહી દિકરી ને તો તમે મને પ્રેમ કરો.પપ્પા, પાંજરાના પંખીને પુરીને આપણે ખોરાક, પાણી ને રક્ષણ પુરુ પાડીને આપણો પ્રેમ વ્યકત કરીએ છીએ.સામે એ પોતાની આઝાદીની કિંમત ચુકવે છે.શુ આપણે એને પુછીએ છીએ કે તને આ પાંજરાની કેદ સામે તારી રીતે સંધર્ષ કરિને આઝાદ રહેવુ ગમે છે?હુ માનુ છૂ કે થોડી તકલીફ વેઠીનેય એ ખુલ્લુ આકાશ માગશે.એ એનોજન્મ
સિધ્ધ હક છે. તમે ામને આંખો ને પાંખો આપી પણખુલ્લા આસમાનમા ઉડવાની તક ન આપો તો આ બધાનો શું અર્થ?અમને  અમારી નજરે દુનિયાને સમજવાની તક આપો.શા માટે આપણા સંકુચિત નિયમો છોડીને બીજા સમાજને  કે માણસને સમજવાનુ ટાળીએ છીએ?સુરક્ષા ને સલામતીનુ કવચ છોડીને ઉડાન કરવા જતા કદાચ ઘાયલ પણ થવાય. જીવનમા કોઇ બાંહેધરી હોતી નથી.આપણે માત્ર પ્રયત્ન જ કરવાનો હોય છે.શક્ય છેઅમે અમારી ગણતરીમા ખોટા પણ હોઇએ. પણ એનુ પરિણામ ભોગવવાની જવાબદારી પણ સ્વીકારીએ છીએ.ને જીતનો આંનદ પણ અમારો  હક હશે.' સતીશભાઇએ પત્ર પુરો કર્યો. તો દિકરીએ છ વરસે જ આઝાદીનો અણસાર આપી દીધો હતો ે પોતાને એ સમજતા આટલા વરસો લાગ્યા!!!!!!


























Monday, October 3, 2016

અતિથિ ને આતિથ્ય

આપણી ભારતીય ને ખાસ તો સોરઠ ને સૌરાષ્ટમા આતિથ્ય નો બહુ મહિમા ગવાયો છે. લોકગીતોમા ને કવિઓએ કવિતામા  આતિથ્યને  ધરાઇ ધરાઇને મુલવ્યો છે.ત્યા સુધી કે અતિથિઓની તુલના દેવતા સાથે કરીછે.ખૂદ ભગવાનને ભૂલા પડવાનુ મન થાય ને સ્વર્ગ પાછા જવાનુ ભુલી જાય. ભાવનાનુ મુળ એ હોઇ શકે, જ્યારે વાહન વહેવાર બહુ જ પ્રાથમિક તબ્બકામા ંહતા. લોકો મોટેભાગે પગપાળા મુસાફરી કરતા. જેની પાસે ઘોડા કે ઉંટ કે બળદગાડી હોય એવા સંપન્ન લોકોસિવાય પગ જ મુસાફરીનુ સાધન.ઉપરાંત રસ્તા કાચા ને જોખમી ય હતા. ખાસ તો પ્રતિકુળ સિઝનમા વાહન કે માણસનો પારાવાર મુશ્કેલી પડતી. ચોમાસાની ઋતુમા  વખભર નદીઓ પાર કરવાના સાધનો નહોતા. અચાનક પુર આવે તો એ ઓસરે ત્યા સુધી અટકી જવુ પડે.આ બધા અંતરાયને કારણે એક દિવસની મુસાફરી મહિનામાંલંબાઇ જતી. માણસોને પ્રાણીઓને પણ અમુક અંતરે આરામ ને આહારની જરુર પડે. આજનીમાફક હોટેલ, મોટેલ ને ધાબાની સગવડ નહોતી. લોકો ઘેરથી ભાતુ બાંધીને નીકળે.પણ અનિવાર્ય સંજોગોમા અજાણ્યાને ત્યા આશરો લેવાની ફરજ પડે. નાનાગામડામા એવા એકાદ બે ઘર તો અતિથિ માટે ચોવીસ કલાક ખુલ્લા જ હોય. ઉમાશંકર જોશીના ' બારણે ટકોરા' નાટકની જેમ. મોટેભાગે ગામના મુખી કે પટેલની ડેલી મુસાફરો,બહારગામથી રોજી માટે નીકળેલા એકલદોકલ કારીગર કે વટેમાર્ગુ માટે આશરો બનતી. આવા યજમાનનો રોટલો મોટો ગણાતો
એટલે કે એના રોટલામા જાણ્યા અજાણ્યાનો ય ભાગ રહેતો. સમાજમા એનુ સ્થાન આગવુ ગણાતુ. એ પંથકમા આબરુદાર ગણાતા. ટુંકમા લોકો જ  એકબીજાના આધાર બનતા. સહુની સાદી સમજણ એવી કે આપણે ય વખત કવખત કોક અજાણ્યાનો આશરો લેવો પડે. માણસ કાંઇ ઘર લઇને તો બધે જઇ નથી શકતો. ધરનો રોટલો જ બહાર ખાવાનો હોય મતલબ કોકને ખવડાવ્યુ હોય તો એ કયાક આડુ આવે.
         હવે આવા મહેમાનોમા ય ચડઉતર  કક્ષા હોય. માણસ પોતાના સ્વભાવદત અમુક લક્ષણોને પ્રતાપે સારી પ્રણાલિને પણ દુષિત કરી નાખે છે.  આમ મહેમાનના પણ ત્રણ પ્રકાર પડી જાય છે. 'મહેમાન'એટલે જેને આગ્રહ આમત્રંણ આપવામા આવે, એના આવવાથી ઘરમા ખુશી થાય, ફરી પધારવાના આગ્રહ સાથે વિદાય અપાય. ટુંકમા માન સાથ આવે ને જાય. બીજા મહેમાન તે'અતિથિ' એ અચાનક આવે કે
 આવીચડે. યજમાનને એની રાહ કે આગનમનો અણસાર પણ ન હોય. અતિથિને  પણ નછુટકે કે વખાના માર્યા આવવુ પડ્યુ હોય, સંકોચ
પણ થાય. અધવચ્ચે વાહન અટકે, ખાસ કરીને નાના ગામડામાથી ગંભીર માંદગી કે એવી કટોકટીમા હોસ્પિટલમા દર્દીને લઇને આવવાનુ
એવા સંજોગોમા આગોતરી જાણ તો કરી શકાતી નથી,  આ આપદકાલના મહેમાનો છે.  તો ત્રીજો પ્રકાર તે પરોણા. પરોણો એટલે લાકડી પણ થાય. આવા મહેમાનો યજમાનને લાકડીની જેમ આડા આવે. વગર નોતર્યા ને વણ જોઇતા. ન જોવાનુ ટાણુ કે કટાણૂ. કોઇની અગવડ
સગવડ.'  માન ન માન મૈ તેરા મહેમાન.' આવા લોકોને માનઅપમાનની બહુ પરવા હોતી નથી. આવા પરોણા યજમાનના ઘરના સમયપત્રકને પણ ખૌરવી નાખે. આખુ દિવાનખાનુ રોકી મોડી સવાર સુધી ઘોરે ને ઘરના લોકોના ચાનાસ્તાથી લઇને લંચ કે ડિનર બધુ કસમયે કરી નાખે. આવા માથે પડેલા, પરાણે આવેલા પરોણાને પરાણે વિદાય કરવા પડે. જોકે આપણા આતિથ્યસંસ્કાર ને કારણે આપણે ઉધ્ધતાઇ કરીશકતા
નથી તો પણ જેને મહેમાન થતા નઆવડે એને સમજાવવુ પડે જો અતિથિ દેવતા હોય તો  પણ યજમાન  એનો ગુલામ નથી

Saturday, October 1, 2016

આપણા વડીલો દુઃખી શા માટે?

આપણા ભારતીય સંસ્કૃતિ ને પરંપરા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ પર રચાયેલી છે. વડીલો સમાજનો આધાર સ્થંભ. નવી પેઢીના માર્ગદર્શક. અનુભવનો ભંડાર. તો પછી એકાએક એ પદભ્રષ્ટ કેમ થઇ ગયા?દેવ તો ઠીક પણ માણસમા થી ય ગયા!આજે ઠેર ઠેર આ જ સવાલ સામો ટકરાય છે. થોડા અપવાદ બાદ કરતા ઘરમા વધારાની વ્યકિત  કે બોજ હોય એવુ વર્તન નવી પેઢીનુ જોવા મળે છે. સાચી સલાહ પણ અવગણવામા આવે છે. અપમાનિત કરવામા આવે છે.એની ઇચ્છા વિરુધ્ધ ઘરડાગરમા મોકલી દઇને જવાબદારીમાથી છુટી જવાની મનોવૃતિ વધતી જાય છે. શું આમા પણ આઘાત પ્રત્યાઘાત જેવી પ્રકિયા થતી હશે?
 દરેક વડીલોએ પોતે માબાપ જોડે કેવુ વર્તન કર્યુ હતુ ને પોતાના બાળકો સાથે એ સમયે કેવુ વર્તન કર્યુ હતુ એ વિચારવાનો સમય આવી ગયો છે. જોકે  માબાપ પણ સંપુર્ણ નથી હોતા. એમણે પણ અજાણતા એવી ભુલો કરી હોય જે આજે સામે આવે છે. આગલી પેઢીમા બાળક ને એક જણસ માનવામા આવતી. એને પોતાના સ્વતંત્ર વિચારો હોઇ શકે  એ વિચાર પણ માબાપને કે મોટાને ન આવે. બાળકો પર મોટેરાની બધી ઇચ્છા લાદી દેવામા આવે. સવાલ કરવાની કે અભિપ્રાય આપવાની છુટ જ નહી. ખોટી વાતનો વિરોધ પણ ન કરી શકાય સાચુ કે ખોટુ  બધુ આજ્ઞા માનીને માથે ચડાવવાનુ. ચર્ચા કે દલીલ કરનાર ઉધ્ધત ને અવિવેકી  ગણાય. ખરેખર તો 'દેવો ભવ'આસુત્રો ે
  આપણને બહુ નડ્યા છે. આપણી નૈતિક હિંમત હણી લીધી છે. ભલે ઉગ્રતાથી નહિ પણ શાંતિથી ય વિરોધ વ્યકત ન કરી શકાય એવી જડતા. બસ, આંખો મીચીને બુધ્ધિના દરવાજા બંધ કરીને વચનપાલન કરનાર ડાહ્યો દિકરો કે દિકરી ગણાય. એની આજ્ઞા પ્રમાણેભણવાન
ને ગમે કે નગમે પણજ્યા નેજેની સાથે નક્કી કરે ત્યા પરણી જવાનુ.પછી ભલે આખી જીંદગી ગુંગળાઇને જીવવુ પડે. અમુક જુલ્મ તો એવા હોય છેકે માબાપ જ કરી શકે કે ઉગારી શકે. બાળકની નાનપણની ભુલોને બધા સમક્ષ પરિહાસનો વીષય  બનાવવો, બીજા બાળકો જોડે સરખામણી કરીને ઉતારી પાડવુ, બીજા ભાઇબહેનોની સરખામણીમા નબળા બાળક  તરફ પક્ષપાત કરવો,એની શકિત કરતા વધારે અપેક્ષા રાખીને બાળકમા લઘુતાગ્રંથિ ઉભી કરવી ને છેવટે પોતાની નિરાશા જાહેરમા વ્યકત કરવી,એના પર કેટલો ઉપકાર કર્યો છે ને કેવી મુશ્કેલી વેઠી છે એ વારંવાર યાદ અપાવવુ, આ ઘરનો એ માલિક છે એ કહે તેમ કરવાનુ ,નહિતર ચાલતુ થઇ જવાનુ, કોઇ વાતમા ખુલાસો સાંભળવાની વાત જ નહિ.બસ પોતે જ સાચા.  આ બધા જુલ્મો માબાપ જ કરી શકે  ને એજ બચાવી શકે.  સંતાનોને એ સરમુખત્યારથી
કમ નહિ લાગતા હોય.  હવે જુઓ. એ જ દિકરો જુવાન થાય ને કમાતો થાય એટલે એનો મિજાજ પણ બદલાઇ જાય. હવે બાપા પુછૈ કે કયા જાય છે, બેટા? તો જવાબ રોકડો મળશે' તમારે શી પંચાત છે, છાના માના બેસો  ને'બાપા કંઇ જાણવાની કોશિશ કરશે તો દિકરો કહેશે
'તમને સમજણ નપડે ' 'અમારા દોસ્તો આવે ત્યારે અમે વાતો કરતા હોઇએ વચ્ચે ડબડબ નહિ કરવાનુ'  જો બાપાના નાતે મહેમાનો કે દોસ્તો આવે તો  તકલીફ. 'અમને આવુ નહિ પોસાય, અમારે તમને કે તમારા મહેમાનોને સાચવવા કે અમારા બાળકોને?તમારે તમારુ દ્યાન રાખવાનુ. અમારી પાસે સમય કે સગવડ નથી. 'એ સાંભળો તો નવાઇ ન પામતા. કેટલુક તો વ્યાજ સાથે પાછૂ મળે છે. પછી તો પેઢી દર પેઢી આ સોય પાછળ દોરો ચાલ્યો જ આવે છે ને આમ જ જીવન પુરુ થાય છે. હા, પહેલાના સમયમા સમાજની શરમેધરમે વડીલો સચવાતા ને બીજો કોઇ વિકલ્પ નહોતો. આજે છે ને હવે સમાજસ્વીકૃત બનતો જાય છે ને ખરીવાત એ પણ છે કે ઘણીવાર વડીલો અજાણ્યા  વચ્ચે વધારે સુખી લાગે છે.