Thursday, October 6, 2016

શિસ્ત વ્યકિગત ને સામાજિક સુખ માટે જરુરી

 માણસ સમુહમાં રહેતો થયો ને એને બીજા સભ્યો સાથે ઓછા ટકરાવ સાથે વધારે  સહકાર મળે એ હેતુથી  કબીલા, ટોળી કે વસાહતનુ બંધારણ અસ્તીત્વમા આવ્યુ. આબધા નિયમો જે તે સમયની આર્થિક, સામાજિક ને ભૌગોલિક પરિસ્થિતિ  પ્રમાણે બનતા.માણસ સ્વતંત્ર જન્મે છે. સ્વતંત્રતા એનો જન્મ સિધ્ધ હક છે. પણ એ સમાજમા રહેતો થયો એટલે આ સ્વતંત્રતાનો થોડો ભોગ આપવો પડે છે. એ નિયમ છે કે તમે એટલી જ સ્વતંત્રતા ભોગવી શકો  જેટલી બીજાને આપી શકો.  અધિકાર સાથે જવાબદારી  પણ છે.એટલે ઘણા કઠે એવા નિયમો સમાજમા રહેવા માટે પાળવા પડે છે. નાનપણમા  માબાપે ઘરમા બનાવેલા, સ્કુલમા નિયમો, રસ્તા પર વાહનવ્યવહારના નિયમો, આ બધામાણસના હિતમા હોવા છતા સામાન્ય માણસને બંધન લાગે છે.એ હંમેશા ટુંકા ગાળાના લાભનો વિચાર કરે છે. બારીમાથી કચરો ફેંકી શકાય તો કચરાપેટી સુધી જવાની તકલીફ લેતો નથી. વિદ્યાર્થીને  ગાઇડ કે પ્રશ્રપત્ર મળી જાય તો આખુ પુસ્તક વાંચવુ બિનજરુરી બની જાય છેને જ્ઞાન મેળવવાનો મુળ હેતુ જ માર્યો જાય છે. જાહેર ક્ષેત્રોમે ગેરરીતિ, લાંચ કે ભ્રષ્ટાચાર  સામે અવાજ ઉઠાવવાને બદલે 'સમજુતી' નો સહેલો રસ્તો લઇએ છીએ.દુનિયાના કદાચ નેવુ ટકા લોકો આવા ક્ષણીક લાભ માટે લાંબા ગાળાની મુસીબત વહોરી લેતા હોય છે. બાકી રહ્યા દસ ટકા બુધ્ધીજીવી જે યેનકેન પ્રકારે આબહુમતીને દોરે છે. આમા ધર્મ ને કાયદો મહત્વના પરિબળો છે. માણસ પ્રાથમિક અવસ્થા મા હતો. એક બાળકની જેમ કુદરતના દરેક રુદ્ર કે રમ્ય સ્વરુપને મુગ્ધ તાથી જોતો, આ રહસ્ય સમજવા એની શકિત બહારનુ હતુ. એસમયે ધર્મનો ઉદભવ થયો ને પાપપુન્યના ખ્યાલો  ને એના ભંગની સજાની આચારસંહિતા અમલમા આવી. સદીઓ સુધી આ આચારસંહિતાએ સમાજમા સામાન્ય લોકોની બેજવાબદાર વૃતિને અંકુશમા રાખી. સ્વર્ગની લાલચ ને નરકની સજા . પછી  માણસમા વિચારવાની શકિત આવી, કહો કે પુખ્ત થયો ને વિજ્ઞાનનો વિકાસ થયો એટલે ધર્મનુ ઘેન ઉતર્યુ ને એની સાથે જોડાયેલા નીતિનિયમો શિથિલ થવા લાગ્યા. કાયદો અસ્તિત્વમા આવ્યો. શરુઆતમા આકાયદામાથી  ઉપલો વર્ગ એટલે કે રાજા,મહારાજાઓ, અમીરો ને એવા વગદાર લોકો બાકાત ગણાતા. કાયદો માત્રસામાન્ય માણસને જ પાળવાનો ને એના ભંગની શિક્ષા એને જ ભોગવવાની. આમ પણ 'સમરથકો દોષ નહિ ગુસાઇ' એવીકાયદાની હાલત હતી.  માણસ એથી ય આગળ વધ્યો ને પોતાના હક માટે જાગૃત થયો. રાજાશાહી, જાગીરદારી, ને આપખુદ શાસનનો અંત આવ્યો ને લોકશાહી એટલે કે લોકો માટે, લોકોથી ચાલતી સામાજિક વ્યવસ્થા અસ્તિત્વમા આવી.  મોટા ભાગના સમાજો એકહથ્થુ સતાથી ને જોહુકમીથી મુક્ત થયા. એ પણ એટલુ જ સત્ય છે કે જે લોકોમા સ્વયમ શિસ્ત હતી કે વિકસી એવી પ્રજા નો આવા શાસનમા વિકાસ થયો. એમણે આઝાદીના ઉતમ પરિણામો ભોગવ્યા. જે પ્રજાએ  પોતાની જવાબદારી સમજવાની કે સ્વીકારવાની તકલીફ જ  ન  ઉઠાવી, માત્ર ને માત્ર વ્યકિગત લાભનો વિચાર કર્યો એવી પરાવલંબી પ્રજા એ એના માઠા ફળ ભોગવ્યા ને ભોગવે છે ને ભોગવશે.

2 comments: