Saturday, December 7, 2019

માણસ ને પ્રાણીઓ

વાંચકમિત્રો, આજકાલ તમે સમાચાર સાંભળતો હશો કે સિંહ,દિપડોકે વાઘ જેવા વન્યપ્રાણીઓ માનવવસ્તી તરફ વળ્યા છે. કારણ ખોરાકની શોધમાં. બાકી એને માણસ જોડે કોઇ વેર નથી. આજસુધી એ પોતાની સરહદમાં રહીને હરણા,સાબર કે સસલા જેવા નાના પ્રાણીઓને શિકાર કરીએ પોતાની દુનિયામાં મસ્ત હતા.પણ આજકાલ એમના રક્ષક બનવાનુ માણસજાતને જાણે 'ભુત'વળગ્યું છે! એમા ય પાછું પ્રગતિશીલ દેશો જે કરે એ આપણે કરવું પોસાય કે નપોસાય.અરે,ભલા માણસ હજુ દેશને કરોડો નાગરીકોને બે તો શું એક ટંકના ય ફાંફા છે ને તમારે જંગલી જાનવરને નીભાવવા છે! આપણી પાસે એને નીભાવવાના સાધનો છે ખરા? પુરતા તો નથી જ. એટલે લોકો સિંહ કે વાઘના દર્શન કરવા જાય એને બદલે એજ તમને ઘરઆંગણે દર્શન આપવા મજબુર થયા છે. આ તો છાણે ચડાવીને વિંછી આણ્યો એવી વાત થઇ.એમા પણ ભોગ તો ગરીબ ને મજબુર ને મહેનતકશ લોકોનો જ લેવાય છે. ખેતરમાં કામ કરતા ખેડુતો, ખેતમજુરો વગેરે. આમ પણ કહેવાય છે ને કે 'ભવાની ભોગ ન માગે વાઘ કે સિંહનો. એ તો માગે કુકડા,મરઘા,ને બકરાનો' આજે આપણે entry' ખુલ્લી રાખી છે ને exit'બંધ કરીછે તો વસ્તી કયા જઇને અટકશે? હવે એને રોટી,કપડા ને મકાન પાડવા પાડવાના સાધનો? તો જંગલો સાફ કરો,ખેતી માટે.તો આ રીતે જંગલોનો ભોગ લેવાય. રહેઠાણ માટે લાકડાની જરુર પડે તો જંગલો કાપો. નવા વૃક્ષ ઉછેરવાની સુઝ ને વૃતિ નથી. આની અસર વન્યપ્રાણી પર થવાની જ. હવે એને બચાવવા માટે અભયારણ્ય બનાવો. પણ એના શિકાર કે નિર્વાહ માટેના શાકાહારી પશું નથી તો એ હિંસકપ્રાણી જાય ક્યા? એને બહારથી ખાવાનું પુરુ પાડી ખરેખર તો પરાવલંબી બનાવી દીધા છે. હવે એની કુદરતી શિકાર કરવાની ક્ષમતા બુઠી થઇ ગઇ ને હવે એ પાળેલા કુતરા જેવા બની ગયા. 'ગાય મારીને કુતરા ઘરવવા' જેવો ઘાટ થયો.આ સિવાય આજે આ વન્ય પ્રાણીઓને પોતાના લાભ માટે માણસ વાપરે છે.રેશમના કીડા રેશમી વસ્ત્રો માટે,ફરના કોટ માટે ફરવાળા પ્રાણીઓ હણાય. પાકીટ ને એવા કોટ માટે મગરનો શિકાર થાય. હાથીદાંતમાટે હાથીનો ભોગ લેવાય. વાઘનખ માટે વાઘનો શિકાર થાય.કયારેક શોખ કે પોતાની મર્દાનગી સાબિત કરવા રાજાઓને અમીરો આવા વન્યપ્રાણીઓ ભોગ લેતા. તો માંસાહારી લોકો ખોરાક માટે શિકાર કરે. માત્ર જંગલ જ નહિ પણ નદીનાળા ને દરીયાને ય આપણે લપેટમાં લઇ લીધા છે. આજે સમુદ્રોમાં હજારો ટન કચરો ઠાલવાય છે ને જે પ્રદુષણ ફેલાય છે એમાં અલાસ્કાથી માંડીઅરબી સમુદ્ર સુધી જળચરસુષ્ટિ જોખમમાં છે.માછલીઓના પેટમાંથી પ્લાસ્ટીક મળે છે જે એના મોતનું કારણ હોય છે. હવે એતો આવી વસ્તું વાપરતા નથી!જોવાની વાત તો એ કે આ જ પ્લાસ્ટીક ફરી ફરીને માણસના ભાણામાં આવે છે.'પાણી ગમે ત્યા ઢોળો,રેલો પગ નીચે જ આવવાનો' કહેવત ખોટી તો નથી જ.