Wednesday, July 24, 2019

ગાડરીયો પ્રવાહ

સુજ્ઞ મિત્રો, તમે આ શબ્દ 'ગાડરીયો પ્રવાહ' કયારેક સાંભળ્યો હશે. સામાન્ય રીતે ઘેટાનું ટોળુ આગળ જતા બીજા ઘેટાને અનુસરે. આ અનુકરણ એને કયા લઇ જશૈ? એનું શું પરિણામ કે અંત એનો વિચાર એ કરતું નથી. એ જ સંદર્ભમાં માનવપ્રાણી પણ આવી જાય કે જે વગરવિચાર્યે સમાજમાં થોડા બુધ્ધીજીવી કે પછી એમની નજરે જે શાણા લાગતા હોય એને વગરવિચાર્યે અનુકરણ કરે છે. આપણા ભારતીય સમાજની વાત કરીએ તો આપણે વિચારક કરતા અનુયાયી વધારે છીએ. અમુક પ્રસંગે તો આંધળુ અનુકરણ જ હોય છે. 'મહાજનો ગતા એન પંથા' બધા આમ જ કરે છે એજ બચાવ. આપણા વસ્ત્રો,ભોજન, લગ્નપ્રસંગોની ઉજવણી, આપણુ શિક્ષણ બધુ જ બધુ. આપણી આઝાદી સમયે બ્રિટીશ રાજ સામે લડવા ગાંધીજીએ અનશનનો રાહ અપનાવ્યો. કારણ કે આપણે સશત્રલડાઇમાં એમને પંહોચી ન શકત. એમની પાસે આધુનિક શસ્ત્રો ને સેના અલબત આપણા લોકો સામે આપણે વેરવિખેર.નાત જાત ને રજવાડામાં કણ કણમાં વિખરાયેલા. એટલે આ જ એક અહિંસક રસ્તો હતો. પછી સ્વરાજ આવ્યુ. આપણી જ સરકાર. પણ આપણી સરકાર સામે વિરોધ દર્શાવવાની પ્રણાલી તો એ જ રહી.આંદોલન કે એવી ચળવળમાં જાહેરમિલ્કતને બેફામ નુકશાનકરતી પ્રજાને આટલા સમય બાદ પણ એ નથી વિચાર આવતો કે આ આપણી જ મિલકત છે ને કાલે આપણા જ ખિસ્સામાંથી કરવેરા રુપે નુકશાન ભરપાઇ કરવા પૈસા જશે. આ તો જે ડાળ પર બેઠા એને કાપવા જેવું આ જ પ્રમાણે આપણે આપણી શકિત,રસરુચિ કે ઓકાત પ્રમાણે ભણવાને બદલે આપણી આજુબાજુ બીજા છોકરા શૂં ભણે છે? એની તુલના કરીને શિક્ષણ લઇએ છીએ. ખરેખર તો આપણી શૈક્ષણિક ઓકાત પ્રમાણે શિક્ષણ હોય તો સફળ થવાય. એટલે આ ગાડરીયા પ્રવાહમાં બધા વિદ્યાર્થી કાંતો ડોક્ટર થશૈ, એન્જીનીયર થશે, બહેનો પી.ટી સી કરીને શિક્ષક થશે કે નર્સ થશે. જે તે ક્ષેત્ર ઓવરફ્લો થઇ જાય ને ભણીને બહાર આવે ત્યારે નોકરીના ફાંફા.બેકારી. પાછી માન્યતા કેવી કે તમે જે ભણ્યા હો એ જ કામ કરાય. એમા પણ મહેનતમજુરી તો નહિ જ. ભલે ભુખે મરવું પડે. આપણા લગ્નપ્રસંગો જુઓ કે બધાને તો ગાલાવેડીંગ નજ પોસાય. પણ અમુકે આમ કર્યુ તો આપણે પણ એનાથી ચડીયાતું કરવું. પછી ભલે રહેવાના ને રોટલાના ફાંફા પડે. એ જ પ્રમાણે આપણા કપડા. આપણને કે આપણા શરીરને કે વાતાવરણને માફક હોય કે નહોય પણ ફેશન છે ભાઇ. બધાની સાથે ચાલવું પડે. નહિતર ફેંકાય જવાય. આ સિવાય આપણા ઘરમાં રાચરચીલુ કે આપણા ફોન,ટીવી જેવી વ્યકિગત ચીજોમાં પણ આપણી આસપાસનો લોકોના અભિપ્રાયની અસર પડે. આજના માહીતીપ્રસારણના યુગમાં કોઇ સારાનરસા સમાચાર ફેલાતા વાર નથી લાગતી. એ સમયે આપણી આ વગરવિચાર્યે માની લેવાની આદતને પરિણામે કોઇકને વ્યકિતગત ને કયારેક પ્રજાના અમુક સમુહને અકારણ શોષવું પડે છે. પછી જુઓ આપણા તહેવારો.ગણેશચતુર્થી હશે તો કોના ગણેશ મોટા એની હરીફાઇ. આજકાલ ભગવાનની પ્રતિમાને બદલે વિગત નેતાની પ્રતિમાઓ મુકવાની ચળ ઉપડી છૈ.એમાં પણ કોની પ્રતિમા કેટલી ઉંચી એની સ્પર્ધા.બાકી એના જીવનની ફિલસુફી કે ઉપદેશની એસીતેસી. આવું અંધશ્રધ્ધા ને ચમત્કારના કિસ્સામાં બને છે, કોઇ બાબતમાં ઉંડા ઉતરવાનું કે વિચારવાની તકલીફ જ નહિ લેવાની. કોઇ એમ તો વિચારે કે જે તમને મંત્રેલું પાણી આપીને કે એક ફુંક મારીને સાજા કરી દે એવા અલૌકીક મહાપુરુષ!ને એમની બિમારીમાં આસીયુમાં શું કામ દોડવું પડે? જે સાધુઓ નજરમાત્રથી શિલાઓ ખસેડી શકતા હોય કે પોતાના લિંગથી પાત્રમાંથી પાણી શોષી શકતા હોય એવા ચમત્કારીક બાબાઓ ખીણમાં ગબડેલી યાત્રાળુઓની બસો કેમ બહાર નથી કાઢથા કે નદીઓના પુરના પાણી શોષીને લોકોને કેમ નથી બચાવતા? કોઇ આવો સશંય કરે છૈ. તો એમ કહેશે કે સશંયાત્મા વિનશ્યતિ. જે પ્રજા વિચારીક કંગાળ હોય એનો ઉધ્ધાર કયાથી થાય. એટલે તો આપણે ઉપરથી કોક અવતાર લે એની રાહ જોઇએ છીએ.