Friday, January 25, 2019

આપણે ખેલકુદમાં કેમ પાછળ છીએ?

આગલા અંકથી ચાલું. આપણી પાસે આજીવિકાના સાધનો મર્યાદિત. નવા શોધવાની ઝંખના નહિ. ઘરની છત્ર છાયા ને પરિવાર કે ગામ છોડવાની હિંમત નહિ. વડીલો કહેશે કે'આખો રોટલો ખાતા અર્ધો ખાવ 'પણ નજર સામે રહો. લોકો એક જ ઘરમાં ને ગામમાં કેટલીય પેઢી જીવી નાખે, અછત ભોગવે પણ સારા જીવનની આશામાં ગામની બહાર પગ નમુકે. એક પેઢીને તૈયાર કરતા આગલી પેઢી આખી હોમાય જાય ને હાંફી જાય. હવે  એને એ પેઢીને આશરે જ જીવવાનું છે. તો વચલી પેઢીને માબાપ ઉપરાંત પોતાનો સંસાર પણ સંભાળવાનો છે. એટલે લોકોનુ આખૂ જીવન મોટા થવામાં ને મોટાને સાચવવા ને પોતાના બાળકોને તૈયાર કરવામાં વિતી જાય એમાં રમત તો ઠીક પણ સામાન્ય નિયમિત કસરત કરવાનો પણ સમય હોતો નથી કે એ પ્રકારનુ વલણ જ કેળવાયુ નથી.
  એ પ્રમાણે સ્કુલમાં પણ  કસરત ને ખેલ તરફ ઉદાસીનતા જોવા મળે છે. કસરતના સાધનો હોય છે, મેદાન હોય, પી. ટી ના શિક્ષક પણ હોય પણ ખુદ શિક્ષકને પણ રસ નાહોય. બાળપણથી જ આવુ વલણ હોય તો આગળ જતા એનું પરિણામ કેવું હોય?
     બીજુ વ્યકિગત રીતે પણ આપણને પર્વતારોહણ કે દોરડાથી પર્વત પર ચડવો, નદી કે દરીયામાં વહાણવટુ કરવુ. આવી કોઇ સાહસવૃતિ આપણામાં નથી. કારણ આપણે શરીરવિજ્ઞાન બહુ મોડુ વિકસ્યું. આવી જોખમી રમતોમાં હાથપગ ભાંગે તો સારવારને અભાવે માણસ કાયમ માટે અપંગ થઇ જાય. હવે સાજા સમા માણસો ય નપોષાતા હોય તો અપંગનો ભાર કોણ ઉપાડે? એટલે આ બાબતમાં આપણે શરીરને બહુ સાચવવુંપડે છે. ઉપરાંત આપણે પરદેશની જેમ માંદગી,અકસ્માત કે જીવનવીમા પોલીસી હોય છે એવુ કોઇ રક્ષાકવચ નથી હોતુ એટલે વેસ્ટન દેશના લોકો જે જોખમ ઉઠાવે છે એવુ જોખમ  ઉઠાવતા આપણે સો વખત વિચાર કરવો પડે. સામાન્ય માંદગી ય મધ્યમવર્ગનું બજેટ ખોટવી નાખે. ઉપરાંત આવી જોખમી સાહસોમાં રેસ્કયુ મિશન એટલે કે બચાવ ની કોઇ વ્યવસ્થા હોતી નથી. એટલે સમાજના મોટા ભાગના લોકો આવા સાહસથી દુર રહે પછી તો એક સામાજિક આદત બની જાય. આજે પરદેશમાં વસેલા આપણા બંધુઓ પણ એમના સંતાનોને ખેલકુદ , આવા સાહસો તરફ પ્રોત્સાહન આપતા નથી હોતા.
      પરિણામ! આંતરરાષ્ત્રીય સ્તરે આપણો એકપણ  ખેલાડી નથી હોતો. કયારેક એકાદ અપવાદ સિવાય

આપણે ખેલકુદમાં પાછળ કેમ છીએ?

વાંચકમિત્રો, કયારેક એવો વિચાર આવે કે ઓલમ્પિકજેવી  ઇન્ટરનેશનલ રમતોમાં આપણી વિરાટ વસ્તીમાંથી એકપણ વીરલો વિજેતા તરીકે સ્ટેજ પર દેખાતો નથી. રમતગમતમાં કોઇ પણ વિશ્ર્વસ્તરની શ્રેણીમાં આપણુ નોંધપાત્ર પ્રદાન હોતું નથી. આપણે ત્યા આવા ખેલાડીની ખોટ તો નથી પણ એને ઘર,સ્કુલ કે સમાજ કે સરકાર તરફથી કોઇ પ્રોત્સાહન મળતું નથી. બીજા દેશોમાં રમતગમત એ આજીવિકાનું સાધન બની શકે છે. ખાસ કરીને સામ્યવાદી દેશોમાં આવા પ્રતિભાશાળી બાળકોને સ્કોલરશીપ ને નોકરીની ખાતરી અપાય છે. નાનપણથી જ એનો અલગ કાર્યક્રમ બનાવાય છે. એના માબાપને પણ રહેઠાણ ને સારી નોકરી અપાય છે. બાળકોને કયારેક ઘરથી દુર બીજા સ્થળે કે જયા આવા તાલીમ આપનાર શિક્ષકો રહેતા હોય ત્યા એમની સાથે રહેવું પડે. જેમ આપણે ત્યા પ્રાચીન સમયમાં છોકરાઓ ગુરુકુળમાં ભણવા જતા એમ જ. આવા બાળકો રાજ્યની સંપતિ ગણાય છે. કયારેક મળેલા ઇનામકે મેડલ સરકાર હસ્તક રહે છે.
    એકાદ પેઢી પહેલા આપણે સાદી રમતો હતી. એને માટે સ્ટેડિયમ, મોંધા સાધનો કે ખાસ ડ્રેસની જરુર નહોતી ને પોષાય પણ નહિ. ખો ખો, લંગડી,કબડી, રાજ્યકક્ષાએ અંગ્રેજોની દેન એવી ક્રિકેટ કે ટેનીસ કે બેમિંગટન.જોકે ક્રિકેટ એસમયે રાજારજવાડા ને રાજકુમારો માટે જ હતી. સમાજમાં માનમોભાનું પ્રતિક. આપણા સમાજની એક ખાસિયત કે અમુક વસ્તુને સ્ટેટસ બની જતા વાર નથી લાગતી.એટલે સામાન્ય લોકો 'આપણુ ગજુનહિ' કહીને પાછળ ખસી જાય છે.
          આ સિવાય બીજા પરિબળો પણ કામ કરે છે. આપણે મશીનોનો ઉપયોગ તો મોડેથી કરતા શીખ્યા ત્યા સુધી ચીજવસ્તુના ઉત્પાદનમાં હાથમહેનત હતી એટલે લોકોનો મોટાભાગનો સમય આજીવિકા રળવામાં જતો. એટલે જ સયુક્ત પરિવારો હતા.લોકો પાસે ફાજલ સમય જ નહોતો.ઘરના બધા જ સભ્યોને નાના બાળકથી લઇ વૃધ્ધલોકોને શકિત પ્રમાણે કામમાં ફાળો આપવાનો રહેતો. છોકરા ભણવા જાય પણ સ્કુલના આગળપાછળના સમયમાં ઘરના વ્યવસાયમાં હાથ બટાવવાનો. આ રીતે રમત પ્રયે આપણુ ઉદાસીન વલણ વારસાગત બની ગયું.
    માણસની શારિરીક શકિત ને આચારવિચાર ઉપર વાતાવરણ પણ ભાગ ભજવે છે. ખોરાગ પણ મહત્વનું ઘટક છે. પહાડી પ્રજા ખડતલ હોય, જયા જીવનજરુરિયાતના સાધનો માટે સંગ્રામ કરવો પડતોહોય ત્યા લોકો ઝનુની હોય. જેમકે રણમાં જયા પાણીના ટીપા માટે ટોળીઓ વચ્ચે લોહી યાળ સંગ્રામ થતા હોય એ પ્રજા ઝનુની હોય એમ જયા જીવનજરુરિયાતની ચીજો સહેલાઇથી મળતી હોય, ભલે મહેનત કરવી પડે પણ અંતે એનું ફળ મળવાનું છેએની ખાતરી હોયત્યા પ્રજા શાંત હોય ને કાળક્રમે કદાચ કાયર પણ બની જાય. આપણા દેશની વાત કરીએ તો આપણો ખોરાક શાકાહારી કહેવાય. પણ જરુરી પોષણ મેળવવા કઠોળ,અનાજ, શાકભાજી, દુધ, ફળો,મસાલા ઘણા ઘટકો ઉમેરવા પડે. આટલા માત્રથી એ સમતોલ આહાર નથી બની જતો.રસોઇ બનાવનાર વ્યકિત પોષકતત્વો    વિષે કેટલી જાણકાર છેએ  પણ જરુરી છે. નહિતર સોનાની જાળ પાણીમાં ' એવું બને. ખરેખર આપણે ત્યા યોગ્ય આહારવિહારને રસોઇ, એમા વપરાતા મસાલા ને એની ગુણવતા જળવાઇ રહે એવો ઉપયોગ આ વિષે બહુ અજ્ઞાન છે. એટલે એનાથી ભુખ સંતોષાય, જીભને સંતોષ થાય પણ શરીરને નહિ. આ મોટાભાગના રસોડાની વાત છે. એમા સમજુ ને સારી ગૃહીણીઓ પણ હોય કે જે સ્વાદ ને શરીર બન્નેને સંતોષી શકે.એ સિવાય આપણને આધુનિકતાને     નામે જે ખોરાક અનુકુળ નહોય તો પણ માત્ર માભા ખાતર ખાવાની આદત. એટલે પ્રજા તરીકે આપણે ખડતલ નથી.આખા દિવસના કામ પછી આપણામાં એટલી શકિત નથી હોતી કે આવી રમતો રમીએ.   ભાગ ૨ એના પરિણામો