Friday, January 25, 2019

આપણે ખેલકુદમાં કેમ પાછળ છીએ?

આગલા અંકથી ચાલું. આપણી પાસે આજીવિકાના સાધનો મર્યાદિત. નવા શોધવાની ઝંખના નહિ. ઘરની છત્ર છાયા ને પરિવાર કે ગામ છોડવાની હિંમત નહિ. વડીલો કહેશે કે'આખો રોટલો ખાતા અર્ધો ખાવ 'પણ નજર સામે રહો. લોકો એક જ ઘરમાં ને ગામમાં કેટલીય પેઢી જીવી નાખે, અછત ભોગવે પણ સારા જીવનની આશામાં ગામની બહાર પગ નમુકે. એક પેઢીને તૈયાર કરતા આગલી પેઢી આખી હોમાય જાય ને હાંફી જાય. હવે  એને એ પેઢીને આશરે જ જીવવાનું છે. તો વચલી પેઢીને માબાપ ઉપરાંત પોતાનો સંસાર પણ સંભાળવાનો છે. એટલે લોકોનુ આખૂ જીવન મોટા થવામાં ને મોટાને સાચવવા ને પોતાના બાળકોને તૈયાર કરવામાં વિતી જાય એમાં રમત તો ઠીક પણ સામાન્ય નિયમિત કસરત કરવાનો પણ સમય હોતો નથી કે એ પ્રકારનુ વલણ જ કેળવાયુ નથી.
  એ પ્રમાણે સ્કુલમાં પણ  કસરત ને ખેલ તરફ ઉદાસીનતા જોવા મળે છે. કસરતના સાધનો હોય છે, મેદાન હોય, પી. ટી ના શિક્ષક પણ હોય પણ ખુદ શિક્ષકને પણ રસ નાહોય. બાળપણથી જ આવુ વલણ હોય તો આગળ જતા એનું પરિણામ કેવું હોય?
     બીજુ વ્યકિગત રીતે પણ આપણને પર્વતારોહણ કે દોરડાથી પર્વત પર ચડવો, નદી કે દરીયામાં વહાણવટુ કરવુ. આવી કોઇ સાહસવૃતિ આપણામાં નથી. કારણ આપણે શરીરવિજ્ઞાન બહુ મોડુ વિકસ્યું. આવી જોખમી રમતોમાં હાથપગ ભાંગે તો સારવારને અભાવે માણસ કાયમ માટે અપંગ થઇ જાય. હવે સાજા સમા માણસો ય નપોષાતા હોય તો અપંગનો ભાર કોણ ઉપાડે? એટલે આ બાબતમાં આપણે શરીરને બહુ સાચવવુંપડે છે. ઉપરાંત આપણે પરદેશની જેમ માંદગી,અકસ્માત કે જીવનવીમા પોલીસી હોય છે એવુ કોઇ રક્ષાકવચ નથી હોતુ એટલે વેસ્ટન દેશના લોકો જે જોખમ ઉઠાવે છે એવુ જોખમ  ઉઠાવતા આપણે સો વખત વિચાર કરવો પડે. સામાન્ય માંદગી ય મધ્યમવર્ગનું બજેટ ખોટવી નાખે. ઉપરાંત આવી જોખમી સાહસોમાં રેસ્કયુ મિશન એટલે કે બચાવ ની કોઇ વ્યવસ્થા હોતી નથી. એટલે સમાજના મોટા ભાગના લોકો આવા સાહસથી દુર રહે પછી તો એક સામાજિક આદત બની જાય. આજે પરદેશમાં વસેલા આપણા બંધુઓ પણ એમના સંતાનોને ખેલકુદ , આવા સાહસો તરફ પ્રોત્સાહન આપતા નથી હોતા.
      પરિણામ! આંતરરાષ્ત્રીય સ્તરે આપણો એકપણ  ખેલાડી નથી હોતો. કયારેક એકાદ અપવાદ સિવાય

No comments:

Post a Comment