Tuesday, October 18, 2016

સેલફોન

આજના યુગમા સેલફોનથી કોણ અજાણ હશે? અત્રતત્ર સર્વત્ર વિશ્ર્વમા એનો વાસ. આજે થોડુ એના વિષે વિચારીએ. વાણી એ માનવજાતને મળેલુ અમુલ્ય વરદાન. જન્મસિધ્ધ અધિકાર. પણ એક યા બીજા કારણસર એના પર કોઇકનો કાબુ રહેતો. એસમુહમા રહેતો થયો ત્યારે ટોળી કે કબીલાના આગેવાન  પ્રવક્તા. એ કહે તે સાંભળવાનુ ને કરવાનુ. અભિપ્રાય, ચર્ચા,વ્યકિગત ઇચ્છા કે વિરોધને અવકાશ જ નહિ. આજે પણ અંતરિયાળ ગામો ને અમુક જાતિઓમાં  પંચ, મુખી કે ખાંપપંચાયત જે નિર્ણય કે ન્યાય કરે એને એના તાબામાં રહેલા તમામને સ્વીકારવો પડે. નહિતર એની સજા જેલ કરતા ય આકરી. નાતબહાર એટલે કે સામાજિક બહિષ્કાર. માણસ સામાજિક પ્રાણી છે. એકલો ક્યા સુધી ટકી શકે? નમતુ આપવુ પડે. પછી માણસ સબ્ય બન્યો ને વ્યવસ્થિત સમાજ રચાયો, પણ એ દબાણ તો ચાલુ જ રહ્યુ
આપણા ધર્મની વાત કરીએ તો દિવસો સુધી આંખો મીચીને કથા સાંભળ્યા કરો પણ સવાલ કે શંકા નહિ કરવાની. બસ, શ્રધ્ધા રાખો.શાસ્ત્ર ખોટા નહોય.બાબા વાક્ય પ્રમાણમ.      આપણા રાજા મહારાજા આપખુદ સતાના પ્રતિક. ત્યા પણ પ્રજાને સવાલ જવાબ કરવાની કે રાજનીતિ વિષે કશુ  જાણવાની ચેષ્ટા નહિ કરવાની. બસ, અમે ભગવાનના પ્રતિનિધિ. અમારામા વિશ્ર્વાસ રાખીને લહેર કરો ને અમારા મોજશોખ પોષવા મહેનત કર્યા કરો.ટુંકમા જી હજુર સિવાય ત્રીજો શબ્દ બોલવાનો નહિ.સામે બોલનારને સજા થાય. એજ સીલસીલો  આપણા કુટુંબમાં  ઘરના વડીલ દાદા, કાકા, બાપા કે મોટાભાઇ જેહોય તે  પરિવાર માટે જે નિયમો બનાવે એજ આખરી. બાકીના સભ્યોે ચુપચાપ અનુસરવાના.એમા પણ સવાલજવાબ, ચર્ચાવિચારણા, ચોખવટ,અભિપ્રાય, વ્યકિતગત ઇચ્છા કે વિરોધને અવકાશ નહિ.આવા આગ્રહો ને દુરાગ્રહોને કારણે ઘણીવાર પરિવારમાં ઝધડા ને છેવટે માળો વિખરાઇ જતો હોય છે.   પછી પતિ પત્નીનો સંસાર જુઓ. આજે તો પરિસ્થિતિ થોડી બદલાઇ છે પણ એક સમયે પતિ પત્નિના સંબંધો સ્વામી ને દાસી જેવા હતા. પતિનો પડયો બોલ ઝીલવાનો, સાચી વાતનો ય વિરોધ નહિ કરવાનો,ખોટી વાતનેય આજ્ઞા માનીને માથે ચડાવવાની. ટુંકમાં અંહી પણ વાણીસ્વાતત્રંતા નહિ.    તો આપણા નેતા સભાઓ ભરી ભાષણ ભરડ્યે જ રાખે. પ્રજાએતો બસ સાંભળાનુ. મનફાવે એમ વહિવટ ચાલતો જ રહે ને છેવટે થાકેલી જનતા પગ નીચેથી પાથરણુ ખસેડી લે ત્યારે ભાન આવે. આમ લાંબાસમય  સુધી લોકોનુ સામાજિક આદાનપ્રદાનનુ સાધન ગામનો ચોરો, મંદિરનુ પ્રાંગણ કે ઘરનો ઓટલો રહ્યુ. છેવટે ભગવાનને ય આ મુંઝાયેલા આમાનવ સમુદાય તરફ અનુકંપા જાગી હશે ને એણે ગ્રેહામ બેલને ધરતી પર ધકેલ્યા. ભલુ થજો એ આત્માનુ કે એણે  દુનિયાને ફોનની ભેટ આપી. જોકે શરુઆતમાં આસગવડ માત્ર સમાજના ઉપલા વર્ગમાટે જ હતી ને ફોન પણ દિવાલને ચીપકીને રહેતો. એનુ દોરડુ જેટલુ લાંબુ હોય એટલામા જ વાત થતી. સામાજિક માન મોભાનુ પ્રતિક હતો. પણ પછી તો એમા સુધારાવધારા થયા ગયા ને વિપુલ માત્રામા ઉત્પાદન થવા લાગ્યુ ને અનેક કંપનીઓએ એમા ઝુકાવ્યુ. સાધારણ માણસોને પણ પોસાય એટલા સસ્તા ને સગવડ ધરાવતા થયા. આજે આંઠ વરસના ટેણિયાથી માંડીને એંસી વરસના દાદા ખીસામાં ફોન રાખીને ફરીશકે છે તો એ કોઇ કંપનીના મેનેજરથી લઇને શાકભાજી વાળા કે રિક્ષા ચાલક, અભણ, ગરીબ કે ધનવાન  બધાને લભ્ય છે. રોટી,કપડા ને મકાન જેવી એક જરુરિયાત થઇ ગઇ છે. એટલુ જ નહિ, એકલદોકલ રાતવરત મુસાફરી કરનાર ને અંતરિયાળ  કે વેરાન રસ્તે વાહનને અકસ્માત  થાય કે કે  વાહન અટકી જાય એ સમયે સેલફોન જીવાદોરી સમાન નીવડે છે. એકલા રહેતા વયસ્ક લોકો માટે એ વરદાનરુપ છે.આ એની ઉજળી બાજુ છે  તો કેટલાક ગેરફાયદા પણ છે. જો કે એમા ફોનનો વાંક કરતા માણસનો સારાસારનો વિવેક વધારે જવાબદાર  ગણાય. ટેકનોલોજી પોતે ખરાબ નથીહોતી પણલોકો એનો કેવો ઉપયોગ કરે છે એ જોવાનુ છે. સેલફોનના આગમનથી વાણી સ્વતત્રંતાને છૂટો દોર મળી ગયો. વરસોથી કંઇક કહેવાની વૃતિ પુ રબહારમા ખીલી ઉઠી. માણસને માણસથી સંતાવાની જગ્યા ન રહી. શુ વન મા કે ભવનમા,   ઇમરજન્સી રુમમા કે સ્મશાનમા લોકો તમને પકડી પાડે. ખરેખર મુળ હેતુ  દુર ને એકલા રહેતા લોકોને નજીકમા,એકબીજાના સંર્પકમા રાખવાનો હતો. થયુ કેવુ કે માણસ પોતાના નજીકના લોકોથી દુર થઇ ગયો. ઘરમા શુ. ચાલે છેએની જાણ નથી પણ દુનિયાની ખબર રાખે છે.બધાને કશૂક  કહેવુ છે પણ હવે સાંભળનારા ખૂટી ગયા છે ને બોલનારા વધી ગયા છે,આ તો દવા જ દરદ થઇ ગઇહોય એવુ લાગે છે



No comments:

Post a Comment