Monday, October 3, 2016

અતિથિ ને આતિથ્ય

આપણી ભારતીય ને ખાસ તો સોરઠ ને સૌરાષ્ટમા આતિથ્ય નો બહુ મહિમા ગવાયો છે. લોકગીતોમા ને કવિઓએ કવિતામા  આતિથ્યને  ધરાઇ ધરાઇને મુલવ્યો છે.ત્યા સુધી કે અતિથિઓની તુલના દેવતા સાથે કરીછે.ખૂદ ભગવાનને ભૂલા પડવાનુ મન થાય ને સ્વર્ગ પાછા જવાનુ ભુલી જાય. ભાવનાનુ મુળ એ હોઇ શકે, જ્યારે વાહન વહેવાર બહુ જ પ્રાથમિક તબ્બકામા ંહતા. લોકો મોટેભાગે પગપાળા મુસાફરી કરતા. જેની પાસે ઘોડા કે ઉંટ કે બળદગાડી હોય એવા સંપન્ન લોકોસિવાય પગ જ મુસાફરીનુ સાધન.ઉપરાંત રસ્તા કાચા ને જોખમી ય હતા. ખાસ તો પ્રતિકુળ સિઝનમા વાહન કે માણસનો પારાવાર મુશ્કેલી પડતી. ચોમાસાની ઋતુમા  વખભર નદીઓ પાર કરવાના સાધનો નહોતા. અચાનક પુર આવે તો એ ઓસરે ત્યા સુધી અટકી જવુ પડે.આ બધા અંતરાયને કારણે એક દિવસની મુસાફરી મહિનામાંલંબાઇ જતી. માણસોને પ્રાણીઓને પણ અમુક અંતરે આરામ ને આહારની જરુર પડે. આજનીમાફક હોટેલ, મોટેલ ને ધાબાની સગવડ નહોતી. લોકો ઘેરથી ભાતુ બાંધીને નીકળે.પણ અનિવાર્ય સંજોગોમા અજાણ્યાને ત્યા આશરો લેવાની ફરજ પડે. નાનાગામડામા એવા એકાદ બે ઘર તો અતિથિ માટે ચોવીસ કલાક ખુલ્લા જ હોય. ઉમાશંકર જોશીના ' બારણે ટકોરા' નાટકની જેમ. મોટેભાગે ગામના મુખી કે પટેલની ડેલી મુસાફરો,બહારગામથી રોજી માટે નીકળેલા એકલદોકલ કારીગર કે વટેમાર્ગુ માટે આશરો બનતી. આવા યજમાનનો રોટલો મોટો ગણાતો
એટલે કે એના રોટલામા જાણ્યા અજાણ્યાનો ય ભાગ રહેતો. સમાજમા એનુ સ્થાન આગવુ ગણાતુ. એ પંથકમા આબરુદાર ગણાતા. ટુંકમા લોકો જ  એકબીજાના આધાર બનતા. સહુની સાદી સમજણ એવી કે આપણે ય વખત કવખત કોક અજાણ્યાનો આશરો લેવો પડે. માણસ કાંઇ ઘર લઇને તો બધે જઇ નથી શકતો. ધરનો રોટલો જ બહાર ખાવાનો હોય મતલબ કોકને ખવડાવ્યુ હોય તો એ કયાક આડુ આવે.
         હવે આવા મહેમાનોમા ય ચડઉતર  કક્ષા હોય. માણસ પોતાના સ્વભાવદત અમુક લક્ષણોને પ્રતાપે સારી પ્રણાલિને પણ દુષિત કરી નાખે છે.  આમ મહેમાનના પણ ત્રણ પ્રકાર પડી જાય છે. 'મહેમાન'એટલે જેને આગ્રહ આમત્રંણ આપવામા આવે, એના આવવાથી ઘરમા ખુશી થાય, ફરી પધારવાના આગ્રહ સાથે વિદાય અપાય. ટુંકમા માન સાથ આવે ને જાય. બીજા મહેમાન તે'અતિથિ' એ અચાનક આવે કે
 આવીચડે. યજમાનને એની રાહ કે આગનમનો અણસાર પણ ન હોય. અતિથિને  પણ નછુટકે કે વખાના માર્યા આવવુ પડ્યુ હોય, સંકોચ
પણ થાય. અધવચ્ચે વાહન અટકે, ખાસ કરીને નાના ગામડામાથી ગંભીર માંદગી કે એવી કટોકટીમા હોસ્પિટલમા દર્દીને લઇને આવવાનુ
એવા સંજોગોમા આગોતરી જાણ તો કરી શકાતી નથી,  આ આપદકાલના મહેમાનો છે.  તો ત્રીજો પ્રકાર તે પરોણા. પરોણો એટલે લાકડી પણ થાય. આવા મહેમાનો યજમાનને લાકડીની જેમ આડા આવે. વગર નોતર્યા ને વણ જોઇતા. ન જોવાનુ ટાણુ કે કટાણૂ. કોઇની અગવડ
સગવડ.'  માન ન માન મૈ તેરા મહેમાન.' આવા લોકોને માનઅપમાનની બહુ પરવા હોતી નથી. આવા પરોણા યજમાનના ઘરના સમયપત્રકને પણ ખૌરવી નાખે. આખુ દિવાનખાનુ રોકી મોડી સવાર સુધી ઘોરે ને ઘરના લોકોના ચાનાસ્તાથી લઇને લંચ કે ડિનર બધુ કસમયે કરી નાખે. આવા માથે પડેલા, પરાણે આવેલા પરોણાને પરાણે વિદાય કરવા પડે. જોકે આપણા આતિથ્યસંસ્કાર ને કારણે આપણે ઉધ્ધતાઇ કરીશકતા
નથી તો પણ જેને મહેમાન થતા નઆવડે એને સમજાવવુ પડે જો અતિથિ દેવતા હોય તો  પણ યજમાન  એનો ગુલામ નથી

1 comment: