Wednesday, October 19, 2016

વડીલો માટે આચારસંહિતા

વાંચક મિત્રો આજ સુધી આપણે આર્દશ દિકરા, દિકરી કે વહુની આચારસંહિતા ઘડતા હતા એપ્રમાણેના વર્તનની આશા રાખતા હતા. રામ કે શ્રવણ જેવા દિકરા ની માગણી લિસ્ટમા પ્રથં રહેતી.  આજે પસંદગીમા ફરક નથી પડ્યો પણ પરિસ્થિતિ એવી ઉભી થઇ છેકે વડીલો માટે આચારસંહિતા ઘડવાનો સમય આવી ગયો છે. અત્યાર સુધી શરમે ધરમે વડીલો સચવાઇ જતા હતા. એમના હાથમા ખાસ તો વહીવટ હતોમિલક્તનો. ઉપરાંત આબરુ નામનુ દબાણ. હવે બદલાતા સમય પ્રમાણે એમના માન ને સ્થાનમા બદલાવ આવ્યોછે. ' ઘરડા ગાડા પાછા વાળે' એને બદલે આજના ઝડપી વાહનવ્યવહારમા એમની બળદગાડી અટવાઇ ગઇ છે. એટલે જે કાંઇ સમાધાન કરવાનુ છેએ વડીલોએ જ કરવાનુ છે. તોઆપણે એમની આચારસંહિતા  નક્કી કરીએ. ૧દિકરા ને ખાસ તો વહુ સાથે અમારા ને તમારા જમાનાની સરખામણી ન કરીએ
' અમે તો બે ગોદડી ને બે બાળોતીયામા આટલા છોકરા મોટા કર્યા ને તમારે તો આટલા કપડા ને પારણા ને રમકડાનો ઢગલો. રોજ નીતનવા ખર્ચા.' આવી તુલનાથી અળખામણા થવાય ને તમે કચકચીયા ને અદેખા સાબીત થાવ. બાળઉછેર વિષેનુ તમને જ્ઞાન હોય પણ નવા જમાના પ્રમાણે એમને પણ પોતાની જાણકારીનો અખતરો કરવા દો. વણમાગી સલાહસાચી હોય તો પણ તમને એનો યશ મળતો નથી. ૨ એજ પ્રમાણે પોશાક જમાના પ્રમાણે બદલાય છે. લાજ કાઢીને જીંદગી કાઢનાર સાસુને પેન્ટ શર્ટ પહેરતી વહુ સાથે પહેલા તો અતડુ લાગવાનુ
જો આપણે દિકરીને આવા પોશાકમા સ્વીકારી શકીએ તો વહુને કેમ નહિ?૩આજની વિસ્તરતા ક્ષિતિજમા રસોડુ પણ બાકાત નથી રહ્યુ. આપણા ગુજરાતી રસોડામાં ચાઇનીઝ, થાઇ, મેકસીકન, ઇટાલિયન, મિડલઇસ્ટન બધાદેશોનો મેળો ભરાય છે. એટલે હસતે મુખે આ વાનગીનો સ્વીકાર કરવો. આપણે માટે મોકરી કરતી વહુ કે દીકરીને અલગ રસોઇ બનાવવી પડે એવી સ્થિતિ ઉભી નહિ કરવાની, ટુંકમા ભાવશે. ચાલશે. સમાયોજન એ સહુના સુખની ચાવી. સિવાય કે કોઇ શારીરિક તકલીફ હોય. બીજો વિકલ્પ જાતે જમવાનુ બનાવી લેવાનુ.
૪ દિકરા વહુના અંગત ઝધડામા લવાદ નહિ થવાનુ. એમના પ્રશ્રો જાતે જ ઉકેલે. યાદ રહે તમારા કરતા એમને એકબીજા જોડે વધારે જીવવાનુ છે. જે એમની વચ્ચે સંપ હશે તો તમને ય લાભ થશે નહિતર કોકનો ગુસ્સો કોક પર ઉતરે. કોક એટલે કોણ?તમે સમજી જાવ.
લવાદ થઇને તમે કોઇ પક્ષને સંતોષી નહિ શકો. ઉપરથી પક્ષપાતનો આરોપ આવે.૫. પૌત્ર કે પૌત્રી ગમે એટલા વહાલા હોય તો પણ એનુ ઉપરાણુ લઇને જો કશૂ કહેશો તો જવાબ મળશે. બાળકો અમારા છે. અમને ખબર પડેછે. આમ પણ દાદા દાદી પર બાળકોને બગાડવાનો આક્ષેપ નવો નથી.૬ એમના બહાર જવા આવવાનો સમય નપુછો તો સારુ. એમની સ્વતંત્રતા પર રુકાવટ જેવુ લાગે છે. જરુર હશે તો જણાવશે. ૭  આપણા મિત્રો કે સ્નેહીઓને ઘેરઆમંત્રણ આપતા પહેલા ઘરમા વાતચીત કરી એમની અનુકુળતા નેઇચ્છા જાણી લો. ઘરના નારાજ થાય એના કરતા બહારના નારાજ થાય તો વાંધો નહિ.૮ વહુના પિયરની સરખામણી નકરો. ખાસ કરીને સાસુવહુમા. એરકંડીશન વિના ન રહી શકતી વહુને સાસુ મેણુ મારે કે તારા બાપાને ઘેર તો પંખાનો ય વેંત નથી ને અંહી ચાગલી થાય છે. પછી તો સરખામણી આગળ ચાલે ને સાસુની પનોતી બેસી જાય.૯ તમારી વહુને તમારા જમાનાની લાપસી કે અથાણા નહિ આવડેતો એને ખાસ ગુમાવવુ નહિ પડે પણ તમને એના જમાના પ્રમાણે ઇલેકત્રોનિક ઉપકરણો ચલાવતા નહિ આવડે કે વાહન ચલાવતા નહિ આવડેતો તમે પરાધીન ને લાચાર થઇ જશો. બોજારુપ બની જશોએમાં કોઇ શંકા નથી.૧૦ ઘરમા યથાશકિત મદદ કરો. '  ન છુટકે કરવુ પડે એમ નહિ પણ કરવુ જ જોઇએ એમ પ્રસન્નતાથી કરો.૧૧ જો શક્ય હોય તો  નિયમિત આર્થિક ફાળો સ્વેચ્છાએ આપો.ઘરમા તમારુ સ્થાન જળવાશે. દિકરીઓને જરુર હોય તો ઘરના સભ્યો સાથે ચર્ચા કેજાણ કરીને મદદ કરો. છાના છપના નહિ. પાછળથી જાણ થાય તો અવિશ્ર્વાસ, શંકા ,કુશંકા ને કલહ થવાનો.  ભલે દિકરાને પુરતી આવક હોય, બેન માટે લાગણી  હોય પણ આવુ છાનુ છપનુ ઘણા પરિવારોને અને બેનભાઇના સબંધોને કલુષિત કરી નાખે છે.        લાગે છે આટલી આચારસંહિતા પુરતી છે. તમને શું લાગે છે?

No comments:

Post a Comment