Saturday, October 1, 2016

આપણા વડીલો દુઃખી શા માટે?

આપણા ભારતીય સંસ્કૃતિ ને પરંપરા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ પર રચાયેલી છે. વડીલો સમાજનો આધાર સ્થંભ. નવી પેઢીના માર્ગદર્શક. અનુભવનો ભંડાર. તો પછી એકાએક એ પદભ્રષ્ટ કેમ થઇ ગયા?દેવ તો ઠીક પણ માણસમા થી ય ગયા!આજે ઠેર ઠેર આ જ સવાલ સામો ટકરાય છે. થોડા અપવાદ બાદ કરતા ઘરમા વધારાની વ્યકિત  કે બોજ હોય એવુ વર્તન નવી પેઢીનુ જોવા મળે છે. સાચી સલાહ પણ અવગણવામા આવે છે. અપમાનિત કરવામા આવે છે.એની ઇચ્છા વિરુધ્ધ ઘરડાગરમા મોકલી દઇને જવાબદારીમાથી છુટી જવાની મનોવૃતિ વધતી જાય છે. શું આમા પણ આઘાત પ્રત્યાઘાત જેવી પ્રકિયા થતી હશે?
 દરેક વડીલોએ પોતે માબાપ જોડે કેવુ વર્તન કર્યુ હતુ ને પોતાના બાળકો સાથે એ સમયે કેવુ વર્તન કર્યુ હતુ એ વિચારવાનો સમય આવી ગયો છે. જોકે  માબાપ પણ સંપુર્ણ નથી હોતા. એમણે પણ અજાણતા એવી ભુલો કરી હોય જે આજે સામે આવે છે. આગલી પેઢીમા બાળક ને એક જણસ માનવામા આવતી. એને પોતાના સ્વતંત્ર વિચારો હોઇ શકે  એ વિચાર પણ માબાપને કે મોટાને ન આવે. બાળકો પર મોટેરાની બધી ઇચ્છા લાદી દેવામા આવે. સવાલ કરવાની કે અભિપ્રાય આપવાની છુટ જ નહી. ખોટી વાતનો વિરોધ પણ ન કરી શકાય સાચુ કે ખોટુ  બધુ આજ્ઞા માનીને માથે ચડાવવાનુ. ચર્ચા કે દલીલ કરનાર ઉધ્ધત ને અવિવેકી  ગણાય. ખરેખર તો 'દેવો ભવ'આસુત્રો ે
  આપણને બહુ નડ્યા છે. આપણી નૈતિક હિંમત હણી લીધી છે. ભલે ઉગ્રતાથી નહિ પણ શાંતિથી ય વિરોધ વ્યકત ન કરી શકાય એવી જડતા. બસ, આંખો મીચીને બુધ્ધિના દરવાજા બંધ કરીને વચનપાલન કરનાર ડાહ્યો દિકરો કે દિકરી ગણાય. એની આજ્ઞા પ્રમાણેભણવાન
ને ગમે કે નગમે પણજ્યા નેજેની સાથે નક્કી કરે ત્યા પરણી જવાનુ.પછી ભલે આખી જીંદગી ગુંગળાઇને જીવવુ પડે. અમુક જુલ્મ તો એવા હોય છેકે માબાપ જ કરી શકે કે ઉગારી શકે. બાળકની નાનપણની ભુલોને બધા સમક્ષ પરિહાસનો વીષય  બનાવવો, બીજા બાળકો જોડે સરખામણી કરીને ઉતારી પાડવુ, બીજા ભાઇબહેનોની સરખામણીમા નબળા બાળક  તરફ પક્ષપાત કરવો,એની શકિત કરતા વધારે અપેક્ષા રાખીને બાળકમા લઘુતાગ્રંથિ ઉભી કરવી ને છેવટે પોતાની નિરાશા જાહેરમા વ્યકત કરવી,એના પર કેટલો ઉપકાર કર્યો છે ને કેવી મુશ્કેલી વેઠી છે એ વારંવાર યાદ અપાવવુ, આ ઘરનો એ માલિક છે એ કહે તેમ કરવાનુ ,નહિતર ચાલતુ થઇ જવાનુ, કોઇ વાતમા ખુલાસો સાંભળવાની વાત જ નહિ.બસ પોતે જ સાચા.  આ બધા જુલ્મો માબાપ જ કરી શકે  ને એજ બચાવી શકે.  સંતાનોને એ સરમુખત્યારથી
કમ નહિ લાગતા હોય.  હવે જુઓ. એ જ દિકરો જુવાન થાય ને કમાતો થાય એટલે એનો મિજાજ પણ બદલાઇ જાય. હવે બાપા પુછૈ કે કયા જાય છે, બેટા? તો જવાબ રોકડો મળશે' તમારે શી પંચાત છે, છાના માના બેસો  ને'બાપા કંઇ જાણવાની કોશિશ કરશે તો દિકરો કહેશે
'તમને સમજણ નપડે ' 'અમારા દોસ્તો આવે ત્યારે અમે વાતો કરતા હોઇએ વચ્ચે ડબડબ નહિ કરવાનુ'  જો બાપાના નાતે મહેમાનો કે દોસ્તો આવે તો  તકલીફ. 'અમને આવુ નહિ પોસાય, અમારે તમને કે તમારા મહેમાનોને સાચવવા કે અમારા બાળકોને?તમારે તમારુ દ્યાન રાખવાનુ. અમારી પાસે સમય કે સગવડ નથી. 'એ સાંભળો તો નવાઇ ન પામતા. કેટલુક તો વ્યાજ સાથે પાછૂ મળે છે. પછી તો પેઢી દર પેઢી આ સોય પાછળ દોરો ચાલ્યો જ આવે છે ને આમ જ જીવન પુરુ થાય છે. હા, પહેલાના સમયમા સમાજની શરમેધરમે વડીલો સચવાતા ને બીજો કોઇ વિકલ્પ નહોતો. આજે છે ને હવે સમાજસ્વીકૃત બનતો જાય છે ને ખરીવાત એ પણ છે કે ઘણીવાર વડીલો અજાણ્યા  વચ્ચે વધારે સુખી લાગે છે.

1 comment: