Thursday, December 8, 2016

અમૃતા ભાગ ૨

સાથે સાથે એણે અમૃતાને પણ આવા પ્રત્યાધાતોનો સામનો કરવા તૈયાર કરીહતી. સમાજનો એ તો નિયમ કે કોઇ નવી વિચારસરણી એમને એમ સ્વીકારાતી નથી. બધાને એ બંધન  તોડવુ હોય પણ હોળીનુ નાળીયેર કોક વિરલો થાય પછી બાકીના માટે રસ્તો સરળ થઇ જાય. તો સગાવહાલા ને મિત્રોના મશ્કરી મિશ્રિત અભિનંદન બધુ મનમાં સમાવી ને રાયશેઠની કાર નવવધૂ અમૃતા સાથે બંગલામાં પ્રવેશી.એના શુભાગમન નિમિતે બંગલાને શણગારાયો હતો.રસોયાએ  નવા શેઠાણીના માનમાં લાપશી બનાવી હતી. શેઠની સુચના પ્રમાણે અમૃતાએ બધા નોકરચાકરોને ભેટસોગાદ આપી ખુશ કર્યા. સહુને એના આગમનથી આનંદ થયો.    લગભગ દસેક  વાગે અમૃતા પોતાના શયનકક્ષમાં આવી.રાયશેઠ પથારીમાં બેઠા બેઠા હિસાબ કિતાબના કાગળો તપાસી રહ્યા હતા.આ  આ ઉંમરે ય એની યાદશકિત ને વિચારશકિત સતેજ હતી. શરીર પણ ઉંમરના પ્રમાણમાં નિરોગી હતુ.    અમૃતા આવી તો ખરી પણ એના પગલામાં ખચકાટ હતો.રાયશેઠ સમજ્યા. પેપર બાજુમાં મુકી િસ્મતપુર્વક એને આવકારી. બાવીશ વરસની કોડભરી યુવતીની સુહાગરાતની કલ્પના કેવી રળીયામણી હોય?એનાથી એ અજાણ નહોતા. એટલે અમૃતાની મનોદશા સમજતા હતા, એણે એને પલંગને પર બેસવા નિર્દેશ કર્યો. એ બેઠી તો ખરી પણ હવે આવનારી પળ વિષેએ વિચારી પણ નહોતી શકતી. હૈયુ જોર જોરથી ધડકી રહ્યુ હતુ.    થોડીવાર રુમમા મૌન છવાઇ ગયુ. છેવટે રાયશેઠે મૌનભંગ કર્યો.' અમૃતા. સામે દિવાલ પર જો. ત્યા મારી પત્ની દિવ્યાનો ફોટો  દેખાય છે?એ તારી જેટલી જ ઉમરે  દુલ્હન બનીને મારા જીવનમાં આવી હતી. ત્યારે તો આ ઘર મધ્યમ વર્ગનુ સીધુ સાદુ. પણ એનો  સાથ ને સમજણનો સહારો મળતા  મારી મહેનત ફળી ને સારા દિવસો આવ્યા પણ  એને ભોગવવા એ નરહી. તને એ પણ ખબર હશેકે મારા દિકરા દિકરીને ત્યા પણ વસ્તાર છેને કદાચ તારા જેવડી તો મારી પૌત્રી છે. તને એમ પણ લાગે કે ગલઢા ગાંડા થયા કે શું? પણ ખરી વાત એ છે કે મારા દિકરા પરદેશમાં સ્થાયી થયા છે ને એને વતનમા વસવાનો કે મારા ધંધામાં કોઇ રસ નથી તો એના બાળકોને આપણની શુ માયા હોય? એકાદ વાર અમે બન્ને ફરવા ને દિકરાઓના મનનો તાગ લેવા ગયેલા. જે કાઇ જોયુ મન ન માન્યુ. મહેમાન તરીકે જ રહેવાનુ. આપણુ કશૂ જ નહિ. ને હવે આપણે આઉઁમરે અપનાવી પણ શું શકીએ? બાળકો આપણી સાથે વાત પણ શૂ કરે?હાઇ હલ્લો ને બાય સિવાય ત્રીજો શબ્દ જ નહી. એમનો ય શો દોષ? દિકરા વહુ રાતવરત એના કામમાં શનિરવિમાં બાળકો સાથેના એના પ્રોગ્રામો. જેમા આપણે ભળી ન શકીએ. સારુ હતુ કે અહીબધુ અકબંધ રાખીને ગયો હતો ને પાછા આવીને સંભાળી લીધુ.પછી તો દિવ્યા પણ જતી રહી ને એકલો પડી ગયો.  મારો કારોબાર તો હજુ સંભાળી શકુ છુ પણ ભીતર ખાલી થઇ ગયુ છે.ઘરની અંગત વ્યકિતની ખોટ સાલે છે. હુ જુના સંસ્કારોમાં મોટો થયો છું એટલે ઘરનુ બહાર ખોળવા ને ઘરનુ દુઃખ બહાર ગાવામાં માનતો નથી. બીજી એક વાત સમજી લે. આઉંમરે  મને સંસારસુખની કોઇ તૃષ્ણા નથી. હુ ભરપુર જીવન જિવ્યો છું તો કોઇ તારા જેવી નિર્દોષ સ્ત્રીને મારી વાસના ખાતર ફસાવવાની હલકી રમત હરગીઝ પસંદ ના કરુ. પણ આસમાજમાં પતિ પત્નિના સંબંધ સિવાયના અજાણ્યા સ્ત્રી પુરુષના સબંધને સમાજે માન્ય નથી રાખ્યો .એમાં પણ સ્ત્રીને બહુ સહન કરવુ પડે. સામાજિક બહિષ્કાર જેવુ જ.એટલે મે લગ્ન વિષયક જાહેર આપીને આ વિવાહનુ મહોરુ તને પહેરાવ્યુ છે. કારણકે મા બહેન કે દિકરી માટે જાહેરાત ન થાય ને થાય તો કોઇ માને પણ નહિ. સત્ય એ જ કે તું મારા માટે દિકરી ના રુપમાં છે. તું હંમેશા પ્રવિત્ર રહીશ. બાકી દુનિયાને જે સમજવુ હોય તે સમજે.    અમૃતાની આંખો આનંદ નેરાહતથી છલકાઇ ગઇ. એક અજાણ્યો પુરુષ એની જીંદગીમાં આવ્યો ને એ પણ તારણહાર બની ને. હે ભગવાન, તુ કયારેક એવો ચમત્કાર કરે છે કે નાસ્તિકને ય તારુ અસ્તિત્વ સ્વીકારવુ પડે છે.   સંપુર્ણ

No comments:

Post a Comment