Saturday, December 3, 2016

એક સામાજિક સમસ્યા

વાંચકમિત્રો.એક એવી સમસ્યા પર આજે વાત કરવી છે જે બધાને સતાવે છે પણ એનો ઉકેલ કોઇ એક વ્યકિત,ભલે એ  આપણા  પીએમ હોય કે ખુદ ભગવાન ,એને ઉકેલી નહિ શકે એને માટે સહિયારો પુરુર્ષાથ ને ખાસ તો એની જરુરિયાત સમજવાની તૈયારી.એ વાત એવી છે કે ગરીબ કે તવંગર, નોકર કે માલિક, સાધુ કે સંસારી, અરે,દુનિયાના દરેક સજીવને સ્પર્શે છે. રોટી,કપડા ને મકાન જેટલી જ તાતી જરુરિયાત. હવે સમજ્યા? મળવિસર્જન' એક આપણા દેશને બાદ કરતા આખી દુનિયામાં કોઇ ને કોઇ સ્વરુપે એની વ્યવસ્થા કરાયેલી છે. ખબર નહિ કેમ આપણા દેશમાં કેમ આ બાબત કોઇએ કશુ વિચાર્યુજ નથી?   આમ તો આપણી સંસ્કૃતિ વિષે આપણે ગૌરવ લઇએ છીએ. હજારો વર્ષની પરંપરા. જ્યારે બીજી દુનિયા તો  અજ્ઞાન ને અંધકારમાં ડુબેલી હતી. આપણા મનીષીઓ ને આર્ષદ્રષ્ટા એમને તો આત્મા પરમાત્મા,જીવાત્માથી લઇને અવકાશ ને પેલેપારનુ સઘળુ જ્ઞાન હતુ. એમને ય આ જરુરિયાત તો હશે જ ને.  આજે ય આપણે વેસ્ટન દેશોમાં નવી શોધખોળ થાય એટલે તરત જ કહિ દઇએ કે અમને તો ખબર  જ છે. આતો અમારા ઋષિમુનિઓને ફલાણા ગ્રંથમાં લખેલુ જ છે.  વિમાન તો રાઇટ બંધુઓએ હમણા જ શોધ્યુ. અમારે તો રામના વખતમાં ય પુષ્પક વિમાન હતુ. એ તો અમારા શાંતાક્રુઝ એરપોર્ટ પર પાર્ક કરેલુ જ હતુ. આવી તો અનેક વાતોના સાચા ખોટા બણગા આપણે ફુંકીએ છીએ. પણ એક પાયાની જે જરુરિયાત વિષે આપણા  એ મનીષીઓએ શું  વ્યવસ્થા વિચારી હતી એ તો કોઇ કહેતુ નથી. આપ્રશ્ર્ન અત્રતત્ર સર્વત્ર  નજરે પડે છે ને વિચારીએ છીએ ત્યારે માથુ શરમથી ઝુકી જાય છે. રોજ સવાર પડે ને બધાને આસવાલ સતાવે છે ને કોઇ પાસે એનો ઉકેલ નથી. આપણા ભુતકાળમાં જ્યારે વસ્તી ઓછી હતી ને ખુલ્લી જમીન,ખેતરો,જંગલો  હતા ત્યારે આસમસ્યા એટલી ગંભીર નહોતી લાગતી. લોકો આવળબાવળ, નદીના કોતરો, ખેતરો વગેરેનો સંડાસ  તરીકે ઉપયોગ કરતા. પછી તો વસ્તીવધારો થતો ગયોને જમીન તો એટલી જ રહી. પાણીનો વપરાશ વધ્યો પણ એનો  યોગ્ય ઉપયોગ કરવાની વિચારસરણી કોઇને નસુઝી. પાણીનો બગાડ અટકાવવાનિ કે એને શુધ્ધ કરીને ફરી ઉપયોગમાં લઇ શકાય એવી સમજ જ નહોતી. પરિણામે વરસાદ પુષ્કળ હોય ત્યારે નુકશાન થાય, ખાસ તો ખેતીને.વરસાદ ઓછો કે નહિવત હોય  ત્યારે પાણીના વલખા. પણ પાણીને બચાવી શકાય કે સંગ્રહ કરી શકાય એવુ કોઇ વિચારેનહિ.    પછી તો ખેતર ઓછા થતા ગયા, જંગલોને ઝાડીઓ કપાઇ ગઇ, ખુલ્લી જમીનોમાં કારખાના ને ઉદ્યોગો ઉભા થયાને આસમસ્યા નજરે ચડવા લાગી. લોકો ને ખાસ તો બૈરાઓને માટે આસમસ્યા વધારે કઠીન બની. રાતવરત ને મકાનોની આડશ કે આવળબાવળની ઓથ એ જ ઉગારો. થોડી ઘણી સગવડવાળા લોકો પાસે ઘરમાં સંડાસ બાથરુમ સગવડ હોય પણ એની સાફસફાઇ માટે સમાજનિયુકત કામદારનો જ આધાર. બાકીના ત્રણેય જાતિ  શુદ્રો પર આજવાબદારી છોડીને નિર્ભર થઇ ગયેલા.પોતાના સંડાસ ધોવા એ પણ શરમજનક!આપણી કહેવાતી પ્રગતિ પછી પણ દેશના મોટા ભાગના લોકો પાસે હજુ પણ યોગ્ય વ્યવસ્થા નથી. આજની વીસમી સદીમાં!આએ જદેશ છે જ્યા વડિલોની હાજરીમાં લાજનો ઘુંધટ તાણવાને મર્યાદા કહેવાય છે. ન કાઢનાર વહુને બેશરમ ને નફ્ફટ કહેવાય છે. એ જ વહુ અને જુવાન બેનદિકરીઓને ખુલ્લામાં હાજતે જાવુ પડે એ કોઇને શરમજનક કે વિચારવા જેવુ લાગતુ નથી. છે કોઇ ઉકેલ?

No comments:

Post a Comment