Saturday, December 17, 2016

પરોપકાર ભાગ ૨

આગલા અંકથી ચાલુ    મદાલશાએ અંબરને મોહક અદાઓથી આંજી દીધો. લલચાવ્યો, તલસાવ્યો.અંબર એની પાછળ લગભગ  પાગલ થઇ ગયો. એનીપાછળ છેક ચાલી સુધી આવી ગયો. એની દશા 'પરણૂ તો તને જ ,નહિતર તડકે બેસી તપ કરુ' આવી થઇ ગઇ ત્યારે મદાલશાએ પોતાની મજબુરી બતાવી.' અંબર,હુ પણ તને ચાહુછુ. પણ હુ ચાલીવાસી ગરીબ મા ની દિકરી, તારા માબાપ મને સ્વીકારશે?'   ' મદાલશા, હુ તને ચાહુ છુ. મારે તને પરણવુ છે. ચાલીને નહિ.મારે તો માત્ર તું જોઇએ. દોલત નહિ" અંબરે પ્રેમીને છાજે   એવો જવાબ આપ્યો. પછી તો એકવખત હિંમત કરીને  પોતાના માબાપ નેપરિવારને મળવા મદાલશાને લઇ ગયો. બધાને એ ગમી પણ એના પરિવાર વિષે જાણ્યુ તો ચુપ થઇ ગયા. દિકરાની વહુ માત્ર લક્ષ્મી સ્વરુપે જ નહિ પણ લક્ષ્મી લઇને આવતી હોય, સમાજમાં વેવાઇનો મોભો હોય, સગાવહાલાને વટપુર્વક ઓળખાણ કરાવી શકાય, પાંવ  માણસોને લઇને જઇ શકાય, એવા વેવાઇની વ્યાખામાં મદાલશાનો પરિવાર બંધબેસતો થવાની કોઇ શક્યતા જ નહોતી.            અંબર ઉદાસ થઇ ગયો.એણે મદાલશા પાસે      પ્રેમલગ્ન કરીને  અલગ રહેવાનો પ્રસ્તાવ મુક્યો. પણ પ્રેમ એ મદાલશાની મંઝીલ નહોતી. એને તોપૈસા  સાથેનો અંબર જોઇતો હતો. એણે જાણી જોઇને એને ભાવ આપવાનુ બંધ કરી દીધૂ. અંબર એના વિરહમાં તડપવા લાગ્યો. નિમાણો થઇ ગયો.દિકરાને હિજરાતો જોઇનેમા ના દિલમાં પણ દર્દથવા લાગ્યુ. એનો ઉદાસ ને રડમસ ચહેરો જોઇને થયુ કે આવાતનો ઉકેલ તો લાવવો જ પડશે. ઘરમા. બધાજોડે મસલત કરી દિકરાને સમજાવ્યુ' થોડી ધીરજ રાખ, અમે એના વાલીને મળીને વાતચીત કરીને તને કહીશુ. હવે ખુશ?' ને અંબરને રાહત થઇ. પછી તો ટુંક સમયમાં કુંવરબેનને અંબરના માબાપ તરફથી મળવા આવવાનો સંદેશ મળયો. એમને નવાઇ લાગી. આવા શ્રીમંત લોકો આપણને શા માટે મળવા બોલાવે?બીજીવાર કહેણ આવ્યુ. મનમાં સંદેહ તો થયો કે આકોઇ મજાક ંમશ્કરી તો ન હોય. થોડી અવઢવ પછી આમંત્રણ સ્વીકાર્યુ.     બંગલાની બહાર બેઠેલા દરવાને એમને દરવાજા આગળ ઉભેલા જોયા. ઘડીક તો એને લાગ્યુકે ફંડફાળાની કે નોકરીની ભલામણ માટે  કોઇ બેન આવ્યા લાગે છે. કુંવરબેને શેઠનુ કાર્ડ આપ્યુ. એને ત્યા જ ઉભા રાખી દરવાન અંદર ગયો ને થોડીવારમાં કામવાળી આવીને અંદરલઇ ગઇ. પાછલી પરસાળમાં બેસાડ્યા. દસ પંદર મિનિટ પછી રાજનાથ ને એના ધર્મપત્ની પધાર્યા. વાતાવરણ કાંઇક   ધંધાકીય વાતચીત જેવો માહોલ લાગતો હતો. રાજનાથે શરુ કર્યુ.'બેન છોકરા તો એની ઉંમર પ્રમાણે આવા ઉધામા કરે.એને આગળપાછળનો વિચાર ન હોય.સામાજિક પ્રતિષ્ઠા કે સંસારના નિયમોનો ખ્યાલ નહોય. આબધુ તો આપણે વડીલોએ જ વિચારવાનુ રહે. તમે મારી વાત સમજો છોને?' કુંવરબેને હા પાડી'.  તો પછી તમે તમારી દિકરીને સમજાવી પાછી વાળી  શકો તો અમે ય અમારા દિકરાને સંભાળી લઇશૂં.કારણ કે આસબંધમાં અમારા કરતા તમારે વધારે શોષવાનુ થાય. આલેણદેણ ને રીતિરિવાજોના ખર્ચા તમે વેંઢારી ન શકોએ તો દેખીતુ જ છે ને. તમારી દિકરીો સામે અમને વાંધો નથી પણ અમને અમારુ સમોવડ જોઇએ.'    રાજનાથે પોતાનુ ગણિત સમજાવ્યુ. 'બરાબર જ છેતમારી વાત. હુ પણ આબાબતમાં સંમત છું મારી હેસિયત જાણૂ છુંમારી દિકરીને સમજાવવાની કોશિશ કરીશ' કુંવરબેન સંમત થયા, ' તો પછી વાત પાકી. બન્ને બાજુથી ટેકો ખેંચી લઇએ.એટલે છોકરાઓની શાન ઠેકાણે આવી જશે.' રાજનાથે હળવાશથી કહ્યુ. કુંવરબેન ચા પાણીનો આગ્રહ ટાળી વિદાય થયા.બહાર નીકળીને ફરીએકવાર બંગલા પર નજર નાખી ને મનોમન કહ્યુ. 'દિકરી, બહુ મોટો ખેલ પાડ્યો છે તે તો'  એ સાંજે મદાલશાને પાસે બેસાડી વાત કરી.'આજે હુ અંબરના માબાપને મળવા ગઇ હતી'   ' તને કોણે ત્યા જવાનુ કહ્યુ હતુ?' એ ચીડાઇ ગઇ. 'એ છોકરી, જરા મોં સંભાળીને બોલ. મને એવા લોકોને ત્યા સામેથી જવાનો શોખ નથી, આતો એમનુ બે વખત કહેણ આવ્યુએટલે જવુ પડ્યુ' કુંવરબેને જરા કડક સ્વરે કહ્યુ. 'વારુ, શું વાતચીત થઇ?' મદાલશાએ પુછ્યુ. 'વાતવીતમાં તો એ જ કે એલોકો જરાય ખુશ નથી. જો કે મને માણસો જરાય સંસ્કારી ન લાગ્યા.  આપણે ભલે એના બરોબર ન હોઇએ. પણ કોઇને સામેથી મળવા બોલાવીને અનાદર કરવો એ સભ્યતા નથી. એને દરવાજે પાંચ મિનિટ રાહ જોઇ પછીકામવાળી બોલાવવા આવી. શુ જાતે આવીને એટલો    આવકાર  પણ નઆપી શકે? મારુ મનતો જરાય માનતુ નથી. જો એણે હા પાડી હોત  તોપણ હુ ના પાડત. સમજી જા .ગરીબની દિકરીને માનહાનિ,મશ્કરીને મેણાટોણા સિવાય કશુ નહિ મળે'. એમણે પોતાનો અનુભવ વર્ણવ્યો. ' મા, બધાજ માબાપને એના યુવાન સંતાનો ઘેલા લાગે છે. એમની પોતાની યુવાનીમાં એ પણ આવા જ ખેલ કરી ચુક્યા હોય છે.એ વખતે એમને એના માબાપ તરફથી જે કાઇ રુકાવટ થઇ હોય ને મુસીબત પડી હોયએપોતાના સંતાનોનો સમય આવે એટલે ભૂલી જાય છે.અમે એકબીજાને ચાહીએ છીએ એટલુ પુરતુ છે. એના પરિવારને ગમે કે ના ગમે એની અમને પરવા નથી'મદાલશાએ કહ્યુ. '  દિકરી, પ્રેમના રંગને ફટકી જતા વાર નથી લાગતી. વાસ્તવિકતાની એક ઝાપટ લાગે ને તો આપ્રેમગીતો,શેર શાયરી ને વચનો બધુ વરાળ થઇ જાય છે. આ દુનિયા છે .દિકરી, પ્રેમ ખવાતો કે પીવાતો કે પહેરતો નથી. આખરે અંબરની લાયકાત શું છે?એના બાપનો પૈસો, બરાબર? હવે એને વારસમાં બાતલ કરી તમને બેયને ઘરબહાર કાઢી મુકે તો એકેયમાં કમાવાની ને ઘર ચલાવવાની ત્રેવડ છે? થોડીકે ય તકલીફ પડશે ને એટલે એ અકળાઇ જશે ને વાંક તારો જ કાઢશે. એ તો પાછો એના માબાપના પાસામાં ભરાઇ જશે. એ લોકોય તમારી નિષ્ફળતાની જ રાહ જોતા હોય. અને તું લટકતી રહી જઇશ.'એમણે  ચેતવણી આપી. જે બનવાજોગ હતીપણ પ્રેમ
આંધળો અમસ્તો કહ્યો છે?મદાલશાએ એનુ ધાર્યુ જ કર્યુ. આખરે દિકરાની જીદના વશ  થઇ અંબરના  પરિવારે કોર્ટ મેરેજ કરાવી દીધા. ધામધુમથી લગ્ન કરવાનો ઉત્સાહ રહ્યો ન હતોએટલે  નજીકના સગા બોલાવીને નવદંપતિનો સત્કારસમારંભ ગોઠવ્યો.    
 સુંદર વસ્ત્રો ને અલંકારમાં સજ્જ થઇ અંબર ને મદાલશા  મા ને આમંત્રણ આપવા આવ્યા. ચાલીને દરવાજે કાર ઉભી રાખી ચાલીમા અદર આવ્યા. અંબર તો પ્રથમ વખત આવી જગ્યાએ આવતો હતોએટલે કેમ ચાલવુ એમ સમજાતુ નહોતુ. સવારનો પહોર. સાંકડી ચાલીની બન્ને બાજુ સ્ત્રીઓ કપડા,વાસણ ને બાળકોની સાફસુફીમાં વ્યસ્ત હતી. વચ્ચે રસ્તામાં ધોયેલા કપડા સુકાતા હતા. તો છોકરા રમત માંડીને બેઠા હતા. પુરુષો ઓટલે છાપા વાંચતા કે ગપ્પા મારતા બેઠા હતા. મદાલશા તો અહી જ મોટી થઇ હતી તો પણ એણે મોં મચકોડ્યુ ને અંબરનો હાથ પકડીને ચાલવા લાગી. એજોઇને ચાલીના તમામ પ્રેક્ષકો ઉભા થઇ ગયા. એ જો કુંવરબેનની દિકરી ન હોત તો હુરિયો જ થયો હોત. પણ મદાલશાને લોકોની બહુ પરવા નહોતી. એ તો જાણે પોતાના પગલાની યથાર્થતા સાબિત કરવા જ આવી હોય એવી જ ગર્વભરી ચાલ.    કુંવરબેનને સંદેશો મળી ગયો. એણે બહાર આવીને જોયુ. ' એ દિકરી, જરા માન મર્યાદા રાખ, વડીલોને પ્રણામ કર, આએ જ લોકો છેજેને એના ટુંકડામાંથી તારો ભાગ કાઢ્યો હશે. તારા આંસુ લુછ્યા હશે, એના ખોળામાં રમીને તુ મોટી થઇને. એ ગુણ ભુલી કેમ જાય છે?પણ સાથે જમાઇની હાજરી   એણે ચુપચાપ નવદંપતીને આવકાર આપ્યો. પતરાની બે ખુરશીનુ સિંહાસન. મદાલશા મનમાં અકળાઇ ને સ્વાગતની તૈયારી કરતીમા ને અટકાવીને કહ્યુ. 'રહેવા દે.મા. અમારે હજુ ઘણી જગ્યાએ જવાનુ છે. ફરીવાર નિંરાતે આવીશું' કુંવરબેન સમજીગયા. એણે એ જ ઘડીએ ઘરમાથી ને મનમાથી એને વિદાય આપી દીધી.    તો સત્કાર સમારંભમાં જવાનો તો સવાલજ નહોતો. કદાચ મદાલશાએ પણ એવુ જ ઇચ્છયુ હશે. છતા ય એક વખત મા ને મળવા આવી ત્યારે ફરિયાદ કરી. એ માત્ર હસ્યા. એટલામાં કંચના બહારથી આવી. મજાક કરી. 'બેન, તું રિક્ષામાં આવતી હો તો. આતારી કાર તો અમારી ચાલીનો વ્યવહાર ખોરવી નાખે છે. છોકરાઓની રમત બગડી જાય, બહેનોને કામમાં અડચણ થાય, આજુબાજુનો રસ્તો રોકાઇ જાય. આ તો જાણે ડેલી આડો સાંઢીયો'. પોતાની કારની સરખામણી સાંઢીયા  સાથે થઇ !મદાલશાના ભવા ચડી ગયા.'તો હું તમને આટલી બધી નડુ છું?તમને મારીકાર નહિ,મારો વૈભવ આંખે આવે છે. અદેખા છેલોકો અહિયા. બધા ગંદકી ને ગરીબીમાં સબડવા લાયક જ છો.' ગુસ્સાથી ધૂંધવાતી એ વાવાઝોડાની  જેમ ભાગી. કંચના રડવા જેવી થઇ ગઇ. પણ કુંવરબેને પાસામાં લઇને મનાવી.' જવા દે.તારી બેનને અંહીથી ટળવુ જ હતુ ને બહાનુ મળ્યુ ને માદિકરી હસી પડ્યા. પછી તો લાંબા  સમય સુધી  એના સમાચાર ન મળ્યા. ચાલીમાં એ  લગભગ દંતકથા જ બની ગઇ

No comments:

Post a Comment