Friday, December 9, 2016

અવશેષ ભાગ ૧

 -સમી સાંજનો સમય. સુર્યાસ્ત થવા આવ્યો હતો.સજન પોતાની ગુફા જેવા રહેઠાણમાંથી બહાર આવ્યો.સાવધાનીથી ટેકરી ચડી ઉપર સપાટ જમીન પર પગ ટેકવી ઉભો રહ્યો.ચારેતરફ રમ્ય કુદરત પથરાયેલી હતી.આસપાસની વનરાઇમાંથી ગળાઇને આવતો સુર્યાસ્તનો સોનેરી તડકો, ખળખળવહેતી નદીના સ્વચ્છજળમાં   ઉતરીજતો હતો.વનરાજીમાં ખેલતા હરણા,સસલા ને વૃક્ષો પર સંતાકુકડી રમતા ખિસખોલી જેવા નિર્દોષ પ્રાણીઓ જેને  આધૂનિક સુખસગવડ કે માણસની પ્રગતિ કે અધૌગતિ સાથે કોઇ નિસ્બત નહોતી.એ તો સદીઓથી એમ જ પોતાની મસ્તીમાં જીવતા હતા. પ્રકૃતિમાં ક્યાય વિસંવાદિતા નહોતી.કોઇ દુષ્ટ માણસનુ હદય પણ કુણુ પડીજાય એવુ પવિત્રતાસભર વાતાવરણ હતુ.              પણ સજન જેવો સજ્જન માણસ પ્રકૃતિનુ આ મનોરમ દ્રશ્ય જોઇને આનંદવિભોર થવાને બદલે ઉદાસ થઇ ગયો.એની કરુણાસભર આંખોમાંવેદના છવાઇ ગઇ.કારણકે કાલે આ સુંદર સૃષ્ટિનો અંત આવી જવાનો હતો.જેમ સુર્યાસ્ત પછીના અંધકારમાં આસુંદર સૃષ્ટિઅલોપ થઇ જાય છે એમ જ.એ અલગ વાત હતી કે બીજે દિવસે સુર્યોદય થતા ફરીથી આ સુંદરતા આળસ મરડીને બેઠી થશે. પણ માનવ સર્જિત વિનાશ????   નહિ, સર્જને પોતાની ભુલ સુધારી. આરમણિય સૃષ્ટિ તો એમ જ રહેશે.જાણે કશુ બન્યુ જ નથી.સુર્યોદય, સુર્યાસ્ત, નદીઓના વહેણ, પવનની લહેરે ઝુમતા  વૃક્ષો,  બધુ યથાવત રહેશે. માત્ર એમાં માણસ નહિ હોય.એવો માણસ કે બંધ બાંધીને  જેણે નદીઓને વહેંણને રુંધી નાખ્યા છે,પર્વતોને કોતરી નાખ્યા છે,જંગલો કાપીને ધરતીને વેરાન કરી નાખી છે,ખાણો ખોદીને  ,ઝેરી રસાયણો શોધીને હવાને પ્રદુષિત કરી છે, કુદરતનુ સંચાલન ખોરવી નાખ્યુ છે, નિર્દોષ પ્રાણીઓને પાંજરામાં પુરી સતાવ્યા છે,અકારણ યુધ્ધ છેડીને વિનાશ વેર્યો છે, રાષ્ટહિતના નામે માનવઅધીકારોનો સરેઆમ ભંગ કર્યો છે,એવો માણસ કાલે આ દુનિયામાં નહિ હોય. હા, થોડા અફસોસની વાત એ પણ હતીકે એમાં અમુક  પાપીઓના નાશ સાથે  થોદા સારા ને સજ્જન લોકો ને નિર્દોષ પ્રાણીઓ પણ હોમાઇ જવાના હતા.સામાન્ય એવુ જ બનતુ હોયછે ને કે પહેલો ભોગ આવા બેકસુર  આત્મા  જ બનતા હોય છે.પછી એ વિનાશ માનવસર્જિત હોય કે કુદરત.           એણે આંખો બંધ કરી છેલ્લી ઘડીએ પોતાના મિત્રો ને સ્વજનોને યાદ કર્યા જે કેટલાય સમય થી ભુલી ગયો હતો.એ નવાઇની વાત હતી કે એ જીવનભર સજ્જન માણસ તરિકે આળખાયો હતો ને એ રીતે યર્થાથ જિવ્યો પણ હતો.પણ આજે એનુ નામ દુનિયાના એવા સજ્જન લોકોની યાદીમાંથી ભૂસાઇ  જવાનુ હતુ બલ્કે ઘાતકી ને સંહારક લોકોની યાદીમાં ઉમેરાઇ જવાનુ હતુ. કારણ એ આજે દુનિયાનુ વિસર્જન કરવા નીકળવાનો હતો!       સજન ખરેખર તો સજ્જન જ હતો. જાતે રસાયણ શાસ્ત્રી. નોબેલ પારિતોષિક વિજેતા.દુનિયાના જે થોડા શાંતિપ્રિય ને બુધ્ધિશાળી લોકો ગણાતા એમા એનુ નામ આદરપુર્વક લેવાતુ.એઞે પોતાની શકિત,સમય, સંપતિ ને જ્ઞાનનો ઉપયોગ માત્ર પોતાના રાજ્ય માટે જ નહિ પણ સમગ્ર માનવ હિત માટે કર્યો હતો.એને વ્યકિતગત  સુખ જતુ કર્યુ હતુ.રસાયણનાનિયમો માત્ર લેબોરેટરી પુરતા મર્યાદિત ન રહેતા માણસને પણ રોજ બરોજના પરસ્પરના વ્યવહારમાં પણ કેવી રીતે લાગુ પડે એ લોકોને સમજાવ્યુ હતુ.આપણુ શરીર ને મન પણ રસાયણોનુ જ બનેલુ છે. વાત પિત ને કફ. એમની વચ્ચે સમતોલન ખસી જાય તો શરીરમાં વિસંવાદિતતા ઉભી થાય ને માણસ બિમાર પડે.માનસિક સમતુલન પણ ખોરવાઇ જાય.એની અસર એના પુરતી નરહેતા પરિવારના લોકો ને એના સંપર્કમાં બીજા લોકો ને એમ આખા સમાજને અસર થાય. એ જ રીતે માણસ માણસ વચ્ચેવિસંવાદિતતા ઉભી થાય તો લડાઇ, ઝઘડા ને છેવટે સમાજ નષ્ટ થાય. સરખા રસાયણો સુમેળ સર્જે ને વિરુધ્ધ ગુણધર્મો ધરાવતા રસાયણો વિસ્ટોજ સર્જે.એ નિયમ પ્રમાણે એ જીવ્યો હતો નેએના સહવાસમાં આવતા લોકોને સમજવા ને સમજાવવા પ્રયત્ન કર્યો હતો.એના આવા શાંતિપ્રિય ને સમાધાન કારી વલણ ને લઇને એ 'અજાતશત્રુ' ગણાતો. એના ઉમદા સ્વભાવને લઇને પ્રજાએ એને એ નાનકડા રાજ્યનો રાષ્ટપતિ બનાવ્યો હતો.એક આશાસાતે કે એ  માત્ર એના જ નહિ પણ આખી માનવજાતને સુખશાંતિ તરફ દોરી જશે.         પણ સજનના આવા સમાધાનકારી સ્વભાવને  નબળાઇ તો નહિ પણ ઢીલોપોચો ને કાયરતા ખપાવનાર એક નાનકડો વર્ગ હતો ખરો.જેણે આ જ કારણસર એને ચુંટાવામાં મદદ કરી હતી. મતલબ એ જ આવા માણસને સતા પર બેસાડી એની આડમાં આપણા ધંધા ચલાવવાના.આપણી ઇચ્છા પ્રમાણે એણે રાજ ચલાવવાનુ.કારણ આવા શાંત માણસો જલ્દીથી કોઇ વાત નો વિરોધ નથીકરતા.ખોટુ કરતા પકડાઇ જવાય તો માફી માગી લેવાની. આવા લોકો કોઇને શિક્ષા કરવાની હિંમત નથી કરતા. મનોમન દુઃખી થાય પણ બીજાને દુઃખી  ન થવા દે.એમાં આ તો રાષ્ટપિતા ને આપણે એના બાળકો. ને ભૂલ તો બાળકો જ કરે ને. થોડા સ્વાર્થી સ્થાપિત હિતો ને ઉદ્યોગપતિઓનીઆ માન્યતા ને ગહેરી ચાલ હતી.
     સજન હજુ વહિવટ સંભાળે કે સ્થિર થાય એ પહેલા જ આ ગીધોનુ ટોળૂ આવી  પંહોચ્યુ. ' જુઓ સજન. આપણી પાસે અઢળક ખનિજ સંપતિ છે. અમને રજા આપો તો ખનિજ ઉ્દ્યોગ વિકસે ને નિકાસ કરી શકાય.લોકોને નોકરી મળે ને નિકાસથી દેશની સંપતિ વધે' જેના હાથમાં ભુસ્તરસંપતિનુ સંચાલન હતુ એણે હળવેથી પોતાના સ્વાર્થના આવરણ આડે દેશના વિકાસનુ ચિત્ર રજુ કર્યુ.  સજનનો જવાબ હતો કે જે કાઇ જમીનમાં હોય એ ખોદી કાઢવુ ને વેચી નાખવુ એ ભાવિ પેઢીને લુંટવા બરાબર છે. આખનિજ બનાવતા કુદરતને હજારો વરસો લાગ્યા છે ને તમારે એક જ પેઢીમાં ખાલી કરી નાખવુ છે?હા, જરુરી હોય એટલુ વાપરવુ એમાં ના નથી. પણ છે એટલે બસ વાપરી કાઢવુ ને પછી એ  સુખસગવડની ટેવ પડી જાય એટલે બહાર  બીજા દેશ પાસે લેવા દોડવુ. માણસની જેમ રાજ્યનો આમજ નાશ થાય  છે. ' સજનનો આવો સ્પષ્ટ જવાબ  એવા લોકોની ધારણા બહારનો હતો.આવો જ પ્રસ્તાવ લઇને  એક વગદાર કોન્ત્રાકટર આવ્યા, જુઓ, સાહેબ, અમે આપના માટે ભવ્ય  આવાસ બાંધવા માગીએ છીએ. આપના હોદાને છાજે ને દેશનુ ગૌરવ વધે'. ' ભાઇ, આપણે એવો કોઇ દેખાડો કરવાની જરુર નથી. આપણે જરુર છે સારા રસ્તાની વાહનવ્યવહાર માટે. ગરીબ લોકો માટે ઘર બનાવો, બાળકો માટે સ્કુલો, ક્રીડાંગણો, આપણે એરપોર્ટની જરુર નથી. સારા રેલ્વેસ્ટેશન ને રેલ્વેત્રેકની જરુર છે. ' એક નિરાશા સાથે એ ભાઇ વિદાય થયા. માત્ર થોડા જ ાસમયમાં સજનને આવા સ્વાર્થી લોકોનો  પરિચય થવા  માંડયો તો એવાલોકોને સજનની મક્કમતા, સત્યનિષ્ઠા ને પ્રમાણિકતા પરચો થઇ ગયો.એને મોટે ઉપાડે ચુટીકાઢનારા ને એના ગુણગાન ગાનારા એ જલોકોને એવુ લાગવા માંડયુ કે આ માણસ નેતા થાવાને લાયક જ નથી, આને તો સંત,સાધુ કે તત્વજ્ઞાની થવાની જરુર હતી.જો કે એટલે પુરતો રાજકરણી જરુર કહી શકાય કે તડ ને ફડ કરવાને બદલે હીરે મઢીને જવાબ આપતો હતો. આ નારાજ પક્ષકારોએ એને હલકો પાડવાના પેંતરા કરવા માંડ્યા.એની વિરુધ્ધ  છાનો અસંતોષ  ઇરાદાપુર્વક ઉભો કરવાામાં આવતો. એના એક વખતના સમર્થકો હવે એની નાની નાની ભુલોને  મોટુ સ્વરુપ આપીને લોકોને ભડકાવવા લાગ્યા.એટલુ જ નહિ પણ બહારના રાજ્યની સંડોવણી કરવા લાગ્યા.     એવો મોકો પણ એને મળી ગયો ને સાથે સજનની કસોટી થઇ જાય એવો બનાવ અણધાર્યો ને બહારના પરિબળથી ઉભૌ થયો. દેશની સરહદ પર વિશાળ નદીને સામે એના જેવુ રાજ્ય હતુ.એનો નેતા સરમુત્યાર હતો ને સતા ને સરહદનો  મહત્વાકાંક્ષી  હતો.એણે સજન પાસે પ્રસ્તાવ મુક્યો. ' તમારા રાજ્યમાં ખનિજસંપતિ છે જે અમારી પાસે નથી. અમને તમારા રાજ્યમાં ખનિજઉદ્યોગ વિકસાવવા દો. તમારા લોકોને રોજગારી મળશૈ ને તમને અમે કમીશન આપીશુ. ' નહિ, મને એ મંજુર નથી. તમે તો ખાણ ખોદી તમારો મતલબ પુરો થઇ જાય એટલે ઘરભેગા થઇ જાવ. જમીન બગડે, હવા પાણી દુષીત તો અમારા ને સહન કરવાનુ અમારા લોકોને. ' સજને ઇન્કાર કરી દીધો. સામેવાળો માથાનો ફરેલો ને સરમુખત્યાર, ના સાંભળવા ટેવાયેલો નહોતો. એણે બીજો રસ્તો અપનાવ્યો          વધુ આવતા અંકે

No comments:

Post a Comment