Sunday, December 11, 2016

તપસ્યા ભાગ ૨

એ બિચારા કયા જાણતા હતા કે કોનો ગુસ્સો કોના પર ઉતર્યોછે? તો પથારીમાં  સુતી સુતી અવની આ જ વિચારી રહી હતી. શું મમ્મીને આની ખબર હશે? કદાચ જાણ હોય ને પપ્પાને રોકી ન શકતી હોય. પણ તો પછી માસી અહી આવીને ધામા નાખે છે ને મમ્મી એની દિલોજાનથી સરભરા કરે છે. એજોતા એ માસીના અસલી રુપથી અજાણ હોય એવુ લાગે છે. તો પછી ઘરમાં મમ્મી પપ્પા વચ્ચે ઝધડા શા માટે થાય છે.? આવુ પુછાય તો નહિ જ. તો હવે આ વાત જાણ્યા પછી મમ્મીને ચેતવવી? પપ્પાનુ રહસ્ય ખુલ્લુ પાડવુ? કે જેમ ચાલે છેએમ ચાલવા દેવુ?એ પણ શક્યતા  કે અવની મા ને વાત કરે તો મા એની વાત વિશ્ર્વાસ કરે કે નાદાન કે ચુગલીખોર ગણી ઉતારી પાડે? તો માસીને તો આમાં કશુ ગુમાવવા જેવુ કયા છે?એને જો જરા ય લાજ શરમ કે  નીતી નિયમ જેવુ હોય તો પોતાની બહેન સમાન   બહેનપણી નો વિશ્ર્વાસઘાત કરે? આ બનાવને બાદ કરતા ઘરમાં અત્યાર સુધી ભલે મમ્મીના ભોગે ય પણ શાંતિ હતી.પપ્પા બાળકો તરફ તો પ્રેમાળ હતા જ.  બજારમાં નવી ફેશનના કપડા આવે તો તરત ખરીદીમા લઇ જાય. સારુ મુવી આવેતો બાળકોને જોવા લઇ જાય.મમ્મી નાપાડે તો પણબાળકોની માગણી પુરી કરે. અનુ કે અવનીનો ઉદાસ ચહેરો જુએ તો કઇનુ કઇ થઇ જાય.કયારેક એ વિચારે ગમગીન થઇ જાય કે આ દિકરીઓને  સાસરે વળાવ્યા પછી આઘરમાં હુ કેમ જીવી શકીશ? આટલો ઉત્કટ પ્રેમ! એમાં પરિક્ષા પુરી થયા પછીઅવનીનુ  વેકેશન ઉજવવા  હિલ સ્ટેશનનો સરસ પ્રવાસગોઠવ્યો હતો. બધા ઉત્સાહમાં હતા એક અવની સિવાય.વસ્તુપાળે એકવાર  યાદ દેવરાવ્યુ પણ અવનીએ કોઇ આતુરતા ન દાખવી. એ અવનીમાટે સ્કુટર લઇ આવ્યા પણ અવનીએ  સ્કુટર સામે પણ ન જોયુ.  હવે વસ્તુપાળને ચિંતા થવા લાગી. એ આવી રિસાળ તો હરગીઝ નહોતી. આ .ઉદાસી ને અવહેલનાનુ કારણ શું હોઇ શકે કે આનંદી ને ઉત્સાહી દિકરી એકાએક ગનગીન થઇ ગઇ? કદાચ પરિક્ષામાં જોઇએ એટલી સફળતા ન મળી હોય ને  વધારે પડતી અપેક્ષા નિરાશા ને હતાશામાં ફેરવાઇ ગઇ હોય.કદાચ   કદાચ એની ઉંમર ને સમયની તાસીર પ્રમાણે પ્રણયપ્રકરણ પણ હોય. જો કે દરેક માબાપની જેમ એને દિકરી પર વિશ્ર્વાસ હતો.છતા ય શાંત પાણી વધારે ઉંડા હોય ને ડાહ્યા સંતાનો વધારે આંચકો આપે.   તો  અવનીના આવર્તનથી ઘરનુ વાતાવરણ ગમગીન થઇ ગયુ હતુ. એને ય મનમાં દુઃખ તો થતુ જ હતુ કે પપ્પાના પ્રેમાળ વર્તન સામે એ રુક્ષ પ્રતિભાવ આપતી હતી. પોતાની ઇચ્છા વિરુધ્ધ એને મુંઝવણમાં મુકી રહી હતી.પણ એ બોલી નહોતી શકતી કે તમે આ માટે જવાબદાર છો.ભય હતો કે જો પપ્પા એનુ મોં ખોલાવવા જો વધારે દબાણ કરશે તો એ એવી છેડાઇ પડશે કે સબંધોની મર્યાદા તુટી જશે. એટલે એ એનાથી દુર ભાગતી હતી.      એણે થોડો સમય આમ અકળામણમાં કાઢ્યો ને ત્યા માસીની પાછી પધરામણી થઇ. અવનીએ એને દુરથી જોયા ને મોં મચકોડી એ રુમમાં ભરાઇ ગઇ.વાસંતિબેન રસોઇ કરતા હતા એને અવનીને બારણૂ ખોલવા કહ્યુ. એણે જાણે સાંભળ્યુ નહોય. એટલે જાતે બારણૂ ખોલી આવકાર આપ્યો. થોડીવારમા બે સાહેલીઓએ સોફા પર બેઠક  જમાવી ને અવનીને બે કપ સરસ ચા બનાવવાનો આદેશ આપ્યો.સાથે સુચના આપી' અવની કાલે જ   ચાનો  નો ગરમ મસાલો   બનાવ્યો છે. એ વાપરજે' ચા બનાવતા અવનીની આંખોમાં ગેસ જેવી જ આગ જલતી હતી. મનમાં એક હિંસક વિચાર પણ આવી ગયો કે માસીના માથા પર આ ગરમ ગરમ ચા રેડી હોય તો? છેવટે મનની આગ ઠારવા  માસીના કપમાં ઠાંસી ને બે ચમચી ગરમ મસાલો ભેળવી દીધો.    વાતોામાં મશગુલ માસીએ એક જોરથી ઘુટડો ભર્યો ને જીભમાં બળતરા ઉપડી. ગળુ સસડી ગયુ. ખાંસીનો જોરદાર હુમલો આવ્યો. આંખો ને નાકમાંથી પાણીની ધાર દદડવા માંડયુ. આ જોતા વાસંતીબેન સમજી ગયા.  જ્યારે અવની રુમમાં ઉભી ઉભી હસતી હતી. આ જ લાગની છે તુ મારી માસી.થોડીવારે ખાંસી  સમી. વાસંતીબેને પાણી આપ્યુ. સ્વસ્થ થયા પણ વાતો કરવાનો ઉત્સાહ શમી ગયો હતો એ  જલ્દી વિદાય થયા.પછી વાસંતિબેન તરત જ એ અવનીની રુમમાં આવ્યા. અવની સાવ ભોળી થઇને કાઇ ખબર ન હોય એમ વાંચવાનો ડોળ કરી રહી હતી. એ જોઇને એને પાકી ખાતરી થઇ ગઇ. એના હાથમાથી બુક ઝુંટવતા ઉંચે અવાજે બુમ પાડી' તે જાણી  જોઇને આ હરકત કરી છેને?તુ નાદાન કે બુધ્ધૂ આટલી હદે હોય એહુ માનતી નથી, બરાબર?' અવનીએ જવાબ નઆપ્યો પણ એના ચહેરા પર લુચ્ચુ િસ્મત સચ્ચાઇની ચાડી ખાતુ હતુ. એ જોઇને વાસંતીબેન ઓર ગુસ્સે થયા. ' એ મારી બહેનસમાન છે ને તને તો દિકરીની જેમ પ્રેમ કરે છે. બિચારી એકલી ઓરત. ધડીભર આવીને મન હળવુ કરે. તારેએક કપ ચા જ બનાવવાની હતી એમા ય તારો ગરાસ લુંટાઇ ગયો? શુ બગાડ્યુ હતુ એણે તારુ.? '    અવનીને પણ હવે ગુસ્સો ચડ્યો. કહી દઉ કે મારુ તો નહિ પણ તારુ તો જરુર બગાડયુ છે.એ તો તને ક્યારેક ખબર પડશે. મા હજુ એનુ ઉપરાણૂ  મુકતી નથી. કેટલી ભૌળી છે કે સાપણને એના અસલી રુપમાં જોઇ શકતી નથી.પણ સ્પષ્ટ કહેવાની હિંમત નહોતી.  એ તો મા ને જાણે અજાણે  એક આઘાતમાથી બચાવવા પ્રયત્ન કરી રહી હતી. પણ હવે જો ના બોલે તો મા અવનીને જ જુઠી માને. મા ની નજરમાં એહલકી પડીજાય. ' મા, અવનીએ કહ્યુ'આભાર માન જીન પ્રભુનો કે મે એને ઝેર નથી આપ્યુ. બાકી એ જ લાગની છે તારી બહેનપણી''. ' તો તુ એવુ શુ જાણે એના વિષે, જરા મને તો ખબર પડે ' વાસંતીબેન પણ હવે જીદ પર આવીગયા.  હવે જ અવનીની કસોટી હતી. હવેતો સત્ય જણાવવુ પડશે નહિ તો મા ને અવનીમાટે ખટકો રહી જશે કે અવનીએ જાણવા છતા મને ના કહ્યુ. જો ભવિષ્યમાં સત્ય બહાર આવે તો.     સત્ય બોલવુ, સત્યનુ પાલન કરવુઆપણા ધર્મે પણ આદેશ આપ્યો છે.પણ સત્યના સંદેશવાહક થવુ એ બહુ કપરુ કામ છે.સત્ય કડવુ છેતો એનો સંદેશવાહક એના કરતા ય વધારે કડવો ને અળખામણો લાગે છે.એમા ય સામી વ્યકિત નિર્દોષ ને  વહાલુ સ્વજન હોયએના પર કુઠારાઘાત કરવાનો થાય તો પહેલી વેદના સંદેશવાહકને થાય છે.કમનસીબે એના ભાગ્યે એવી સત્ય હકીકતનો  સંદેશઆપવાનો હતો જેનો અંજામ કુટુંબ વિચ્છેદમાં પણ આવી શકે. કદાચ એનાથી જ આગળ ખાનાખરાબી થાય.     ક્રમશઃ

No comments:

Post a Comment