Thursday, September 8, 2016

મંદિર

વાંચકમિત્રો. આજે આપણે ધર્મના એક બાહ્ય અંગ વિષે ચર્ચા કરીશુ.' મંદિર' શબ્દ આપણા ધર્મ સાથે એટલો સંકળાયેલો છેકે એના વિના ધર્મની કલ્પના જ ન થઇ શકે. બન્ને એકબીજાના પર્યાય બની ગયા છે. આજના આધુનિક ને ભવ્યાતિભવ્ય મંદિરની ઉત્પતિ આરીતે સમજી શકાય.પૃથ્વી પર  માનવજીવનની શરુઆત, જીવનનુ બચપન, સંસ્કૃતીનુ પરોઢ. જીવનમા સરળતા. પવિત્રતા.જરુરિયાતો થોડી ને સાદી. એ સમયે ધર્મ જીવાતો હતો.આચારસંહિતા વંચાતી નહોતી પણ માણસના દરેક કામમા દેખાતી.ધર્મ અંચળો નહોતો પણ ત્વચા જેટલો અભિન્ન  હતો.વસ્તુ વેચાતી નહોતી પણ વંહેચાતી હતી. વસ્તુનો સંગ્રહ કરી કૃત્રિમ અછત ઉભી કરી જરુરિયાતને મજબુર કરીપોતાના શરણે લાવવા એરીતે સતા જમાવીને ધાક  ઉભી કરવાજેવી રાક્ષસી વૃતિ માણસમાં જન્મી નહોતી. આવા પવિત્ર વાતાવરણમા પૈસાનો જન્મ થયો. પૈસાએ તો માણસની માણસ તરીકેની  પહેચાન ભુલાવી દીધી.સમાજમા  એને આધારે લોકોનુ માન, સ્થાન નક્કી થવા લાગ્યુ.સામાજિક સ્વીકૃતિનુ માપદંડ બની ગયો ને લોહીને લાગણીના સબંધો ગૌણ બની ગયા. આપૈસો  એના બધા અનિષ્ટો સાથે મંદિરમા ગયો ને ભગવાનને ભરડામા લઇ લીધા.માયા એટલે કે લક્ષ્મી સાથે પરણાવીને પૈસા સાથે એનો કાયમી સબંધ સ્થાપી દીધો.ને સીધાસાદા મંદિરની જગ્યાએ શિલ્પસ્થાપત્યના નમુના જેવા મહાલયો ઉભા થયા.સંગેમરમરની મુર્તિઓ ને હિરના ચીર. જેટલુ મંદિર ભવ્ય એટલો ધર્મ વધારે અસરકારક.પછી તો એમા સતાની સાઠમારી ને રાજકરણ પ્રવેશ્યુ. આરીતે બાહ્ય શોભા વધી ગઇ પણ ધર્મ ભગ્ન થઇ ગયો.
પરિણામ એકે એ આજીવિકાનુ સાધન  કે વ્યવસાયનુ સાધન બની ગયો ને મુળભુત ઉદેશ નષ્ટ થઇ ગયો.ભગવાનનેય સલામતીની જરુર પડવા લાગી. મંદિરને ચોવીસ કલાકના રક્ષકોની  જરુર? અરે મગતરાઓ, ત્રિલોકનો નાથ, તમે એની શુ રક્ષા કરવાના હતા? અલબત તમે એને સર્વ શકિતમાન માનતા હોતો!દંભીઓ, ભક્તોને સાદગી ને જીભના ચટકા છોડવા સમજાવો છો ને ભગવાનને નામે છપ્પન ભોગ આરોગો છો.શા માટે અમુકને પ્રવેશનિષેધ  ને બાકીના પૈસા આપીને દર્શન કરી શકે.  ભગવાનના આંગણાય ભેદભાવ?પ્રસાદમા ય ભેદભાવ?શુ
ભગવાન ગરીબોનો નથી?ભગવાનને નામે પુજારી કે ભક્ત શહીદ થાય ત્યારે એ રક્ષા કરવા ત્રીજુ લોચન કેમ નથી ખોલતો?કોઇ સામાન્ય માણસનેય શંકા થાય કે અંહી ખરેખર ભગવાન છે કે કોઇ કુશળ શિલ્પી એ બનાવેલ સ્થાપત્યનો નમુનો છે?
 મારા મતે મંદીર એટલે મનની અંદર જાવ, ઇંટચુનાની ઇમારતમા નહિ. સવારમા જાગૃત થાવ , આખા દિવસના કામ વિચારો, કોઇ સત્કાર્ય  વિષે વિચારો, સારા સંકલ્પ  કરો. સાંજે પાછી તપાસ કરો. અજાણતા ય કોઇ ભુલ થઇહોય ખોટુ કામ થયુ હોય તો સુધારો ને ફરી પુનરાવર્તન ન થાય એ માટે જાગૃત રહો. જેમ દિવસને અંતે વેપારી જમા ઉધારનો હિસાબ રાખે  એમ જ મારા મતે આ જાગૃતિ એ જ મંદિર છે

1 comment: