Monday, September 5, 2016

વિકાસ કે વિનાશ?

આપણા ગુફાવાસી , વસ્ત્રવિહિન ને કાચુ માંસ ખાતા પુર્વજોના જીવન સાથે વર્તમાન સમયને સરખાવીએ ત્યારે આપણને પ્રગતીનો ખ્યાલ આવે છે. હજારો વર્ષો ને અગણિત લોકોના મહેનત ને  નિસ્વાર્થ ત્યાગના પરિણામે આપણે અનેક સુખસગવડ ભોગવીએ છીએ. અઢારમી સદીના અંતમા યુરોપમાં વૈચારીક ક્રાંતિ આવી. આપખુદ સતાધીશો ને જુલ્મી રાજાઓની સામે  બગાવત  થઇ. પ્રજાએ શાષકોને જગતમાથી ને જીવનમાથી પણ મુક્ત કરી દીધા. એ પછી વિકાસની અણથંભી યાત્રા આજે પણ ચાલુ છે.મુકત વિચારોની સ્વતંત્રતાએ પ્રજાને ઘણા વિચારકો આપ્યા.  એ સમયે રાજા જેટલી જ પકડ ઘર્મગુરુઓની હતી. એમની આપખુદી સામે ઘણા વિચારકો ને વૈજ્ઞાનિકોએ બલિદાન આપ્યા ને છેવટે યુરોપ જાગૃત પ્રજા તરીકે ઉભરી આવ્યો
આપણે ત્યા ઔધૌગિક ક્રાંતિ મોડી આવી. છેક બ્રિટીશરોના આગમન પછી. આમશીનોની આગમન સાથે  શ્રમજીવી ઉપરથી ભાર હળવો થયો. જે કામ પુરુ થતા વર્ષો લાગતા એ જ કામ મહીના દિવસો કે કલાક થવા લાગ્યુ.આપણા વડવા જે સ્વર્ગમાથી વિમાન લેવા આવશે એ રાહમા સત્કર્મ કરતાને અંત કાળ સુધી રાહ જોતા એ જ વિમાનમા આપણે જીવતેજીવ સફર કરી શકીએ છીએ.આજે આપણે નદીઓને નાથી એના પ્રવાહને કાબુમા લઇ આપણા લાભ માટે વાપરીએ છીએ.ધોધમાથી વિજળી પેદા કરીએ છીએ. પર્વતોને તોડી ફોડી એની અંદર ને ઉપર રસ્તા બનાવીએ છીએ. દુર્ગમ સ્થળોમા કે જંગલમા ય મહેલો ને સગવડ ઉભી કરીએ છીએ.  સબમરીન જેવા માધ્યમથી દરિયાનુ પેટાળ તાગી શકીએ છીએ. શરીરવિજ્ઞાન ને આરોગ્યના ક્ષેત્રે અનેક અસાધ્ય રોગોમા તબીબી સારવાર લભ્ય છે. માણસને આવા રોગોથી પીડાવુ પડતુ નથી. આયુષ્યમા ગણનાપાત્ર વધારો થયો છેતો જીવનમા સુખ સગવડ વધ્યા છે. દાખલાતરીકે દુરદેશાવર રહેતા લોકોને કટોકટીમા પોતાના સ્વજનોના સમાચાર પહોંચતા કે રુબરુ મળતા દિવસો લાગતા કારણકે આપણી પાસે સંદેશા કે વાહનવ્યવહારની સવલત બહુ જ પાંખી કે નહિવત હતી, આજે ટેલીફોન, સ્કાય પે ને ઇન્ટરનેટમા માધ્યમ થી સ્થળકાળનુ અંતર ઘટી ગયુ છે. હવે આવિકાસની બીજી બાજુ જોઇએ તો દરેક નવી શોધ આપવાની સાથે કંઇક માગે છે. કુદરતમા એટલે તો દ્વંદ્વ છે. ભાઇ શ્રી બિરેનભાઇના શબ્દોમા કહીએતો વિકાસનુ ચક્રઅવળૂ ફરે ત્યારે શુ થાય?વિકાસ જયારે સર્વાંગી નહોય માત્ર ભૌતિક કે વ્યકિતગત હોય, એનો ઉચિત ઉપયોગ કરવાની  કે એની પાછળના નિયમો કારણ કે પરિણામ સમજવાની  પરવા નહોય તો એ વાંદરાના હાથમા ગન આપવા જેવુ થાય. જેમ કે આપણે સાઇકલયુગમાથી કાર ચલાવતા થયા પણ આપણા રસ્તા તો પથ્થરયુગના રહ્યા ને આપણે કારને ય સાયકલની જેમ જ
ચલાવીએ તો પરિણામ રોજના હજારોની સંખ્યામાં જીવલેણ રોડઅકસ્માતો ને કરુણાન્તિકાઓ.વિકસીત દેશૌમા ય સમસ્યાઓ છે. વસ્તુઓના બેફામ ઉત્પાદન ને નિકાસ વડે જલ્દી પ્રગતિ સાધી લેવાની લ્હાયમા દેશની ખનિજસંપતિનો ઉપાડ,  મોટા મોટા કારખાના
ના ઉત્પાદન પછી પેદા થતો કચરો જેનો નિકાલ કરવાની જગ્યા નથી. દાખલા તરીકે અણુભઠ્ઠીમાથી પેદા થતો કચરો . એનો યોગ્ય નિકાલ કરવાનો ખર્ચ ઉત્પાદન કરતા ય વધી જાય ને નથાય તો પ્રજાના આરોગ્ય માટે ગંભીર ખતરો. વિકાસના ક્ષેત્રે અગ્રેસર બે દેશો અમેરિકા ને સોવિયેટ યુનિયન. જમીનમા આ દાટેલા આ કચરા યેન કેન પ્રકારે બહાર આવી નદીઓના પ્રવાહ ભળે, હવા પાણી ને જમીન દુષિત કરે, શારિરિક ને માનસીક આરોગ્ય કથળે. જાપાનમા સુનામી સમયે ન્યુક્લીયર પાવરમા તોડફોડ  થઇ ને જે ખતરો ઉભૌ થયો એ અણૂ બોંબ જેવો જ ઘાતક હતો. માણસની ભૂલ કે બદઇરાદાને કારણે આ જ વિકાસ પળભરમા વિનાશ સર્જી સકે છે. કુદરતના વિનાશમા ય નવા
સર્જનની આશીષ હોય છે પણ માનવસર્જીત વિનાશમા એવી કોઇ આશા નથી. વિકસીત દેશોમા એવી કેટલીય  શાપીત ધરતી કે નદી
ઓ કે માણસ તો ઠીક પણ જીવજંતુ કે વનસ્પતિ પણ પાંગરતી નથી.



No comments:

Post a Comment