Friday, September 9, 2016

વાચકમિત્રો, વિજયભાઇ શાહનો મનનીય લેખ વાંચ્યો. વિચારો ન આવે તો જ નવાઇ. કારણ કે દરેક ભુખ નામના દર્દ ધરાવતાસજીવને એ સમસ્યા એ  સ્પશે છે. એક આદિ અનાદિ સવાલ ને ભૂખ સંતોષવા આદિ સમયથી પરિશ્રમ કરતા ખેડુત ને ખેતીના ઓસરતા પુર. ખેડુતને જગતનો તાત ને ખેતીને ઉતમ વ્યવસાય  ગણાવી છે. છતા આજે માબાપની જે હાલત થાય છે એ જ હાલ ખેડુત ને ખેતીના થયા છે. પન્નાલાલપટેલે માનવીની ભવાઇ એમના પાત્રને મુખે સાચુ જ કહ્યુ છે કે એ ' પૃથ્વીનો પોઠી ' છેઆજતક એનુ શોષણ  આખા સમાજથી થાય છે. આખુ વરસ ગમે તેવા વાતાવરણમા કામ કરવાનુ. ટાઢ,તડકો,વરસાદ,સવાર,સાંજ,વાર તહેવાર. કુદરતની કૃપા પર જ એનો આધાર. સમયસર વરસાદ આવેતો એના નસીબ. વાવણી પછી સમયાન્તરે વરસાદ નઆવે તો વાવેલુ સુકાઇ જાય, બીયારણ નકામુ જાય. પાકમા તીડ ને ઇયળો કે મુંડા પડવાનો ખતરો, માલધારીઓનુ કવચીત ભેલાણ,રાજાશાહીના વખતમા રાજના વેર રૈયત પર વાળવા ઉભાપાક નેસળગાવી દેતા ડાકુઓ ને લુંટારા, ચોર ,આમ કુદરત ને માણસ બન્ને તરફથી સતામણી. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય મરો તો ખેડુનો જ.મોસમ પુરી થાય એટલે રાજા રજવાડાનો વેરો પહેલા ભરવાનો, પછી ગામના વાણીયાનો વારો, પછીવસવાયા ને માગણો હા,ભુદેવ તો ખરા જ. આટલા લાગા ચુકવ્યા પછી મુઠ્ઠી ચપટી વધ્યુ હોય તો ખેડુના છોકરા પામે. ખેડુનો માલ મફતનો. વાડી કે ખેતર પાસેથી પસાર થનાર ચપટી કે મુઠ્ઠી વગર પરવાનગી કે હકથી ઉપાડતા જાય. પણ એ જ વસ્તુની બજારમા પૈસા આપવા પડે.           હવે વરસો સુધી ને પેઢીઓ સુધી  ખેતી આમ જ ઇચ્છા કે અનિચ્છાએ ચાલતી રહી. બીજી કોઇ દિશા જ નહોતી. પણ જેવા શહેરોમા ઉદ્યોગો ઉભા થયા ને માણસો માટે રોજગારીની નવી
દિશા ખુલી એટલે વરસોથી પુરાયેલી પ્રજાએ શહેરો તરફ દોટ મુકી.ખેતી નોધારી ને પરાધીન થવા લાગી. ખેતી એકલદોકલનુ કામ નથી. આકરી  ને સહિયારી મહેનત માગી લે છે. અત્યાર સુધી સયુંકત પરિવારો ને સહિયારી મહેનત ને એકબીજાની હુંફે ખેડુતો  ને ખેતી ટકી રહેતા
 હવે શહેરીકરણને લઇને પરિવારો વિખરાવા લાગ્યા ને પરિવારો વચ્ચે જમીનના ભાગલા પડતા  ખેતી પર જ બધાનો નિભાવ થવો અશક્ય હતુ. શહેરમા જનારને દેખીતા લાભ જ હતા. એક તો કાળી મજુરીમાથી મુક્તિ, આવક નક્કી ને ચોખ્ખી, કોઇની દાદાગીરી નહિ ને ભવિષ્યમા
પેન્શન, સંતાનો માટે ભણવાની તક. એક અનિચ્ચીત ભાવિ ને ચિંતામાથી મુક્તિ. વતનમા ખેતી સંભાળવા રહી ગયેલા ય લલચાય. એમ કરતા
'ખેતીમા ચાલે,ખેતી માત્ર એજ કરે જેનામા બીજી આવડત ન હોય કે કયાય ન ચાલે એ ખેતીમા ચાલે' એવી નકારાત્મક વલણ ઉભૂ થયુ. ખેતીમા ખુમારી ઓસરી ગઇ ને એમા નવુ વિચારવાનુ કે ઉત્પાદન કે નવા પાક લેવા ,ટુંકમા કશૂ નવુ કરવાની વૃતિ નાશ પામી એ સ્થગિત થઇ ગઇ. ગામડા ખાલી થયા ને મોટાભાગની જવાબદારી વડિલો  ઉપર આવી. એ વડીલોની ક્ષમતા ઘટવા લાગી ને અચાનક ઉભી થયેલી એકલતાએ હામ ભાંગી નાખી. જમીન ભાગીદારીમા આપવાનો સીલસીલો શરુ થયો. એમ ખેતી 'ઓરમાન 'થઇ ગઇ. કારણ ગામડામા મજુર મળવા મુશ્કેલ થવા લાગ્યા. એમનો ય શુ વાંક? એમને પણ પોતાના બાળકો વિષે વિચાર કરવો પડે ને. ને મોસમ પુરતી ને અનિયમિત આવક ને મહેનતવાળા કામની સામે શહેરમા નિયમિતકામ. ચોક્કસ સમય ને ઉપરથી ટાઢા છાયા' ની નોકરી આ જેવુતેવુ પ્રલોભન ન જ ગણાય
હા. મશીનરીની મદદથી કામ હળવુ પડે પણ એથી તો ખેતી પરાધીન બની. ઘરના ખેતરમા કુવો ખોદવા મંજુરી લેવા સરકારી ઓફીસોમા પગતોડ કરવાની. ન જાણે આ અભણ ને લાચાર ખેડુને આમ ટલ્લે ચડાવીને  સરકારી 'બાબુઓ' ને કયો ક્રુર આનંદ મળતો હશે?ડીઝલથી ચાલતા મશીનો માટે ઇંધણ લેવા કામ છૌડીને દોડવાનુ ને ત્યા પણ મળવાની કોઇ ગેરંટી નહિ. હા, ખાવા બઘાને જોઇએ છેએ સાચુ પણ એનીજવાબદારી માત્ર ખેડુતની? આ બધા કારણ આજે હતાશ ખેડુતને આત્મહત્યા તરફ દોરે છેતો જેને સ્થાળાંતર કરવાની તક મળેએ બધૂ સમેટીને નીકળી જાય છે. આજે ખેતીની જમીનો પર મકાનો ને કારખાના ઉભા થાય છે,કયારેક બળજબરી પુર્વક લોકોને ઘરબાર ને જમીન
છોડવી પડે છે,   માહોલ બદલાયો છે. રસોઇની સામગ્રીઓ મસાલા ને ખાદ્ય સામગ્રીઓ અથાણા. પાપડ,મીઠાઇ. ફરસાણ, લોટ, અરે હવે તો
રોટલી, ભાખરી ,પરોઠા, નાસ્તા બધુ જ મારકેટમા મળે છે.નવી પેઢીને બાહરની વસ્તુકે પેદાશ સામે વાંધો નથી એમને તો સહેલુ પડે. નોકરી કરતા યુગલ માટેતો આશીષરુપ.એસગવડની સામે ગુણવતાનો આગ્રહ જતો કરવો પડેતો ચલાવી લેવાનુ. કદાચ એમના બાળકોને બ્રેડકે રોટલી ને ઘંઉ ને ખેતર ને ખેતી વચ્ચે કાઇ સબંધ છે એ વિચાર પણ નહિ આવે કે  ગાય, ભેંસ, બકરી સાથે દુધને કોઇ નાતો છે. મને તો એવુ લાગે છે કે વિકસિત દેશોમા પણ જે ઝડપે ખેતરો અદ્રશ્ય થઇ રહ્યા છે એ જોતા ભવિષ્યની પ્રજાને શાકભાજી ,ફળૌ, અનાજ કે દુધદંહીને
માખણજેવી ડેરી ઉત્પાદિત ચીજોની ય જરુર નહિ પડે કારણ    પૃથ્વી પર માત્ર એક જ ઉદ્યોગ હશે. વિટામીનની ફેકટરીઓ. સવારના નાસ્તાથી માંડી સાંજ સુધી શરીરને જરુરી વિટામીનની સુચના કોમપયુટર પર મળી જશે. ઘરમા રસોડાની જરુર જ નહિ. બીજી ખાદ્ય સામગ્રીની જરુર જ નહિ. સમયના પ્રવાહને રોકી તો શકાતો નથી. કલ્પનામા પણ સ્વીકારવી એવી ઘણી બાબતો હકીકત બની સામે આવે
માણસ અનુકુળ થઇ જાય છે. એ જ તો માણસની ગોઠવાઇ જવાની ક્ષમતાથી એ જળ,જમીન ને રણમા રહી શક્યો છે.   તમને શું લાગે છે.? જરા જણાવજો તો ખરા

No comments:

Post a Comment