Saturday, September 24, 2016

નવી દિશા

વાચક મિત્રો, માણસને અન્ન વસ્ત્ર ને રહેઠાણ જેટલી જ પ્રેમ નેસામાજિક સ્વીકૃતિની જરુર પડે છે. માબાપનો સંતાનો સાથે પ્રેમ, ભાઇ બહેન,મિત્રોને પતિ પત્ની વચ્ચેનો પ્રેમ સાહજિક લાગે.હોવો જ જોઇએ. પણ બે વિજાતીય પાત્રો વચ્ચેનો પ્રેમ સમાજસંમત ગણાતો નથી. એ વ્યભિચાર ગણાય ને સમાજની આંખે ચડી જાય. બગીચામા  શાંતિથી બેસીને પ્રેમાલાપ કરતા કે અન્યોઅન્યમા મશગુલ  પ્રેમી યુગલ તરત જ આંખે ચડી જાય. ભલે જોનારને કાંઇ લાગતુ વળગતુ ન હોય. સતાધારી એવી પોલીસને ય ખટકે. હા, રેડલાઇટ એરીયામા ખુલ્લેઆમ આંટામારનારને માટે આ નિયમ લાગુ ન પડે.તો પ્રેમને ય આવરણની જરુર પડે!  એમ જોવા જઇએ તો પ્રેમીઓએ પ્રેમકરવાની આકરી કિંમત ચુકવી છે. ઇશ્કનો ઇતિહાસ જોઇએ તો લયલા મજનુ, શીરી ફરહાદ, હીર રાંઝા ને સોની મહિવાલ  ને એવા અસંખ્ય  યુવાન પ્રેમની વેદી પર હોમાઇ ગયા છે.સમાજ શા માટે સાચા પ્રેમીઓનો દુશ્મન રહ્યો છે?કયારેક સતા કે સમાજ કે પરિવારઆબરુને નામે ખુન કરવા સુધી
પહોંચી જાય છે. જો જીવતા રહે તો આખી જિંદગી ઝુરી ઝુરીને જીવે.  તો કવચિત રેલ્વેના પૈડા નીચેકે ઝાડની ડાળી કે પંખા પર લટકીને કે ઝેરના પારખા કરીને સમાજને એની આપખુદીનો જવાબ આપે છે. કમનસીબી એ  છે કે આવા પ્રેમીઓ પાછળ રહેલા માટે રોલમોડલ બની જાય છે.   આબાબત નવેસરથી વિચાર કરવાની જરુર છે જે આ નાનકડી વાર્તાથી રજુ કરુ છુ
 એંજિનિયર કોલેજમા છેલ્લા વર્ષનો છેલ્લો દિવસ. સ્નેહસંમેલન એ વ્યકિગત વિદાયસમારંભ.  દરેકના મનમા અલગ વિચારો ઘોળાતા હતા. જેને માટે કોલેજ માત્ર ક્રીડાગણ હતુકે ભણીને નોકરી શોધવા ઉતાવળ કે કરવાની જરુર નહોતી એવા લહેરીલાલા બિન્દાસ ફરતા હતા તો કોલેજના રંગીન વાતાવરણ  મા ઉગેલા એકપક્ષી કે ઉભયપક્ષી ગુલ મુરઝાઇ રહ્યા હતા,હવે મળી શકાશે કે કેમ? એ પણ આવા મુક્ત વાતાવરણમા?તો રોડસાઇડ રોમીયા   બચેલી છેલ્લી પળોનો સદઉપયોગ ! કરી રહ્યા હતા. સોહન  ને સોહા આવુ પ્રેમી યુગલ. જોકે એના મિત્રો ય સ્વીકારતા કે એ સંયત હતા .ઉંછાછળા નહોતા. પણ  આવા સાચા પ્રેમીઓને ય ઇર્ષા ને વાતોનો વિષય બનતા વાર નથી લાગતી.એમનુ પ્રેમપ્રકરણ કોલેજનુ પટાંગણ છોડી સમાજમા વિસ્તરીને પરિવાર સુધી પહોંચી ગયુ એની બન્ને ને જાણ પણ નહોતી.
એ સાથેજ સોહાના રુઢિચુસ્ત પરીવારમા ખળભળાટ મચી ગયો. પરીક્ષા પુરી થતા પહેલા જ લાયક! ઉમેદવારોની અવરજવર શરુ થઇ
 સોહા ગભરાઇ ગઇ.  ' સોહન, આપણે જલ્દી કંઇક વિચારવુ પડશે. મારા માબાપને તો જાણે ધરતી પર મુરતીયાઓનો દુષ્કાળ પડવાનો હોયને દિકરી કુંવારી રહી જવાની હોય એટલી અધીરાઇ આવી ગઇ છે. . '' એટલુ બોલતા એ ઢીલી પડી ગઇ.  'સોહા શાંતિ રાખ, તને મારા પર ભંરોસો તો છે ને? 'એકલા ભંરોસાથી હવે ચાલે એમ  નથી'  સોહાએ પરિસ્થિતિનો તાગ આપ્યો. 'તો તારો શુ વિચાર છે?' 'છેવટનો રસ્તો તો ઘર છોડી ભાગી જવાનુ' સોહાએ આસ્તેથી કહ્યુ. સોહનના ચહેરા પર કોઇ ઉત્સુકતા ના  ભાવ ન પ્રગટ્યા . સોહાના મનમા પ્રથમ વાર પોતાના પ્રેમની સચ્ચાઇ વિષે આશંકા જાગી. એણે કંઇક નિરાશાથી કહ્યુ, 'તુ તો સાવ પાણીમા બેસી ગયો. આઉંમરે તો ઘટમા ઘોડા થનગને એને બદલે'એ અટકી ગઇ. સોહન હજુ સ્વસ્થ હતો.' ના એવી ઉતાવળૂ પગલુ ભરવાની જરુર નથી' એ સિવાયના રસ્તા આપણે માટે બીજા ક્યા વિકલ્પ છે એ વિચારીએ' ' આપણી પાસે બહુ સમય નથી ને તુ જો કાંઇ નકરવા માગતો હોય તો મારે માટે એક જ રસ્તો છે. 'એની આંખમા આંસુ આવી ગયા ' હુ પ્રેમની વેદી પર  બલીદાન આપી દઇશ. સોહનને લાગ્યુ કે વાતને વળ ચડી જશૈ તો વણસી જશે. સમજણથી કામ લેવુ પડશે.' સોહા ,જીંદગી એટલી સસ્તી નથી. એના પર માત્રઆપણો જ નહિ પણ આપણા સ્વજનો નો ય હક છે મારી વાત કરુ, ગરીબ માબાપે કેટલા નાના સુખ જતા કરી ને. પોતાની પાયાની જરુરિયાતો અવગણીને મને ભણાવ્યો છે, મારા નાનાભાઇ બહેન છાપાની ફેરી ને રેલ્વેપાટા પરથી કોલસા વીણતા. મે એમને ફાટેલા કપડા ને ખુલા પગે સ્કુલમા જતા જોયા છે. મારી માના સાડલા પર એટલા થીંગડા હોય કે એનો મુળ કલર પણ ન ઓળખાય. એતો ઠીક પણ બધાને જમાડીને ખાલી તપેલીમા રોટલીનો ટુકડો ફેરવીને પાણી થી પેટ ભરતી મા મે જોઇ છે. શુ એ માબાપ ને ભાઇબહેનને આશા નહિ હોય કે ભાઇ ભણીને સાહેબ થાશે ને આપણે લીલાલહેર કરીશુ?એમને પુરો અધીકાર છે. ' થોડુ અટકીને બાજુમા પડેલા સમાચારપત્ર તરફ સોહાનુ ધ્યાન દોર્યુ. ' જો  આ પ્રેમદિવાનો, પ્રણયની વેદી પર બલિદાન આપીને સુઇ ગયો.એતો આટલી વેદના ભોગવી છુટી ગયો પણ એના માબાપના  મનમા એ જે અપરાધભાવ મુકી ગયો એ જીવતી ચીતા તો કયારેય નહિ ઓલવાય. એને હુ જાણૂ  છુ. એપણ મારીજેમ ગરીબ માબાપનુ સંતાન છે'
એટલે આવા કાયર જેવા વિચાર નકર.તુ પણ નોકરી શરુ કરી દે. એકવાર પગભર થઇએ ને એટલે આપણી વાતનુ વજન પડે.એમને એ જ ખાતરી જોઇએ કે તમારા નિર્ણયનુ જે કાંઇ પરિણામ આવે  એની જવાબદારી નિભાવવા જેટલા તમે પુખ્ત છો'
શુ નવી પેઢીને આટલો ઇશારો કાફી નથી?




.

1 comment:

  1. વહાલા વીમલાબહેન,
    વીચારશક્તી વીશ્વની સૌથી મોટી અને શ્રેષ્ઠ શક્તી છે, તમારી વીચારશક્તીને વહેંચવા માટે બ્લોગ બનાવ્યો તે જોઈને ખુબ આનન્દ થયો.. અભીનન્દન...
    તમારો બ્લોગ વધુને વધુ વંચાય તેવી દીલી શુભેચ્છાઓ..
    ..ગોવીન્દ મારુ..

    ReplyDelete