Sunday, September 18, 2016

-આપણા રિવાજો ને જ્ઞાતિના બંધનો

વાચકમિત્રો,આપણો સમાજ અનેક નાનામોટા વાડામા ને જ્ઞાતિઓના જુથમા બંધાયેલો છે. વરસોથી બાજુબાજુમા વસવા છતા ય દરેક જ્ઞાતિની પોતાની આગવી ઓળખ ને રિવાજો છે. ને એ ગૌરવ પુર્વક એને બીજા કરતા ચઢીયાતા માને છે. વિચારીએ તો એવા અનેક રિવાજો આપણને આજના સમયમાં અસંગત લાગે. પણ એનો ઇતિહાસ જાણીએ તો સમજાય કે એક સમયે ે માણસના અસ્તીત્વને જાળવી રાખવા જરુરી હતા. દરેક રિવાજ જે તે સમયની ભૌગોલિક, સામાજિક ને રાજકીય સ્થીતીને આભારીહોય છે.આપણી લગ્નસંસ્થા તપાસીએ તો  એક સમયે જાતિકે જ્ઞાતિમા જ વિવાહ થાય  એ જ સમાજમાન્ય. નહિતર વરવધુ ને પરિવાર ન્યાત બહાર મુકાઇ જાય. સામાજિક બહિષ્કાર એ મોટુ હથિયાર ને જેલ કરતા ય આકરી સજા. કારણ કદાચ આવુ હોય કે જે સમયે લોકોબહુ નાના સમુહમા ને છુટાછવાયા રહેતા, વાહન વ્યવહારમા ગણો તો બળદગાડી ને ઘોડા ને પૈદલ . લોકો પગપાળા જઇને જાય કેટલે?સંદેશાના સાધનો એટલા જ મર્યાદિત. મોટા ભાગના લોકોને તો ભાગોળ સુધીનુ જ જ્ઞાન. એટલે વિવાહ આસપાસના મર્યાદિત અંતરમા ને પરિચિતમા જ કરવાનો આગ્રહ રખાતો. પાંચ કે દસ ગામના ગોળ ગણાતા. એટલે પસંદગી બહુ મર્યાદિત રહેતી. કદાચ એમાથી દહેજ  જેવા દુષણ જન્મયા હોય. બીજુ નાની ઉંમરે સાસરે વળાવેલી દિકરીને અવારનવાર તેડુ કરવાનુ હોય. જેથી એ ધીમે ધીમે ટેવાય ને એસમયે કામ પણ
શારિરીક શ્રમ વાળા એટલે વારતહેવારે વહુ કે દિકરી પિયરમા આરામ કરવા આવી શકે એ આશય. હવે જો પિયર નજીકહોય તો આવનજાવન સરળ પડે.વાહન ની સગવડ નહોય ને પગપાળા જવાનુ હોય.ઘરમા ભાઇની હાજરી બહુ અગત્યની મનાતી. એના વિના બેનને તેડવા કોણ જાય? બીજી વાત એ કે વિવાહ સમાનધર્મી ને ધંધાવાળા લોકો સાથે કરવાનો આગ્રહ રખાતો. કારણ કે  સમાન વ્યવસાયના લોકો જ એકબીજાની સમસ્યા સમજી શકે ને જરુર પડે મદદ કરી શકે. બે પક્ષ  વચ્ચે વાતચીત કરવાના વિષય મળી રહે.
ઉપરાંત દરેક જ્ઞાતિના ઇષ્ટદેવદેવી અલગ, પોશાક અલગ, ભાષાના લહેકા અલગ, લગ્નની વિધીવિધાન અલગ, લેણદેણના રીવાજ અલગ ને છેવટે એક જ ધાન્ય ને વનસ્પતિ પણ ખોરાક બનાવવાની રીત અલગ. ખેડુતના ઘરનો કે વાણિયા ના ઘરનો કે બ્રામણના ઘરનો રોટલો
અલગ. વરસોથી પાડોશી હોય, પણ સહુનો અલગ ચોકો. દરબારો ને પોતાને સામાન્યથી ઉપર સમજતા લોકો કહેવાતી બ્લડલાઇન જાળવી રાખવા અંદરોઅંદર મામા ફૌઇના દિકરાદિકરી પરણતા. આવા સંજોગોમા વિવાહ સમાનધર્મીમા થાય તો સાસરે જતી દિકરી કે આવતી વહુ ઓછા સંઘર્ષ સાથે  સાસરીમા ગોઠવાઇ શકે. આએસમયનુ  સત્ય હતુ. હવે સ્થળકાળનુ અંતર ઘટી ગયુ છે,  તાર ટપાલ ને
ટેલીફોન સગવડથી દુનિયા બહુ નજીક આવી ગઇ છે. શિક્ષણ વધ્યુ છે. નાનપણથી સહશિક્ષણને કારણે છોકરા છોકરીઓ એકબીજાના
પરિચયમા આવે છે. કોલેજ, ઓફીસોમા નોકરી, બસમા કે ત્રેનમા સાથે  આવતા જતા સહપ્રવાસી તરીકે એકબીજાના પરિચયના આવે છે. હવે કોઇ ક્ષેત્રબાકાત નથી. ઉપરાંત નવી પેઢીમા આર્થિક સધ્ધરતા વહેલી આવી છે. એટલે જ્ઞાતિના બંધનો ઢીલા પડ્યા છે. સાવ નાબુદ તો નથી થયા. એટલે ઘર છોડી યુવક યુવતી ભાગી જાય કે આત્મહત્યા કરે એવી  કમનસીબ ઘટના બને છે ખરી.

No comments:

Post a Comment