Sunday, September 4, 2016

ઘડપણ કોણે મોકલ્યુ?

વયસ્ક મિત્રો, કુદરતના ક્રમ પ્રમાણે નાનપણમાં રમવાના, યુવાનીમા પ્રણયના રંગીન સપના ને વૃધ્ધાવસ્થામા અનાયાસે વૈરાગ્યના વિચારો આવે છે. શરીર સાથે મન પણ ધીમુ પડે છે.જો કે આ સમસ્યા નવી નથી.માત્ર આપણને સ્પર્શવા લાગે ત્યારે ચિંતન શરુ થઇ જાય છે.
 દુનિયાના બધા સજીવોની તુલનામાં માણસ જીવન કરતા મૃત્યુ  વિષે વધારે વિચારે છે. ખાસ કરીને ઢળતી ઉમરે જ્યારે તનમન શિથિલ થવા લાગે.પછી જુઓ કે માણસ સિવાયના પ્રાણીઓ દેહ વિસર્જન કરે ત્યારે પ્રકૃતિને કાંઇક પાછૂ આપતા જાય જેમ કે હાથી જીવતો લાખનો ને મરે સવા લાખનો. પશુ પંખી કે પ્રાણી મરીને અન્ય કીટક કે બીજા જીવનો ખોરાક બને પણ માણસ મરે તો સવા લાખનૂ નુકશાન કરતો જાય.છેલ્લી અવસ્થાની બીમારી, ચાકરી, દવાદારુનો ખર્ચ ને મર્યા પછી છ ફુટ જમીન પર કાયમનો કબજો જમાવે .ને અિગ્નદાહ આપો તો બેચાર વૃક્ષોનો ભોગ લેતો જાય. ક્રિયાકાંડ તો અલગ.  જીવનનો આ ક્રમ.સો વર્ષનુ આયુષ્ય તો વેદકાળમા દર્શાવ્યુ છે પણ મારી સમજણ પ્રમાણે સાંઠ  વર્ષ  છે. આપણો ખેતીપ્રધાન દેશ, બાકીના એનાપર નભતો કારીગર વર્ગ સુતાર, લુહાર, કુંભાર વગેરે. મશીન તો હતા નહિ. બધુ જ કામ હાથમહેનત ને હાડમારી વાળૂ. વિષમ વાતાવરણમા ય કામ કરવુ પડે. એટલે ચાલીસ પચાસની વયે પહોચતા તો માણસ હાંફી જતો. કદાચ એટલે જ નાની ઉઁમરે વિવાહ થઇ જતા ને ચાળીસ થતા થતા તો બીજી પેઢી ખેતીવાડી, ધંધા કે વ્યવહાર ઉપાડી લેતી ને આગલી પેઢી હાશકારો થતો. એ અવસ્થા એ પહોચતા કુદરતી દર્દો પુરુષને પ્રોસ્ટેટ ને સત્રીનુ રુતુચક્રના ફેરફારલઇને શારિરીક તકલીફો શરુ થતી. દવાદારુમા જે ગણો એ વનસ્પિના મુળિયા ને પાંદડા  ને વૈદ હતા એમા પણ કુશળ ઓછા ને ઉટવૈદ વધારે હતા. વૈદકશાસ્ત્રના નિયમો ખોટા નહોતા પણ કોણ ને કેવુ નિદાન કે દવા કરે છેએ પર બિમારનુ આયુષ્ય નિર્ભર રહેતુ. સર્પદંશ કે એવા ઝેરી જનાવરના ઝેરના મારણમા દવાને બદલે મંત્ર તંત્રનો જ આધાર હતો. શીતળા ઓરી અછબડા સામે રક્ષણાત્મક દવા નહોતી,એને માતાજીનો કોપ માની બાધાઆખડીનો આધાર લેવાતો.તો બાળમરણ ને પ્રસુતા મરણ નુ પ્રમાણ વધારે  હતુ.
 હવે આફરજીયાત નિવૃતિને કારણે સાજાનરવા ને કામની ધગશ ધરાવતા વયસ્કને સમાજની શરમેધરમે કામ છોડી દેવુ પડતુ. વડીલોને નિવૃતકરવામા દિકરા ગૌરવ અનુભવે. એમની સાચી સલાહ કે માર્ગદર્શન નવી પેઢીને દખલ રુપ લાગે . ધરમા જાણે વધારા કે નકામા હોય એવુ વર્તન થાયને વડીલો પણ એવુ અનુભવે. નવરો માણસ કરે શુ? તો ઘરમા ને બહારથી એક જ સલાહ મળે. ' દેવદર્શન કરો, કથાવાર્તા સાંભળૌ, મંદિર જાવ, જાત્રા કરો, પુજાપાઠ કરો,પણ કામ ન કરો. ન જાણે કામ કે શ્રમ તરફ આપણને કેમ સુગ છે? એટલે કોઇ વયસ્ક શ્રમ કે એવી મહેનત વાળુ કામ કરશેતો કેટલાય લોકો ઉકળી જશે. ' કોના માટે આ ઢસરડા કરો છો, આમોહમાયા છોડો, ભગવાનનુ ભજન કરો એજ સાથે આવશે. હાથ પગ ભાંગશે તો છોકરાઓને ઉપાધિ, એક બાજુ બેસો કામકરવા વાળાને નડો નહિ, ચોરે બેસીને આખા ગામની ચોવટ કરો , બેઠા બેઠા કંટાળો પણ કામ ન કરો'. આ નકારત્મક વિચારો ને નકામાપણુ માણસની આવરદા ઓછી કરવા મા ભાગ ભજવે છે. જીજીવિષા ઓછી થઇ જાય. પચાસપછી માણસ વનપ્રવેશ કરે. એકાવન, બાવન, એમ સાંઠ વર્ષ  વન પસાર કરીજાય  તો એક ઘાત ગઇ કહેવાય.આ ઉપરાંત બેઠાડુ જીવન એક બીજી શારિરીક બિમારી નોતરે છે.એ વયે મોટાભાગના લોકોને દાંત નબળા પડે. ખોરાક બરાબર ચાવી ન શકાય ને ઉપરથી બેઠાડુ જીવન . એટલે અપચો, કબજીયાત, ગેસ ને એવા આંતરડાનો રોગોથાય ને માણસ ચિડીયોથઇ જાય, વાતવાતમા વડચકા ને ઘરમાં કંકાસ માણસને વધારે હતાશ કરે.પોતાની અવગણના થતી હોય એવુ અનુભવે.ત્યારે ' શત જીવ શરદ કે આયુષ્યમાન ભવ'આર્શીવાદ શ્રાપ જેવા લાગે. આપણા શાત્રોએ સો સાલનુ આયુષ્ય કહ્યુ હોય પણ સાથે કામ કરતા કરતા નહિ કે રિબાઇ રિબાઇને. કોઇએ સાચુ જ કહ્યુ છેકે કેટલુ જીવ્યા એ મહત્વનુ નથી કેવુ જીવ્યા એ મહત્વનુ છે.
આગળ જોઇએ તો શરીરવિજ્ઞાનના વિકાસ ને એલોપોથી દવાના આગમન પછી આશારીરિક દુઃખદર્દ મા રાહત થઇ છે. અમુક દર્દોનુ નિવારણ થઇ શકે છે.પણ આ બોનસમા મળેલા આયુષ્યનુ શુ કરવુ?કારણકેસામાજિક વલણમા બહુ ફરક પડ્યો નથી.
પણ સામાજિક માળખૂ બદલાઇ ગયુ છે. નોકરી ધંધાના સાચા કે ખોટા કારણોસર સયુક્ત પરિવારો વિખરાવા લાગ્યાા છ
ા છે. દેશાવરની ઘેલછામા યુવાનો માબાપને એકલા તો ક્યાકેક નોધારા છોડી દે છે.માતૃદેવો ભવ કે પિતૃદેવો ભવ'ની
ભારતીય સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે.આને કદાચ એલોપોથી દવાની આડઅસરની જેમ વિકાસની આડઅસર કહી
શકાય. જોકે આપણે યુવાપેઢીનો દોષ ન કાઢી શકીએ. એમને પણ એમના સપના છે.
એ પણ હકીકત છે યુવાનીમા માત્ર ને માત્ર સંપતિ મેળવવાની લહાયમા આપણી પાસે એકપણ એવો શોખ કે એવી
આવડત નથી કેળવી કે નિવૃતિમા એને આધારે પ્રવૃતિમાન રહી શકીએ.પૈસા સિવાયના વળતરવાળી દરેક પ્રવૃતિ
આપણા સમાજમા નકામી ગણાય છે. એટકે લાંબુ આયુષ્ય કયારેક વરદાન નહિ પણ શ્રાપરુપ લાગે છે.
આજના માહોલમા તો ધરડાધરો એ જ ઉકેલ લાગે છે.   હા એક વાત કે હવે રક્તદાન ને દેહદાન વિષે થોડી જાગૃતિ આવી છે, નાશવંત શરીર આ રીતે જતા જતા ય થોડી સેવા પાછળરહેલાને કરીશકે  તોય જીવન સાર્થક . આબાબતમા  જાગૃતિ આવે એ ઇચ્છનીય છે.

No comments:

Post a Comment