Friday, September 23, 2016

સાહિત્ય પ્રત્યે આપણુ ઉદાસીન વલણ

વાચકમિત્રો, કયારેક એવો પણ વિચાર આવે કે આપણા ઘરોમા અભરાઇ પર ઢગલાબંધ વાસણો  હોય, કપડાના કબાટમા સાડીઓના ઢગલા હોય પણ ઘરમા પુસ્તકો જવલ્લે જ જોવા મળે.અમુક અપવાદ સિવાય.એટલે આપણે ત્યા ગરીબીરેખા કવિ કે સાહિત્યકાર થી શરુ કરવી જોઇએ. હા, થોડાક ઘાર્મિક પુસ્તકો, વ્રતો કે સંતોષીમાતા કે વૈભવલક્ષ્મીની  વાર્તા આવુ જોવા મળે. આવુ ઉદાસીન વલણના કારણ પણ ઉંડા હોઇ શકે . અલબત મારી સમજ પ્રમાણે. આપણો પ્રાચીન ઇતિહાસ બતાવે છે એ પ્રમાણે આપણે ત્યા માતબર વિદ્યાલયો હતા જ્યા દેશવિદેશથી લોકો જ્ઞાનપ્રાપ્તિ માટે આવતા. વિદ્યાવિહિન નર પશુ ગણાતો. આટલો જ્ઞાનનો મહિમા હતો. પછીના સમયમા ગમે તેમ થયુ હોય પણ જ્ઞાનનો ઇજારો ને ભણવાની યોગ્યતા માત્ર સમાજના એક વર્ગનો ઇજારો થઇ ગયો. એ આપણા ભુદેવો.  સમાજના એના સિવાયના લોકોને ઘર્મગ્રંથો કે બીજી કોઇ વિદ્યા ભણવાની કે વાંચવાની મનાઇ થઇ ગઇ. ખાસ કરીને શુદ્રો ને સ્ત્રીઓ એમ કરતા સામાન્ય લોકોની બધા જ સાહિત્ય પ્રત્યેની રસ,રુચિ ને જીજ્ઞાસા નહિવત થઇ ગઇ. જ્ઞાન ને વિધિવિધાનો, પુજાપાઠ, કથાવાર્તા ને બધા ક્રિયાકાંડ બ્રાહ્મણોની જાગીર થઇ ગઇ. આપણે ત્યા જે કાંઇ સાહિત્ય રચાયુ એ રાજ્યઆશ્રિત  હતુ. કવિ કાલીદાસ,બાણભટ્ટ, માઘ, ભવભુતિ, ભારવિ જેવા કવિઓ નેલેખકો.શાંકુતલ, મેઘદુત, કુમારસંભવ,કાદમ્બરી,દશકુમાર ચરિત જેવી રચનાઓ સાહિત્યક વારસાની સાબીતી પુરે છે. સાથે એ પણ સત્ય છે કે આ સાહિત્યનુ વાંચન પઠન ને રસાસ્વાદ માત્ર સમાજના મર્યાદિત સભ્યો પુરતો જ હતો. જે તે રાજ્યનો રાજા સાહિત્યપ્રેમી
હોય ને આવા સાહિત્યકારોને  ઉતેજન આપે, પોતાના દરબારમા સ્થાન આપે ને રોજીરોટી પુરી પાડે. ટુંકમા કલા ને કલાકાર બન્ને રાજવીની દયા ઉપર. દરબાર ભરાય ને સમાજના અમીર ઉમરાવ ને એવા ગણ્યા ગાઠ્યા લોકોને આમંત્રણ હોય. ત્યા આવી કલા કૃતિ રજુ થાય. એટલે સમાજના મોટાભાગને આમા કાંઇ સમજવા જેવુ કેમાણવા  જેવુ લાગે નહી. એ તો બિચારા રાતદિવસ  આજિવિકા રળવામા પડ્યા હોય ને સમાજના ઉપલા વર્ગને નીભાવવાના  પણ આ શ્રમજીવીઓએ. રહેતા રહેતા સામાન્ય લોકોમા માન્યતા બંધાઇ ગઇ કે આ બધા ફાજલ શોખ આપણને ન પોંસાય.નવરા લોકોનુ કામ. સાહિત્યમા છે પણ શુ?દેવીદેવતાના શૃંગારપુર્ણ વર્ણનો, સ્તુતી, સ્તવનો. સામાન્ય માણસને પ્રેરણા મળે એવુ તો ભાગ્યે જ હોય. પછીને સમયમા ભાટ ચારણોએ દરબારો ને બાપુઓને બિરદાવ્યા. એમના સાચા કે ખોટા પ્રરાક્રમો બસ સાહિત્ય એમા જ ખોવાઇ ગયુ. એના પરિણામો આજે જોઇ શકાય કે વાંચવુ એટલે માત્ર પરિક્ષા પાસ કરવા પુરતુ. ઇતર વાંચન કરનાર કે એને ઉતેજન આપનાર કેટલા? હા ટોકનાર ઘણા. મજાક પણ થાય  છેકે માબાપ કે કન્યાને કવિ,લેખક મુરતિયા કરતા પસ્તી વાળો જમાઇ વધારે લાયક   યોગ્ય લાગે.  




No comments:

Post a Comment