Thursday, September 22, 2016

સંબધોનુ ગણિત ને ઉછેરસામાજિક

માણસ જન્મે ત્યારથી અનેક સામાજિક સંબધોમા બંધાયેલો રહે છે. શરીરમા જેમ રક્તવાહીની નુ જાળુ હોય છે એમ જ. અમુક સંબધો જન્મજાત છે તો અમુક એબાંધે છે. આપણે સામાજિક પ્રાણી છીએ એટલે એકલા જીવી શકતા નથી. માબાપ,ભાઇબહેન,દાદા  દાદી આલોહીના સંબધ છે.એમા પસંદગીનો અવકાશ હોતો નથી. ક્યા જન્મ લેવો એ માણસના પોતાના વશની વાત નથી.તો મિત્રો, આડોશપાડોશ, સહાધ્યાયીઓ, નોકરી કે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથેના સબંધો ફરજિયાત નથી હોતા. આ સામાજિક સબંધો નિભાવવાની કુશળતા એ જ સફળ સમાયોજન છે. કારણકે  દરેક માણસના વિચારો નેે વર્તન ને ઉછેર અલગ હોય છે. ધરમા એકલુ બાળક માબાપ  માટે આંખની કીકી જેવુ મુલ્યવાન હોઇ શકે પણ દુનિયાની નજરમા બીજા અનેક  એવા સામાન્ય માણસમાનો એક જ હોય છે. લોકો આવા બાળક માટે એમ પણ કહે કે 'કાલો ઘેલો તો તારા માબાપનો,અમને શેનો તોલ'
      આપણા સમાજની એ વિશેષતા એ છૈ કે કુટુંબને નાતે જોડાયેલા દરેક સબંધને અલગ નામ  એ પ્રમાણે એની ભુમીકા હોય છે. જેમકે મોસાળમા નાના, નાની, માસા,માસી, મામા, મામી, ભાણેજ.તો પોતાના ધરમા પિતરાઇ ભાઇબહેનો, દાદા, દાદી, ફોઇ, ફુવા, કાકા, કાકી, મોટાબા, બાપુ, તો સ્ત્રી પરણે એટલે ત્રીજા સબંધૌ શરુ થાય. એમા સાસુ, સસરા, જેઠ, જેઠાણી, દિયર, દેરાણી. નણંદ, નણંદોઇ, ભત્રીજા ને ભત્રીજી, ભાણેજ. તો પુરુષપક્ષે સાસુ, સસરા, સાળી, સાળા, સાઢુભાઇ વગેરે. આદરેક સબંધ અનુરુપ વર્તનની અપેક્ષા હોય છે.
      આ બધા જ સબંધૌ સાપેક્ષ છે. સમાજને ટકાવવા ને સરળતાથી ચલાવવા માટે દરેક આ આચારસંહિતા પ્રમાણે ચાલે એ જરુરી છે. માબાપ બાળકનુ પોષણ ને સારો ઉછેરકરે, સામાજિક મુલ્યો શીખે જેથી એ બધા સાથે સંપીને રહે. જાહેર મિલ્કત પર સહુનો અધીકાર કબુલ રાખે. જે બાળકો ઘરમા વંહેચીને ખાતા શીખતા નથી એ બહારની દુનિયામા બધુ પચાવી પાડવાની ને બીજાને એમાથી વંચિત કરવાની સ્વાર્થી
મનોવૃતિ પ્રગટ કરે છે. એનાથી સમાજમા અસમાનતા ને અકારણ તનાવ ને છેવટે વિદ્રોહ થાય છે.કયારેક માબાપ  જ આવા ઉછૈરનો ભોગ બને છે. સબંધોમા જ્યારે અપેક્ષા ને સ્વાર્થનુ પમાણ વધી જાય ત્યારે સબંધ એની નિમ્ન કક્ષાએ પંહોચી જાય છે. પછી એ લોહીના હોય કે બે મિત્ર વચ્ચે હોય.જે બાળક મા ની રાહ જોઇને પગથીયે બેસીને રડતો હોય એ જ યુવાન વયે માને  એકલી છોડીને જતો રહે એવુ પણ બને છે. એકબીજાને માટે જાન આપનારા મિત્રો જ કયારેક જાનલેવા બની રહે છે. તો સંપતિના ઝઘડા તો લોહીમાથી લગભગ ઓક્સિજન ચુસી  લે છે.કહો કે લોહીનુ પાણી કરી નાખે છે. એક રમુજ     જુઓ. આપણે જ્યારે સંયુક્ત પરિવાર હતા ત્યારે કુટુંબના નાના મોટા વિખવાદમા વડિલો સમજાવે કે બે વાસણ ભેગા થાય તો ખખડે ય ખરા. ગોબો પડેતો ઉપાડી લેવાય, વાસણ ફેંકી ન દેવાય, મતલબ સમાધાન. હા, એ વાસણ ઘાતુના હતા. પછી કાચના વાસણનો જમાનો આવ્યો. સાચવીને વાપરવાના, તિરાડ પડે તો સંધાશે નહિ. હવે આપણે  પેપરડીશો, પેપરગ્લાસ ને પેપરનેપકીન વાપરીએ છીએ. વાપરીને ફેંકી દેવાના. એ જ નિયમ પ્રમાણે સબંધોનુ સમીકરણ બદલાયુ છે. લગ્ન ને બદલે
મૈત્રીકરાર. ફાવે તો રહેવાનુ. સમાધાન કે પરસ્પરને સમજવાની જરુર જ નહિ

No comments:

Post a Comment