Thursday, September 8, 2016

વારસો કે વાતાવરણ?

સુજ્ઞ વાંચકો.આ સવાલ માનવજાતના ઉદભવ જેટલો જુનો ને જટીલ છે.બન્ને પક્ષે જોરદાર દાખલા ને દલીલો છે. આપણા ગુજરાતીમા વારસાનુસમર્થન કરતી સચોટ  કહેવત છે કે' તાણ્યો વેલો થડે  જાય'એટલેકે માણસના જન્મના સંસ્કારો એવી અસાવધ કે કટોકટીની પળે માણસના મન પર કાબુ લઇ લે છે. ધણી વખત અમુક પ્રકારના વર્તન પછી લોકો કહેતા હોય છે કે મે આવુ કેમ કર્યુ એ મને  ખબર નથી.બીજુ આપણા ધર્મ પુર્નજન્મને પ્રાધાન્ય આપે છે. માણસ પોતાના કર્મો પ્રમાણે અનેક યોનીમા ફરતો રહે છે. સારા કાર્યથી ઉતરોતર યોનીમા પ્રમોશન મળે ને છેલ્લે મનુષ્ય અવતાર. સારા કર્મો થી મોક્ષ મળે. જીવનુ અંતિમ લક્ષ.એટલે માણસ જન્મે ત્યારે કોરી પાટી જેવુ મન લઇને નહી પણ અનેક જન્મના સંચિત કર્મો ને પરિણામો લઇને જન્મે છે. આગળપાછળના હિસાબો પણ ચુકવવાના હોય છે જેને ઋણાનુબંધ કહેવાય છે. આને જ જન્મના સંસ્કારો કહેવામા આવે છે.એટલે જ એક જ માબાપના સંતાનો દેવ ને દાનવ, રાવણ ને વિભિષણ હોઇ શકે છે. એક જ ઘરમા ઉછરેલા સંતાનોમા આસમાન જમીન જેવો ફરક નવી વસ્તુ નથી. કારણ ગમે તેટલી માવજત કરોપણ બીજ કનિષ્ક હોય તો પરિણામ શુન્ય આવે. સામે વાતાવરણનુ સમર્થન કરનારા કહે છે કે માણસના ઘડતરમા એનો ઉછેર, ઘરનુ વાતાવરણ, આસપાસનો માહોલ, સમાજ, શિક્ષણ, ધર્મ વગેરે અનેક પરિબળો ભાગ ભજવે છે. વારસા જેવુ કાંઇ નથી.જે  ઘરમા લડાઇ,ઝઘડા, મારામારી,કુસુંપ હોય એવા માહોલમાંથી આવતા બાળકો ગુનાખોરી નો ભોગ જલ્દી બને છે. મોટાભાગના ગુનેગારોના કેસમા બાળપણની આ
કમનસીબ કેફિયત  જોવા મળે છે. કારણ બીજ ગમે તેટલુ ઉતમ હોય પણ એની માવજત  નથાય  કે યોગ્ય દિશા ન મળે તો વ્યકિત ને સમાજ બન્ને માટે ઘાતક નીવડે.         આસંદર્ભમા એક નાની વાર્તા રજુ કરુ છું. મિસ્ટર જોન પ્રખર સમાજશાસ્ત્રી  હતા. એમનુ દ્રઢ પણે માનવુ હતુ કે માણસ જે કાંઇ બને તે વાતાવરણની જ પેદાશ છે. વારસો એ તો નિષ્ફળ ગયેલા માણસ ને સમાજનુ આશ્ર્વાસન  કે બહાનુ છે. પોતાની માન્યતા સિધ્ધ કરવા એણે એક અમેરીકા ઇંડીયન એટલે કે અમેરીકાના મુળ લોકો એવી એક સ્ત્રીનુ બાળક દતક લીધુ. હવે આલોકોમા દારુ, કેફી પદાર્થોનુ સેવન, ધુ્મ્રપાન,તમાકુ ને એવા દુષણો સ્ત્રી પુરુષોમા સમાન છે. આએક બાબતમા સભ્ય જગતથી એ આગળ કહેવાય!!!. ઉપરથી ગરીબાઇ.એટલે બાળકને કુપોષણ જ મળવાનુ. આબધા દેખીતા કારણ છતાય એક સગર્ભા બાઇ જોડે કરાર કરી લીધા ને બાળકનો જન્મ થતા જ પોતાને લઇ આવ્યો. એકલો માણસ હતો. બાળક માટે ચોવીસ કલાક આયાની વ્યવસ્થા કરી. પૈસાથી ને એસમયે ઉપલબ્ધ સારવાર કરી. પણ બાળક નો શારિરીક ને માનસિક વિકાસ સંતોષકારક નહોતો. ધીમે ધીમે જાણ થઇ કે બાળક એટલે કે ચાર્લી 'દિવ્યાંગ' હતો. છતાય જોને આશા રાખી ને એવા માનસિક અપંગ બાળકોની સ્કુલમા દાખલ કર્યો. હજુ આશાહતી કે ભવિષ્યમા વિજ્ઞાનપ્રગતિ કરે ને આવા બાળકોનુ જીવન સુધારી શકાય. એમ ચાર્લી એકવીસ વર્ષનો થયો. એકવીસ વર્ષ પછી માણસ નાગરીક ગણાય ને અમુક અધીકારો ંમળે. એટલે આમહત્વનુ વર્ષ. જોને ચાર્લીની સાલગિરાહ શાનથી ઉજવવા પાર્ટીનુ આયોજન કર્યુ. એ વખતે ચાર્લી એના જેવા લોકો સાથે સરકાર સંચાલિત હોસ્ટેલમા રહેતો હતો. જોન એને લેવા જાય છે. પાછા ફરતા કારમા એને પુછે છે કે 'સન, હવે તું એકવીસ વર્ષનો થયો, આટલા સમયમા તુ શું શીખ્યો જીવનમાં'?અત્યાર સુધી સાવ શુન્ય બેઠેલા ચાર્લીની આંખમા એકદમ ચમક આવે છેને ચહેરો હાસ્ય થી ખીલી ઉઠે છે ને જવાબ આપે છે 'ડેડી, હવે મને દારુ પીવાનુ લાયસન્સ મળશે' કારમા સન્નાટો છવાઇ જાય છે. જોનની નિરાશા કે હતાશા પરાકાષ્ટા એ પહોંચી જાય છે. હાથ સ્ટીયરીંગ પરથી સરકી જાય છૈ ને કાર ધડાકા સાથે   ઝાડ સાથે અથડાય છૈ નેવાર્તા પુરી થાય છે ને એક જીવન પણ.    

No comments:

Post a Comment