Tuesday, November 24, 2020

તપસ્યા.

'મમ્મી , ઓ,મમ્મી '           સવારના શાંત વાતાવરણને ચીરતી તીણી ને ઉંચી બુમો સાંભળીને વાસંતીબેન માળા છોડીને  ઉભા થઇ ગયા.સવારના એ શાંત પહોરમાં આવી તીક્ષ્ણ ચીસો થોડી ભયસુચક લાગી.એ સાથેજ દાદર પર એણે ધડબડાટ સાંભળ્યો.તો એની પંદર વર્ષની દિકરી અનુ બેબે પગથિયા એકસાથે ઠેકતી એના તરફ દોડતી હતી.

છેલ્લાએકાદબે વરસથી સુનમુન થઇ ગયેલી દિકરીને સવારના પહોરમાં આટલા આવેશમાં જોઇને એ ચોંકી ગયા. આ આવેશ ભયનો હતો કે આનંદનો?           એ દોડતી આવીને વાસંતીબેનની બાથમાં સમાઇ ગઇ. હૈયુ જોરજોરથી ધડકી રહ્યુ  હતું.એના શ્ર્વાસોશ્ર્વાસ ધમણની પેઠે ચાલતા હતા.આવેશ એને મોં જ ખોલવા નહોતો દેતો.એટલે પ્રયત્ન કરવા થયા એ બોલી નહોતી શકતી.       કારણ જાણવાની ત્રીવ ઇચ્છા છતા ય વાસંતીબેને એને શાંત થવા દીધી.થોડીવાર છાતીએ વળગાડીને પીઠ પર સાંત્વનસભર હાથ પ્રસાર્યો.વિખરાયેલી લટોને સ્નેહથી સંવારી ને કુમાશથી ચહેરો ઉંચકી એની આંખોમાં પ્રશ્ર્નસુચક નજરથી જોયું.     અનુ ધીમે ધીમે સ્વસ્થ થઇ.પછી સમાચાર આપ્યા.     'મમ્મી, મોટી બેન આવે છે.મે એને અગાશીમાંથી જોઇ.હું એને ઓળખી ગઇ. એ આપણી શેરીમાં જ વળી. કહે ને મમ્મી,એ આપણે ઘેર આવશે ને?    એટલું કહેતા ફરીથી એનો શ્ર્વાસ ચડી ગયો.        વાસંતીબેન હવે અનુના આવેગનું કારણ સમજ્યા ને એ સાથે જ એનો ચહેરો વિલાઇ ગયો.ધરનો દરવાજો બંધ કરી કયાક છુપાઇ જવાનું મન થઇ ગયું.   શા માટે? સામાન્યત; દિકરીના આગમનથી તો મા નું હૈયુ ઉછળી પડે આનંદથી.અંહી મા આવકારવાને બદલે છુપાઇ જવાની જગ્યા શોધતી હતી! એ પણ અવની જેવી દિકરી માટે?  હા, કેટલીક દિકરીઓ  પણ હોય છે કે જેના કરતુત ને નાદાનિયત પ્રેમાળ માબાપના પણ આગ લગાડી દે. પણ એવી આ દિકરી નહોતી.એ સાસરેથી માબાપને મળવા આવતી કે વેકેશનમાં ઘેર આવતી દિકરી ય નહોતી.એટલે વાસંતીબેનને એની રાહ પણ નહોતી.કદાચ એના અચાનક આગમનથી એ દિગ્મુઢ થઇ ગયા હતા.   તો વાતએમ હતી કે આ દિકરી પારીવારીક ને સાંસારીક નાતો તોડીને મોક્ષને માર્ગે ચાલી નીકળી હતી.એની આ મોટી દિકરી હવે સાધ્વી આધ્યાત્મા તરીકે ઓળખાતી હતી. તો કયા નાતે એને આવકારવી? આજે એ  મા ને આંગણે દિકરી તરીકે નહિ પણ સંસારીને ત્યા ભિક્ષા લેવા આવી રહી હતી.એકાદ વરસપહેલા એણે દિક્ષા લીધી હતીને પછી તો સાધુ તો ચલતા ભલા   ન્યાયે એના કોઇ સમાચાર નહોતા કે વાસંતીબેનને એની રાહ પણ નહોતી.એટલે એના અચાનક આગમનના સમાચારથી એ દિગ્મુઢ થઇ ગયા હતા.        વધુ આવતા અંકે





No comments:

Post a Comment