Thursday, November 26, 2020

તપસ્યા ૪

 અવનીનેય મનમાં સાલતુ હતું. એ પપ્પાને એના પ્રેમાળવર્તન સામે પોતાની ઇચ્છા વિરુધ્ધ જે રુક્ષ જવાબ આપતી હતી.આવી અવગણનાથી એને કેટલું દુઃખ થતું હશે?કેટલા મુંઝાતા હશે.પણ કેમ કહેવુ કે પપ્પા ,તમારા બદચલન વર્તનનું આ પરિણામ છે. હું બોલી તો નથી શકતી પણ આ મારો મૌન આક્રોશ છે.એટલે જ એ પપ્પાથી દુર ભાગતી હતી.કયાક  એ વધારે દબાણ કરશે ખૂલાસા માટે તો અવનીની જીભ ખુલી જશે કે સબંધોની મર્યાદા તુટી જશે. આમ થોડો સમય અકળામણમાં ગયો ને માસીની પધરામણી થઇ! જાણે કશુ બન્યુ જ નથી. અવનીએ એને બારણે જોતા જ ખોલ્યા વિના જ પાછી રસોડામાં પેસી ગઇ.એટલીવારમાં વાસંતીબેન પુજામાંથી પરવારી બહાર આવ્યા, એને આવકારીને પછી બન્ન સોફામાં બેઠક જમાવી. વાતો પાછી ધર્મ,નીતિનિયમ,સંયમની!થોડીવારે એણે અવનીએ બુમ પાડી' અવની,અમારા માટે બે કપ સરસ ચા બનાવ. જો કાલે ચાનો તાજો મસાલો બનાવ્યો એ નાખજે'     અવની છંછેડાયેલી તો હતી જ.સળગતા ગેસ જેવી જ જ્વાળા એના મનમાં બળતી હતી.ચા કપમાં રેડતા ય મનમાં હિંસક વિચાર આવી ગયો.આ ગરમ ગરમ ચા માસીને માથે રેડી હોય તો!છેવટે મનની આગ ઠારવા માસીના કપમાં ઠાંસી ઠાંસીને બે ચમચી ગરમ મસાલો ઝીંકી દીધો.ચા પીરસીને પોતાની રુમમાં તમાશાની રાહ જોતી ઉભી રહી. રેણુકાબેને એક ઘુંટ ભર્યો ને મોઢામાં જાણે આગ લાગી.ગળુ સસડી ગયુ ને ખાંસીનો જોરદાર હુમલો આવ્યો.મોં લાલચોળ થઇ ગયુ ને આંખ ને નાકમાંથી પાણીની ધાર છુટી,વાસંતીબેન છોભીલા પડી ગયા.મનોમન સમજીગયા અવનીનું કારસ્તાન. કારણ  જોકે જાણતા નહોતા.જયારે અવની રુમમાં ઉભી ઉભી હસતી હતી. તું આજ લાગની છો, માસી.    થોડીવારે ખાંસી સમી. સ્વસ્થ થયા. વાસંતીબેને ફરી ચા  બનાવવાની તજવીજ કરી.પણ માસીએ ના પાડી. વાતો કરવાનો ઉત્સાહ ઓસરી ગયો હતો. એણે થોડીવારમાં વિદાય લીધી.    વાસંતીબેનને ખબર તો પડી ગઇ કે માસીને અવનીની હરકત સમજાઇ છે. એ સીધા જ અવનીની રુમાં આવ્યા. અવની મોઢા પર બુક રાખી હસતી  ને વાંચવાનો દંભ કરતી હતી.એણે અવનીની હાથમાંથી બુક ઝુંટવી લીધીને બુમ પાડી 'અવની, અમને એ તો ખબર પડી ગઇ છે કે તે જાણી જોઇને આ હરકત કરી છે. તું એટલી નાદાન તો નથી જ'     અવની કશુ બોલી નહિ પણ એના ચહેરા જે લુચ્ચાઇભર્યુ સ્મિત હતુ એજ એકરાર માટે કાફી હતું. એ જોઇ વાસંતીબેનનો ગુસ્સો ઓર વધી ગયો. ' અવની એ મારી બહેનપણી જ નહિ પણ મારી બેન છે.તારી હિંમત કેમ ચાલી આવી હરકત કરતા?'     અવની વિચારી રહી,બહેન! આવી બહેન હોય કે પોતાની બહેનના સંસારમા આગ લગાડે? પણ મા આ સત્ય સ્વીકારી કે પચાવી શકશે? પહેલા તો એ અવનીની વાત માનશે? પણ જે રીતે જવાબની રાહમાં વિકરાળ મુખમુદ્રા કરીને એ ઉભા હતાકે અવનીને મોં ખોલ્યા વિના છુટકો જ નહોતો.  'મા, આભાર માન જીનપ્રભુનો કે મે એને ઝેર નથી આપ્યુ. બાકી દાવની છે એ તારી બેન' અવનીએ ભયંકર શાંતિથી કહ્યું.  'અરે,છોકરી,તને તો ભાણેજની જેમ પ્રેમ કરે છે.બિચારી એકલી બાઇ, કયારેક આવીને મન હળવુ કરે. તારે તો એકાદ કપ ચા જ કરવાની હતીને? એમા ય તને તકલીફ પડી? શું બગાડ્યુ છે એણે તારુ?' એ હજુ પણ રેણુકાબેનના અપમાનથી ગુસ્સાથી કાંપતા હતા. અવનીને મન તો થયુ કે કહી દઉ કે  મારુ નહિ પણ તારુ તો બગાડ્યુજ છે"  એ તને ખબર પડશે ને ત્યારે બહુ મોડુ થઇ ગયુ હશે.' પણ જાણેઅજાણ્યે એ એક વજ્રઘાતથી મા ને બચાવવાની કોશીશ કરતી હતી.  પણ હવે તો ઘટસ્ફોટ કરવો જ પડશે.' 'મા,તું જેને બિચારી માને છે ને બેન બેન કરીને ચાટે છેને એ કેટલી નીચ,દગાખોર,ને વિશ્ર્વાસઘાતી છે.એ તને ખબર નથી. મને છે.'અવનીને હજુ પણ શંકા હતી કે મા એની વાત માનશે કે કેમ?    તો વાસંતીબેને  હજુ પણ એનો બચાવ ચાલુ રાખતા કહ્યું.' દિકરી,કોઇ એકલી સ્ત્રી પર આવો આક્ષેપ કરતા વિચારવુ જોઇએ. કદાચ કોઇ સગુ હોય. એકલી બાઇને ધરમાં કઇ ભાગ્યુતુટયુ  હોય    તો  કોઇ સમારકામ નિમિતે કોઇ  આવ્યુ હોય. કોઇને માટે આવું વિચારવુ કયારેક કોઇનો સંસાર વહેમથી ભાંગી જાય. કોઇની નિર્દોષ જીદગી બરબાદ થઇ જાય' એણે અવનીને શિખામણ આપી. અવની વિચારી રહી કે મા બહુ ભોળી છે ને માસીનો અભિનય પણ જબરો છે.એટલે તો મા એક સાપણને દુધ પાઇ રહી છે.જો અવનીને જાણ ના થઇ હોત તો આનો અંજામ અંતે શું હોત ને આબધુ કેટલા સમયથી ચાલતું હશે?  પણ હવે જો ઘટસ્ટોટ ના કરે તો મા ની નજરમાં જુઠ્ઠી,નિંદાખોર ને હલકી પડી જાય.   સત્ય બોલવુ એ આપણા બધા ધર્મનો પાયો છે.પણ સત્યના સંદેશવાહક થવુ એ બહુન કપરુ છે. સત્ય જેટલુ કડવું છે એના કરતા ય એનો કરતા ય એનો સંદેશવાહક વધારે અળખામણો બને છે.એમા ય સામી વ્યકિત આપણૂ સ્વજન ને નિર્દોષ હોય ત્યારે સત્યના વાહક તરીકે પ્રથમ વેદના સંદેશવાહકને થાય. કમનસીબે એના ભાગે એક કડવા સત્યના સંદેશવાહક થવાનો વારો આવ્યો હતો જે કદાચ પરિવાર ને માબાપના દામ્મપત્યને છિન્નભિન્ન કરી નાખે.     વધુ આવતા અંકે

No comments:

Post a Comment